વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

કૃષિ ઉન્નતિ મેળો – 2016

કૃષિ ઉન્નતિ મેળો ૨૦૧૬ વિશેની માહિતી આપવામાં આવી છે

આ ખેડૂત મેળો ભારતના ભાગ્યનો મેળો છે, જો ભારતનું ભાગ્ય બદલવું છે તો, ગામથી જ બદલવું પડશે, ખેડૂતથી જ બદલાવાનું છે અને કૃષિ ક્રાંતિથી જ બદલવાનું છે. આપણે લોકો વર્ષોથી પેઢી દર પેઢીથી એક જ પ્રકારની ખેતી કરતા આવ્યા છીએ. ખૂબ જ ઓછા ખેડૂત છે જે નવો પ્રયોગ કરે છે અથવા કંઇક નવું કરવાનું સાહસ ધરાવે છે. આપણી સામે સૌથી મોટો પડકાર એ છે કે આપણે આપણી ખેતીને આધુનિક કેવી રીતે બનાવીએ, ટેક્નોલોજી યુક્ત કેવી રીતે બનાવીએ, આપણી યુવા પેઢી જે આધુનિક આવિષ્કાર થઇ રહ્યા છે તે આધુનિક આવિષ્કારોને ખેતી સુધી કેવી રીતે પહોંચાડે. ખેડૂતના ઘર સુધી કેવી રીતે પહોંચાડીએ. આ ખેડૂત મેળાના માધ્યમથી એક પ્રશિક્ષણનો પ્રયાસ છે. મને આનંદ છે કે આજે કૃષિ વિભાગે આ કાર્યક્રમ એવો બનાવ્યો છે કે ફક્ત અહીં બેસેલા લોકો જ નહીં પરંતુ સમગ્ર હિન્દુસ્તાનના દરેક ગામમાં ખેડૂત આ કાર્યક્રમને જોઇ રહ્યા છે.

અને ફક્ત પ્રધાનમંત્રીનું ભાષણ સાંભળવું છે એટલા માટે જોઇ રહ્યા છે એવું નથી. ત્રણ દિવસ સુધી અહીં જેટલી ચર્ચા થવાની છે તે તમામ ચર્ચાઓ ગામમાં બેસેલો ખેડૂત પણ તેને જોઇ શકે છે, સાંભળી શકે છે, સમજી શકે છે. કારણ કે જ્યાં સુધી આપણે આ બાબતોને ખેડૂત સુધી પહોંચાડીશું નહીં, ખેડૂતમાં વિશ્વાસ પેદા કરીશું નહીં તો તે આજુ બાજુમાં જે જુએ છે તેવું જ કરતો રહેશે. અને ખેડૂતનો સ્વભાવ છે કે જો પડોસીએ પોતાના ખેતરમાં લાલ ડબ્બાવાળી દવા નાંખી હોય તો તે પણ લાલ ડબ્બાવાળી જ દવા ખરીદીને નાંખશે. અને જે વેચનારો છે તેને એની ચિંતા જ નથી કોઇ પણ માલ જાઓ વેચી દો, એક  જ વખતમાં વેચાઇ જાય, પછી કોણ પૂછવાનું છે ખેડૂતનું શું થયું.


અને એટલા માટે કૃષિ ક્ષેત્રને એક અલગ રીતે વિકસીત કરવાની દિશામાં આ સરકાર પ્રયાસ કરી રહી છે. આપણા દેશમાં પહેલી વખત કૃષિ ક્રાંતિ થઇ તો પહેલી કૃષિ ક્રાંતિ અધિકત્તમ જ્યાં પાણી હતું કે પાણીના ભરોસે થઇ હતી. પરંતુ બીજી કૃષિ ક્રાંતિ ફક્ત પાણીના ભરોસે કરવાની વાત સમગ્ર રીતે સંતોષ આપશે નહીં અને એટલા માટે જ બીજી ક્રૃષિ ક્રાંતિ વિજ્ઞાનના આધાર પર, ટેક્નોલોજીના આધાર પર, આધુનિક આવિષ્કારોના આધાર પર કરવી જરૂરી થઇ ગઇ છે. પહેલી ક્રાંતિ હિન્દુસ્તાનના પશ્ચિમી છેડા પર, પશ્ચિમી ઉત્તર ભાગમાં થઇ, પંજાબ, હરિયાણાએ નેતૃત્વ કર્યુ હતું. બીજી કૃષિ ક્રાંતિ તે પ્રદેશોમાં જ્યાં સંભાવના પડી છે. જેની પર જો આપણે થોડું પણ ધ્યાન આપીએ તો ખૂબ જ મોટો ફેરફાર આવી શકે છે તે છે પૂર્વી ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, અસમ, નોર્થ ઇસ્ટ, ઓરિસ્સા આ તમામ હિન્દુસ્તાનના પૂર્વી વિસ્તાર, જ્યાં પાણી ભરપૂર છે, જમીન વિપુલ છે. જમીન ઉપજાઉ છે, પરંતુ તે જૂની રીત સાથે જોડાયેલી છે અને એટલા માટે આ સરકારનો પ્રયાસ છે કે ભારતના પૂર્વી વિસ્તારથી એક બીજી કૃષિ ક્રાંતિ કેવી રીતે થાય, તે દિશામાં અમે પગલા લઇ રહ્યા છીએ. 
ભારતની આર્થિક ધારા પણ ગામની ધરા સાથે જોડાયેલી છે. જો ગામમાં ગામના ગરીબ વ્યક્તિ દ્વારા જો આજે પાંચ હજાર રૂપિયાનો માલ બજારમાં ખરીદે છે તો વર્ષમાં વધુ એક વખત દસ હજારનો ખરીદે છે, તો અર્થતંત્રને તે તાકાત આપે છે, દેશ આગળ વધે છે અને આ પ્રમાણે જો કરવું છે તો ગામના લોકોની ખરીદ શક્તિ વધારવી પડશે, તેમની ખરીદશક્તિ વધારવી પડશે. અને તે ખરીદ શક્તિ જ્યાં સુધી નથી વધતી ત્યાં સુધી ગામ આર્થિક રીતે ગતિશીલ ન થાય. ગામમાં આર્થિક ગતિવિધિનો કારોબાર ન હોય તો આ સંભવ નથી. 
અને એટલા માટે તમે આ વખતે જોયું હશે કે ચારેય તરફથી આ સરકારના બજેટની પ્રશંસા થઇ રહી છે. અમુક લોકો મૌન છે કારણ કે તેના માટે પ્રશંસા કરવી મુશ્કેલ છે, પરંતુ વિરોધમાં બોલવા માટે કંઇ જ નથી. પહેલી વખત જે જે લોકોએ આ વિષયને પરખ્યો છે, તેમણે લખ્યું છે કે એક લાંબા અરસા બાદ એક એવું બજેટ આવ્યું છે જે સમગ્ર રીતે ગામ, ગરીબ અને ખેડૂતને સમર્પિત કરવામાં આવ્યું છે અને આ કામ એટલા માટે કર્યું છે જો ભારતે આર્થિક સંપન્ન બનવું છે તો આગામી 25 - 30 વર્ષ સુધી સતત આગળ વધવું છે તો, રોકવાનું નથી, તો એ જગ્યા ફક્ત ગામ છે, ગરીબ છે, ખેડૂત છે.


અમારું એક સપનું છે, પરંતુ તે સપનું મારું હશે તેનાથી વાત નથી બનતી, તે સપનું ફક્ત દિલ્હી સરકારનું હશે તો વાત નહીં બને, ભલે કેન્દ્ર સરકાર હોય, ભલે રાજ્ય સરકાર હોય, ભલે આપણા ખેડૂત ભાઇ અને બહેન હોય, આપણું તમામનું સપનું હોવું જોઇએ, આપણી તમામની જવાબદારી હોવી જોઇએ. અને તે સપનું છે 2022, છ વર્ષ બાકી છે, જ્યારે ભારતની આઝાદીના 75 વર્ષ થશે, શું આપણે આપણા દેશના ખેડૂતોની આવક બે ગણી કરી શકીએ છીએ કે કેમ ? ખેડૂતોની આવક  બે ગણી ન કરી શકીએ ? જો એક વખત ખેડૂત, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર આ મળીને નક્કી કરી લે તો કામ મુશ્કેલ નથી. મારા ભાઇઓ અને બહેનો. અમુક લોકોને લાગે છે કે આ મુશ્કેલ કામ છે. હું આ વિભાગમાં જવા માગતો નથી. પરંતુ આ કામ કરવું જોઇએ કે ન કરવું જોઇએ તેમાં કોઇ દુવિધા ન હોઇ શકે, પ્રયત્ન જરૂર કરવો જોઇએ.


અત્યાર સુધી આપણે દેશને આગળ વધારવામાં કૃષિ ઉત્પાદનની વૃદ્ધિને જ કેન્દ્રમાં રાખી છે. આપણે કૃષિ ઉત્પાદનની વૃદ્ધિ સુધી સિમિત રહીને ખેડૂતનું કલ્યાણ ન કરી શકીએ. આપણે ખેડૂતનું કલ્યાણ કરવું છે તો આપણે પચાસ ચીજો તેની સાથે જોડવી પડશે અન ત્યારે જઇને 2022નું સપનું આપણે પૂરું કરી શકીએ છીએ. હવે આપણે એ વિચારીએ કે ધરતી માતા બિચારી બોલતી નથી, પીડા થાય છે તો પણ રોતી નથી, તમે તેની પર જુલમો કરે તો તે સહન કરતી રહેશે. જો આપણે ધરતી માતાનો અવાજ નહીં સાંભળીએ તો ધરતી માતા આપણો અવાજ પણ નહીં સાંભળે. જો આપણે ધરતી માતાની પીડા અનુભવીશું નહીં તો ધરતી માતા પણ આપણી પીડા ક્યારેય અનુભવશે નહીં. અને એટલા માટે આપણા બધાની સૌ પ્રથમ જવાબદારી છે કે આપણે ધરતી માતાની પીડાને સમજીએ. આપણે કેટલા જુલમો કર્યા છે તેની પર, ન જાણે કેવા કેવા કેમિકલ્સથી તેને નવડાવી દીધી છે. ન જાણે કેવી કેવી દવાઓ તેને પીવડાવી છે, ન જાણે કેટલા જુલમો કર્યા છે તેની પર, જો આપણે બિમાર થઇ જઇએ છીએ તો અડોસ પડોસના લોકો કહે છે કે બેટા બહું દવા ન ખાઇશ વધારે બિમાર થઇ જઇશ. ડોક્ટર પણ કહે છે કે ભાઇ બિમાર છો તો કંઇ વાંધો નહીં, દવાની જરૂર છે પરંતુ એવું નથી કે એક ગોળીના સ્થાને 10 ગોળી ખાઓ તો સારું થઇ જશે. જે આપણા શરીરનો હાલ છે, તેવો જ હાલ આ આપણી ધરતી માતાનો પણ છે. અને એટલા માટે આપણે ક્યારેય જોવું તો જોઇએ જ કે આપણી ધરતી માતાની તબિયત કેવી છે, બિમાર તો નથી ને ? શું કારણ છે કે આપણે બિજ વાવીએ છીએ પરંતુ જેટલી મહેનત કરીએ છીએ એટલું મળતું નથી, માતા નારાજ કેમ છે ?


અને એટલા માટે તમારી મદદનું એક મોટું અભિયાન પુરુ કરવાનું છે તે છે જમીન ચકાસણી કાર્ડ. આપણી જમીનની તબિયત કેવી છે. તેનું સ્તર કેવું છે. તેની અંદર તાકાત કેવી છે. તેની અંદર કઇ ખામીઓ છે. તેની અંદર કઇ બિમારીઓ છે. આ આપણે તપાસ કરવી જોઇએ અને આ નિયમીત કરાવવી જોઇએ. આ કોઇ મોંઘુ કામ નથી, સરકાર તમારી મદદ કરી રહી છે. અને તપાસ કરાવી દીધી, પરંતુ એ રીપોર્ટ કાર્ડ એક કાગળની જેમ ક્યાંક પડ્યું હશે તો તેનો કોઇ ફાયદો નથી. જો કોઇ માણસ બિમાર છે તો લેબોરેટરીમાં જઇને ટેસ્ટ કરાવે છે ત્યારે જ ખબર પડે છે કે ડાયાબિટિશ છે અને આવીને કાગળ ઘરમાં મૂકી દે અને જેવી મીઠાઇ મળે તે ખાતો રહે, જેટલી મળી તેટલી ખાતો રહે તો શું ડાયાબિટિશની બિમારી મટશે કે કેમ ? બિમારી વધશે કે નહીં વધે, મોત નિશ્ચિત થઇ જશે કે નહીં થઇ જાય.


અને એટલા માટે જમીન ચકાસણી કાર્ડ દ્વારા આપણે જમીનમાં જે ઉણપ ધ્યાનમાં પડે છે. જમીનની જે તાકાત ધ્યાનમાં આવી છે. જમીનની જે બિમારીઓ ધ્યાનમાં આવી છે તેના અનુસાર તમારે ખેતી કરવી જોઇએ તો તમારી અડધી સમસ્યાઓ તો ત્યાં જ ઉકલી જશે. હું દાવા સાથે કહું છું કે મારા ખેડૂત ભાઇઓ અને બહેનો તમારી અડધી સમસ્યાઓ, જો જમીનની યોગ્ય સારસંભાળ રાખશો તો, તમારી અડધી સમસ્યાઓ ત્યાં જ હલ થઇ જશે. અને એક વખત ધરતી માતાનો ખ્યાલ રાખશો તો ધરતી માતા તમારો ચાર ગણો વધારે ખ્યાલ રાખશે. ક્યારેય તમારે પાછળ વળીને જોવાની જરૂર નહીં પડે.


બીજી વાત છે, પાણી. ખેડૂતનો સ્વભાવ છે કે જો તેને પાણી મળી જાય તો તે માટીમાંથી સોનું પેદા કરી શકે છે. અને તેને વધારે કંઇ જ જોઇતું નથી. અને એટલા માટે અમે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના પણ ભાર આપ્યો છે. ખેડૂતોને પાણી કેવી રીતે પહોંચે ? અને ઓછામાં ઓછું પાણી કેવી રીતે બર્બાદ થાય, તે રૂપમાં કેવી રીતે પડીએ, તેની પર કામ ચાલી રહ્યું છે. તમને હેરાની થશે કે જરા હિસાબ લાગી રહ્યો હતો કે આપણા ખેડૂતનો પાણી પહોંચાડવા માટેની કેટલી યોજનાઓ બની છે. હાલ શું છે, મારા ખેડૂત ભાઇઓ અને બહેનો તમને જાણીને હેરાની થશે કે અમે કંઇ પણ કરીએ છીએ તો અમારા વિરોધી કહે છે કે આ તો અમારા સમયનું છે. આ તો અમારા જમાનાનું છે. તેમના જમાનાનો હાલ શું છે હું તમને જણાવું છું.  ખેડૂતો માટેના મે લગભગ 90 પ્રોજેક્ટ એવા શોધીને નીકાળ્યા છે જ્યાં પાણી તો ભરેલું પડ્યું છે પરંતુ ખેડૂતને પાણી પહોંચાડવા માટે કોઇ વ્યવસ્થા જ નથી. હવે તમે જ મને કહો ભાઇઓ જો ક્યાંક ડેમ ભરેલો પડ્યો છે. હજારો, લાખ્ખો, કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. પરંતુ જો ખેડૂતના ખેતર સુધી જ પાણી લઇ જવાની વ્યવસ્થા નથી તો ફક્ત દર્શન કરવા સિવાય કોઇ કામમાં આવશે કે શું ? અમે 90 પ્રોજેક્ટ એવી હાથમાં લીધા છે અને તેની પર જોર લગાવ્યું છે કે તે પાણી ખેડૂત સુધી પહોંચે. જેટલી તેની ક્ષમતા છે પાણી કેવી રીતે પહોંચે તેની પર કામ કરી રહ્યા છીએ. આ કામ જ્યારે પુરું થશે તો લગભગ 80 લાખ હેક્ટર ભૂમિને પાણી મળવાનું શરૂ થઇ જશે ભાઇઓ અને બહેનો. એ પાણી પહોંચશે તો તે જમીન કેટલું આપી શકશે તેનો અંદાજ તમે લગાવી શકો છો.
20 હજાર કરોડ રૂપિયા, આ કામ માટે લગાવવાની દિશામાં કામ કરી રહ્યો છું હું. એટલું જ નહીં મનરેગા, મોટી ચર્ચા થાય છે, પરંતુ તેનાથી કોઇ મિલકત ઉભી થતી નથી. આ સરકારે બળ આપ્યું છે અને હું ઇચ્છીશ કે આ ગરમીના દિવસોમાં ગામે ગામ મનરેગા દ્વારા એક જ કામ થવું જોઇએ, એક જ કામ અને ફક્ત તળાવ છે તો તળાવ ઉંડા કરવાનું, માટી નિકાળવાનું, જ્યાં પાણી રોકી શકીએ છીએ ત્યાં પાણી રોકવાનું, આ બજેટમાં પાંચ લાખ તળાવ બનાવવાનું સપનું છે. પાંચ લાખ તળાવ.


જ્યાં આપણા નાના નાના પર્વતીય વિસ્તાર હોય છે, પહાડી વિસ્તાર હોય છે, જ્યાં ત્રણ કે ચાર પહાડ ભેગા હોય છે, ત્યાં જો થોડું  ખોદકામ કરીએ તો ખૂબ જ મોટા તળાવ બનવાની સંભાવના હોય છે. મેં જંગલ ખાતાને પણ કહ્યું છે કે જંગલને જો બચાવવા છે તો ત્યાં નાના નાના તળાવનું કામ કરવામાં આવે , જેથી પાણી હશે તો આપણા જંગલ પણ બચશે. જંગલ હશે તો વર્ષા પણ થશે. વર્ષા વધશે તો આપણી જમીનમાં પાણી ઉપર આવશે. જે 12 મહિના મારા ખેડૂતને ફાયદો કરાવશે. અમે ગામે ગામ આ ગરમીના દિવસોમાં પાણી બચાવવાના સાધન કેવી રીતે તૈયાર કરીએ અને જેટલું વધારે પાણી બચાવવાનો પ્રયાસ કરીએ, પહેલા વરસાદમાં આ બધુ ભરાઇ જશે અને પછી ક્યારેક વરસાદ અહીં તહીં થઇ જાય તો પણ તે પાણી આપણી ખેતીને બચાવી લેશે. તેવી જ રીતે જેટલું મહત્વ જળ સંચયનું છે. એટલું જ મહત્વ જળ સિંચનનું છે.


પાણી એ પરમાત્માએ આપેલો પ્રસાદ છે. તેને બર્બાદ કરવાનો આપણી પાસે કોઇ અધિકાર નથી. એક એક ટીપું પાણીનો ઉપયોગ થવો જોઇએ. અને એટલા માટે એક ટીપું, વધારે પાક.  એક એક ટીપાંથી પાક કેવી રીતે વધારે પેદા થાય, તેની પર કામ કરવાનું છે. આપણે માઇક્રો ઇરિગેશનમાં જઇએ. આપણે ટપક સિંચાઇમાં જઇએ, નાના નાના પમ્પ લગાવીને પાણી પહોંચાડવા માટે વ્યવસ્થા કરીએ. પ્રવાહી ખાતર આપીએ. તમે જુઓ મહેનત ઓછી થઇ જશે. ખર્ચો ઓછો થઇ જશે અને ઉત્પાદન વધી જશે. અમુક લોકોને એક ગેરસમજણ છે કે શેરડી માટે ખૂબ જ પાણી જોઇએ, જમાનો જતો રહ્યો, હવે તો સૂક્ષ્મ સિંચાઇથી પણ શેરડી થઇ શકે છે, ડાંગર પણ થઇ શકે છે.


અને એટલા માટે જે આપણી જૂની માન્યતા છે કે જો લબાલબ પાણીથી ખેતર ભરેલું હોય ત્યારે જ પાક થશે, એવી જરૂર નથી, હવે વિજ્ઞાન બદલાઇ રહ્યું છે. ટેક્નોલોજી બદલાઇ રહી છે. તમે આરામથી ફેરફાર કરી શકો છો અને એટલા માટે મારા ખેડૂત ભાઇઓ અને બહેનો, આ આપણું રોજિંદું કામ છે  અને એની પર આપણે ધ્યાન આપીશું તો આપણે તેનો ખર્ચ ઓછો કરી શકીશું. અને આપણી આવક વધારી શકીશું. અને તેનાથી જ ખેડૂતનું કલ્યાણ થવાનું છે.


આપણે અહીં પાક માટે માર્કેટ છે, આ 14 એપ્રિલે બાબા સાહેબ આમ્બેડકરની જન્મ જયંતિ પર ભારત સરકાર એક ઇ પ્લેટફોર્મ શરૂ કરી રહી છે. જેથી ખેડૂત પોતાનો મા‌લ ક્યાં વેચવો, સૌથી વધારે કિંમત ક્યાં મળી શકે છે તે પોતાના મોબાઇલ ફોન પર જોઇ શકે છે. મારા મારો માલ કઇ મંડીમાં કેવી રીતે વેચવો છે અને તેના કારણે તેને વધારે ભાવ મળે. આજે ખેડૂત બિચારો જો ગામમાંથી નીકળ્યો, બે વાગે જો તે મંડીમાં પહોંચે અને મંડીવાળા જતા રહ્યા હોય તો તે પોતાનો માલ વેચી શકતો નથી. જો તે શાક વગેરે લાવ્યો છે તો એ છોડીને જતો રહેશે કારણ કે કોઇ ખરીદદાર મળતો નથી. જો આપણે તે પ્રકારની વ્યવસ્થાનો ઉપયોગ કરીશું, એ આજે મેં અત્યારે જ એક ખેડૂત સુવિધા લોન્ચ કરી છે. ખેડૂત પોતાના મોબાઇલ ફોન પર આજના આધુનિક વિજ્ઞાન ડિઝિટલ માધ્યમથી પોતાની જરૂરિયાતોની જાણકારી મેળવી શકે છે. હવામાનની જાણકારી મેળવી શકે છે, માર્કેટનો રીપોર્ટ મેળવી શકે છે. બજારમાં ક્યાં સારી કિંમત મળી શકે છે. કૃષિના કોણ વૈજ્ઞાનિક છે, કોનો સંપર્ક કરવો જોઇએ, આ તમામ જાણકારીઓ પોતાની હથેળીમાં આપવાનો પ્રયાસ કર્યો છે.


જો આપણે પ્રયોગ કરીશું તો મારા ખેડૂતને આજે જે એકલાપણું અનુભવાય છે. તેને લાગે છે કે મારું કોઇ નથી, આ સરકાર ખભાથી ખભો મેળવીને ખેડૂતના સુખ દુખની સાથી છે અને આપણે તેની સાથે મળીને કામ કરવા માગીએ છીએ કારણ કે આપણે ફેરફાર લાવવાનો છે. અમે તે દિશામાં કામ કરવા માગીએ છીએ. એવી જ રીતે હવે સમયની માગ છે કે આપણે મૂલ્ય વૃદ્ધિ કરીએ. ઉમેરો કરીએ. રીત બનાવીએ. જેટલું વધારે અનાજનું પ્રોસેસિંગ થશે, એટલું જ વધારે આપણા ખેડૂતની આવક વધશે. જેટલી નવી રીતોને ઉમેરો કરીશું. એટલી જ કમાણી વધવાની છે. જો તમે દૂધ વેચો છો તો, ઓછા પૈસા મળે છે. પરંતુ જો તમે દૂધનો માવો બનાવીને વેચો છો તો વધારે પૈસા મળતા હશે. દૂધમાંથી ઘી બનાવીને વેચો છો વધારે પૈસા મળે છે. જો તમે કાચી કેરી વેચો છો તો ઓછા પૈસા મળે છે પરંતુ જો તમે કાચી કેરીનું અથાણું બનાવીને વેચો છો તો વધારે પૈસા મળે છે. તમે લીલું મરચું વેચો, ઓછા પૈસા મળે છે પરંતુ જો લાલ કરીને પાવડર બનાવીને પેકિંગ કરીને વેચો તો વધારે પૈસા મળે છે. આપણા ખેડૂતની આવક વધારવા માટે એક એક ઉત્તમથી ઉત્તમ માર્ગ છે કે આપણે ધાનની બનાવટને બળ આપીએ અને ધાનન બનાવટ માટે ભારત જેવા દેશમાં દુનિયાની ખૂબ જ મોટી ટેક્નોલોજીની જરૂર છે. અને ગામ મળીને કરશે. તો ખૂબ જ મોટી ઉંચાઇઓ પર પહોંચી શકે છે. અને આજે અમે જોયું છે કે એવી ચીજોએ પોતાની જગ્યા બનાવી લીધી છે.


આજે દુનિયાની અંદર... મને અત્યારે ગલ્ફ દેશોના અમીરાત ક્રાઉન પ્રિન્સ અહીં આવ્યા હતા યુએઇના, તેમણે એક મહત્વની વાત કરી હતી, તેમણે કહ્યું હતું કે અમારા જે ગલ્ફ દેશો છે, પેટ્રોલિયમના પૈસા તો ખૂબ જ છે અમારી પાસે, પરંતુ અમારી પાસે પેટ ભરવા માટે ખેડૂની કોઇ સંભાવના નથી. અમારી જમીન રેગિસ્તાન છે, અમારી જનસંખ્યા વધી રહી છે. અમે આગામી દિવસોમાં જેવી જેવી જનસંખ્યા વધશે, અમારું પેટ ભરવા માટે ભારતમાંથી જ અન્ન મંગાવવું પડશે. એનો મતલબ એ થયો કે હિન્દુસ્તાનનો ખેડૂત જે પેદા કરશે તે દુનિયાના બજારમાં જવાની સંભાવનાઓ વધી રહી છે. એક ખૂબ જ મોટું ગ્લોબલ માર્કેટ આપણો ઇંતેજાર કરી રહ્યું છે. આપણે જો આપણી વ્યવસ્થાને તે સ્તરની બનાવીએ તો આપણી ચીજોને સ્વીકારવા માટે દુનિયા તૈયાર થઇ જશે.


વર્તમાન સમયમાં આરોગ્યની કાળજી, દરેકને લાગે છે કે તમે સારા તો જગત સારું. અને એટલા માટે લોકો ઓર્ગેનિક ખાવાનું પસંદ કરે છે. કેમિકલથી આવેલું તેમને ખાવું નથી. કેરી પણ વેચાય છે તો પૂછે છે ઓર્ગેનિક છે. ચોખા પણ લાવે તો પૂછે છે કે ઓર્ગેનિક છે, ઘઉં પણ લાવે છે તો પૂછે છે કે ઓર્ગેનિક છે. તે કહે છે કે સાહેબ ડબલ પૈસા થશે. તે કહે છે કે ભાઇ ડબલ લઇ લો પણ દવા ખાવાથી તો સારું છે કે મોંઘા ચોખા ખાઉં. પરંતુ દવા ખાવા માટે મારે કેમિકલવાળું ખાવું નથી. લોકો વિચારી રહ્યા છે કે દવામાં જે પૈસા જાય છે તેના સ્થાને જો તે પૈસા ઓર્ગેનિક વસ્તુઓ ખાવામાં જાય તો સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને ખર્ચો પણ ઓછો થશે. પરંતુ આ ત્યારે જ સંભવ થશે, જ્યારે આપણે ઓર્ગેનિક ખેતી તરફ પ્રયાસ કરીશું. આપણે પ્રયત્ન કરીએ.


આજે હું સિક્કીમ પ્રદેશને અભિનંદન પાઠવું છું. પહાડોમાં 2003માં તેમણે મહેનત ચાલુ કરી, 2003થી દસ વર્ષની અંદર અંદર સિક્કિમમાં સમગ્ર દેશને તેમણે ઓર્ગેનિક રાજ્ય બનાવી દીધું. આજે ત્યાં કેમિકલ યુક્ત ખાતરનું નામો નિશાન નથી. અને તેનું ઉત્પાદન વધ્યું છે. દવાઓ નાંખવાની જરૂર નથી પડતી. જમીનમાં સુધારો આવ્યો છે, પહેલા જે જમીન જેટલું આપતી હતી. તે જમીન આજે બે ગણું, ત્રણ ગણું આપવા લાગી છે. અને તેનું ખૂબ જ મોટું ગ્લોબલ માર્કેટિંગ થઇ રહ્યું છે, શું આપણા દેશમાં આપણે ઓર્ગેનિક ખેતીને બળ આપી શકીએ છીએ ? આ જ પ્રકાર છે જો આપણે આધુનિક ખેતી તરફ જવું છે.


હું ખેડૂતોને એક આગ્રહ કરવા માગું છું. આપણી ખેતીને ત્રણ ભાગમાં વહેંચવી અનિવાર્ય થઇ ગઇ છે, આજે આપણે આપણી ખેતી એક જ થાંભલા પર કરીએ છીએ અને તેના કારણે જે સમયે આંધી આવી જાય, તે થાંભલો હલી જાય છે, કરા પડે તો તે થાંભલો પડી જાય, ખૂબ જ વધારે વરસાદ આવે તો એ થાંભલો જતો રહે તો સમગ્ર વર્ષ બર્બાદ થઇ જાય છે, પૂરો પરિવાર બર્બાદ થઇ જાય છે. પરંતુ જો ત્રણેય થાંભલા પર આપણી ખેતી ઉભી હશે તો આફત આવશે તો એકાદ થાંભલો પડશે તો બે થાંભલા પર તો આપણી જિંદગી ટકી શકશે ભાઇ.

અને એટલા માટે ત્રણ થાંભલા ક્યાં છ જેની પર આપણે ખેતી કરવી જોઇએ, એક તૃતિયાંશ આપણે જે કાયમ ખેતી કરીએ છીએ તે, મકાઇ હોય, અનાજ હોય, ફળ હોય, ફૂલ હોય, શાક હોય જે કરીએ છીએ તે કરીએ. એક તૃતિયાંશ જ્યાં તમારા ખેતરની સીમા પૂરી થાય છે ત્યાં બાઉન્ડ્રી પર તમે વાડ બાંધો છો મોટી - મોટી, એક - એક મીટર, બે - બે મીટર જમીન બર્બાદ કરીએ છીએ. શું આપણે ત્યાં સાગની ખેતી કરી શકીએ કે કેમ ? એવા વૃક્ષ ઉગાડીએ તેનાથી ફર્નીચર બને છે, મકાન બનાવવામાં કામમાં આવે છે. એવા વૃક્ષોની ખેતી કરીએ છીએ. એવા વૃક્ષો વાવો. 15 - 20 વર્ષમાં ઘરમાં દિકરીના લગ્ન થાય તેટલી ઉંમર થશે, આ એક વૃક્ષ કાપીને આપશો, દિકરીના લગ્ન થઇ જશે. આજે હિન્દુસ્તાન ખૂબ જ મોટી માત્રામાં સાગની આયાત કરે છે. વિદેશોમાં પૈસા જાય છે આપણા. જો આપણો દરેક ખેડૂત નક્કી કરે કે ખેતરમાં કિનારા પર જે જમીન આજે બર્બાદ થઇને પડી છે. ફક્ત દબાણ કરીને પડોસી ન લઇ જાય એટલા માટે વાડ કરીને બેઠા છે બંને તરફ જમીન બે - બે મીટર, ત્રણ - ત્રણ મીટર ખરાબ થઇ રહી છે. તમે જુઓ કેટલી મોટી આવક થઇ શકે છે.


અને ત્રીજું, ત્રીજુ મહત્વપૂર્ણ પાંસુ છે પશુપાલન, દૂધ માટે કંઇ કરો, ઇંડા માટે પોલ્ટ્રી ફાર્મ કરો, મધમાખીનું પાલન કરો, મધનું નિર્માણ કરો, એના માટે અલગ તાકાત નથી લાગતી. સહજ રૂપથી સાથે સાથે ચાલવાનું છે અને આ પણ ખૂબ જ મોટી તાકાત આપનારું કામ છે.


અને હું ઇચ્છીશ કે ભારત જે દુનિયામાં સૌથી વધારે દૂધ ઉત્પાદિત કરે છે, પરંતુ એ દુર્ભાગ્ય છે કે પ્રતિ પશુ જેટલું દૂધ ઉત્પાદન થવું જોઇએ તે આપણે અત્યારે કરવાનું બાકી છે. અને એટલા માટે આપણા પશુની દૂધની ઉત્પાદન ક્ષમતા કેવી રીતે વધે, તેના પર આપણે બળ આપવાનું છે. પશુને આહાર મળે, તે આહાર માટે અલગથી પ્રબંધ કરવાનો છે. પશુને આરોગ્યની સુવિધા મળે, તેના પર ધ્યાન કેન્દ્રીત કરવાનું છે. આપણા પશુની નસ્લ વધે તેના માટે સરકાર ખૂબ જ મોટું મિશન લઇને કામ કરી રહી છે. એવા અનેક પ્રયાસ છે જે  પ્રયાસોના પરિણામ સ્વરૂપ આપણે આપણા પશુધનની તાકાત વધારી શકીએ છીએ. તેનાથી આપણે આપણી આવક વધારી શકીએ છીએ.


આજે દુનિયામાં મધનું ખૂબ જ મોટું માર્કેટ છે. ભારતનો ખેડૂત મધના ઉત્પાદનમાં ખૂબ જ ઓછી સંખ્યામાં છે. અને મધ એવું છે જે ક્યારેય ખરાબ થતું નથી. વર્ષો સુધી ઘરમાં રહે, ઘરમાં પણ કામમાં આવે છે, વેચવાના પણ કામમાં આવે છે. દવાઓમાં પણ કામમાં આવે છે. અને એક ખેતરના ખુણામાં આપણા ઘરનો જ કોઇ વ્યક્તિ સંભાળે તો કામ ચાલી જાય છે.


આ ત્રણેય થાંભલા પર જો આપણે આપણી ખેતી આગળ વધારીએ, તો ખેડૂતને પ્રાકૃતિક આપદાના કારણે સંકટ આવ્યા છતા પણ વેચવાનો રસ્તો નીકળી જાય છે. બર્બાદ થવાથી બચાવી શકાય છે. અને એટલા માટે સરકારની યોજનાઓ છે. આ વખતે પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના મારા ખેડૂત ભાઇઓ અને બહેનોના ચરણમાં મેં રાખી છે. આ પ્રધાનમંત્રી ફસલ બિમા યોજના એ ફક્ત કાગળ પરની યોજના નથી, આ ખેૂડતની જિંદગી સાથે જોડાયેલું કામ છે. અને મેં ખૂબ જ મોટી ભક્તિની સાથે મારા ખેડૂતોની ભક્તિ કરવા માટે આ પ્રધાનમંત્રી વિમા યોજના લઇને તમારી પાસે આવ્યો છું. મોટો વિચાર વિમર્શ કર્યો છે મેં. ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કરી છે . અર્થશાસ્ત્રીઓ સાથે કરી છે, સરકાર સાથે કરી છે, વિમા કંપનીઓ સાથે કરી છે અને ત્યારે જઇને આ યોજના બની છે.


આપણા દેશમાં અટલ બિહારી વાજપેયીજીની સરકારે પાક વિમા યોજના ચાલૂ કરી હતી. બાદમાં બીજી સરકાર આવી તેણે તેમાં થોડું અહીં તહી કર્યું. મુસીબત આવી કે ખેડૂતનો વિમા યોજનામાંથી વિશ્વાસ જ ઉઠી ગયો હતો. તેને લાગતું હતું કે પૈસા લઇ જાય છે પરંતુ મુસીબતના સમયે આવતા જ નથી. ખેડૂતની ફરિયાદ સાચ્ચી છે. મેં એ તમામ ફરિયાદોને ધ્યામાં રાખીને યોજના બનાવી છે. અને આ પહેલી પ્રધાનમંત્રી પાક વિમા યોજના એવી છે જે જેમાં પ્રીમીયમ ઓછામાં ઓછું છે અને સુરક્ષા વધારેમાં વધારે મળે છે. આ પહેલી વખત એવું થયું છે. 
અત્યાર સુધી આપણા દેશમાં સો ખેડૂત હોય, 20 ખેડૂતથી વધારે પાક વિમા યોજના કોઇ લેતું નથી. અને ધીરે ધીરે તે પણ ઓછા થઇ રહ્યા હતા. ઓછામાં ઓછું એ તો નક્કી કરીએ કે એક - બે વર્ષમાં ગામમાં અડધા ખેડૂતો વિમા પાક યોજના લઇ લે. એટલું આપણે કરી શકીએ કે કેમ ? હવે ટેક્નોલોજીનો ઉપયોગ થવાનો કે પ્રાકૃતિક આપદા આવી તો શું નુકશાન થયું, ક્યાં નુકસાન થયું ? તરત જ હિસાબ લગાવી શકાશે. અને તરત જ પૈસા ફાળવાઇ જાય તેવી વ્યવસ્થા આ પ્રધાનમંત્રી વિમા યોજનામાં છે. હવે બે - બે, ત્રણ - ત્રણ વર્ષ સુધી ઇંતેજાર કરવાની જરૂર નથી.


અને વધુ એક મહત્વપૂર્ણ કામ છે. પહેલા કરા પડતા હતા, આંધી આવતી હતી, નુકસાન થઇ ગયું, તેનો પણ હિસાબ રહેતો હતો. પરંતુ પાક કાપ્યા પછી ખેતરમાં જો કોઇ તેનો ઢગલો પડ્યો છે, અને અચાનક આંધી આવી, વરસાદ આવ્યો, કરા પડ્યા, બર્બાદ થઇ ગયું બધું તો સરકાર કહેતી હતી કે ભાઇ નહી આ પાક વિમા યોજના અંતર્ગત આવતું નથી, કેમ ? કારણ કે આ હવે તો તમારો પાક કપાઇ ગયો હતો, તું ઘરે ન લઇ ગયો તેથી એ ખરાબ થયું છે. તમારે તે ઘરે લઇ જવું જોઇતું હતું. આ સરકારે એક વી પાક યોજના અમલમાં મુકી છે કે જે પાક કાપવાના બાદ 14 દિવસ સુધી ખેતરમાં પડ્યો રહે છે અને વરસાદ આવી ગયો તો તે વિમો મળશે, અહીં સુધી નિર્ણય લેવામાં આવ્યો છે.


વધું એક નિર્ણય કર્યો છે. માની લો કે તમે વિચાર્યુ હશે કે જૂન મહિનામાં વરસાદ આવવાનો છે, આખું ખેતર તૈયાર કરીને રાખ્યું છે, બીજ લાવીને રાખ્યા છે, મહેનત  કરવા માટે જ કંઇ પણ કરવું પડે તે બધું કરીને રાખ્યું, પરંતુ જૂન મહિનામાં વરસાદ આવ્યો નહીં, જુલાઇ મહિનામાં પણ વરસાદ આવ્યો નહીં, ઓગસ્ટ મહિનામાં પણ વરસાદ આવ્યો નહીં, હવે તમારું શું થશે ભાઇ, જ્યારે વરસાદ ન આવ્યો, પાક ખરાબ થવાન સવાલ જ થતો નથી. કારણ કે તમે કંઇ વાવ્યું જ નથી. હવે જ્યારે વાવ્યું જ નથી તો પાક પણ થયો જ નથી. પાક થયો નથી તો પાક બર્બાદ થયો જ નથી. પછી વીમા વાળા કહે છે કે હવે તમારી છુટ્ટી, કંઇ જ મળશે નહીં. આ સરકારે એક એવી યોજના બનાવી છે કે તે તમારા વિસ્તારમાં વરસાદ ન આવ્યો, તમારી વાવણી સંભવ થઇ નહીં તો તમને પણ 25 ટકા પૈસા મળશે, જેથી તમારું વર્ષ બર્બાદ ન થાય, આ કામ અમે વિચાર્યું છે. 
ભાઇઓ અને બહેનો ખેડૂત માટે શું કરી શકાય છે તેની એક એક બારીક બાબતો પર અમે ધ્યાન આપ્યું છે. જો આપણે અહીં પહેલા કોઇ પ્રાકૃતિક આપદા આવી જાય, તો 50 ટકા જો નુકસાન થતું હતું ત્યારે પૈસા મળતા હતા અને તે પણ એક સમગ્ર વિસ્તારમાં 50 ટકા હિસાબ લગાવવો પડતો હતો. અમે આ બધુ નીકાળી દીધું અને અમે કહ્યું જો 33 ટકા પણ થયું તો પણ તેને વળતર આપવામાં આવશે. આઝાદીથી અત્યાર સુધી તમામ સરકારોમાં આ વિષયની ચર્ચા થઇ. દરેક ખેડૂતોએ તેની માગ કરી, પરંતુ કોઇ સરકારે તેને કરી નહોતી. અમે કરી દીધું છે. 
ભાઇઓ અને બહેનો પ્રાકૃતિક આપદામાં ખેડૂતોને મદદ કેવી રીતે મળે ? તેના તમામ મુદ્દા અમે બદલી દીધા, તમામ પરંપરાઓ નિકાળી દીધી છે. અને ખેડૂતને વિશ્વાસ અપાવ્યો છે અને બીજું એ પણ કર્યું છે કે જન ધન એકાઉન્ટ ખોલો, મદદ સીધી તમારા બેન્ક ખાતામાં જશે. કોઇ વચેટિયાના પગ તપારે પકડવા પડશે નહીં. આપણે બધા જાણીએ છીએ કે યુરીયા માટે શું શું થતું હતું. રાત - રાત લાઇનમાં ખેડૂત ઉભો રહેતો હતો. કાલે યુરિયા આવવાનું છે. અને યુરિયાની કાળા બજારી થતી હતી. ક્યાંક ક્યાંક યુરિયા લાવવા માટે લોકો ખેડૂતો આવતા હતા, લાઠી ચાર્જ થતો હતો. અને મારો તો અનુભવ છે કે હું પ્રધાનમંત્રી બનીને બેઠો તો પહેલા ત્રણ , ચાર , પાંચ મહિના તમામ મુખ્યમંત્રીઓની એક જ ચીઠ્ઠી આવતી હતી કે અમારા પ્રદેશમાં યૂરિયા ઓછું છે યૂરિયા મોકલો, યૂરિયા મોકલો, ભારત સરકાર યૂરિયા આપતી કેમ નથી. છેલ્લા કેટલાક દિવસોમાં યૂરિયા પણ એટલું કામ કર્યું. એટલું કામ કર્યું કે ગયા વર્ષે મને એક પણ મુખ્યમંત્રીની યૂરિયાની અછત છે તેવી ચિઠ્ઠી આવી નથી. સમગ્ર દેશમાં ક્યારેય પણ યૂરિયાને લઇને લાઠી ચાર્જ થયો નથી. ક્યાંક ખેડૂતને મુસીબત વેઠવી પડી નથી.


