ભારત ખેતીપ્રધાન દેશ છે. ખેતી સાથે પશુપાલનને અગાઉ પૂરક વ્યવસાય તરીકે લેવામાં આવતું હતું. આજના સમયમાં વસતિ વધારાને પગલે દૂધ અને તેની બનાવટોની માગમાં સતત વધારો જોવા મળતા હવે પશુપાલનને એક સ્વતંત્ર વ્યવસાય તરીકે લોકો અપનાવતા થયા છે. ભારતની મહત્તમ વસતિ ગામડામાં રહે છે. ગ્રામ્ય વિકાસમાં પશુપાલન આગવું મહત્વ ધરાવે છે. ગુજરાતમાં ડેરી ઉદ્યોગ સહકારી ધોરણે સારી રીતે વિકસ્યુ હોય સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બન્યું છે. પશુપાલનના વ્યવસાયમાં ૮૦ ટકા જેટલી આવક દુધાળા પશુઓના દૂધમાંથી મળે છે.
પશુપાલનના વ્યવસાયમાં દુધાળા પશુઓની માવજત અને કાળજી ખુબ જ અનિવાર્ય પાસુ બન્યું છે. પશુપાલનના નિષ્ણાંતો તથા તજજ્ઞોએ દુધાળા પશુઓની માવજત બાબતે વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિકસાવી છે. વનબંધુ વેટરનરી કોલેજ નવસારીના ડો. જી.બી. સબાપરા તથા ડો. એલ.એચ. સૈયદ જણાવે છે કે દુધાળા પશુઓની માવજતમાં સહેજ પણ ઉણપ રહી જાય તો દુધ ઉત્પાદન પર તેની માઠી અસર પડે છે. પશુપાલનમાં વૈજ્ઞાનિક ર્દિષ્ટકોણ અપનાવી પશુઓની માવજત કરવાથી સારામાં સારુ દૂધ ઉત્પાદન મેળવી શકાય છે.
દૈનિક દૂધ ઉત્પાદનમાં અવળી અસર ન થાયતે પ્રકારની ટેવો પશુઓમાં પાડવી અત્યંત જરૂરી છે. પશુઓને દાણ મુકવાનો સમય, ઘાસચારો નિરવો, ફરવા લઈ જવા, હાથિયો કરવો, બે વખત દૂધ દોહવું, કસરત, દિવસમાં ત્રણથી ચાર વખત પાણી પાવુ વગેરે બાબતોમાં ચોક્કસ ટેવો પાડવી તથા નિયમિતપણે તેનું પાલન કરવાથી દૂધ ઉત્પાદનનું પ્રમાણ જળવાઈ રહે છે. આ બધા જ કાર્યો ચોક્કસ સમય અનુસાર થવા જોઈએ. આ પ્રકારના નિયમિત કાર્યક્રમમાં જો અનિયમિતતા આવે તો પશુના દૂધ ઉત્પાદન પર તરત જ માઠી અસર વર્તાય છે. આમ પશુપાલકોએ પશુઓના નિયત કાર્યક્રમને ચૂસ્તપણે વળગી રહેવું જોઈએ.
વૈજ્ઞાનિક દુધાળા પશુઓના ખોરાક માટે વિશેષ કાળજી લેવાની ભલામણો કરે છે. દુધાળા પશુઓના કુદરતી ખોરાક લીલો કે સૂકો ઘાસચારો છે. જોકે માત્ર ઘાસચારામાંથી દૂધ ઉત્પાદન માટે જરૂરી પોષક તત્વો મળી રહેતા નથી. દુધાળા પશુઓને સૂકો ચારો પેટ ભરવા અથવા થોડો ગણા નભિાવ પૂરતો કામ આવે છે કેમ કે સૂકાચારામાં પૂરતા પોષક તત્વો હોતા નથી. બારેમાસ લીલોચારો આપવો આવશ્યક છે. લીલાચારામાંથી પશુઓને જરૂરી પોષક તત્વો, પ્રજીવકો અને ક્ષાર મળી રહે છે. લીલોચારો બે પ્રકારના હોય છે, ધાન્ય વર્ગનો અને કઠોળ વર્ગનો પશુઓને એકલો ધાન્ય વર્ગનો ચારો ન આપતા કઠોળ વર્ગનો ચારો પણ કુલ ખોરાકના ત્રીજા ભાગ જેટલો આપવો જ જોઈએ.
ધાન્ય વર્ગના ચારા કરતા કઠોળ વર્ગના ચારામાં પ્રોટીન અને કેિલ્શયમનું પ્રમાણ વધુ હોય છે. જો ઘાસચારો મધ્યમ કે હલકી ક-ાાનો હોય તો પશુને રોજ એકથી દોઢ કિલો દાણ ખવડાવવું જરૂરી છે. દુધાળા પશુઓને જો કઠોળ વર્ગનો ચારો મળતો ન હોય તો પશુદીઠ ૨૦થી ૨૫ ગ્રામ મશિ્રણ આપવું જોઈએ. દરેક પશુને દાણ સાથે ૨૦થી ૨૫ ગ્રામ મીઠુ પણ આપવું જોઈએ. હાલમાં બજારમાં ક્ષાર મશિ્રણના તૈયાર ચાટણ ઈંટ પણ મળે છે જે પશુની ગમાણમાં મૂકવી. જેથી પશુ તેને ચાટીને જરૂરી ખનિજ દ્રવ્યો તેમાંથી પશુઓની માવજત પશુઓ સાથેના વર્તન અને વ્યવહારની પણ દૂધ ઉત્પાદન પર અસર પડતી હોય છે. દુધાળા પશુઓ પ્રત્યે માયાળુ વર્તન રાખવું જોઈએ. પશુઓને મારવા, હંકારવા કે પડકારવા જોઈએ નહીં. સંશોધનો દ્વારા પૂરવાર થયું છે કે પશુઓને પ્રેમથી બોલાવીએ, પીઠ થાબડીએ કે તેમને પંપાળીએ તો દૂધ ઉત્પાદન સારુ મળે છે. પશુઓના દોહન સમય તેમને મારવા કે હોંકારવાથી દૂધ ઉત્પાદન પર માઠી અસર પડે છે. જ્યારે આત્મીય તથા માયાળુ વર્તનથી દુધ ઉત્પાદનમાં વધારો થાય છે.
Article credit :http://www.divyabhaskar.co.in/article/print/1/2621720/1/
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 1/6/2020