অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જમીનના પોત અને પ્રતની અગત્યતા

જમીનના પોત અને પ્રતની અગત્યતા

પાક ઉત્પાદનના માધ્યમ તરીકે જમીનના પોત અને પ્રતની અગત્યતા, તેની જાળવણી, સુધારણા અને સંરક્ષણ.

  • જમીનનું પોત અને તેની સમજ : જમીનની અંદર રહેલાં જુદા જુદા કદનાં રજકણોનાં પ્રમાણને 'પોત' કહેવામાં આવે છે. જમીનમાં રહેલા ખનીજ રજકણો, જુદા જુદા કદનાં અને જુદા જુદા પ્રમાણમાં જોવા મળે છે. આ રજકણોની તેમનાં કદના અનુસંધાનમાં વહેચણીને જમીનનું પોત કહેવામાં આવે છે.
  • જમીનનાં ભોતિક ગુણધમોંનો આધાર જમીનનાં પોત ઉપર હોય છે. તેવી રીતે છોડની વૃદિધ માટે પાણીનો સંગ્રહ, હવાની અવર જવર, ઉષ્ણતામાન, પાણીનો નિતાર, પોષક તત્વો વગેરેનો આધાર પણ પોત ઉપર રહે છે. જમીનનું પોત બદલવા માટે ઘણો સમય લાગે છે. પોતનાં અભ્યાસ પરથી છોડને કેટલાં સમય પછી પિયત આપવું, કેટલાં પ્રમાણમાં સેન્દ્રિય પદાર્થ નાંખવો વગેરે જાણી શકાય છે. પોત પાકની વૃદિધ માટે ઉપયોગી નિવડશે, અગર નુકશાનકર્તા નિવડશે તેનો આધાર જમીનનાં નીચલાં થરમાં કલે (માટી) નાં પ્રમાણ ઉપર છે.
  • જમીનનો બાંધો (પ્રત) અને તેની સમજ : જમીનમાં રહેલા પ્રાથમિક તેમજ દિતિય રજકણોની ચોકકસ માળખામાંની ગોઠવણને જમીનનું પ્રત (બાંધો) કહેવામાં આવે છે.રેતી, કાપ અને માટીનાં રજકણોને પ્રાથમિક રજકણો તરીકે ઓળખાય છે. જયારે તેમનાં એકબીજા સાથેનાં જોડાણને કારણે બનેલાં સમૂહોને દિતિય રજકણો તરીકે ઓળખવામાં આવે છે.
  • જમીનની માવજતથી જમીનનાં રજકણોની ગોઠવણ બદલી શકાય છે. કારણ કે, જમીનમાં પોલાણ, જમીનનું વજન, જમીનમાં હવા, પાણીની હેરફેર, ગરમીનું શોષણ, પોષક તત્વોનું પ્રમાણ વગેરે જમીનનાં પ્રત પર ખાસ આધાર રાખે છે. જે છોડની વૃદિધ સાથે ખાસ ગાઢ સંબંધ ધરાવે છે.

જમીનનું પ્રત સામાન્ય રીતે દળદાર અને ભરભરૂ હોય તો તે પાકની વૃદિધને મદદ કરે છે. આવું પ્રત બનાવવા માટે જુદા જુદા પરિબળો તેનાં પર કામ કરે છે. દા.ત. છોડનાં મૂળ, જમીનમાં સુક્ષ્મ જીવાણુઓની પ્રવૃતિ, જમીનનું ભીંજાવું અને સુકાવું, જમીનને પુષ્કળ ઠંડી આપવાથી તેમજ તેની અંદર રહેલાં પાણીનો નિકાલ કરવાથી પણ જમીનનું પ્રત ભરભરૂ થાય છે. જમીનનું પ્રત એ જમીનની ફળદ્રુપતાની ચાવી છે.

જમીનનો બાંધો નીચેનાં ગુણધમોંને અસર કરે છે.

  • છિદ્રાળુતાનો જથ્થો
  • જમીનનાં હવા- પાણીનો સંબંધ
  • પાણી સંગ્રહક શકિત
  • સુક્ષ્મ જીવાણુઓની વૃદિધ
  • જમીનનો નિતાર
  • છોડનાં પોષક તત્વોની લભયતા

જમીનનાં બાંધાનો નાશ ખેતરમાં નીચેની રીતે થાય છે

  • વધારે પડતી ખેડથી
  • વધારે ભીની અથવા સૂકી જમીનમાં ખેડથી
  • જમીનનાં ધોવાણથી
  • પાકની યોગ્ય ફેરબદલી સૂકી જમીનમાં ખેડથી
  • વધારે પડતું પિયત કરવાથી
  • સમય વગરની અયોગ્ય માવજતની રીત
  • સેન્દ્રિય પદાર્થ બાળી નાંખવાથી

