આ નીતિ કૃષિ ક્ષેત્રને ફરીથી સશક્ત કરવા માટે અને ખેડુતોની આર્થિક પરિસ્થિતિ સુધારવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવી છે.
પૃષ્ઠભુમી
સરકારે 2004માં ખેડુતો પર રાષ્ટ્રીય આયોગનુ ગઠન પ્રો. એમ.એસ.સ્વામીનાથનની અધ્યક્ષતામાં કર્યુ હતુ. આયોગના ગઠન પાછળનો ઉદ્દેશ્ય વિવિધ કૃષિ ઉત્પાદ ક્ષેત્રોમાં અલગ કૃષિ વ્યવસ્થામાં ઉત્પાદન, લાભ અને દીર્ઘકાલિકતાને વધારો આપવાનો વિચાર હતો. સાથે જ એવા ઉપાયો પણ દર્શાવવાના હતા કે જેથી શિક્ષિત અને યુવાવર્ગને ખેતી તરફ આકર્ષિત કરી એને અપનાવી રખવા માટે મનાવી શકાય. આના સિવાય એક મધ્યમ અવધિની રણનીતિ અપનાવી જોઇએ, જેથી ખાધ અને પૌષણ સુરક્ષાને સુનિશ્ચિત કરી શકાય. આયોગે પોતાની અંતિમ પ્રતિવેદન ઓકટોબર 2006માં સરકારને સોંપી.
આયોગ દ્વારા પુનરીક્ષિત ખેડુતો માટે રાષ્ટ્રીય નીતિના પ્રસ્તાવો અને કેટલાય કેન્દ્રીય મંત્રાલયો, વિભાગો અને રાજય સરકારોની ટિપ્પણી/સુચનોના આધાર પર ભારત સરકારે ખેડુતો માટે રાષ્ટ્રીય નીતિ 2007ની સંકલ્પના અને મંજુરી આપી. બીજી વાતો સિવાય આ નીતિ ખેડુતોની આર્થિક દશામાં ઉત્પાદન, લાભ, પાણી, જમીન અને બીજી સહાયક સુવિધાઓમાં વધારો કરી મહત્વના બદલાવો લાવવાનુ લક્ષ્ય ધરાવે છે. સાથે જ આ ઉચિત મુલ્ય નીતિ અને સંકટ પ્રબંધન જેવા ઉપાયો પણ કરે છે.રાષ્ટ્રીય ખેડુત નીતિ 2007 આયોગ દ્વારા પુનરીક્ષિત ખેડુતો માટે રાષ્ટ્રીય નીતિના પ્રસ્તાવો અને કેટલાય કેન્દ્રીય મંત્રાલયો, વિભાગો અને રાજય સરકારોની ટિપ્પણી/સુચનોના આધાર પર ભારત સરકારે ખેડુતો માટે રાષ્ટ્રીય નીતિ 2007ની સંકલ્પના અને મંજુરી આપી. બીજી વાતો સિવાય આ નીતિ ખેડુતોની આર્થિક દશામાં ઉત્પાદન, લાભ, પાણી, જમીન અને બીજી સહાયક સુવિધાઓમાં વધારો કરી મહત્વના બદલાવો લાવવાનુ લક્ષ્ય ધરાવે છે. સાથે જ આ ઉચિત મુલ્ય નીતિ અને સંકટ પ્રબંધન જેવા ઉપાયો પણ કરે છે.
નીતિની મુખ્ય વાતો
ખેડુતો માટે રાષ્ટ્રીય નીતિ 2007ની વાતો અને પ્રાવધાન આ પ્રકારે છે:
- માનવીય પક્ષ: મુખ્ય ભાર ખેડુતોની આર્થિક દશા સુધારવા પર રહેશે, ન કે માત્ર ઉત્પાદન અને ઉત્પાદકતા કેન્દ્રમાં રહેશે અને આ ખેડુતો માટે નીતિ નિર્ધારણની મુખ્ય કસૌટી થશે.
- ખેડુતોની પ્રતિભાષા: આ ક્ષેત્રમાં સંલગ્ન દરેક વ્યકિતને સમાવેશ કરે છે જેથી એને પણ નીતિનો ફાયદો મળે.
- સંપતિ સુધાર: આ સુનિશ્ચિત કરવા માટે ગામડાના દરેક પુરુષ કે મહિલા ખાસ કરીને ગરીબ કે ઉત્પાદક સંપતિના માલિક હોય એના સુધી પહોંચ રાખતા હોય.
- પાણીના દરેક એકમ પર કમાણી: પાણીના દરેક એકમ પર ઉપજને વધારવા માટેનો વિચાર દરેક પાકના ઉત્પાદનમાં અપનાવવામાં આવશે. સાથે જ પાણીના વધુ ઉપયોગ વિષય પર જાગરૂકતા લાવવા પર પણ ભાર મુકવામાં આવશે.
- દુષ્કાળ કોડ, પુર કોડ, સારા મોસમનો કોડ: આ દુષ્કાળ અને પુરગ્રસ્ત વિસ્તારોમાં લાગુ કરવામાં આવશે. સાથે જ એ ઉસર વિસ્તારમાં પણ લાગુ કરવામાં આવશે. જેનો ઉદ્દેશ્ય ચોમાસાનો અધિકત્તમ લાભ ઉઠાવી અને સંભવિત ખતરાનો સામનો કરવાનો છે.
- ટેકનોલોજીનો ઉપયોગ: નવી ટેકનોલોજીના ઉપયોગથી ભૂમી અને જળની પ્રતિ એકમ ઉત્પાદન વધારવાનો છે. જૈવ-પ્રાધોગિકી, સંચાર અને સુચના પ્રાધાગિકી(આઇ.સી.ટી.), પુનરૂત્પાદન માટે લાયક ઉર્જા ટેકનીક, આકાશી ટેકનીક અને નૈનો ટેકનીકના ઉપયોગથી એવરગ્રીન રેવોલ્યુશન(હમેંશા હરિયાળી ક્રાંતી)ની સ્થાપના કરવામાં આવશે. આનાથી પરિસ્થિતિઓને નુકશાન પહોંચાડયા વગર ઉત્પાદન વધારી શકાય.
- રાષ્ટ્રીય એગ્રીકલ્ચરલ બાયો સુરક્ષા સીસ્ટમ: આ એક સમન્વિત કૃષિ બાયો સુરક્ષા કાર્યક્રમની વ્યવસ્થા માટે સ્થાપિત થશે.
- જમીન આરોગ્ય સેવાઓ અને રોકાણો: સારી ગુણવત્તાના બીજ, રોગમુક્ત રોપણ સામગ્રી જેમાં હરિત ગૃહમાં ઉગવેલા બીજ ઇન-વિટ્રો પ્રોપૈગ્યુલ અને માટીની ગુણવત્તાને વધારી નાના ખેતરોમાં ઉત્પાદકતા વધારી શકાશે. દરેક ખેડુત પરિવારને માટીની ગુણવત્તાની જાણકારી આપવાવાળા પાસબુક આપવામાં આવશે.
- મહિલાઓ માટે સહાય સેવાઓ: જયારે મહિલાઓ દિવસભર જંગલો કે ખેતરોમાં કામ કરે છે તો એને સહાય સુવિધાઓ જેવી કે ક્રેચેજ, પુરતુ પોષણ અને બાળકોની દેખભાળની જરૂરત હોય છે.
- લોન અને વીમો: લોનની સલાહ આપનાર કેન્દ્ર ત્યાં સ્થાપિત કરવામાં આવે જયાં વધારે વ્યાજના ચક્રમાં ખેડુતોને લોન રાહત પેકેજ આપવામાં આવે. જેથી વ્યાજના ચક્રમાંથી તે બહાર આવી શકે. લોન અને વીમોની જાણકારી માટે સુયોજીત વ્યવસ્થા કરવામાં આવે.
- સીમશાળા બનાવવી: ખેતરોમાં શાળાની સ્થાપના કરવામાં આવે. જેથી ખેડુતથી ખેડુત શીખી શકે અને પ્રસારની સુવિધામાં મજબુતી લાવી શકાય.
- જ્ઞાન ચૌપાલ્સ: શકય હોય તેટલા વધુમાં વધુ ગામડાઓમાં સ્થાપિત કરવુ જેથી માહિતી અને સંચાર ટેકનોલોજી મદદથી.
- સમન્વિત રાષ્ટ્રીય સામાજીક સુરક્ષા યોજના: આનાથી ખેડુતોને બીમારી અને વૃધ્ધાવસ્થા દરમિયાન વીમાની મદદથી આજીવીકા સુનિશ્ચિત કરવામાં આવે.
- લઘુત્તમ સપોર્ટ ભાવ (એમએસપી): પુરા દેશમાં પ્રભાવીરુપથી એવી વ્યવસ્થા કરવામાં આવે જેથી ખેડુતોને કૃષિ ઉત્પાદનનુ વધુ મુલ્ય મળી શકે.
- એકીકૃત રાષ્ટ્રીય બાજાર: આંતરિક નિયંત્રણ અને રોકોને બદલાવીને પુરા દેશમાં એકીકૃત બજાર વ્યવસ્થા ખાધ સુરક્ષાને વ્યાપક બનાવવા જેમાં પોષક પાકો જેવા કે બાજરા, જુવાર, રાગી અને કોદોનો પણ સમાવેશ કરવામાં આવી લેવાય જે શુષ્ક ભુમીમાં ઉગાવવામાં આવે છે.
- કોમ્યુનીટી ફુડગ્રેઇન બેંકસ: અનયુટીલાઇઝડસ પાકોના માર્કેટીંગ માટે મદદરુપ થાય છે.
- એક રાષ્ટ્રીય માર્કેટ: આંતરિક બંધનો અને નિયંત્રણોને ઢીલા મુકીને એક રાષ્ટ્રીય માર્કેટ વિકસાવવી.
- ફુડ સિકયુરીટી બાસ્કેટ વિસ્તરણ: બાજરા, જુવાર, રાગી અને મીલેટ્સ કે જે સુકી જમીનમાં થાય છે તેવા પોષક પાકોનો સમાવેશ કરવો.
- ભવિષ્યના ખેડુત: ખેડુતો સહકારી ખેતી અપનાવી શકે, સેવા સહકારિતા બનાવી શકે, સ્વયં સહાયતા સમુહના મદદથી સામુહિક ખેતી કરી શકે છે, નાની બચતવાળી સંપતિ બનાવી શકે છે, નિવિદા ખેતીને અપનાવી શકે છે અને ખેડુતો કંપની બનાવી શકે છે. આનાથી ઉત્પાદન વધવાની આશા છે, નાના ખેડુતોની ક્ષમતામાં વધારો થવાની અને ઘણી રીતે આજીવીકાઓના નિર્માણની સંભાવના છે. આ કૃષિ ઉત્પાદન સંશોધન અને એકીકૃત કૃષિ વ્યવસ્થાની મદદથી થશે.
- ખાધ સુરક્ષા પર એક કેબીનેટ સમિતિ બનાવવામાં આવે.
નીતિના અમલની પધ્ધતિ
નીતિના અમલીકરણ માટે કૃષિ અને સહકારિતા વિભાગ એક આંતરમંત્રાલયીય સમિતિનુ ગઠન કરવામાં આવશે. જે આ ધ્યેય માટે આવશ્યક યોજનાઓ બનાવશે. કૃષિ સમન્વય સમિતિ પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં ખેડુતો માટે રાષ્ટ્રીય નીતિના એકીકૃત અમલીકરણનો સમન્વય અને સમીક્ષા કરશે.
ખેડુતોની રાષ્ટ્રીય નીતિ 2007 ને રાજયસભામાં 23 નવેમ્બર 2007 અને લોકસભામાં 26 નવેમ્બર 2007ના રોજ કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શરદ પવારે રાખી.
રાષ્ટ્રીય ખેડુત નીતિ ૨૦૦૭
સ્ત્રોત : રાષ્ટ્રીય ખેડુત નીતિ ૨૦૦૭
પીઆઇબી વિજ્ઞાપન, 26 નવેમ્બર 2007