অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

છાયા ઘર

છાયા ઘર એ એગ્રો જાળ અથવા અન્ય વણાટ કરેલી સામગ્રીથી બનાવેલું એવું માળખું હોય છે જેમાં ખુલી જગ્યાઓમાંથી તડકો, ભેજ તેમજ હવા માટે પ્રવેશના દ્વાર હોય છે. આ છોડના વિકાસ માટે મદદરૂપ યોગ્ય વાતાવરણ બનાવે છે. તેને શેડનેટ ઘર અથવા નેટ ઘર પણ કહેવા આવે છે.

છાયા ઘરનો ઉપયોગ

  • આ ફૂલો, વેલો, જડી-બુટી, શાકભાજી અને મસાલાઓના છોડની ખેતીમાં મદદ કરે છે.
  • ફળો તેમજ શાકભાજીઓની નર્સરી તથા જંગલી પ્રજાતિઓ વગેરે માટે ઉપયોગ કરવામાં આવે છે.
  • વિભિન્ન કૃષિ ઉત્પાદનના ગુણવત્તાસભર સુકરા માટે મદદ કરે છે.
  • જંતુઓના પ્રકોપ સામે સુરક્ષા માટે ઉપયોગ કરવામાં આવે છે.
  • આંધી-તોફાન, વરસાદ, કરા અને હિમવર્ષા જેવા ઋતુઓના પ્રાકૃતિક પ્રકોપો સામે સુરક્ષા પ્રદાન કરે છે.
  • કલમ માટેના રોપાઓના ઉત્પાદન તથા અતિશય ગરમીમાં તેમના મૃત્યુ દરને ઘટાડવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
  • ટીસ્યુ કલ્ચરના છોડની મજબૂતી માટે ઉપયોગ કરવામાં આવે છે.

છાયા ઘર માટેનું આયોજન

છાયા ઘરના માળખાનું આયોજન પાકના પ્રકાર, સ્થાનિક રૂપે ઉપલબ્ધ સામગ્રી અને સ્થાનિક મૌસમી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. ભવિષ્યમાં તેના આકારમાં વિસ્તાર કરી શકાય તે માટે વ્યવસ્થા હોવી જોઈએ.

સ્થળની પસંદગી

છાયા ઘર એવી જગ્યાએ બનાવવું જોઈએ કે તે સામગ્રી લાવવા અને ઉપજના વેંચાણ માટેના બજાર સાથે સારી રીતે જોડાયેલું હોય. આ માળખું ઉંચી ઈમારતો અને ઝાડથી દૂર બનાવવું જોઈએ સાથે જ તે ઔદ્યોગિક તેમજ વાહનોના પ્રદુષણથી પણ દૂર હોવું જોઈએ. સ્થળ પર પાણીના નિકાસની કોઈ સમસ્યા ન હોવી જોઈએ. વીજળી તથા સારી ગુણવત્તાવાળા પાણીની વ્યવસ્થા હોવી જોઈએ. પરંતુ, હવાની ગતિને ઘટાડવા માટે ઉપાય (વિંડ બ્રેકર) આ માળખાથી ૩૦ મીટર દૂર લગાવવા જોઈએ.

છાયા ઘરનું સંસ્કરણ

છાયા ઘરના સંસ્કરણ માટે મુખ્ય રૂપે બે પરિમાણ હોય છે. તે છે, છાયા ઘરમાં અપરિવર્તનશીલ પ્રકાશની તીવ્રતા અને હવાની દિશા. એક ચોક્કસ ગાળાના માળખાનું પૂર્વ-પશ્ચિમ અથવા ઉત્તર-દક્ષિણ દિશામાં સંસ્કરણ કરી શકાય છે પરંતુ અનેક ગાળાના માળખાને અપરિવર્તનશીલ પ્રકાશની તીવ્રતા માટે ઉત્તર-દક્ષિણ દિશામાં સંસ્કરણ કરવું જોઈએ.

સંરચનાની સામગ્રી

છાયા ઘરના માળખામાં મૂળ રૂપથી બે ભાગ હોય છે એટલે ફ્રેમ તથા આવરણની સામગ્રી. છાયા ઘર ફ્રેમ આવરણ સામગ્રીને સહારો આપે છે અને તેને હવા, વરસાદ તથા પાકના ભારથી બચાવ માટે ડીઝાઈન કરવામાં આવે છે. જો કાટરોધક ઉપચાર નિયમિત અંતરાલ પર કરવામાં આવે તો છાયા ઘરની લોખંડના એંગલની ફ્રેમ ૨૦થી ૨૬ વર્ષ સુધી યથાવત રહે છે, જયારે વાંસનું માળખું ૩ વર્ષ સુધી તાકી રહે છે. એગ્રો શેડનેટ ૩થી ૬ વર્ષ સુધી રહે છે જે મૌસમની પરિસ્થિતિ પર નિર્ભર હોય છે. શેડનેટ વિભિન્ન રંગોમાં ઉપલબ્ધ હોય છે અને તેમાં શેડના ટકાની વિસ્તૃત શ્રેણી હોય છે એટલે ૨૬%, ૩૦%, ૩૬%, ૫૦%, ૬૦%, ૭૬%, અને ૯૦%.
છાયા ઘરની ફ્રેમોની ડીઝાઈન જરૂરીયાત અને ઇન્જીન્યરીંગ કૌશલ પર નિર્ભર હોય છે. ઓરિસા જેવા ભારે વરસાદ વાળા ક્ષેત્રોમાં કોન્સેટ, ગેબલ અથવા ગોથિક આકારની સંરચનાત્મક ફ્રેમો અથવા સ્થાનિક પરિસ્થિતિયોને અનુકુળ નજીવા સંશોધન સાથેની ફ્રેમોની ભલામણ કરવામાં આવે છે.

