હોમ પેજ / ખેતીવાડી / જિલ્લાવાર માહિતી / વ્યારા / કૃષિ ષિજ્ઞાન કેન્દ્ર: ખેડુતો માટે આશ્રીવાદ સમાન કૃષિ મંદિર
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

કૃષિ ષિજ્ઞાન કેન્દ્ર: ખેડુતો માટે આશ્રીવાદ સમાન કૃષિ મંદિર

કૃષિ ષિજ્ઞાન કેન્દ્ર: ખેડુતો માટે આશ્રીવાદ સમાન કૃષિ મંદિર વિશેની માહિતી

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (કે.વિ.કે.) એક ઉમદા અભિગમ કે જે ઇન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્યરલ રિસર્ચ (આઈસીએઆર) દ્વારા ટેકનોલોજી ટ્રાન્સફર એટલે કે પ્રયોગશાળામાં થયેલ કૃષિ, બાગાયત, પશુપાલન, ફૂલની ખેતી, મધ માંખી ઉછેર, મશરૂમની ખેતી, મરઘાં ઉછેર વગેરે અને ખેતી સાથે સંકળાયેલ સંશોધનોનુ ખેડૂતોના ખેતર સુધી પહોંચાડી અપનાવવા માટે એક નક્કર વ્યવસ્થા કરેલ છે. વર્ષ 1974 દરમિયાન મોહન સિંઘ મહેતા સમિતિની ભલામણો મુજબ, ભારતમાં દરેક રાજ્યોમાં કે.વિ.કે.ની સ્થાપના કરવામાં આવી હતી. કે.વિ.કે.ની અનેક સફળ વાતાંઓ અને પરિણામલક્ષી રચનાત્મક કર્યોને ધ્યાને લેતા દેશના વડાપ્રધાન અને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના મહાનિર્દેશકશ્રીએ જરુરીયાત આધારીત એક જિલ્લામાં એક કે વિ.કે.ની સ્થાપનાની મંજુરી આપતા હાલના તબકે ગુજરાતના વિવિધ જિલ્લામાં 30 જેટલા કેવિ.કે. વિવિધ સંસ્થાઓ સાથે સંલગનમાં કાર્યરત છે. કે.વિ.કે. ખેડુતોને માર્ગદર્શન આપી કૃષિ મંદિર તરીકે લોકો જાણીતા થયા છે .

જિલ્લો

કૃષિ વિજ્ઞાન કેન્દ્રનુ સરનામું

યજમાન સંસ્થા

ભાવનગર

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગામ : સણોસરા જિલ્લો : ભાવનગર નિયામક.લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ

ફોન : 02846-283777 ફેક્સ : 02846-283528

નિયામક લોકભારતી  ગ્રામ વિદ્યાપીઠ ,પોસ્ટ:સણોસરા તાલુકો:સિહોર, જિલ્લો : ભાવનગર

ગિર  સોમનાથ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગામ : કોડીનાર જિલ્લો ગિર  સોમનાથ

નિયામક. અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન, . 248, ઓખલા ઔદ્યોગિક એસ્ટેટ, ફેજ-III. નવી દિલ્હી-1 10020

નવસારી

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,નવસારી કૃષિ યુનિવર્સિટી એરુ ચાર રસ્તા, નવસારી-396450

કુલપતિ , નવસારી કૃષિ યુનિવર્સિટી એરુ ચાર રસ્તા, નવસારી

નર્મદા

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર. બીજ વૃદ્ધિ ફાર્મ. નવસારી કૃષિ યુનિવર્સિટી. એરુ ચાર 4 નર્મદા ડેડીયાપાડા-393040

કુલપતિ, નવસારી કૃષિ યુનિવર્સિટી. 396 450

સુરેન્દ્ર નગર

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નાના કાંધાસર- તાલુકો : ચોટીલા

કુલપતિ. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, મોતીબાગ જુનાગઢ

ખેડા

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર. દેથલી જિલ્લો ખેડા

કુલપતિ. ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

પંચમહાલ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પંચમહાલ વેજલપોર, ગોધરા

ડીરેક્ટર સેન્ટ્રલ  ઓફ અરીડ હોર્ટી. આઇસીએઆર. બીકાનેર

મેહસાણા

મહેસાણા જિલ્લા શિક્ષણ ફાઉન્ડેશન. ખેરવા ફોન02762 – 289,189

મહેસાણા જિલ્લા શિક્ષણ ફાઉન્ડેશન

સાબરકાંઠા

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર. ખેડબ્રહ્મા જિલ્લો : સાબરકાંઠા

કુલપતિ. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી,

અમદાવાદ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અરણેજ તાલુકો - ધોળકા,

કુલપતિ. આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ

તાપી

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી પાનવાડી વ્યારા તાપી ફોન: (02626), 221869

નવસારી કૃષિ યુનિવર્સિટી. એરુ ચાર 11 તાપી વ્યારા

અમરેલી

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, એગ્રીકલ્યર સંશોધન ફાર્મ, કેરીઆ રોડ, અમરેલી જિલ્લો

કુલપતિ. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, મોતીબાગ, જુનાગઢ

રાજકોટ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મુખ્ય સૂકી ખેતી સંશોધન સ્ટેશન  રાજકોટ ફોન: 0281-2784260

કુલપતિ. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, મોતીબાગ,

જુનાગઢ -362 001

જામનગર

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, એર ફોર્સ રોડ, જામનગર-  જામનગર ફોન: 0288- 2710165

કુલપતિ. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, મોતીબાગ. જિલ્લો : જામનગર-361006

પોરબંદર

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાપટ પોરબંદર ફોન: 0286 – 2242416

કુલપતિ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, મોતીબાગ જુનાગઢ

ભરૂચ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મુપો.-ચાસવડ-393130 તાલુકો: વાલીયા ભરૂચ ફોન: 02643-285039

ચેરમેન, ભારતીય એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ફાઉન્ડેશન વડોદરા

વડોદરા

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગોલા ગામડી પોસ્ટ બહાદુરપુર ફોન: 02665-243218

મંગલ ભારતી બહાદુરપુર વડોદરા

વલસાડ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તા: કપરાડા વલસાડ

વલસાડ કુલપતિ. ગુજરાત વિદ્યાપીઠ

પાટણ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સામોડા, તાલુકો સિદ્ધપુર પાટણ ફોન: 02767-285528 203389

નિયામક. સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ, સામોડા

કચ્છ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પોસ્ટ-સડાઉ, તાલુકો: મુન્દ્રા

ચેરમેન, ગ્રામીણ એગ્રો. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જુહુ મુંબઈ

આણંદ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેવતાજ, સોજીત્રા આણંદ જિલ્લો : આણંદ ફોન : 02697-291327

કુલપતિ. આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ

ડાંગ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ

કુલપતિ. , નવસારી કૃષિ યુનિવર્સિટી.

ગાંધીનગર

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, રાંધેજા જિલ્લો: ગાંધીનગર ફોન 079-23975223

કુલપતિ. ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ

બનાસકાંઠા

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડીસા ફોન: 02744-220350

કુલપતિ. સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર

દાહોદ

દાહોદ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેવગઢ બારીયા-389380 જિલ્લો : દાહોદ

કુલપતિ. આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ

કચ્છ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, CAZRI પ્રાદેશિક સ્ટેશન, કુકુમા. ભુજ-370 105

ડિરેક્ટર, સેન્ટ્રલ શુષ્ક ઝોન સંશોધન

સુરત

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કપાસ સંશોધન સ્ટેશન અઠવાલાઇન, સુરત

નવસારી કૃષિ યુનિવર્સિટી. એરુ ચાર જિલ્લો

રાજકોટ કૃષિ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ટીડીએસ ફાર્મ, પીપળીયા તા - ધોરાજી

કુલપતિ. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, મોતીબાગ, જિલ્લો - રાજકોટ (ગુજરાત)

બનાસકાંઠા

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગામ-થરાદ જિલ્લો : બનાસકાંઠા (ગુજરાત)

કુલપતિ. સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર

મોરબી

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જિલ્લો : મોરબી

કુલપતિ. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, મોતીબાગ,

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદે વર્ષ 1960 ના દાયકામાં દેશના જુદા જુદા કૃષિ-આબોહવા ઝોનમાં કૃષિ અને સંલગન વિષયો પર સંશોધન પર ભાર આપી વધુ પાક ઉત્પાદન માટે નવી ટેકનોલોજી પેદા કરવા માટે અભિગમ અપનાવ્યો હતો. વૈજ્ઞાનિકોના સતત પ્રયત્ન પછી ઉત્પાદન વધારવા માટે ઘણી નવી ટેકનોલોજી અસ્તિત્વમાં આવી.

Conceptual Model of Technology Generation Process (Developed by Sajeev, M.V and V. Venkatasubramanian)

પરંતુ સંશોધનથી અસ્તિત્વમાં આવેલી ટેકનોલોજી વિવિધ રાજ્ય સરકાર અને વિસ્તરણ એજન્સીઓ મારફતે ખેડુતો સુધી પહોચી નથી કારણકે ઊંચા ખર્ચ. વિસ્તરણ એજન્સીઓનો રસ અભાવ, ટેકનોલોજીની અસરકારકતા વગેરે કારણો જવાબદાર હતા એવુ મનાવવામાં આવે છે. બાદમાં કે વિ.કે.ની સ્થાપના કરવામાં આવી હતી જ્યા ફાર્મ પ્રદર્શન અને પરીક્ષણમાં ખેડૂતો સરળતાથી સક્રિય બની ભાગ લઇ શકે.

ઇન્ડિયન કાઉન્સીલ ઓફ કૃષિ સંશોધનના આદેશ મુજબ કે.વિ.કે રાજ્યના વહીવટી નિયંત્રણ હેઠળ કૃષિ યુનિવર્સિટી અથવા સંસ્થાન ચોક્કસ વિસ્તારમાં કામ કરે છે. વિવિધ વિસ્તારની ચોક્કસ જરૂરિયાત મુજબ વિવિધ શાખાઓ માંથી વૈજ્ઞાનિક/તજજ્ઞ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં તાલીમ એસોસિયેટ/વિષય નિષ્ણાત તરીકે ફરજ બજાવે છે. સામાન્ય રીતે છ વિષય નિષ્ણાત કે વિ.કે. પર કામ કરે છે જેમકે :

 • વિષય નિષ્ણાત (વિસ્તરણ શિક્ષણ): જે સમગ્ર કે.વિ.કે.ની પ્રવૃત્તિઓનો અહેવાલ, વિવિધ વિસ્તરણ પ્રવૃત્તિઓનુ આયોજન તેમજ કે.વિ.કે.નું અન્ય સંસ્થાઓ સાથેનું જોડાણ જેવી અગત્યની પ્રવૃત્તિઓ કરે છે.
 • વિષય નિષ્ણાત (પાક ઊત્પાદન):જેઓ પાક પર ક્ષેત્રીય પ્રયોગ કરે છે તેમજ અલગ અલગ ક્ષેત્ર પર તાલીમ અને સલાહ પૂરી પાડે છે.
 • વિષય નિષ્ણાત (હોર્ટિકલ્યર/બાગાયત) જે બાગાયતી પાકો, શાકભાજી, ફળો અને ફૂલોની તાલીમ અને નિદર્શન કરે છે.
 • વિષય નિષ્ણાત (પાક સંરક્ષણ) જે વિવિધ પાક રોગ પર નિયંત્રણની તાલીમ પૂરી પાડે છે અને વિવિધ જતુઓ પર નિયંત્રણ પર નિદર્શનની કામગીરી કરે છે. તેઓ જતુનાશક દવાઓ, વિવિધ પ્રકારી. તેમના ઉપયોગ પદ્ધતિઓ અને સલાહ પણ આપે છે.
 • વિષય નિષ્ણાત (પશુ વિજ્ઞાન)જે તે વિસ્તારના પશુ સંસાધન વ્યવસ્થાપન અને તેના વિકાસ પર કામ કરે છે. તે પણ પશુપાલન પર સલાહ, ઉછેર, પાલનપોષણ વગેરે તેમજ તાલીમ પણ આપે છે.
 • વિષય નિષ્ણાત (હોમ સાયન્સ) જે ખેડુત મહીલા અને ખેડૂતોના કૌશલ્ય સુધારણ અને તેમજ રસોડાને લગતી સલાહ અને તાલીમ પૂરી પાડે છે સાથે સાથે પોષણ-ખોરાક, બાગ તૈયારી અને વિવિધ હસ્તકલા વિશે માર્ગદર્શન આપે છે. તેમણે દત્તક લીધેલ ગામમાં પણ શાકભાજી જાળવણી, ફળો સંગ્રહ સંબંધિત અને ગ્રામીણ યુવતીઓને તાલીમ આપે છે.

તમામ વૈજ્ઞાનિકોની ગ્રામ્ય વિસ્તારના લોકો માટે કામગીરીનુ સંકલન ખાસ કે.વી.કે. વડા એવા કાર્યક્રમ સંયોજક (તાલીમ ઓર્ગેનાઈઝર્સ) કરે છે. જેથી ગ્રામીણ લોકો સરળતાથી તેમનો લાભ લઇ શકે. તેઓ અન્ય વિભાગો સાથે સતત સંપકમાં રહી કે.વી.કે. દ્વારા દત્તક લીધેલ ગામમાં વિવિધ કાર્યક્રમોની અસરકારકતા માટે કાર્ય અમલીકરણ અને સંકલનુ કામ કરે છે. દરેક કે.વી.કે. તેના વિસ્તારના આર્થિક, સાંસ્કૃતિક અને ટેકનોલોજી વગરના પછાત ગામોને દત્તક લે છે. આ ગામો ખૂબ નાના અથવા ખૂબ મોટા હોતા નથી. દત્તક લેતા પહેલા ગામનો સામાજિક-આર્થિક અને સાંસ્કૃતિક સ્થિતિ માટે પ્રાથમીક માહીતીનો વિગતવાર સર્વેનો અભ્યાસ હાથ ધરવામાં આવે છે. હવે દત્તક ગામના ગ્રામીણ મૂલ્યાંકન ગામના લોકોના સક્રિય પ્રક્રિયામાં સહભાગી ભાગની મોજણી (PRA) હાથ દ્વારા ધરવામાં આવી છે. જેમા ગામની વિવિધ અગ્રણી માહીતી જેવી કે શાળા, મંદિર, નદી. ક્લબ વગેરે નકશામાં વિવિધ રંગ વડે ગ્રામવાસીઓ દ્વારા પોતાની જાતે નિરૂપણ તૈયાર કરવામાં આવે છે. આ મોજણી વૈજ્ઞાનિકોને સરળતાથી અને સરળ માળખામાં કામગીરીમાં મદદ છે. સર્વે પરથી ગામમાં પાક, પશુ સંસાધન અને અન્ય આનુષંગિક માહીતી નકશા ભવિષ્યના ઉપયોગ માટે તૈયાર કરવામાં આવે છે. સર્વે કામના પછી વિગતવાર યોજના બનાવી. તેના પર આધાર રાખીને જરૂરિયાત પ્રમાણે વિવિધ પ્રવૃત્તિઓ કે વિ.કે.ના વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ વિસ્તારોમાં હાથ ધરવામાં આવે છે.

કે.વિ.કે. દ્વારા હાથ ધરવામા આવતી વિવિધ પ્રવૃત્તિઓના હેતુઓ:

 • ખેડૂતો અને વિસ્તરણ એજન્સીઓ માટે નવી કે સુધારેલી ટેકનોલોજીનુ નિદર્શન કરવું કે જેમાં તેમના સક્રિય ભાગીદારી હોય
 • ખેડૂતોની જરૂરિયાત મુજબ જે તે વિસ્તારના મહત્વપૂર્ણ સમસ્યાઓને ઓળખવી અને તેમની સમસ્યાઓને અગ્રતા આપવી.
 • ખેડૂતો અને વિસ્તરણ એજન્સીઓના અભિપ્રાય એકત્રિત કરી ટેકનોલોજીમાં સુધારા માટે સંશોધન વૈજ્ઞાનિકોને માહીતગાર કરવા
 • ગ્રામવાસીઓના વિવિધ જૂથ માટે અલગ અલગ વિષયો પર તાલીમ આપવી
 • જે તે વિસ્તારમાં લોકો માટે કામ કરતા વિસ્તરણ એજન્સીઓ તથા એનજીઓને નવી અને મહત્વની આર્થિક સ્થિતિ સુધારવા સહીતની માહિતી પૂરી પાડવી
 • વિવિધ વિસ્તરણ મોડલ તૈયાર કરી ખેડૂતોના ક્ષેત્રમાં આ મોડેલો તેમની ભાગીદારી સાથે ચકાસવા જેથી તેમની વચ્ચે વિશ્વાસ બની રહે .

ઉપર મુજબના હેતુઓ હાંસલ કરવા માટે કે વિ.કે. દ્વારા દત્તક ગામોમાં નીચેના પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે :

 • ફાર્મ એડવાઇઝરી સર્વિસ- જિલ્લા કક્ષાના નોલેજ રીસોર્સ સેન્ટર તરીકેની કામગીરી કરવી
 • વિવિધ વર્ગોના લોકો માટે તાલીમ કાર્યક્રમ- ખેડુતો. મહીલાઓ અને ગ્રામ્ય યુવાનો/યુવતીઓ માટે કૃષિ અને સંલગન વ્યવસાયોમાં વધુ ઉત્પાદન અને સ્વરોજગાર શીખવવા સુઆયોજીત તાલીમનું આયોજન કરવું
 • વિસ્તરણ માટે તાલીમ કાર્યક્રમ કાર્યોનો- જેમા વિસ્તરણ કાર્યકરોને કૃષિ સંશોધનોથી માહીતગાર કરવા અને ઇન સર્વિસ તલીમ તથા વિવિધ વિસ્તરણ પ્ર
 • આગ્રીમ હરોળ નિદર્શન- નવી ટેકનોલોજીના પ્રસાર માટે નિદર્શન દ્વારા ઉત્પાદનના આંકડા અને ખેડુતના પ્રતીભાવો લેવા
 • ફાર્મ પર પરીક્ષણ (ઓ.એફ.ટી.)-નવી ટેકનોલોજીની ચકાસણી માટે ખેડુતના ખેતરમાં અખતરા ગોઠવવા

ફાર્મ સલાહકારી સેવાઓ:

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ફાર્મ વિજ્ઞાન કેન્દ્ર તરીકે ઓળખાય છે. ત્યાં જે તે વિસ્તારના ખેડૂતો દ્વારા કૃષિ સંબંધિત અને સંલગન વિષયો ને લગતા પડકારરૂપ સમસ્યા માટે ઉકેલ અને સામનો કરવા માહિતી પૂરી પાડે છે. રસ દાખવતા અને નવા સાહસિક ખેડૂતો/વ્યક્તિઓને  બિન પરંપરાગત ક્ષેત્રની સંબંધિત યોગ્ય સલાહ આપે છે. એડવાઇઝરી સર્વિસ સેન્ટરનો મુખ્ય હેતુ તેમના સંપર્ક રહેલ ગ્રામવાસીઓને સિદ્ધાંતીક અને વ્યવહારુ જ્ઞાન સાથે કૃષિ અને તેમની સાંસ્કૃતિક અને આર્થિક સુધારણા માટે તેને લગતા વિષયો પર સતત અને રચનાત્મક સલાહ પૂરી પાડે છે.

ફાર્મ સલાહકાર કેન્દ્ર હેતુઓ:

 • ગ્રામવાસીઓનો સામાજિક અને આર્થિક સ્થિતિનો અભ્યાસ કરવો
 • કે વિ.કે. અને ગ્રામવાસીઓ વચ્ચે ગાઢ સંબંધો રાખવા
 • ગ્રામીણ લોકોને ઉત્કર્ષ કરી વ્યક્તિગત ફાર્મ મોડેલ તૈયાર કરવા
 • ગ્રામીણ લોકો માટે તાલીમ અને સલાહ પૂરી પાડવા જેથી તેમને ગામ કે તેમના ડિસ્ટ્રેક્ટના કૃષિ આયોજન બ્લોકોમાં માટે સક્ષમ કરવા
 • ગ્રામજનો માટે ટૂંકા સમયમાં કૃષિ સંબંધિત નવી માહિતી સરળતાથી ટ્રાન્સફર કરવા માટે ફાર્મ ક્લબ કે ફાર્મ કેન્દ્ર અથવા ગામ સમિતિ રચના કરવી

વિવિધ વર્ગોના લોકો માટે તાલીમ કાર્યક્રમ:

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સૌથી મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓમાં તાલીમ એ પૈકીની એક છે. તાલીમ વ્યવસ્થિત આયોજન કરી જ્ઞાન અને કૌશલ્ય સુધાર માટે પ્રયાસ કરવા કે જે એક ખાસ વિષય તરફ દરેક વ્યક્તિના વલણ બદલે છે. કોઇ તાલીમ કાર્યક્રમ યોજતા પહેલા તાલીમ જરૂરની આકારણી અને અગ્રણી પરિબળ પ્રથમ ગણવામાં આવે તે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મુખ્યત્વે ત્રણ પ્રકારની તાલીમ આપે છે:

 • સાહસીક ખેડૂતો અને ખેત મહિલાઓને તાલીમ, કે વિ.કે.ના વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ વિષયો પરની તાલીમ કે ચોક્કસ સ્થાનિક વિસ્તારના ખેડૂતો અને તેમજ તાલીમાથીઓ પ્રકારોની જરૂરિયાત મુજબ હાથ ધરવામાં આવે છે અને વિવિધ ઓડિયો વિઝયુઅલ ઉપકરણો તાલીમની કાર્યક્ષમતા વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. સાહશીક ખેડુતો અને ખેડુત મહિલા મુખ્યતે તાલીમાથીઓ હોય છે જ્યા વધુ ભાર સિદ્ધાંત કરતાં પ્રેક્ટીકલ પર મુકવામાં આવે છે કે જે તેમના કૌશલ્ય સુધારવા માટે તથા તેમના વલણ બદલ માટે મદદરૂપ થાય છે.
 • ગ્રામીણ યુવા તાલીમ: આ પ્રકારની તાલીમ ગ્રામીણ યુવાનો (પુરુષ અને સ્ત્રી બન્ને) જેવા કે તે મિડવે જેમકે શાળામાં વચ્ચેથી શિક્ષણ બાકી રહી ગયુ હોય તેમને મોટે ભાગે છે આપવામાં આવે છે. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ નવી સાહસિકોને પૂરતુ જ્ઞાન અને કૌશલ્ય પૂરી પાડે છે જેથી તેઓ તેમના પોતાના બિઝનેસને એકલા અથવા સામૂહિક રીતે શરૂ કરી તેમની આજીવિકા માટે આવક પેદા કરી શકે છે. આ પ્રકારની તાલીમોમાં મુખ્યત્વે મશરૂમ ખેતી, મધમાખી ઉછેર, ફળો અને શાકભાજી વ્યવસાય, મરઘા-પાલન, બકરા-ઉછેર, ઊન વણાટ, હાથ હસ્તકલા અને વધુ નફો માટે પરદેશી કે વનસ્પતિની ખેતી વગેરેનો સમાવેશ થાય છે. આ તાલીમમાં વધુ ભાર પ્રેક્ટીકલ અને વ્યવહારુ પાસાં પર આપવામાં આવે છે જેથી તાલીમાથીઓ પોતાને વ્યવહારીક વધુ વિશ્વાસ કેળવે છે. આ તાલીમમાં કે વિ.કે.ના વૈજ્ઞાનિકો કાચા માલના ઉપલબ્ધતા તેમજ ચોક્કસ વિસ્તારમાં વિવિધ ઉત્પાદનોના માર્કેટિંગ સંબંધિત જ્ઞાન રસ ધરાવતા તાલીમાથીઓને આપે છે.
  • વિસ્તરણ કાર્યકતા માટે તાલીમ કાર્યક્રમ: વિસ્તરણ સાથે જોડાયેલ કૃષિ વિભાગના પદાધિકારીઓ તથા સરકારી કર્મચારીઓ અને તે વિસ્તારમાં કાર્યરત વિવિધ એનજીઓના સભ્યોનો વિવિધ પાસાઓમાં તાલીમ આપવામાં આવે છે.આ પ્રકારની તાલીમનો મુખ્ય ઉદ્દેશ મેમરી તાજી કરે છે તથા જે તે વિસ્તારના વિસ્તરણ કાર્યકર્તાઓને નવી માહિતી કે ટેકનીકો વિશે અપગ્રેડ કરી તેમના કૌશલ્ય વધારે છે જેથી તાજેતરમાં તેમના વિસ્તારના ખેડૂતોની વિવિધ સમસ્યાઓ ઉકેલવા અને તેમનો સામનો કરવા નવા અભિગમ આપનાવે છે. વિવિધ વિભાગના વિસ્તરણ કાર્યકતા વૈજ્ઞાનિકો અને ગ્રામવાસીઓ વચ્ચે પુલની ગરજ સારે છે. જ્ઞાન સંસ્કારિતાએ અત્યંત આવશ્યક છે કે જે ટેકનોલોજીની અસરકારકતા અને કાર્યક્ષમ ટ્રાન્સફર માટે ખૂબ મદદરૂપ છે.
  • અગ્રીમ હરોળના નિદર્શન (એફ.એલ.ડી.): અગ્રીમ હરોળના નિદર્શનએ વૈજ્ઞાનિકોની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવતુ ફિલ્ડ નિદર્શન છે કારણકે પહેલાં વૈજ્ઞાનિક પોતે ટેકનોલોજીનુ પ્રથમ વખત ફિલ્ડમાં નિદર્શન કરે છે અને ત્યાર પછી રાજ્યના ખાસ કરીને કૃષિ વિભાગના જે તે વિસ્તરણ વિસ્તારમાં માં આપવામાં આવે છે. આ પદ્ધતિમાં નવા પાક ઉત્પાદન અને રક્ષણ ટેકનોલોજી અને તેના મેનેજમેન્ટ પદ્ધતિઓ ખેડૂતો ખેતરમાં કે જ્યાં બે થી ચાર હેક્ટર જમીનમાં બ્લોકમાં અપનાવવામાં આવે છે.આ નિદર્શન માટે માત્ર મુખ્ય ઇનપુટ્સ અને તાલીમ જ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પૂરી પાડવામાં આવે છે.અગ્રીમ હરોળના નિદર્શનમાં ખેડૂતો અને વિસ્તરણ કાર્યકર્તા લક્ષ્ય પ્રેક્ષકો હોય છે. નિદર્શનનો મુખ્ય હેતુ વિવિધ ખેતી પરિસ્થિતિ હેઠળ વધારે ઉપજ કે ઉત્પાદનમાં જવાબદાર પરિબળોનો ફાળો અને ઉત્પાદન ના પરિમાણોને સંબંધિત અમુક માહિતી પેદા કરવાનો છે. જે તે વિસ્તારના ખેડૂતો સાથે સંપૂર્ણ ચર્ચા અને પરામર્શ કર્યા પછીજ ચોક્કસ વિસ્તારમાં હાથ ધરવામાં આવે છે. જેતે વિસ્તારની જરૂરિયાત પર આધાર રાખીને નવી ટેકનોલોજીને વધારે સામથર્ય સાથે અત્યંત કાર્યક્ષમ પુરવાર કરવા આ કાર્યક્રમ માટે પસંદ થાય છે.સામાન્ય રીતે જ્યારે પાક પાકવાની તૈયારીમાં હોય છે ત્યારે એજ ક્ષેત્રમાં નિદર્શન દિવસ મનાવવામાં આવે છે સાથે સાથે વૈજ્ઞાનિકો. ખેડૂતો અને વિસ્તરણ કાર્યકર્તાઓ વચ્ચે ક્રિયાપ્રતિક્રિયા પણ થાય છે. પાક ખંતીલા ખેડૂતોની હાજરીમાં જ લણવામાં આવે છે જેથી તેઓ જાતેજ નવી ટેકનોલોજીનુ મહત્વ અને અસરકારકતા સરળતાથી આત્મસાત કરી શકે છે.
  • ફાર્મ પરીક્ષણ (ઓ.એફ.ટી.): કોઈપણ સુધારેલ ટેકનોલોજીનુ પરીક્ષણ ખેડૂતોના ખેતરમાં ખેડૂતો અને વૈજ્ઞાનિકો બંને સાથે સક્રિય ભાગીદારી સાથે કરે તે ઓ.એફ.ટી. તરીકે ઓળખાય છે. આ પદ્ધતિ બે થી ત્રણ સુધારેલી જાતો અથવા બે થી ત્રણ સુધારેલી ટેકનોલોજી એક જ ક્ષેત્રમાં પરીક્ષણ કરવામાં આવે છે જેથી પરિણામોની સરખામણી થઈ શકે. ખેડૂતોના સૂચનો અને સ્થાનિક જમીન તેમજ આબોહવા મુજબ ટેકનોલોજીનુ મહત્તમ વળતર લેવા માટે કે.વિ.કે.ના વૈજ્ઞાનિકો દ્વારા ટેકનોલોજીમાં સહેજ સુધારા વધારા કરવામાં આવે છે. કે.વિ.કે.ની બધી જ પ્રવૃત્તિઓ સાયન્ટિફિક એડવાઇઝરી કમિટીના સૂચન અને મંજૂરી મુજબ હાથ ધરવામાં છે. આ સમિતિમાં રાજ્યની જે તે કૃષિ યુનિવર્સિટીના કુલપતિ કે તેમના પ્રતિનિધિ અથવા ઇન્સ્ટિટયુટના ડિરેક્ટર, ઇન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીક્લચ રીસર્ચના પ્રતિનિધિ, જિલ્લા કલેકટરના પ્રતિનિધિ, રાજ્યના કૃષિ-બાગાયત-પશુપાલન વિભાગના પ્રતિનિધિ, પ્રગતિશીલ ખેડૂતો. વિસ્તારના સામાજિક કાર્યકરો અને કે વિ.કે.ના તાલીમ આયોજક સમાવેશ થાય છે. કે.વિ.કે.ના સાયન્ટિફિક એડવાઇઝરી કમિટી વર્ષમાં એક વખત કે.વિ.કે.ના કામની સમીક્ષા કરવા માટે એક મિટિંગનુ આયોજન કરી ભાવિ યોજના માટે સૂચનો કરે છે. કે.વિ.કે.ના ભાવિ ટેકનિકલ કાર્યક્રમની રૂપરેખા કે જે ચોક્કસ વિસ્તારના ખેડૂતોના સૂચન મુજબ તૈયાર કરવામાં આવે છે.

સ્ત્રોત: ડો. જીગ્નેશ મોવલિયા , કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી આણંદ કૃષિ યુનિવર્સિટી

3.16981132075
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top