હોમ પેજ / ખેતીવાડી / જિલ્લાવાર માહિતી / ખેડબ્રહ્મા / પ્રશ્નોત્તરી-પાડી અથવા વાછરડીનો વૈજ્ઞાનિક રીતે ઉછેર અને બચાવ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પ્રશ્નોત્તરી-પાડી અથવા વાછરડીનો વૈજ્ઞાનિક રીતે ઉછેર અને બચાવ

પાડી અથવા વાછરડીનો વૈજ્ઞાનિક રીતે ઉછેર કરી ગાયભેંસના બચ્ચાં ( પાડીઅથવા વાછરડી) બચાવવાનું અભિયાન

પાડી અથવા વાછરડીનો વૈજ્ઞાનિક રીતે ઉછેર કરી  ગાયભેંસના બચ્ચાં ( પાડીઅથવા વાછરડી) બચાવવાનું અભિયાન

પ્રશ્નઃ૧  નાના બચ્ચાંપાડી/વાછરડીના ઉછેરનો હેતુ શું છે?

એવું કહેવાય છે કે, સારા પશુઓ ખરીદી શકાતા નથી, પણ તેને  ઉત્પન્ન કરવા પડે છે. બહારથી કે બીજેથી ખરીદી લાવેલ પશુ ઉત્પાદનની અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએકેવું હશે,  તે ઘરે લાવ્યા પછી થોડા કે લાંબા ગાળે ખબર પડે છે. માટે પોતાના સારા પશુઓની ઓલાદનું  ઘરે વૈજ્ઞાનિક રીતથી માવજત કરવામાં આવે તો ઓછી ઉંમરે પુખ્ત બની આપણાં ધણમાં જોડાઈ શકે છે.

પ્રશ્નઃર પાડી/વાછરડી ઉછેરના પ્રકાર કેટલા છે?

નાના બચ્ચાંના ઉછેરના બે પ્રકાર છે. એક કુદરતી રીતથી અને બીજી વૈજ્ઞાનિક રીતથી. પહેલી રીતમાં નાના બચ્ચાંને તેની મા સાથે રાખીને ઉછેર કરવામાં આવે છે. જેમાં તેની માતાને ધવરાવીને અન્ય આહારની સાથે દાણ અને ઘાસચારો આપીને ઉછેર કરવામાં આવે છે. જયારે બીજી રીતમાં નાના બચ્ચાંને તેના જન્મ બાદ તુરંત જ તેની માતાથી અલગ કરી ઉછેર કરવામાં આવે છે. જેને વૈજ્ઞાનિક ભાષામાં 'વીનીંગ' કહેવાય છે.

પ્રશ્નઃ૩  નાના બચ્ચાંનો કુદરતી રીતથી ઉછેરનો આછેરો ખ્યાલ આપવો.

આ રીતમાં બચ્ચાંને તેની માતાનું જ દૂધ ધવરાવવામાં આવે છે. તેના વજનના ૧૦ % પ્રમાણે ર૪ કલાક દરમ્યાન બે વખત ધવરાવવામાં આવે છે. એક મહિના સુધી તેને માત્ર દૂધ જ ધવરાવવામાં આવે છે. એક મહિના બાદ તેને થોડુંક થોડુંક મુઠૃીભર દાણ અને ઉત્તમ કક્ષાનો લીલો કુમળો ઘાસચારો આપવામાં આવે છે જે ધીમેધીમે  તેની માત્રા વધારવામાં આવે છે અને દૂધની માત્રા ઘટાડવામાં આવે છે. છ મહિનાની ઉંમર સુધીમાં પ૦૦ ગ્રામ દાણ દરરોજ આપવામાં આવે છે. તેમજ જે રોજ થોડું થોડંુ વધારતાં ૧ર મહિનાની ઉંમર સુધીમાં એક થી દોઢ કિલોગ્રામ સુધી દરરોજ ખવડાવવું જોઈએ. વાછરડાં ઉછેરનું ખાસ દાણ નીચે મુજબ બનાવવું જોઈએ.

જવનો ભરડોઃ          પ૦ ટકા

મગફળીનો ખોળ :     ૩૦ ટકા

ઘઉંનું થુલું :            ૮ ટકા

સ્કીમ મિલ્ક પાવડર : ૧૦ ટકા

ખનીજ મિશ્રણ :        ર ટકા

જણાવેલ દાણમાં ર૦ થી રર ટકા પ્રોટીન હોવું જરૂરી છે.

પ્રશ્ન : ૪ વૈજ્ઞાનિક રીતથી બચ્ચાંનો ઉછેરનો વિગતવાર ખ્યાલ આપશો.

આ રીતથી બચ્ચાંના ઉછેરને 'વીનીંગ' કહેવામાં આવે છે. જેમાં વિયાણ બાદ તુરંત જ બચ્ચાંને તેની માતાથી અલગ કરીને ઉછેર કરવામાં આવે છે. જેમાં તેને વાસણમાંથી દૂધ પીતા શીખવવું પડે છે, દૂધ પીવડાવવામાં કાળજી રાખવી પડે છે. જેમાં નિયમિત અંતરે દૂધ પાવવું, ઠંડું દૂધ હોય તો શરીરના તાપમાન જેટલુંં ગરમ કરવું તેમજ દૂધ પીવડાવ્યા બાદ મોઢું સ્વચ્છ કરવું જોઈએ.

શરૂઆતના બે અઠવાડીયા સુધી તેની માતાનું  દૂધ પીવડાવવું જોઈએ. જે ત્યારબાદ ત્રીજા અઠવાડીયામાં આ દૂધ ઓછું કરીને સેપરેટ દૂધ અથવા કૃત્રિમ દૂધનું પ્રમાણ વધારતાં જવું. ત્રીજા અઠવાડીયાના અંત સુધીમાં દૂધ નાબૂદ કરીને સેપરેટ / કૃત્રિમ દૂધનું પ્રમાણ પ૦૦ મિ.લી.થી ચાલુ કરીને ર.પ થી ૪.૦ લીટર જેટલું કરવામાં આવે છે. જે ચાર, પાંચ અને છઠૃા અઠવાડીયાથી વધારતાં  ૬.૦ લીટર જેટલું કરવું જોઈએ. જે છ મહિના સુધી દરરોજ ૬.૦ લીટર દૂધ પાવવું. ત્યારબાદ ધીમેધીમે બંધ કરવું અને નાના બચ્ચાંનું ઉછેર દાણ ખવડાવવાનું ચાલુ કરવું જોઈએ. વધુમાં દૂધ પીવડાવનાર અને વાસણો સ્વચ્છ અને જંતુમુકત હોવા જરૂરી છે.

પ્રશ્નઃપ નાના બચ્ચાંમાં તંદુરસ્તી જળવાઈ રહે અને વિકાસ ઝડપી થાય તે માટે શું કરવું જોઈએ.

મોટેભાગે નાના બચ્ચાંનો ઉછેર જન્મના પહેલાં બેત્રણ માસ દરમ્યાન થાય છે. આ સમય દરમ્યાન તેની માતાને વસુકાવી સારો પોષણયુકત અને રેચક ખોરાક આપવો જોઈએ. આ સમય દરમયાન બચ્ચાંનો વિકાસ ઝડપી હોય છે. માટે તેની માતાને પોષણયુકત ચેલેન્જ ફીડીંગ કરાવવું ખૂબ જ જરૂરી છે. ચેલેન્જ ફીડીંગ એટલે કે છેલ્લા બે મહિના દરમ્યાન માતાને ચડતાં ક્રમમાં દાણની માત્રા વધારવી.

 • જન્મ પછી બચ્ચાંના શરીર ઉપરથી મેલ / આવરણ દૂર કરવું અને નાકમોં સાફ કરવું જોઈએ, બચ્ચાંની છાતીને માલિશ કરવી જેથી શ્વાસોશ્વાસની પ્રક્રિયાને ઉત્તેજન આપી શકાય અને ત્યારબાદ બચ્ચાંના ડુંટાને જંતુમુકત દોરા વડે બાંધીને જંતુમુકત કરવો. જેથી ડંુટો પાકતો અટકાવી શકાય.
 • નાના બચ્ચાંને વિયાણ બાદથી દોઢ કલાકમાં તેની માતાનું પ્રથમ દૂધ એટલે કે ખીરૂ પીવડાવવું જોઈએ કારણ કે, ખીરૂ અમૃત સમાન ગણાય છે. ખીરાંમાં રહેલ રોગપ્રતિકારક દ્રવ્યો દોઢ કલાકમાં જ બચ્ચાંના આંતરડાં ધ્વારા મહત્તમ શોષાય છે. ખીરૂ પીવડાવવાથી બચ્ચાંમાં રોગ પ્રતિકારક શકિત ઉત્પન્ન થાય છે. જે બચ્ચાંને ભવિષ્યમાં ચેપ સામે લડવાની શકિત આપે છે, ખીરૂ રેચક હોવાથી બચ્ચાંના પેટનો જૂનો મળ દૂર કરે છે તેમજ ખીરાંમાં પ્રોટીન, ખનીજતત્વો, વિટામીનો પ્રચુર માત્રામાં હોવાથી બચ્ચાંના શારીરિક વિકાસને વેગવંતો બનાવે છે.
 • નાના બચ્ચાંને ખાસ કરીને વિપરીત વાતાવરણથી બચાવવા જોઈએ.
 • સંકર વાછરડાં ખાસ કરીને ૧૦ દિવસના થાય ત્યારે તેના શિંગડાં મૂળથી દૂર / ડામી દેવડાવવા જોઈએ.
 • વાછરડાંને ખોરાકમાં પ્રતિજૈવિક દવા આપવી જોઈએ. જેમાં ઓરીઓમાયસીન દવા રોજ ૮૦ મિ.ગ્રા. ૪ દિવસથી ૧૧૬ દિવસ સુધી આપવી. આનાથી શારીરિક વિકાસ સારો થાય છે, વિટામીનબી૧ર ની જરૂરીયાત ઘટાડી શકાય છે, જીવનકાળ દરમયાન તે સહાયક તરીકે કામ કરે છે, સફેદ દુર્ગંધ મારતા ઝાડાંથી અને ચેપી રોગોથી બચાવે છે અને મૃત્યુદર પણ ઘટાડે છે.

પ્રશ્નઃ૬  નાના બચ્ચાંના અગત્યના રોગો કયાં કયાં છે ?

નાના બચ્ચાંઓમાં પ રોગો મુખ્યત્વે હોય છે.જેમાં સેપ્ટીસીમીયા (ચેપ લાગવો), ઝાડાંનો રોગ, ન્યુમોનિયા, મોટા ગોળ કૃમિ અને ખસખર જવું.

પ્રશ્નઃ૭  સેપ્ટીસેમિયા રોગ વિશે ટૂંકમાં જણાવો.

જયારે આ રોગ થાય છે. ત્યારે બચ્ચાનાં શરીરમાં રોગ કરતાં જીવાણુઓ હોય છે અથવા તે જીવાણુંઓનું ટોકસીન (ઝેર) હોય છે. બચ્ચું જયારે ગર્ભાશયમાં હોય, અથવા વિયાણ સમયે કે તુરંત જ બાદ જીવાણુઓનો ચેપ  લાગી શકે છે. રોગીષ્ટ ગાભણ માદા, રોગીષ્ટ ઓર / મેલ, બચ્ચાંની રોગીષ્ટ નાળ/ મૂળ ધ્વારા મેલીનું પાણી નાક ધ્વારા લેતાં/ અથવા જખ્મથી ચેપ લાગી શકે છે.મુખ્યત્વે ગ્રામ નેગેટીવ જીવાણુઓ જેવા કે ઈકોલાઈ અને સાલ્મોનેલ્લા આ રોગ માટે જવાબદાર છે.

ચિન્હો : બચ્ચાં અશકત અને તણાવગ્રસ્ત હોય છે.

ઉભાં થવામાં તકલીફ પડે છે, વિયાણબાદ પ દિવસ સુધી પૂરતું / અપૂરતું ધાવતાં નથી, સાંધાઓ ફુલી જવા, ઝાડા, ન્યુમોનીયા, મગજનો સોજો, આંખોમાંથી સફેદ સ્ત્રાવ થવો, ડૂટો મોટો અને કડક થવો જેવા ચિન્હો જોવા મળે છે.

તાવ હોય છે અને ન પણ હોય. ઘણાં બચ્ચાંઓનું શરીરનું તાપમાન ઘટી પણ જાય છે તેમજ આવા રોગીષ્ટ બચ્ચાંઓ પૂરતું ખીરૂ ધાવ્યું ન હોય તેવી માલિક ધ્વારા ફરીયાદ કરવામાં પણ આવે છે.

પ્રશ્નઃ૭  સેપ્ટીસેમિયા રોગ વિશે ટૂંકમાં જણાવો.

જયારે આ રોગ થાય છે. ત્યારે બચ્ચાનાં શરીરમાં રોગ કરતાં જીવાણુઓ હોય છે અથવા તે જીવાણુંઓનું ટોકસીન (ઝેર) હોય છે. બચ્ચું જયારે ગર્ભાશયમાં હોય, અથવા વિયાણ સમયે કે તુરંત જ બાદ જીવાણુઓનો ચેપ  લાગી શકે છે. રોગીષ્ટ ગાભણ માદા, રોગીષ્ટ ઓર / મેલ, બચ્ચાંની રોગીષ્ટ નાળ/ મૂળ ધ્વારા મેલીનું પાણી નાક ધ્વારા લેતાં/ અથવા જખ્મથી ચેપ લાગી શકે છે.મુખ્યત્વે ગ્રામ નેગેટીવ જીવાણુઓ જેવા કે ઈકોલાઈ અને સાલ્મોનેલ્લા આ રોગ માટે જવાબદાર છે.

ચિન્હો : બચ્ચાં અશકત અને તણાવગ્રસ્ત હોય છે.

પ્રશ્નઃ૮  ઝાડાંનો રોગ અગત્યનો હોઈ, તેના વિશે પ્રકાશ પાડશો.

આ એક અગત્યનો અને સામાન્ય રીતે વધુ પ્રમાણમાં જોવા મળતો રોગ છે તેમજ સારા મેનેજમેન્ટથી આ રોગને દૂર કરી શકાય છે. આ રોગ મુખ્યત્વે વિયાણથી ૩૦ દિવસ દરમ્યાન જોવા મળે છે. શરૂઆતમાં પાતળાં પાણી જેવા ઝાડા કરે છે. જેનાથી શરીરમાં પાણી ઓછું થવાથી આંખો ઉીંડી ઉતરી જાય છે. શરીર સાવ બરછટ થઈ જાય છે. અને ચામડી એકદમ ઢીલી અને પાણી વગરની લાગે છે.બચ્ચાંના ચારે પગના છેડા એકદમ ઠંડા પડી જાય છે, ખાવાનું બંધ કરી દે છે, ઉભા થવામાં તકલીફ પડે છે તેમજ સમયસર સારવાર કરવામાં ન આવે તો બચ્ચું સાવ ભાન ભુલી બેસે છે.

ઝાડા મુખ્યત્વે પાંચ પ્રકારના છે.

૧.સફેદ ઝાડા (કોલીબેસીલોસીસ)

ર.પરોપજીવી ઝાડા  (એસ્કેરીયાસીસ)

૩.જીવાણુજન્ય અને વિષાણુજન્ય ઝાડા

૪.કોકસીડીયોસીસ ઝાડા

પ.ખોરાક જન્ય ઝાડા

ઉભાં થવામાં તકલીફ પડે છે, વિયાણબાદ પ દિવસ સુધી પૂરતું / અપૂરતું ધાવતાં નથી, સાંધાઓ ફુલી જવા, ઝાડા, ન્યુમોનીયા, મગજનો સોજો, આંખોમાંથી સફેદ સ્ત્રાવ થવો, ડૂટો મોટો અને કડક થવો જેવા ચિન્હો જોવા મળે છે.

તાવ હોય છે અને ન પણ હોય. ઘણાં બચ્ચાંઓનું શરીરનું તાપમાન ઘટી પણ જાય છે તેમજ આવા રોગીષ્ટ બચ્ચાંઓ પૂરતું ખીરૂ ધાવ્યું ન હોય તેવી માલિક ધ્વારા ફરીયાદ કરવામાં પણ આવે છે.

પ્રશ્નઃ૯  ઝાડાં અટકાવવા માટે પ્રાથમિક ઉપચારમાં શું કરવું જોઈએ ?

 • આ રોગના પ્રતિબંધક ઉપાયોમાં બચ્ચાંઓને સ્વચ્છ વાતાવરણમાં રાખવાં, પ્રમાણસર દૂધ પાવુ.  આંચળની સ્વચ્છતાં, બચ્ચાંઓ માટે ઉપયોગમાં લેવામાં આવતાં સાધનોની સાફસફાઈ આ રોગના જંતુઓ અટકાવવામાં મહત્વનો ભાગ ભજવે છે.
 • સમયસર ખીરૂ પીવડાવવું અને સ્વચ્છતા (ખોરાક, પાણી, રહેઠાણની) રાખવી.
 • ઉકાળેલ ઠંડા કરીને એક લીટર પાણીમાં ૮ ચમચી ખનીજ લવણ અને ચાર ચપટી મીઠાનું દ્રાવણ  બનાવી         સતત ટુંકા અતરાળે પીવડાવવું.
 • સફેદ ઝાડામાં એન્ટીબાયોટીકની ગોળી 'વોકટ્રીન' બે ગોળી સવારસાંજ ત્રણ દિવસ સુધી આપવી.
 • લોહીવાળા ઝાડામાં સલ્મેટની બે ગોળી સવારસાંજ ચાર દિવસ સુધી આપવી.
 • ૧રપ ગ્રામ સીસમના પાંદડા વાટીને સવારસાંજ ૩ દિવસ આપવાથી રાહત થાય છે.
 • ચાવલના પાણીને જવના આટા સાથે મિક્ષ કરી ર૦૦ ગ્રામ સવારસાંજ ત્રણ દિવસ આપવાથી જલદી રાહત થાય છે.

પ્રશ્નઃ૧૦ કૃમિના રોગ વિશે જણાવી નિયંત્રણ માટે શું પગલાં લેવા જોઈએ.

આપણાં  દેશમાં અને ખાસ કરીને ગુજરાત રાજયમાં લગભગ ૯૦ % થી ઉપર વાછરડા / પાડામાં ટોકસોકેરા વિટુલોરમ નામના મોટાં લાંબા ગોળ કૃમિની બીમારી થાય છે. તેવું સર્વેક્ષણ ધ્વારા તારણ કાઢવામાં આવેલ છે. વાછરડાં/ પાડાંના છ માસની ઉંમર સુધી થતાં મૃત્યુ પ્રમાણમાં ૭૦ % થી વધુ મૃત્યુ પ્રમાણ ફકત આ કૃમિથી થાય છે. વધુમાં નર બચ્ચાંઓ તરફ આપણી દુર્લક્ષતાના કારણે મોટાભાગના બચ્ચાંઓનું ૧ થી ૩ માસની ઉંમર દરમિયાન જ આ કૃમિની બીમારીથી મૃત્યુ પામે છે.

કૃમિના લક્ષણો :

 • આ કૃમિ આંતરડાની અંદર દિવાલને કોરી, ખોરાક તરીકે ઉપયોગ કરે છે. કોઈક વખતે દિવાલની અંદરની ઉંડાઈ સુધી કોતરનો આંતરડામાં લોહી આવે છે અને આંતરડાની દિવાલને સોજો આવે છે. આના લીધે ઝાડા થાય છે તેમાં કોઈક વખતે લોહી આવે છે.
 • વધુ સંખ્યામાં કૃમિ હોય તો આંતરડાના માર્ગને બંધ કરી દે છે અને ઝાડાનો અટકાવ થઈ જાય છે.
 • સામાન્ય રીતે મરડીયા જેવા ખાસ પ્રકારના દુર્ગંધ  મારતા ઝાડા, પેટનો દુઃખાવો, આફરો અને કૃમિની સંખ્યા વધુ હોય તો બંધ પડયો હોય તેવા લક્ષણો જોવા મળે છે.
 • છેલ્લા સ્ટેજમાં ઘણી વખતે કૃમિ આંતરડામાં કાણાં પાડીને પેટમાં પણ આવી જાય છે. આવા સમયે બચ્ચું જમીન ઉપર ચારે પગે સૂઈ જાય છે, માથું અને ડોક ઉપરની બાજુએ ટટૃાર ખેંચી રાખે છે, આફરો થાય છે, ઝાડા બંધ પડી જાય છે. પગ પછાડે છે તેમજ દવા કરવા છતાં પણ બચ્ચું મૃત્યુુ પામે છે.

સારવારઃ

સારવાર ખૂબ જ  અગત્યની છે. સામાન્ય રીતે કૃમિનાશક દવા આપ્યા પછી જુલાબ આપવો જરૂરી છે. નીચે જણાવેલ દવાઓમાંથી કોઈપણ એક દવા મોં વાટે આપી શકાય છે.

ઝાડાના કારણે ઉત્પન્ન થયેલ પરિસ્થિતિને ધ્યાને લઈ પશુચિકિત્સકની સલાહ મુજબ સારવાર લેવી ખૂબ જ હિતાવહ છે.

૧. પીપરાઝીન         :       ર૦૦ મી.ગ્રા./કિ.ગ્રા.

ર. આલબેન્ડાઝોલ     :       ૭.પ મી.ગ્રા./કિ.ગ્રા.

૩. ફેનબેન્ડાઝોલ       :       ૭.પ મી.ગ્રા./કિ.ગ્રા.

૪. મેબેન્ડાઝોલ                :       ૧પ મી.ગ્રા./કિ.ગ્રા.

પ. લેવામીસોલ        :       ૭.પ મી.ગ્રા./કિ.ગ્રા.

૬. મોરન્ટલ ટારટરેટ  :       ૧૦ મી.ગ્રા./કિ.ગ્રા.

અટકાવ : કૃમિજન્ય બિમારી માટે અટકાવ/અગમચેતી અગત્યની છે.ગર્ભાવસ્થા દરમ્યિાન જ આ કૃમિનો ચેપ લાગવાની શકયતા હોવાથી, જન્મના પ્રથમ દિવસે જ બચ્ચાંઓંને ખીરૂ ધવરાવ્યા પછી કૃમિનાશક દવાનો ડોઝ આપવો જરૂરી છે. બીજો ડોઝ બીજા અઠવાડીયાની ઉંમરે અને ત્રીજો ડોઝ છઠૃા અઠવાડીયાની ઉંમરે આપવાથી નાના આંતરડામાં વિકાસ પામતાં કૃમિનો નાશ થાય છે. ત્યારબાદ દર ત્રણ અઠવાડિયે કૃમિનાશક દવાનો ડોઝ બચ્ચાંને આપવો જરૂરી છે.

પ્રશ્નઃ૧૧ બચ્ચાંમાં થતા ચામડીના રોગ વિશે થોડુક જણાવો

જુ, ઈતરડી, કથીરીઓ જેવા બાહય પરોપજીવી કીટાણુઓ ધ્વારા બચ્ચાંઓમાં ચામડીના વાળ ખરી જવા, ચામડી રૂક્ષ તથા જાડી થઈ જવી, ચીકણો પાણી જેવો પદાર્થ નીકળવો વગેરે જોવા મળે છે.

રહેઠાણની સ્વચ્છતામાં, પુરતો હવાઉજાસ, યોગ્ય જંતુનાશક દવાઓનો ઉપયોગ વિવેકપૂર્વક ઉપયોગ તેમજ નજીકના પશુચિકિત્સકનો સંપર્ક આવા રોગને અટકાવવા અગત્યનો બને છે. પ્રાથમિક સારવારમાં ઉપર જણાવ્યા પ્રમાણે કડવા લીમડાના પાંદડાથી બચ્ચાંને નવડાવવાથી તથા કરંજ તેલની ખસવાળા ભાગમાં લેપ કરવાથી રાહત મળે છે. પશુચિકિત્સકની સલાહથી આઈવરમેકટીન ઈજેકશન અપાવવાથી જડમુળમાંથી નાશ થાય છે.

પ્રશ્નઃ૧ર નાના બચ્ચાંઓમાં મૃત્યુદર વધુ હોવાથી ઘટાડવા માટેના સૂચનો જણાવશો.

પશુપાલક માટે અને વિયાયેલ ગાયભેંસ માટે નાનું બચ્ચું કિંમતી અને અગત્યનું છે.પાડાં / વાછરડાં પશુપાલકનું ભવિષ્યનું ધણ છે. વિયાણ દરમ્યાન બચ્ચાંનું મરણ થાય તો દૂધ ઉત્પાદન ઉપર માઠી અસર પહોંચે છે. જેના કારણે નુકશાન થાય છે તેમ છતાં સાત સરસ સૂચનો જણાવ્યા પ્રમાણે જો અપનાવવામાં આવે તો મૃત્યુદર ઘટાડી શકાય છે. જેમાં કોઈપણ પ્રકારનો ખર્ચ નથી. તેમ છતાં વધુ તકલીફ હોય તો પશુચિકિત્સકને બોલાવવા જરૂરી છે.

 • સામાન્ય રીતે વિયાણ એ તબકકાવાર વધતી કાર્યવાહી છે માટે દરેક તબકકાનું નિરીક્ષણ કરવું ખૂબ જ અગત્યનું છે. જે ત્રણ તબકકામાં વહેંચાયેલુ  છે.
 • ગ્રીવા / કમળનું ખુલવું અને શીથીલ થવું :

આ તબકકા દરમ્યાન પશુ બેચેન થાય છે, વારંવાર પુંછડી ઉીંચી નીચી કરે છે અથવા બેચેની દર્શાવે છે. ગર્ભાશય સંકોચન ક્રિયા ચાલુ કરે છે. જેનાથી પરપોટો (ગર્ભાવરણ ) બહાર આવે છે. આ ક્રિયા / તબકકો પૂર્ણ કરવા ર૪ કલાક સુધીનો સમય લાગે છે.

 • બચ્ચાંને બહાર ફેંકવા / વિયાણ માટેનો જોરદાર ધકકો :

ગર્ભાવરણ અથવા મેલી જયારે યોનિ બહાર આવે છે ત્યારે આ તબકકાની શરૂઆત થાય છે. નાનાં બચ્ચાંનાં મૃત્યુદર ઘટાડવા આ તબકકો ખૂબ જ અગત્યનો છે. આ તબકકો જેટલો લાંબો એટલું જ મૃત્યુદર વધુ થાય છે. વોડકીમાં આ તબકકો લાંબો ( ૧ થી ૪ કલાક) અને પુખ્તવયના પશુમાં (૧/ર થી ૧ કલાક સુધીનો ) હોય છે.

મેલી પડવી અને ગર્ભાશયને મળ સ્થિતિમાં આવવું :

વિયાણ બાદ ૮ કલાકમાં મેલી ન પડે તો પુશચિકિત્સકની સલાહ / સારવાર લેવી ખૂબ જ અગત્યની છે.

પરપોટો ( ગર્ભાવરણ) બહાર આવે ત્યારે સમયની નોંધણી રાખવી ખૂબ જ જરૂરી છે કારણ કે  ત્યારપછીની ક્રિયાઓ બંધ પડી જાય અથવા લંબાઈ જાય તો વિયાણમાં મુશ્કેલી ( ડીસ્ટોકીયા) થશે તેવો અંદાજ લગાવી શકાય. પુખ્ત /ઉંમરલાયક પશુમાં પરપોટો નિકળ્યાના અડધા કલાક પછી બચ્ચું બહાર આવવું જોઈએ તેનું નિરીક્ષણ કરવું. જયારે વોડકીને વધુમાં વધુ એક થી દોઢ કલાકમાં બચ્ચું બહાર આવી જવું જોઈએ. જો આમ ન થાય તો તાત્કાલિક પશુ ચિકિત્સકની સલાહ /સારવાર લેવી ખૂબ જ જરૂરી બને છે.

જેમ જેમ સમય વધુ વિતે તેમ તેમ બચ્ચાંનું મૃત્યુદર પણ વધે છે. માટે વધુ સમયની રાહ જોવી તે બચ્ચાંનું મૃત્યુ નોતરી શકે છે.

વિયાણમાં તકલીફ થતી હોય એવા પશુની, રહેઠાણની અને આજુબાજુના વાતાવરણની સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે. જે પશુને અને બચ્ચાંને ઈન્ફેકશન (ચેપ) થી બચાવે છે.

વિયાણ દરમ્યાન બચ્ચાંને ખેંચવા માટે ઉતાવળ કરવી નહી. જયારે માદાં ધકકો મારે ત્યારે જ વિયાણમાં મદદ કરવી. તેમજ શકય હોય તો થોડુંક ખાદ્ય તેલ બચ્ચાંના આજુબાજુ (યોનિમાં) લગાવવું . જેથી વિયાણમાં  ખેંચાણ દરમ્યાન તકલીફ ન પડે.

વિયાણ બાદ તુરંત જ બચ્ચાંના મોં, નાક, શરીર સાફ કરી, છાતીને મસાજ કરવી અને શકય હોય તો પાછળના પગ પકડીને બચ્ચાંને ઉંચું કરવું જેથી શ્વાસનળીમાં ગર્ભાવરણનું પાણી હોય તો નીકળી જાય. જેથી ન્યુમોનિયાથી બચાવી શકાય.

બચ્ચાંનો ગર્ભનાળ માતાના ઉદરથી અલગ ન પડયો હોય તો સર્વપ્રથમ બચ્ચાંના શરીરથી ૩પ ઈંચ દૂર જંતુરહિત દોરો બાંધવો તેમજ તેનાથી એકાદ ઈંચ દૂર બીજો દોરો બાંધવો. તે બન્ને વચ્ચે જંતુરહિત કરેલ ચપ્પાંથી અથવા બ્લેડથી ગર્ભનાળ કાપવું.ત્યારબાદ બચ્ચાંના ડુંટાને લીકવીડ પોવીડોન આયોડીન લગાવવુ. જેથી ડુંટો પાકતો અટકાવી શકાય.

માદાંના વિયાણ બાદના દોઢ કલાકની અંદર જ બચ્ચાંને ખીરૂ પીવડાવવું. જે તેને પ્રતિકારકશકિત અર્પે છે. જેથી ભવિષ્યમાં ચેપ સામે લડી શકાય. સાથે ખીરૂ રેચક હોવાથી બચ્ચાંનો જૂનો મળ પણ નીકળી જાય છે. તેમજ ખીરૂ પોષ્ટીક હોવાથી બચ્ચાંના શરીરનો વિકાસ સારો અને ઝડપી થાય છે. બચ્ચાંના જન્મના ૧પ દિવસની અંદર કૃમિનાશક દવા આપવી. કૃમિનાશક દવા હંમેશા ૧૦૦ મીલી. ખાદ્યતેલ સાથે આપવી જોઈએ.

જો ઉપરોકત જણાવ્યા પ્રમાણે સૂચનોનો અમલ કરવામાં આવે તો પાડાં / વાછરડાંનું મૃત્યુદર મહદઅંશે અટકાવી શકાય છે.

3.27777777778
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top