રાજયની ગૌશાળા - પાંજરાપોળના જાનવરો ને ઈલેક્ટ્રોનિક ઓળખ દ્વારા માહિતી રાખવાની યોજના (આર.એફ.આઇ.ડી.):
સરકાર્શ્રીએ રાજયની ગૌશાળાઓ અને પાંજરાપોળોના જાનવરોની રેડિઓ ફ્રીક્વન્સી ઈલેક્ટ્રોનિક ડીવાઈસ સીસ્ટમ દ્વારા રેકર્ડ આધારિત માહિતી તૈયાર કરવાની યોજના મંજુર કરેલ છે. આ યોજનાનું અમલીકરણ ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગર દ્વારા કરવાનું થાય છે.
રેડીયો ફ્રીકવન્સી આઈડેન્ટીફીકેશન ડીવાઈસ (આર.એફ.આઈ.ડી.) સીસ્ટમ એ ઈલેક્ટ્રોનીક માઈક્રોચીપથી પશુઓની ઓળખ માટેની આધુનિક વૈજ્ઞાનિક પધ્ધતિ છે. આ પધ્ધતિ થી દરેક જાનવરની રેકર્ડ આધારિત કોમ્પ્યુટરાઇઝ માહિતી તૈયાર કરી શકાય છે. ગૌશાળા અને પાંજરાપોળના દરેક જાનવરની માહિતી જેવીકે, આઈ. ડી નંબર, જન્મ તારીખ, આરોગ્ય વિષયક માહિતી, ઉત્પાદન અંગેની માહિતી, મરણ અથવા હેર-ફેર અંગેની માહિતી વિગેરે માહિતીઓ તાત્કાલીક ધોરણે મેળવી શકાય છે.
આ પ્રોજેક્ટના અમલીકરણ માટે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગર દ્વારા – ટોટલ સોલ્યુશન પ્રોવાઈડર (TSP) તરીકે નિયુક્ત કરવા ગુજરાત ઈન્ફો પેટ્રો લી. (GIPL) સાથે કરારનામુ (MOU) કરવામાં આવેલ છે. જે મુજબ પ્રોજેક્ટ્નું સોફ્ટ્વેર તૈયાર કરવામાં આવેલ છે. ટુંક સમયમાં ઈ-ટેન્ડરીંગ પધ્ધતિથી પ્રોજેક્ટ્ના અમલીકરણ માટે જરૂરી હાર્ડવેર ઉપકરણોની ખરીદી માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત રાજયની ગૌશાળાઓ અને પાંજરાપોળોના શુધ્ધ ઓલાદની આશરે ૨૫,૦૦૦ થી ૩૦,૦૦૦ જેટલા ગૌ વંશના પશુઓને પ્રતિવર્ષ આવરી લેવામાં આવનાર છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/20/2019