અને હવે તો વધું કઇંક કર્યું છે અમે યૂરિયાને લીમડાનું કોટિંગ કર્યું છે. આ લીમડાનું કોટિંગ શું છે ? એ જે લીમડાનું વૃક્ષ હોય છે. તેનું જે ફળ હોય ખે તેનું તેલ યૂરિયા પર લગાવવામાં આવ્યું છે. તેના કારણે જમીનને તાકાત મળશે. જો આજે તમે દસ કિલો યૂરિયાનો ઉપયોગ કરો છે, લીમડાનું કોટિંગ છે, તો છ કિલો, સાત કિલોમાં ચાલી જશે, ત્રણ કિલો, ચાર કિલોના પૈસા બચી જશે. આ ખેડૂતની આવકમાં કામમાં આવશે. ખેડૂતની આવક કેવી રીતે ડબલ થશે. આવી રીતે થશે. લીમડાના કોટિંગનું યુરિયા, અને તેમાં એક ફાયદો એ છે કે જ્યાં જ્યાં લીમડાનું વૃક્ષ છે. ત્યાં જો લોકો ફળ એકઠું કરશે તો તે ફળનું ખૂબ જ મોટું માર્કેટ ઉભું થઇ જશે. કારણ કે યુરિયા બનાવનારાઓને લીમડાનું કોટિંગ જોઇએ. કારણ કે ભારત સરકારે સો ટકા યૂરિયા લીમડાનું કોટિંગ કરી દીધું છે. એનું બીજું પરિણામ એ હશે પહેલા શું થતું હતું કે યૂરિયા લખવામાં આવતું હતું તો તે ખેડૂતના નામ પર. સરકારની ઓફિસમાં લખવામાં આવતું હતું કે ખેડૂતને યૂરિયાની સબ્સિડીમાં આટલા હજાર કરોડ ગયા, પરંતુ શું સાચ્ચે જ તે ખેડૂત માટે જતા હતા ? સબ્સિડી જતી હતી, યૂરિયા માટે જતી હતી. પરંતુ યૂરિયા ખેડૂત સુધી પહોંચતું નહોતું, તે કેમિકલના કારખાનામાં પહોંચી જતું હતું. કારણ કે તેને સસ્તો માલ મળતો હતો. તેની પર કામ કરતો હતો અને તેમાંથી તે ચીજવસ્તુઓ બનાવીને બજારમાં વેચતો હતો અને હજાર લાખ્ખો રૂપિયાની કમાણી થઇ જતી હતી. હવે લીમડાના કોટિંગના કારણે એક ગ્રામ યૂરિયા પણ કોઇ કેમિકલ ફેક્ટરીના કામમાં નહીં આવે. ચોરી ગઇ, બેઇમાની ગઇ અને ખેડૂતને જે જોઇતું હતું તે ખેડૂત સુધી પહોંચી ગયું. 
મારું કહેવાનું તાત્પર્ય એ છે મારા ખેડૂત ભાઇઓ અને બહેનો કે હવે આપણે આધુનિક વિજ્ઞાનનો ઉપયોગ કરીને કૃષિના ક્ષેત્રમાં આગળ વધવાનું છે. આપણે પ્રયોગ કરવાની હિંમત દેખાડવાની છે. આજે તમામમાં વિજ્ઞાન ઉપસ્થિત છે. આજે જે સરકારે પહેલ કરી છે. તે તમારા દરવાજા ખખડાવી રહી છે. હું ખાસ કરીને યુવા ખેડૂતોને નિમંત્રણ આપું છું કે તમે આવો, મારી વાતને ધ્યાનમાં લો. ભારત સરકારની નવી યોજનાઓને લઇને આગળ વધો. અને હું વિશ્વાસ અપાવું છું કે ભારતનું ગ્રામીણ જીવન, ભારતના ગ્રામીણ ગરીબનું જીવન, ભારતના ખેડૂતનું જીવન અમે બદલી શકીએ છીએ અને તે કામ માટે મને તમારો સાથ અને સહયોગ જોઇએ છે. મારી તમને સહુને ખૂબ - ખૂબ શુભકામનાઓ. રાધામોહનજીને ખૂબ - ખૂબ શુભકામનાઓ. આ કૃષિ મેળા દ્વારા આગામી દિવસોમાં તમામ ખેડૂત તેનો ફાયદો ઉઠાવે

સ્ત્રોત: પત્ર સુચના કાર્યાલય, ભારત  સરકાર

3.05454545455
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
પટેલ રૂપેનકુમાર રમણભાઈ Feb 17, 2017 09:10 PM

ઓર્ગેનિક ખેતી કેવી રીતે કરવી ?

Bertie May 13, 2016 06:17 PM

Perfcet shot! Thanks for your post!

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top