છાયા ઘરની સંરચના અને ડીઝાઈન

પ્રિસીઝન ફાર્મિંગ ડેવલપમેંટ સેંટર, કૃષિ અને પ્રોદ્યોગિકી વિશ્વવિદ્યાલય, ભુવનેશ્વરમાં બે પ્રકારના છાયા ઘરની ડીઝાઈન વિકસિત કરવામાં આવી છે. આ છાયા ઘરોનો મુખ્ય લાભ એ છે કે આ સંરચનાઓમાં નિર્માણ તાલ પર કોઈ પ્રકારની વેલ્ડીંગની જરૂરીઆત નથી હોતી. અન્ય લાભ એ છે કે આ ઉધઈના પ્રકોપથી સંરચનાઓની સુરક્ષા માટે આધારના સ્તંભોની પસંદગી કરવામાં આવી છે. આ શેડહાઉસોનું વિવરણ નીચે આપવામાં આવ્યું છે :

છાયા ઘર ૧

આ ડીઝાઈન (ચિત્ર ૧)માં લોખંડના એન્ગલ (૩૬ મિમી x ૩૬ મિમી x ૬ મિમી) તથા વાંસની સંરચનાત્મક ફ્રેમનો ઉપયોગ થાય છે. લોખંડના એન્ગલનો ઉપયોગ આધાર સ્તંભના રૂપમાં થાય છે જેમાં પકડ માટે નીચે અને વાંસને પકડવા માટે ઉપર 'યુ' આકારની ક્લિપની વ્યવસ્થા હોય છે. વાંસનો ઉપયોગ કડી તથા છાપરાંની રચના બંને માટે થાય છે. છાયા ઘરની સાઈટને સમતલ કર્યા બાદ આયોજનની ગોઠવણી કરવામાં આવે છે. આધાર સ્તંભો માટે ખાડા ખોદવામાં આવે છે, ખાડાના એક ભાગને રેતીથી ભરવામાં આવે છે અને સઘન રીતે દબાવી દેવામાં આવે છે. ત્યારબાદ આધાર સ્તંભોને ત્રણ સમાંતર હરોળમાં બરાબર અંતર સુનિશ્ચિત કરીને સિમેન્ટ કોંક્રિટથી પાક્કું કરવામાં આવે છે. યોગ્ય પરિમાણ બાદ યોગ્ય ગોઠવણી માટે યોગ્ય માપની વાંસની કડી અને છાપરાંની રચનાનો ઉપયોગ કરવામાં આવે છે અને તેને બરાબર બાંધી દેવામાં આવે છે. પેહલેથી જ તૈયાર છેડાની ફ્રેમ અને દરવાજાની ફ્રેમને નટ-બોલ્ટ મારફતે માળખા સાથે બેસાડી દેવામાં આવે છે. ત્યારબાદ ૬૦%-૭૬% ની એગ્રો શેડનેટને છાપરાંથી કસી દેવામાં આવે છે તથા ૩૦%ની નેટને સાઈડ ફ્રેમ સાથે કસી દેવામાં આવે છે. આંતરિક ફ્રેમ અને દરવાજા પણ શેડનેટથી ઢાંકી દેવામાં આવે છે. અંતે વચ્ચેની ફર્શ અને બાઉન્ડ્રી રીજ લાઈનને ઇંટો જોડીને બનાવવામાં આવે છે.
આ પ્રકારની છાયા ઘરની રચનાનું એકમ મૂલ્ય લગભગ રૂ. ૨૨૬/સ્ક્વે.મી. હોય છે. આ પ્રકારના છાયા ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રી નીચે કોષ્ટક ૧ માં દર્શાવવામાં આવી છે.

સામગ્રીની યાદી (છાયા ઘર )

ક્રમાંક

વર્ણન

આઈટમ

વિગત

માત્રા

૧.

"U" સાથેના પાયાના સળિયા

લોખંડના એંગલ

૩૬ મિમી x ૩૬ મિમી x ૬ મિમી

૨૦૯ કિલોગ્રામ

 

 

લોખંડની પટ્ટી

૨૬ મિમી x ૬ મિમી

૭ કિલોગ્રામ

२.

દરવાજાની રચના અને છેડાની ફ્રેમ

લોખંડના એંગલ

૩૬ મિમી x ૩૬ મિમી x ૬ મિમી

૭૯ કિલોગ્રામ

3.

