રાજ્ય સરકાર દ્વારા ગુજરાત લાઈવસ્ટોક ડેવલપમેન્ટ બૉર્ડ, ગાંધીનગરની સ્થાપના ૧૨ એપ્રિલ, ૨૦૦૨ ના રોજ કરવામાં આવી અને તા. ૩૧ માર્ચ, ૨૦૦૩ ના રોજ ચેરીટી કમિશનર એક્ટ અને કો-ઓપરેટીવ સોસાયટી એક્ટ હેઠળ નોંધણી કરવામાં આવી.
ગુજરાત લાઈવસ્ટોક ડેવલપમેન્ટ બૉર્ડ, ગાંધીનગર (Gujarat Livestock Development Board - Gandhinagar - GLDB) એ નેશનલ પ્રોજેક્ટ ફોર કેટલ એન્ડ બફેલો બ્રીડીંગ (NPCBB) - ૧૦૦% કેન્દ્ર પુરસ્કૃત યોજના - માટે સ્ટેટ ઈમ્પ્લીમેન્ટીગ એજન્સી (SIA) તરીકે નિમણૂંક પામેલ છે અને હવે તે નેશનલ પ્રોજેક્ટ ફોર બોવાઈન બ્રીડીંગ (NPBB) માટે કામ કરે છે.
ગુજરાત લાઈવસ્ટોક ડેવલપમેન્ટ બૉર્ડ, ગાંધીનગરની નાણાંકિય જોગવાઈ ૧૦૦% કેન્દ્ર સરકાર પુરસ્કૃત, પ્લાનીંગ કમીશન અને રાજ્ય સરકાર પુરસ્કૃત અને ૧૦૦% રાજ્ય સરકાર પુરસ્કૃત યોજનાઓ દ્વારા થાય છે. જેમાં બોર્ડ દ્વારા અમલીકૃત મુખ્ય યોજનાઓની વિગત સામેલ કોઠા મુજબ છે.
ક્રમાંક |
યોજનાનું નામ |
મંજુર થયેલ નાણાંકિય જોગવાઈ રૂ. લાખ |
મળેલ નાણાં રૂ. લાખ |
સ્ટેક હોલ્ડર્સ |
|
૧૦૦% કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજનાઓ |
|||||
૧ |
નેશનલ પ્રોજેક્ટ ફોર બોવાઈન બ્રીડીંગ (NPBB) |
૮૦૦.૦૦ |
NIL |
રાજ્યના પશુપાલકો – પશુઓની ઉત્પાદકતા વધવાથી, રાજ્યની સ્થાનિક ગાય તથા ભેંસની ઓલાદો – બ્રીડ કન્ઝર્વેશન દ્વારા |
|
૨ |
પશુધન વિમા સહાય યોજના |
NIL |
NIL |
રજ્યના પશુપાલકો – જનવરના મૃત્યુ સામે આર્થિક રક્ષણ આપીને |
|
પ્લાનીંગ કમીશન અને રાજ્ય સરકાર પુરસ્કૃત યોજના (૩૦% અને ૭૦%) |
|||||
૧ |
બીડ ઈમ્પ્રુવમેન્ટ ઈન ટ્રાઈબલ એરીયા પ્રોજેક્ટ (BIP) |
૧૦૬.૩૧ |
વર્ષ ૨૦૧૧-૧૨ માં ફાળવણી |
આદિજાતી પશુપાલકો - પશુઓની ઉત્પાદકતા વધવાથી |
|
રાજ્ય સરકાર પુરસ્કૃત યોજના |
|||||
અ |
પ્લાન સ્કીમ |
||||
૧ |
જીએલડીબી અને એફએસએસ – પાટણનું વિસ્તૃતીકરણ |
૬૮૨.૯૩ |
૨૧૯.૩૫ |
પશુપાલકો – જનવરોની ઉત્પાદકતા વધવાથી |
|
૨ |
સૌરાષ્ટ્ર વિસ્તારમાં નવું ફ્રોઝન સીમેન સ્ટેશન |
૩૩.૭૫ |
૪.૦૦ |
પશુપાલકો – જનવરોની ઉત્પાદકતા વધવાથી |
|
૩ |
બુલ મધર ફાર્મ – બન્ની ભેંસ ફાર્મ, ભુજ-કચ્છ(બાંધકામ) પશુ ઉછેર કેન્દ્ર – ભુજ-કચ્છ (બાંધકામ) |
-- |
R&B ના હવાલે માંગણી નં. ૮૪ |
પશુપાલકો – જનવરોની ઉત્પાદકતા વધવાથી, રાજ્યની સ્થાનિક ગાય તથા ભેંસની ઓલાદો – બ્રીડ કન્ઝર્વેશન દ્વારા |
|
૪ |
એમ્બ્રીયો ટ્રાન્સ્ફર ટેકનોલોજી પ્રોજેક્ટ – અમરેલી |
૧૯.૦૦ |
NIL |
પશુપાલકો – જનવરોની ઉત્પાદકતા વધવાથી, રાજ્યની સ્થાનિક ગાય તથા ભેંસની ઓલાદો – બ્રીડ કન્ઝર્વેશન દ્વારા |
|
૫ |
જીનોમ સીક્વન્સીગ પ્રોજેક્ટ – યુનિવર્સીટી આણંદ |
૨૭.૩૬ |
NIL |
||
૬ |
રીસ્ક મેનેજમેન્ટ એન્ડ ઈન્શ્યોરન્સ – ૫૦% રાજ્ય સરકાર, ૫૦% કેન્દ્ર સરકાર |
૨૪૦.૦૦ |
NIL |
||
૭ |
જીએલડીબી પ્રચાર પ્રસાર (કૃષિ મહોત્સવ) ૧૦૨(૫) |
૫૦૦.૦૦ |
૫૦૦.૦૦ |
||
૮ |
GLDB મહેકમ (નવી યોજના) ૧૦૨(૫) |
૨૨.૫૦ |
NIL |
||
૯ |
FSS-પાટણ મહેકમ (નવી યોજના) ૧૦૨(૫) |
૫૪.૬૬ |
NIL |
||
૧૦ |
FSS-પાટણ ટ્યુબવેલ – ૨ (નવી યોજના) ૧૦૨(૫) |
૪૬.૨૨ |
NIL |
||
૧૧ |
FSS-પાટણ, નવા બુલ શેડનું બાંધકામ |
૭૪૦.૦૦ |
R&Bને હવાલે |
||
૧૨ |
FSS-પાટણ, ઘાંસ ગોડાઉનનું બાંધકામ |
૬૩.૦૦ |
R&Bને હવાલે |
||
૧૩ |
ગીર સીમેન ડોઝની બ્રાઝીલથી ખરીદી ૧૦૨(૧૪) |
૫૦.૦૦ |
૮.૩૩ |
||
બ |
નોનપ્લાન સ્કીમ |
||||
૧ |
કી વિલેજમાં કૃત્રિમ બીજદાન કેન્દ્રો – એ.આઈ.કેન્દ્ર રાજકોટ ૧૦૨(૧) |
૩૧.૫૭ |
૬.૮૯ |
||
૨ |
વિભાગીય કૃત્રિમ બીજદાન લેબોરેટરી – રાજકોટ |
૧૯.૪૮ |
૪.૮૭ |
||
૩ |
આઈસીડીપી – કૃ.બી.કેન્દ્ર – મહેસાણા, હિમ્મતનગર, હરીપુરા |
૮૯.૯૫ |
૨૨.૫૦ |
||
૪ |
સીમેન બેન્ક સાથેની કૃત્રિમ બીજદાન યોજના અને સ્ટડ ફાર્મ |
૧૩.૧૮ |
૩.૨૯ |
ગુજરાત લાઈવસ્ટોક ડેવલપમેન્ટ બૉર્ડ, ગાંધીનગરની સ્થાપના ૧૦૦% કેન્દ્ર પુરસ્કૃત યોજના NPCBB ના અમલ માટે થયેલ હોઈ પ્રથમ ફેઝમાં વર્ષ ૨૦૦૩-૦૪ થી ૨૦૦૭-૦૮ સુધીમાં રૂ. ૧૧૨૨.૯૫ લાખની ફાળવણી સામે રૂ. ૧૧૨૨.૯૫ લાખનો નાણાંકિય ખર્ચ અને બીજા ફેઝમાં વર્ષ ૨૦૦૯-૧૦ થી ૨૦૧૩-૧૪ સુધીમાં રૂ. ૩૪૦૦.૦૦ લાખની ફાળવણી સામે રૂ. ૨૬૬૧.૩૩ લાખનો નાણાંકિય ખર્ચનોલક્ષ્યાંક હાંસલ કરાયો હતો.
અ.નં. |
જિલ્લો |
કાર્યરત કેન્દ્રો |
થયેલ કૃત્રિમ બીજદાન |
૧ |
અમરેલી |
૩૬ |
૧૪૨૭૦ |
૨ |
ભાવનગર |
૬૨ |
૪૫૮૧૮ |
૩ |
ગાંધીનગર |
૧૬ |
૮૮૦૫ |
૪ |
જુનાગઢ અને પોરબંદર |
૧૦૭ |
૭૪૮૪૮ |
૫ |
મહેસાણા |
૩૯ |
૧૦૨૫૩ |
૬ |
પાટણ |
૫૧ |
૧૪૩૯૬ |
૭ |
સાબરકાંઠા |
૬૮ |
૪૭૨૧૪ |
૮ |
રાજકોટ |
૧૫ |
૬૭૩૪ |
૯ |
ગોધરા અને દાહોદ |
૬૩ |
૧૧૬૦૩ |
૧૦ |
બનાસકાંઠા |
૧૯૭ |
|
૧૧ |
સુરેન્દ્રનગર |
૨૬ |
૬૪૯૦ |
૧૨ |
જામનગર |
૪ |
૧૮૪૪ |
૧૩ |
પ.ઉ.કે. – ભુજ |
-- |
૧૭૮ |
૧૪ |
પ.ઉ.કે. – ભુતવડ |
-- |
૧૪૬ |
૧૫ |
પ.ઉ.કે. – થરા |
-- |
૨૦૨ |
૧૬ |
પ.ઉ.કે. – માંડવી |
-- |
૭૪ |
કુલ |
૬૮૪ |
૨૪૨૮૭૫ |
રાજ્યની દૂધાળા જાનવરની નસ્લોની ઓલાદ સુધારણાના હેતુથી પશુપાલન ખાતા સંવર્ધનની પ્રવૃત્તિ માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત લાઈવસ્ટોક ડેવલપમેન્ટ બૉર્ડ, ગાંધીનગરની સ્થાપના ૧૨ એપ્રિલ, ૨૦૦૨ ના રોજ કરવામાં આવી અને તા. ૩૧ માર્ચ, ૨૦૦૩ ના રોજ ચેરીટી કમિશનર એક્ટ અને કો-ઓપરેટીવ સોસાયટી એક્ટ હેઠળ નોંધણી કરવામાં આવી.
ગુજરાત લાઈવસ્ટોક ડેવલપમેન્ટ બૉર્ડ, ગાંધીનગર (Gujarat Livestock Development Board - Gandhinagar - GLDB) એ નેશનલ પ્રોજેક્ટ ફોર કેટલ એન્ડ બફેલો બ્રીડીંગ (NPCBB) - ૧૦૦% કેન્દ્ર પુરસ્કૃત યોજના - માટે સ્ટેટ ઈમ્પ્લીમેન્ટીગ એજન્સી (SIA) તરીકે નિમણૂંક પામેલ છે.
એનપીસીબીબી હેઠળ તેની વિવિધ પ્રવૃત્તિઓના ઘટક પ્રમાણે જીએલડીબી ઓલાદ સુધારણાને સંલગ્ન પ્રવૃત્તિ કરે છે. જે અંતર્ગત ઊચ્ચ ઓલાદના નર (પાડા અને આખલા) જાનવરોના થીજવેલ વિર્યના ડોઝનું ઉત્પાદન, તેનું વિતરણ, આ વિતરણ માટે આવશ્યક માળખું જેમકે પ્રવાહી નત્રવાયુ સંગ્રહ અને વહેંચણી અર્થે એલએનટુ સ્ટોરેજ ટેન્ક અને વાહનોની વ્યવસ્થા, આ ડોઝથી માદા જાનવરોને ફેળવવા માટે કૃત્રિમ બીજદાન માટેનું માળખું જેમકે ગામડે ગામડે કૃત્રિમ બીજદાન કાર્યકરોની પસંદગી, તેમને તાલિમ, તાલિમ બાદ કૃત્રિમ બીજદાન માટેના સાધનો આપવા તથા નિયમિત પણે તેઓના ઘરઆંગણે સીમેન ડોઝ, પ્રવાહી નત્રવાયુ અને અન્ય વપરાશી વસ્તુઓ પહોંચાડવી તથા ઊચ્ચ ઓલાદના નર (પાડા અને આખલા) પેદા કરવા અને પસંદ કરવા કાર્યક્રમ કરવા તેમજ તેઓના યોગ્ય રોગ પરીક્ષણ કરી થીજવેલ વિર્યના ડોઝનું ઉત્પાદન માટે તૈયાર કરવા વગેરે પ્રવૃત્તિઓ આવરી લેવાય છે.
આ પ્રવૃત્તિઓને અનુરૂપ જીએલડીબી દ્વારા પાટણ ખાતે સીમેન સ્ટેશન અને તાલિમ કેન્દ્ર, મોરબી ખાતે તાલિમ કેન્દ્ર, મહેસાણા, હિંમતનગર, વડોદરા, હરીપુરા(સુરત), રાજકોટ, જુનાગઢ અને ભૂજ ખાતે સીમેન બેન્ક અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ૬૦૦ થી વધારે કૃત્રિમ બીજદાન કાર્યકરો (ગોપાલમિત્ર કેન્દ્ર) સંચાલીત કરવામાં આવે છે. આ સિવાય જીએલડીબી દ્વારા પશુપાલન ખાતા દ્વારા તબદીલ કરાયેલા ભૂજ, થરા, ભૂતવડ અને માંડવી ખાતેના પશુ ઉછેર કેન્દ્રોનું સંચાલન કરાય છે.
બોર્ડના સભ્યો |
હોદ્દો |
સચિવ – પશુપાલન, ગૌસંવર્ધન, ડેરી અને મત્સ્યોધ્યોગ, ગુજરાત સરકાર |
પ્રમુખ |
સંયુક્ત કમિશનર (પશુપાલન) પશુપાલન અને ડેરી વિભાગ, કૃષિ મંત્રાલય, ભારત સરકાર |
સભ્ય |
કમિશનર – ગ્રામ વિકાસ |
સભ્ય |
સંયુક્ત સચિવ – પશુપાલન ખાતુ, ગુજરાત રાજ્ય |
સભ્ય |
નિયામક – પશુપાલન ખાતુ, ગુજરાત રાજ્ય |
સભ્ય |
પ્રિન્સિપાલ અને ડીન – દાંતીવાડા વેટરીનરી કૉલેજ |
સભ્ય |
પ્રાધ્યાપક – ગાયનેકોલોજી વિભાગ- આણંદ વેટરીનરી કૉલેજ |
સભ્ય |
જનરલ મેનેજર – પંચમહાલ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લી., ગોધરા |
સભ્ય |
સંયુક્ત નિયામક – ઘ.પ.સુ.યો. |
સભ્ય |
સભ્ય સચિવ – ગૌ સેવા અને ગૌચર વિકાસ |
સભ્ય |
સંયુક્ત નિયામક – પશુપાલન |
સભ્ય |
મુખ્ય કારોબારી અધિકારી |
સભ્ય સચિવ |
સ્ત્રોત: ગુજરાત લાઇવ સ્ટોક ડેવલપમેન્ટ બોર્ડ (જી.એલ.ડી.બી), ગુજરાત રાજ્ય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/3/2020