બાગાયત ખાતાની ૨૦૧૭-૧૮ વર્ષની નવી સહાય યોજ્નાઓ
ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટે બાગાયત ખાતા દ્વારા ચાર નવી યોજના અમલીકરણમાં મૂકવામાં આવેલ છે. જેની વિગત નીચે મુજબ છે. જે માટે i-khedut પોર્ટલ પર નિયત નમૂનામાં અરજી કરી જરૂરી સાધનિક કાગળો સાથે કચેરી પહોંચાડવાની રહેશે. વધુમાં જણાવવાનું કે બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતર માટેનાં ઘટકની અરજી તા. ૧૧/૦૮/ ૨૦૧૭ સુધી ચાલુ રાખવામાં આવેલ છે, જેનો લાભ લેવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવે છે. વધુ માહિતી માટે જિલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીમાં સંપર્ક કરવા વિનંતી.
ફળપાક પ્લાન્ટિગ મટિરિયલસમાં સહાય
સહાયનું ધોરણ: એચ. આર.ટી ૨/૩/૪
મદદની વિગતો – આાંબા : ૩૨,૦૦૦/હે., ચીકુ : ૨૨,૦૦૦/હે. દાડમ : ૮,૦૦૦/હે., જામફળ : પ૫૬૦/હે. આમળા : પપ૬૦/હે., મોસંબી/કિનનો : પપ૬૦/હે., બોર : ૨૭૮૦/હે.
- પાક વાર નિયત કરવામાં આવેલ બહુવષયુિ ફળપાકની કલમ/ટીસ્યકલ્યર (રોપા)ના પ્લાન્ટિગ મટિરિયલ ઉપર થયેલ ખર્ચના મહત્તમ ૯૦% મુજબ સહાય જે રોપા/ કલમની કિંમત રૂ. ૨૫૦ સુધી હશે તેવા કિસ્સામાં જ સહાય મળવાપાત્ર થશે.
- ખાતા દીઠ મહત્તમ ૧ હેક્ટરની મયદિામાં સહાય .
- ફળ પાકના કલમો માટે NHB દ્વારા એક્રિડિએશન/કૃષિ યુનિ./બાગાયત ખાતાની નર્સરીમાંથી પ્લાન્ટીંગ મટીરીયલ ખરીદ કરવાનું રહેશે .
- ટીરસ્યુકલ્યર પ્લાન્ટિંગ મટિરિયલ (રોપા) માટે DBT દ્વારા માન્ય/એક્રિડિએશન થયેલ ટીસ્યુ લેબ GNFC, GSFC, કૃષિ યુનિ.ની. ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સંસ્થા પાસેથી ખરીદ કરવાનું રહેશે.
- સદર યોજના હેઠળ લાભ લીધેલ લાભાર્થીને અન્ય કોઈ ફળપાકની યોજનામાં સહાય મળવાપાત્ર થશે
વેલાવાળા શાકભાજી પાક માટે ટીસ્યુ કલ્ચરથી ઉત્પન્ન થયેલ પ્લાન્ટિગ મટિરિલમાં સહાય
મદદની વિગતો – રૂ. ૬૦,૦૦૦/-હેક્ટર સહાય
- પ્લાન્ટિંગ મટિરિયલ (છોડ/રોપા)ના ખર્ચના પ૦ ટકા મુજબ મહત્તમ રૂ. ૩૦,૦૦૦ પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય
- વેલાવાળા શાકભાજી જેવા કે, પરવળ, ટિંડોળા, કંટોલા વગેરેના વાવેતર માટે ટીરલ્યુકલ્યર રોપા DBT દ્વારા માન્ય/ એક્રિડિએશન થયેલ ટીસ્યુકલ્યર લેબોરેટરી પાસેથી ખરીદ કરવાનું રહેશે.
- ખાતા દીઠ મહત્તમ ૧ હેક્ટરની મયાદામાં આજીવન એક જ વાર
બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય
સહાયનું ધોરણ: એચ. આર.ટી ૨/૩/૪
- સામાન્ય ખેડુત માટે ખર્ચના પ૦% મુજબ વધુમાં વધુ રૂ.૧૦,૦૦૦/હેક્ટેર સહાય (સહાયનું ધોરણ: એચ. આર.ટી ૨)
- અનુ. જન જાતિના ખેડૂત માટે ખર્ચેના ૭૫% મુજબ વધુમાં વધુ રૂ.૧પ,૦૦૦/હેક્ટેર સહાય (સહાયનું ધોરણ: એચ. આર.ટી ૩/૪)
- વધુમાં વધુ ૧ હેક્ટેરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.
- ભારત સરકારશ્રીનાં પ્રવર્તમાન ફર્ટિલાઈઝર કન્ટ્રોલ એક્ટનાં ધારા-ધોરણો મુજબનાં વોટર સોલ્યુબલ ફર્ટિલાઈઝર કે જેને સરકારશ્રી દ્વારા ઉત્પાદન/વેચાણ માટે માન્ય કરવામાં આવેલ ખાનગી/જાહેર સાહસ સંસ્થાઓ પાસેથી ખરીદ કરવાનું રહેશે.
- આ સહાય લાભાર્થીને એક જ વાર મળવાપાત્ર.
સરગવાની ખેતીમાં સહાય
- પ્લાન્ટીંગ મટીરીયલ માટે સહાય: યુનિટ કોસ્ટ રૂ.૮,૦૦૦/હેક્ટેર સહાય, ખર્ચના પ૦% મુજબ મહ્તમ રૂ.૪,૦૦૦ પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય.
- ખેતી ખર્ચ માટે સહાય: યુનિટ કોસ્ટ રૂ.૧૭,૦૦૦/-, ખર્ચના પ૦% મુજબ મહ્તમ રૂ.૮,પ૦૦ પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય
- ખાતા દીઠ મહત્તમ ૧ હેક્ટરની મયાદામાં આજીવન એક જ વાર
- પ્લાન્ટીંગ મટીરીયલ માટે NHB દ્વારા એક્રિડિએશન/કૃષિ યુનિ./બાગાયત ખાતાની નર્સરીઓમાંથી પ્લાન્ટિંગ મટિરિયલ ખરીદ કરવાનું રહેશે.
- રાજ્યમાં પૂરતા પ્રમાણમાં NHB દ્વારા નસરીન એક્રિડિઓશન ન થાય ત્યાં સુધી ખેડૂત પોતાની પસંદગીન સારી ગુણવત્તાવાળું પ્લાન્ટિગ મટિરિયલ્સ નર્સરીમાંથી મેળવી વાવેતર કરે તો તેઓને સહાય મળવાપાત્ર રહેશે.
- આ સહાય લાભાર્થીને એક જ વાર મળવાપાત્ર.
સ્ત્રોત: સફળ કિસાન
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.