অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આત્મા યોજના

સપોર્ટ ટુ સ્ટેાટ એક્ષટેન્શ્ન પ્રોગ્રામ ફોર એક્ષટેન્શયન રીફોર્મ

એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટટ એજન્સી્(આત્મા) એ જીલ્લા્ કક્ષાએ કાર્યરત રજીસ્ટ‍ર્ડ સોસાયટી છે જે જીલ્લાટના ટકાઉ કૃષિવિકાસ માટે જીલ્લામની તમામ કૃષિ સંલગ્ન સંસ્થાકઓની સાથે રહીને ખુડૂતોના સર્વાંગી વિકાસ માટે કામ કરે છે. આ યોજનાનું મુખ્ય કાર્ય જીલ્લાસની તમામ સંશોધન અને વિસ્તરણ પ્રવૃતિઓનું સંકલન કરવું તેમજ પબ્લીક એગ્રીકલ્ચર ટેકનોલોજી વ્યોવસ્થાવનું વિકેન્ી્ં કરણ કરવાનું છે.

આત્મા યોજના હેઠળ જીલ્લાંના તમામ તાલુકા તથા ગામોના ખેડૂતો માટે તેમની જરૂરિયાત આધારિત પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે ગ્રામ્ય‍ કક્ષાએ જાહેર સંસ્થાનઓ, ખાનગી સંસ્થા ઓ, એનજીઓ, પેરા એકસ્ટે ન્શઓન વર્કર અને પ્રાઈવેટ ઈનપુટ ડીલરના સહિયારા પ્રયત્નોૂથી ગામોમાં જુદા જુદા રસ ધરાવતા ખેડૂતોના જૂથો (ફાર્મર્સ ઈન્ટપરેસ્ટટ ગૃપ્સા)ની રચના કરવી એ પાયાની પ્રવૃત્તિ છે.

યોજનાનાં હેતુઓ

કૃષિ વિસ્‍તરણ શિક્ષણની પ્રવૃતિઓ તથા નવા નવા સંશોધનો ખેડૂતોની જરૂરિયાત મુજબ ખેડૂતો સુધી પહોંચાડવા.

ખેડૂતોની પોતાની ભાગીદારીથી પોતાની રીતે જ પોતે ઈચ્‍છે તે પ્રકારના નિર્ણયો લઈ શકે તે માટે સત્તાનું વિકેન્‍ફ્‍ીકરણ કરવું.

કૃષિવિકાસ સાથે સંકળાયેલા તમામ સરકારી, અર્ધસરકારી, બિન સરકારી, વ્‍યાપારી ખેડૂત સંગઠનો તેમજ કૃષિ, બાગાયત, પશુપાલન, મત્‍સ્‍યઉદ્યોગ જેવા ખાતાઓનું સંકલન સાધવું.

આમ ઉપરોકત બાબતો જોઈએ તો આત્‍મા મુખ્‍યત્‍વે ટ્રાન્‍સફર ઓફ ટેકનોલોજી (કૃષિ સંશોધનો ખેડૂતો સુધી પહોંચાડવા)નું કામ કરે છે. અગાઉના સમયમાં કૃષિ વિસ્‍તરણ માટે સામુદાયિકવિકાસ યોજનાઓ નેશનલ ડેમોન્‍સ્‍ટ્રેશન, તાલીમ અને મુલાકાત યોજના વગેરે કાર્યરત હતી. આત્‍મા યોજનામાં સરકારી એજન્‍સીઓની સાથે નવા પી.પી.પી. મોડના અભિગમ મુજબ પ્રાઈવેટ સંસ્‍થાઓને સાથે સાંકળી કામગીરી કરવામાં આવે છે. આપણા રાજયમાં આ યોજના પ્રાયોગિક ધોરણે ર૦૦પમાં અમલમાં આવી હતી. વર્ષ ર૦૦૭-૦૮થી તમામ જીલ્‍લામાં અમલમાં આવેલ છે. આ યોજના માટે ભારત સરકાર ૯૦% ગ્રાન્‍ટ આપે છે. જયારે રાજય સરકારનો ફાળો ૧૦% હોય છે.

