સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના
જુ઼દા જુ઼દા ક્ષેત્રો જેવા કે, શિક્ષણ, સંશોધન, ઔધોગિક, સહકારી ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી બજાવનાર વ્યક્તિનું બહુમાન કરી, સરકાર એવોર્ડ આપે છે. તે જ રીતે હવે કૃષિ ક્ષેત્રમાં ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડૂતો કે જેઓ પોતાની આગવી કોઠાસુઝ અને સાહસવૃત્તિથી ખેતીના વિકાસમાં નવીનતા લાવવામાં અને ઉત્પાદનમાં વધારો કરવામાં તેમજ નવીન તક્નીકો રજુ઼ કરવા માટે કાર્ય કરે છે. તેમની આ કૃષિ ઉત્પાદનલક્ષી શોધખોળને પ્રોત્સાહન મળે અને તેમાં વધુ વેગ આવે તે માટે તેમના યોગદાનની કદરરૂપે કૃષિના વિકાસમાં તેમના ફાળાને બિરદાવવા માટે રાજય સરકાર દ્વારા સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અમલમાં મુક્વામાં આવેલ છે.
- વિષય – ૧: ગુજ઼રાતના તમામ મુખ્ય પાકે જેવા કે, ધાન્ય, તેલીબિયાં પાકો, ક્ઠોળ, ક્પાસ, શેરડી, તમાકુ તેમજ઼ બાગાયતી, તેજ઼ાના અને ઔષધીય પાકો પર નવીનત્તમ પ્રયોગ દ્ધારા આગવી કોઠા સુઝથી વિક્સાવેલ વધુ ઉત્પાદન આપતી નવીનત્તમ જ઼ાતની સિઘ્ધીનું પ્રદાન
- વિષય – ૨: જ઼ળ સંચાલન અને વ્યવસ્થા, પિયત પાણીના કરકસર ભર્યા અને કાર્યક્ષમ ઉપયોગ દ્ધારા આધુનીક્ પિયત પઘ્ધતિ દ્ધારા સફળ નમુનારૂપ નિદર્શનરૂપ પાક્ની ખેતી કરી વધુ ઉત્પાદન મેળવેલ સિઘ્ધીનું પ્રદાન અને વરસાદના વહી જ઼તા પાણીને રીચાર્જીંગ અને જુ઼દી જુ઼દી પઘ્ધતિઓ દ્ધારા કુવા, બોરમાં સંગ્રહ કરી કુવા/બોરના તળ ઉંચા લાવવા માટે ખેડૂતોના બહોળા સમુહને પ્રેરણારૂપ બને તેવી અનેરી સિઘ્ધીનું પ્રદાન.
- વિષય – ૩: સુકી ખેતી અંગેની આગવી ટેક્નીક વિક્સાવી વરસાદની અછત સમયે સફળ સુકી ખેતી ક્ષેત્રે મેળવેલ સિઘ્ધીનું પ્રદાન
- વિષય – ૪: જુદા જુ઼દા પાક્ માટે રાસાયણિક્ ખાતરના ઉપયોગને બદલે જ઼ૈવિક્ ખાતરના ઉપયોગ દ્ધારા વધુ ખેત ઉત્પાદન મેળવવામાં હાંસલ કરેલ સિઘ્ધીનું પ્રદાન તેમજ઼ રોગ-જી઼વાતના નિયંત્રણ માટે વપરાશમાં આવતી જંતુનાશક દવાને બદલે જ઼ૈવિક્ નિયંત્રણ અંગે કોઠા સૂઝ઼થી પ્રયોગ દ્ધારા મેળવેલ જ઼ૈવિક્ નિયંત્રણ પઘ્ધતિ અંગે સિઘ્ધીનું પ્રદાન
- વિષય – ૫: જુ઼દા જુ઼દા પાકો પર જી઼વાત નિયંત્રણ માટે પ્રયોગ દ્ધારા પોતાની આગવી કોઠાસુઝથી વિક્સાવેલ નવીનત્તમ સંક્લીત જી઼વાત નિયંત્રણ પઘ્ધતિમાં મેળવેલ સિઘ્ધીનું પ્રદાન.
- વિષય – ૬ : રાજ઼યમાં ઉગાડવામાં આવતા પરંપરાગત પાકોની જ઼ગ્યાએ આગવી સુઝથી નવીન પાક દાખલ કરી તે પાક્ની સફળ ખેતી દ્ધારા વિશિષ્ટ યોગદાન અથવા ખેતી અંગેની વિવિધ પ્રક્રિયા જ઼ેવી કે, ખેડ, વાવણી, રોપણી, આંતર ખેડ, નિંદામણ, સ્પ્રેસીંગ, કાપણી, થ્રેસીંગ કે અન્ય પ્રકારના ખેતી ઉપયોગી નવીન ખેત ઓજ઼ારો આગવી સુઝથી વિક્સાવવાની સિઘ્ધી
યોજનાનો લાભ કોણ લઈ શકે?
આ યોજના હેઠળ ગુજરાત રાજયમાં ખેતી કરતા કોઇપણ ખાતેદાર ખેડૂત પુરૂષ કે મહિલા ખેડૂત ભાગ લઇ શકે છે.
યોજનામાં મળતા લાભો
આ યોજના હેઠળ દર વર્ષે જુદાજુદા છ ક્ષેત્રો પૈકી દરેક ક્ષેત્રમાં પ્રથમ આવનાર એક એક ખેડુતને રૂ.૫૧૦૦૦/- (અંકે રૂપિયા એકાવન હજાર પુરા) લેખે રોક્ડ પુરસ્કાર, શાલ અને સન્માનપત્ર એનાયત કરવામાં આવે છે અને આ ઉપરાંત આ યોજનામાં ભાગ લેનાર દરેક ક્ષેત્રમાંથી અન્ય પાંચ પાંચ ખેડૂતો એટલે કે ત્રીસ ખેડૂતોને સન્માનપત્ર આપી શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવે છે
યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકાય ?
પુરસ્કાર મેળવવા ઇચ્છતા ખેડૂત ભાઇ બહેનોએ નિયત કરેલ ઉમેદવારી પત્રકમાં અરજી સંબધિત જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારી મારફતે ખેતી નિયામક્શ્રી, ગુજરાત રાજય, કૃષિભવન, ગાંધીનગરને સામાન્ય રીતે દર વર્ષે ૩૧ મી મે પહેલા મોકલી આપવાનુ હોય છે.
સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના
સ્ત્રોત :
ખેતી નિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.