યોજના અંતર્ગત આઇ.ટી.ડી.પી તાલુકાની આદિજાતિની ૦ થી ૨૦ સ્કોરની મહિલા લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે.
લાભાર્થીઓને દૂધાળાપશુ , ખાણદાણ, પશુવીમો, વાસણો, વાહતુક અને પશુપાલન માટેની તાલીમ વિગેરે આપવામાં આવે છે.
યોજના અંતર્ગત ( ભારત સરકારની સહાય રૂ/. ૧૭,૪૦૦/- ગુજરાત સરકારની સહાય રૂ/. ૧૫,૦૦૦/- ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની લોન રૂ/. ૨૦,૦૦૦/- રૂ/. ૨,૦૦૦/- લાભાર્થી ફાળો) આમ કુલ રૂ/. ૫૪,૪૦૦/- ની યોજના અંતર્ગત લાભાર્થીને મદદ કરવામાં આવે છે.
યોજનાનું અમલીકરણ સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ – હિંમતનગર દ્રારા કરવામાં આવે છે.
ડેરી દ્રારા લાભાર્થીઓની પસંદગી ગામની દૂધ મંડળી દ્રારા કરાવવામાં આવે છે. જેના ફોર્મ ડેરી દ્રારા અત્રેની કચેરીએ રજુ કરવામાં આવે છે. ચકાસણી બાદ અત્રેની કચેરી દ્રારા લાભાર્થીઓને લાભ આપવા માટેની મંજુરી આપવામાં આવે છે.
યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ પોતાની ગામની દૂધ મંડળી, સાબર ડેરી અથવા પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરીએ કરે શકે છે. તેમજ તેના ફોર્મ સાબર ડેરી અને પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરીથી ઉપલબ્ધ થાય છે.
૧. લાભાર્થી મહિલા પશુપાલન માટે સક્ષમ હોવી જોઇએ.’
૨. તેની ઉંમર ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
૩. આઇ.ડી.ડી.પી તાલુકાની ૦ થી ૨૦ સ્કોરની બી.પી.એલ લાભાર્થી હોવી જોઇએ.
૪. લોકફાળાની રકમ ભરવા સક્ષમ હોવી જોઇએ.
૫. યોજના અંતગર્ત આપવામાં આવતી લોન ભરવા સંમત હોવી જોઇએ.
સ્ત્રોત: ખેડબ્રહ્મા પંચાયત
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/2/2020