૧) સૌપ્રથમ વીમા પ્રીમિયમની ગણતરી જોવા માટે તમો પ્રીમિયમ કેલ્ક્યુલેટરનો ઊપયોગ કરી શકશો.
૨) અરજીની વિગતો ત્રણ ભાગમા વહેંચાયેલી છે.
અ) ભાગ-૧ અરજદારની પ્રાથમિક માહિતી.
બ) ભાગ-૨ અરજદારની જમીન ખાતા અને ખાતેદારની માહિતી.
ક) ભાગ-૩ પાક જમીન ક્ષેત્રફળ અને તેના વીમા અંગેની માહિતી
૩) અરજદારે મોબાઈલ નંબર આપવો ફરજિયાત છે અને તેને SMS દ્વારા આ યોજનાની જાણકારી મળશે.
૪) અરજદારે ભાગ ૧,૨, અને ૩ ની વિગતો ભરવાની રહેશે.
૫) અરજદારે દરખાસ્ત પત્રની પ્રિન્ટ લઈને જે તે બેંક્મા રજુ કરીને ત્યાથી તેની રસીદ મેળવવાની રહેશે..
૬) બેંક જે અરજી ફોર્મ (દરખાસ્ત પત્ર) ને સ્વીકારીને રસીદ આપશે તે અરજી ફોર્મ (દરખાસ્ત પત્ર) મા અરજદાર દ્વારા કોઈ સુધારા વધારા થઈ શકશે નહિ.
૭) બેંકે જે સરવે નંબરનુ ફોર્મ સ્વીકારીને તેની ઓનલાઈન રસીદ આપેલ હોય તેવા સરવે નંબર માટે બીજુ અન્ય ફોર્મ બીજી બેંક સ્વીકારી શકશે નહિ.
૮) જ્યા સુધી એક સરવે નંબરનુ ક્ષેત્રફળ પુરેપુરુ વપરાયેલ નહિ હોય ત્યા સુધી આંશીક ક્ષેત્રફળની જુદી જુદી અરજીઓ કરી શકાશે અને બેંકો સ્વીકારી શકશે.
૯) અરજદારે દરખાસ્ત પત્રની પ્રિન્ટ જે તે બેંક્મા રજુ કરીને ત્યાથી તેની રસીદ મેળવી લીધા બાદ જો પાક અથવા પાકની અન્ય વિગતો મા સુધારો જણાય તો તેને ઘોષણાપત્રક ભરીને તેની પ્રિન્ટ લઈને જે તે બેંક્મા રજુ કરવાની રહેશે.
10) ખેડૂત ને જો ફોર્મની વિગતો મા ભુલ જણાય અને તે ફોર્મ બેંક દ્વારા સ્વીકારી લેવામા આવેલ હોય તો ખેડૂત બીજુ નવુ ફોર્મ ભરી ને બેંક મા આપી શકશે અને બેંક જુનુ ફોર્મ રદ કરી શકશે અને નવુ ફોર્મ સ્વીકારી શકશે.