અંદાજે રૂ. ૨૭૫/- અથવા રૂ ૪૦૦/- ના ઘાસચારા મીનીકિટ્સ ૧૦૦% સહાય થી. ANH-9 - મિનિકીટસ મેળવવા માટે ખેડૂતને પોતાની જમીન હોવી જરૂરી છે. - પ્લોટ બનાવ્યા બાદ સ્થાનિક પશુધન નિરીક્ષક-પશુચિકિત્સા અધિકારી તેમજ ખાતાનાં તાંત્રિક અધિકારી-કર્મચારીઓને બતાવવો જરૂરી છે. - કાપણી કપાયા બાદ ઉત્પન્ન થયેલ ચારાનું વજન પશુ ચિકિત્સા અધિકારી અથવા પશુધન નિરીક્ષકને ત્યાં નોંધ કરાવવું પ્લોટ ગામના અન્ય ખેડૂતોને બતાવી તેનાં લાભનું નિદર્શન કરવું -પિયતની સુવિધા હોવી જરૂરી છે.
રૂ. ૬૦,૦૦૦/- યુનીટ કિંમતના ૫૦% અથવા મહત્તમ રૂ. ૩૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે (ANH-12) અથવા રૂ. ૨,૪૦,૦૦૦/- યુનીટ કિંમતના ૫૦% અથવા મહત્તમ રૂ. ૧,૨૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે(ANH-13). ANH-12 અનુ સૂચિત જતી/મહિલા તથા જનરલ કેટેગરીના લોકો માટે બકરાં યુનિટ (૧૦+૧) ની સ્થાપના માટે સહાય ANH-13 અનુ.જન જાતિની વિધવા-ત્યકતા મહિલા લાભાર્થીઓ માટે બકરાં યુનિટ(૪૦+૪)ની સ્થાપના માટે સહાય શરતો: - લાભાર્થીઓની પસંદગી તથા અમલીકરણ સંબંધિત જિલ્લા પંચાયત મારફતે થશે. - આ યોજનાના બકરાઓની ખરીદી માટે તાલુકા લેવલની સ્થાનનિક ખરીદ કમીટી જિલ્લાા પંચાયત (પશુપાલન) ને બનાવી બકરા ખરીદ કમીટી મારફતે જ ખરીદવાના રહેશે. - આ યોજના હેઠળ લાભાર્થીઓને ખોરાક પાણ, ઘાસચારો, રહેઠાણ અને ખાણદાણનો ખર્ચના ૫૦% ફાળા તરીકે ભોગવવાનો રહેશે. - આ એકમ સામાન્ય સંજોગોમાં ત્રણ વર્ષ સુધી નિભાવવાનુ રહેશે. લાભાર્થીઓને દુધ ઉત્પાદનની નોંધ
રૂ. ૧૦૦૦/- યુનીટ કિંમતના ૭૫% અથવા મહત્તમ રૂ. ૭૫૦/- બે માંથી જે ઓછુ હોય તે. ANH-9 તમામ ખેડૂત-પશુપાલક કે જે પશુઓ રાખતા હોય તેને જ આ યોજનાનો લાભ મળી શકે.
રૂ. ૩૦,૦૦૦/- યુનીટ કિંમતના ૫૦% અથવા મહત્તમ રૂ. ૧૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ANH-9 જે ખેડૂત-પશુપાલક પશુઓ રાખતા હોય અને કેટલશેડ બની શકે એ પ્રમાણે પોતાની માલિકીની જમીન ધરાવતા હોય તેનેજ આ યોજનાનો લાભ મળી શકે.
યુનીટ કોસ્ટ (જાફરાબાદી ભેંસ રૂ. ૩૭,૦૦૦/-, બન્ની ભેંસ રૂ. ૩૮,૦૦૦/-, સુરતી ભેંસ રૂ. ૩૦,૧૦૦/-, મહેસાણી ભેંસ રૂ. ૩૨,૨૦૦/-, ગીર ગાય ૨૨,૨૦૦/-, કાંકરેજ ગાય રૂ. ૧૯,૭૦૦/-, એચ.એફ. ગાય રૂ. ૩૩,૨૦૦/-, જર્શી ગાય રૂ. ૨૮,૨૦૦/-) અથવા બેંક દ્વારા કરવામાં આવેલ ધિરાણ બે માંથી જે ઓછું હશે તે રકમ ના વાર્ષિક વ્યાજના વધુમાં વધુ વ્યાજ દર ૧ર% સામે ૧ (એક) થી ૪ (ચાર) ગાય-ભેંસના એકમ માટે ૧૦૦% વ્યાજ સહાય. - લાભાર્થીએ ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી એકમ નિભાવવાનું રહેશે. - લાભાર્થી એ રાષ્ટ્રિયકૃત બૅન્ક અને ભારતીય રીઝર્વ બેન્ક દ્વારા માન્ય નાણાકીય સંસ્થા મારફતે એકમ સ્થાપવા માટે લોન આપવામાં આવેલ આવેલ હોવું જોઈએ - એકમ માટે દુધાળા પશુ ખરીદી થયા બાદ એકમ પુર્ણ કર્યા અંગેનું પ્રમાણપત્ર યોજનાના અમલીકરણ સંસ્થાએ આપવાનું રહેશે. ત્યારબાદ જ વ્યાજ સહાયની રકમ લાભાર્થીંના લોન એકાઉન્ટસમાં અર્ધવાર્ષિક હપ્તાઓમાં જુન અને ડીસેમ્બર માસમાં જમા કરાવવાની કાર્યવાહી હાથ ધરાવાની રહેશે. - અરજદારને સ્વખર્ચે- યોજનાના અમલીકરણ સંસ્થાએ પ્રથમ સંબંધીત બેન્કમાંથી આ અંગે નિયત ફોર્મ-બેન્કે માંગ્યા મુજબ એકમ નો રીપોર્ટ બનાવવાનો રહેશે. - જો કોઈ લાભાર્થી વચગાળા સમયમાં ડીફોલ્ટર (મુદત વીતી બાકી એક સાથે ત્રણ હપ્તાથી વધુ) બનશે તો તે ગાળા માટે અને ડીફોલ્ટર રકમ પરત્વે વ્યાજ સહાય મળવાપાત્ર બનશે નહી.
૫શુઓમાં આવતાં અસાઘ્ય રોગચાળા એથે્રકસ, બર્ડ ફલ્યુ તથા હડકવા અને પોઈઝનીગ (ફુડ,સ્નેક બાઈટ, કેમીકલ પોઈઝનીંગ વિગેરે) માં રોગચાળા મહારોગચાળા સમયે ૫શુ-મરઘાં-બતક ના મૃત્યુ થતાં હોય છે. ત્યારે ખાસ કરીને ગરીબ ૫શુ -મરઘાં-બતક રાખતા પશુપાલકોને મોટુ નુકશાન થાય છે અને આવા ૫શુ-મરઘાં-બતક રાખતા પશુપાલકો ની રોજી રોટી છીનવાઈ જાય છે અને ૫શુ-મરઘાં-બતક રાખતા પશુપાલકો નિરાધાર બની જાય છે આવા સંજોગોમાં ૫શુ-મરઘાં-બતક રાખતા પશુપાલકો ને ૫શુ-મરઘાં-બતકની બજાર કિંમતના પ્રમાણમાં વ્યાજબી આર્થિક મદદ મળી રહે અને તાત્કાલિક ૫શુ-મરઘાં-બતક રાખતા પશુપાલકો પુનઃ પોતાનો વ્યવસાય શરૂ કરે તેવા હેતુથી આ યોજનાનું અમલીકરણ કરવાનું નકકી કરેલ છે.
રૂ. ૬૦૦૦/- યુનીટ કિંમતના ૭૫% અથવા મહત્તમ રૂ. ૪૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે પક્ષી સ્વરૂપે સહાય(૨૫ આર.આઈ.આર. પક્ષી એકમ) અથવા રૂ. ૩૬,૦૦૦/- યુનીટ કિંમતના ૭૫% અથવા મહત્તમ રૂ. ૨૭,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે પક્ષી સ્વરૂપે સહાય(૧૦૦ બ્રોઇલર પક્ષી એકમ (૧૦૦ બ્રોઇલર ફાર્મની સ્થાપના માટે સહાય).
સ્ત્રોત: કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકારફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020