অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રાષ્ટ્રીય કૃષિ વીમા યોજના

રાષ્ટ્રીય કૃષિ વીમા યોજના

રાષ્ટ્રીય કૃષિ વિમા યોજના કેન્દ્ગજ સરકારશ્રી તરફથી રવિ/ઉનાળુ ૧૯૯૯-૨૦૦૦ થી અમલી બનાવેલ અને તે જ વર્ષથી ગુજરાત રાજયમાં પણ તેનો અમલ રાજય સરકારશ્રીએ કરેલ છે. ચાલુ વર્ષે પણ રાજયમાં રાષ્ટ્રીય કૃષિ વિમા યોજનાનો અમલ ક્રઅવામાં આવેલ છે.

  • કુદરતી આફતો જેવી કે રોગ, જીવાત, અતિવૃષ્ટી, દુષ્કાળ વગેરે કારણોસર પાકમાંથતા નુક્શાલન સામે ખેડૂતોને આર્થિક રક્ષણ આપવું.
  • આપત્તિના વર્ષોમાં ખેડૂતોની ખેત આવક સ્થિાર ક્રાવી.
  • પ્રગતિકારક કૃષિ પ્રવૃત્તિઓ, ઉચ્ચ‍ મુલ્યના ઇનપુટ અને ઉચ્ચે ટેક્નોથલોજી અપનાવવા ખેડૂતોને પ્રોત્સાતહિત કર​વા

રાષ્ટ્રીય કૃષિ વિમા યોજના અંતર્ગત આવરી લેવામાં આવેલ પાક

 

ગુજરાત રાજયમાં ખરીફ ઋતુના ૧૪ અને રવી ઋતુના ૧૨ મળી કુલ ૨૬ પાકોને રાષ્ટ્રીય કૃષિ વિમા યોજના હેઠળ આવરી લેવામાં આવેલ છે.

ખરીફઋતુ

૧. ડાંગર 
૨. બાજરી 
૩. મકાઈ 
૪. જુ઼વાર

૫. રાગી 
૬. તુવેર 
૭. મગ 
૮. મઠ

૯. અડદ 
૧૦. મગફળી 
૧૧. તલ 
૧૨. એરંડા

૧૩. કપાસ 
૧૪. કેળ

રવી/ઉનાળુ ઋતુ

૧. પિયત ઘઉં 
૨. બિનપિયતઘઉં 
૩. ચણા 
૪. રાઈ-સરસવ

૫. બટાટા 
૬. લસણ 
૭. ડુંગળી

૮. જીરૂ 
૯. વરીયાળી 
૧૦. ઇસબગુલ

૧૧. ઉ.બાજરી 
૧૨. ઉ.મગફળી

ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીયકૃષિવિમાયોજનાનો વિમા એકમ (ડિફાઇન્ડએરીયા તરીકે) તાલુકો છે. પાક વિમાના આવરણ તથા દાવાઓને લગતી તમામ ગણતરીઓ તાલુકાને એકમ વિસ્તાર તરીકે લઇને કરવામાં આવે છે. તેમજ વિમા આવરણ તથા દાવા રાશિના નિર્ધારણ માટે વિમા યોજના અંતર્ગત આવરી લીધેલ ખેડૂતોને એકસમાનરૂપે એકમ અભિગમ આધારીત લાગુ પડે છે. કોઇ વ્યક્તિગત ખેડૂત કે ગામને ગણતરીમાં લેવામાં આવતા નથી. વિમા યોજના અંતર્ગત બધા જ ખેડૂતોને નીચેની વિગતે આવરી લેવામાં આવે છે.

  • ફરજીયાત: જે તે એક્મમ વિસ્તાીર (ડિફાઇન્ડી એરીયા)માં યોજના હેઠળ આવરી લેવાયેલ પાકો માટે નિયત ક્રે‍લ નાણાંકીય સંસ્થા ઓ પાસેથી ખેત ધિરાણ લેતા ખેડૂતોને ફરજીયાત ધોરણે આવરી લેવામાં આવે છે.
  • મરજીયાત: જે ખેડુતો યોજના હેઠળ આવરી લેવાયેલ એક્મા વિસ્તાનરમાં નક્ી્ી લ કરેલ પાક ઉગાડતા હોય, પરંતુ બેંકમાંથી ખેત ધિરાણ મેળવતા નથી, તેવા ખેડુતો પોતાના વિસ્તા રની નિયત ક્રેયલ નોડલ બેંક્માંક અલગથી પ્રિમિયમની રક્મ ભરીને યોજનાનો લાભ લઇ શકે છે

રાષ્ટ્રીય કૃષિ વિમા યોજના અંતર્ગત લાગુ પડતા પ્રિમિયમના દર:

યોજના માટે પ્રિમિયમના દર બે ધોરણે નક્કી કરવામાં આવે છે.

  • સામાન્ય પ્રિમિયમના દરો:સામાન્ય પ્રિમિયમના દરો યોજનાની ગાઇડલાઇન મુજબ કેન્દ્ર સરકારશ્રીએ નિયત કરેલ છે. સામાન્ય પ્રિમિયમના દરો સામાન્ય વિમાપાત્ર રકમ પર લાગુ પડશે. જ્યારે સામાન્ય વિમાપાત્ર રકમ ઉપરાંતનું રક્ષણ મેળવવા માટે વાસ્તવિક દરથી વધારાનું પ્રિમિયમ ભરવાનું રહે છે. જેતે પાક માટે લીધેલ ધિરાણ અથવા બાંહેધરી ઉપજની કિંમતની મર્યાદામાં વિમીત રાશિને ધ્યાને લઈ ખરીફ ખાધ્ય પાકો માટેસામાન્ય પ્રિમિયમ દર - ૨.૫ થી ૩.૫ ટકા અને ઉનાળુ ઋતુના ખાધ્ય પાકો માટે સામાન્ય પ્રિમિયમ દર ૧.૫ થી ૨ ટકા હોય છે.
  • વાસ્તવિક/વાણિજ્ય પ્રિમિયમના દરો:પાકવાર વાસ્તવિક પ્રિમિયમના દરો વિમા કંપની દ્વારા નક્કી કરવામાં આવે છે.રોકડિયા પાકો માટે તેમજ સામાન્ય આવરણ ઉપરાંતની તેમજ વાસ્તવિક ઉપજની ૧૫૦ ટકા કિંમત સુધીની વિમા રાશિ માટે વાસ્તવિક પ્રિમિયમના દર લાગુ પાડવામાં આવે છે.

રાષ્ટ્રીય કૃષિ વિમા યોજના હેઠળ પ્રિમિયમ તથા પ્રિમિયમની રક્મ માં સબસીડી

રાષ્ટ્રીય કૃષિ વિમા યોજના હેઠળ નાના ખેડૂત (બે હેક્ટડર કે ઓછી જમીન ધરાવતા ખેડૂતો) અને સીમાંત ખેડૂતો (એક હેક્ટેર કે ઓછી જમીન ધરાવતા ખેડૂતો) ને પ્રિમિયમની રક્મતમાં ૧૦ ટકા સબસીડી આપવામાં આવે છે

રાજયમાં રાષ્ટ્રીય કૃષિ વિમા યોજનાનું અમલીકરણ

ભારત સરકાર દ્વારા રચીત એગ્રીકલ્ચર ઈન્યોરન્સ કંપની ઓફ ઈન્ડીંયા લી યોજનાની અમલકર્તા સનશા છે.રાજય ક્ક્ષાકએ સચિવશ્રી કૃષિના અઘ્યકક્ષપણા હેઠળ રાષ્ટ્રીય કૃષિ વિમા યોજનાની સંકલન સમિતિની રચના ક્રરવામાં આવેલ છે.સદર સમિતિ કેન્દ્ગ સરકારશ્રીની માર્ગદર્શક સૂચના મુજબ જે તે ઋતુની શરુઆતમાં યોજના હેઠળ આવરી લેવાનાર પાક, ડીફાઇન્ડિ વિસ્તાર, પ્રિમિયમના દર, પ્રિમિયમમાં સબસીડી, વિમાપાત્ર રક્મ વગેરે બાબતો કરે છે. અને તે મુજબ જે તે ઋતુનો ઠરાવ બહાર પાડવામાં આવે છે.

એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડીયા લી યોજનાની અમલકર્તા સંસ્થા છે.એગ્રીકલ્ચર ઈન્યોરન્સ કંપની ઓફ ઈન્ડીંયા લી બેંકો મારફતે પ્રિમિયમ સ્વીકારે છે, દાવાઓની ગણતરી કરી નિયમોનુસાર મળવાપાત્ર દાવાઓ મંજુર કરે છે અને બેંકો મારફતે ખેડૂતોના ખાતામાં પાક વિમાના દાવાની રકમ જમા કરાવે છે.

વર્ષ ૨૦૧૪-૧૫ ની ખરીફ-૨૦૧૪ ઋતુથી રાજ્ય સરકારે આ યોજનાનું અમલીકરણ ઓનલાઇન પ્લેટફોર્મ પર ચાલુ કરેલ છે. સદર યોજનાના અમલથી માંડી આજ સુધી પાક વિમા યોજના હેઠળ વિમિત વિસ્તારમાં વિસંગતતા જણાયેલ છે. પાક વિમો લેતા રાજ્યના ખેડૂતો દ્વારા તેઓએ વાવેલ પાક, પાક હેઠળનો વાવેતર વિસ્તાર તેમજ પાકવાર લિધેલ ધિરાણ, પાક વિમાની પ્રિમિયમની રકમ જેવી અગત્યની માહિતી સ્પષ્ટ મળે અને રાષ્ટ્રીય કૃષિ વિમા યોજનાનો અમલ સુચારૂ રૂપે પારદર્શક રીતે થાય તે હેતુસર ગુજરાત સરકારશ્રી દ્વારા પોર્ટલથી i-khedut http://ikhedut.gujarat.gov.inપરરાષ્ટ્રીય કૃષિ વિમા યોજનાના ટેબ ઉપર પાક વિમાની અરજી ખેડૂત ઓનલાઇન કરે તેવુ નિયત કરેલ છે. ઓનલાઇન અરજી કરવા માટેનું પોર્ટલ માતૃભાષા ગુજરાતીમાં બનાવવામાં આવેલ છે. તેમજ તેના પરનું અરજી પત્રક ખેડૂતો સરળતાથી સમજીને ભરી શકે તેવું સહેલુ બનાવેલ છે.ઇ-ગ્રામ સેન્ટર અથવા ઇન્ટરનેટ કનેક્શન ધરાવતા કોઇપણ કોમ્પ્યુટર પરથી કોઇપણ સ્થળેથી ઓનલાઇન પાક વિમાનું અરજી પત્રક ભરી શકાય તેવી જોગવાઇ છે. ધિરાણી સંસ્થા/બેંકોના સહયોગ અને માર્ગદર્શનથી ઓનલાઇન અરજીપત્રકો ખેડૂત ભરી શકે છે.

Ikhedut પોર્ટલ ઉપર પાક વિમાની ઓનલાઇન અરજી ભરવા માટેનુ ખેડુતોને માર્ગદર્શન :

i-khedut પોર્ટલથી http://ikhedut.gujarat.gov.in પરરાષ્ટ્રીય કૃષિ વિમા યોજનાના ટેબ ઉપર કલિક કરતા પેઇઝ ઓપન થાય છે. જેમાં ડાબી બાજુમાં પ્રિમિયમ કેલ્કયુલેટરની સુવિઘા આપેલ છે, જેમાં ખેડૂત તેમની રકમ પર કેટલુ પ્રિમિયમ ભરવું

ઓનલાઇન અરજી કરવા માટેની તબક્કાવાર પધ્ધતિ :

સ્ટેપ ૧: પાક વિમા યોજનામાં લાભ લેવા ઇચ્છતા અરજદારે સૌ-પ્રથમ ભાગ ૧- અરજદારની વિગત પર કલીક કરવાનું રહેશે. કલીક કરવાથી જે ફોર્મ ઉપલબ્ઘ થાય તેમાં ખેડુતે પોતાની સાચી અને સંપૂર્ણ વિગત ભરીને સેવ કરવાનું રહેશે. જેમાં લાલ ફુદડીવાળી માહિતી ફરજિયાત આપવાની રહેશે. ભરેલ માહિતી સેવ કરવાથી અરજદાર ખેડુતનો અરજી નંબર દેખાશે તેમજ જે મોબાઇલ નંબર આપ્યો હશે તેમાં SMS પણ આવશે. જે આગળની કાર્યવાહી અર્થે નોટ કરી લેવાનો રહેશે.

સ્ટેપ ૨ : હવે, હવે ભાગ ૨ -ખાતેદારની વિગત ઉપર અરજદારે કલિક કરવાનું રહેશે, જેમાં અરજદારેભાગ ૧ ભરવાથી મળેલ અરજી નંબરનો ઉપયોગ કરીને ત્યાર બાદ ખાતેદારની વિગત ભરીને સેવ કરવાનું રહેશે.

સ્ટેપ ૩ : ભાગ ૩-પાકની વિગત ઉપર અરજદારે કલિક કરવાનું રહેશે,જેમાંઅરજદારે અરજી નંબરનો ઉપયોગ કરીને ત્યાર બાદ સંલગ્ન સર્વે નંબરમાં કયા પાકનું વાવેતર કેટલા વિસ્તારમાં કરેલ છે, તેની સંપુર્ણ અને સાચી વિગતો ભરીને સેવ કરવાની રહેશે.

સ્ટેપ ૪: સંપુર્ણ વિગતો ભર્યા બાદ અરજીની પ્રિન્ટ પર કલિક કરીનેઅરજી નંબરનો ઉપયોગ કરીને અરજીની પ્રિન્ટ કાઢીને નિયત સમય મર્યાદામાં બેંકમાં સબમીટ કરવાનું રહેશે અને પ્રિમિયમની રકમ ભરવાની રહેશે.

 

રાષ્ટ્રીય કૃષિ વીમા યોજનાનુ અરજી ફોર્મ ભરવા માટેની સૂચનાઓ

  1. સૌપ્રથમ વીમા પ્રીમિયમની ગણતરી જોવા માટે તમો પ્રીમિયમ કેલ્ક્યુલેટરનો ઊપયોગ કરી શકશો.
  2. અરજદારની વિગતો ત્રણ ભાગમા વહેંચાયેલી છે.
  3. ભાગ-૧ અરજદારની પ્રાથમિક માહિતી.
  4. ભાગ-૨ અરજદારની જમીન ખાતા અને ખાતેદારની માહિતી.
  5. ભાગ-૩ પાક જમીન ક્ષેત્રફળ અને તેના વીમા અંગેની માહિતી
  6. અરજદારે મોબાઈલ નંબર આપવો ફરજિયાત છે અને તેને SMS દ્વારા આ યોજનાની જાણકારી મળશે.
  7. ભાગ ૧,૨, અને ૩ ની વિગતો ભર્યા બાદ અરજદારે દરખાસ્ત પત્રની પ્રિન્ટ લઈને જે તે બેંક્મા રજુ કરીને ત્યાથી તેની રસીદ મેળવવાની રહેશે.
  8. બેંક જે અરજી ફોર્મ (દરખાસ્ત પત્ર) ને સ્વીકારીને રસીદ આપશે તે અરજી ફોર્મ (દરખાસ્ત પત્ર) મા અરજદાર દ્વારા કોઈ સુધારા વધારા થઈ શકશે નહિ.
  9. બેંકે જે સરવે નંબરનુ ફોર્મ સ્વીકારીને તેની ઓનલાઈન રસીદ આપેલ હોય તેવા સરવે નંબર માટે બીજુ અન્ય ફોર્મ બીજી બેંક સ્વીકારી શકશે નહિ.
  10. જ્યા સુધી એક સરવે નંબરનુ ક્ષેત્રફળ પુરેપુરુ વપરાયેલ નહિ હોય ત્યા સુધી આંશીક ક્ષેત્રફળની જુદી જુદી અરજીઓ કરી શકાશે.
  11. અરજદારે દરખાસ્ત પત્રની પ્રિન્ટ જે તે બેંક્મા રજુ કરીને ત્યાથી તેની રસીદ મેળવી લીધા બાદ જો પાક અથવા પાકની અન્ય વિગતો મા સુધારો જણાય તો તેને ઘોષણાપત્રક ભરીને તેની પ્રિન્ટ લઈને જે તે બેંક્મા રજુ કરવાની રહેશે.

સ્ત્રોત: રાષ્ટ્રીય  પાક વીમા યોજના

સ્ત્રોત: ખેતી નિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate