કેબિનેટે નવી પાક વિમા યોજના - ‘પ્રધાનમંત્રી પાક વિમા યોજના’ને મંજૂરી આપી - કૃષિ ક્ષેત્રને જબરદસ્ત પ્રોત્સાહન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ‘પ્રધાનમંત્રી પાક વિમાયોજના’ને મંજૂરી આપી દીધી, જે ખેડૂતોના કલ્યાણ માટેની પથપ્રવર્તક યોજના છે.
તમામ ખરીફ પાક માટે એક સમાન 2 ટકા પ્રિમિયમ અને રવિ પાક માટે 1.5 ટકા પ્રિમિયમ ખેડૂતોદ્વારા ચૂકવાશે. વાર્ષિક વ્યાપારી અને બાગાયતી પાકોના કિસ્સામાં ખેડૂતો દ્વારા માત્ર 5 ટકા પ્રિમિયમચૂકવાશે. ખેડૂતો દ્વારા ચૂકવવાના પ્રિમિયમમાં ખૂબ મોટો ઘટાડો અને બાકીનું પ્રિમિયમ સરકાર દ્વારાચૂકવાશે જેથી કુદરતી આપત્તિની સ્થિતિમાં પાકનો નાશ થતા પૂર્ણ વીમા રકમ ખેડૂતને પ્રાપ્ત થાય.
ક્રમ |
વિશેષતા |
એનએઆઈએસ (1999) |
એમએનએઆઈએસ (2010) |
પીએમ પાક વીમાયોજના |
1 |
પ્રિમિયમ દર |
ઓછો |
વધુ |
એનએઆઈએસ કરતાં પણ ઓછો(સરકાર ખેડૂતકરતા પાંચ ગણોદર ભોગવશે) |
2 |
એક ઋતુ – એકપ્રિમિયમ |
હા |
ના |
હા |
3 |
વીમા કવર |
સંપૂર્ણ |
કેપ આધારિત |
સંપૂર્ણ |
4 |
એક ખાતા ચૂકવણી |
ના |
હા |
હા |
5 |
સ્થાનિક જોખમનુંકવર |
ના |
તોફાન ભૂસ્ખલન |
તોફાન ભૂસ્ખલન જળ પ્રલય |
6 |
લણણી બાદનુકસાનનું કવર |
ના |
દરિયાકાંઠાનાવિસ્તારોમાં –ચક્રવાતી વરસાદમાટે |
સમગ્ર ભારતમાંચક્રવાતી +કમોસમી વરસાદમાટે |
7 |
વાવેતરનું કવરેજ |
ના |
હા |
હા |
8 |
ટેકનોલોજીનોઉપયોગ (ઝડપીદાવા નિવારણમાટે) |
ના |
હેતુ આધારીત |
ફરજીયાત |
9 |
જાગૃતિ |
ના |
ના |
હા (બમણા કવરેજથી 50 ટકા સુધીનુંલક્ષ્ય) |
એક રાષ્ટ્ર – એક યોજના : જૂની યોજનાના તમામ સારા પાસાંઓનો સમાવેશ + ભૂતકાળની ખામીઓ /નબળાઈઓની નાબૂદી.
સ્ત્રોત: આત્મા ડાયરેક્ટોરેટ એન્ડ સમેતિ, કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકારફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020