ધંધાકીય ફાર્મ વ્યવસ્થા અને ગુણવત્તાયુકત આહારથી દેશની સ્થાનિક ઓલાદની ગાયોની ઉત્પાદકતામાં નોંધપાત્ર સુધારો કરવો આજની તાતી જરૂરીયાત છે. જે માટે સ્થાનિક ઓલાદની જાળવણી અને વિકાસ જેવી બાબતોને પ્રાથમિકતા આપી વિશેષ ધ્યાન આપવું જરૂરી છે.રાષ્ટ્રીય ગોકુલ મીશનના મુખ્ય હેતું ઘનિષ્ઠ અને વૈજ્ઞાનિક ધોરણે સ્થાનિક ઓલાદોની જાળવણી અને વિકાસ કરવાનો છે.
ઉદેશો
- ગૌવંશની સ્થાનિક ઓલાદોની જાળવણી અને વિકાસ કરવો.
- સ્થાનિક ઓલાદોની ગાયોની આનુવાંશિક ગુણવતામાં સુધારો કરવો અને આ પ્રકારની ગાયોંની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવા માટે ઓલાદ સુધારણા કાર્યક્રમનું અમલીકરણ કરવું.
- દુધ ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો કરવો.
- ઉચ્ચ આનુંવંશિક ગુણવતાવાળી સ્થાનિક ઓલાદો ગીર,શાહીવાલ ,રાઠી,ડેઓની,થરપાક,રેડ સિંધી ના સાંઢથી સંવર્ધન થકી દેશી (નોન ડીસ્ક્રીપ્ટ) ગાયોમાં સુધારો કરવો.
- કુદરતી સેવાઓ માટે ઉચ્ચ આનુંવંશિક ગુણવત્તા વાળા રોગમુકત સાંઢ પુરા પાડવા.
અમલીકરણની સંસ્થાઓ
- SIA (સ્ટેટ ઇમ્પલીમેન્ટીંગ એજન્સી) – રાજય લાઇવસ્ટોક ડેવલપમેન્ટ બોર્ડ.
- રાજય ગૌ સેવા આયોગ.
- આઇ.સી.એ.આર.(ભારતીય કૃષિ સંશોધન અનુસંસ્થાન )
- એગ્રીકલ્ચર યુનિવર્સીટીઓ
- વેટરનરી કોલેજો
- સહકારી મંડળીઓ
- ઉચ્ચ આનુંવંશિક ગુણવત્તાવાળા ગૌવંશના પશુઓ નિભાવતી ગૌશાળાઓ.
કાર્યક્રમો/પ્રવૃતિઓ
- સ્થાનિક ઓલાદના ઘનિષ્ઠ ગૌવંશ કેન્દ્રોની સ્થાપના –‘ગોકુલગામ ‘
- ઉચ્ચ આનુવંશિક ગુણવત્તાવાળા સ્થાનિક ઓલાદના સાંઢની જાળવણી માટે સાંઢ ઉત્પાદન કેન્દ્ર-બુલ મધર ફાર્મ નું વિસ્તરણ કરવું.
- જે તે ઓલાદના સંવર્ધન ક્ષેત્ર (બીડીગ ટ્રેકટ) માં ક્ષેત્રીય કામગીરી નોંધણી(એફ પી આર) કેન્દ્ર શરૂ કરવું.
- ઉચ્ચ આનુવંશિક ગુણવતાવાળા સ્થાનિક ઓલાદના ગૌવંશના પશુઓ ધરાવતી સંસ્થાઓને સહાય આપવી.
- ગૌવંશની સ્થાનિક ઓલાદની મોટી સંખ્યામાં ગાયો ધરાવતાં વિસ્તારમાં પેડીગ્રી સીલેકશન પ્રોગામ –વંશાવળી પસંદગી કાર્યક્રમો નું અમલીકરણ કરવું.
- બ્રીડર્સ સોસાયટીઓ – ગોપાલન સંઘની સ્થાપના કરવી.
- કુદરતી સેવાઓ માટે ઉચ્ચ આનુવંશિક ગુણવત્તાવાળા રોગમુકત સ્થાનિક ઓલાદના સાંઢ પુરા પાડવા
- ગૌવંશની સ્થાનિક ઓલાદના ઉચ્ચ આનુવંશિક ગુણવત્તા ધરાવતા જાનવર નિભાવતા પશુપાલકોને પ્રોત્સાહન આપવું.
- વાછરડી ઉછેર કાર્યક્રમ (ગોપાલ રત્ન) અને બ્રીડર્સ સોસાયટી (કામધેનું) કાર્યક્રમનું અમલીકરણ કરવું.
- ગૌવંશના સ્થાનિક ઓલાદોના વિકાસની કામગીરી સાથે સંકળાયેલો સંસ્થાઓમાં ટેકનીકલ ફરજ બજાવતા અને નોન ટેકનીકલ અધિકારીઓ / કર્મચારીઓ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવું.
ગોકુળ ગામ
વિભાગ હેઠળ, ગાયોની સ્થાનિક ઓલાદોના સંવર્ધન ક્ષેત્રે(બ્રીડીંગ ક્ષેત્ર)માં જે તે ઓલાદના ઘનિષ્ઠ સ્થાનિક ઓલાદના કેન્દ્રોની સ્થાપના ક્ષેત્રનું આયોજન કરવામાં આવેલ છે:
ગોકુલ ગામની સ્થાપના
- જે તે ઓલાદનું મૂળ સંવર્ધન ક્ષેત્ર અને
- શહેરી વિસ્તારના ગૌંવંશનાપશુઓનારહેઠાણ માટે મહાનગરપાલિકાનીનજીકનો વિસ્તાર
ગોકુળ ગામ, ગૌવંશની સ્થાનિક ઓલાદના વિકાસ માટેના કેન્દ્ર અને જે તે સ્થાનિક ઓલાદના સંવર્ધન વિસ્તારમાં ઉચ્ચ આંનુવાશિક ગુણવત્તાવાળા ગૌવંશના પશુઓ પુરા પાડવા માટેના સ્ત્રોતની ભુમિકા પુરી પાડશે.ગોકુલ ગામ સ્વનિર્ભર હશે. અને સ્વનિર્ભર થવા માટે A2 દુધ, જૈવિક ખાતર,સેન્દ્રિય ખાતર,ગૌમૂત્રનો અર્ક,બાયોગેસમાંથી ઉત્પન્ન થતા ઘર વપરાશ માટે વીજ બળતણ અને ગાયોનીપેદાશોના વેચાણમાંથી આવકના સ્ત્રોત ઉભા કરવામાં આવશે.ગોકુળ ગામ ખેડુતો, પશુ પાલકો અને સખીઓ માટે રાજયનું આદર્શ તાલીમ કેન્દ્રની ભુમિક બજાવશે.
ગોકુળ ગામની સ્થાપના એફ.આઇ.એ .દ્વારા કરવામાંઆવશે અને એસ.આઇ.એ./એફ.આઇ.એ ની દેખરેખ હેઠળ અથવા પી.પી.પી. મોડ ઉપર કાર્યરત રહેશે. ગોકુળ ગામમાં દુધાળા અને બિન ઉત્પાદક પશુઓ ૬૦:૪૦ ના પ્રમાણમાં નિભાવવામાં આવશે.અને ગોકુળ ગામમાં કુલ ૧૦૦૦ પશુઓ નિભવવામાં આવશે.ગોકુળ ગામ ખાતે બુસેલ્લાસીસ, ટી.બી.અને જે.ડી. જેવા રોગો માટે પશુઓને નિયમિત સ્ક્રીનીંગ (લેબ પરિક્ષણ) કરીને,રોગમુક્ત સ્થિતિ નિયંત્રિત કરવામાં આવશે. ગોકુળ ગામ ખાતે જ પશુ ચિકિત્સાલય અને કૃત્રિમ બીજદાન કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે.શહેરી વિસ્તારમાં પશુઓને નિભાવવા માટે મહાનગર પાલિકાની નજીકના વિસ્તારમાં પણ ગોકુલ ગામની સ્થાપના કરવામાં આવશે.મેટ્રોપોલીટન ગોકુળ ગામ, શહેરી વિસ્તારનાં ગૌવંશના પશુઓની ઓલાદ સુધારણા કામગીરી પર વધારે ધ્યાન કેન્દ્રિત કરશે.
સ્ત્રોત: ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય