જાતવાન સાંઢ મુલ્યાંકન એકમ
૫શુપાલન ખાતામાં અતિ મહત્વની કામગીરી ગણી શકાય તે ૫શુસંવર્ધનની કામગીરી છે.૫શુ સંવર્ધન માટે સારી ગુણવત્તાવાળા ૫શુઓમાં દૂધ ઉત્પાદન વધારવું જરૂરી બને છે. આ માટે સારા આનુવંશીક ગુણો વાળા સાંઢ/પાડા મેળવવા તેના ૫ૂર્વજોનો ઈતિહાસ ઘ્યાનમાં રાખી ઝીણવટભર્યો અભ્યાસ કરી સાંઢ /પાડાઓમાં ખરેખર આનુવંશીક ગુણો કેવા અને કેટલા પ્રમાણમાં છે તે તેની માદા ઓલાદના દૂધ ઉત્પાદન તથા અન્ય લક્ષણોને આધારે નકકી કરવામાં આવે છે. આ માટે એક ગાણીતિક સુત્રના આધારે સાંઢનું મૂલ્યાંકન કરી તેનો મૂલ્યાંકન આંક નકકી કરવામાં આવે છે. આ નકકી થયેલ મુલ્યાંકન આંકને આધારે સાંઢ/પાડાની નીચે જણાવ્યા મુજબની ઉ૫યોગીતા થઈ શકે છે.
- જો સાંઢ /પાડાનો મૂલ્યાંકન આંક ર૦૦ થી વધુ હોય તો આવા સાઢ/પાડા કૃત્રિમ બીજદાનના હેતુ માટે ઉ૫યોગમાં લઈ શકાય
- સાંઢ/પાડનું મૂલ્યાંકન આંક ૧૫૦ થી ર૦૦ સુધીનો હોય તો આવા સાંઢ/પાડાને કુદરતી સેવા માટે ગાયોને ફાલુ કરવાના ઉ૫યોગમાં લઈ શકાય.
- જે સાંઢ /પાડાનો મૂલ્યાંક આંક ૧૫૦ થી ઓછો હોય આવા સાંઢ/પાડાને ખસી કરી અન્ય ઉત્પાદિત કામગીરીમાં ઉ૫યોગમાં લઈ શકાય અથવા નજીવી કિંમતે કુદરતી સેવા માટે ગૌશાળા/પાંજળાપોળોને આપી શકાય.
સ્ત્રોત: ડેરી ફાર્મિંગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.