જીલ્‍લા કક્ષાએ જીલ્‍લા વિકાસ અધિકારીશ્રીના અઘ્‍યક્ષ સ્‍થાને આત્‍મા ગવર્નીંગ બોર્ડ કામગીરી કરે છે જે જીલ્‍લાની આત્‍માની તમામ પ્રવૃતિઓનું અમલીકરણ, મોનીટરીંગ અને સંચાલન કરે છે.

લાયકાત માટેના ધારાધોરણો

આત્‍મા યોજના હેઠળ રાજયના તમામ ખેડૂતો ગ્રામ્‍ય સ્‍તરે ફાર્મર્સ ઈન્‍ટરેસ્‍ટ ગૃપ (FIG) ની રચના કરી જે તે જીલ્‍લાના પ્રોજેકટ ડાયરેકટર, આત્‍મા મારફત રજીસ્‍ટ્રેશન કરાવ્‍યા બાદ રજીસ્‍ટર્ડ ફાર્મર્સ ગૃપના સભ્‍યો યોજનાકીય લાભો મેળવી શકે છે.

યોજનાના લાભ

કૃષિવિષયક તાલીમ

ખેડૂતોને જુદા જુદા વિષયોની તાલીમ જીલ્‍લાની અંદર, રાજયની અંદર તેમજ રાજય બહાર આપવામાં આવે છે.

નિદર્શન

કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલ નવા સંશોધનો ફાયદાકારક છે કે કેમ તે જાણી શકે તે માટે ખેડુતોના ખેતરમાં જુદા જુદા પાકમાં તેમજ જુદા જુદા વિષયનાનિદર્શનો ગોઠવીને ખેડુતોને પ્રત્‍યક્ષ માર્ગદર્શન આપવામાં આવે છે.

કિસાન પ્રેરણા પ્રવાસનું આયોજન

ખેડૂતો નવી ટેકનોલોજી જાણે અને પોતાના ખેતરમાં અપનાવે તે માટે જીલ્‍લાની અંદર, રાજયની અંદર અને રાજય બહારના પ્રેરણા પ્રવાસ આ યોજના હેઠળ યોજવામાં આવે છે.

કૃષિમેળા / પ્રદર્શનનું આયોજન

ખેડુતો નવી ટેકનોલોજીની અદ્યતન જાણકારી મેળવી શકે તે માટે દરેક જીલ્‍લા અને રાજયકક્ષાએ જુદા જુદા પ્રદર્શન / કૃષિ મેળા યોજીને ખેડુતોને પ્રત્‍યક્ષ બતાવવામાં આવે છે.

ખેડુત-વૈજ્ઞાનિક ગોષ્ઠિ

વૈજ્ઞાનિકશ્રીઓના સંશોધનો ખેડુતો જાણી શકે અને તેમની જે સમસ્‍યાઓ છે તેની ચર્ચા વૈજ્ઞાનિકશ્રીઓ સાથે થઈ શકે તે માટે આ પ્રકારની કિસાન ગોષ્ઠિ પણ ગોઠવવામાં આવે છે.