છાપરાંનું માળખું

વાંસ

૭૬ મિમી - ૧૦૦ મિમી વ્યાસ

૨૦ની સંખ્યામાં

४.

છાપરું અને સાઈડનું કવર

એગ્રો શેડનેટ

60% - 70% અને ૩૦%

૩૨૮ સ્ક્વે.મી.

५.

પાયાની ગ્રાઉટીંગ

સીમેંટ કોંક્રિટ

૧:૨:૪, ૧૨ મિમી ચિપ્સ સાથે

૧.૩ ક્યુ.મી.

६.

કાટરોધક ઉપચાર

એનેમલ પેઈન્ટ અને થીનર

-

૪ લીટર

७.

માળખું ઉભું કરવા

(i) નટ અને બોલ્ટ

૩/૮”x ૧"

૧ કિલોગ્રામ

 

 

(ii) જી.આઇ. ના તાર

૪ મિમી

૨ કિલોગ્રામ

८.

ફર્શ

ઇંટનું જોડાણ

સીમેંટ મોર્ટાર (૧:૬)

૨.૪ ક્યુ.મી.

છાયા ઘર ૨

આ ડીઝાઈન (ચિત્ર ૨)માં છાયા ઘરની રચના માટે આધાર સ્તંભો, કડિયો, છેડાની ફ્રેમ તથા દરવાજા માટેના લોખંડના એંગલ (૪૦ મિમી x ૪૦ મિમી x ૬ મિમી)નો ઉપયોગ થાય છે. લોખંડની પટ્ટીનો ઉપયોગ આવરણ સામગ્રીના હૂપ્સ માટે થાય છે. આધાર સ્તંભોમાં કડિયો અને હૂપ્સ સાથે કસવા માટે નટ-બોલ્ટની વ્યવસ્થા છે. આ જ રીતે હૂપ્સના રૂપમાં ઉપયોગ કરવામાં આવેલી લોખંડની પટ્ટીયોમાં કડિયો સાથે કસવાની વ્યવસ્થા હોય છે. નિર્માણ સ્થળ પર લેવલીંગ અને યોજનાની ગોઠવણી પાછલા કિસ્સાની જેમ જ કરવામાં આવે છે. આધાર સ્તંભોના ખાડાઓને સીમેંટ અને કોંક્રિટથી પાક્કું કરવામાં આવે છે અને તેના મજબૂતીકરણ માટે સાત દિવસ થાય છે. કડિયો, હૂપ્સ, છેડાની ફ્રેમ અને દરવાજાની ફ્રેમને નટ-બોલ્ટ મારફતે માળખા સાથે કસી દેવામાં આવે છે. ત્યારબાદ નેટને સંરચના પર લગાવવામાં આવે છે. અંતમાં વચ્ચેની ફર્શ તથા બાઉન્ડ્રી રીજ લાઈનને ઈંટના જોડાણથી બનાવવામાં આવે છે.
આ પ્રકારની છાયા ઘરની સંરચનાનું એકમ મૂલ્ય લગભગ રૂ.૫૦૦/સ્ક્વે.મી. હોય છે. આ પ્રકારના છાયા ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રી નીચેના કોષ્ટક ૨માં દર્શાવવામાં આવી છે.

સામગ્રીની યાદી (છાયા ઘર-)

ક્રમાંક

વર્ણન

આઇટમ

વિગત

માત્રા

૧.

પાયાના સ્તંભ

લોખંડના એંગલ

૪૦ મિમી x ૪૦ મિમી x ૬ મિમી

૩૩૬ કિલોગ્રામ

२.

કડી તથા છેડાની ફ્રેમ

લોખંડના એંગલ

૪૦ મિમી x ૪૦ મિમી x ૬ મિમી

૩૦૬ કિલોગ્રામ

3.

દરવાજાની ફ્રેમ

લોખંડના એંગલ

૪૦ મિમી x ૪૦ મિમી x ૬ મિમી

૪૧ કિલોગ્રામ

४.

છરા

લોખંડની પટ્ટી

૩૦ મિમી x ૬ મિમી

૧૫૯ કિલોગ્રામ

५.

છાપરાં અને સાઈડના કવર

એગ્રો શેડનેટ

૫૦% - ૭૦% & ૩૦%

૩૨૮ સ્ક્વે. મીટર

६.

પાયાની ગ્રાઉટીંગ

સીમેંટ કોંક્રિટ

૧:૨:૪, ૧૨ મિમી ચિપ્સ સાથે

૧.૮ ક્યુ. મીટર.

७.

રસ્તાની ફર્શ

ઈંટનું જોડાણ

સીમેંટ મોર્ટાર (૧:૬)

૨.૪ ક્યુ.મીટર

८.

માળખું ઉભું કરવા

(i) નટ અને બોલ્ટ

૩/૮"x૧"

૪ કિલોગ્રામ

 

 

(ii) જી આઇના તાર

૪ મિમી

૪ કિલોગ્રામ

९.

કાટરોધક ઉપચાર

એનેમલ પેઈન્ટ અને થીનર

-

૮ લીટર

સ્ત્રોત:

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/5/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate