રાજયના મુખ્ય / અગત્યના પાકો, તેની ભલામણ કરવામાં આવેલ જાતો અને ખેતી પધ્ધતિઓ. આપણે જાણીએ છીએ કે ગુજરાતની ખેતી વૈવિધ્યભરી છે. આમ છતાં કૃષિ સંશોધનોનાં પરિણામે જુદા-જુદા પાકોમાં વધુ ઉત્પાદન આપતી જાતોની શોધથી ઉત્પાદન ક્ષેત્ર જબરી કાન્તી આવી છે. પરિણામ સ્વરૂપ કઠોળ પાકો, રોકડીયા પાકો, તેલીબિયાંના પાકો, ધાન્ય પાકો, શાકભાજીના પાકો, મસાલાના પાકો, ઓષધીય પાકો અને બાગાયતી પાકોમાં વધુ ઉત્પાદન આપતી અનેક જાતો શોધાઈ છે. એ જ રીતે જુદા જુદા પાકોની ખેતી પધ્ધતિમાં પણ અમૂલ પરિવર્તન આવ્યું. વાવેતર માટે સુધારેલી / સંકર જાતોની પસંદગીથી માંડીને ખેતીના પ્રત્યેક કાર્યોમાં આજે વૈજ્ઞાનિક સૂઝ હોવી જોઈએ. ગુજરાત રાજયમાં વવાતા અગત્યના અને મુખ્ય પાકોની ભલામણ કરવામાં આવેલ જાતોની માહિતી અને વેજ્ઞાનિક ખેતી પધ્ધતિ અંગેની માહિતી ટૂંકમાં આ પ્રમાણે છે.
ભલામણ કરવામાં આવેલ અને વાવેતર હેઠળની સુધારેલી / સંકર જાતો :
ધાન્યપાકો
બાજરી
- જીએચબી-૧પ : સમગ્ર ગુજરાત રાજયમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાત ૭૮ દિવસમાં પાકે છે. છોડ દીઠ ડુંડાની વધુ સંખ્યા ધરાવે છે. ડુંડા ખૂબ સખત ભરાવદાર મધ્યમ લાંબા અને અણીદાર, દાણાની સાથે ચારાનું પણ વધુ ઉત્પાદન આપે છે. છોડની પાતળી સાંઠીને કારણે ચારાની ગુણવત્તા સારી, કુતુલ રોગ સામે સારી પ્રતિકારક શકિત ધરાવે છે. હેકટરે ૨૧૭૧ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- જીએચબી.-૨૩૫ : ઉત્તર ગુજરાત, ઉત્તર પશ્ચિમ ગુજરાત તથા દક્ષિણ સોરાષ્ટ્રિય ખેત આબોહવાકિય વિસ્તારમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાત ૮૦ દિવસે પાકે છે. કુતુલ રોગ સામે પ્રતિકારક શકિત ધરાવે છે. દાણાનું કદ મોટું છે. ડુંડા સખત ભરાવદાર, મધ્યમ લાંબા અને નળાકાર છે. આ જાત હેકટરે ૨૧.૪૧ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- એમ.એચ.-૧૭૯ ઃ આ જાત ઈક્રીસેટ, હેદાબાદ ધ્વારા બહાર પાડવામાં આવેલ છે. કુતુલ રોગ સામે પ્રતિકારક શકિત ધરાવે છે. પૂરતા વરસાદવાળા વિસ્તારમાં ઉત્પાદન સારું આપે છે. ૮૨ દિવસે પાકે છે. ડુંડા સામાન્ય સખત, મધ્યમ લાંબા, જાડા, નળાકાર, અને મૂછો વધતા ઓછા પ્રમાણમાં હોય છે. હેકટરે ૨૨૦૦ થી ૨૫૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- એમ.એચ.-૧ (પુસા-૨૩) : આ જાત દિલ્હી કેન્દ્ર ધ્વારા બહાર પાડવામાં આવેલ છે. આ હાઈબ્રીડ જાતે ગુજરાતમાં સારો દેખાવ કર્યો છે. બી.કે.પ૬ ૦ હાઈબ્રીડને મળતી આવતી આ જાત ૭૮ થી ૮૦ દિવસે પાકે છે. હેકટરે ૨૨૦૦ થી ૨૫૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- આઈસીટીપી-૮૨૦૩ : મોટા દાણાવાળી આ જાત ઈક્રીસેટ, હેદાબાદ ધ્વારા બહાર, પાડવામાં આવેલ છે. વહેલી પાકતી આ જાત અન્ય કમ્પોઝીટ જાતોની સરખામણીમાં વધુ અનુકૂળ આવેલ છે. ફૂટની સંખ્યા ઓછી હોય દાણાનું ઉત્પાદન હાઈબ્રીડ જાતોની સરખામણીમાં ઓછું રહે છે. હેકટરે ૨૦૦૦ થી ૨૨૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- જીએચબી –૨૨૯ - પિયતની સુવિધા ધરાવતાં રાજયના સમગ્ર વિસ્તારમાં ઉનાળુ ઋતુમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. લાંબા ડૂડા સાથે આકર્ષક દેખાવ ધરાવતી આ જાત બાજરીની જીએચબી-૧૮૩, જીએચબી-૨૩૫ અને એમ.એચ.૧૭૯ જાતો કરતાં અનુક્રમે ૧૫.૧૫, ૯.૮ % અને ૬.૧.૯ ટકા દાણાનું વધુ ઉત્પાદન આપે છે. આ જાત ૮૦-૮૫ દિવસે પાકે છે. હેકટરે ૪૫૪૪ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.
- જીએચબી-૩૧ ૬ : રાજયના સમગ્ર વિસ્તારમાં ચોમાસુ ઋતુમાં વાવેતર માટે ભલામણ છે. આ જાત બાજરીની એમ.એચ.-૧ ૬ ૯ એચ.એમ.બી.-૬ ૭ અને એમ એચ-૧૭૯ જાતો કરતાં અનુક્રમે ૧૮.૫૦, ૧૫.૫૩ અને ૧૩.૨૧ ટકા દાણાનું વધુ ઉત્પાદન આપે છે. કુતુલ રોગ સામે પ્રતિકારક શકિત ધરાવતી આ જાત ડુંડાનું કદ, આકાર, ચારાની ગુણવત્તા તેમજ વહેલી સીકેસર અવસ્થા માટે ચઢિયાતી છે. આ જાત ૮૫ દિવસે પાકે છે. હેકટરે ૨૩૦૬ કિલો ઉત્પાદન આપે છે.
- જીએચબી-૧૮૩ : આ જાત માદા ૮૧ એ × જે-૯૯૮ ના સંકરણથી તેયાર થાય છે. આ જાત કુતુલ રોગ સામે પ્રતિકારક શકિત ધરાવે છે. ગુજરાત રાજયમાં ઉતર ગુજરાત તથા મધ્ય ગુજરાત ખેત આબોહવાકિય વિસ્તારમાં ઉનાળુ ઋતુમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. છોડની ઉચાઈ ૨૦૫ -૨૧૦ સે.મી. હોય છે. આ જાત ૭૫ થી ૮૦ દિવસમાં પાકે છે. છોડ દીઠ ડુંડાની ઘણી સારી સંખ્યા ધરાવે છે. દાણાંની સાથે સુકા ચારાનું પણ ઘણું વધારે ઉત્પાદન આપે છે. હેકટરે ૩૭૭૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- જીએચબી–પર : આ જાત જામનગર કેન્દ્ર દ્વારા તૈયાર કરી અર્ધ શિયાળુ અને ઉનાળુ ઋતુ માટે બહાર પાડવામાં આવેલ છે. આ જાત માદા ૯૫૨૨૨ × નર જે-૨૩૭૨ ના સંકરણ દ્વારા તૈયાર થયેલ છે. રોગ પ્રતિકારક શકિત ધરાવતી વહેલી પાકતી, દાણાનો આકર્ષક રંગ તથા આકાર ધરાવે છે. છોડ અને ડુંડાનો સારો દેખાવ ધરાવતી ઉતમ પ્રકારનો ચારો આપતી ગુજરાત રાજયમાં ઉપરાંત અખિલ ભારતીય ધોરણે મધ્ય અને ઉતર ભારતના વિસ્તારમાં પણ વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. છોડ દીઠ ડુંડા વધુ સંખ્યા ધરાવે છે. છોડની ઉચાઈ ૧૭૫-૧૮૫ સે.મી. હોય છે. દાણાની સાથો સાથ ઉત્તમ ગુણવત્તાવાળા સૂકા ચારાનું પણ વધારે ઉત્પાદન આપે છે. . ૮ થી ૧૩૫ દિવસમાં પાકતી આ જાત હેકટરે ૨૮૫૯ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.
- જીએસબી-૫૫૮ : આ જાત જામનગર કેન્દ્ર દ્વારા તૈયાર કરી ચોમાસુ ઋતુ માટે સને ૨૦૦૨ માં અને ઉનાળુ ઋતુ માટે સને ૨૦૦૩ માં બહાર પાડવામાં આવેલ છે. આ જાત માદા ૯૪૫૫૫ જે × જે-૨૨૯૦ ના સંકરણ દ્વારા તૈયાર થયેલ છે. છોડ ૨૦૦-૨૧૦ સે.મી. ઉચાઈના થાય છે. દાણાની સાથોસાથ સૂકા ચારાનું વધારે ઉત્પાદન આપતી આ જાત વધુ વિસ્તારમાં સ્વીકૃતિ પામી અને સ્થાયી ઉત્પાદન આપે છે. મોટા દાણાવાળી આ જાત હેકટરે ૩૨૫૦ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે. છોડ દીઠ ડુંડાની વધુ સંખ્યા ધરાવે છે.
- જીએચબી.-૫૭૭ : આ સંકર જાત માદા જે.એમ.એસ.એ. ૧૦૧ અને નર જે-૨૪Oપ નાં સકરણ ધ્વારા તેયાર કરવામાં આવેલ છે. જામનગર ખાતે આ જાત સને ૨૦૦૩ ના વર્ષમાં ખરીફ ઋતુના વાવેતર માટે બહાર પાડવામાં આવેલ છે. કુતુલ રોગ સામે પ્રતિકારક શકિત ધરાવતી, મધ્યમ વહેલી પાકતી, ડુંડા લાંબા અને આકર્ષક દેખાવવાળા દાણા ધરાવે છે. દાણાનું વધુ ઉત્પાદન આપતી આ જાત સમગ્ર ગુજરાત ઉપરાંત અખિલ ભારતીય ધોરણે મધ્ય અને ઉતર ભારતનાં રાજયો (રાજસ્થાન, હરીયાણા, મધ્યપ્રદેશ, ઉતરપ્રદેશ,દિલ્હી વિ.) માં પણ ખરીફ ઋતુનાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે.કન્ટોલ જાત એમ.એચ.૧ ૬ ૯ તથા પ્રાઈવેટ કન્ટોલ જાતો ૭૬૭ ; અને પી-૧૦૬ કરતાં જી.એચ.બી.૫૭૭ જાતે અનુક્રમે ૩૪ ટકા, ૨૯ ટકા અને ૧૨ ટકા દાણાનું ઉત્પાદન વધુ આપેલ છે. દુષ્કાળની પરિસ્થિતિમાં તેમજ ઓછા વરસાદવાળા વિસ્તાર માટે ખાસ અનુકૂળતા ધરાવે છે.
- જીએચબી - ૫૩૮ : આ સંકર જાત માદા ૯૫૪૪૪-એ × જે-૨૩૪૦ ના સંકરણ ધ્વારા તૈયાર કરવામાં આવેલ છે અને બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર ખાતેથી ૨૦૦૪ના વર્ષમાં વાવેતર માટે બહાર પાડવામાં આવેલ છે. ઓછા વરસાદ વાળા વિસ્તાર માટે ભલામણ થયેલ આ જાત અગત્યની જીવાત સામે તેમજ કુતુલ રોગ સામે પ્રતિકારક શકિત ધરાવે છે. આ જાત પ થી ૭ દિવસે પાકે છે. દાણાનો ઉતાર હેકટરે ૨૮૫૮ કિલોગ્રામ છે જયારે ચારાનું ઉત્પાદન પ૪૪૯ કિલોગ્રામ હેકટરે આપે છે.
ઘઉં
પિયત ઘઉં
- જી.ડબલ્યુ-૪૯૬ : સમયસરની વાવણી માટે બહાર પાડવામાં આવેલ આ જાતિ ૧૦૦ થી ૧૧૦ દિવસે પાકે છે. ઉબીમાથી દાણા ખરી પડતા નથી. દાણા મધ્યમ કદના એક સરખા અને ખૂબ જ ચળકાટ ધરાવે છે. ગેરૂ રોગ સામે ખૂબ જ સારી પ્રતિકારક શકિત ધરાવે છે. હેકટરે ૪૦૦૦ થી ૪૫૦૦ કિલોગ્રામ જેટલું ઉત્પાદન આપે છે.
- જી.ડબલ્યુ-પ૦૩ : ગુજરાત રાજયમાં સમયસરના વાવેતર માટે ભલામણ કરેલ છે. ૧૧૦ થી ૧૧૫ દિવસમાં પાકે છે. કાળા તેમજ બદામી ગેરૂ સામે પ્રતિકારક શકિત ધરાવે છે. મધ્યમ કદના દાણા છે. હેકટરે ૪૦૦૦ થી ૪૫૯૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- જી.ડબલ્યુ-૧૯૦ : સમયસરના વાવેતર માટે સમગ્ર ગુજરાત,મધ્યપ્રદેશ,રાજસ્થાનનો કોટા વિસ્તાર તેમજ ઉતર પ્રદેશના બુંદેલ ખંડ વિભાગ માટે કેન્દ્ર સરકાર ધ્વારા બહાર પાડવામાં આવેલ છે. ૧૧૦ થી ૧૧૫ દિવસે પાકે છે. ગેરૂ રોગ સામે ખૂબ જ સારી પ્રતિકારક શકિત. ઉબીની લંબાઈ વધારે તેમજ તેમાં દાણાની સંખ્યા વધારે. હેકટરે ૫૦૦૦ થી ૫૫૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.
- જી.ડબલ્યુ-૧૭૩ : કેન્દ્ર સરકાર ધ્વારા બહાર પાડવામાં આવેલ આ જાત ૮૫ થી ૯૫ દિવસમાં પાકે છે. મોડી વાવણી માટે અનુકૂળ છે. આ જાત ઢળી પડવા સામે તેમજ ઉબીમાંથી દાણા ખરી પડવા સામે તેમજ ગેરૂ સામે ખૂબ જ સારી પ્રતિકારક શકિત ધરાવે છે. દાણા મધ્યમ કદના સોનેરી રંગના ચળકાટવાળા હોય છે. હેકટરે ૪૦૦૦ થી ૪૮૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- રાજ–૧૫૫૫ : ડયુરમ પ્રકારની આ જાતના છોડ મધ્યમ ઉચાઈના હોય છે. પીલાની સંખ્યા સારી હોય છે. ઘઉં પાકવાના સમયે ઉબી નીચે વળી જવાની ખાસીયત ધરાવે છે. આ જાતના દાણાં સોનેરી રંગના સખત અને ઉત્તમ ગુણવત્તાવાળા હોય છે. ૧૧૦ થી ૧૧૫ દિવસમાં પાકી જાય છે. ૪૦૦૦ થી ૪૫૦૦ કિલોગ્રામ/હેકટર ઉત્પાદન આપે છે.
- લોક-૧ : લોક ભારતી સણોસરા ખાતે આ જાત સંકરણથી તૈયાર કરવામાં આવી છે. ૧૦૦ થી ૧૦૫ દિવસે પાકે છે. પીલાની સંખ્યા સારી હોય છે. દાણા મોટા ભરાવદાર હોય છે. ગેરૂ રોગ સામે પ્રતિકારક શકિત ધરાવે છે. હેકટરે ૩૫૦૦ થી ૪૦૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- જી.ડબલ્યુ-૨૭૩ : પિયતની સુવિધા ધરાવતા રાજયના સમગ્ર વિસ્તારમાં વાવેતર માટે ભલામણ છે. આ જાત ઘઉંની કલ્યાણસોના,લોક-૧, જી. ડબલ્યુ-૧૪૭, જી.ડબલ્યુ-૪૯ અને જી.ડબલ્યુ-૧૯૦ જાતો કરતાં અનુક્રમે ૧૫.૪૨, ૯.૭૯, ૧૪:૫૬, ૬૪ અને ૩.ર૯ ટકા વધુ ઉત્પાદન આપે છે. ગુણવત્તામાં સ્વીકાર્ય છે તથા રોગ સામેની પ્રતિક્રિયા નિયંત્રણ (અંકુશ)જાતો કરતાં વધારે જોવા મળે છે. આ જાત. ૧૧૦ – ૧૧૩ દિવસે પાકે છે અને હેકટરે ૪૮૭૦ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.
- જી. ડબલ્યુ - ૧૧:૩૯ : પિયત ડયુરમ ઘઉં વાવતા ગુજરાત રાજયના સમગ્ર વિસ્તાર માટે ભલામણ કરવામાં આવે છે. વધુ ઉત્પાદન આપતી આ જાતના દાણા સખત, મોટા, ચળકાટ વાળા અને દાણામાં પ્રોટીનનું પ્રમાણ વધારે તેમજ સફેદ દાગનું પ્રમાણ નહિવત છે. આ જાત ઘઉંના ભૂરા તેમજ કાળા ગેરૂ સામે પ્રતિકારક જોવા મળેલ છે. આ જાત. ૧૧૦-૧૧૩ દિવસે પાકે છે. હેકટરે ૪૪૦૨ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- જી. ડબલ્યુ - ૩૨૨ ઃ આ જાત રાજયના પિયત વિસ્તારમાં સમયસરના વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાત અર્ધ ઠીંગણી છે. ફૂટનું પ્રમાણ સારૂ છે ડુંડી લાંબી અને ભરાવદાર છે. ડુંડી રૂંવાટી વગરની અને પાકતા સફેદ રંગની થાય છે. આ જાત જી.ડબલ્યુ-૪૯૬ કરતાં ૧૩.૫૩ ટકા, લોક-૧ કરતા ૭.૪૭ ટકા તથા જી.ડબલ્યુ-૨૭૩ કરતાં ૪.૦૭ ટકા વધુ ઉત્પાદન આપેલ છે. ૧૧૦ થી ૧૧ ; દિવસમાં પાકી જાય છે. કાળા તથા ભૂરા ગેરૂ રોગ સામે પ્રતિકારક શકિત ધરાવે છે.
બિન પિયત ઘઉં
- અરણેજ –૨૦૬ : રાજયના બિન પિયત ઘઉના વિસ્તારમાં વાવેતર માટે ભલામણ કરેલ આ જાત. ૧૧૦ થી ૧૧૫ દિવસે પાકે છે. દાણાનો રંગ સોનેરી છે. હેકટરે ૧૪૦૦ થી ૧૪૫૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- જી.ડબલ્યુ-૧ : રાજયના બિન પિયત ઘઉંના વિસ્તારમાં વાવેતર માટે ભલામણ કરેલ આ જાત ૧૦૩ થી ૧૦૫ દિવસે પાકે છે. દાણાનો રંગ સોનેરી છે. હેકટરે ૧૪૫૦ થી ૧૫૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- જી. ડબલ્યુ-ર : રાજયના બિન પિયત ઘઉના વવાતા વિસ્તાર માટે ભલામણ કરેલ આ જાત. ૧૧૦ થી ૧૧૫ દિવસે પાકે છે. હેકટરે ૧ ૬ ૦૦ થી ૧ ૬ ૫૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
ડાંગર
- જી. આર - ૩ : આ જાતની મધ્ય ગુજરાતમાં ફેર રોપણી તથા ઓરાણ ડાંગર માટે ભલામણ કરવામાં આવેલ છે. ૧૦૫ દિવસે પાકતી આ જાતે હેકટરે ૫૧૩૦ કિલોગ્રામ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.
- જી. આાર - ૧૧ : આ જાત મધ્ય ગુજરાત માટે ભલામણ કરવામાં આવે છે. ૧૨૫ થી ૧૩૦ દિવસે પાકે છે. હેકટરે પ૩૪૦ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.
- જી. આાર - ૪ : આ જાતની પણ મધ્ય ગુજરાત માટે ભલામણ કરવામાં આવે છે. ૧૧૦ થી ૧૧૫ દિવસે પાકે છે. હેકટરે ૪ ૬ ૨૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- જી. આાર - ૧૩૮-૯૨૮ : આ જાતની મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. રોગ જીવાત સામે બહુ પ્રતિકારક શકિત ધરાવે છે. ૧૨૫ થી ૧૩૦ દિવસે પાકે છે. હેકટરે ૪પ૮૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- એસ. એલ. આર. પ૧૨૧૪ : આ જાતની રાજયના નીચાણવાળી ક્ષારીય જમીન માટે ભલામણ કરવામાં આવેલ છે. ૧૨૦ દિવસે પાકે છે. હેકટરે ૪૪૭૦ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.
- જી. આાર - ૧૦૧ : આ જાતની મધ્ય ગુજરાતની પિયતની સગવડતાવાળા વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. કરમોડીના રોગ સામે સહનશીલતા ધરાવતી સુગંધિત, ૧૩૫ થી ૧૪૦ દિવસે પાકતી અને હેકટરે ૪૦૮૦ કિલોગ્રામ ઉત્પાદન આપતી જાત છે.
- જી. આાર - ૧૦૨ આ જાતની મધ્ય ગુજરાત માટે ભલામણ કરેલ છે. ૧૩૦ થી ૧૩૫ દિવસે પાકે છે. હેકટરે ૩૯૨૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- જી. આર - ૧૦૩ : આ જાતની પણ મધ્ય ગુજરાતમાં ચોમાસુ અને ઉનાળુ બનને વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. કરમોડીના રોગ સામે પ્રતિકારકતા અને સારી ગુણવત્તા ધરાવતી, ૧૩૦ થી ૧૩૫ દિવસે પાકતી અને હેકટરે ૫૫.૮ કિલોગ્રામ ઉત્પાદન આપતી જાત છે.
- જી. આર - પ : દક્ષિણ ગુજરાતમાં ઓરાણ ડાંગર તરીકે ભલામણ કરવામાં આવેલ છે. ૯૫ થી ૧૦૦ દિવસે પાકે છે. હેકટરે ૨૦ -૨૫ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
10. જી. આર – ૬ : દક્ષિણ ગુજરાતમાં વાવેતર માટે ભલામણ કરેલ છે. ૧૨૦ થી ૧૨૫ દિવસે પાકે છે. હેકટરે ૪ ૬ ૨૩ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.
11. અંબિકા : સમગ્ર રાજયમાં વાવણી માટે ભલામણ કરવામાં આવેલ છે. સરસ સુગંધ અને રાંધવાની સારી ગુણવત્તા, ૧૪૦ થી ૧૪૫ દિવસે પાકતી અને હેકટરે ૪૧૪૮ કિલોગ્રામ ઉત્પાદન ક્ષમતા ધરાવતી જાત છે.
12. આઈ.આર ૬ ૬ : આ જાત દક્ષિણ ગુજરાતના ભારે વરસાદવાળા વિસ્તાર માટે અનુકૂળ છે. કરમોડી રોગ તથા થડ કોરી ખાનાર ઈયળ સામે વધુ ટકકર ઝીલે છે. ૧૧૦ થી ૧૧૫ દિવસે પાકે છે. હેકટરે ૪૮૮૨ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
13. ગુર્જરી (આઈ.ઈ.ટી-૧૦૭૫૦) : મધ્ય તેમજ ઉત્તર ગુજરાત ખેત હવામાન વિસ્તાર (૩ અને ૪) માટે ભલામણ કરવામાં આવે છે. ડાંગરના મુખ્ય રોગો તેમજ જીવાતો સામે પ્રચલિત જાતો (જયા તેમજ જી.આર.૧૧)ની સરખામણીમાં વધુ પ્રતિકારક શકિત ધરાવે છે. આ જાત જયા કરતાં સાતથી દસ દિવસ વહેલી પાકે છે. ૨૫ ટકા જેટલું દાણાનું તેમજ પરાળનું વધુ ઉત્પાદન આપે છે. વધુ પ્રોટીનના ટકા ધરાવે છે તેમજ મમરા-પેોવાનું વધુ વળતર આપે છે આ જાત ૧૧૫ દિવસે તૈયાર થાય છે અને હેકટરે ૫૦૦૦ થી ૮૦૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
14. જી.આર.૭ : મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતના ફેરરોપણી કરીને ડાંગર પકવતા વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાત જી.આર.-૪,જી.આર.-૧૧,જી.આર.-૩ અને આઈ.આર.-૬ ; કરતાં અનુક્રમે ૩૪.૭૪ ટકા,૨૪ ટકા, ૧૨.૨૫ ટકા અને ૫.૩૦ ટકા વધુ ઉત્પાદન આપે છે. વધુ ઉત્પાદન સાથે સારી દાણાની ગુણવત્તા તેમજ મધ્યમ રીતે સુગંધીદાર દાણો આ જાતના અગત્યના લક્ષણો છે. વળી, આ જાત રોગ તેમજ જીવાત સામે મધ્યમ પ્રતિકારક શકિત ધરાવે છે. આ જાત ૧૦૦ – ૧૧૫ દિવસે તેયાર થાય છે અને હેકટરે ૪પર ૬ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
15. ડાંગર દાંડી : દક્ષિણ ગુજરાતની દરિયાકાંઠાની ક્ષારીય જમીનમાં ડાંગરનું વાવેતર કરતાં વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. વધુ ઉત્પાદન આપતી આ જાત રસોઈ તેમજ મીલીંગની સારી ગુણવત્તા ધરાવે છે. હેકટરે પ૫૮૪ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.
16. જી.આર-૮ : દક્ષિણ અને મધ્ય ગુજરાતનો પર્વતીય વિસ્તાર તેમજ સહયાદી પર્વતની વરસાદ આધારિત પરિસ્થિતિમાં ઓરાણ ડાંગરની ખેતી માટે ભલામણ કરવામાં આવે છે. વધુ ઉત્પાદન આપતી, વહેલી પાકતી અને ઢળે નહી તેવી આ જાત રોગ અને જીવાત સામે પ્રતિકારક શકિત ધરાવે છે. હેકટરે ૧૮૫૮ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
જુવાર
- જી.જે-૩૫ : આ જાતની દક્ષિણ અને ઉતર ગુજરાત તેમજ સોરાષ્ટ્ર અને કચ્છમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. ૧૧૦ થી ૧૧૫ દિવસે પાકે છે. હેકટરે ૪૩૭૫ કિલોગ્રામ ઉત્પાદન આપે છે. બડઘા પાક અને આાંતરપાક માટે અનુકૂળ છે.
- જી.જે-૩૭ : ઉતર ગુજરાત સોરાષ્ટ્ર અને કચ્છ તેમજ ઘેડ વિસ્તાર માટે ભલામણ કરેલ છે. ૧૦૦ થી ૧૦૫ દિવસે પાકે છે. હેકટરે ૨૪ ૬ ૫ કિલોગ્રામ ઉત્પાદન આપે છે. દાણા અને ચારા માટેની જાત છે.
- સી.એસ.એચ.-પ : સમગ્ર રાજયમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. ૧૦૫ થી ૧૧૦ દિવસે પાકે છે. હેકટરે ૩૧૩૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- સી. એસ. એચ - ૬ : ઉતર ગુજરાત, ઉતર પશ્ચિમ ઝોન અને સૌરાષ્ટ વિસ્તાર માટે ભલામણ કરેલ છે. ૧૦૦ થી ૧૦૫ દિવસે પાકે છે . હેકટરે ૨૯૯૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- સી. એસ. એચ. આર – ૮ : મધ્ય ગુજરાતમાં શિયાળુ જુવારની વાવેતર માટે ભલામણ છે. ૧૧૦ થી ૧૧૫ દિવસે પાકે છે. હેકટરે ૩૫૫૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- જી. એસ. એચ. - ૧ : આ જાતની સમગ્ર રાજય માટે ખાસ કરીને સોરાષ્ટ વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. ૧૧૦ થી ૧૧૫ દિવસે પાકે છે. હેકટરે ૩૬ ૬ ૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે. દાણાની ફૂગ તેમજ ડુંડાની ઈયળો સામે પ્રતિકારક શકિત ધરાવે છે.
- જી. એફ. એસ. - ૪ : દક્ષિણ ગુજરાત, ઉતર ગુજરાત, સોરાષ્ટ્ર અને કચ્છ માટે ભલામણ કરવામાં આવેલ છે. એક કરતા વધુ વાઢ, સાંઠા મીઠા રસદાર, એકમ વિસ્તારમાં ચારાનું ઉત્પાદન વધારે, લાલ રંગ ધરાવતા છોડ. વરસાદ આધારિત વિસ્તાર માટે અનુકૂળ છે.
- જી. જે - ૩૯ : ઉતર ગુજરાત અને સોરાષ્ટ્ર વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને માફક આવે તેવી જાત છે. ઘાસચારાનું ઉત્પાદન વધુ આપે છે. હેકટરે ૨૪૯૨ કિલોગ્રામ ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે. ૧૦૫ થી ૧૧૦ દિવસે પાકે છે.
- ગુજરાત જુવાર-૪૦ : દક્ષિણ ગુજરાત ખેત હવામાન વિસ્તાર ૧,૨ અને ૩ માં વાવેતર કરવા ભલામણ કરવામાં આવે છે. આ જાતનો દાણો ગોળ, મધ્યમ કદનો સફેદ મોતી જેવો છે. ચારાની ગુણવત્તા સારી છે. આ જાત દાણાની ફૂગ, ગાભિમારાની ઈયળ અને સાંઠાની માખી સામે સાધારણ પ્રતિકારક શકિત ધરાવે છે. આ જાત હેકટરે ૨૯૦૮ કિલોગ્રામ દાણાનું અને ૧૦૨૮૨ કિલોગ્રામ ચારાનું ઉત્પાદન આપે છે અને ૧૦૪–૧૦૮ દિવસમાં તૈયાર થાય છે.
- જી. જે. - ૪૧ (એચ. આર. ૩૨૨-૧) : ખેત હવામાન વિસ્તાર ૨, ૩ અને ૪ માટે દાણા અને ચારા તરીકે વાવેતર માટે ભલામણ છે. આ જાત વહેલી પાકે છે, તેના છોડની ઉચાઈ ૧૪૮ સે.મી. થી ૧૫૫ સે.મી. તથા ડુંડાની લંબાઈ ૨૫ સે.મી. થી ૨૯ સે.મી. છે. પાછોતરો વરસાદ ન આવતા વિસ્તારમાં પણ અનુકૂળ છે. હેકટરે ૨૩૫૪ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.
મકાઈ
- ગુ. મકાઈ - ૧ : રાજયમાં જયાં સફેદ મકાઈનું વાવેતર કરવામાં આવે છે તે વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. ૮૫ થી ૯૦ દિવસે પાકે છે. હેકટરે ૨૮૭૦ કિલોગ્રામ દાણાનુ ઉત્પાદન આપે છે.
- ગુ. મકાઈ - ર : રાજયમાં પીળી મકાઈ પકવતા વિસ્તારો માટે ભલામણ કરવામાં આવે છે. ૮૫ દિવસમાં પાક તૈયાર થાય છે. હેકટરે ૨૮૩૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- ગંગા સફેદ – ૨ : રાજયના મકાઈ ઉગાડતા વિસ્તારોમાં વાવેતરની ભલામણ છે. ૧૦૦ થી ૧૧૦ દિવસે પાકે છે. હેકટરે ૨૦૦૦ થી ૨૨૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- ગંગા - ૧૧ : આ જાતના ડોડા મધ્યમ કદનાં, દાણા આછા પીળા ચળકતા, ૯૦ થી ૯૫ દિવસમાં પાકી જાય છે. હેકટરે ૨૨૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- ગુજરાત મકાઈ - ૩ : પંચમહાલ, ગોધરા અને દાહોદ વિસ્તારમાં શિયાળુ ઋતુમાં વાવેતર માટે ભલામણ છે. આ જાત ગુજરાત મકાઈ-૧ અને ગંગા સફેદ-ર જાતો કરતા અનુક્રમે ર૧.૪ અને ૩.૮ ટકા દાણાનું વધુ ઉત્પાદન આપે છે. વળી, આ જાત ગુજરાત મકાઈ-૧ કરતાં ર દિવસે અને ગંગા સફેદ-ર કરતા ૧૨ થી ૧૩ દિવસે પાકે છે. હેકટરે પપરપ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.
- ગુજરાત મકાઈ - ૪ : મધ્ય ગુજરાત ખેત હવામાન વિસ્તાર - ૩ માં ચોમાસું ઋતુમાં સફેદ મકાઈ ઉગાડવાના વિસ્તાર માટે ભલામણ કરવામાં આવે છે. આ જાત ગુજરાત મકાઈ - ૧ કરતાં ૩૧ ટકા જેટલું વધારે ઉત્પાદન આપે છે અને ૮૦-૮૫ દિવસમાં પાક તૈયાર થાય છે. આ જાતનો દાણો સફેદ ચળકતો હોય છે હેકટરે ૨૯૪૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- ગુજરાત મકાઈ-૬ : મધ્ય ગુજરાત વિસ્તારમાં શિયાળુ ઋતુમાં મકાઈ ઉગાડતા વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાત ગુજરાત મકાઈ-૧ ની સરખામણીએ વધુ ઉત્પાદન આપે છે. ખૂબ જ વહેલી પાકતી આ જાત ગાભિમારાની ઈયળ સામે પ્રતિકારક શકિત ધરાવે છે. હેકટરે ૨૪૪૩ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
સ્ત્રોત : આત્મા