অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પરંપરાગત કૃષિ વિકાસ યોજના

પરવડે તેવી ખેતી કાર્યક્રમ (નેશનલ મિશન ઓફ સસ્ટેનેબલ એગ્રિકલ્ચર NMSA) એ ભારત સરકારનો અતિ મહત્વનો પ્રોજેક્ટ છે. જેની એક શક્ખા છે જમીનની ગુણવત્તા જાળવવાના ઉપાયો (સોઇલ હેલ્થ મેનેજમેન્ટ- SHM) અને આ શાખાના જ એક વિભાગ તરીકે ‘પરંપરાગત કૃષિ વિકાસ’ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. ખેડૂતોને જૈવિક ખેતી વિષે માહિતી આપીને ગામના ખેડૂતો સામુહિક રીતે સજીવખેતી અપનાવીને પોતાના ગામને જૈવિક ગામ બનાવે એ માટે તેઓં પ્રોત્સાહન આપવામાં આવે છે.

અપેક્ષિત પરિણામો

જૈવિક ખેતી કરીને તૈયાર થતા પાકને સરકાર દ્વારા પ્રમાણપત્ર અપાય છે. જેથી બજારમાં એના સારા ભાવ મળે છે. જૈવિક ખેતીથી પાકતા અનાજ, શાકભાજી કે ફળોમાં કોઈ રાસાયણિક દવાઓના ઝેરી અંશ હોત્સા નથી, એટલે એનો ઉપયોગ કરનારને પોતાનું આરોગ્ય બગડવાનો દર રહેતો નથી. ઉપજના સારા ભાવ મળતા હોવાથી ખેડૂતને તેમજ આવી ઉપજનું વેચાણ કરતાં વેપારીઓને સીધો જ આર્થિક ફાયદો થાય છે. એ સાથે જૈવિક ખાતરો ગામડામાં જ સરળતાથી મળતા કૃષિ કચરામાંથી ખેડૂતો જાતે જ તૈયાર કરી શકે છે.

કાર્યક્રમનો અમલ:

  • પરંપરાગત કૃષિ વિકાસ યોજનામાં જોડાવા માટે ખેડૂતોના જૂથને તૈયાર કરવામાં આવશે, જેઓ સજીવ ખેતી અપનાવશે.
  • અંદાજે ૫૦ એકર જમીનમાં ૫૦ કે તેથી વધુ ખેડૂતોનું જૂથ જૈવિક ખેતી અપનાવે, એ રીતે યોજનાના ત્રણ વરસમાં દસ હજાર જૂથ બનાવીને કુલ ૫ લાખ એકર જમીન જૈવિક ખેતી હેઠળ આવરી લઈ શકાય.
  • જૈવિક ખેતીથી પેદા થતી ઉપજને કૃષિ વિભાગ દ્વારા વિનામૂલ્યે પ્રમાણિત કરાશે. એટલે ખેડૂતોને કોઈ વધારાનો ખર્ચ નહી કરવો પડે.
  • યોજનામાં જોડાનાર પ્રત્યેક ખેડૂતને ત્રણ વર્ષની જૈવિક ખેતી માટે એકર દીઠ ૨૦ હજાર રૂપિયાની સહાય મળશે, જેનો ઉપયોગ બિયારણ ખરીદવા, વાવેતર કરવા, તૈયાર પાક એકઠો કરી બજાર સુધી પહોંચાડવા થઇ શકશે.
  • ખાતર, બિયારણ વગેરે પરંપરાગત રીતે જ ખેડૂત તૈયાર કરે, એ રીતે તેને પ્રોત્સાહિત કરી શકે અને જૈવિક ઉપજ સરળતાથી વેચી શકાય તેવી વ્યવસ્થા ગોઠવાશે.
    • ખેડૂતોના સહયોગથી પ્રમાણિત ગુણવત્તા ધરાવતી કૃષિ પેદાશો વધુને વધુ માત્રામાં ઘર આંગણે પેદા કરી શકાશે.

સહાયના પાસાંઓ અને રીત:

જૈવિક ખેતી અપનાવનાર ખેડૂતોના જૂથને પી.જી.એસ. પ્રમાણપત્ર (પાર્ટીસિપેટરી ગેરંટી સિસ્ટમ: PGS) પ્રમાણપત્ર અપાશે.

  • સ્થાનિક લોકો અને ખેડૂતો કુલ ૫૦ એકર જમીનમાં સજીવ ખેતી કરવા તૈયાર થાય, તેવા જૂથને PGS પ્રમાણપત્ર આપવું.
  • જૂથમાં જોડાયેલા ખેડૂતોને જૈવિક ખેતી પદ્ધતિ તથા એના ફાયદા સમજાવવા ખેડૂત સંમેલન યોજવા અને સંમેલનમાં હાજર રહેનાર પ્રત્યેક ખેડૂતને ૨૦૦ રૂપિયા આપવા.
  • જૈવિક ખેતી થતી હોય તેવા ખેતર પર ખેડૂતને પ્રત્યક્ષ અનુભવ મેળવવા લઈ જવા, એ માટે પ્રત્યેક ખેડૂતને ૨૦૦ રૂપિયા આપવા.
  • PGS પ્રમાણપત્ર મેળવવા તૈયાર થયેલા પચાસેક ખેડૂતોના સમુહમાંથી કોઈ એક જાણકાર ખેડૂતને જૂથ પ્રમુખ (લીડ રિસોર્સફુલ પર્સન: LRP) બનાવવો.
  • જૈવિક ખેતી કરવા તૈયાર થયેલા ખેડૂતોના જૂથને કૃષિ પદ્ધતિની તાલીમ આપવાં માટે ત્રણ તાલીમ શિબિરો યોજવી. પ્રત્યેક શિબિર માટે ખર્ચના ૨૦ હજાર રૂપિયા અપાશે.

ઉપજની ગુણવત્તાની ચકાસણી અને પ્રમાણપત્ર:

  • PGS  પ્રમાણપત્ર અંગેની  ૨ દિવસની તાલીમ: જૂથ પ્રમુખદીઠ ૨૦૦ રૂપિયા ખર્ચ પેટે.
  • જૂથ પ્રમુખોની તાલીમ, ૩ દિવસની શિબિર, ખર્ચ પેટે જૂથ પ્રમુખને રોજના ૨૫૦ રૂપિયા મળશે. આવી તાલીમ લીધેલ જૂથ પ્રમુખ પોતાનાં જૂથના ખેડૂતને માર્ગદર્શન આપશે.
  • જૂથના પ્રત્યેક ખેડૂત (આશરે ૨૦ની સંખ્યા)ના ઓનલાઈન રજીસ્ટ્રેશન ખર્ચ પેટે ખેડૂત દીઠ ૧૦૦ રૂપિયા મળશે.
  • જમીનની લેબોરેટરી તપાસ માટે પ્રતિ વર્ષ ૨૧ નમુના મેળવવા અને એનું પરીક્ષણ કરાવવું. આ ખર્ચ પેટે ત્રણ વર્ષ સુધી નમુના દીઠ ૧૯૦ રૂપિયા અપાશે.
  • સામાન્ય ખેતી છોડીને સજીવ ખેતી અપનાવી છે, એની વિગતવાર નોંધણી, નવી પદ્ધતિઓ વિશેની માહિતી તથા ખેતીકામ થયું હોય તેની વિગતો ઉપયોગમાં લીધેલા સેન્દ્રીય ખાતરો અને જૈવિક દ્રવ્યોની વિગતો વગેરે રેકોર્ડ રાખવા માટે જૂથના દરેક ખેડૂતને ૧૦૦ રૂપિયા અપાશે.
  • જૈવિક કૃષિ માટેના જૂથમાં સભ્ય તરીકે નોંધાયેલા ખેડૂતના ખેતરનું નિષ્ણાતો દ્વારા દર વર્ષે ત્રણ વખત નિરીક્ષણ કરાશે. નિરીક્ષણ ખર્ચ પેટે પ્રત્યેક ઇન્સ્પેક્શનના રૂ. ૪૦૦ લેખે ખેડૂતને અપાશે.
  • જૈવિક ખેતીથી પેદા થયેલી ઉપજમાં હાનીકારક જંતુનાશકોના અંશ કે કોઈ ઝેરી પદાર્થની હાજરી અંગેની લેબોરેટરી તપાસના ખર્ચપેટે દરેક જૂથને નમૂનાની તપાસ દીઠ રૂપિયા ૧૦ હજાર અપાશે અને આવા ૮ નમૂનાની તપાસ કરાવી શકાશે.
  • પ્રમાણપત્ર આપવા અંગે થતો ખર્ચ.
  • જૈવિક પેદાશને પ્રમાણપત્ર આપવાની વિધીનો વહીવટી ખર્ચ.

જૈવિક ખાતર અને જૈવિક નાઈટ્રોજ મેળવવા માટે જૈવિક કૃષિ ગ્રામને સામુદાયિક પ્રવૃત્તિઓ માટે અપાતી સહાય:

  • ખેતરની જમીન જૈવિક ખેતી માટે તૈયાર કરવા જમીન સુધારણા અંગે થતો ખર્ચ જૂથના ૫૦ ખેડૂતોને, દરેકને એકરદીઠ ૧ હજાર રૂપિયા.
  • જૈવિક કૃષિ પદ્ધતિ અપનાવવી, જૈવિક બિયારણ મેળવવું અને ધરુંવાડિયું તૈયાર કરવું: એકર દીઠ વાર્ષિક ૫૦૦ રૂપિયાના હિસાબે, કુલ ૫૦ એકર માટે.
  • પંચગવ્ય, બીજામૃત કે જીવનામૃત જેવા સેન્દ્રીય ખાતરો ઉત્પન્ન કરતાં કેન્દ્રો બનાવવા કેન્દ્ર દીઠ પ્રતિ એકર ૧૫૦૦ રૂપિયા, કુલ ૫૦ એકર માટે.
  • ગ્લારીસિડિયા કે સેસ્બાનિયા જેવા જૈવિક નાઈટ્રોજન પેદા કરતાં એકમો સ્થાપવા એકરદીઠ ૨ હજાર રૂપિયા, કુલ ૫૦ એકર માટે.
  • લીંબોળીનો ખોલ, લીંબોળીનું તેલ જેવા પૂરક ખતરો તૈયાર કરતાં એકમ સ્થાપવા એકરદીઠ ૧ હજાર રૂપિયા, કુલ ૫૦ એકર માટે.

સંકલિત ખાતરોનો વહીવટ:

  • નાઈટ્રોજન સ્થાપના, ફોસ્ફેટ ઓગાળવા કે પોટેશિયમને સક્રિય બનાવનારા પ્રવાહી જૈવિક ખાતર માટે એકર દીઠ ૫૦૦ રૂપિયા, કુલ ૫૦ એકર માટે.
  • ટ્રાઈકોડમાં વિરિડિ, સ્યુડોમોનાસ ફ્લોરેસન, મેટારીઝીયમ, બીવીયૂરી બેસિયાના, પેસિલોમાઇસિસ, વર્ટિસિલિયમવગેરે જેવા જૈવિક જંતુનાશકો માટે એકર દીઠ પાંચસો રૂપિયા, કુલ ૫૦ એકર માટે.
  • લીંબોળીનું તેલ, લીંબોળીનો ખોલ. એકર દીઠ ૫૦૦ રુઈયા કુલ ૫૦ એકર માટે.
  • ફોસ્ફેટથી સમૃદ્ધ હોય એવા જવી ખતરો અથવા દાણાદાર ઝાઈમ માટે એકર દીઠ ૧ હજાર રૂપિયા કુલ ૫૦ એકર માટે.
  • અળસિયાનું ખાતર: વર્મિકમ્પોસ્ટ: ૭ ફૂટ, ૩ ફૂટ અને ૧ ફૂટ લંબાઈ-પહોળાઈ-ઊંચાઈના એક ઢગલા માટે ૫૦૦૦ રૂપિયા આવા ૫૦ ઢગલા માટે.

સહયોગી સંસ્થાઓને ચૂકવવાનો ખર્ચ:

  • પાવર ટીલર, કોનો વીડર, ડાંગર છડવાના થ્રેસર, ફરો ઓપનર, છાંટવાના પંપ, રોઝ કેન, ટોપ પેન બેલેન્સ વગેરે કૃષિ સાધનોનો ખર્ચ.
  • બાગાયતી પાક માટે અવરજવર થઇ શકે તેવી ટનલો (MIDH ના ધોરણો મુજબ)
  • ઢોરવાડો, મરઘા પાલન કેન્દ્ર કે ભૂંડ ઉછેર કેન્દ્ર (ગોકુલ યોજનાના ધોરણો મુજબ)

જૂથ દ્વારા જૈવિક ખેતીથી તૈયાર થયેલ ઉપજનું પેકેજીંગ, લેબલિંગ અને બ્રાન્ડીંગ-

  • પી.જી.એસ. લોગો અને હોલમાર્કની છાપવાળા થેલા કે બોક્સ, પ્રતિ એકર રૂપિયા ૨૫૦૦ કુલ ૫૦ એકર માટે.
  • તૈયાર થયેલ ઓર્ગેનિક પેદાશને બજાર સુધી પહોંચાડવાનો માલ વહન ખર્ચ. જૂથ દીઠ વધુમાં વધુ સહાય ૧ લાખ ૨૦ હજાર રૂપિયા.
  • જૈવિક પેદાશના પ્રચાર-પ્રસાર-વેચાણ માટે યોજાના કૃષિમેળા: જૂથ દીઠ ૩૬૩૩૦ રૂપિયા. આ યોજનાની વધુ વિગતો વેબસાઈટ પર જોઈ શકાશે.

સ્ત્રોત:ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના, કૃષિ, સહકાર, ખેડૂત કલ્યાણ વિભાગ.)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate