તુવેરની વહેલી પાકતી જાતો ગુજરાત તુવેર-૧૦૦, ગુજરાત તુવેર-૧૦૧, બનાસ, આઈપીસીએલ-૮૭, ગુજરાત તુવેર-૧ અને મધ્યમ મોડી પાકતી જાત બીડીએન-૨ છે. તુવેરના પાકની નવી જાત એજીટી-૨ છે જે બીડીએન-૨ કરતાં સરેરાશ ૨૩ ટકાથી વધુ ઉત્પાદન આપે છે. તેનું સરેરાશ ઉત્પાદન ૧૬૫૦ કિ.ગ્રા./હે. મળી શકે છે. તેના બિયારણ અને માહિતી માટે સંશોધન વૈજ્ઞાનિકશ્રી, (કઠોળ), કઠોળ સંશોધન યોજના, આકૃયુ, મોડેલ ફાર્મ, વડોદરા (ફોન: ૦૨૬૫-૨૨૮૦૪૨૬, ૨૩૪૩૯૮૪) ખાતે સંપર્ક સાધવો.
તુવેરનું સારૂ બિયારણ ગુજરાત રાજ્ય બીજ નિગમની કચેરીઓ ખાતેથી મળી શકે. અથવા સંશોધન વૈજ્ઞાનિકશ્રી, વિભાગીય સંશોધન કેન્દ્ર, આકૃયુ, આણંદ (ફોન: ૦૨૬૯૨-૨૦૬૩૨૯).તથા સંશોધન વૈજ્ઞાનિકશ્રી, મુખ્ય કઠોળ સંશોધન કેન્દ્ર,સ.દાં.કૃ.યુ., સરદાર કૃષિનગર જી.બનાસકાંઠા પિન. ૩૮૫૫૦૬ (ફોન: ૦૨૭૪૮-૨૭૮૪૫૯) ખાતે અથવા સંશોધન વૈજ્ઞાનિકશ્રી, કઠોળ સંશોધન યોજના, આકૃયુ, મોડેલ ફાર્મ,વડોદરા (ફોન: ૦૨૬૫-૨૨૮૦૪૨૬) ખાતે સંપર્ક કરવો.
(૧) તુવેરના બીજને કાર્બેન્ડાઝિમની ૦.૩ ટકા માવજત આપીને વાવવા.ટ્રાઈકોડર્માની પણ બીજ માવજત આપી શકાય. (૨) તુવેરની બીડીએન-૨ જાતનું વાવેતર કરવું કે જે સુકારા સામે પ્રતિકારકશક્તિ ધરાવે છે. (૩) સેન્દ્રિય ખાતરનો વધુ ઉપયોગ કરવો. (૪) પાકની ફેરબદલી કરવી.તુવેરની ધાન્ય પાક સાથે ફેરબદલી કરવી. (૫) જૂવારના પાકોને આંતરપાક તરીકે લેવો ,
તુવેર અને ચણામાં મોલોમશી, થ્રિપ્સ, શીંગનાં ચૂસિયાં, લીલી ઈયળ, શિંગમાખી, પીછીંયુ, ફૂંદુ, ટપકાંવાળી ઈયળ અને ભૂરા પતંગીયા વગેરે જીવાતોનો ઉપદ્રવ જોવા મળે છે, તેના સંકલિત નિયંત્રણ માટે નીચે જણાવેલ ઉપાયો હાથ ધરવા. (૧) ઉનાળામાં જમીનને સારી ખેડ કરી તપવા દેવી. ખેડવાથી જમીનમાં રહેલા કોશેટા બહાર આવવાથી ઉનાળાની સખત ગરમીથી નાશ પામશે તથા પરભક્ષી પક્ષીઓથી ભક્ષણ થશે. (૨) કઠોળપાકોમાં લીલી ઈયળના ફેરોમોન ટ્રેપ હેક્ટરે ૪૦ ની સંખ્યામાં લગાવવાથી તેમાં નર ફૂદાં પકડાય છે. આમ ખેતરમાં નર ફૂદીંની સંખ્યામાં ઘટાડો થવાથી માદા દ્વારા જે ઈંડાં મૂકાય તે અફલિત રહે છે. આમ, પેઢી દર પેઢી તેનો ઉપદ્રવ ઘટતો જાય છે. આ પધ્ધતિનો અમલ સામૂહિક ધોરણે કરવાથી સારા પરિણામ મેળવી શકાય. (૩) ફેનાવાલરેટ ૨૦ ઈસી ૧૦ મિ.લિ. ૧૦ લિટરમાં પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા ફેનાવાલરેટ ૦.૪ % ભૂકી ૨૫ કિ.ગ્રા./હે. પ્રમાણે ઉપયોગ કરવાથી લીલી ઈયળ તેમજ શીંગ માખી સામે રક્ષણ મેળવી શકાય. (૪) શાકભાજી માટેની તુવેરમાં ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા લીમડાની લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી લીલી ઈયળ તેમજ શિંગમાખી સામે અસરકારક પુરવાર થયેલ છે. (૫) તુવેરના પાકમાં ૫૦% ફૂલ બેસવાની અવસ્થાએ ડાયક્લોરવોસ ૭૬ ઈસી ૭ મિ.લિ. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૫ ગ્રામ અથવા એમામેકટીન બેન્ઝોએટ ૫ એસજી ૩ ગ્રામ અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૪.૫ ઈસી ૪ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી શિંગો કોરીખાનાર ઈયળો સામે રક્ષણ મેળવી શકાય છે. (૬) ઉધઈ ઉપદ્રવિત પાકમાં પિયત સાથે ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૨.૫ લિટર દવા ટીપે ટીપે આપવી. વધારે ઉપદ્રવ હોય ત્યારે પિયત કર્યા પછીના દિવસે પંપની નોઝલ કાઢી ક્લોરપાયરીફોસ (૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી) છોડના થડ પાસે જમીનમાં આપવી. (૭) ચૂસિયાં પ્રકારની જીવાતો (મોલો-મશી, તડતડીયાં, થ્રિપ્સ, લાલકથીરી અને સફેદમાખી) નો ઉપદ્રવ ક્ષમ્યમાત્રા કરતા વધારે હોય ત્યારે ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા ફોસ્ફામીડોન ૪૦ ઈસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. (૮) પાકની વાવણી પહેલા કાર્બોફ્યુરાન ૩ જી અથવા ફોરેટ ૧૦ જી પૈકી કોઈપણ એક દવા હેક્ટરે ૧ કિલો અસલ તત્વ રૂપે ચાસમાં આપવાથી પાકને શરૂઆતની અવસ્થામાં ચૂસિયાં પ્રકારની જીવાતો તેમ જ જમીનજન્ય જીવાતોથી થતા નુકસાન સામે રક્ષણ પૂરૂં પાડે છે. (૯) તુવેરની શિંગ કોરનાર ઈયળ તેમજ શીંગમાખી સામે પ્રતિકારક જાતોની વાવણી કરવી , (૧૦) મધ્યમ મોડી પાકતી તુવેરની જાતો આઈપીસીએલ-૩૩૨, આઈપીસીએલ-૮૪૦૬૦ અને આઈપીસીએલ-૨૭૦મા લીલી ઈયળનો ઉપદ્રવ ટી-૧૫-૧૫, બીડીએન-૨ અને પ્રભાત જાતોની સરખામણીમાં ઓછો જોવા મળે છે.
કઠોળપાકોની ખેતી પધ્ધતિની સંપૂર્ણ માહિતી માટે સંશોધન વૈજ્ઞાનિકશ્રી, મુખ્ય કઠોળ સંશોધન કેન્દ્ર,સ.દાં.કૃ.યુ., સરદાર કૃષિનગર જી.બનાસકાંઠા પિન. ૩૮૫૫૦૬ (ફોન: ૦૨૭૪૮-૨૭૮૪૫૯) ખાતે અથવા સંશોધન વૈજ્ઞાનિકશ્રી, કઠોળ સંસોધન યોજના, આકૃયુ મોડેલ ફાર્મ, વડોદરા(ફોન : ૦૨૬૫- ૨૨૮૦૪૨૬) ખાતે સંપર્ક સાધવો.
લીલી ઈયળથી થતુ નુકશાન અટકાવવા માટે કવિનાલફોસ રપ ઈ.સી., ર૦ મી.લી,૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી ઈયળો કાબુમાં આવી જાય છે. નો વધુ ઉપદ્રવ હોય તો ડી.ડી.વી.પી. દવા પ મી.લી. અગાઉ જણાવેલ કોઈ પણ એક દવા સાથે ભેળવી છાંટવાથી સારૂં એવું નિયંત્રણ થશે.
કપાસના પાકમાં બી.ટી કપાસની ભલામણ થયેલ છે પરંતુ તુવેરના પાકમાં આવી કોઈ તુવેરની જાતની ભલામણ કરવામાં આવેલ નથી. બી.ટી. તુવેરના નામે જો કોઈ વેચાણ કરતા હોય તો આવુ બિયારણ ખરીદવુ હિતાવહ નથી કારણ કે બી.ટી. તુવેરના નામે બજારમાં છેતરપીંડી થતી હોય છે.
આ પાકમાં મુખ્ય રોગોમાં સુકારાનો અને સ્ટરીલીટીમોઝેક વધુ આવે છે. આ રોગ પાકની કોઈ પણ અવસ્થામાં જોવા મળે છે. છોડઅચાનક આખે આખો સુકાય જાય છે તેના થડને ચીરવામા આવે તો તેની જલવાહિની ધેરા કથાઈ રંગની કે કાળા રંગની જોવા મળે છે. આ રોગના નિયંત્રણ માટે ઉનાળામાં ઊંડી ખેડ કરવી.
સ્ત્રોત: I-ખેડૂત
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020