આ સર્વવિદિત તથ્ય છે કે નાના ખેડુતોના પાસ, બજાર ભાવ અનુકુળ હોવા સુધી પોતાની ઉપજને ભંડારિત કરવા માટે આર્થિક ક્ષમતા નથી હોતી. ગ્રામીણ ગોદામનો એક નેટવર્ક તૈયાર હોવાથી એની ભંડારણ ક્ષમતા વધી જશે અને તે પોતાની ઉત્પાદનોની સારી કિંમતમાં વહેંચી શકશે અને એને ઓને પોને ભાવમાં વહેચવાના દબાણથી મુક્તિ મેળવી શકશે.
આને ધ્યાનમાં રાખીને ભારત સરકારે 01.04.2001થી ગ્રામીણ ભંડારણ યોજનાની શરૂઆત કરી છે.
આ યોજનાનો મુખ્ય લક્ષ્ય છે ગ્રામીણ ક્ષેત્રોમાં સહયોગી સુવિધાઓની સાથે વૈજ્ઞાનિક ભંડારણ પ્રણાલિના નિર્માણ કરવા, જેથી ખેડુતો દ્વારા પોતાની કૃષિ ઉપજ, પ્રસંસ્કૃત કૃષિ ઉપજ, કૃષિ આદાનો વગેરેને ભંડારિત કરવા વિભિન્ન જરૂરતોની પુર્તી કરી શકાય, સાથે જ ખેડુતોને બંધક ઋણ તથા માર્કેટીંગ ક્રેડિટની ઉપલબ્ધતા દ્વારા ઓને પોને ભાવો પર પોતાના ઉત્પાદનને વહેચવાની મજબુરીથી મુક્તિ અપાવી શકાય.
આ યોજનાના ક્રિયાન્વયન 31.03.2013 સુધી રહેશે.
ગ્રામીણ ગોદામોના નિર્માણની પરિયોજના નગર નિગમ, ફેડરેશન, કૃષિ ઉત્પાદ માર્કેટીંગ સમિતિ, માર્કેટીંગ બોર્ડ તથા એગ્રો પ્રોસેસીંગ કોર્પોરેશન સિવાય કોઇ વ્યકિત, ખેડુત, ખેડુત/ઉત્પાદકોના સમુહ, પાર્ટનરશિપ/સ્વામિત્વ વાળા સંગઠન, એનજીઓ, સ્વયં સહાયતા સમુહ, કંપનીઓ, કોર્પોરેશન, સહકારી નિકાય, સ્થાનિક નિકાય સંચાલિત કરી શકે છે. જો કે ગ્રામીણ ગોદામોના જીર્ણોધ્ધાર ફકત સહકારી સંગઠન દ્વારા નિર્મિત અત્યારના ગોદામો સુધી સમિતિ રહેશે.
આ યોજના અંતર્ગત ઉધમી કોઇ પણ સ્થાન પર પોતાના વ્યવસાયિક નિર્ણય દ્વારા ગોદામનુ નિર્માણ કરી શકે છે. પણ આ નગરનિગમની સીમાની બહારના ક્ષેત્રમાં જ અવસ્થિત હોવાનુ જોઇએ. આ યોજના હેઠળ ખાધ પ્રસંસ્કરણ ઉધોગ મંત્રાલય દ્વારા વધારો દેવા આવેલા ફુડ પાર્કમાં પણ ગ્રામીણ ગોદામાના નિર્માણ સમાવેશ થશે.
ગોદામની ક્ષમતા ઉધમી દ્વારા જ નિર્ધારિત કરવામાં આવશે. જો કે આ યોજના હેઠળ એના માટે મળનારી અનુદાન ન્યુનતમ 100 ટનની ક્ષમતા અને અધિકતમ 10,000 ટનની ક્ષમતા માટે લાગુ થશે. એનસીડીસી દ્વારા સહાયતા પ્રાપ્ત સહકારી ગ્રામીણ ગોદામવાળી પરિયોજનાના મામલામાં કોઇ અધિકતમ અનુદાન સીમા નહી હોય.
50 ટન જેવી ઓછી ક્ષમતાવાળા ગ્રામીણ ગોદામમાં આ સ્કીમ હેઠળ વ્યાવહારિકતાના વિશ્લેષણના આધાર પર અનુદાન અંતર્ગત આવશે, જે સ્થળાકૃત/રાજય/ક્ષેત્રની વિશેષ આવશ્યકતા પર નિર્ભર કરશે. પહાડી ક્ષેત્રોમાં ( જયાં પરિયોજના સ્થળ એવરેજ સમુદ્ર સ્તરથી 1000 મીટરની ઉંચાઇ પર સ્થિત હોય) 25 ટન જેવી ઓછી ક્ષમતા વાળા ગ્રામીણ ગોદામમાં આ સ્કીમ હેઠળ અનુદાન મેળવશે.
ઉત્તર-પુર્વ રાજયો, પહાડી ક્ષેત્રો તથા મહિલા ખેડુતો/એના સ્વયં સહાયતા સમુહો/સહાકારો તથા એસસી/એસટી ઉધમીઓ અને એના સહાયતા સમુહો/સહાકરીયોના ગોદામોના મુળ લાગતના 33.33% અનુદાન આપવામાં આવશે. જેની અધિકતમ અનુદાન સીમા રુ. 333.30 લાખ હશે. એનસીડીસી દ્વારા સહાયતા પ્રાપ્ત સહકારી ગ્રામીણ ગોદામોવાળી પરિયોજનાની સ્થિતિમાં કોઇ અધિકતમ અનુદાન સીમા નહી હોય.
ખેડુતો ( મહિલા ખેડુતોને છોડીને ) કૃષિ સ્નાતક, સહકારી તથા રાજય/કેન્દ્રીય વેયરહાઉસિંગ કોર્પોરેશનના બધા વર્ગો માટે પરિયોજના લાગતના 25% અનુદાન હશે જેના અધિકતમ સીમા રુ. 225 લાખ હશે. એનસીડીસી દ્વારા સહાયતા પ્રાપ્ત સહાકારી નિકાયોના ગોદામો માટે અનુદાનની કોઇ અધિકતમ સીમા નહી હોય.
વ્યકિતઓ, કંપનીઓ તથા કોર્પોરેશન વગેરેને બધા અન્ય વર્ગો માટે મુળ લાગતના 15% અનુદાન, જેની અધિકતમ સીમા રુ. 135 લાખ હશે.
એનસીડીસી દ્વારા સહાયતા પ્રાપ્ત ગોદામોના જીર્ણોધ્ધાર માટે મુળ લાગતના 25% અનુદાન આ સ્કીમ હેઠળ અનુદાનનો ઉદેશ્ય માટે પરિયોજના મુળ લાગતની ગણના નિમ્નનુસાર કરાશે.
1000 ટન સુધી ક્ષમતાના ગોદામ માટે– વિત્તીય બેંક દ્વારા મુલ્યાંકિત અથવા વાસ્તવિક લાગત કે રુ. 3500/ પ્રતિ ટન ભંડારણ ક્ષમતામાં જે ઓછી હોય.
1000 ટનથી વધુ ભંડારણ ક્ષમતાવાળા ગોદામો માટે– બેંક દ્વારા મુલ્યાંકિત લાગત કે રુ. 3000 પ્રતિ ટન ભંડારણ ક્ષમતામાં જે ઓછી હશે તે.
એનસીડીસીથી સહાયતા પ્રાપ્ત કોઓપરેટીવ દ્વારા નિર્મિત ગોદામોના જીર્ણોધ્ધાર માટે – બેંક/એનસીડીસી દ્વારા નિર્ધારિત પરિયોજના લાગત અથવા રુ. 750 પ્રતિ ટન ભંડારણ ક્ષમતા, છે ઓછુ હશે.
For renovation of godowns by cooperatives with assistance from NCDC - project cost as appraised by Bank / NCDC or actual cost or Rs.750/- per tonne of storage capacity, whichever is lower.
કોઇ લાભાર્થી પરિયોજના કે એના કોઇ ઘટક માટે એકથી વધુ સ્ત્રોતથી અનુદાન પ્રાપ્ત નહી કરી શકે.
ગોદામની ક્ષમતાની ગણના @ 0.4 M.T. પ્રતિ કયુબિક મીટરના હિસાબથી કરાશે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020