રાષ્ટ્રીય સાંઢ ઉત્પાદન યોજના (નેશનલ બુલ પ્રોડકશન પ્રોગ્રામ) ૧૦૦ ટકા કેન્દ્ર પુરસ્કૃત
આ યોજના હેઠળ રાજયની પ્રખ્યાત ગીર તથા કાંકરેજ ઓલાદ ની ગાયોના વંશ માટે ઉચ્ચ ઉત્પાદન ક્ષમતાવાળી શુઘ્ધ ઓલાદ ના આનુવંશીક ગુણો ધરાવતા સાંઢ તૈયાર કરવાનો લક્ષ્યાંક છે.
ગીર પ્રોજેકટ માટે સાત સંયોજીત ગૌશાળા અને એક પશુ ઉછેર કેન્દ્ર તથા કાંકરેજ પ્રોજેકટ હેઠળ ચાર સંયોજીત ગૌશાળા તથા ત્રણ પશુ ઉછેર કેન્દ્રો નો સમાવેશ કરવામાં આવેલ છે. બંને પ્રોજેકટ માં પાંચ પાંચ બેંચ બુલ અને દરેકમાં અનુક્રમે ૭ અને ૧૦ એમ સાંઢના ડોઝ તૈયાર કરી સાંઢ પરિક્ષણ કરવામાં આવેછે. અને દરેક બેંચમાંથી તેના વાછરડીઓના દૂધ ઉત્પાદન ઉપર થી બે-બે સાંઢ સિઘ્ધ કરવાના થાય છે.
સને-૨૦૧૦-૧૧ દરમ્યાન કાંકરેજ ઓલાદ માટે પાંચમી બેંચના બુલ નું ટેસ્ટીંગ કૃત્રિમ બીજદાન ઘ્વારા કરવાનું ચાલેછે. અને પ્રથમ બેંચની વાછરડીઓ વિયાવેલ હોઈ તેના વેતરના દૂધના રેકર્ડ ઉપર થી બે - બે સાંઢ સિઘ્ધ કરવામાં આવેલ છે.
સ્ત્રોત: ડેરી ફાર્મિંગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/22/2019