অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બકરીની એવી 101 હકીકતો

બકરીની એવી 101 હકીકતો

  1. દરેક બકરીને શિંગડા નથી હોતા.
  2. આખી દુનિયામાં લગભગ 450 મિલિયન બકરીઓ છે.
  3. મેલ અને ફિમેલ બકરીને દાઢી હોય છે.
  4. બકરીનું માંસ સૌથી ઓછી ચરબી વાળું રેડ મીટ છે.
  5. બકરીનું દૂધ સ્વાસ્થ્ય માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.
  6. મારખોર પ્રજાતિની બકરી પાકિસ્તાનનું રાષ્ટ્રીય પશું છે.
  7. બકરીઓનાં શિંગડા જૂદી-જૂદી દિશામાં વધે છે અને તેની પેટર્ન પણ અનોખી હોય છે.
  8. બકરીઓની વિવિધ પ્રજાતિઓનો ઉપયોગ દૂધ, માંસ, ઊન માટે કરવામાં આવે છે.
  9. બકરીનું માંસ અમેરિકાની વિશેષ દુનિયામાં સૌથી વધારે પંસદ કરવામાં આવે છે.

10.  બકરીનું બચ્ચું જ્યારે જન્મે છે, ત્યારે તેને શિંગડા નથી હોતા પણ ટૂંક સપ્તાહમાં  વધવા લાગે છે.

11.   લોકો બકરીને ક્યારેક-ક્યારેક પિલ્લા કે બકરીનાં બચ્ચાની જેમ પણ ઉછેરે છે.

12.   બકરીઓ કઈ પણ જોવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે. જો તમે કઈંક કરો છો તો તેમને ખૂબ જ વિચિત્ર રીતે જોયા કરે છે.

13.  ક્યાંક-ક્યાંક કેટલાક લોકો બકરીઓથી બાળકોની નાની ગાડીઓ પણ ખેંચાવડાવે છે.

14.   અત્યારસુધીની સૌથી મોંઘી બકરીનું વેચાણ 194547.20 ડોલરમાં થયું છે.

15.  ન્યૂબિયન બકરી અમેરિકાનાં ડેરીફાર્મોમાં ખૂબ જ જોવા મળે છે.

16.   બકરીઓ ખૂબ જ સ્ફૂર્તિ ધરાવે છે.

17.   રેસિંગ હોર્સનું એકલાપણું દૂર કરવા માટે તેની પાસે બકરીઓને રાખવામાં આવે છે.

18.  ગેટિંગ સમવન્સ ગોટ, આવી એક કહેવત પણ છે તેમની ઉપર.

19.  બકરીઓને માત્ર નીચેના જડબામાં દાંત હોય છે અને ઉપર માત્ર તાળવું.

20.  બકરી અન્ય પશુઓની જેમ ચકોર હોય છે.

21.  બકરીઓનો રંગ કેટલાય પ્રકારનો હોય છે, તેમાં તેઓ જેટ બ્લેકથી લઈને ડાર્ક બ્લૂ રંગની પણ હોય છે.

22.   બકરીની ચામડીમાંથી હાથમોજાં પણ બનાવવામાં આવે છે, આ ખુબ જ સૉફ્ટ હોય છે અને મજબૂત પણ.

23.   બકરીઓ કેટલાક અવાજમાં ઉચ્ચારણ કરે છે.

24.   બકરીના બચ્ચાને તેની માતાની આસપાસ ઉછળ-કૂદ કરવું ખૂબ ગમે છે, જ્યારે બકરી બેઠી હોય કે સૂતી હોય.

25.   બકરીની આંખો ગોળાકાર હોવાની જગ્યાએ લંબાઈમાં હોય છે, આનાથી તે સપાટીને દૂર સુધી જોવા માટે સક્ષમ હોય છે.

26.  પરંપરાગત એક પહાડી બકરી ઘેટા સાથે વધારે મળતી આવે છે. આ સામાન્ય બકરીઓથી ખાસ્સી જૂદી હોય છે.

27.  બકરીઓ ટિનના કનસ્તરમાં નથી ખાતી.

28.  બકરીનો માલિક હમેશા તેના પશુધન ઉપર નજર નથી રાખતો.

29.   કેટલીક બકરીઓની હડપચીમાં સ્કિનનું એક બંડલ હોય છે પણ કેનું ફંક્શન કઈ જ નથી હોતું.

30.  મોટા ભાગની બકરીઓ ઘાસ ચરવાનું જ પસંદ કરે છે.

31.  જો બકરીનું પાલન-પોષણ જે પણ માણસ કરે છે, તે તેના પ્રત્યે વફાદાર થઈ જાય છે. તે તેના માલિકને ખૂબ જ પ્રેમ કરે છે.

32.  બકરીઓની પલડવું સહેજ પણ નથી ગમતું, પછી વરસાદથી ભરાયેલું પાણી જ કેમ ન હોય.

33 - બકરીનું ફર ધૂળ અને પાણી પ્રતિરોધી હોય છે.

34 - બકરી ઘાસનો ઉપરનો ભાગ જ ખાવાનું પસંદ કરે છે.

35 - બકરીઓની પ્રતિરોધ કરવાની ક્ષમતા હવે ઘટતી જઈ રહીં છે.

36 - અત્યાર સુધીમાં સૌથી ઉંચી બકરી 6 ફૂટની રહી છે.

37 - લામાંચા પ્રજાતિની બકરી જ્યારે જન્મે છે, તો તેના કાન નામમાત્રના હોય છે. એવું લાગે છે, જાણે તેને કોઈએ કાપી ખાધા હોય.

38 - ન્યૂબિયન બકરીનાં કાન એટલા લાંબા હોય છે કે નાકની આગળ પણ નીકળી આવે છે.

39 - ઈથોપિયામાં બકરીમાં સૌથી પહેલા ખાસ્સા બીન શોધવામાં આવ્યા હતા.

40 - બકરીઓ જૂદા-જૂદા પ્રકારનાં અવાજો કાઢી શકે છે, જેનો અર્થ પણ જૂદો-જૂદો થતો હોવાનું જાણવા મળ્યું છે.

41 - કેટલીક કંપનીઓ બકરીઓને ઘાસનાં મેદાનમાં પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશનો બિઝનેસ પણ ચલાવે છે.

42 - અધિકૃત રીતે બકરીઓની 200થી વધારે પ્રજાતિ છે.

43 - આખી દુનિમાં સૌથી વધારે બકરીનું દૂધ લોકો પીવે છે, અન્ય પ્રાણીઓની સરખામણીએ.

44 - એક બકરીને 24 દાઢ હોય છે અને 8 દાંત હોય છે.

45 - બકરીઓ શિંગડા વગર અને સાથે પણ ક્યારેક જન્મતી હોય છે.

46 - બકરીના પેટમાં ચાર ચેમ્બર હોય છે.

47 - બકરી સૌથી સાફ સુથરા રહેતા પ્રાણીઓમાંથી એક છે.

48 - બકરીની ખાસિયત એ પણ છે કે તે ગાય, ઘેટા, ભુંડ અને અહીં સુધી કે કૂતરાંથી પણ વધારે સ્વતંત્રતાપ્રિય હોય છે.

49 - અમેરિકાનાં 10 રાજ્યોમાં માંસ માટે બકરીઓની સંખ્યા આ રીતે છેઃ- ટેક્સાસ(1,010,000), ટેનેસ્સી(98,000), જ્યોર્જિયા(77,000), ઓકલાહોમા(65,000), કેન્ટુકી(63,000), નૉર્થ કેરોલિના(50,000), સાઉથ કેરોલિના(41,000), અલબામા(37,000) , અને ફ્લોરિડા(36,000).

50 - બકરીઓ ક્યાંક મનુષ્યોથી વધારે 5000 - 6000 કલીઓનો સ્વાદ ચાખી લેતી હોય છે. લગભગ 15000 ટેસ્ટ બડ્સ છે.

51 - એન્ટાર્ટિકાને બાદ કરતા બાકી તમામ કૉન્ટીનેન્ટમાં બકરી જોવા મળે છે.

52 - બકરીઓને કૂદવું અને ટેકરીઓ ઉપર ચઢવાનું પસંદ કરે છે.

53 - બકરી જ્યારે કોઈ ટેકરી ઉપર ચઢે છે, ત્યારે તે પહેલેથી હાજર બીજી બકરીને નીચે ઉતારવા માટેના પ્રયત્નો કરે છે.

54 - જુડાસ બકરીને સમૂહમાં રહેવા માટે ટ્રેન્ડ કરવામાં આવે છે,

55 - અમેરિકન લોકો 1493 પહેલા સુધી બકરીઓ સાથે પરિચિત નહોંતા. કોલમ્બસ 1493માં બકરીઓ લઈને ત્યાં પહોંચ્યા હતો.

56 - બકરીઓને જે સારવાર આપવામાં આવે છે, તે બીજા પ્રાણીઓ માટે શોધવામાં આવેલી હોય છે.

57 - અમેરિકામાં પ્રતિ સપ્તાહ 1.5 મિલિયન પાઉન્ડ બકરીનું માંસ આયાત કરવામાં આવે છે.

58 - બકરીનું બચ્ચું જન્મતા જ થોડા સમયમાં ઊભું થઈ જાય છે.

59 - બકરીનું દૂધ ગાયનાં દૂધ કરતા ઓછી એલર્જિક હોય છે.

60 - બકરીઓમાં આંસૂ નળી (ધમની)નથી હોતી.

61 - ચીન પાસે વિશ્વમાં સૌથી વધારે બકરીઓ છે. તેની સંખ્યા 170 મિલિયન છે.

62 - બકરી એક દિવસમાં એગ ગેલન સુધીનું દૂધ દઈ શકે છે.

63 - કેટલાક તમાકૂનો પ્રયોગ બકરીઓને ગરમ કરવા માટે કરે છે.

64 - બકરીઓનું જીવનકાળ 15 વર્ષ છે.

65 - પૂરા વિશ્વમાં 72% બકરીઓનાં દૂધનું સેવન મનુષ્યો કરે છે.

66 - બકરીનું દૂધ ગાયનાં દૂધથી વધારે સુપાચ્ય હોય છે.

67 - બકરીઓ દૂધને પચવામાં 20 મિનિટનો સમય લાગે છે, જ્યારે ગાયનાં દૂધને એક કલાક.

68 - કેટલીક બકરીઓ હમેશા તેના બચ્ચાને નજીક રાખવાનું પસંદ કરે છે, જ્યારે કેટલીક પસંદ નથી કરતી.

69 - બકરી ઘણી વખત તેના પાછળનાં બે પગના જોરે ઊભી પણ થઈ શકે છે. આવું તે ત્યારે કરે છે, જ્યારે તે કોઈ ઉંચે ઝાડીને ખાવા માંગતી હોય.

70 - બકરીનાં દૂધનો પ્રયોગ ક્યારેક સાબુમાં કરવામાં આવે છે.

72 - અમેરિકા બકરીઓની આયાત આખી દુનિયામાંથી કરે છે.

73 - ઑસ્ટ્રેલિયા વિશ્વમાં સૌથી વધારે બકરીઓની નિકાસ કરે છે.

74 - બકરીઓ મોટે ભાગે ઝુંડમાં રહેવાનું પસંદ કરે છે.

75 - બકરીઓ તેનાં બચ્ચાંની સુંઘથી પણ ઓળખી શકે છે.

76 - બકરીઓ તેનાં બચ્ચાંને ત્યારે પણ ઓળખી લે છે, જો તેની ઉપર સેન્ટ છાંટી દેવામાં આવે.

77 - એક બકરી તેના જડબાને 40,000થી 60,000 વખત ચાવે છે.

78 - બકરીઓ પાસે 340 ડિગ્રી સુધી પૈનોરૈમિક વિઝન હોય છે.

79 - બકરીઓ રાતમાં પણ સારી રીતે જોઈ શકે છે.

80 - જ્યારે બકરીનાં દૂધને ઉછાડવામાં આવે છે, તો તેનો સ્વાદ જૂદો-જૂદો લાગે છે.

81 - પ્રાચીન ગ્રીકમાં બકરીની ચામડીનો પ્રયોગ કાગળની જેમ કરવામાં આવતો હતો.

82 જંગલી બકરી સુતી નથી

83 - બકરીનાં દૂધમાં સ્વાભાવિક રીતે એકરૂપ્તા હોય છે.

84 - પ્રાચીન સમયમાં ધુમક્કડ લોકો બકરીની ચામડીનો ઉપયોગ પાળી ભરવાનાં પાત્ર તરીકે પણ કરતા.

85 - અમેરિકાનાં રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનનાં પુત્રએ બે બકરીઓને વ્હાઇટ હાઉસમાં રાખી હતી.

86 - બકરીઓનાં શિંગડાની વૃદ્ધિ ક્યારેય રોકી નથી શકાતી.

87 - સૌથી વધારે જીવનારી બકરીનું આયુષ્ય 22 વર્ષ 5 મહિના હતી.

88 - બકરીના દૂધમાંથી બનેલા પનીરમાં 60% ફેટ, કોલેસ્ટોરોલ અને કૈલરીઝ ચેડ્ડાર ગાયનાં પનીરનું હોય છે.

89 - 100 પાઉન્ડ બકરીનાં દૂધમાંથી 25 પાઉન્ડ પનીર બને છે.

90 - ગૂગલ ભાડાની બકરીઓ તેમની ઑફિસમાં બોલાવે છે, કે જેથી કરીને ઝાડને ખાતી રહે અને તેને કાપવાની ઝંજટ ન રહે.

91 - જ્યારે બકરીઓ એક ઝુંડમાં ચાલે છે તો લીડ કરવા માટે સૌથી વધુ ઉંમરની બકરીને પસંદ કરે છે.

92 - એક વર્ષમાં અંગોરાની બકરીનાં સિલ્કી વાળથી 11 - 17 પાઉન્ડ સુધી ફૈબ્રિક ઉત્પન્ન થાય છે.

93 - ઘરેલૂ બકરી દરરોજ રાતે તે જ જગ્યાએ સુવાનું પસંદ કરે છે, જ્યાં તે પહેલેથી સૂતી આવી હોય.

94 - પહાડી બકરી જો ભોજન માટે કઇ ન મળે તો ક્યારેક-ક્યારેક તે શેવાળ પણ ખાઈ લે છે.

95 - ચામડીની સારવાર માટે બકરીનાં દૂધમાંથી બનેલા સાબુનો ઉપયોગ કરવામાં આવે છે.

96 - સ્પેનિસ બકરી વાસ્તવિક રીતે શુદ્ધ પ્રજાતિ છે. આ દોગલી પ્રજાતિ નથી.

97 - સૌથી લાંબૂ ઘરેલૂ બકરીનાં શિંગડાની લંબાઈ 52 ઈંચ હતી.

98 - હૈપ્પઈ સ્કેટબોર્ડ પર ચઢતી બકરીએ 118 ફૂટની લંબાઈ સુધી સવારી કરવાનો રેકૉર્ડ કાયમ કર્યો હતો.

99 - બકરીઓમાં પ્રાકૃતિક રીતે તેલ હોય છે, જે તેને પ્રતિરોધ કરવામાં મદદ કરે છે.

100 - એક અંગોરા બકરીનાં વાળ ઉંમરની સાથે વધારે ગાઢ થતા જાય છે.

101 - સૌથી વધારે બકરીનાં રેશમી વાળથી બનેલા ફૈબ્રિકનું ઉત્પાદન 280000 ટન 1990માં કરવામાં આવ્યું હતું.

Article Credit:http://www.divyabhaskar.co.in/article-srh/AJAB-101-interesting-facts-related-to-got-4392279-PHO.html?seq=6

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate