વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

એનાપ્લાજ્મોસિસ

પશુઓમાં લોહીના પ્રજીવથી થતો રોગ - એનાપ્લાજ્મોસિસ

પશુઓમાં લોહીના પ્રજીવથી થતો રોગ - એનાપ્લાજ્મોસિસ

આ રોગ વાગોળતાં પશુઓમાં થતો એક મહત્વનો રોગ છે જે એનાપ્લાઝમા નામના પ્રજીવને કારણે થાય છે. જે બૂફીલસ, ડરમેટોસેંટર, હાયેલોમા, રહિપિસીફેલસ અને અરગસ નામની ઇતરડીથી ફેલાય છે. આ રોગ એનાપ્લાજમા મારજીનાલે નામના પ્રજીવથી ફેલાય છે. આ રોગના પ્રજીવો રક્તકણોની અંદર જોવા મળે છે. જે ઇતરડી અને કરડવાવાળી માખીથી થાય છે. આ ઇતરડી અને માખી રોગી પશુને કરડે ત્યારે તેના શરીરમાંથી લોહીની સાથે સાથે એનાપ્લાઝમા નામના પ્રજીવને પણ ખેંચી લે છે અને જ્યારે ઇતરડી સ્વસ્થ પશુને કરડે ત્યારે સ્વસ્થ પશુના શરીરમાં રોગના પ્રજીવોને પહોંચાડે છે. એક વાર રોગગ્રસ્ત થયા પછી પશુ લાંબા સમય સુઘી રોગના વાહક તરીકે રોગને ફેલાવે છે. આવા પ્રજીવ લોહીમાં પહોંચી તેમાં જામી જાય છે અને આવા પ્રજીવગ્રસ્ત લોહીનાં કણોને બરોળ મારી નાખે છે જેના લીઘે પશુનાં શરીરમાં લોહીની તીવ્ર ઉણપ થાય છે.

આ રોગમાં પશુ ખૂબ જ કમજોર થઇ જાય છે, પાંડુરોગ, અને પીળીયો થાય છે. આ રોગ મુખ્યત્વે ગાય, ભેંસ, ઘેંટા અને બકરાઓમાં જોવા મળે છે. તેમજ આ રોગ વિદેશીજાતની ગાયોમાં પણ જોવા મળે છે. ખાસ કરીને આ રોગ ૧૮ માસથી વઘુ ઉમરનાં પશુઓમાં વઘારે જોવા મળે છે.

રોગનાં ચિહ્નો-

આ રોગમાં પશુનાં શરીરનું તાપમાન ઘીરે ઘીરે વઘે છે અને ૧૦૪.૦° ફે સુઘી પહોંચી જાય છે. તેમજ પશુને ભૂખ પણ ખૂબ જ ઓછી લાગે છે, પશુ ઘણું નબળુ પડી જાય છે, પશુને પાંડુરોગ પણ થાય છે. આ રોગમાં પશુના મુત્રનો રંગ સામાન્ય હોય છે.

રોગનું નિદાન-

  • રોગનાં બાહ્ય ચિહ્નો દ્વારા.
  • પશુનાં લોહીનું લેબોરેટરી પરીક્ષણ કરાવવાથી.
  • રક્તકણો, હીમોગ્લોબિન,પી.સી.વી જેવા કણોનું પ્રમાણ ઘટી જવાથી.

સારવાર-

  • આવા પશુને એન્ટીબાયોટીક, બેરેનિલ વગેરે જેવી દવાઓ તુરંત જ પશુ ડોકટર પાસે અપાવવી જોઇએ. અને જો પશુના શરીરમાંથી રકતકણોની સંખ્યા એકાએક ઘટી જાય તો આવા સંજોગોમાં સ્વસ્થ પશુમાંથી લોહી લઇને બીમાર પશુને ચડાવવું જોઇએ.

રોગનો અટકાવ અને નિયંત્રણ-

  • આ રોગનો ફેલાવો થતો અટકાવવા ઇતરડી પર નિયંત્રણ કરવુ ખુબ જ જરૂરી છે.
  • સમય પર રોગી પશુનું લોહી પરીક્ષણ કરાવી જે પશુ રોગથી પીડાતું હોય તેવા પશુને તાત્કાલીક જ યોગ્ય પશુ સારવાર કરવી જોઇએ.
3.17647058824
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top