જમીનનાં બાંધા(પ્રત)નું ખેતીમાં મહત્વ : અમેરિકાનાં હિલગાર્ડ, જર્મનીનાં વોલની, રશિયાના વિલિયમ જેવા જમીન વિજ્ઞાનીઓ એ હકીકત જાણતાં હતાં કે જમીનનું પ્રત એ જમીનની ફળદ્રુપતાની ચાવી છે. જમીનનો બાંધો વ્યવસ્થિત અને દાણાદાર ના હોય તો જમીનમાં પૂરતાં ખાતરો આપવા છતાંયે તેમની અસર આવતી નથી. આવા સંજોગોમાં જમીનનું પાણી અથવા જમીનની હવા પાક ઉત્પાદન માટે મર્યાદિત પરિબળો તરીકે વર્તે છે.

હવા અને પાણીનો સંબંધ જમીનનાં બાંધા ઉપર આધાર રાખે છે. જો અપૂરતો ભેજ હોય તો છોડ પોષક તત્વો લઈ શકતો નથી અને તેની સામાન્ય દેહધાર્મિક ક્રિયાઓ પણ કરી શકતો નથી. જો વધારે પડતો ભેજ હોય અથવા અપૂરતી હવા હોય તો છોડ પોષક તત્વોનો ઉપયોગ કરી શકતો નથી. આમ, છોડની વૃદિધ,બીજનું સ્કૂરણ વગેરેનાં શ્વાસોચ્છવાસ માટે યોગ્ય પરિસ્થિતિની જરૂર છે. ખરાબ બાંધાને લીધે જમીનમાં પ્રાણવાયુ પુરો ન પડી શકવાથી શ્વાસોચ્છવાસની ક્રિયા અવરોધાય છે. અથવા સ્થગિત થઈ જાય છે. છોડ લભય તત્વોને મેળવી શકતો નથી. આમ, પાક ઉત્પાદન માટે જમીન,પાણી અને હવાનો સંબંધ અગત્યનો છે. જે જમીનનાં બાંધા પર આધારીત છે અને તેથી જ જમીનનો બાંધો એ જમીનની ફળદ્રુપતાની ચાવી છે.

કયા પ્રકારનું જમીનનું પ્રત સોથી ફાયદાકારક છે ? અને શા માટે ? :

જમીનની છિદ્રાળુતા : જમીનનાં રજકણો વચ્ચે આવેલી પોલાણ જગ્યાને જમીનની છિદ્રાળુતા કહે છે

  • મોટા છિદ્રો : મોટા છિદ્રો રેતાળ જમીન તેમજ દાણાદાર બાંધાવાળી માટીયાળ જમીનમાં વધુ હોય છે. છિદ્રો મોટા હોવાથી કેષાકર્ષણનો ગુણધર્મ ધરાવતાં નથી તેથી જમીનની નિતારશકિત વધુ હોય છે અને ભેજ સંગ્રહી શકતા નથી. હવાની અવર-જવર સારી હોય છે.
  • સેન્દ્રિય પદાર્થનાં રજકણો નાન હોઈ તેનાં છિદ્રો નાના હોય છે અને તેથી રેતાળ જમીનમાં છાણિયું ખાતર અથવા કંપોસ્ટ ખાતર નાંખવાથી તે જમીનની પાણી ગ્રહણ શકિત વધે છે.
  • સુક્ષ્મ છિદ્રો : માટીયાળ જમીનમાં કલે (માટી) નું પ્રમાણ વધુ હોય તેમાં સુક્ષ્મ છિદ્રો વધારે હોય છે. આમ છિદ્રોવાળી જમીન કેશાકર્ષણનો ગુણ ધરાવે છે. આથી પાણીનો નિતાર ધીમો હોય છે તેને લીધે પાણી તથા હવાની અવર-જવર ખૂબ ઓછી રહે છે. માટીયાળ જમીનમાં છાણિયું ખાતર ઉમેરવાથી જમીનને પોચી અને તેની છિદ્રાળુતામાં વધારો કરે છે તેથી નિતાર શકિત વધે છે.

જમીનની છિદ્રાળુતાનું ખેતીમાં મહત્વ :

  • હવાની અવર-જવર સારી રહે છે.
  • ભેજ સંગ્રાહક શકિત તેમજ નિતારશકિત ઉપર અસર કરે છે.
  • જમીનનાં સુક્ષ્મ જીવાણુઓ તથા છોડનાં મૂળનાં વિકાસ માટે સાનુકૂળ પરિસ્થિતિ આપે છે.
  • પોષક તત્વોની લભયતા એકસરખી રાખે છે અને ફળદ્રપ જમીનને ઉત્પાદક બનાવે છે
  • જમીનની વરાપ ઉપર છિદ્રાળુતા અસર કરે છે ખેતરમાં છિદ્રાળુતા જાળવવા માટેનાં ઉપાયો :
    • સેન્દ્રિય ખાતરો જેવાકે, કે છાણિયું ખાતર, ફાર્મ કંપોસ્ટ વગેરે ઉમેરવાથી
    • જડીયાવાળા અગર તો કઠોળ વર્ગનાં પાક ઉગાડવાથી કારણ કે, જડીયા જમીનમાં રહી જાય છે અને આમ સેન્દ્રિય પદાર્થ પૂરો પાડે છે.
    • ૩) પાકની ફેરબદલીથી
    • વરાપ થાય ત્યારે જ ખેડ કરવાથી
    • નિતાર સારો રાખવાથી
    • સુધારેલાં ખેત ઓજારનો ઉપયોગ કરવાથી ૧.૪ છોડને ઉપયોગી પોષક તત્વો અને જમીનમાં તેનુ વ્યવસ્થાપન.
    • છોડના વિકાસ માટે જરૂરી પોષક તત્વો
    • છોડના વિવિધ ભાગોનું રાસાયણિક પૃથ્થકરણ કરવાથી તેમાં ૬૦ કરતા પણ વધારે તત્વો જોવા મળે છે. પરંતુ ઘનિષ્ઠ સંશોધનને પરિણામે એ સ્થાપિત થયુ છે કે છોડને પોતાનો જીવનકમ પુરો કરવા માટે કાર્બન, હાઈડ્રોજન, ઓકિસજન, નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, મેગનેશીયમ, ગંધક, લોહ, મેંગેનીઝ, જસત, તાંબુ, બોરોન, મોલીબલેડમ અને કલોરીન એમ કુલ ૧૬  પોષકતત્વોની જ આવશ્યકતા જણાયેલ છે.

આ તત્વો પૈકી કાર્બન, હાઈડ્રોજન અને ઓકિસજન છોડને હવા તથા પાણીમાંથી સહેલાઈથી કુદરતી રીતે મળી રહે છે. જયારે બાકીનાં પોષક તત્વો મેળવવા જમીન ઉપર આધાર રાખવો પડે છે. જમીનમાંથી જે પોષક તત્વો ઉપલબ્ધ છે તેને મુખ્ય, ગોણ અને સુક્ષ્મ તત્વો એમ બે ભાગમાં વહેંચી નાખવામાં આવેલ છે. જે તત્વોની દશ લાખમાંથી એક ભાગથી વધારે પ્રમાણમાં જરૂરીયાત છે તેને મુખ્ય તત્વો કહે છે. જયારે તેનાથી ઓછા પ્રમાણમાં જરૂરીયાતવાળા તત્વોને ગૌણ અથવા સુક્ષ્મ તત્વો ગણવામાં આવે છે. આ વિભાગમાં કેલ્શિયમ, મેગનેશીયમ, સલ્ફર, જસત, લોહ કલોરીન, મેંગેનીઝ, તાંબુ, બોરોન મોલીબગ્લેડમ વગેરેનો સમાવેશ થાય છે. અપવાદરૂપે લોહની જરૂરીયાત વધુ હોવા છતાં સુક્ષ્મ તત્વમાં અને સોડીયમની જરૂરીયાત ઓછી હોવા છતાં મુખ્ય તત્વમાં મુકવામાં આવેલ છે. મુખ્ય તત્વોમાં બે પેટા વિભાગ છે તેમાં પ્રથમ કક્ષાનાં મુખ્ય તત્વો અને દ્વિતિય કક્ષાના મુખ્ય તત્વો. પ્રથમ કક્ષાનાં મુખ્ય તત્વોમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જયારે દ્વિતિય કક્ષાનાં મુખ્ય તત્વોમાં કેલ્શીયમ, મેગનેશીયમ અને સલ્ફર જેવા પૂરક તત્વોનો સમાવેશ થાય છે. આમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ પાક ઉત્પાદનમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે અને તેની જરૂરીયાત પણ વિશેષ પ્રમાણમાં રહે છે.

આ ઉપરાંત સોડીયમ (Na) સિલિકોન (૬ i), કોબાલ્ટ (Co) તત્વો કેટલાક પાક માટે જરૂરી જણાયા છે. ડાંગરના પાક માટે સિલિકોન જરૂરી છે. તે જ પ્રમાણે નાઈટ્રોજનું સ્થિરીકરણ કરતા દ્વિદળ પાકો માટે કોબાલ્ટને જરૂરી ગણવામાં આવે છે.

આ બધા જ આવશ્યક તત્વો છોડને પૂરતા પ્રમાણમાં મળી રહે અને છોડ તંદુરસ્ત હોય તો વધુ ઉત્પાદન આપી શકે. વળી મોટા ભાગનાં તત્વો છોડ જમીનમાંથી મેળવે છે અને તેથી આ આવશ્યક તત્વો જમીનમાં હોય અને ન હોય તો પાક ઉપર શું અસર થાય તે બાબતની જાણકારી અત્યંત આવશ્યક ગણાય છે.

પાકને ખાતરોની જરૂરિયાત

છોડ કાર્બન, હાઈડ્રોજન અને ઓકિસજન સિવાયનાં બાકીનાં બધા જ પોષક તત્વો જમીનમાંથી મેળવે છે. તેથી, જમીનને પોષક તત્વો માટેનો ભંડાર કહી શકાય. આ ભંડારને અનાજ ભરેલા કોઠાર સાથે સરખાવી શકાય. અનાજ ભરેલા કોઠારમાંથી દરરોજ થોડું થોડું અનાજ કાઢતા જઈએ તો એક દિવસ એવો આવે કે કોઠાર ખાલી થઈ જાય. તેવી જ રીતે જમીનરૂપી ભંડારમાંથી પોષક તત્વોનું પાક દ્વારા અવશોષણ થવાથી, નિતારવાટે વહી જવાથી, વાયુરૂપે ઉડી જવાથી અગરતો ધોવાણ વાટે જમીન સાથે ઘસડાય જવાથી સારા એવા પ્રમાણમાં વ્યય થાય છે.

કયા પાક માટે કેટલું ખાતર આપવું ?

જુદા જુદા ક્ષેત્રપાકો જમીનમાંથી જુદા જુદા પ્રમાણમાં પોષક તત્વોનો ઉપયોગ કરે છે અને તેથી વપરાયેલા પોષક તત્વો ખાતર દ્વારા જમીનમાં ઉમેરવાની જરૂર પડે છે. ગુજરાતની જમીનોમાં નાઈટ્રોજન અને ફોસ્ફરસની ઉણપ હોવાથી આ ખાતરો આપવાની કૃષિ યુનિવર્સિટી તરફથી ભલામણ કરવામાં આવે છે. તદૂઉપરાંત રાજયના દરેક જિલ્લામાં જમીન ચકાસણી પ્રયોગશાળાઓ પણ જમીનની ચકાસણીના આધારે જુદા જુદા પાક માટે કેટલું ખાતર આપવું તે અંગે ભલામણ કરતા હોય છે. આથી દરેક ખેડૂતો મિત્રો પોતાની જમીનને ઓળખીને જુદા જુદા પાક માટે કેટલું ખાતર આપવું તે જાણી લઈ ખાતરનો ઉપયોગ કરે તો ઓછા ખર્ચે વધુમાં વધુ પાક ઉત્પાદન મેળવી શકે.

પોષણ  તત્વોનુ જમીનમાં વ્યવસ્થાપન

દેશભરનાં જુદા જુદા પાકોનાં પોષકતત્વોના ઉપાડ (અપટેક) અને તેની સામે ખાતરરુપે અપાતા પોષકતત્વોનાં આકડાનું અવલોકન કરવામાં આવે તો બંને વચ્ચે ૮ થી ૧૦ મીલીયન ટન ના : ફો :પો નો તફાવત જણાય છે અને તેની સાથે સલ્ફર, ઝીંક, લોહ, મેગેનીઝ અને બોરોન જેવા તત્વોની પણ ઉણપ ઉભી થયેલ છે. તેની સામે આપણે એક જ પ્રકારના પોષકતત્વો ખાસ કરીને સતત વર્ષોવર્ષ ઉમેરવાથી ધીમે ધીમે જમીનમાં પાકને લાભ્ય પોષક તત્વોની અસમતુલા ઉભી થયેલ છે. જેને લીધે આપણે જમીનમાં આપેલ ખાતરોનો જોઈતા પ્રમાણમાં પ્રતિભાવ જોવા મળતો નથી.

આ સમગ્ર સમસ્યાનો એક જ ઉપાય છે, જેને આપણે સંકલીત પોષકતત્વ વ્યવસ્થાપન પધ્ધતિ એવું નામ આપીએ છીએ. આ પધ્ધતિનો મૂળભુત હેતુ રાસાયણિક ખાતરો અને સેન્દ્રિય ખાતરો, જૈવિક ખાતરો, વમી કમ્પોસ્ટ, પાકના આવશેષો, કઠોળ વર્ગના પાકો વગેરેનુ અનુકૂળ રીતે સંકલન કરવાથી પાક ઉત્પાદન વધારી શકાય. વળી આ સંકલન પધ્ધતિ એવી હોવી જોઈએ કે જેથી જમીનની ફળદુપતા જળવાય અને સાથોસાથ પર્યાવરણ અને જમીનની તંદુરસ્તિની કોઈ આડઅસર થાય નહીં. વળી આપણે જાણીએ છીએ કે વર્ષોવર્ષ ખેતીમાં સેન્દ્રિય ખાતરોનો વપરાશ ઘટતો જાય છે. જેને લીધે જમીનમાં રહેલા અસંખ્ય સુક્ષ્મ જીવાણુઓની સક્રિયતા તથા સંખ્યામાં ઘટાડો થયેલ છે. સૂક્ષ્મ જીવાણુઓથી પાકને આપેલા રાસાયણિક ખાતરોમાં રહેલા પોષક તત્વોના રુપાંતરણ ઝડપથી થાય છે. વળી જમીનની ભૌતિક પરિસ્થિતિમાં સુધારો થાય છે. આમ સેન્દ્રિય પદાર્થનું આગવું મહત્વ છે. જે આપણે યાદ રાખવું જરુરી છે.

દેશભરમાં ચાલતા જુદા જુદા પાકો પરના લાંબાગાળાના અખતરાઓના પરિણામો નીચે મુજબ સચવે છે.

  • ફકત નાઈટ્રોજન તત્વોનો સતત વપરાશ કરવાથી ઉત્પાદન ઘટતું નથી પરંતુ જમીનની ફળદુપતા અને તંદુરસ્તિ ટકાઉપણુ પણ ઘટે છે. સાથોસાથ નાઈટ્રોજન સિવાયના અન્ય મુખ્ય તથા સુક્ષ્મ તત્વો પાક ઉત્પાદન ઘટાડવામાં મુખ્ય ભાગ ભજવે છે. જો પૂરક પોષક તત્વો ઉમેરવામાં ન આવે તો આપેલ નાઈટ્રોજનનો પ્રતિભાવ મળતો નથી.
  • અખતરાની શરુઆતના વર્ષોમાં મુખ્ય પોષક તત્વો ( ના : ફો :પો) છાણીયા ખાતર સાથે કે વગરની અસર પાક ઉત્પાદનમાં નહીવત જણાયેલ. જયારે લાંબાગાળે ના ઃ ફો :પો છાણીયા ખાતરની અસર ના ઃ ફો :પો કરતાં વધુ જણાયેલ. આ સુચવે છેકે લાંબાગાળા ના ઃ ફો :પો પર નભતી ઘનિષ્ટ ખેતીમાં લાંબાગાળે ગોણ તથા સુક્ષ્મ તત્વો જેમાં ખાસ ગંધક અને સુક્ષ્મ તત્વોમાં જસતની ખામી જોવા મળે છે.
  • હલકી જમીનમાં છાણીયા ખાતરની માવજતની અસર ખાસ જોવા મળેલ છે.
  • છાણીયા ખાતર આપવાથી જમીનની ભૌતિક પરિસ્થિતિમાં અનેકગણો સુધારો થાય છે, ઉપરાંત અન્ય જરુરી પોષક તત્વો પણ પુરા પાડે છે.

કૃષિ વિજ્ઞાન વિભાગ તથા મગફળી સંશોધન કેન્દ્ર, જૂનાગઢ ખાતે લેવાયેલ અખતરાના પરિણામો નીચે મજબ છે.

  • મગફળી–ઘઉં પાક પધ્ધતિમાં મગફળીમાં હેકટરે પ ટન સાંદ્ર કમ્પોસ્ટ સાથે ર૦ ટન છાણીયું ખાતર અને ઘઉંમાં ભલામણ મુજબ રાસાયણિક ખાતર આપવાથી મગફળી અને ઘઉંનું ઉત્પાદન સોથી વધારે મળેલ છે. ( ૧૯૯૯-૨૦૦૦).
  • મગફળીના પાકમાં ભલામણ કરેલ રાસાયણિક ખાતરના અડધા જથ્થા સાથે ફોસ્ફટ દૂરાવ્ય કરતાં જીવાણુની બીજ માવજતથી મગફળીનું સોથી વધારે ઉત્પાદન મળેલ છે. ( ૧૯૯૪-૧૯૯૬)
  • મગફળી પાકમાં ભલામણ કરેલ રાસાયણિક ખાતર જથ્થા સાથે ૧૫ ટન / હે. છાણીયું ખાતર આપવાથી મગફળીનું સોથી વધુ ઉત્પાદન અને વળતર મળેલ છે (૧૯૯૪-૧૯૯૬).
  • મગફળી– ઘઉં પાક પધ્ધતિમાં ભલામણ કરેલ રાસાયણિક ખાતરનો અડધો જથ્થો, ફોસફેટ દૂરાવ્ય કરતાં જીવાણુની બીજ માવજત, દિવેલાનો ખોળ ૧ ટન/હે. અને રાયજોબિયમ જીવાણુની બીજ માવજત આપવાથી મગફળી અને ઘઉં પાકનું ઉત્પાદન તથા વળતર વધુ મળેલ છે.
  • દિવેલાના પાકમાં ભલામણ કરેલ રાસાયણિક ખાતરના પO ટકા જથ્થા સાથે પO ટકા નાઈટ્રોજન દિવેલીના ખોળના રુપમાં આપવાથી દિવેલાના બીજનું સૌથી વધુ ઉત્પાદન અને વળતર મળેલ છે.

કૃષિ વૈજ્ઞાનિકોના એક તારણ મુજબ દેશમાં હાલમાં ૨૭૦ થી ૩૮૦ મીલીયન ટન સેન્દ્રિય ખાતરો ઉપલબ્ધ છે અને તેમાંથી ૪ થી ૬ મીલીયન ટન જેટલા ના : ફો :પો તત્વો મળે છે. આપણું દુભાંગ્ય એ છે કે હરિયાળી ક્રાંતિ દરમ્યાન રાસાયણિક ખાતરોની સાથે સેન્દ્રિય પદાર્થોનો ઉપયોગ તેમજ પાકના અવશેષો તથા અન્ય ખેતપેદાશોના અવશેષોનું કમ્પોસ્ટમાં પરિવર્તન કરી પુનઃ ખેતરમાં ઉમેરવા અંગે ધ્યાન આપવામાં આવેલ નથી. ભવિષ્યમાં આ વાતને કૃષિ નિતિ ઘડવામાં ભાર આપવો જરુરી છે. કારણ કે પાકને જોઈતા જરુરી બધા જ મુખ્ય, ગૌણ તથા સુક્ષ્મ તત્વોનું પ્રમાણ પાક અવશેષોમાં જળવાઈ રહે છે. જે રાસાયણિક ખાતરના પૂરક તરીકે ખૂબ જ જરુરી છે. આ માટે શહેર તથા ગામડાના કચરામાંથી સેન્દ્રિય ખાતર બનાવવા માટેની પ્રક્રિયા માટેના પૂરતી સુવિધાવાળા માળખા ઉભા કરવાની જરુરીયાત છે. આ પધ્ધતિમાં એક મુશ્કેલી એ છે કે સેન્દ્રિય ખાતરો જથ્થામાં ટ્રાન્સપોર્ટ કરવા પડે છે. આ માટે આવા ખાતરોની સાન્દ્ર (કોન્સન્ટટ) કરવાની પ્રક્રિયા પણ જરુરી છે. જેથી તેનો જથ્થો ઓછો કરી શકાય. વળી ભવિષ્યમાં આવા સાન્દ સેન્દ્રિય ખાતરો અને રાસાયણિક ખાતરોને અગાઉથી મિશ્ર કરી વધુ ઉત્પાદન આપતા ક્ષેત્રિય પાકો જેવા કે, શાકભાજીના પાકો, બાગાયતી પાકો, ફુલોની ખેતીમાં આપવાથી વધુ ફાયદો થાય.

પોષક તત્વોની ઉણપના છોડ ઉપર જોવા મળતા સામાન્ય ચિન્હો

પાકમાં પોષક તત્વોનું પ્રમાણ તેની ક્ષમ્ય માત્રા કરતાં ઓછું હોય ત્યારે ઉણપના ચિન્હો જોવા મળે છે. પોષક તત્વોની ઉણપના ચિન્હો પાક અને પાકની અવસ્થા પર પણ છે. તેમ છતાં સામાન્ય રીતે જોવા મળતા ઉણપના ચિન્હો આ પ્રમાણે છે.

પોષક તત્વો

  • ઉણપ ચિન્હો

નાઈટ્રોજન

-     પાન પીળા પડે છે

-     થડ લાલ રંગનું થઈ જાય છે

-     છોડ ઠીંગણો રહે છે

-     પાન નાના અને ઓછા

-     અગ્રકલીકા લાંબો સમય સુષુપ્ત રહે છે

ફોસ્ફરસ

-     પાન ઘાટા લીલા, વાદળી રંગના થઈ જાય છે

-     નીચલા પાન ખરવા માંડે છે

-     પણોં પુરાં ખુલતા નથી

-     થડ જાંબલી રંગનું થઈ જાય છે

-     ફૂલ અને આાંતરગાંઠનું પ્રમાણ ઘટે છે

પોટેશીયમ

-     કોર તરફથી પાન પીળું પડવા લાગે છે

-     જુના પણોં પર પહેલાં ચિન્હો દેખાય છે

-     પણ પર ભૂખરાથી કાળા ટપકાં દેખાય છે.

-     છોડ ઠીંગણો રહી જાય છે

ગાંધક

-     નવી કુંપળો પીળી હોય છે.

-      નવા પણોં નાના રહે છે.

-     આખા છોડનું કદ ઘટે છે.

કે૯શીયમ

-     મૂળ પ્રકાંડના અગ્ર ભાગોની વૃધ્ધિ અટકે છે.

-     બીજાંકુર કાળાશ પડતું જણાય છે

-     છોડમાં છગલાનું પ્રમાણ વધે છે.

મેગનેશીયમ

-     જુના પણોંમાં પીળાશ જોવા મળે છે.

-     આાંતરશીરા પીળી હોય છે

-     પણ પર નારંગી લાલ રંગના ટપકાં પડે છે.

લોહ

-     પાન પીળા જણાય છે, ધોરી નસ લીલી રહે અને વચલો ભાગ પીળો થાય છે. વિકટ પરિસ્થિતિમાં પાનનું સફેદ થવું, નાના પાનની વૃદિધ અટકે, તેમજ પાનની ધાર એટલે કિનારી તથા ટોચ બળી જાય છે.

જસત

જસતની ઉણપથી છોડ નબળો જણાય. પાન પીળા પડે, પાન પર કાટના ધાબા  દેખાય તથા ટુંકી આંતરગાંઠો, છોડનું બટકાપણું, દાણા ન ભરાવા પાનનું  ખરવું તેમજ નવા પાન નાના અને ઝુમખામાં આવે છે.

તાંબુ

-     આાંતરીક શીરા વચ્ચેનો ભાગ પીળાશ પડતો થઈ જાય છે. ભૂરા લીલા રંગ ના  પાન થઈ જાય છે. ઘણાં પાન તેનો રંગ ગુમાવે છે, પાન કરમાઈ જાય છે.

-     પાનની ટોચ સુકાઈ જાય છે.

મેંગેનિઝ

-     નવા ઉગતા પાનફીકકા પડે છે. વચ્ચેના જુના પાન પીળાશ પડતા રાતા છે તેના ઉપર તપખીરીયા રંગની ભાત પડે છે.

મોલીબ્લેડમ

-     પાનનો અગ્ર ભાગ ચાબુક જેવો આકાર ધારણ કરે છે. પાન પીળાશ  પડતા લીલા અને ફીકકા જણાય છે. કયારેક અસરયુકત ડાળીમાંથી નીચેથી ગુંદરીયો રસ ઝરે છે. પાનના કોકડા વળી જાય છે. પાનની કિનારી તુટી જાય છે

બોરોન

ઉગતી કડી આજુબાજુના પાન નીલવણાં થઈ જાય છે. પાનની ધાર, કુપણ અને ટોચ ઉપર વિશેષ અસર થાય છે અને બળતી લાગે છે. વિકાસ રૂંધાય છે અને દાણા બેસતા નથી.

મુખ્ય પોષક તત્વોની ઉણપના નિવારણો

મુખ્ય પોષક તત્વોની પાકને કાર્બનીક તથા અકાર્બનીક પદાર્થોનાં રૂપમાં આપવામાં આવે છે. જેનો જથ્થો જમીન ચકાસણીના આધારે કૃષિ યુનિવર્સિટી ધ્વારા જુદા જુદા પાક માટે થયેલ ભલામણ મુજબ આપવાથી લક્ષ્ય ઉત્પાદન મેળવી શકાય છે, સાથે સાથે જમીનની ફળદુપતા અને પાક ઉત્પાદકતા પણ જાળવી શકાય છે.

સુક્ષ્મ તત્વોની ઉણપ સહેલાઈથી વર્તાય તેવા પાકો

-     મેંગેનીઝ - મકાઈ, ઘઉં, ડાંગર, સોયાબીન, મૂળા, વાલ, વટાણા, ડુંગળી, ગાજર, શેરડી, સ્યુગર  બીટ, લીંબુ અને દાક્ષ.

-     લોહ – જુવાર, જવ, કોબી, ફલાવર, ટમેટાં, લીંબુ અને બાગાયતી પાકો.

-     જસત - જુવાર, ઘઉં, ડાંગર, મકાઈ, કપાસ, સોયાબીન, ડુંગળી, લીંબુ, સંતરા, ગ્રેપ ફ્રુટ

-     તાંબુ - મકાઈ, ઓટ, ઘઉં, જવ, કોબીજ, ફલાવર, કાકડી, તુરીયાં, ડુંગળી, ટમેટાં,  બીટરૂટ, તમાકુ, લીંબુ, સંતરા, ગ્રેપ ફુટ

-     બોરોન - રજકો, સ્યુગર બીટ, કોબીજ, ફલાવર, બટેટા, લીંબુ, દાક્ષ

-      મોલીબ્લડમ - ચોળા, કોબીજ, ફલાવર, કાકડી, રજકો, બસોંમ, સ્યુગર  બીટ, લીંબુ

સુક્ષ્મ તત્વોની ઉણપનું નિવારણ

જમીનમાં જે સુક્ષ્મ પોષક તત્વોની ઉણપ વતાંતી હોયતો, તેની પ્રમાણસર અને સમયસર જમીનમાં પૂતી કરવાથી અથવા ઉભા પાક પર છટકાવ કરવાથી ફાયદાકારક અસર થાય છે. જો જમીન ચકાસણીથી ઉણપ નકકી કરવામાં આવી હોય તો, શરુઆતથી જે તે પાક માટે પાયાના ખાતર સાથે ખૂટતા સૂક્ષ્મ તત્વોનું પ્રમાણસર ખાતર જમીનમાં આપી દેવું જોઈએ. જેથી છોડમાં તત્વની ખામી નિવારી શકાય. ફર્ટીલાઈઝર કન્ટ્રોલ ઓર્ડર (એફ.સી.ઓ.) ધ્વારા પ્રમાણિત થયેલ સૂક્ષ્મ તત્વો યુકત ખાતરોની પૂર્તિ કરવી હિતાવહ છે. જયારે ઉભા પાકમાં ઉણપના લક્ષણો દેખાય ત્યારે નિદાન કરી માત્ર ખૂટતા તત્વોનું પ્રમાણસર પૂર્તિ છંટકાવથી કરવી જરુરી છે. આ સૂક્ષ્મ તત્વોની ઉણપ નિવારવા માટે ખાતરની પૂર્તિ નીચેના કોઠમાં દર્શાવ્યા મુજબ કરવી. સેન્દ્રિય ખાતરોમાં આ તત્વોનું પ્રમાણ વિશેષ હોવાથી તેની નિયમિત પૂર્તિ કરવાથી સૂક્ષ્મ તત્વોની ઉણપ મહદઅંશે નિવારી શકાય છે.

સૂક્ષ્મ તત્વની ઉણપ નિવારવા માટે ખાતરની પૂર્તિનું પ્રમાણ

તત્વનું નામ

પદાર્થ / ખાતરનું નામ

જમીનમાં ઉમેરવાના પદાર્થનું પ્રમાણ

છટકાવ માટે દ્રાવણનું પ્રમાણ પદાર્થ + ચુનાનું દ્રાવણ

લોહ

ફેરસ સલફેટ

(૧૯ ટકા લોહ )

૫૦

૦.૫ + ૦.૨૫

મેંગેનીઝ

મેંગેનીઝ  સ૯ફેટ. (૩૦ ટકા મેંગેનીઝ)

૪૦

૦.૫ + ૦.૨૫

જસત

ઝીંક સ૯ફેટ.

(૨૦ ટકા જસત )

૨૫

૦.૫ + ૦.૨૫

તાંબુ

કોપર સલ્ફેટ

(૨૪  ટકા તાંબુ)

૧૫

૦.૪  + ૦.૨

બોરોન

બોરેકસ

(૧૦.૫ ટકા બોરેકસ)

૧૫

૦.૨

મોલીબલેડમ

એમો-મોલીબલેડેટ

(પર ટકા મોલિ)

૦.૦૫

મુખ્ય પોષક તત્વોની અસમતુલાનું નિવારણ

જમીનમાં રહેલ પોષક તત્વોની અસમતુલાની સુધારણા માટે પાકમાં સંકલિત પોષણ વ્યવસ્થાને અનુસરવી પડે. પાકની સંકલિત પોષણ વ્યવસ્થા એટલે જમીનમાં ઘટતા તથા પાકને આવશવયક પોષક તત્વો ચોકકસ પ્રમાણમાં જમીનમાં ઉમેરવા. ચોકકસ પ્રમાણ એટલે શું ? દા.ત. નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ   પ્રમાણમાં આપતા, આવું જ પ્રમાણ સૂક્ષ્મ તત્વ માટે પણ નકકી કરી શકાય છે. આવા સંતુલિત પ્રમાણ દરેક પાક માટે પણ નકકી થયા છે.

વિવિધ ખાતરો

ખાતરોને તેમના ઉદ્દભવ સ્થાન પ્રમાણે ત્રણ વિભાગમાં વહેંચી શકાય.

  • સેન્દ્રિય ખાતરો
  • અસેન્દ્રિય અથવા રાસાયણિક ખાતરો
  • જૈવિક ખાતર
સ્ત્રોત: આત્મા પાટણ 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate