પશુપાલકો ને પશુપાલન પ્રવૃત્તિમાં પ્રોત્સાહન મળે અને (ર) શ્રેષ્ઠ ઉત્પાદનવાળી નસલ ની ગાયો ભેંસોના નર બચ્ચા સંવર્ધન માટે પસંદ કરી શકાય તે હેતુથી રાજયમાં દૂધ ઉત્પાદન હરિફાઈ યોજવામાં આવેછે. વિજેતા જાનવરના માલિકોને રોકડ ઈનામો તથા પ્રમાણપત્રો આપવામાં આવે છે.
આ હરિફાઈ માં ભાગ લેનાર અરજદારો પાસેથી નિયત અરજી મેળવવામાં આવેછે. અને નકકી કરેલ દિવસોમાં દૂધનું ઉત્પાદન નોંધી, ર૪ કલાકનું દૈનિક ઉત્પાદન નોંધવામાં આવેછે. આ હરિફાઈ માટે દરેક ઓલાદ (બ્રીડ) માટે ર૪ કલાકનું દૈનિક લઘુત્તમ દૂધ ઉત્પાદન નું ધોરણ નકકી કરવામાં આવેલ છે જે ઉત્પાદન હરિફાઈમાં ભાગ લેવા જરૂરી છે.
વર્ષ- ર૦૧૦ માં કુલ- ૧૫૭૦ અરજીઓ આવેલ અને કુલ- રુ. ૧૮૯૦૦૦/- નાં ઈનામો તથા પ્રમાણપત્રો મંજુર થયેલ છે. જેમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર ગાય- ભેંસો એ ર૪ કલાકમાં દૂધ ઉત્પાદન નીચેની વિગતે નોંધાયેલ છે.
ગાય વર્ગ |
ભેંસ વર્ગ |
ગીર- ૨૯.૪૬૭ કિ.ગ્રામ |
જાફરાબાદી - ૩૪.૩૩૩ કિ.ગ્રામ. |
કાંકરેજ - ૩૧.૫૩૩ કિ.ગ્રા. |
સુરતી - ૧૮.૬૦૦ કિ.ગ્રામ |
જર્સી - ૩૬.૨૦૦ કિ.ગ્રામ |
મહેસાણી- ૨૭.૬૦૦ કિ.ગ્રામ |
|
બન્ની- ૩૬.૪૦૦ કિ.ગ્રામ |
એચ.એફ.- ૩૯.૬૦૦ કિ.ગ્રામ |
અન્ય ઓલાદ - ૩૩.૫૩૩ કિ.ગ્રામ |
સ્ત્રોત: ડેરી ફાર્મિંગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020