વિકસતા દેશોમાં ધાન્ય પાકો લણ્યા બાદ સૂકો ચારો અને શેઢાપાળાનું ઘાસ ખવડાવવામાં આવે છે. પણ તેમની પૈાષ્ટિકતા પૂર્ણ ન હોવાથી પશુઓ તેમનું ઉત્પાદન પૂરુ નીચોવી શકતા નથી. માનવ વસ્તીની ધાન્ય માટેની માંગ, રોકડીયા પાકોની આવક, પાણીની અછત વગેરેના કારણે લીલો ઘાસચારો ઉગાડવામાં આવતો નથી. આવા સંજોગોમાં શેતૂરના ઝાડના પાંદડા કંઈકઅંશે પોષ્ટીકતા પૂરી પાડી શકે છે તેમજ તેને ઝાડના કે છોડના રૂપમાં ઉગાડી વર્ષમાં કેટલીય વાર તેના પાંદડા લણી શકાય છે. શેતૂરની વિવિધ જાતો જેવી કે મોરસ અલ્બા, મોરસ લેવીગેટા, મોરસ ઓસ્ટ્રાલીસ ગમે ત્યાં ઉગાડી શકાય છે. તેના ઉંડા મૂળીયાના કારણે બારેમાસ લીલાં રહી શકે છે. તેમજ શિયાળામાં પાનખર આવે છે.
સુકા તત્વ પ્રમાણે શેતૂરના પાંદડામાં ર૦૩પ ટકા પ્રોટીન, ૮૧૦ ટકા કુલ શર્કરા અને ૧ર૧૮ ટકા ખનીજ તત્વો હોય છે. ખનીજ તત્વોમાં ૦.પ૯૧.રપ ટકા મેગ્નેશીયમ, ૦.૦ર૦.ર૯ ટકા કલોરીન, ૦.૧૮૦.૭૬ ટકા સલ્ફર, ૦.૯૩૩.૧૯ ટકા પોટેશિયમ અને ૦.૧૩૦.ર૩ ટકા સોડીયમ હોય છે.
સમયસર / વારંવાર પાંદડાઓ લણવા જોઈએ. જેથી વધુમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે. રેશમના કીડાઓને ખવડાવ્યા બાદના વધેલા પાંદડા અને પાંદડાઓના ડાળખા પણ પશુઓને ખવડાવી શકાય છે. જેમાં ૧૧.પ ટકા પ્રોટીન, ૩૪ ટકા રેસા, ૭૬.પ ટકા કુલ કાર્બોદીત પદાર્થો, ૯.૩ ટકા રાખ, ૧.૬ ટકા કેલ્શીયમ અને ૦.ર ટકા પોટેશિયમ હોય છે.
શેતૂરના પાંદડાઓનું છાંયડામાં સૂકવણી કર્યા બાદ ૬ ટકા જેટલું મરઘાંના આહારમાં પ્રમાણ રાખી ખવડાવી શકાય છે.
મૈસૂર ખાતેના સંશોધન કેન્દ્રના પરિણામ સૂચવે છે કે ૧પ કિલો સુધી પાંદડા ખવડાવી શકાય છે. જેનાથી દૂધ ઉત્પાદન, દૂધની ચરબીની ટકાવારી વધવાની સાથે ફરીથી ગર્ભધારણ કરવાની શકિત પણ સારી વધે છે.
શેતૂરનું ઝાડ લગભગ દરેક વાતાવરણમાં ઉગાડી શકાય છે. તેનાં પાંદડા એકલાં અથવા લીલાચારાની સાથે પણ ખવડાવી શકાય છે. ખાસ કરીને ઉનાળાની અછતમાં લીલાચારાની અછત નિવારી શકાય છે
સ્ત્રોત: ખેબ્રહ્મા, કેવીકે
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020