લીમડાના બીજના ગુદ્દામાંથી અર્ક (NSKE) તૈયાર કરવા અંગે
લીમડાના બીજના ગુદ્દામાંથી અર્ક (NSKE) તૈયાર કરવા અંગે-(૫% દ્રાવણ)
જરૂરી સામગ્રી
૫% NSKE નું ૧૦૦ લીટર દ્રાવણ બનાવવા માટે
લીમડાના બીજના ગુદ્દા (બરાબર સુકવેલા) - ૫ કિલો
પાણી (યોગ્ય ગુણવત્તાનું) - ૧૦૦ લીટર
ડીટર્જન્ટ (૨૦૦ ગ્રામ)
ગાળવા માટે મલમલનું કપડું
રીત
લીમડાના બીજના ગુદ્દાની જરૂરી માત્રા લો (૫ કિલો)
ગુદ્દાને હળવે હળવે પીસીને તેનો પાવડર બનાવો
તેને ૧૦ લીટર પાણીમાં આખી રાત પલાળી રાખો
સવારે લાકડાના ડંડાથી મિશ્રણને હલાવતા રહો, જ્યાં સુધી દ્રાવણ દૂધિયું સફેદ ન થઇ જાય
મલમલના કાપડના બેવડા પડ વડે મિશ્રણને ગાળો અને આ માત્રાને ૧૦૦ લીટર બનાવો
તેમાં ૧% ડીટર્જન્ટ ઉમેરો ( ડીટર્જન્ટની પેસ્ટ બનો અને ત્યારબાદ તેને છંટકાવ કરવાના દ્રાવણમાં ભેળવો)
છંટકાવ કરવાના દ્રાવણને સારી રીતે ભેળવો અને ત્યારબાદ તેનો ઉપયોગ કરવો
નોંધ
લીમડાના બીજને ઉપજની મૌસમમાં એકત્ર કરો અને છાયાદાર સ્થળ પર ખુલી હવામાં તેની સુકવણી કરો
આઠ મહિનાથી વધુની આવરદાના બીજનો ઉપયોગ ન કરો. આ આવરદાથી વધુ ઉમરના સંગ્રહિત બીજની કાર્યક્ષમતા ઘટી જાય છે અને NSKE તૈયાર કરવા માટે યોગ્ય નથી રેહતા
હમેશા તાજા તૈયાર કરેલા લીમડાના બીજના ગુદ્દાનો ઉપયોગ કરવો
અસરકારક પરિણામ મેળવવા માટે તૈયાર કરેલા અર્કનો છંટકાવ બપોરના ૩.૩૦ વાગ્યા બાદ કરવો
ખેડૂતો એ જંતુનાશક દવાઓની ખરીદી અને તેના સુરક્ષિત ઉપયોગ બાબતે શું કરવું અને શું ન કરવું
ખરીદી દરમિયાનશું કરવું
શું ન કરવું
જંતુનાશક અને જૈવ જંતુનાશક દવાઓ ફક્ત પંજીકૃત જંતુનાશક ડીલર પાસેથી જ ખરીદવી, જેની પાસે માન્ય લાયસન્સ હોય.
એક ક્ષેત્રમાં એક વખત છંટકાવ કરવા માટે જેટલી માત્રા જરૂરી હોય તે પ્રમાણે જ દવાની ખરીદી કરવી.
જંતુનાશક દવાના ડબ્બા અથવા પેકેટ પર માન્યતા પ્રાપ્ત લેબલ અવશ્ય ચકાસવું.
લેબલ પર બેચ ક્રમાંક, પંજીકરણ ક્રમાંક, મેન્યુફેક્ચર તથા એક્સપાયરી તારીખ જરૂર જોવી.
ડબ્બામાં યોગ્ય રીતે પેક કરેલી જંતુનાશક દવાઓ જ ખરીદવી.
ફૂટપાથ પર જંતુનાશક દવાઓ વેંચતા ડીલરો અથવા જેમની પાસે લાયસન્સ ન હોય તેવા ડીલરો પાસેથી દવાઓ ન ખરીદવી.
સમગ્ર મૌસમની જંતુનાશક દવાઓ વધુ માત્રામાં એક સાથે ન ખરીદવી.
ડબ્બા પર માન્યતા પ્રાપ્ત લેબલ વિનાની જંતુનાશક દવાઓ ન ખરીદવી.
એક્સપાયરી તારીખ પૂરી થયેલી જંતુનાશક દવાઓ ક્યારેય ન ખરીદવી.
જંતુનાશક દવાઓના એવા ડબ્બા જે લીક થતા હોય અથવા ખુલ્લા હોય કે પછી જેના પર સીલ ન હોય તે ન ખરીદવા.
સંગ્રહ દરમિયાન
શું કરવું
શું ન કરવું
જંતુનાશકોનો સંગ્રહ ઘરથી દૂર કરવો જોઈએ.
જંતુનાશકોને તેના મૂળ ડબ્બામાં જ રેહવા દેવા જોઈએ.
જંતુનાશકો/નીંદણનાશકોનો અલગ અલગ સંગ્રહ કરવો જોઈએ.
જે સ્થળ પર જંતુનાશકોનો સંગ્રહ કરાયેલ હોય, તે સ્થળ પર ચેતવણીના સંકેત આપવા જોઈએ.
જંતુનાશકો નો સંગ્રહ એવા સ્થળ પર કરવો જોઈએ જે બાળકો તેમજ પશુઓની પહોંચથી દૂર હોય.
સંગ્રહના સ્થાનનું સીધા સુર્યપ્રકાશ અને વરસાદ સામે રક્ષણ કરવું જોઈએ.
જંતુનાશકોનો સંગ્રહ ઘરના આંગણામાં ક્યારેય ન કરવો જોઈએ.
જંતુનાશકોને તેના મૂળ ડબ્બામાંથી કાઢીને અન્ય ડબ્બામાં ક્યારેય ન રાખવા જોઈએ.
જંતુનાશકો અને નીંદણનાશકોનો સંગ્રહ એક સાથે ક્યારેય ન કરવો જોઈએ.
જે સ્થળ પર જંતુનાશકોનો સંગ્રહ કરાયેલ હોય, તે સ્થળ પર બાળકો જવા ન દેવા.
સીધા સુર્યપ્રકાશ અને વરસાદમાં જંતુનાશકોને કાઢવા ન જોઈએ.
પ્રબંધન દરમિયાન
શું કરવું
શું ન કરવું
પરિવહન દરમિયાન જંતુનાશકોને અલગ અલગ રાખવા.
ઉપયોગના સ્થળ પર અધિક માત્રામાં જંતુનાશકો પહુંચાડવા માટે અત્યાધિક સાવચેતી દાખવવી જોઈએ. જંતુનાશકોને ક્યારેય ખાદ્ય પદાર્થો/ઘાસચારા/કે અન્ય ખાદ્ય સામગ્રી સાથે ન લઇ જવા.
અધિક માત્રામાં જંતુનાશકોને ક્યારેય પોતાના માથા પર, ખભા પર અથવા પીઠ પર ન લઇ જવા.
છંટકાવ માટે દ્રાવણ બનાવતી વખતે
શું કરવું
શું ન કરવું
હમેશા સાફ પાણીનો જ ઉપયોગ કરવો.
હાથમોજા, માસ્ક, ટોપી, એપ્રોન, આખું પેન્ટ વગેરે જેવા સુરક્ષાત્મક કપડા દ્વારા પોતાના શરીરને ઢાંકી લેવું જોઈએ.
છંટકાવના દ્રાવણથી બચવા માટે હમેશા પોતાના નાક, આંખ, કાન અને હાથનો બચાવ કરવો જોઈએ.
ઉપયોગ કરતા પૂર્વે જંતુનાશક ડબ્બા પર લખેલા નિર્દેશોને સાવચેતીપૂર્વક વાંચી લેવા.
જરૂરીઆત મુજબ જ છંટકાવ કરવાની સામગ્રી તૈયાર કરવી.
દાણાદાર જંતુનાશકોનો ઉપયોગ તે જ સ્વરૂપમાં કરવો જોઈએ.