ખેડુત શાળા

ખેડુતો પોતાની કોઠાસુઝ તથા વૈજ્ઞાનિક અભિગમથીઉતમ રીતે ખેતી કરતાં હોય છે. તે વિસ્‍તારના સરેરાશ ખેડુતો આવા સિઘ્‍ધહસ્‍ત પ્રગતિશીલ ખેડુતોના ખેતરની વખતો-વખત મુલાકાત લઈને જરૂરી માર્ગદર્શન પણ મેળવતા હોય છે. આ બાબતને વ્‍યવસ્‍થિત પ્રવૃતિ તરીકે લઈ તેમાં નિયમિતતા રહે તેવું આયોજન કરી તાલીમ સ્‍વરૂપે આવી મુલાકાત યોજાય તો શીખવાની પ્રક્રિયા ખૂબ સારી રીતે થાય. આથી ખેડુતથી-ખેડુત સુધીની તજજ્ઞતા વહનની પ્રક્રિયા માટે આ યોજનામાં ખેતર પર ચાલતી ખેતીની પાઠશાળા તરીકે ખેતર-શાળા (ફાર્મસ્‍કુલ) ની જોગવાઈ છે. જેમાં જે તે પાકના સમયગાળામાં પ-૬ વખત પ્રગતિશીલ ખેડુતના ખેતરે આવી તાલીમ નિયમિત યોજવામાં આવે છે. જેમાં શિક્ષકો પણ સિઘ્‍ધહસ્‍ત ખેડુતો અને વિદ્યાર્થીઓ પણ ખેડુતો હોય છે.

બેસ્ટે આત્મા ફામર્સ એવોર્ડ

ખેડુતોને તેમની સિઘ્‍ધિ બદલ બિરદાવવાની પણ યોજનામાં જોગવાઈ છે. ખેડુતો પોતે પોતાની કોઠાસુઝથી નવી નવી બાબતો અપનાવે અને પોતાની રીતે સારી કામગીરી કરે તેવા ખેડુતોને બેસ્‍ટ આત્‍મા ફામર્સ એવોર્ડ પણ આપવામાં આવે છે. તેમાં તાલુકા કક્ષાએ, જીલ્‍લા કક્ષાએ અને રાજય કક્ષાએ રૂા.૧૦૦૦૦/- થી પ૦૦૦૦/- સુધી એવોર્ડ આપવામાં આવે છે. આ માટે દર વર્ષે ખેડુત મિત્રો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે અરજીઓ એકત્રીત કરી તેની ચાર તબકકે ચકાસણી કરી અને સિઘ્‍ધહસ્‍ત ખેડુતોને એવોર્ડ માટે પસંદ કરવામાં આવે છે.

ખેડુતોપયોગી કૃષિ સાહિત્યનું પ્રકાશન

ખેતી વ્‍યવસ્‍થાપનનાં સર્વાંગી વિકાસ માટે ખાનગી ૧ોત્રોની ભાગીદારી / સહયોગ ને પ્રોત્‍સાહન આપવું

ખેતી વ્‍યવસાય ૧ોત્રે મહિલાઓની ભાગીદારી / યોગદાનને પ્રોત્‍સાહન આપવું

કૃષિ તથા સંલગ્ન ૧ોત્રોમાં સધાયેલ વિશિષ્‍ટ સફળતાની સફળ વાર્તાઓ તૈયાર કરી તેનું પ્રકાશન / પ્રસાર કરવો

યોજનાના લાભ કેવી રીતે મળી શકે

આ યોજના હેઠળ ગ્રામ્‍ય સ્‍તરે ખેડુતરસ જુથ (FIG) ની રચના કરવામાં આવે છે. આત્‍મા પ્રોજેકટ ડાયરેકટર મારફત રજીસ્‍ટ્રેશન થયા બાદ આ રજીસ્‍ટર્ડ ફાર્મર્સ ગૃપના સભ્‍યો મારફતે જ યોજનાકીય પ્રવૃતિઓ હાથ ધરવાની હોય છે.એક ગ્રુપમાં ૧૧ - રપ ખેડુતો હોય છે. ગ્રુપ દીઠ રૂા.રપ૦/- નોંધણીફી હોય છે. દરેક સભ્‍યદીઠ રૂા.૧૦/- ફી લઈને નોંધણી કરાવી શકાય છે. આ માટે ગ્રામ્‍ય કક્ષાએ ફાર્મર ફ્રેન્‍ડ અથવા તાલુકા કક્ષાએ બ્‍લોક ટેકનોલોજી મેનેજર કે સબ્‍જેકટ મેટર સ્‍પેશિયાલીસ્‍ટનો સંપર્ક કરવાથી માહિતી મળી શકે છે.

સ્ત્રોત: ખેતી નિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/27/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate