ભારતમાં દુષ્કાળ સંબંધિત તથ્ય
ભારતમાં દુષ્કાળ મુખ્યત દક્ષિણ-પશ્ચિમ મોનસુન ( જુન-સપ્ટેમ્બર)માં ન આવવાથી થાય છે. દુષ્કાળથી પ્રભાવિત ક્ષેત્રોને આગળના મોનસુન સુધી રાહ જોવી પડે છે. પુરા દેશમાં 73% થી વધુ વર્ષા દક્ષિણ-પશ્ચિમ મોનસુન દ્વારા પ્રાપ્ત થાય છે.
વરસાદ સંબંધિત ઉપલબ્ધ આંકડાથી દુષ્કાળ પરિપ્રેક્ષ્ય પર સુચવે છે કે
- દેશના કુલ 16% દુષ્કાળ સંભવિત ક્ષેત્ર છે. વાર્ષિક રુપે દેશમાં લગભગ 5 કરોડ લોકો દુષ્કાળના સંકટથી પ્રભાવિત થાય છે.
- વાવણી કરેલા ક્ષેત્રોમાં કુલ 68% ક્ષેત્ર અલગ અલગ માત્રામાં દુષ્કાળથી પ્રભાવિત છે.
- 35% ક્ષેત્રમાં 750 મીલી મીટરથી 1125 મીલી મીટર સુધી વર્ષા થાય છે. અને તે દુષ્કાળ સંભવિત ક્ષેત્ર છે.
- દેશના શુષ્ક (19.6%),અર્ધ-શુષ્ક (37%) અને ઉપ-ભેજ (21%) ક્ષેત્રોમાં વધારે દુષ્કાળ સંભવિત ક્ષેત્ર જોવા મળ્યા છે. એના કુલ જમીનવાળા ભાગ 32.90 કરોડ હેકટરનો 77.6% માં ફેલાયેલ છે.
- ભારતમાં વાર્ષિક સરેરાશ વર્ષા 1160 મીલી મીટર હોય છે. જો કે 85% વર્ષા 100-120 દિવસમાં (દક્ષિણ-પશ્ચિમ મોનસુન દિવસોમાં) થાય છે.
- 33% ક્ષેત્રમાં 750 મીલીમીટરથી ઓછી વર્ષા થાય છે અને તે ગંભીર દુષ્કાળ સંભવિત ક્ષેત્ર છે.
- 21% ક્ષેત્રમાં 750 મીલીમીટરથી ઓછી વર્ષા થાય છે. (દ્વિપ ક્ષેત્ર અને રાજસ્થાન)
- 10 વર્ષમાંથી 4 વર્ષ અનિયમિત વર્ષા હોય છે.
- સિંચાઇ ક્ષમતા 140 મિલિયન એચએ છે (76 એમએચએ + 64 એમએચએ ધરતીની અંદરનુ પાણી)
- ધરતીની અંદરનુ પાણીમાં ખોટ અને સપાટી પાણીની સિમિતતાથી એમ ઇંગિત કરવામાં આવ્યુ છે કે વાવણીવાળા બધા ક્ષેત્રમાં સિંચાઇ કરી શકાય નહી.
- આબાદીમાં વૃધ્ધિ, ઝડપથી થતા ઓધોગીકરણ, શહેરીકરણ, પાક તીવ્રતા અને ધરતી ની અંદર ઓછા થઇ રહેલા પાણી સ્તર વગેરે જેવા કારણે પ્રતિ વ્યકિત પાણી ઉપલબ્ધતા ઓછી થઇ રહી છે. આ સમશ્યા વધુ વધવાની છે.
- શુધ્ધ પરિણામ – કેટલાક ભાગો કે અન્ય ભાગોમાં દુષ્કાળ અનિવાર્ય.
સ્ત્રોત : Crisis Management Plan - Drought (National), Department of Agriculture and Cooperation, Ministry of Agriculture, GOI
સંભવિત દુષ્કાળના નિદાન (ડાયગનોસિસ)
પ્રાપ્ત અનુભવોના આધાર પર આપણા કૃષિ ચક્રોના વિભિન્ન અવસ્થાઓ માટે આવનારી દુકાળની ચેતવણીવાળા સંકેતો ઓળખવામાં આવ્યા છે. જે નિમ્નલિખિત છે:
ખરીફ માટે (જુન થી ઓગષ્ટ સુધી વાવણી)
- દક્ષિણ – પશ્ચિમ મોનસુનમાં વિલંબ
- દક્ષિણ – પશ્ચિમ મોનસુનની પ્રવૃત્તિમાં લાંબા વિરામ
- જુલાઇ મહિનામાં ઓછો વરસાદ
- ચારાના મુલ્યમાં વધારો
- જળાશયના સ્તરમાં વધવાની પ્રવૃત્તિ બંધ થવી
- ગ્રામ્ય પીવાના પાણીની આપુર્તીના સ્ત્રોતો સુકાવા
- "સામાન્ય વર્ષો" ના આંકડાની તુલનામાં સપ્તાહ દર સપ્તાહ કરવામાં આવનારી વાવણીની પ્રગતિમાં કમી.
રબી માટે (નવેમ્બર થી જાન્યુઆરી સુધી વાવણી)
- દક્ષિણ-પશ્ચિમ મોનસુન ( 20 સપ્ટેમ્બર ) માટે સમાપ્ત આંકડા ખોટ
- “સામાન્ય વર્ષો” ની તુલનામાં જમીનની અંદર પાણીના સ્તરમાં ગંભીર ખોટ
- “સામાન્ય વર્ષો” ના આંકડાની તુલનાએ જળાશયના સ્તરમાં ખોટ, દક્ષિણ-પશ્ર્ચિમ મોનસુનના બરાબર પછી ભરાયેલા નહી હોવાના લક્ષણ
- ચિહિત થયેલ માટીમાં ભેજ તણાવના સંકેત
- ચારાના કિંમતમાં વધારો
- ટેન્કરોની મદદથી પાણીના ફેલાવામાં વૃધ્ધિ
તામિલનાડુ અને પોંડિચેરી માટે મહત્વપુર્ણ અવધિ ઉત્તર પુર્વી મોનસુન- ઓકટોબર થી ડિસેમ્બર હોય છે.
અન્ય મોસમ
- ગુજરાત, મધ્યપ્રદેશ, મરાઠવાડા અને ઉત્તરી આંતરિક કર્ણાટક ક્ષેત્રો માટે મહત્વપુર્ણ સમય માર્ચ એપ્રીલ હોય છે. જયારે પાણી સંબંધી દુષ્કાળનાકારણે કેટલાય ક્ષેત્રોમાં પીવાના પાણીનો ગંભીર રુપથી ઘટાડો થાય છે.
- થોડા વિશેષ રાજયો અને ખાસ પાકો માટે વરસાદની ખાસ અવધિ રહે છે. જે સમયે વરસાદનુ હોવુ ઘણુ મહત્વપુર્ણ રહે છે. જેવા કે બાગાની પાકો માટે કેરળમાં ફેબ્રુઆરીમાં વરસાદ થવો.
ખેડૂતને લગતી માર્ગદર્શિકા
માર્ગદર્શિકા
સ્ત્રોત : Department of Agriculture And Cooperation
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.