অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કેળાનુ ઉત્તક સંવર્ધન

કેળાનુ ઉત્તક સંવર્ધન

ઉત્તક સંવર્ધન શું છે ?

એક પરખનલીમાં બહુ નિયંત્રિત અને સ્વચ્છ સ્થિતિમાં છોડને એક ભાગ કે એક કોશિકા સમુહના ઉપયોગ દ્વારા છોડનો પ્રસાર “ટિશૂ કલ્ચર” કહેવાય છે.

કૃષિ જળવાયુ

કેળા માટે માટીમાં સારી જળરાશિ, ઉચિત પ્રજનન ક્ષમતા તથા ભેજ હોવુ જોઇએ. કેળાની ખેતી ઉંડી, ચીંકણી

બલુઇ માટી, જેની PH 6-7.5 વચ્ચે હોય, સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. ખરાબ જળરાશિ, વાયુ કે આવાગમનમાં અવરોધ અને પોષક તત્વોની કમીવાળી માટી કેળા માટે અનુપયોગી છે. મીઠી, વધુ કૈલ્શિયમયુકત માટી, કેળાની ખેતી માટે અનુપયોગી છે. નિચેના વિસ્તારોની અત્યંત રેતીલી અને ઉંડી કાળી સુકી, ખરાબ જળરાશિવાળી માટીથી બચો. કેળા માટે માટી સારી હોવી જોઇએ જેમાં વધુ ક્ષારતા ન હોય. જેમાં વધુ નાઇટ્રોજનની સાથે કાર્બનિક પદાર્થની પ્રચુરતા હોય અને ભરપુર પોટાશની સાથે ફોસ્ફરસનુ યોગ્ય સ્તર હોય.

માટી

કેળા માટે માટીમાં સારી જળરાશિ, ઉચિત પ્રજનના ક્ષમતા તથા ભેજ હોવુ જોઇએ. કેળાની ખેતી માટે ઉંડી, ચીકણી બલુઇ માટી, જેની PH 6-7.5 વચ્ચે હોય તે વધારે પસંદ કરવામાં આવે છે. ખરાબ જળરાશિ, વાયુ આવાગમનમાં અવરોધ અને પોષક તત્વોની ખોટ વાળી જમીન કેળા માટે અનુપયોગી હોય છે. મીઠાશ, વધુ કૈલ્શિયમયુકત માટી કેળાની ખેતી માટે અનુપયોગી હોય છે. નિચેના વિસ્તારોમાં અત્યંત રેતીલી અને ઉંડી તથા વધુ કાળી સુકી ખરાબ જળરાશિ વાળી માટીથી બચવુ.

કેળા માટે એવી માટી સારી હોય છે જેમાં વધારે ક્ષારતા ન હોય. જેમાં વધારે નાઇટ્રોજનની સાથે કાર્બનિક પદાર્થની પ્રચુરતા અને ભરપુર પોટાશની સાથે ફોસ્ફરસનુ સ્તર હોય.

વકલ

ભારતમાં કેળા વિભિન્ન પરિસ્થિતિયોં અને ઉત્પાદન પ્રણાલિ હેઠળ ઉગવવામાં આવે છે. એટલા માટે વકલની પસંદગી કરતી વિભિન્ન જરૂરતો અને પરિસ્થિતિયોંના હિસાબથી ઉપલબ્ધ કેટલી વકલોમાંથી કરવામાં આવે છે. પરંતુ લગભગ 200 કિસ્મે જેવી ઇવાર્ક, કૈવેડશિ, રોબસ્ટા, મોન્થન પૂવન, નેન્ટ્રન, લાલ કેળા, નાઇઅલી, સફેદ વેલચી, બસરાઇ, અર્ધાપુરી, રસ્થાલી, કર્પુરવલ્લી, કરથલી અને ગ્રૈન્ડનાઇન વગેરે વધુ પ્રચલિત છે. ગ્રૈન્ડનાઇન લોકપ્રિય વધુ છે. તથા સારી ગુણવત્તા ગુચ્છોના ફળસ્વરુપ પસંદગીની કિસ્મ બની શકે છે. ગુચ્છોમાં સારી દુર અને સીધા તથા મોટા આકારના ફળ થાય છે. ફળમાં આકર્ષક એક સમાન પીળા રંગ આવે છે. એની સ્વ જીંદગી સારી હોય છે.

જમીન તૈયાર કરવી

કેળા રોપતા પહેલા ડાઇન્ચા, લોબિયા જેવી લીલી ખાધ પાક ઉગાવી અને એને જમીનમાં દાટી દેવી. જમીનને 2-4 વાર સમતોલ કરી શકાય છે. પિંડોની તોડવા માટે રોટાવેટર કે હૈરોનો ઉપયોગ કરવો. તથા માટીને યોગ્ય ઢાળ આપવો. માટી તૈયાર કરતા સમયે FYM ની આધાર ખોરાક નાખીને સારી રીતે મેળવી દેવી.

સામાન્ય રીતે 45 સેંમી X 45 સેંમી X 45 સેંમી X ના આકારના ખાડાની આવશ્યકતા હોય છે. ખાડાને 10 કિલો FYM ( સારી રીતે વિઘટિત થયેલો ), 250 ગ્રામ ખલી અને 20 ગ્રામ કોન્બોફ્યુરોન મિશ્રિત માટીથી ફરીથી ભરી દેવામાં આવે છે. તૈયાર ખાડાને સૌર વિકિરણ માટે છોડી દેવામાં આવે છે. જે હાનિકારક કીટોને મારવામાં મદદરૂપ થાય છે. માટી દ્વારા થતા રોગોની વિરૂધ્ધ કારગર હોય તથા માટીમાં વાયુ મેળવવામાં મદદ કરે. ક્ષારીય માટીમાં જયાં PH 8 થી ઉપર હોય ખાડાના મિશ્રણમાં સંશોધન કરતા સમયે કાર્બનિક પદાર્થને મેળવવો જોઇએ.

રોપની સામગ્રી

લગભગ 500 – 1000 ગ્રામ વજનની સોર્ડ સકર્સ, સામાન્ય પ્રસાર સામગ્રી રૂપે ઉપયોગમાં લેવાય છે. સામાન્ય સકર્સ રોગજનક અને નીમાટોડ્સથી સંક્રમિત થઇ શકે છે. એ જ પ્રકારે સકરની આયુ અને આકાર ભિન્નતા હોવાથી પાક એક સમાન નથી આવતો. પાક કાપણીની પ્રક્રિયા લાંબી થઇ જાય છે અને પ્રબંધ મુશ્કિલ થઇ જાય છે.

ઉત્તક સંવર્ધન રોપ સામગ્રીના ફાયદા

  • સારા પ્રબંધની સાથે માત્ર માતૃ છોડ
  • એક સમાન વિકાસ, અધિક પેદાશ
  • ઓછા સમયમાં પાકની પરિપક્વતા, ભારત જેવા દેશમાં ભુમિ સ્વામિત્વવાળા દેશમાં જમીનનો મહત્તમ ઉપયોગ સંભવ છે.
  • વર્ષભર રોપણી શકય છે કારણ કે વિકસિત નાના છોડો વર્ષભર ઉપલબ્ધ કરાવી શકાય છે.
  • ઓછા સમયમાં એક પછી એક બે અંકુરણ સંભવ છે જે ખેતીમાં લાગટ કામ કરી દે છે.
  • અંતર વગરની કાપણી
  • 95% - 98% છોડોમાં ગુચ્છા લાગે છે.
  • ઓછા સમયમાં નવી વકલો કરી શકાય છે અને વધારી શકાય છે.

રોપવાનો સમય

ટિશૂ કલ્ચર કેળાની રોપણી વર્ષભર કરી શકાય છે. જયારે ઉષ્ણતમાન અત્યંત ઓછુ કે અત્યંત વધારે હોય તેવા સમયને બાદ કરતા. ડ્રિપ સિંચાઇ પ્રણાલીની સુવિધા મહત્વપુર્ણ છે. મહારાષ્ટ્રમાં બે મહત્વપુર્ણ છે. મૃગબાગ (ખરીફ) રોપણીના મહિના જુન, જુલાઇ, કાન્દે બાગ (રબી) રોપણીના મહિના ઓકટોબર, નવેમ્બર.

પાક ભુમિતી

પરંપરાગત રીતે કેળાના પાકની રોપણી 1.5 મી. X 1.5 મીટર પર ઉચ્ચી ધનત્વની સાથે કરાય છે. પરંતુ છોડના વિકાસ અને પૈદાશ સુર્ય પ્રકાશ માટે પ્રતિસ્પર્ધાના કારણે નબળી છે. ગ્રૈન્ડાઇનને પાકના રૂપમાં લઇ જૈન સિંચાઇ પ્રણાલિ અનુસંધાન અને વિકાસ ફાર્મ પર વિભિન્ન પરીક્ષણ કરવામાં આવ્યા હતા. તદ્ઉપરાંત 1.82 મી. X 1.52 મીટરના અંતરની ભલામણ કરી શકાય છે. આની દિશા ઉત્તર દક્ષિણ રાખવા તથા 1.82 મીટરનો મોટુ અંતર રાખી 1452 છોડ પ્રતિ એકર ( 3630 પ્રતિ હેકટર ) સમાવેશ કરી લે છે. ઉત્તર ભારતના તટીય પટ્ટાઓ જયાં આર્દ્રતા બહુ ઓછી હોય છે ત્યાં તાપમાન 5-7ºસે સુધી ઓછુ થઇ જાય છે, ત્યાં રોપણીનુ અંતર 2.1મી X 1.5 મી થી ઓછુ ન હોવુ જોઇએ.

રોપણીની રીત

છોડની જડને અડયા વગર એને પોલીબેગથી અલગ કરવામાં આવે છે. તથા ત્યારબાદ જમીનથી 2 સે.મી. નીચે રાખી છોડને ખાડામાં રોપી શકાય છે. ઉંડા રોપવાથી બચવુ જોઇએ

જળ વ્યવસ્થા

કેળા પાણીને પ્રેમ કરવા છોડ છે. વધારે ઉત્પાદન માટે પાણીની વધારે માત્રા આવશ્યક છે. પરંતુ કેળાની જડો પાણી ખેંચવાની બાબતમાં નબળી હોય છે. એટલે ભારતીય પરિસ્થિતિઓમાં કેળાના ઉત્પાદનમાં દક્ષ સિંચાઇ પ્રણાલી, જેવી કે ડ્રિપ સિંચાઇની મદદ લેવી જોઇએ.
કેળા માટે જળની આવશ્યકતા ગણીને 2000 મિલી મીટર પ્રતિવર્ષ કાઢવામાં આવી છે. ડ્રિપ સિંચાઇ અને મલ્ચીંગ ટેકનીકથી જળનો ઉપયોગની દક્ષતામાં સારો રિપોર્ટ છે. ડ્રિપની મદદથી જળની 56 ટકા બચત અને પેદાશમાં વૃધ્ધિ થાય છે.
છોડોની સિંચાઇ રોપવાના તરંત પછી પર્યાપ્ત પાણી આપી અને ખેતરની ક્ષમતા બનાવી રાખો. જરૂર કરતા વધુ સિંચાઇ માટીના છિદ્રોથી હવા કાઢી લે છે ફળસ્વરૂપે જડના ભાગમાં અવરોધ ઉત્પન્ન થાય અને છોડની સ્થાપના અને વિકાસને પ્રભાવિત કરે છે. એટલા માટે કેળાને ડ્રિપ પધ્ધતિ યોગ્ય જળ વ્યવસ્થા અનિવાર્ય છે.

મહિનો (મૌગ બાગ)

માત્રા (lpd.)

મહિનો (કાન્દે બાગ)

માત્રા (lpd.)

જુન

06

ઓકટોબર

04-06

જુલાઇ

05

નવેમ્બર

04

ઓગષ્ટ

06

ડિસેમ્બર

04

સપ્ટેમ્બર

08

જાન્યુઆરી

06

ઓકટોબર

10-12

ફેબ્રુઆરી

08-10

નવેમ્બર

10

માર્ચ

10-12

ડિસેમ્બર

10

એપ્રીલ

16-18

જાન્યુઆરી

10

મે

18-20

ફેબ્રુઆરી

12

જુન

12

માર્ચ

16-18

જુલાઇ

12

એપ્રીલ

20-22

ઓગષ્ટ

14

મે

25-30

સપ્ટેમ્બર

14-16

 

ફર્ટિગેશન

કેળાને વધારે માત્રામાં પોષક તત્વોની આવશ્યકતા હોય છે. જો માટી દ્વારા થોડી માત્રામાં મળી રહે છે. અખિલ ભારતીય સ્તર પર પોષક તત્વોની આવશ્યકતા 20 કિ.ગ્રા. FYM, 200 ગ્રામ નાઇટ્રોજન, 60-70 ગ્રામ ફોસ્ફરસ, 300 ગ્રામ પોટેશિયમ એક છોડ માટે આંકવામાં આવી છે. કેળાને વધુ પોષક તત્વોની આવશ્યકતા રહે છે. કેળાના પાકને 7-8 કિલોગ્રામ નાઇટ્રોજન, 0.7 – 1.5 કિલોગ્રામ ફોસ્ફરસ અને 17-20 કિલોગ્રામ પોટેશયમ પ્રતિ મેટ્રિક ટન પેદાશની જરૂરીયાત છે. પોષક તત્વ આપવાથી કેળાનુ સારૂ પરિણામ મળે છે. પરંપરાગત રીતે ખેડુત વધુ યુરિયા તથા ઓછુ ફોસ્ફરસ અને પોટાશનો ઉપયોગ કરે છે.
પરંપરાગત ઉર્વરકોમાંથી પોષક તત્વોને નુકશાની બચાવા માટે લીચિંગ, ઉડાવ, બાષ્પીભવન દ્વારા નાઇડ્રોજનને નુકશાન તથા માટીથી જોડાવાથી ફોસ્ફરસ અને પોટેશયમ નુકશાનને બચાવવા માટે ફર્ટિગેશન દ્વારા પાણીમાં મિશ્રિશીલ કે તરલ ઉર્વરકોનો ઉપયોગ પ્રોત્સાહિત કરે છે. ફર્ટિગેશન દ્વારા પેદાશમાં 25-30 ટકા વૃધ્ધિ જોવામાં આવી છે. આના સિવાય શ્રમ તથા સમયની બચત કરે છે અને પોષક તત્વોનુ વિતરણ એક સમાન થાય છે.

અનુપ્રયોગની અનુસુચી

કેળાના પ્રકાર ગ્રૈન્ડાનાઇનના ટિશૂ કલ્ચરમાં ઠોસ અને પાણીમાં મિશ્રશીલ બન્ને સ્વરૂપમાં ઉર્વરકની સુચી નીચે કૌષ્ટકમાં આપવામાં આવી છે:

ગ્રૈન્ડાઇન કેળા માટે ઉર્વરક અનુસુચી

કુલ પોષક આવશ્યકતા

નાઇટ્રોજન - 200 ગ્રામ/છોડ

ફોસ્ફરસ - 60-70 ગ્રામ/છોડ

પોટેશિયમ - 300 ગ્રામ/છોડ

ઉર્વરકની કુલ આવશ્યક માત્રા પ્રતિ એકર અંતર 1.8 x 1.5 મી 1452 છોડ

યુરિયા (નાઇટ્રોજન)

એસએસપી ( ફોસ્ફરસ)

એમઓપી (પોટેશયમ)

431.0

375.0

500 ગ્રામ/છોડ

625.0

545.0

726 કિલોગ્રામ/એકર

 

નિર્ધારિત સમય અનુસાર ગતિવિધિ

સ્ત્રોત

માત્રા (ગ્રામ/છોડ)

રોપવાના સમય

એસ.એસ.પી.

100

એમ.ઓ.પી.

50

10માં દિવસે રોપ્યા બાદ

યુરિયા

25

30માં દિવસે રોપ્યા બાદ

યુરિયા

25

એસ.એસ.પી.

100

એમ.ઓ.પી.

50

સુક્ષ્મ પોષક

25

MgSO4

25

સલ્ફર

10

60માં દિવસે રોપ્યા બાદ

યુરિયા

50

એસ.એસ.પી.

100

એમ.ઓ.પી.

50

90માં દિવસે રોપ્યા બાદ

યુરિયા

65

એસ.એસ.પી.

100

એમ.ઓ.પી.

50

સુક્ષ્મ પોષક

25

સલ્ફર

30

MgSO4

25

120માં દિવસે રોપ્યા બાદ

યુરિયા

65

એમ.ઓ.પી.

100

150માં દિવસે રોપ્યા બાદ

યુરિયા

65

એમ.ઓ.પી.

100

180માં દિવસે રોપ્યા બાદ

યુરિયા

30

એમ.ઓ.પી.

60

210માં દિવસે રોપ્યા બાદ

યુરિયા

30

એમ.ઓ.પી.

60

240માં દિવસે રોપ્યા બાદ

યુરિયા

30

એમ.ઓ.પી.

60

270માં દિવસે રોપ્યા બાદ

યુરિયા

30

એમ.ઓ.પી.

60

300માં દિવસે રોપ્યા બાદ

યુરિયા

30

એમ.ઓ.પી.

60

અનુસુચી માત્ર દિશા – નિર્દેશોના હેતુ છે. અને રોપવાના મોસમ તથા માટીની પ્રજનન ક્ષમતા (માટી પરીક્ષણ) અનુસાર બદલી શકાય છે. એસએસપી = સિંગલ સુપર ફોસ્ફેટ, એમઓપી = મુરિએટી ઓફ પોટાશ

જળમાં મિશ્રશીલ ઉર્વરક

જળમાં મિશ્રશીલ ઉર્વરકના ઉપયોગની અનુસુચી

સમય

શ્રેણી

માત્રા પ્રતિ છોડ (કિ.ગ્રા.) દરેક ચોથા દિવસના આધાર પર

કુલ માત્રા (કિ.ગ્રા.)

રોપ્યાના 65 દિવસ બાદ

યુરિયા

4.13

82.60

12:61:00

3.00

60.00

00:00:50

5.00

100.00

65 થી 135 દિવસ

યુરિયા

6.00

120.00

12:61:00

2.00

40.00

00:00:50

5.00

100.00

135 થી 165 દિવસ

યુરિયા

6.50

65.00

00:00:50

6.00

60.00

165 થી 315 દિવસ

યુરિયા

3.00

150.00

00:00:50

6.00

300.00

અનુસુચી માત્ર દિશા – નિર્દેશોના હેતુ છે. અને રોપવાના મોસમ તથા માટીની પ્રજનન ક્ષમતા (માટી પરીક્ષણ) અનુસાર બદલી શકાય છે.

અંતર સંવર્ધન સંચાલન

કેળાની જડ પ્રણાલી અને વચ્ચે પાકની ખેતી અને ઉપયોગથી સરળતાથી ક્ષતિગ્રસ્ત થઇ શકે છે. જે યોગ્ય નથી. પરંતુ ઓછા સમયનો પાક ( 45-60 દિવસ ) જેમ કે લોબિયા, મુંગ, ડાઇન્ચાને ખાધના પાક રૂપે જોવી જોઇએ. કકડી પરિવારના પાકોથી બચાવુ જોઇએ કેમ કે તેમાં વાયરસ હોય છે.

ખડ કાઢવુ

છોડને ખડ રહિત રાખવા માટે રોપવાથી પહેલા 2 લીટર પ્રતિ હેકટરના દરથી ગ્લાઇફોસેટ ( રાઉન્ડ અપ )નો છંટકાવ કરવામાં આવે છે. એક અથવા બે વાર હાથથી ખડને કાઢવુ જરૂર છે.

સુક્ષ્મ પોષકોનો પાંદડા પર છંટકાવ

કેળાની બનાવટ, શરીર વિજ્ઞાન તથા પેદાશના ગુણોને સારા બનાવવા માટે ZnSo4 (0.5%), FcSo4 (0.2%), CuSo4 (0.2%) અને H3Bo3 (0.1%) નો સંયુકત સંપુર્ણ ઉપયોગ કરી શકાય છે. સુક્ષ્મ પોષકોનો છંટકાવ હેતુથી નિમ્નલિખિતને 100 મીટર પાણીમાં મીશ્રીત કરી બનાવવામાં આવે છે.

ઝીંક સલ્ફેટ

500 ગ્રામ

પ્રત્યેક 10 લીટર મિશ્રણ માટે 5-10 મિલી સ્ટીકર મિશ્રિત જેમ કે ટિપોલને પહેલા મેળવવુ જોઇએ.

ફેરમ સલ્ફેટ

200 ગ્રામ

કોપર સલ્ફેટ

200 ગ્રામ

બોરીક એસીડ

100 ગ્રામ

વિશેષ સંચાલન

કેળાના પાકથી સંબંધિત વિશેષ સંચાલન જે ઉત્પાદન, ગુણવત્તાને પ્રભાવિત કરે છે.

સુકવાવાળી વસ્તુઓ હટાવવી

મુળ છોડની સાથે આંતરિક પ્રતિસ્પર્ધાને ઓછી કરવા માટે સુકવાવાળી વસ્તુઓ હટાવવી કેળા માટે મહત્વપુર્ણ સંચાલન છે. અંકુરણ સુધી સુકવાવાળી વસ્તુઓની કામગીરી નિયમિત રુપથી કરવી જોઇએ. જો એ ક્ષેત્રોમાં જયાં અંકુર પણ બીજી પાક માટે લેવાય છે. બીજો ક્રમ પુષ્પ પ્રગટ થયા બાદ રોપવાના અંતરને પ્રબંધિત કરવુ જોઇએ. આગળનો ક્રમ પુષ્પક્રમથી વિપરીત હોવુ જોઇએ. એનાથી મુળ છોડથી વધુ દુર ન હોવુ જોઇએ.

અકુસુમન

આના અંતર્ગત મુરજાયેલા છોડ તથા પરિદળ પુંજ હટાવવામાં આવે છે. આ સામાન્ય રીતે પ્રચલિત નથી. એટલા માટે ફળના ગુચ્છોથી પકડાયેલી રહે છે તથા કાપણી બાદ હટાવવામાં આવે છે. જે ફળ માટે હાનિકારક છે. એટલે સુચવવામાં આવે છે કે તમે એને કુસુમનના તુરંત બાદ દુર કરી દો.

પાંદડા હટાવવા

પાંદડાની રગડ ફળને નુકશાન પહોંચાડે છે. એટલા માટે એવા પાંદડા નિયમિતરુપથી ઓળખીને કાપી નાખવા જોઇએ. જુના તથા સંક્રમિત પાંદડાઓને પણ આવશ્યકતા પ્રમાણે કાપી નાખવા જોઇએ. લીલા પાંદડાને હટાવવા ન જોઇએ.

જમીન ખોદવી

માટીને સમય સમય પર ખોદી ઢીલી કરવી જોઇએ. જમીન ખોદવાનુ કાર્ય રોપણીના 3-4 મહિના બાદ કરવુ, જેનાથી છોડની આસપાસ 10-12 ઇંચ સુધી માટીના સ્તરથી ઉપર ઉઠાવવુ. ઉંચી પારી કરવી યોગ્ય રહેશે તથા ડ્રિપ લાઇન પારી પર છોડથી 2-3 ઇંચ દુર રાખવી. આ છોડને વાયુ થી નુકશાન તથા ઉત્પાદન નુકશાન મહદઅંશે રક્ષણ કરવામાં મદદરુપ થાય છે.

નરકલિયોને હટાવવી

(ડીનેવલિંગ) નરકલિયોને હટાવવાથી પાકના વિકાસ અને ગુચ્છોના વજનમાં વૃધ્ધિ મળે છે. નરકલિયો1-2 નાના હાથોથી એક જ આંગળીને છોડીને કાપવી જોઇએ.

ગુચ્છા છંટકાવ

મોનોક્રોટોફોસનો (0.2%) છંટકાવ કીટોનુ ધ્યાન રાખે છે. કીટોનો હુમલો પાકનો રંગ બદલી નાખે છે અને તેને અનઆકર્ષક બનાવી દે છે.

ગુચ્છોને ઢાંકવુ

ગુચ્છોને છોડના સુકા પાંદડાથી ઢાંકવુ સારી રીત છે. અને ગુચ્છાને સીધા સુર્ય પ્રકાશથી બચાવે છે. ગુચ્છોનુ આવરણ પાકની ગુણવત્તા વધારે છે. પરંતુ એનો પ્રયોગ વરસાદની મોસમમાં ન કરવો જોઇએ.
ગુચ્છોને ઢાંકવાથી ધુળ, છંટકાવની સાથે કીટ અને પક્ષીઓથી પાકની રક્ષા કરવા માટે આવે છે. એના માટે પ્લાસ્ટીકની આડની ભલામણ કરવામાં આવે છે. આ વિકાસશીલ ગુચ્છોની આસપાસના તાપમાનમાં વૃધ્ધિ તથા ઝડપથી પરિપકવતામાં મદદરુપ થાય છે.

ગુચ્છાને કૃત્રિમ હાથોથી કાપવુ

એક ગુચ્છામાં કેટલાક અધુરા હોય છે જે ગુણવત્તાપુર્ણ ઉત્પાદન માટે ઉપયોગી નથી. એવા હાથોને ખોલ્યા બાદ ઝડપથી હટાવી દેવુ જોઇએ. આ બીજા હાથ કે વજનમાં સુધાર કરવા માટે મદદરુપ થાય છે. કયારેક કયારેક ખોટા હાથની બરાબર ઉપર હાથ પણ કાઢી નાખે છે.

ટેકો આપવો

ગુચ્છાનુ ભારે વજનના કારણે છોડાનુ સંમુતલન બગડી જાય છે. તથા ફળદ્રુપ છોડ જમીન પર ટકી જાય છે. એની અસર ઉત્પાદન અને ગુણવત્તા પર પડે છે. આ કારણે એને બે વાંસ કે ત્રિકોણ દ્વારા નમેલી બાજુ પર ટેકો આપવો જોઇએ. એ પણ ગુચ્છાનો સમાન વિકાસ કરવામાં મદદરુપ થાય છે.

કીટ અને રોગ પ્રબંધન

એક મોટી સંખ્યામાં વિષાણુ, જીવાણુ જણીત બિમારીઓ અને કીટ તતા સુત્ર કૃમી કેળાના પાક પર હુમલો કરી ઉત્પાદન, ગુણવત્તાને ઓછી કરી નાખે છે. કેળાને મુખ્ય કીટો અને બિમારીયોથી નિયંત્રણના ઉપાયોનુ સારાંશ અહીં અપાયુ છે:

ક્રમ

નામ

લક્ષણ

નિયંત્રણ ઉપાય

કીટ

i)

પ્રકંદ ધુન ( કોસ્મોપોલિટેસ સોર્ડિડસ)

a) મોટા ધુન પ્રકંદની દિર્ઘાઓની જાળ બનાવી છોડને નબળો બનાવી દે છે.

a) સ્વસ્થ રોપણ સામગ્રીનો ઉપયોગ કરો.

b) બગીચામાં સ્વસ્છતા રાખો.

c) વયસ્ક ધુનોના છિદ્ર કે પ્રકંદના ટુકડા દ્વારા ફસાવો.

d) માટીમાં 0.2 ગ્રામ પ્રતિ છોડ કાર્બફુરાનનો પ્રયોગ

ii)

છદ્ર તનેકા ધુન (ઓડાઇપોરસ લાંગિકોલિસ)

a) છદ્ર પર નાના છિદ્રોની સાથે પારદર્શી, ચીકણા પદાર્થનો રસાવ.

a) પ્રબંધનની રીત કંદ ધુન જેવી જ છે.

b) પાંદડીના મ્યાન તથા અંદરની પરતમાં સુરંગનુ હોવુ.

b) બીજા પસંદના મિશ્રણ (મોનોક્રોટોફોસ 150 મિલી લીટર 350 મિલી લીટર પાણીમાં) આનો ઉપયોગ કરતા સમયે જમીનના તળથી 4 ફીટ ઉપર 30º ના ખુણા પર ઇન્જેકશનની ભલામણ કરવામાં આવે છે.

c) ગુચ્છાને પાડવા

c) લંબાઇથી કાપવા ( 30 સેમી લંબાઇ ) અથવા 100/હેકટર ના દરથી સ્ટંપ ટ્રૈપ્સ ટ્રેનો વિભાજિત ભાગની તરફ રાખો. પછી એકઠા કરેલા ઘુનોને મારી નાખવામાં આવે છે.

iii)

કીટ ( કીટૈનોફોટ્રિપ્સ તથા સિગ્નિપૈનિસ તથા હેલિઆથ્રેપિસ કોડાલિફિલસ)

a) એ છોડોના ભાગને ખોદી નાખે છે અને વિશેષ ફળોને ભુરા તથા રંગહિન બનાવી દે છે.

a) મોનોક્રોટોફોસનો 0.05%ના દરથી પુષ્પક્રમના સૌથી ઉપરના ભાગને ખુલતા પહેલા છંટકાવ કે ઇન્જેકશન આપો.

iv)

ફ્રુટ સ્કેરિંગ બિટર ( બેસિલેપ્ટા સબકોસ્ટેટમ)

a) વયસ્ક, નરમ, વગર ખુલેલી તથા ફળો પર પાકે છે અને ત્વચા પર નિશાન છોડે છે.

a) નવા પાંદડાના ઉપદ્રવના તુરંત બાદ તથા ફળ આવવાની મોસમમાં 0.05%  મોનોક્રોટોફોસ કે 0.1% કાર્બેરિલનો છોડની વચ્ચોવચ્ચ સ્વસ્છતાના હેતુથી છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.

b) છોડો પોતાની લાક્ષણિકતા છોડી દે છે. તથા ગુચ્છોની ગુણવત્તા ખરાબ થાય છે.

v)

એફિડ્સ (પેન્ટાલોનિયાનિગ્રોનર્વોસા)

a) એ કેળાની વધેલી ટોપ વિષાણુ ( બીબીટીવી)ના વાહક હોય છે તથા છદ્ર પાંદડાના આધાર જમાવડાના રૂપમાં જોવામાં મળે છે.

a) પાંદડા પર 0.1% મોનોક્રોટોફોસ કે 0.03% ફોસ્ફોનિડોનનો છંટકાવ પ્રભાવી છે.

vi)

સુત્ર કૃમિ

a) વિકાસમાં વિક્ષેપ

a) કોર્બોફ્યુરોનના 40 ગ્રામ દરેક છોડના દરથી રોપતા વખતે અને રોપવાના 4 મહિના બાદ ઉપયોગ કરવો.

b) નાના પાંદડા

c) કાપેલી જડ

b) લીમડાની ડાળીનો જૈવિક ખાદના રૂપમાં ઉપયોગ કરો.

d) જડો પર જાંબલી કાળા ઘા તથા તેનુ વિભાજન.

c) જાળ પાકના રુપમાં ગેંદાનો ઉપયોગ કરવો.

ફંગલરોગ

vii)

પનામા વિલ્ટ (ફરેરિયમઓકસીસ્પોરિયમ)

a) જુના પાંદડામાં પીળાપણાનો ફેલાવ

a) નવા પાંદડાની પ્રગતિ પ્રતિરોધી પાંદડાનો વિકાસ (કોવેન્ડિયા સમુહ)

b) પર્ણવૃન્તની નજીક પ્રભાવિત પાંદડા તુટીને લટકી જાઇ છે.

b) રોપવાની પહેલા ચુસકોને કાપીને 0.1% બેવિસ્ટીનથી ઉપચાર કરવો.

c) છદ્ર તનેનો વિભાજન સામાન્ય વાત છે.

c) કાર્બનિક ખાદની સાથે ટ્રાઇકોડર્મા તથા સ્યુડોમોનાસ ફ્લુઓરેસેન્સ જેવા બાયોએંજેટસ લાગુ કરવા.

d) જડ તથા પ્રકંદમાં લાલ ભુરા મિલિનીકરણ

d) સારી જળરાશિ રાખવી તથા ખેતરમાં ભરપુર માત્રામાં કાર્બનિક ખાધ નાખવી.

viii

શિરગુચ્છ રોગ (અર્વિનિઆ કેરોટોવારા)

a) પાંદડાના કોલર ક્ષેત્ર તથા એપિનાસ્ટીમાં સડો.

a) રોપવા માટે સ્વસ્થ સામગ્રીનો ઉપયોગ કરો.

b) પ્રભાવિત થયેલા છોડને ઉખાડવા પર, છોડ કોલર ક્ષેત્રમાં નમી જાય છે. જડ સહિત ધનકન્દને માટીમાં છોડી દે છે.

c) પ્રભાવિત છોડના કોલર ક્ષેત્રને ખોલવા પર પીળા તથા લાલ રસાવ જોવા મળે છે.

b) છોડને 0.1% એમીસનમાં આપો તથા 3 મહિના બાદ ફરીથી આપો.

d) સંક્રમણની પ્રારંભિક અવસ્થામાં, ઉડા ભુરા કે પીળા, નાજુક ક્ષેત્રોમાં પાની સુકવેલા ક્ષેત્ર સડીને ઉડા સ્પંજી ટિશૂથી ઘેરેલા છિદ્ર બનાવે છે.

c) ચઢાણ તથા ખરાબ રસાવવાળી માટીથી બચો.

ix)

સિગાટોકા પર્ણ ચિત્તી (માઇકોસ્ફારેલ્લા સ્પી.)

a) એની પ્રકૃતિ પત્તાઓ પર નાના ઘાથી છલકે છે. ઘા હળવા પીળા થી લીલા પીળામાં બદલાય છે. જે બન્ને ઉપર ભાગમાં દેખાય છે.

a) પ્રભાવિત પાંદડા હટાવી નષ્ટ કરી દો.

b) એના પછી ધારિયામાં ભુરા તથા કાળા સ્ટ્રીકસ ઉભરે છે.

c) સ્ટ્રીકસનો કેન્દ્ર અંતે સુકાઇ જાઇ છે તથા આંખના બિંદુ જેવુ દેખાય છે.

b) યોગ્ય જળ આપો તો પાણીને જમા ન થવા દો.

d) કયારેક કયારેક સમય પહેલા પાકતા દેખાય છે.

c) ડાયથેન એમ-45 (1250 ગ્રામ/હેકટર) કે બેવિસ્ટિન 500 ગ્રામ/હેકટરનો છંટકાવ કરો.

વિષાણુજણીતરોગ

i)

બંચીટાપ વિષાણુ (બીબીટીવી)

a) મોટા લીલા મોર્સ કોડ ગુંદને પાંદડાના નિચેના ભાગમાં માધ્યમિક નસોની સાથે ઉભરવુ.

a) વિષાણુ રહિત રોપણ સામગ્રી એટલે કે ટિશૂ કલ્ચરનો ઉપયોગ કરો.

b) નિયમિત સર્વેક્ષણ કરી સંક્રમિત છોડને ઉખાડીને ફેંકી દો.

b) પાંદડાનો આકાર ઘટી જાય છે. અને પાંદડા અસામાન્યરૂપથી ખરી તથા ભંગાર થઇ જાય છે.

c) વાહક કીટ વિશેષ કરીને એફિડ્સ તથા મીલી કીટો પર નિયંત્રણ રાખો.

d)  અધિક ગુણનના મામલે અનુક્રમણ કરવુ જોઇએ.

c) નાની એકબીજાની પાસે પાંદડા તથા ઉપર ગુચ્છોમાં

e) કોઇ પણ છોડને રોગગ્રસ્ત ક્ષેત્રથી સ્વસ્થ ક્ષેત્રમાં લઇ જવા પર રોકવુ.

d) નરકલિયામાં સહપત્ર ની ડાળીઓ લીલી હોય છે.

f)   પ્રતિરોધક કલ્ટિવરનો ઉપયોગ કરવો.

e) વિષાણુ એફિડસ દ્વારા ફેલાય છે.

g) વૈકલ્પિક મીશ્રણ પાક કે નજીકના ક્ષેત્રમાં ઉગાવવાથી બચો.

ii)

કેળા મોજાઇક વિષાણુ (બીએમવી)

a) નસોની સાથે હળવા ફ્લોરોટિક ગુંદની સાથે ફ્લોરોસિસ જે BSVની જેમ કયારેક ઉત્કૃષ્ઠ નથી હોતા.

a) રોગમુકત રોપણ સામગ્રી એટલે ટિશૂ કલ્ચર બીજોને મદદથી પ્રભાવિત છોડ હટાવવુ અને રોગમુકત ઉપજ કાયમ રાખવુ.

iii)

કેળા સહપત્ર મોજાઇક વિષાણુ (બીબીએમવી)

a) છદ્દ, તને, મધ્ય રિબ્સ, પર્ણવૃન્ત તથા પર્ણપટલમાં લાકડીના આકારના ગુલાબી અને લાલ ગુંદ

a) રોગમુકત રોપણ સામગ્રી એટલે કે ટિશૂ કલ્ચર સીડિંગનો ઉપયોગ.

iv)

બનાના સ્ટ્રિક વાયરસ (બીએસવી)

a) અગોચર ફલોરોટિક ટપકાની હાજરીથી હાનિકારક વ્યવસ્થિત ઉત્કૃષ્ટ, જેમાં સમાવેશ છે, પીળા તથા ભુરા અને કાળા ગુંદ હોવા. સિગારપર્ણ ઉત્કૃષ્ટ આધારિત છિદ્રાણુ, આંતરિક છિદ્રાણુ ઉત્કૃષ્ટ તથા નાના બેડોળ ગુચ્છોનુ હોવુ.

a) રોગમુકત રોપણ સામગ્રી એટલે કે ટિશૂ કલ્ચર સીડિંગનો ઉપયોગ

કાપણી

કાપણી ઉપરાંત સારી ગુણવત્તા માટે કેળાની કાપણી એની પરિપક્વતા અવસ્થામાં કરવી જોઇએ. ફળ કલાઇમક્ટેરિક છે તથા ઉપરના ભાગની અવસ્થામાં પાકયા બાદ આવે છે.

પરિપક્વતા સુચાંક

આ ફળનાઆકાર, કોણીયતા, ગ્રેડ કે બીજા હાથની વચ્ચેના વ્યાસના આંકડા, સ્ટાર્ચની માત્રા તથા કુસુમિત હોવામાં લાગેલા દિવસોના આધાર પર સ્થાપિત કરવામાં આવે છે. આંશિક કે પુર્ણ પરિપક્વ ફળનો પાક લેવા માટે પાકને બજારની પ્રાથમિકતા પણ પ્રભાવિત થઇ શકે છે.

ગુચ્છોને હટાવવા

ગુચ્છોની દરાંતી સહાયતાના પ્રથમ હાથના 30 સેંમી ઉપરથી ત્યારે કાપવુ જોઇએ જયારે ઉપરથી બે હાથ નીચે ફળનો ¾ ભાગ પુરી રીતે ગોળ હોય. પહેલો હાથ ખોલ્યા બાદ 100-110 દિવસ બાદ સુધી કાપણીમાં સમય લાગી શકે છે. કાપેલા ગુચ્છોને સારી ગદ્દેદાર ટ્રે કે ટોકરીમાં એકત્ર કરી સંગ્રહ સ્થાન પર લાવવુ જોઇએ. કાપણી બાદ ગુચ્છોને પ્રકાશથી બચાવવુ જોઇએ કારણ કે પાકવા તથા નર્મ થવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે.
સ્થાનિક ખપત માટે હાથોને વધારે વખત ડંઠલ સાથે રાખીને વ્યાપારીઓને વહેંચવામાં આવે છે.
નિર્યાત માટે હાથોને 4-16 આંગણીઓની પકડ પર કાપવામાં આવે છે. લંબાઇ અને પરિઘ બન્ને માટે શ્રેણીબધ્ધ કરવામાં આવે છે. તથા પોલીલાઇન્ડ બોકસમાં નિર્યાત આવશ્યકતા અનુસાર વિભિન્ન વજન ધારણ કરવા માટે સાવધાનીપુર્વક રાખવામાં આવે છે.

કાપણી ઉપરાંત સંચાલન

સંગ્રહ સ્થળ પર કાપેલા કે વધારે પરિપકવ ફળોને કાઢી નાખવામાં આવે છે. તથા સ્થાનિક બજાર માટે ગુચ્છોની લારીઓ કે વેગનના માધ્યમથી વિતરિત કરવુ જોઇએ. પરંતુ અધિક ઉત્તમ કે નિર્યાત બજાર માટે જયાં ગુણવત્તા પ્રમુખ હોય, ગુચ્છોને હાથેથી અલગ કરવા જોઇએ. ફળોને વધારે પાની કે પાતળા સોડિયમ હાઇપોક્લોરાઇટમાં મિશ્રમાં લેટેક્સ કાઢવાના હેતુથી ધોવામાં આવે છે. અને થાયોબૈંડેસોલનો ઉપચાર કરવામાં આવે છે. હવામાં સુકવવામાં આવે છે અને જેમ પહેલા કહેવાયુ છે તેમ આંગળીઓના આકાર પર આધાર પર શ્રેણીબધ્ધ કરવામાં આવે છે. સંવાતિત 14.5 કિલોગ્રામ ક્ષમતાનો સીએફબી બોકસમાં કે આવશ્યકતા અનુસાર પોલિથીનના અસ્તરની સાથે પેક કરવામાં આવે છે તથા 13-15º સે.ના તાપમાન તથા 80-90 ટકા આરએચ પર ઠંડુ કરવામાં આવે છે.

ઉપજ

રોપવામાં આવેલ પાક 11-12 મહિનાની અંદર કાપણી માટે તૈયાર થઇ જાઇ છે. પહેલી રેટૂન પાક મુખ્ય પાકની કાપણીના 8-10 મહીનોમાં તથા બીજી રેટૂન, બીજા પાકની 8-9 મહિના બાદ તૈયાર થઇ જાઇ છે.

 

એટલા માટે 28-30 મહીનોના સમયમાં ત્રણવાર પાકની કાપણી સંભવ છે. એટલે કે મુખ્ય પાક અને બે રેટૂન પાક. ડ્રિપ સિંચાઇની સાથે ફર્ટિગેશનની જેમ કેળાની 100 ટી/હેકટર જેટલી ઉંચી પેદાશ ટિશૂ કલ્ચરની સહાયતાથી મેળવી શકાય છે. રેટૂન પાકમાં પણ સમાન પેદાશ લઇ શકાય છે. જો પાકનો સારી રીતે પ્રબંધન કરવામાં આવ્યુ હોય.

સ્ત્રોત : જૈન ઇરીગેશન સિસ્ટમ લિમિટેડ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/11/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate