অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાહ્ય પરોપજીવી

માખીઓ, માખીઓની ઇચળ અવસ્થા, ઇતરડી, જુ, જીઆ, સુક્ષમ જુઓ બાહચ પરોપજીવીઓ તરીકે ઓળખાય છે. સુક્ષમ આ સીવાય બધાજ પરોપજીવીઓ બહારથી ઓળખી શકાય છે. અને લેબોરેટરીમાં પરિક્ષણ ક્ષરા તેમની જાતો નકકી કરી શકાય છે. સુક્ષમ જુઆના પરિક્ષાણ માટે ચામડીનાં છોલાનું પરિક્ષાણ લેબોરેટરીમાં કરવાથી સુક્ષમદર્શક યંત્ર નીચે તેનું નિદાન કરી શકાય છે. બાહય પરોપજીવીઓ દ્વારા બકરાંમા થતાં કેટલાક રોગો નીચે પ્રમાણે છે.

જુ

લીનીગ્રેશન અને ડામાલીનીયા નામની જૂ બકરાંમાં જોવા મળે છે. લીનીચેથરા જૂલોહી ચૂસવાવાળી છે. જયારે ડામાલીનીચા જૂકરડવા વાળી છે. જૂના ચેપથી બકરામાં ખૂજલી આવવાથી વાળ તથા ચામડીને નુકશાન થાય છે. અને શરીર ક્ષીણ થઇ જાય છે. વધુમાં ચામડીને નુકશાન થવાથી માખીઓ આકર્ષાઇ ને ઇંડા મૂકે છે. અને ઇંડામાંથી નીકળતી ઇયળો મીયાસીસ પેદા કરે છે. કીટનાશક જૂના છંટકાવથી આ જૂની બિમારી દૂર કરી શકાય છે.

ઈતીરડી

ઇતરડી જુદી જુદી અવસ્થામાં બકરાંમા લોહી ચૂસી પ્રત્યક્ષા અને રોગો ફેલાવી. પરોક્ષ રીતે નુકશાન કરે છે. ઉપદ્રવને ધ્યાનમાં લઇ જરૂર પડે ત્યારે કીટનાશક દવાઓનો છંટકાવ કરી તેને કાબુમાં લઈ શકાય છે.

સુક્ષ્મજુઆ (માઈટ)

સુક્ષમજુઆ પ્રત્યક્ષ રીતે ખસ (એન્જ) નામની ચામડીની બીમારી કરે છે. જયારે પરોક્ષ રીતે બકરાંમા પરીકૃમિની બીમારી ફેલાય છે.

બકરાંમાં મેન્જ નામની બીમારીથી ચામડીને નુકશાન થાય છે અને ગુણવત્તા અને ઉત્પાદકતામાં ઘટાડો થાય છે. સતત ખુજલી આવવાથી અને શરીર તથા તેના ભાગો ગમે તે જગ્યાએ ઘસવાથી તેની ચરવાની શકિતમાં ઘટાડો થાય છે. અને શરીર ધરિ ધીર ક્ષીણ થઇ જાય છે. કીટનાશક દવાનો છંટકાવથી આ બીમારી કાબુમાં લઈ શકાય છે.

પુખ્ત માખીઓ, જૂ, ઇતરડી, જુઆ, સુક્ષમજુઓ તથા મચ્છરનો ઉપદ્ધવ નીવારવા માટે ખેતીમાં કીટનાશક દવાઓ વાપરવી સલાહ ભરેલ નથી. અત્યારે બજારમાં પશુઓ માટે પાચરેથોઈડ વર્ગની ડેલ્ટામેથ્રીન નામની દવા ઉપલબ્ધ છે તે ઘણી જ સલામત છે. સામાન્ય રીતે બધાજ હેતુઓ માટે ૧૫ લીટર પાણીમાં પ૦ લીટરના પેકીંગમાં મળતી આ દવા નાખી કૃષિમાં વપરાતી દવા છાંટવામાં ૧૫ લીટરના પંપથી છાંટવામાં આવે છે.

સ્ત્રોત: એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા,વલસાડ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/13/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate