રાજયનું પશુધન, ભેંસ અને ગાયની જુદી જુદી ઓલાદો તેમજ તેની જાળવણી અને માવજત:
ગ્રામ્ય રોજગારી અને પૂરક આવક મેળવવા માટે ખેતી સાથે પશુ ઉછેર અને ડેરી વ્યવસાય અગત્યનું યોગદાન આપે છે. રાજયમાં ૬૭.૮૪ લાખ ગાયો, પર.૪૧ લાખ ભેંસો, ૨૦-૨૫ લાખ ઘેટા, ૪૨.૨૮ લાખ બકરા તેમજ ૧૩.૨૪ લાખ અન્ય પશુઓ છે. પરંતુ દિન-પ્રતિદિન પશુઓની સંખ્યા ઘટતી જાય છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે.
આપણાં દેશની કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થામાં પશુપાલન એક પૂર્ણ સમયના વ્યવસાય તરીકે ઉપસી આવેલ છે. ભારતમાં ગાય વર્ગના પશુઓની સંખ્યા લગભગ ૧૯.૩ કરોડ અને ભેંસ વર્ગના પશુઓની સંખ્યા ૭.૦ કરોડ છે. આમ, આપણો દેશ દૂધ ઉત્પાદનની દૃષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે. આપણા દેશમાં કુલ દૂધ ઉત્પાદનમાં ભેંસો પર ટકા, ગાયો ૪૫ ટકા અને ઘેટા બકરા ૩ ટકા ફાળો રહેલ છે. આમ, દેશમાં દૂધ ઉત્પાદનમાં ગાય તથા ભેંસ મોખરાનું સ્થાન ધરાવે છે. પશુપાલન એ ગામડાઓમાં ખેતીનો પૂરક ધંધા તરીકેનો વ્યવસાય છે. આ ધંધો આજના સમયમાં ખાસ કરીને સીમાંત, નાના ખેડૂતો તેમજ જમીન વિહોણા મજુરો માટે તેમની આજીવીકાનો મુખ્ય સાધન તરીકે ઉપસી રહયો છે.
ગુજરાતમાં, સહકારી દૂધ ઉત્પાદન મંડળીઓનું વિશેષ મહત્વ આખા દેશમાં જાણીતું છે. સોરાષ્ટ્ર વિસ્તારમાં પાંચ મુખ્ય પશુઓની ઓલાદો જોવા મળે છે. તેમાં ગીર ગાય, જાફરાબાદી ભેંસ, ઝાલાવાડી બકરા, કાઠીયાવાડી ઘોડા તથા એશીયાટીક સિંહનો સમાવેશ થાય છે. ભારત જેવા વિશ્વના અનેક દેશોના આર્થિક માળખામાં તેમજ તેમની ગ્રામીણ સંસ્કૃતિમાં પશુપાલનનું આગવું મહત્વ છે. જે તે દેશ કે રાજયની ભોગોલીક પરિસ્થિતી, હવામાન અને કૃષિ -વિષયક અન્ય પરીબળો અમુક ચોકકસ પ્રકારના પશુધન-પ્રાણીને વધુ અનુકૂળ રહે છે અને ત્યાંની આર્થિક સધ્ધરતામાં વધુ નોંધપાત્ર ફાળો આપે છે. ગાય-ભેંસોની અગત્યની ઓલાદો (જાતો)ની પ્રાપ્ય માહિતીનું સંકલન કરી અત્રે રજુ કરવાનો પ્રયાસ કરેલ છે.
શીત અને સમશીતોષ્ણ કટીબંધના દેશોમાં જોવા મળેલ ગાયો આપણા દેશની ગાયોની ઓલાદો કરતાં અલગ જાતોની છે. તેમને ખુંધ અને ધાબળી હોતી નથી. આ ગાયો સામાન્ય રીતે ગરમ પ્રદેશોમાં આસાનીથી રહી શકતી નથી. અવિકસીતા પ્રગતિશીલ દેશો (મલેશીયા, શ્રીલંકા, બમાં વગેરે) ની ગાયો ઉત્પાદકતાની દૂષ્ટિએ નબળી હોય છે. પરંતુ વિદેશી દૂધાળ ઓલાદોમાં હોલ્સટેઈન ફીઝીયન, જસીં અને બ્રાઉન સ્વીસ મુખ્ય છે અને તેમના (સાંઢ|વીર્યના) ઉપયોગ (સંવર્ધન) થી પ્રગતીશીલ દેશોમાં સંકરણ ધ્વારા ઉત્પાદકતા વધારવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલા છે.
ભારત દેશમાં આ ઓલાદોના ઉપયોગ થકી સંકર પશુઓ (દા.ત. કરનફીઝ, કરન સ્વીસ વગેરે) પેદા કરવામાં આવેલ છે. જેથી પ્રથમ વિયાણની ઉમર, (૩૦-૩૩ માસ), બે વિયાણ વચ્ચેના ગાળા (૧૩-૧૪ માસ) માં ઘટાડો તેમજ વેતર દીઠ દૂધ ઉત્પાદન (૩૦૦૦-૩૫૦૦ લીટર) માં વધારો કરવાની સિધ્ધી હાંસલ થયેલ છે.ભારતમાં જોવા મળતી ગાયોને તેમના રંગ, કદ, શિંગડાનો પ્રકાર અને માથાની ખાસિયતો મુજબ મોટા વિભાગો પાડવામાં આવ્યા છે. આ દરેક વિભાગને એક સરખા બાહય શારીરીક લક્ષણો (તેમજ આર્થિક લક્ષણો) ધરાવતા નાના વિભાગમાં વહેંચવામાં આવે છે. આ સમુહ વિશેષને જે તે પ્રાણીની ઓલાદ કહે છે.
ગુજરાત રાજયને કુદરતે બક્ષેલી ગાય-ઓલાદો ભારતમાં અને કેટલીક તો આખા વિશ્વમાં સુવિખ્યાત છે. આપણા રાજયમાં ગાયોની મુખ્યત્વે ત્રણ ઓલાદો છે. ગીર, કાંકરેજ અને ડાંગી. જે અનુક્રમે દૂધાળ, દ્વિઅર્થી (દૂધાળ– કામાળ) અને કામાળ પ્રકારની છે.
ગીર ઓલાદ:આ ઓલાદનું ઉત્પતિ સ્થાન ગીરના જંગલો હોવાથી તે ઓલાદને ગીર ઓલાદ કહે છે. આ ઉપરાંત એને કાઠિયાવાડી, સોરઠી, દેસાણ, ભોડાળી વગેરે ઉપનામોથી પણ ઓળખાવામાં આવે છે. આ જાનવરો તેના શુધ્ધ સ્વરૂપમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જુનાગઢ, અમરેલી, ભાવનગર, જામનગર અને રાજકોટ જિલ્લાઓમાં જોવા મળે છે. ગીર પશુઓ પશ્ચિમ ભારતમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન વગેરે રાજયોમાં પણ જોવા મળે છે.
શારીરિક લક્ષણો : આ જાનવરો મધ્યમથી માંડી મોટા કદના તથા મજબુત, સુદૂઢ બાંધાના હોય છે. આ ઓલાદના જાનવરોના રંગમાં વિવિધતા બહુ મોટા પ્રમાણમાં જોવા મળે છે. તદન ઘેરા રાતા રંગના અને કયાંક સફેદ ટપકાં કે નાના ધાબાંવાળા જાનવરો વધુ જોવામાં/ પસંદ કરવામાં આવે છે.
મોટું, ગોળ અને ઢોલના જેવું ઉપસેલું કપાળ એ આ ઓલાદની વિશિષ્ટતા છે. આ જાનવરોનો ચહેરો મધ્યમ કદનો અને સાંકડો હોય છે. આાંખો મોટી હોય છે. પણ ભારે અને ઉપસેલા કપાળથી ઢ કાયેલી હોવાને કારણે ઝીણી અને અર્ધમીચેલી દેખાય છે. (આને કારણે આ જાનવરો સુસ્ત અને ઉઘણસી જેવા લાગે છે.) કાન લાંબા, પહોળા અને ખૂબ જ લબડતા હોય છે. કાનના આકાર વડના વળેલા પાન જેવા હોય છે. કાન મુળ આગળની વિશિષ્ટ પ્રકારે વળાંકવાળા અને છેડે-અણી પર ખાંચા હોય છે.
શિંગડા મથરાવટીની બાજુએથી ફુટીને પ્રથમ સહેજ નીચે અને ત્યાર બાદ પાછળ, બાજુએ અને ઉપરની બાજુએ સ્કૂની પેઠે વળેલા હોય છે. શીંગડાની અણી પાછળ વળેલી હોય છે.
ખુંધ ગાયોમાં મધ્યમ કદની અને નર જનાવરોમાં મોટી અને એક બાજુ ઢળેલી હોય છે. ગોદડી અને મુતરણું મોટુ અને ઝુલતુ હોય છે. પગ સુવિકસીત, મજબુત અને મજબુત ઘુંટણવાળા અને ખરીઓ કાળા રંગની, ગોળ સુડોળ અને મધ્યમ સખત હોય છે.
આઉ કદમાં મધ્યમ પણ મોકળાશ વાળુ, સુડોળ ચાર ભાગમાં સ્પષ્ટ વહેચાયેલું અને પાછળના ભાગમાં ઉચે સુધી પહોંચતુ અને પ્રમાણમાં લબડતું હોય છે. આાચળ ૧૦ થી ૧૧ સે.મી. લાંબા, સપ્રમાણ જાડા અને પ્રમાણમાં એક બીજાથી વધુ નજીક આવેલા હોય છે. દુગધશીરા સ્પષ્ટ, શાખાઓ વાળી અને આગલા પગ નજીક શરીરમાં દાખલ થતી જોવા મળે છે.
ગીર ઓલાદના વાંછરડા અને વાછરડી જન્મ વખતે અનુક્રમે સરેરાશ ૨૪ અને ૨૨ કિ.ગ્રા. વજનમાં હોય છે. પુખ્તવયની ગાયનું વજન ૩૫૦ થી ૪૨૫ કિ.ગ્રા. અને નર જનાવરોનું વજન પ૦૦ થી ૫૫૦ કિ.ગ્રા. જેટલું હોય છે. ગીર પશુઓ ૧૪૦ થી ૧૫૦ સે.મી. લંબાઈ અને ૧૩૦ થી ૧૩૫ સે.મી. જેટલી ઉચાઈ ધરાવે છે.
આર્થિક લક્ષણો: આ દ્વીહેતુક ઓલાદ છે. આ ઓલાદના જનાવરો નમ્ર અને શાંત સ્વભાવના અને માયાળુ હોવાથી પાળવા સહેલા છે. આ ઓલાદના પશુઓ સરેરાશ ૪૫ થી ૫૫ માસની વયે પ્રથમવાર વિયાય છે. ગાયો વેતરના કુલ ૩૦૦ થી ૩૭૫ દિવસમાં ૧૫૦૦ થી ૧૮૦૦ લીટર દૂધ, વાછરડું ધાવ્યા ઉપરાંત પેદાકયાંનું નોંધાયેલ છે. પશુ ઉછેર કેન્દ્ર જૂનાગઢ પર નિભાવવામાં આવતી ગાયો પૈકી ૨૭ ટકા ગાયો વેતરના ૩૦૦ દિવસમાં સરેરાશ ૨૭૫૦ લીટર (વાછરડા ધવડાવ્યા વિના) પેદા કરેલ છે.
ગીર ગાયો સરેરાશ ૧૨૫ થી ૨૦૦ દિવસો સુધી વસુકેલ રહે છે. બે વિયાણ વચ્ચે સરેરાશ ૧૫ માસનો ગાયો નોંધાયેલ છે. ઘણા લોકો આ ઓલાદને દૂધાળ ઓલાદ પણ ગણે છે.
બળદો : આ ઓલાદના બળદો ભારે કામ માટે સારા ગણાય છે. પણ તેની ચાલ ધીમી, હળવી અને ગંભીર હોય છે. બળદો સ્વભાવે શાંત, કામગરા અને સહેલાઈથી કાબુમાં રહે તેવા છે.
કાંકરેજ ઓલાદ:આપણા રાજયના બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ નામના ગામ ઉપરથી આ જાતની ગાયોનું નામ કાંકરેજ પાડવામાં આવ્યું. વઢીયાળી વાગળ અને વાગોળીયાના નામથી પણ તે ઓળખાય છે. આ r r MA
ઓલાદના જનાવરો આપણા રાજયના મહેસાણા, અમદાવાદ, સાબરકાંઠા, ખેડા, વડોદરા, ભરુચ અને સુરત જીલ્લા સુધી પ્રસરેલા જોવા મળે છે.
શારીરિક લક્ષણો : - આ કાંકરેજ ઓલાદના જનાવરો કદમાં મોટા અને કદમાં ભારે હોય છે. આ જનાવરો તદન સફેદ રંગથી માંડી મુજડા રંગના હોય છે. તાજા જન્મેલા વાછરડાના માંથામાં લાલ કાટીઓ રંગ હોય છે. જે છએક માસની ઉમર થતા સુધીમાં જતો રહે છે.
કાંકરેજ જનાવરો માથુ અધર રાખી રુઆાબ ભરી ઝડપી (સવાઈ ચાલ) ચાલ ચાલવા માટે પ્રખ્યાત છે. આ ઓલાદના બળદ વધુ વજન પણ, વધારે અંતર ઓછા સમયમાં વહન કરી શકે છે.
પુખ્ય પશુઓના શિંગડા, મોટા મજબુત અને બીજ-ચન્દ્રાકાર હોય છે. તેમનું કપાળ પહોળુ અને વચમાં ખાડાવાળુ તેમજ ચહેરો પહોળાઈમાં ટૂંકો અને લંબાઈમાં લાંબો હોય છે. કાન મોટા અને ઝુલતા હોય છે. પગ સુંદર આકારના પગની ખરીઓ નાની ગોળ અને સહેજ પોચી હોય છે. કાંકરેજ ગાયોના અડાણ પ્રમાણસર વિકાસ પામેલ હોય છે.
પુખ્ત ગાયો ૪૦૦ થી ૫૦૦ કિલો અને પુખ્ત વયના સાંઢ પ૦૦ થી ૭૦૦ કિલો તથા તાજા જન્મેલા વાછરડા સરેરાશ ૨૨ – ૨૪ કિલોના હોય છે.
આર્થિક લક્ષણો : કાંકરેજ ઓલાદ એ દ્વિઅર્થી છે. તેના બળદો ખેતી કામ માટે આગળ પડતા છે. જયારે ગાયો સારા પ્રમાણમાં દૂધ ઉત્પાદન કરે છે. આ જનાવરો ચપળ પણ ભડકણા સ્વભાવના છે. આર્થિક લક્ષણોની આછી વિગત નીચે દર્શાવેલ છે.
પ્રથમ વિયાણની ઉમર : ૪૫ થી ૫૦ માસ વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન : ૧૨૦૦ થી ૧૫૦૦ કિ.ગ્રા.
પશુ સંશોધન કેન્દ્ર, ગુ.કૃ.યુ., સરદાર કૃષિ નગર ખાતે નિભાવવામાં આવતા ધણની ગાયો વેતર દીઠ સરેરાશ ૧૮૦૦ લિટર દુધ પેદા કરતી હોવાનું નોંધાયેલ છે.
દુજણા દિવસો : ૨૭૫ - ૩૧૫ દિવસ બે વિયાણ વચ્ચેનું અંતર : ૧૭ થી ૧૮ માસ (૩) ડાંગી ઓલાદ:ડાંગના જંગલ વિસ્તાર ઉપરથી આ ઓલાદનું નામ ડાંગી પડયું છે. આપણા ગુજરાત રાજયમાં ડાંગ જીલ્લામાં ધરમપુર અને વાસદા તાલુકામાં તથા મહારાષ્ટ્ર રાજયમાં અહેમદનગર, નાસીક, થાણા અને કોલાબા જીલ્લાઓમાં આ પશુઓનો ઉછેર થાય છે. આ ઓલાદની ઉત્પતી આ ડુંગરાળ વિસ્તારના અસલ સ્થાનિક ઢોર અને પશ્ચિમ વિસ્તારના ગીર ઢોરના સંકરણથી થયેલ હોવાનું મનાય છે.
શારીરિક લક્ષણો:ડાંગી જનાવરો મધ્યમ કદના અને મજબૂત બાંધાના હોય છે. આ પશુઓનો રંગ બદામી અથવા સફેદ અને કાળા કે રાતા ધાબાવાળો હોય છે. ઘણા જનાવરો રંગે કાળા અને કાબરા હોય છે.
ડાંગી પશુઓનું માથુ નાનુ, કપાળ ઉપસેલું, શીંગડા ટૂંકા અને જાડા અને કાના નાના હોય છે. આ જનાવરોના પગ મજબૂત અને સખત | કઠણ ખરીવાળા હોય છે. તેમની ધાબળી તેમજ મુતરણા ઝુલતા હોય છે. તેમની ચામડી વિશિષ્ટ પ્રકારની હોય, વરસાદના પાણીની અસર શરીર ઉપર ઓછી થાય છે.
પુખ્ત વયનો સાંઢ ૪૦૦ થી ૫૦૦ કિ.ગ્રા. અને પુખ્ત ગાય ૩૨૫ થી ૪૦૦ કિ.ગ્રા. શારીરીક વજન ધરાવે છે. તુરંત જન્મેલા વાછરઠા ૨૦ - ૨૧ કિ.ગ્રા. ના હોય છે.
આર્થિક લક્ષણો:આ ઓલાદ કામાળ હોય ભારે વરસાદ વાળા ડુંગરાળ પ્રદેશમાં ખેતી કામ માટે અને ખડકાળ રસ્તાઓ પર ભાર વહન (લાકડાની હેરફેર) માટે અનુકૂળ છે. આ જનાવરો ખડતલ છે અને કુદરતી ચારા ઉપરજ જીવે છે.
ગાયો સરેરાશ ૮ માસના દુધાળ દિવસોમાં ૫૦૦ થી ૭૦૦ લીટર દુધ પેદા કરે છે. તેઓ સરેરાશ ૫૦ થી ૫૫ માસની ઉંમરે પ્રથમ વખત તથા સરેરાશ ૧.૫ વર્ષના અંતરે વિયાય છે.
વિશ્વના પ્રાણી જગતમાં ભેંસોનું સ્થાન ઉમદા અને અદિતિય છે. વિશ્વના ઘણા દેશોમાં ભેંસોનું હોવું તે દેશો માટે અનિવાર્ય અંગ છે. ભારત જેવા કેટલાક દેશોના અર્થતંત્ર અને વિકાસમાં ભેંસોનો ફાળો મહત્વનો કહી શકાય.
વિદેશી ભેંસોની જાત : ભેંસોના પ્રાણી જગતને ભેંસો જે વિસ્તારમાં જોવા મળે છે તે મુજબ ત્રણ ભાગમાં વહેચી છે
આફિકાની જંગલી ભેંસો : આફ્રિકા ખંડમાં સહરાના રણની દક્ષિણે આવેલ ઈથીયોપીયાથી માંડી ઝેર દેશ સુધીનાં જંગલોમાં તદન જંગલી અવસ્થામાં ભેંસો જોવા મળે છે. આ પ્રકારની (સીન્સરસ કાફર) ભેસોમાં ત્રણ ઓલાદો છે. : (૧) કેપ ભેંસ (૨) કોંગો ભેંસ તથા (૩) સુદાન ભેંસ
એશિયાની જંગલી ભેંસો:આસામથી પૂર્વ એશિયા ખંડના દેશોમાં જંગલી અવસ્થામાંથી પાલતુ અવસ્થામાં લાવીને ભેંસો ઉછેરવાનું સેકાઓ પહેલાથી અપનાવવામાં આવેલ છે. છતાં પણ ભેંસોની કેટલીક જાતો પાલતુ અવસ્થામાં આવ્યા વિના જંગલી અવસ્થામાં રહેલ છે. દા.ત. (૧) એનોઆ (ઈન્ડોનેશીયામાં) (૨) ટમારો (ફિલીપાઈન્સમાં) અને (૩) અરજ (ઉતર હિમાલયના જંગલો, આસામ, ભારત-ચીન સરહદે) જોવા મળે છે.
આ ઉપરાંત શ્રીલંકા, જાવા, સુમાત્રા, કંપુચીયા, લાઓસ અને થાઈલેન્ડમાં જુજ પ્રમાણમાં અદૂશ્ય થતી જાતી તરીકે કેટલીક જંગલી ભેંસોની જાતો જોવા મળે છે.
દક્ષિણ પૂર્વ એશિયા ખંડના દેશોની પાલતુ ભેંસો:પૂર્વ – ચીન, બમાં, લાઓસ, કંપુચીયા વિયેટનામ, થાઈલેન્ડ, મલેશિયા, ઈન્ડોનેશીયા અને ફિલીપાઈન્સમાં જોવા મળતી પાલતું ભેંસો જંગલી ભેંસો જેવી જ દેખાય છે. તેમને સ્વમપ બફેલો કહે છે. પશ્ચિમ મલેશિયા (માર્શલેન્ડ અથવા સ્વમ૫ વિસ્તાર)માં તેમનું ઉત્પતિ સ્થાન હોવાનું મનાય છે. આ ભેંસોના ઘણા વર્ષોથી ખેતી કામ માટે ઉપયોગ થાય છે.
યુરોપ, આફ્રિકા (નીયર ઈસ્ટ) તથા પશ્ચિમ એશિયામાં જોવા મળતી ઓલાદો: એશિયા ખંડના અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક, સીરીયા, તુર્કી, ઈજીપ્ત તથા દક્ષિણ પૂર્વમાં આવેલ યુરોપના દેશો દા.ત. હંગેરી, રોમાનીયા, યુગોસ્લાવિયા, બલ્કોરીયા, આલબેનિયા વગેરેમાં જોવા મળતી ભેંસો દેખાવમાં લગભગ મળતાવળી દેખાય છે. દા.ત. ઈરાકી ભેંસો, ઈરાની ભેંસો, સીરીયન ભેંસો, ઈજીપશીયન ભેંસો મીનુફ અને બહેરી નીચાણવાળા પ્રદેશમાં જોવા મળે છે. જયારે દૂધાળ સેદી ઓલાદ મધ્ય ઉતર ઈજીપ્તમાં પાળવામાં આવે છે.
પૂર્વના દેશોમાં જોવા મળતી ભેંસો
ભારતીય ભેંસોની ઓલાદો: ભારતમાં કુલ વાર્ષિક દૂધ ઉત્પાદનમાં આશરે ૫૫ ટકા દુધ ભેંસો આપે છે. ગાયોની સરખામણીમાં, દુધાળ પશુદીઠ ભોંસો વધુ દૂધ પેદા કરી દેશના ડેરી ઉધોગમાં ખૂબ જ અગત્યનો ફાળો આપે છે. તેમના ઉપયોગ ધ્વારા અન્ય દેશોમાં ભેંસ સુધારણા કાર્યક્ષમ હાથ ધરવામાં આવેલ છે.
ભારતમાં થતી રીવર (વોટર) ભેસોની ઓલાદો
ગુજરાતની ભેસોની ઓલાદો: ગુજરાત રાજયને કુદરતે જાફરાબાદી, મહેસાણી અને સુરતી ભેંસની ઓલાદથી સમૃધ્ધ કરેલ છે. આ ભેંસો જે તે પ્રદેશમાં તેના ભોગોલિક પરિસ્થિતિ પ્રમાણે મહત્વનું સ્થાન ધરાવે છે. આ ઓલાદોની અગત્યની માહિતી આ પ્રમાણે છે.
સુરતી ઓલાદ: આ ઓલાદનું મુળ સ્થાન ખેડા જીલ્લો તથા તેમની નજીકના ખેડા અને અમદાવાદ જીલ્લો છે. સુરતી ઓલાદને નડીયાદી, ચરોતરી અને ગુજરાતી નામે પણ ઓળખાય છે. આ ભેંસો અમદાવાદથી સુરત સુધી જોવા મળે છે. પરંતુ નમુનેદાર ભેંસો ચરોતર વિસ્તારમાં મહી અને શેઢી નદી વચ્ચેના પ્રદેશ-આણંદ, નડીયાદ, બોરસદ અને પેટલાદ તાલુકાઓમાં જોવા મળે છે.
શારીરિક લક્ષણો: આ ઓલાદની ભેંસો મધ્યમ કદની આને પાસાદાર બાંધાની હોય છે. રંગ ભુરાથી માંડીને કાળો હોય છે. નમુનેદાર ભેંસોને એક ઝડબા નીચે ગળા પર અને બીજો આગલા બે પગની નજીક હડા પર એમ બે એક થી બે ઈચ પહોળા ગળપટ્ટા હોય છે. માથુ ગોળ અને નાનુ હોય છે. શીંગડા ટૂંકા, ચપટા અને દાતરડા જેવા હોય છે. કાન મધ્યમ કદનો અને આડા આાંકાવાળા હોય છે. પીઠ સીધી હોય છે. બાવલું ચોરસ, મધ્યમ કદનું તથા આચળ સમાંતરે ગોઠવાયેલ હોય છે. આ ઓલાદની પુખ્ત વયની ભેંસ સરેરાશ ૪૦૦ થી ૪૫૦ કિ.ગ્રા.ની, જયારે ૪૫૦ થી ૫૦૦ કિ.ગ્રા. ના હોય છે. તાજા જન્મેલા પાડીયા ૨૫ થી ૨૭ કિ.ગ્રા. વજન ધરાવે છે.
આર્થિક લક્ષણો : આ આલાદ દુધ ઉત્પાદનની ક્ષમતા (કદ નાનુ હોવાથી) માટે દેશમાં જાણીતી છે.
મહેસાણી ઓલાદ: ભેંસોની આ ઓલાદ મુરાહ ભેંસો અને સુરતી ઓલાદની ભેંસોના સંકરણ થી ઉદ્ભવી છે. આ જાતની ભેંસોનું વતન મહેસાણા હોય, આ ભેંસો મહેસાણી તરીકે ઓળખાય છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદ જીલ્લાઓમાં આ ભેંસો જોવા મળે છે. આ ઉપરાંત મુંબઈ, પુના, વગેરે જેવા મોટા શહેરોમાં દૂધ ઉત્પાદન વ્યવસાય અર્થે નિભાવવામાં આવે છે.
શારીરિક લક્ષણો: આ ઓલાદ શુધ્ધ નહી હોવાથી બધા જનાવરોમાં એક સરખા લક્ષણો જોવામાં આવતા નથી. કેટલાક જનાવરો મુરાહ ઓલાદને તો કેટલાક સુરતી ઓલાદને મળતા આવે છે, તો કેટલાક બને ઓલાદનું સામ્ય ધરાવતા હોય છે. તેમના કેટલાક સર્વ સામાન્ય લક્ષણો આ પ્રમાણે છે.
મહેસાણી ભેંસો, મુરહિ કરતા કદમાં નાની પણ વધુ લંબાઈ ધરાવે છે. અને ભારે માથાવાળી હોય છે. તેઓ રંગે કાળી, ભૂરી તેમજ ચાંદરી હોય છે. તેમના શીંગડા સુરતી ભેંસોના શીંગડા જેવા ચપટા, દાંતરડા આકારના પણ તેના કરતા લાંબા અને અણી આગળ વધુ વળેલા હોય છે.
આ ઓલાદના પુખ્તવયનો પાડો સરેરાશ પ૫૦ થી ૬૦૦ કિ.ગ્રા.ના અને પુખ્તભેસો ૪૨૫ થી ૪૫૦ કિ.ગ્રા. વજનની હોય છે. તાજા જન્મેલા પાડા ૨૮ થી ૩૦ કિ.ગ્રા. વજન ધરાવે છે.
આર્થિક લક્ષણો: આ ઓલાદની ભેંસોમાં મુરાહ અને સુરતી બને ઓલાદના ઉપયોગી આર્થિક લક્ષણોનો સુમેળ સધાયેલો છે. તેથી મહેસાણી ભેંસો સારા પ્રમાણમાં દૂધ આપે છે. જનાવરો નમ્ર સ્વભાવના તેમજ મધ્યમ કદ ધરાવતા હોય તેમની માંગ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. તેમના આર્થિક લક્ષણો નીચે 1%에 89.
પ્રથમ આમાશય તથા બીજા આમાશય ખોરાકમાં કિણવન થતા પેદા થયેલ વાયુનો ભરાવો થઈ આમાશયને ફુલાવે છે. જેને આફરો કહેવામાં આવે છે.
લક્ષણો : પ્રાથમિક રીતે આફરો એકાએક થાય છે કે જાનવર ચરીને આવ્યા બાદ અથવા લીલોચારો ખાધા બાદ થોડીવારમાં આફરો ચડે છે. ડાબુ પડખું અથવા પેટનો આખો ભાગ ફુલેલો જણાય છે. જાનવર એકદમ બેચેન બની જાય છે. અવાર-નવાર ઉઠબેઠ કરે છે અગરતો પાછલા ભાગથી પેટ પર લાત મારવાનો પ્રયત્ન કરે છે. શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. તેથી મો ખુલ્લુ રાખી શ્વાસ લે છે. શ્વાસોશ્વાસની ગતિ ઘણી જ વધારે હોય છે. અનેકવાર જીભ બહાર નીકળી જાય છે. પેટના ભાગ પર આગળી પટકાવવાથી ઢોલ ઉપર હાથ પછાડીએ ત્યારે જેવો અવાજ આવે તેવો અવાજ આવે છે. જયારે પેટનો ફેલાવો ખૂબ વધી જાય છે ત્યારે શ્વાસોશ્વાસની ગતિ ધીમી થાય છે અને થોડીવારમાં જાનવરનું મૃત્યુ થાય છે.
મંદ રૂપમાં આફરો ચડે છે ત્યારે ઉપર જણાવેલ ઉગ્ર ચિન્હો જોવામાં આવતા નથી. સામાન્ય રીતે આવા કિસ્સામાં થોડા પ્રમાણમાં આફરો ચડે છે. જે આગળ જણાવ્યા પ્રમાણેના કોઈપણ ગૌણ કારણથી હોય છે. નાના વાછરડામાં અપાચ્ય ખોરાક લાંબો સમય લેવાથી મંદિરૂપમાં આફરો ચડે છે. કયારેક થાયમસ ગ્રંથી ક્ષિણ ન થતાં તે કાયમ રહે છે. જેનાથી અનનળી પર દબાણ આવવાથી આફરો ચડે છે.
સારવારના ઉપાય : આ રોગની સારવાર નીચે મુજબ છે.
પેશીઓનું સાતત્ય ન જળવાઈ રહે ત્યારે ઝખમ થાય છે. ઝખમ કોઈપણ ઈજાથી જાય છે. પ્રકારો અને કારણો
જયારે ચામડીનું સાતત્ય ન જળવાઈ રહયું હોય ત્યારે તેને બાહય ઝખમ કહે છે. જયારે ચામડીની નીચેની પેશીઓનું સાતત્ય ન જળવાઈ રહયું હોય ત્યારે તેને અધ : ચર્મ જખમ કહેવામાં આવે છે. જખમ અનેક પ્રકારની ઈજાથી થાય છે. તિક્ષણ અણીદાર ઓજારો, ધારદાર ઓજારો તથા ધાર વગરના ઘન સાધનોના ઉપયોગથી ઈજા થઈ શકે છે. આ ઉપરાંત ગરમ વસ્તુઓ, ક્ષ-કિરણો, રસાયણો, ઝેર વગેરેથી પણ પેશીઓને ઈજા પહોંચી શકે છે. જખમ શેનાથી થાય છે તેના પર જખમના પ્રકારનો આધાર છે. જખમના પ્રકાર નીચે મુજબ છે.
લક્ષણો
અ. પ્રાથમિક સ્થાનિક લક્ષણો :
પ્રાથમિક સ્થાનિક લક્ષણો નીચે મુજબ છે.
દૂરવર્તી લક્ષણો :
દૂરવર્તી લક્ષણો નીચે મુજબ છે.
ગૌણ સ્થાનિક લક્ષણો :
ગૌણ સ્થાનિક લક્ષણો નીચે મુજબ છે.
વ્યાપક લક્ષણો : જખમમા અનેક પ્રકારના જીવાણુંઓનું સંચારણ થતા લોહીમાંના જુદા જુદા પ્રતિકારક દૂલ્યો ધ્વારા શરીર જીવાણુંઓનો સામનો કરે છે. આવા સમયે સાધારણ તાવ રહે છે અને તાવના બધા જ લક્ષણો જોવામાં આવે છે.
સારવાર : જખમની સારવાર નીચે મુજબ જણાવેલ મુદાઓ ઉપર ધ્યાન રાખવું જરુરી છે.
જખમની આજુબાજુના વિસ્તારની ચામડીને જંતુદન દવાથી સાફ કરવી. જખમની આસપાસના વાળ કાપી નાખવા તે સલાહભર્યું છે. રકતરિત્રાવ થોડા પ્રમાણમાં હોય તો જંતુદન દવા દા.ત. ગલીસરીન, ટીંચર આયોડીન કે અન્ય ઓષધીયયુકત રૂ નું પોતું દબાવી રાખવું. ટીંચર બેન્જોઈન જેવી ઓષધીનું પોતું મુકવાથી રકતરત્રાવ બંધ થાય છે.
ચાંદાના અન્ય નામ વ્રણ, ચાઠું, અલ્સર, ઘારુ વગેરે છે. તાજા ઘામાં કે જુના જખમમાં જયારે પેશીઓનો વધુ પડતો વિનાશ થાય છે અને તે રુઝાય નહી ત્યારે ચાંદા થાય છે.
લક્ષણો:ચાંદાનો આકાર ઘણો ખરો ગોળ હોય છે. અને તેની ઉડાઈ જે કારણથી ઘારુ થયુ હોય તેના ઉપર અવલંબીત હોય છે. ચાંદાની કિનારી બાજુની ચામડી કરતા સાધારણ ઉચી હોય છે. અગરતો તેની સપાટી પર જ હોય છે. ચાંદાની વચ્ચેના ભાગમાં નાશ થયેલ પેશીઓ જોવામાં આવે છે અને તે ભાગ સપાટ હોય છે. અગરતો અંદર ગોળ થયેલો હોય છે. સામાન્ય રીતે ચાંદાના ભાગ પર લોહીયુકત સ્ત્રાવ જોવા મળે છે.
સારવાર : ચાંદાની સારવાર નીચે મુજબ જણાવેલ મુદાઓ ઉપર ધ્યાન રાખવું જરુરી છે.
દાહક ઓષધીઓનો ઉપયોગ : ચાંદામાં જયારે અંકુરીત પેશીઓ વધુ પ્રમાણમાં હોય ત્યારે દાહક ઓષધીઓનો ઉપયોગ કરવો. જેથી પેશીઓનો નાશ થાય. વધુ પડતી અને ખરાબ પેશીઓનો નાશ કરવા ગરમ ઓજારો વડે પ્રદાહન કરવાથી તેનો નાશ થાય છે અને નવી અંકુરીત પેશીઓ ઉત્પન્ન થાય છે.
ઉચ્છવેદન : જયારે ચાંદાનું ઉચ્છવેદન થઈ શકે તેવી જગ્યા હોય તો ચપપુ વડે તેનું ઉચ્છવેદન કરવું અને જખમની કિનારીઓને પાસે લાવી ટાંકા લેવા.
રોગનો ઈલાજ : ચાંદા જયારે વિશિષ્ટ પ્રકારના હોય ત્યારે સૌપ્રથમ તે રોગનો ઈલાજ કરવો.
જનાવરોમાં જોવા મળતો તણછનો રોગ ખાસ કરીને ગાય, ભોંસ અને ઉટ જેવા દૂધાળા પ્રાણીઓમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. તણછ એટલે તણાવું અથવા ખેંચાવું.
કારણો : સામાન્ય પરિસ્થિતિમાં સાથળના હાકડાના નીચેના છેડે ગોઠણની ઢાંકણીનું હાડકું ચાલવા દરમ્યાન ઉપર નીચે સરકતું હોય છે. પગ વળે ત્યારે ઉપર સરકે છે. અને પગ સીધો થાય ત્યારે સાથળના હાડકાની ગરગડીપર ગોઠવાયેલું રહે છે. તણછના રોગમાં આ ઢાકણી ગરગડીની ઉપર ચડી જાય છે. તેના પરીણામે સ્નાયુ પટી ખેંચાયેલા રહે છે. જેથી પગ વાળી શકાતો નથી.
લક્ષણો: કોઢમાંથી છોડયા પછી જનાવરને પાછળના પગે ચાલવામાં ખૂબ જ તકલીફ પડે છે. કારણ કે મીજાગરાનો સાંધો કામ આપતો નથી. તેથી પગ પાછળ તરફ વળી શકતો નથી. અને જનાવર પગ સીધો રાખી બહારની બાજુએથી આગળ ચાલવા પ્રયત્ન કરે છે. જેથી લગડાય છે. એટલે કે આાંચકી
યુકત ચાલે છે. અમુક પશુઓમાં થોડો વખત થયા બાદ એટલે કે થોડી કસરત થયા પછી પશુ લગભગ સામાન્ય સ્થિતીમા ચાલતું થઈ જાય છે.
કરમોડીના શીંગડાનું કેન્સર, કંમ્બોઈ જેવા અન્ય નામ છે. આ રોગની શરુઆત કયારે જાય છે. તેની ખબર પડતી નથી. શીંગડાની અંદરના ભાગમાં અધિચ્છદ હોય છે. આ અધિચ્છદની પેશીઓમાં નાની નાની ગાઠો ઉત્પન્ન થાય છે અને શીંગડાનું પોલાણ આ ગાંઠોથી ભરાય જાય છે. આ ગાંઠો ધીમે ધીમે વધતી જાય છે અને શીંગડાના મુળ સુધી પહોંચે છે. ત્યારબાદ માથાના આવરણ સુધી પહોંચે છે. આ ગાંઠોનો ફેલાવો શરીરના બીજા ભાગમાં લસિકાવાહીની ધ્વારા થાય છે. જે શિંગડામાં કેન્સરની અસર હોય તે શિંગડું એક બાજુ નમી ગયેલું જણાય છે. જેમ જેમ કેન્સરની અસર વધતી જાય છે તેમ તેમ શીંગડાના મુળમાં સાધારણ સોજો આવે છે અને બીજી બાજુના સારા શીંગડા કરતાં તેનું ઉષ્ણતામાન વધી જાય છે. શિંગડાનું પોલાણ નાક સાથે સંકળાયેલું હોવાથી જે બાજુના શિંગડામાં કેન્સરની અસર હોય તે બાજુના નાકમાંથી ચીકણો સ્ત્રાવ નીકળતો હોય છે. શીંગડા ઉપર કોઈ વસ્તુ અથડાવામાં આવે ત્યારે નકકર અવાજ ન આવતા બોદો અવાજ આવે છે. જનાવર માથું નીચુ ઝુકાવી રાખે છે. ખાવાની અરુચી બતાવે છે. અને નબળું પડી જાય છે. આબુંદો (ગાંઠ–ટયુમર) માં જીવાણુંનું સંચારણ થતા એકદમ દુર્ગધ આવે છે અને કોપીત સ્ત્રાવનું પ્રમાણ વધી જાય છે અને લાંબે ગાળે જનાવરનું મૃત્યુ થાય છે.
સારવાર : કરમોડીમાં જલ્હીથી નિદાન થાય તે જનાવરના હિતમાં છે. કેન્સરની અસર શીંગડાના મુળ સુધી પહોંચે તે પહેલા શસ્ત્રક્રિયાથી શીંગડું કાપી નાખવું જેથી કરમોડીની ગાંઠોનું વિસ્તરણ અને ફેલાવો થાય નહી. શસ્ત્રક્રિયા વખતે જે ગાંઠો નીકળે તેને ૧૦ ટકા ફોરમાલીનના દૂરાવણમાં રાખી નિદાન કરવા મોકલી શકાય.
મચકોડને મોચ, સ્પેઈન જેવા ઉપનામથી ઓળખાય છે. મચકોડ તીવ્ર રુપમાં હોય ત્યારે મચકોડ થયેલ ભાગમાં સોજો આવે છે. દર્દ થાય છે અને તે ભાગ શરીરના અન્ય ભાગો કરતા જરા વધુ ગરમ લાગે છે. પગમાં મચકોડ હોય તો જનાવર લંગડાય છે. ભાર ઉચકી શકવા અસમર્થ બને છે. પગના ઘુંટણની નીચેના ભાગમાં સોજો આવે છે, અને તે ભાગ દબાવવાથી દર્દ થાય છે.
ગળા કે પીઠના સ્નાયુઓમાં જયારે મચકોડની અસર જણાય ત્યારે તે ભાગમાં દર્દ થાય છે. મંદરુપમાં પગની કંડરામાં મચકોડની અસર થાય ત્યારે જનાવર લંગડાશે કે નહી તે કયા ભાગમાં તેની અસર છે. તેના પર અવલંબીત છે. પગના નીચેના ભાગમાં આકુંચન બાજુની કંડરામાં મચકોડની અસર હોય તો જનાવર લંગડાય છે.
સારવાર :મચકોડનો બનાવ બન્યા બાદ જાનવરને ૪ થી 6 અઠવાડીયા આરામ આપવો જરુરી છે. મચકોડ તીવ્રરુપમાં હોય ત્યારે સોજો વધે નહી અને રકતાધીકય ઓછી થાય તે માટે લેડલોશન જેવી શીતકર ઓષધીઓનો ઉપયોગ કરવો. આથી ઓષધીઓથી વેદના ઓછી થાય છે. અને સોજો ઓછો આવે છે. જાનવરને નાળ જડેલ હોય તે સારવાર દરમ્યાન તે કાઢી નાખવી જોઈએ.
લાંબા સમયથી મંદિરૂપમાં મચકોડની અસર હોય તો રેડઆયોડાઈડ ઓફ મરકયુરીને વેસેલીનમાં ૧ : ૧૬ અથવા ૧ : ૩૨ ના પ્રમાણમાં મલમ બનાવીને માલીશ કરવો. જયાં મલમ લગાડયો હોય તેના નીચેના ભાગમાં વેસેલીન ચોપડવું બે દિવસ બાદ મલમથી ધોઈને સાફ કરીને ઝીંક ઓકસાઈડનો મલમ લગાડવો.
અસ્થિભંગ, ફેકચર જેવા ઉપનામથી ઓળખાય છે. અસ્થિનું સાતત્ય જળવાઈ ન રહે ત્યારે અસ્થિભંગ થયો કહેવાય. અસ્થિભંગના પ્રકાર નીચે મુજબ છે.
અપૂર્ણ અસ્થિભંગ : અપૂર્ણ અસ્થિભંગ કોઈપણ જાતના પ્રહાર કે ચોટથી થાય છે. તેના પ્રકારો નીચે મુજબ છે.
પૂર્ણ અસ્થિભંગ : પૂર્ણ અસ્થિભંગ થવા માટે પરાવર્તક અને ઉતેજક કારણો હોય છે.
પુર : પ્રવતિક કારણો
ઉતેજીત કારણો : કોઈપણ જાતના પ્રહારથી અસ્થિભંગ થઈ શકે છે. પ્રહાર બાહય કે આાંતરીક હોય છે. ફટકો, ઘા, કે લાઠી એ બાહય પ્રકાર છે. સ્નાયુની વધુ બળ પૂર્વક ક્રિયા એ આાંતરીક પ્રહાર છે. જાનવરને તપાસથી વખતે અગર શસ્ત્રક્રિયા કરવા માટે પહેલા બાંધવામાં આવે ત્યારે તે બળપૂર્વક છુટવા પ્રયત્ન કરે અગરતો વધુ પ્રમાણમાં કુદકા મારે ત્યારે સ્નાયુની બળપૂર્વકની ક્રિયા વિશેષ પ્રમાણમાં થાય છે. તેથી અસ્થિભંગ થવાનો સંભવ રહે છે.
લક્ષણો : અસ્થિભંગ થાય ત્યારે નીચે પ્રમાણે સ્થાનિક લક્ષણો જોવા મળે છે.
સોજો : અસ્થિભંગની જગ્યા પર સોજો આવે છે. ધમની કે શીરાને ઈજાના પ્રમાણમાં ખંડીત ભાગો આગળ રકતરત્રાવ થાય છે. ધમની સ્નાયુઓ અને અન્ય કોમળ પેશીઓને ઈજા થાય છે.
દર્દ : અસ્થિભંગ થયો હોય ત્યારે વધારે દર્દ થાય છે. અને ભાંગી ગયેલા અસ્થિના હલન ચલનથી દર્દ થાય છે.
વજન ધારણ કરવા અસમર્થ : જયારે કોઈપણ અંગના અસ્થિનો ભંગ થયો હોય ત્યારે તે અંગ પર શરીરનું વજન ધારણ કરી શકાતું નથી. જયારે ખંડીત થયેલા ભાગો સંગઠીત હોય છે ત્યારે સાધારણ વજન લઈ શકે છે પણ ખંડીત ભાગો એક બીજા ઉપર ચડી ગયા હોય ત્યારે તે શકય નથી.
વિરુપતા : અસ્થિના ખંડીત ભાગોનું વિસ્થાપન થતાં અને તે ભાગ ઉપર સોજો આવતા તે ભાગમાં વિરુપતા આવે છે.
અસામાન્ય ગતીશીલતા : અસ્થિભંગ થવાથી તે વિસ્તારમાં ખંડીત ભાગોનું હલન ચલન કરવામાં આવે ત્યારે અસામાન્ય ગતીશીલતા જોવામાં આવે છે.
સારવાર : અસ્થિભંગ થયેલા જાનવરની સારવાર નીચેના મુદ્દા પર આધારીત છે.
ખાંધ આવવી અથવા કાંધ આવવી. બળદમાં ધુંસરીના દબાણ અને ઈજાથી થતા ગરદનની ચામડીના અને અધ : ચર્મ પેશીઓના તીવ્ર સોજાને ખાંધ આવવી કહેવામાં આવે છે. આ રોગ નાના વાછરડાને તાલીમ વખતે પ્રથમ વખત જોતરવામાં આવે ત્યારે અને મોટા બળદોમાં જો બળદની જોડી સરખી ઉચાઈની ન હોય, રસ્તા ખાડા ટેકરાવાળા હોય ઘુસરીનું લાકડું ખરબચડું હોય તો પણ ગરદન ઉપર સોજો આવી શકે છે.
લક્ષણો : આ રોગના લક્ષણો નીચે મુજબ છે.
અટકાવવાના ઉપાય : આ રોગને અટકાવવા નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ. ૧. નાના વાછરડાને યોગ્ય ઉમરે અને પૂરતો શારિરીક વિકાસ થાય ત્યારે જ તાલીમ આપવી જોઈએ. ર. બળદની જોડી એક સરખી ઉચાઈની પસંદ કરવી જોઈએ. ૩. ધુંસરીનું લાકડું સુવાળુ રાખવું તથા ધુંસરીનું દબાણ અને ઘર્ષણ એક સરખું રહે તેવી ગોઠવણ કરવી જોઈએ. સારવારઃ સૌપ્રથમ બળદને સંપૂર્ણ આરામ આપવો. સોજાના ભાગ ઉપર રેતી કે મીઠાની ગરમ પોટલીથી સેક કરવો. આયોડીનના મલમથી માલીશ કરવું. શસ્ત્રક્રિયા ધ્વારા ગાંઠ કાઢી નાખવી અને ગાંઠમાં કીડા પડી જાય તો ટર્પેન્ટાઈનનું તેલ લગાડવું.
વાછરડાના ધાવવાથી તેના દાંત વડે આાંચળ પર ઈજા થાય છે. કાંટાળા તાર કે કોઈપણ તિક્ષણ વસ્તુ લાગવાથી પણ ઈજા થાય છે. થોડી જગ્યામાં વધુ જનાવરો રાખવામાં આવે ત્યારે અન્ય જનાવરોના પગ આાચળ પર પડવાથી લાંબા આાંચળને ઈજા થવાની શકયતા વધું રહે છે. કોઈવાર રોગને લીધે પણ આાંચળ ફાટે છે. આમ, કોઈપણ કારણથી આાંચળ ફાટે ત્યારે રોગના જીવાણુંઓ આાંચળની શીરા ધ્વારા આઉમાં પ્રવેશી ચેપ ફેલાવે છે.
સારવાર : એન્ટીસેપ્ટીક લોશન જેવાકે પોટેશીયમ પરમેગેનેટ, ડેટોલ, સેવલોન વગેરેથી શીરાઓ સાફ કરી એન્ટીસેપ્ટીક કીમ જેવાકે, પેનીસીલીન નો મલમ કે ઝીંક ઓકસાઈડનો મલમ લગાડવો.
અટકાવવા ના ઉપાયો : આ રોગ ને અટકાવવા માટેના ઉપાયો નીચે મુજબ છે. ૧. દોહવાની રીત સારી હોય તે અપનાવવી. ૨. આાંચળ ઉપર દૂધ ચોપડવું. ૩. ઈજાના કારણોથી બચવું.
બન અથવા સ્કાર્લ્ડ જેવા નામોથી ઓળખાય છે. કોઈપણ કારણસર જાનવર દાઝી જાય ત્યારે કોપ ઉત્પન્ન થાય છે. તેથી તે ભાગ લીલાશ પડતો બને છે. બળતરા ઉત્પન થાય છે અને ફોડલા થાય છે. જયારે ગરમીનું પ્રમાણ વધુ હોય અગરતો લાંબા સમય માટે તેની અસર નીચે જનાવર આવ્યું હોય ત્યારે વિગલન થવા સંભવ છે. નષ્ટ થયેલ અગર વીગલન થયેલ પેશીઓમાંથી ઝેરી પદાર્થોનું અવશોષણ થાય છે અને વિષમતા પેદા થાય છે. વિષમતાને લીધે જાનવર સુસ્ત રહે છે અને ખાવાનું તથા વાગોળવાનું બંધ કરે છે.
ઉપાય : દાઝવાનું અકસ્માત થાય ત્યારે પાણી છાંટવું અથવા જાનવરને જાડા કે ગરમ કપડાથી ઢાંકી દઈને અગ્નિની જવાળા ઓલવવી દાઝી ગયેલ ભાગ પર નીચેના માંથી શકય હોય તે સારવાર કરવી.
પશુમાં આવતા જુદા જુદા રોગોથી જો આપણા પશુઆન બચાવવુ હોય તો તના માટે
રસીકરણ કરાવવું ખાસ જરુરી છે. ખરવા મોવાસા જેવા રોગથી ગમે તેવું તંદુરસ્ત પશુ પણ નકામું થઈ જાય છે. દૂધાળ પશુઓમાં પણ તેની ઘણી અસર જોવા મળે છે. અને પરીણામે આપણને દૂધ ઉત્પાદનમાં માર પડે છે. કાળીયા તાવ, ગાંઠીયા તાવ, ગળસુંઢા, વગેરે માટે નિયત કરવામા આવેલ રસીઓ મુકાવવાથી પશુઓને રોગ સામે પ્રતિકારક શકિત આવે છે. પરીણામે તે રોગના ભોગ બનતું અટકાવી મહામુલુ, પશુધન બચાવી શકીએ છીએ.
રોગનું નામ |
રસી મુકાવાનો સમય |
બળિયા |
જાન્યુઆરી |
કાળીયો તાવ |
જુન |
ગળસુંઢો |
માર્ચ |
ગાંઠીયો તાવ |
જુન |
શીતળા અને હડકવા |
જરૂરિયાત પ્રમાણે |
ખરવા અને મોવાસા |
જરૂરિયાત પ્રમાણે |
આથી ઉપર જણાવેલ બધી જ રસીઓ પશુ ડોકટરની સલાહ મુજબ આપવી જોઈએ.
પશુપાલનની વ્યવસાયની સફળતા ઢોરની પ્રજનન ક્ષમતા ઉપર વધારે આધાર રાખે છે. કારણ કે, જે ઢોર ગાભણ ન થાય તો ઢોર ને સાચવવું મોંઘુ પડશે. એટલે દૂધાળા ઢોરને એવી રીતે સાચવવું જોઈએ કે તે આપણને વધુમાં વધુ દૂધ આપી શકે સાથો સાથ વધુને વધુ વેતર આપી શકે. એટલે દૂધાળા પશુઓની માવજત વૈજ્ઞાનિક ઢબે કરવાની તાતી જરુરીયાત છે. આ બાબતોને ધ્યાને લઈ દૂધાળા પશુઓની નિચે મુજબ કાળજી લેવાની હોય છે.
આ વ્યવસાયનો મુખ્ય ભાગ છે. જેમની પાછળ આ વ્યવસાયના કુલ ખર્ચના ૮૦ ટકા ખર્ચ થતો હોય છે. સામાન્ય રીતે જોવામાં આવે છે, કે પશુ જયાં સુધી દૂધ આપતુ હોય છે ત્યાં સુધી તેને નિરણ તથા ખાણદાણ વ્યવસ્થિત આપવામાં આવે છે, ત્યાર પછી તેઓને જોઈતા પ્રમાણમાં ખાણ ખોરાક આપવામાં આવતો નથી. તેની સીધી અસર આવતા વેતર પર પડે છે. તથા ઢોર ગરમીમાં પણ સમયસર આવતું નથી. એટલે દૂધાળા પશુઓની માવજત દૂધ આપતું હોય ત્યારે તેમજ વસુકેલી તથા ગાભણી હોય બધી જ સ્થિતિઓમાં કરવાની હોય છે. આ બાબત ધ્યાને લેવાના મુદાઓ અત્રે આપેલ છે.
દૂધાળા જાનવરોની દૈનિક પિવાના પાણીની જરુરીયાત ૪૫ લીટર ગાયને અને ૬૫ લીટર ભેસને રહે છે. આ ઉપરાંત દરેક એક લીટર દૂધ ઉત્પાદન માટે ૩ લીટર પાણી આપવું જોઈએ. ઉનાળાની ઋતુમાં ૪ થી ૫ વખત પાણી આપવું જ જોઈએ.
પશુ પાલકો પશુઓમાં આરોગ્યના રક્ષણની પુરતી કાળજી લેતા નથી. જેના લીધે પશુઓમાં જે રોગો રસી આપવાથી આવતા અટકાવી શકાય તે પણ આવી જાય છે. એટલે પશુઓમાં આવતા મુખ્ય રોગોની રસી સમયસર ખાસ અપાવવી જોઈએ.
આ બધી જ રસીઓ સરકારી પશુ દવાખાનાઓમાં વિના મૂલ્યો/રાહત દરે આપવામાં આવે છે. એટલે ઉપર જણાવ્યા મુજબની રસીઓ આપવી જોઈએ. પશુઓને નવરાવવી, હાથીયો કરી સાફ કરવા, નાક, કાન, આાંખો, ગુદા તેમજ આાઉ સાફ રાખવા જોઈએ તથા જે જગ્યાએ પશુઓને રાખવામાં આવતા હોય તે જગ્યાને કાયમ વાળીને સાફ રાખવી જોઈએ.
પશુ સંવર્ધનએ પશુપાલન વ્યવસાયનો મુખ્ય અને તેની સફળતા–અસફળતાનો આધાર સ્થભ છે. જાફરાબાદી ભેંસો તથા ગીર ગાયોના સંવર્ધન માટે સરકારી પશુ દવાખાનામાં સારી નસલોના સાંઢ ડાઓથી ગર્ભધાનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. એટલે પશુપાલકોએ સરકારી પશુ દવાખાના મારફત પોતાના પશુઓ માટે સંવર્ધન બાબતની સુવિધાનો લાભ ખાસ ઉઠાવવો જોઈએ. આ પ્રમાણે ન કરવાથી દૂધ ઉત્પાદન પર માઠી અસર પડે છે. કારણ કે....
ઉપરાંત દૂધાળા ઢોરની માવજત તેમજ દેખરેખ માટે લેવાના વધારાના પગલાઓ અત્રે જણાવેલ છે.
અંતમાં એટલું હંમેશા યાદ રાખો કે સારા દૂધાળ ઢોર એટલે કે બે વિયાણ વચ્ચેનું અંતર ૧૩ થી ૧૪ માસ ગાયોમાં, તથા ૧ થી ૧૮ માસ ભેંસોમાં હોવું જોઈએ.
આમ, ઉપર મુજબના મુદાઓનો અમલ કરવાથી પશુપાલકોને આથીંક ફાયદો મળે છે.
પશુઓમાં કૃત્રિમ બીજદાન, કૃત્રિમ બીજદાનના ફાયદાઓ, કૃત્રિમ બીજદાન અંગે ખેડૂતોમાં પ્રવર્તતી ગેરસમજ અંગેની માહિતી.
પશુ જયારે પુખ્ત ઉમરે પહોંચે છે ત્યાર બાદ જ તેમાં પ્રજનન પ્રક્રિયા શરુ થાય છે. ગાય-ભેંસ સંવર્ગના પ્રાણીઓમાં આ પ્રક્રિયા લગભગ ૨ થી ૩ વર્ષની ઉમર બાદ જોવા મળે છે. આ પ્રક્રિયા માટે નર પ્રાણીઓના જનનાંગોમાં શુક્રપીંડમાં શુક્રાણું અને નર અંત : સ્ત્રાવો પેદા થાય છે. આવી જ રીતે માદા જયારે પુખ્ય થાય છે ત્યારે તેમાં યોગ્ય સમયાંતરે તેના જનનાંગોમાં બીજશયમાં બીજ પુખ્ત થાય છે. અને માદા અંત : સ્ત્રાવોને કારણે નર અને માદા પશુ એકબીજાના સંપર્કમાં આવવાથી કુદરતી સમાગમ ધ્વારા નરબીજ થી માદા બીજનું ફલીનીકરણ થાય છે અને પશુસંવર્ધન શકય બને છે.
કૃત્રિમ બીજદાન એટલે શું ?
કૃત્રિમ બીજદાન એટલે વૈજ્ઞાનિક પધ્ધતિનો ઉપયોગ કરી સારા નરનું વિર્ય મેળવી તેનો પ્રયોગશાળામાં ચકાસણી કરી વેતરમાં આવેલ માદાના જનનાંગ કમળ/ગભશિયમાં કૃત્રિમ વિર્યાદાનના સાધનોનો ઉપયોગ કરી ફેળવવાની પધ્ધતિ.
માનવીએ જયારે પશુ ધ્વારા થતા દુધ ઉત્પાદનનું મહત્વ પોતાના ઉપયોગ માટે કરવાનું શરુ કર્યું ત્યારથી તેણે પશુ સંવર્ધનમાં રસ લેવા માંડયો. પરંતુ શુધ્ધ પશુ સંવર્ધનથી વધુ દૂધ ઉત્પાદન આપતા પશુઓ મેળવવા ઘણો લાંબો સમય લાગે તેથી કૃત્રિમ બીજદાનનો સહારો લીધો.
કૃત્રિમ બીજદાન પધ્ધતિ હાલમાં દુનિયાના પશુપાલકોમાં ખૂબ જ લોકપ્રિય બની છે. આ લોકપ્રિયતા ખૂબ સહેલાઈથી હાંસલ થઈ નથી. શરુઆતમાં રૂઢીચુસ્ત અને જુનવાણી માનસના લોકોએ આ પધ્ધતીનો ખુબ વિરોધ કરેલો અને શંકાની નજરે જોવામાં આવેલી પરંતુ સમય જતાં બધી જ શંકાઓ નિર્મુળ થઈ છે. કૃત્રિમ બીજદાન પધ્ધતિએ લોકોનો વિશ્વાસ સંપાદન કર્યો છે. પશુપાલકોએ આ પધ્ધતિના શુભ પરીણામો પોતાની નરી આંખે જોયા છે. અને તેઓ હવે આ પધ્ધતિને વિજ્ઞાનના વરદાન રુપ ગણે છે. આમ, છતાં આ પધ્ધતિના ફાયદાઓ અને મર્યાદાઓ વિશે જાણવું મહત્વનું છે. જો કે કૃત્રિમ બીજદાન પધ્ધતિના લાભોની સામે મર્યાદાઓનું મહત્વ નહીવત જ છે છતાં પણ મર્યાદાઓ ધ્યાનમાં રાખવી જરુરી છે.
કૃત્રિમ બીજદાનના ફાયદાઓ
ઉપરોકત ઘણાં લાભો હોવા છતાં કૃત્રિમ બીજદાન પધ્ધતિના વિકાસમાં કેટલીક મર્યાદાઓ આડે આવે છે. આવું ખાસ કરીને આપણા જેવા વિકાસ પામતા દેશોમાં જોવા મળે છે. આનુ કારણ ગરીબી, નિરક્ષરતા, અજ્ઞાન અને ગ્રામ્ય વહેમો છે. આ પધ્ધતિમાં નીચે મુજબની મર્યાદાઓ છે.
કૃત્રિમ બીજદાનની મર્યાદાઓ
પશુપાલનમાં લીલા ચારાનું મહત્વ, સમતોલ પશુઆહાર, જુદા જુદા ખાણદાણ અંગે સમજ.
પશુઆહાર અને પશુ માવજત પશુપાલના મહત્વના પાસાઓ છે. પશુ ઉત્પાદનમાં ૭૦ થી ૭૫ % ખર્ચ પશુઓના ખોરાક પાછળ થાય છે. મોટા ભાગના પાળતું પશુઓ (ગાય, ભેંસ, ઘેટા, બકરા) વાગોળતા પ્રાણીઓ હોવાથી ઘાસચારો તેમનો કુદરતી આહાર છે. પશુ આહારમાં ખાણદાણ તેમજ સૂકા અને લીલા ચારાનો સમાવેશ થાય છે.
ચોમાસાની શરુઆત થતા વરસાદ પડતા જ કુમળું ઘાસ ઉગી નીકળે છે. ચોમાસામાં લીલો ચારો વધુ પ્રમાણમાં મળતો હોય પશુઓને વર્ષ દરમ્યાન લીલો ચારો પુરતા પ્રમાણમાં મળી રહે તેવું આયોજન કરવું જોઈએ. પશુ આહારમાં લીલો ચારો ઘણી અગત્યતા ધરાવે છે અને તેના ફાયદા નીચે મજબ છે.
લીલો ચારો કેટલો આપવો જોઈએ
દરેક પુખ્ત જનાવરને શકય હોય તો દરરોજ ૨૦ થી ૨૫ કિ.ગ્રા. લીલો ચારો આપવો જોઈએ. આદર્શ ચારાની વાત કરીએ તો પુખ્ત વયના પશુને ધાન્ય વર્ગનો લીલો ચારો ૧૨ થી ૧૫ કિ.ગ્રા. અને કઠોળ વર્ગનો ચારો ૮ થી ૧૦ કિ.ગ્રા. મળી રહે તે ખાસ જરુરી છે. તેમ છતાં અછતની પરિસ્થિતીમાં પશુની વિટામીન-'એ' ની જરુરીયાતને સંતોષવા પ્રતિદિન ઓછામાં ઓછો પ કિ.ગ્રા. લીલો ચારોતો અવશ્ય આપવો જોઈએ.
પશુ આહારમાં લીલો ચારો શા માટે ?
સમતોલ આહાર એટલે શું ?
જીવન માટે અનિવાર્ય પણે જે જરૂરી હોય તેને પોષકતત્વ / આહાર કહેવાય. આ રીતે પાણી પણ પોષકતત્વ છે. આ બાબત મુજબ સમતોલ આહારની વ્યાખ્યા નીચે મુજબ કહી શકાય. '' સમતોલ આહાર એટલે જીવન માટે જરુરી પોષકતત્વો જે ખોરાકમાંથી યોગ્ય પ્રમાણમાં મળી રહે તેવા ખોરાકને સમતોલ આહાર કહેવામાં આવે છે. ''
પશુ આહારમાં રહેલા પોષકતત્વો / ઘટકો નીચે મુજબ છે.
૧) કાબોંદીત પદાર્થો
ર) ચરબી
૩) નત્રલ પદાર્થો – પ્રોટીન
૪) ખનીજ દૂલ્યો
પ) પ્રજીવકો – વીટામીન
સમતોલ આહારની જરૂરિયાત શા માટે ?
સફળ પશુપાલન માટે પુરતો અને સમતોલ આહાર સૌથી મહત્વનો છે. જેવી રીતે સારી જાતના શકિતશાળી યંત્રને પુરતુ અને યોગ્ય ચાલક બળ મળે તો જ સારુ કામ આપી શકે તેવી રીતે સારા વારસાવાળા જાનવરોને પણ પુરતુ અને યોગ્ય પ્રમાણમાં પોષણ મળે કે જે સમતોલ આહારમાંથી મળે તે મળી રહે તો જ પોતાની પુરી વારસાગત શકિત જેટલું કામ કે ઉત્પાદન આપી શકે છે. આ માટે પશુઓને સમતોલ આહાર જરુરી ગણાય. પશુઓને નીચે જણાવેલ હેતુઓ માટે આહાર આપવાની જરુરીયાત રહે છે.
આમ, જાનવરોના આહારનો મુખ્ય આધાર તેની વય/ઉમર અને જાનવરના વર્ગ ઉપર આધાર રાખે છે.
પશુ આહારના મુખ્ય બે પ્રકાર છે. (૧) ઘાસચારો (ર) ખાણદાણ
ઘાસચારો
ઘાસચારો મુખ્ય બે વર્ગમાં વહેંચી શકાય. લીલોચારો અને સુકોચારો. ઘાસચારામાં રેસાનું પ્રમાણ ૧.૮ % જેટલુ હોય છે. સુકાચારામાં પોષકતત્વો ઓછા અને રેસાનું પ્રમાણ વધારે હોય છે. તેથી વધુ પ્રમાણમાં આપવાની જરુરીયાત રહે છે. સામાન્ય રીતે જાનવરને તેના વજનના ૨.૫ ટકા જેટલો સુકો પદાર્થ (દૂન્ય) આપવો જરુરી છે. ઘાસચારામાં ઓછી પાચ્યતા ધરાવતા રેસાનું પ્રમાણ વધુ અને કુલ પાચ્ય તત્વનું પ્રમાણ ઓછું હોય છે. સુકાચારાની સરખામણીએ લીલોચારો જાનવરને વધુ ભાવે છે. તેમજ સુપાચ્ય પણ હોય છે. લીલાચારામાં વીટામીનો (પ્રજીવકો) અને ખનીજ દૂલ્યો વધુ હોય છે
તેમજ કેરોટીન નામનું તત્વ હોય છે. તેમાંથી જાનવરના શરીરમાં વીટામીન-'એ' પેદા થાય છે. લીલાચારાને તડકે સુકવવાથી કેરોટીનનો નાશ થાય છે.
લીલાચારા બે પ્રકારના હોય છે.
ધાન્યચારા કરતા કઠોળ વર્ગના ચારામાં પ્રોટીન અને ચુનાનું પ્રમાણ વધુ હોય છે. આથી વિકાસ પામતા, સગભાં અને દુઝણા જાનવરોને કઠોળ ચારો આપવો જરુરી છે. ધાન્યચારામાં કાબોંદીત પદાર્થોનું પ્રમાણ વધુ હોવાથી કુલ પાચ્યતત્વો વધુ પ્રમાણમાં હોય છે. આમ, કઠોળચારો પ્રોટીન સભર અને ધાન્યચારો શકિત સભર હોય છે. પરંતુ એકલો કઠોળ ચારો ખવડાવવાથી જાનવરને આફરો ચડવાની શકયતા હોવાથી કઠોળ અને ધાન્યચારો મિશ્ર કરી ખવડાવવો જરુરી છે. લીલી કુણી કાચી જુવાર ખાવાથી જાનવરને મિણો ચડે છે. કારણ કે તેમાં હાઈડ્રોસાઈનીક એસીડ નામનું ઝેર હોય છે. જેથી આવો ખોરાક ન ખાય અને જુવારને ફુલ આવ્યા પછી કાપીને ખવડાવવો હિતાવહ છે. લીલાચારામાં ૭૦ થી ૮૦ ટકા જેટલું પાણી રહેલ છે એટલે કે ૧૦૦ કિ.ગ્રા. લીલાચારોમાંથી ૨૦ થી ૩૦ કિ.ગ્રા. જેટલું સુકુદૂલ્ય જાનવરને મળે છે. તેથી એક કિ.ગ્રા. સુકાચારાની અવેજીમાં ૩ થી ૫ કિ.ગ્રા. લીલોચારો આપવો જોઈએ.
ખાણદાણ
જે ખાધ પદાર્થોમાં રેસાનું પ્રમાણ ૧૮ ટકાથી ઓછું અને પોષક તત્વનું પ્રમાણ ઉચું હોય તેને દાણ/ ખાણ કહેવામાં આવે છે. મકાઈ, જુવાર, મકાઈ અને ઘઉંનું ભુસુ, તલ, અળસી, કપાસીયા, મગફળી વગેરેના ખોળ, માંસનો ભૂકો, માછલીનો ભૂકો, કઠોળનો ચુનો તથા ડાંગરનો કુશકો વગેરે ખાધ પદાર્થો દાણની વ્યાખ્યામાં આવે છે. જાનવરનો કુદરતી ખોરાક ઘાસચારો છે. પરંતુ વૈજ્ઞાનિક સંવર્ધન અને ઉછેરથી દૂધાળ જાનવરોનું દૂધ ઉત્પાદન વધવાથી જાનવરોને પોષકતત્વો વધુ જથ્થામાં મળવા જોઈએ. આ પોષકતત્વો એકલા ઘાસચારાથી પુરા પાડી શકાતા નથી. આથી જાનવરોને ખાણદાણ ખવડાવવાની જરૂરિયાત ઉભી થાય છે. આમ, ખાણદાણએ જાનવરોનો મુખ્ય આહાર નથી. પરંતુ પુરક આહાર છે. ઘાસચારો આપ્યા પછી જાનવરોને જે પોષકતત્વોની જરૂરિયાત પૂરી કરવામાં ઉણપ રહે તેને પૂરી કરવા માટે ખાણદાણ ખવડાવવું જોઈએ.
શકિતદાયક/ મેંદાયુકત દાણ તેમાં અનાજના દાણા અને તેની આડપેદાશો તેમજ તેલિબિયાનો સમાવેશ થાય છે.
અનાજના દાણામાં મેંદાયુકત તત્વો પ૦-૮૦ ટકા જેટલા હોય છે. આવા દાણમાંથી પશુઓને વિપુલ પ્રમાણમાં શક્તિ મળે છે. તેમાં વિટામીન-બી સમુહ પણ હોય છે. જયારે કેલ્શીયમનું પ્રમાણ નહીવત હોય છે. અનાજ આજકાલ મોંઘુ હોય પશુઓને ખવડાવવું જરુરી નથી. તેને બદલે તેની આડપેદાશો વાપરી શકાય. પરંતુ અનાજ સસ્તુ હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકાય. અનાજની આડ પેદાશોમાં પ૦-૭૫ ટકા કાબોંદીત પદાર્થો તેમજ ૮-૧૫ ટકા પ્રોટીન હોય છે. અનાજ પછી અનાજનું થુલુ સરસ દાણ છે. કારણકે તે રેચક છે. તેમાં ફોસ્ફરસનું પ્રમાણ ૧ ટકા કરતા વધુ હોય છે.
રાઈસ પોલીશ (કુશકી)માં ૧૨-૧૯ ટકા તૈલીય પદાર્થ હોવાથી તેના ઉપયોગથી પશુઓની કાર્યશકિત વધે છે. તેમાં વીટામીન-બી તથા ઈ પણ રહેલા છે. અને મેંદાયુકત દાણમાં મોલાસીસ (ગોળની રસી) નો સમાવેશ થાય છે. જે વાપરવાથી દાણ રૂચીકર અને સુપાચ્ય બને છે.
વનસ્પતિજન્ય પ્રોટીન યુકત દાણ
આ વર્ગના દાણમાં કઠોળ અને તેની આડપેદાશો તેમજ તેલીબિયાની આડપેદાશોનો સમાવેશ થાય છે.
કઠોળ : આમ તો તેનો માણસોના આહારમાં ઉપયોગ થાય છે પરંતુ જયારે સસ્તા ભાવે મળતા હોય ત્યારે પશુઆહારમાં વાપરી શકાય છે. જેમકે, મગ, મઠ, તુવેર, અડદ, ચણા,ચોળા વગેરે. તેમાં આશરે ૨૦ - ૩૦ ટકા પ્રોટીન હોય છે.
કઠોળની આડપેદાશો : – કઠોળમાંથી જયારે મીલમાં દાળ બનાવવામાં આવે છે ત્યારે તેની આડપેદાશ તરીકે ચુની મળે છે. જુદી જુદી ચુનીમાં પ્રોટીન આશરે ૧૬ -૩૦ ટકા હોય છે. તેમા રેસાવાળા તત્વો પ–૧૫ ટકા હોય છે. પ્રોટીન અને રેસાવાળા તત્વોનું પ્રમાણ ચુનીમાં રહેલા કઠોળના ટૂકડા તેમજ છોડાના પ્રમાણ ઉપર આધાર રાખે છે.
તેલીબિયાંનો ખોળ : – તેમાં ખાસ કરીને કપાસીયા, મગફળી, કોપરા, સોયાબીન, અળસી, રાયડો, સૂર્યમુખી, કરડી, તલ, વગેરેના ખોળનો સમાવેશ થાય છે ખોળ પશુઆહારમાં ઉત્તમ પ્રોટીનયુકત આહાર ગણાય છે. ખોળમાં તેલનું પ્રમાણ નહીવત રહી જાય છે. કપાસીયા તેમજ કરડી અને સૂર્યમુખીના ખોળમાં રેસાવાળા તત્વો વધુ હોય છે. મોટાભાગના ખોળમાં લગભગ ૨૨-૪૫ ટકા જેટલું પ્રોટીન હોય છે. મકાઈ ખોળમાં પ્રોટીન ઓછુ હોય છે. પરંતુ પલાળવાથી તે ફુલે છે. જેથી દાણનો જથ્થો વધુ દેખાય છે તેમજ તે પશુને ખૂબ જ ભાવે છે. તેમાં ર-૧૦ ટકા તેલનો ભાગ હોવાથી તેમાંથી શકિત પણ મળે છે.
પ્રાણીજન્ય પ્રોટીનયુકત ખોરાક - આ વર્ગમાં દૂધ અને તેની બનાવટોનો સમાવેશ થાય છે. માંસનો ભૂકો, લોહીનો પાવડર, માછલીનો ભૂકો વગેરે પ્રાણીજન્ય ખોરાકમાં ઉપયોગ પણ દાણમાં ખાસ કરીને મરઘા આહારમાં વધુ થાય છે.
કૃત્રિમ અથવા રસાયણિક પ્રોટીનયુકત તત્વો - યુરીયા અને એમોનીયમ બાયકાબૉનેટ એ નોન પ્રોટીનયુકત રાસાયણીક પદાર્થો છે. અને તેનો વધુમાં વધુ ૧ ટકા જેટલો પુખ્ત વાગોળતા પશુઓ માટેના દાણમાં ખોળની કિંમત વધારે હોય ત્યારે પ્રોટીનની માત્રા વધારવા ઉપયોગ કરી શકાય છે. નાના ઉછરતા વાછરડાઓના ખોરાકમાં યુરીયા વપરાતું નથી.
અપ્રચલિત ખાણદાણ
અપ્રચલિત આહાર મોટેભાગે ગામડાની સીમમાં, ખેતરોમાં તેમજ રસ્તાની બાજુઓ પર ઉગેલા વૃક્ષોકે જંગલમાં ઉગતા વૃક્ષોમાંથી મળતા હોય છે પરંતુ તે અંગે કોઈ વિશેષ માહિતી ન હોવાને લીધે તેનો ઉપયોગ થતો નથી. દાણની અછત નિવારવા તેમજ પશુઓના ખોરાકનો ખર્ચ ઘટાડવા માટે કૃષિ આડપેદાશો, કૃષિ આધારીત કારખાનાઓની આડપેદાશો તેમજ જંગલની આડપેદાશોનો ઉપયોગ પશુઓના ખોરાકમાં કઈ રીતે કરી શકાય છે તે અંગે આવા આહારોની ઉપલબ્ધતા, પોષકગુણવત્તા તેમજ જુદા જુદા વર્ગના પશુઓના આહારમાં કેટલા પ્રમાણમાં વાપરી શકાય તેની માહિતી અત્રે આપેલ છે.
દેશીબાવળના પરડા અને બીજની ચુની: દેશીબાવળના વૃક્ષો સમગ્ર ભારતમાં વિપુલ પ્રમાણમાં આવેલા છે. આ બાવળની શિંગો ઘેટા-બકરા તેમજ ગાય-ભેંસો ચરતી વખતે ખાવાના ઉપયોગમાં લે છે. પરડામાં સખત બીજ હોવાથી તે પચ્યા વગર બહાર નીકળી જાય છે. આપણે ત્યાં બાવળના પરડાની વાર્ષિક લાભ્યતા આશરે ૩.૦ લાખ ટન જેટલી છે. જેમાંથી ૨.૦ લાખ ટન બાવળના બીજ મેળવી શકાય તેમ છે. પરડા માંથી બીજ છુટા પાડી તેને દળી ચુની બનાવવામાં આવે છે. મધ્યપ્રદેશમાં બાવળના બીજમાંથી તેલ અથવા ગુંદર કાઢી લીધા પછી જે ખોળ રહે છે તે પશુ આહાર તરીકે પશુપાલકો વાપરે છે. અછતના સમયમાં બાવળના પરડા તેમજ બાવળના જ બીજની ચુનીનો પશુઆહાર તરીકે ઉપયોગ કરી કપરા સમયમાં પશુઓને નિભાવી શકાય છે. બાવળના પરડા તેમજ બીજની ચુનીની એક ખાસ પ્રકારની વાસને લીધે તે પશુઓને ઓછા ભાવે છે, પરંતુ અન્ય ભાવે તેવા આહારો સાથે મિશ્રણ કરીને ખવડાવવાથી ધીરે ધીરે પશુઓ તેને ખાતા થઈ જાય છે. બાવળ બીજની ચુનીમાં ૧૮–૧૯ ટકા પ્રોટીન, ૧૪ ટકા જેટલું પાચ્ય પ્રોટીન અને પ૮-૬૦ ટકા કુલ પાચ્ય પોષક તત્વો રહેલા છે. તેમાં ૩ ટકા જેટલું ટેનીન નામનું હાનીકારક તત્વ પણ રહેલું છે. આહારમાં તેના વધુ ઉપયોગથી પ્રોટીનની પાચ્યતા ઘટે છે. પરંતુ થોડી માત્રામાં ખવડાવવામાં આવે તો તે નુકશાન કારક જણાતી નથી. બાવળ બીજ ચુનીનો ઉછેરતા પશુઓના દાણ મિશ્રણમાં ૩૦ ટકા, પુખ્ત વયના પશુઓના દાણ મિશ્રણમાં ૪૫ ટકા અને દૂધાળ પશુઓના દાણ મિશ્રણમાં ૩૦ ટકા સુધી કોઈપણ જાતની આડઅસર વગર ઉપયોગ કરી શકાય છે. તેજ રીતે બાવળના પરડામાં ૧૨ - ૧૩ ટકા પ્રોટીન, ૧.૩૮ ટકા કેલ્શીયમ, ૦.૨૮ ટકા ફોસ્ફરસ ઉપરીત ઃ-૮ ટકા પાચ્ય પ્રોટીન અને પ૬ -૫૭ ટકા કુલ પાચ્યતત્વો મળે છે. બાવળના પરડાની ચુનીનો દૂધાળ ગાયોના દાણ મિશ્રણમાં ૧૫ ટકા સુધી ઉપયોગ કરી શકાય છે. દાણ મિશ્રણમાં બાવળના પરડાની ચુની ઉમેરવાથી દુધાળ તેમજ ઉછરતા પશુઓની તંદુરસ્તી, પાચ્યતા અને ઉત્પાદન ક્ષમતા જળવાઈ રહે છે તેમજ ખોરાકના ખર્ચમાં ઘટાડો કરી શકાય છે.
પરદેશી બાવળની શીંગો: પરદેશી બાવળને ગાંડો બાવળ પણ કહેવાય છે. આપણા રાજયમાં પરદેશી બાવળની શીંગોની વાર્ષિક ઉપલબ્ધતા આશરે ૨ લાખ ટન જેટલી છે. અને ભારતમાં તેની વાર્ષિક ઉપલબ્ધતા લગભગ ૧૦ લાખ ટન જેટલી છે. આ શીંગોમાં આશરે ૨૦ ટકા જેટલી સર્કરા હોય છે. જેને કારણે તેનો સ્વાદ ગળ્યો લાગવાથી ગાંડાબાવળની શીંગો પશુઓને ખૂબ જ ભાવે છે. તેમાં લગભગ ૧૩ ટકા પ્રોટીન, ૭ ટકા પાચ્ય પ્રોટીન અને ૭૫ ટકા કુલ પાચ્યપોષક તત્વો હોય છે. આમ, તે શકિતનો સારો સ્ત્રોત છે. પરદેશી બાવળની શીંગોને એકલી અને આખી ખવડાવવાને બદલે તેને ભરડીને ખવડાવવી જોઈએ. ભરડવાથી તેના બીજ તુટી જાય છે અને ઢોર સહેલાઈથી પચાવી શકે છે. આખી શીંગો ખવડાવવાથી બીજ આખાને આખા છાણ વાટે બહાર નીકળી જાય તેવી શકયતાઓ છે. દળેલી ગાંડા બાવળની શીંગો પુખ્તવયના પશુઓના નિભાવ માટેના દાણ મિશ્રણમાં ૪૫ ટકા , ઉછરતા પશુઓના દાણમાં ૨૦ ટકા, અને દૂધાળ ગાયોના દાણ મિશ્રણમાં ૩૦ ટકા સુધી ઉમેરી શકાય છે. આ શીંગો એકલી ન ખવડાવતા અન્ય દાણ સાથે દળીને અથવા બાફીને ખવડાવવી ખાસ જરૂરી છે.
કુવાડિયાના બીજ: ગુજરાત રાજયમાં કુવાડિયાના બીજ લગભગ ૨૦૦૦ ટન દર વર્ષે મળી રહે છે. પંચમહાલ, સાબરકાંઠા અને બનાસકાંઠા જીલ્લાના પશુપાલકો કુવાડિયાના બીજ તેમજ મકાઈ તેમજ અન્ય દાણ સાથે બાફીને ખવડાવે છે. શરુઆતમાં કદાચ પશુઓ ન ખાય તો બીજા દાણ સાથે રોજ થોડા થોડા ભેળવીને ખવડાવવાની ટેવ પાડવી જોઈએ. ટેવ પાડયા પછી પશુ સહેલાઈથી ખાય છે. કુંવાડિયાના બીજમાંથી ૧૭ થી ૧.૮ ટકા પ્રોટીન અને લગભગ ૧૪ ટકા જેટલું પાચ્ય પ્રોટીન મળે છે. તેમાં $ ૭ ટકા જેટલા કુલ પાચ્ય પોષક તત્વો હોય છે. આમ, તે પ્રોટીન અને શકિતનો સારો સ્ત્રોત છે. તેમાં ક્રાઈસોફેનિક એસીડ નામનું હાનીકારક તત્વ રહેલું છે. પરંતુ કુંવાડિયાને બાફીને ખવડાવવાથી આ તત્વ લગભગ ૪૦ ટકા જેટલું ઓછુ થઈ જાય છે. તેની કુંવાડિયાના બીજ બાફીને ખવડાવવા સલાહ ભયાં છે. કુંવાડિયાના બીજ ઉછરતા વાછરડાના દાણમાં ૧૦ ટકા સુધી, બળદો માટેના દાણ મિશ્રણમાં ૧૫ ટકા સુધી તેમજ દૂધાળ ગાયોના દાણમા ૧૦ ટકા સુધી કોઈપણ જાતની આડઅસર વગર ઉપયોગમાં લઈ શકાય છે.
મહુડાખોળ તથા મહુડાના ફૂલ: મહુડાના બીજ અંદાજે ૧૫ હજાર ટન થી વધુ ગુજરાત રાજયમાં દર વર્ષે ઉપલબ્ધ થાય છે. તેમાંથી તેલ કાઢી લીધા પછી આશરે ૧૦ હજાર ટનથી વધુ મહુડાનો ખોળ મળી રહે છે. મહુડાના ખોળનો ઉપયોગ ખાતર તરીકે તેમજ ડીટરજન્ટ અને દવા બનાવવામાં પણ થાય છે. એકસપેલર પધ્ધતિથી તેલ કાઢેલ મહુડાના બીજમાંથી મળતા ખોળમાં ૧૮ - ૨૦ ટકા પ્રોટીન, ૬૩ ટકા કાબોંદીત પદાર્થો ૦.૨૪ ટકા કેલ્શીયમ અને ૦.૩૩ ટકા ફોસ્ફરસ હોય છે. તેમાં ૮ ટકા પાચ્ય પ્રોટીન અને ૬૦ ટકા કુલ પાચ્યપોષક તત્વો રહેલા છે. પરંતુ તેમાં મોવરીન નામનું નુકસાન કારક તત્વ છે. જે સ્વાદમાં કડવું હોવાથી ખોળનો સ્વાદ પણ કડવો લાગે છે. માટે પશુઓ તેને સહેલાઈથી ખાતા નથી પરંતુ પશુઓના આહારમાં રોજ થોડા પ્રમાણમાં મેળવીને આ ખોળ પશુઓને ખવડાવવામાં આવે તો તેને સહેલાઈથી ખાય છે. પંચમહાલ જીલ્લાના આદીવાસી પશુપાલકો તેમની દુધાળ ભેંસોને દૈનિક ૧ થી ૧.૫ કિ.ગ્રા. ઘાણીનો મહુડા ખોળ ખવડાવે છે. અછતના સમયમાં પશુઆહાર તરીકે મહુડા ખોળનો ઉપયોગ ઘણો ઉપયોગી થઈ પડે તેમ છે. ઉછરતા પશુઓના દાણ મિશ્રણમાં ૨૦ ટકા, પુખ્તવયના પશુઓના નિભાવ માટેના દાણમાં પ૦ ટકા અને દૂધાળ પશુઓના દાણ મિશ્રણમાં ૨૦ ટકા સુધી મહુડા ખોળનો ઉપયોગ કોઈપણ પ્રકારની આડઅસર વગર કરી શકાય છે.
મહુડાના વૃક્ષો પર ફેબ્રુઆરીથી એપ્રિલ માસના સમય દરમ્યાન ફૂલ બેસે છે. ખાસ કરીને અછતના સમયમાં તેનો ઉપયોગ પશુ આહાર તરીકે કરી શકાય છે. તેમાં ૫.૫ ટકા પ્રોટીન, ૧.૮૨ ટકા તેલિય પદાર્થો અને ૮૪.૧૬ ટકા કાબૉદિત પદાર્થો રહેલા છે. તે ૨.૧૦ ટકા પાચ્ય પ્રોટીન અને ૮.૪૦ ટકા કુલ પાચ્ય પોષક તત્વો પુરા પાડે છે. મહુડાના ફૂલ શકિતનો સારો સ્ત્રોત છે. પશુઓને મહુડાના ફૂલ ભાવે છે. દરેક પશુઓના આહારમાં તેને ર૦ ટકા સુધી ઉમેરી શકાય છે.
સુબાબુલના બીજ: સુબાબુલના વૃક્ષો ગુજરાત રાજય તેમજ ભારતમાં પુષ્કળ પ્રમાણમાં ઉગાડવામાં આવી રહયા છે. આ વૃક્ષોમાંથી મળતો લીલો ચારો તેમજ બીજ પશુઆહાર તરીકે વાપરી શકાય છે. ગુજરાત રાજયમાં દર વર્ષે ૧૦ હજાર ટન જેટલા સુબાબુલના બીજ મળી રહે છે. તેમાં અંદાજે ૨૯ ટકા પ્રોટીન અને ૫૧ ટકા કાબોંદીત પદાર્થો રહેલા છે. તે ૧૯ થી ૨૦ ટકા પાચ્ય પ્રોટીન અને ૧૮ ટકા જેટલા કુલ પાચ્ય પોષક તત્વો ધરાવે છે. આમ, તે શકિત તેમજ પ્રોટીનનો સારો સ્ત્રોત ગણાય છે. ઉછરતા તેમજ પુખ્તવયના પશુઓના દાણ મિશ્રણમાં ૩૦ ટકા અને દૂધાળ ગાયોના દાણ મિશ્રણમાં ૧૫ ટકા સુધી સલામત રીતે ઉમેરી શકાય છે. સુબાબુલના બીજ તેમજ ચારામાં માઈમોસીન નામનું એક નુકસાનકારક તત્વ રહેલું છે. તેથી ભલામણ કરેલ માત્રામાં જ તેનો ઉપયોગ કરવો હિતાવહ છે. તેનો વધુ પડતો ઉપયોગ કરવાથી પશુઓના સ્વાસ્થય પ્રજનન તેમજ વદિધદર પર ખૂબ જ માઠી અસર થવાની સંભાવના રહેલી છે. વધુમાં જયારે સુબાબુલના બીજનો દાણ મિશ્રણમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે તકેદારી સ્વરુપે થોડુ વધારાનું લોહતત્વ તથા આયોડીનયુકત ક્ષાર મિશ્રણ તેમજ મેંદો, કુશકી અને ઘઉના યુલા ધ્વારા ફોસ્ફરસ પુરુ પાડવાથી માઈમોસીનની માઠી અસરો દૂર કરી શકાય છે.
આમલીના બીજ (કચુકા) : આમલીના બીજમાં ૩૦ થી ૪૫ ટકા ભાગ તેના પર રહેલા છોડના હોય છે. જયારે પ૫ થી ૭૦ ટકા ભાગ તેની અંદર રહેલા ગર (મીંજ) હોય છે. અછતના સમયમાં પશુઓને આમલીના કચુકા ભરીને ખવડાવી શકાય છે. તેમાં લગભગ ૧૪ ટકા પ્રોટીન અને ૬ ૦ ટકા કુલ પાચ્ય પોષકતત્વો રહેલા છે. પશુ આહારમાં તેનો ઉપયોગ પ ટકા સુધી દાણ મિશ્રણમાં કરી શકાય છે.
કેરીની ગોટલી : કેરીમાંથી રસ કાઢી વેચવાના ઉધોગની આડપેદાશ તરીકે કેરીની ગોટલી મળે છે. ગુજરાતમાંથી તે આશરે ૨૦ હજાર ટન દર વર્ષે મળે છે. જયારે દેશમાં વાર્ષિક ૧૦ લાખ ટન કેરીની ગોટલી પ્રાપ્ય થાય છે. કેરીની ગોટલી પશુઓને ખૂબ જ ભાવે છે. તેમાં કાબોંદીત પદાર્થોનું પ્રમાણ વધુ હોવાથી તે શકિતનો સારો સ્ત્રોત છે. તેમાંથી લગભગ ૭૪ ટકા કુલ પાચ્ય પોષકતત્વો મળી રહે છે. તેમાં ટેનીન નામના એક નુકસાન કારક તત્વનું પ્રમાણ ૫.૩૬ ટકા હોવાથી પશુઆહારમાં તેનો વધુ પડતો ઉપયોગ પશુઓના વદિધ દર તેમજ સ્વાસ્થય પર પ્રતિકુળ અસર કરે છે. માટે પશુઆહારમાં તેનો સલામત માત્રામાં ઉપયોગ થાય તે જરુરી છે. ઉછરતા વાછરડા, પુખ્ત પશુઓ, દૂધાળ ગાયો તેમજ મરઘાના આહારમાં તે અનુક્રમે ૨૦, ૪૦, ૧૦ અને ૧૫ ટકા સુધી કોઈપણ જાતની આડઅસર વગર ઉમેરી શકાય છે. તેની ઉપલબ્ધતા જોતા અછતના સમયમાં તેનો ઉપયોગ પશુઆહાર તરીકે પશુઓના નિભાવ માટે કરી શકાય છે.
ગોળની રસી: દાણ માટે જો સસ્તામાં સસ્તી વસ્તુ મળતી હોય તો તે ગોળની રસી (મોલાસીસ) છે. તેના ઘણા ફાયદા પણ છે. જેમ કે ન ભાવતા તેમજ ઓછા ભાવતા પશુ આહારોને જો મોલાસીસ સાથે મિશ્રણ કરીને ખવડાવવામાં આવે તો તે પશુઓને ભાવે છે. કડબ / પરાળ ઉપર જો મોલાસીસનો છટકાવ કરવામાં આવે તો તેનો બગાડ અટકે છે. અને પશુઓ વધુ ખાય છે. દાણની ટીકડી તેમજ પશુઆહારના ચોસલા બનાવવામાં પણ મોલાસીસ મદદરુપ થાય છે. જો પશુ આહારના ચોસલા બનાવવાની શકયતા ન હોય તો મોલાસીસ ભેળવીને લાડુ પણ બનાવી શકાય. મોલાસીસમાં અંદાજે ૨૫ ટકા ભેજ હોય છે. ૨ ટકા નત્રલ પદાર્થો તેમજ ૬૦ ટકા જેટલા કુલ પાચ્ય પોષકતત્વો રહેલા છે. આમ, તે તુરંત મળતી શકિતનો સારો સ્ત્રોત છે. પરંતુ તેમાં ક્ષારોનું પ્રમાણ ઘણું વધારે હોય જો પશુઓને વધારે પ્રમાણમાં ખવડાવવામાં આવે તો પશુઓને ઝાડા થવાની શકયતા રહેલી છે. વળી મોલાસીસ વધારે પ્રમાણમાં આપવાથી ઘાસ ચારા અને અન્ય આહારોની પાચ્યતા પણ ઘટે છે. તેથી પશુઓના આહારમાં મોલાસીસનો ઉપયોગ ૧૦ ટકા સુધી અને મરઘાના આહારમાં ૩ થી ૫ ટકા સુધી કરવો સલાહ ભરેલ છે.
કોર્નસ્ટીપ લીકર: આ મકાઈમાંથી સ્ટાર્ચ બનાવતા ઉધોગની આડ પેદાશ છે. તે ઘટ્ટ ઘેરા બદામી રંગના પ્રવાહી સ્વરુપમાં મળે છે તેમાં પ૦ ટકા પાણીનો ભાગ હોય છે. કોનસ્ટીપ લીકરમાં ૪૫ થી ૫૦ ટકા પ્રોટીન, ૨ થી ૭ ટકા તેલિય પદાર્થો, ૨૬ ટકા મેંદાવાળા પદાર્થો, ર.૬૬ ટકા ફોસ્ફરસ અને ૦.૨૪ ટકા કેલ્શીયમ સુકીમાત્રામાં હોય છે. વળી તેમાં રેસાવાળા તત્વો તેમજ રેતી બીલકુલ હોતા નથી. તેમાં ૩૯ ટકા પાચ્ય પ્રોટીન અને ૭૫ ટકા કુલ પાચ્ય પ્રોટીનતત્વો હોય છે. આમ, તે પ્રોટીન, શકિત અને ફોસ્ફરસનો સારો સ્ત્રોત છે. તે પ્રવાહીના સ્વરુપમાં મળતો હોય તેના સંગ્રહ માટે વ્યવસ્થા કરવી પડે છે. વળી, તેનો અમલતા આાંક (પી.એચ.) ઘણો ઓછો (૪ થી પ) હોય જો પશુઆહારમાં તે વધુ પ્રમાણમાં ઉમેરવામાં આવે તો વાગોળતા પશુઓના પ્રથમ જઠરમાં રહેલા પાચન માટે જરુરી એવા સુક્ષ્મ જીવાણુઓ પર અવળી અસર થાય છે. તેથી તેનો વધુ પડતો ઉપયોગ હીતાવહ નથી. કોનસ્ટીપ લીકર જુદી જુદી કક્ષાના વાગોળતા પશુઓ જેવાકે ઉછરતા પશુઓના દાણ મિશ્રણમાં ૧૫ ટકા, દૂધાળ ગાયો ભેંસોના દાણ મિશ્રણમાં ૨૦ ટકા અને બળદ માટેના દાણ મિશ્રણમાં ૩૦ ટકા સુધી કોઈપણ પ્રકારની આડ અસર વગર ઉમેરી શકાય છે. તે બ્રોઈલર પક્ષીઓના આહારમાં ૮ ટકા અને ઈડા મુકતી મરઘીના આહારમાં ૧૦ ટકા સુધી વાપરી શકાય છે. આમ, તેનો ઉપયોગ કરવાથી આહારની કિંમત ઘટાડી શકાય છે.
ઈસબગુલ, ગોળા અને લાલી: ઉતર ગુજરાતમાં ખાસ કરીને મહેસાણા જીલ્લામાં ઈસબગુલની ખેતી વધારે થાય છે. તેની ફોતરી કબજીયાતની દવા માટે વપરાય છે. ઈસબગુલમાંથી ઈસબગુલ, ગોળા તથા લાલી આડપેદાશ તરીકે મળે છે. ઈસબગુલ, લાલીમાં ૪૨ ટકા પ્રોટીન હોય છે. જયારે ઈસબગુલ, ગોળામાં ૧૮ ટકા પ્રોટીન, ૮.૬ ટકા તૈલી પદાર્થો, ૩૧ ટકા રેસાવાળા પદાર્થો, ૩૫ ટકા મેંદાવાળા પદાર્થો, ૦.૪૫ ટકા
ફોસ્ફરસ અને ૦.૨૭ ટકા કેલ્શીયમ હોય છે. આમ, ઈસબગુલ, ગોળા તેમજ લાલીમાં પ્રોટીનનુ પ્રમાણ સારૂ એવુ હોય તેનો ઉપયોગ પશુઆહાર તરીકે કરી શકાય છે. મહેસાણા અને સાબરકાંઠા જીલ્લાના પશુપાલકો ઈસબગુલ, ગોળા તેમજ લાલીનો ઉપયોગ પશુઆહાર તરીકે કરે છે. ઈસબગુલ, ગોળા તેમજ લાલીનો ઉપયોગ પશુઆહાર તરીકે અનુક્રમે રપ અને પ૦ ટકા સુધી દાણ મિશ્રણમાં કરી શકાય છે.
ટમેટા વેસ્ટ (ટમેટાના કુચ્ચા) : ટમેટામાંથી રસ કાઢી લીધા બાદ તેની ઉપરની છાલ તથા બીજ રહે છે. તે ટમેટા માંથી સોસ તેમજ કેચપ બનાવતા ઉધોગોની આડપેદાશ છે. તેને સૂકવીને, દળીને પશુઆહાર તરીકે વાપરવામાં આવે છે. ગુજરાતમાં તેની ઉપલબ્ધતા ૨૦ ટન પ્રતિવર્ષ છે. ટમેટાના કુચ્ચામાં ૨૦ - ૨૨ ટકા પ્રોટીન, ૧૮ ટકા તેલી પદાર્થો, ૨૧ ટકા રેસાવાળા પદાર્થો, ૪૦ ટકા કાબોંદીત પદાર્થો, ૦.૩૨ ટકા કેલ્શીયમ અને ૦.૫૩ ટકા ફોસ્ફરસ હોય છે. દૂધાળ ગાયોના આહારમાં ૧.૬ ટકા સુધી અને પુખ્ત વયના પશુઓના નિભાવ માટેના દાણ મિશ્રણમાં પ૦ ટકા સુધી તેનો ઉપયોગ કરી શકાય છે.
પેટ્રો પ્રોટીન (સીંગલ સેલ પ્રોટીન) : પેટ્રો પ્રોટીન એ રીફાઈનરી ઉધોગમાં કચરા તરીકે મળતા પેટ્રોલીયમ હાઈડ્રોકાર્બન પર ઉછરતા એક કોષીય જીવો જેવાકે આ૯ગી, ફૂગ, યીસ્ટ, બેકટેરીયા ધ્વારા આથવણ ની પ્રક્રિયાથી મળતો પ્રોટીનનો સ્ત્રોત છે. તે ગંધ રહીત આછા પીળા રંગના બારીક પાવડરના સ્વરૂપમાં મળે છે. તેમાં લગભગ ૫૦ ટકા પ્રોટીન, ૧૧.૩ ટકા તૈલી પદાર્થો, ૦.૦૯ ટકા રેસાવાળા પદાર્થો, ૩૦.5 ટકા મેંદાવાળા પદાર્થો, ૧.૫ ટકા ફોસ્ફરસ અને ૦.૨૩ ટકા કેલ્શીયમ હોય છે. આમ, તે પ્રોટીનનો સારો સ્ત્રોત છે. તેમાં ફોસ્ફરસનુ પ્રમાણ પણ સારુ એવું છે. ઉછરતા વાછરડાના દાણ મિશ્રણમાં ૨૦ ટકા સુધી ખવડાવી શકાય છે.
જુવાર, ગ્લટેન અને જુવાર ખોળ: જયારે મકાઈ મોંઘી હોય કે મળતી ન હોય ત્યારે, જુવારમાંથી પણ સ્ટાર્ચ બનાવવામાં આવે છે. જુવારમાંથી સ્ટાર્ચ બનાવવાના ઉધોગની આડપેદાશ રૂપે જુવાર ગ્લટેન મળે છે. તે જ રીતે જુવારમાંથી મળતી બીજી આડપેદાશ જુવાર ખોળ છે. જુવાર ગલ્યુટેનમાં ૧૬ ટકા પાચ્ય પ્રોટીન અને ૬ .૫ ટકા કુલ પાચ્ય પોષકતત્વો રહેલા હોય તે પ્રોટીન અને શકિતનો સારો સ્ત્રોત છે. પશુઆહાર તરીકે બન્યનેનો ઉપયોગ કરી શકાય તેમ છે. વળી મકાઈ ખોળ અને મકાઈ ગલુટેન બન્યને કરતા સસ્તા ભાવે મળી શકે તેમ છે. પરંતુ જુવાર ખોળ પશુઓને ઓછો ભાવે તેવો હોય અન્ય પ્રચલીત દાણ મિશ્રણ સાથે ભેળવીને ખવડાવવો જોઈએ.
સાયલેજ (લીલા ચારાનું અથાણું) એટલે શું ? અને તેની ઉપયોગીતા.
જાનવરના પોષણ માટે લીલા ઘાસચારાની જરૂરિયાત અતિ આવશ્યક છે. જાનવરને આપવામાં આવતા કુલ ઘાસચારામાંથી ત્રીજા ભાગનો ચારો મુખ્યત્વે લીલો હોવો જરૂરી છે. પરંતુ વર્ષના અમુક મહિનાઓ બાદ કરતા, મોટા ભાગે ઉનાળામાં ચોમાસુ બેસતા પહેલા અને શિયાળામાં પિયતની વ્યવસ્થાને અભાવે મેળવવો મુશ્કેલ પડે છે. આવા સમયે લીલા ઘાસચારાની જરુરીયાત પુરી પાડવા માટે વૈકલ્પીક વ્યવસ્થા તરીકે વર્ષમાં જયારે વધુ પ્રમાણમાં લીલો ચારો ઉપલબ્ધ હોય તે સમયે ખાસ કરીને ચોમાસામાં સાઈલેજ બનાવવામાં આવે તો જાનવરોનું પોષણ વ્યવસ્થિત રીતે કરી શકાય છે. સાઈલેજ એટલે લીલા ઘાસનું અથાણું, આ રીતેથી ઘાસને અથાણાની જેમ લીલી અવસ્થામાં સંગ્રહી શકાય છે.
સાઈલેજ બનાવવાની શરૂઆત ૧૯ મી સદીના મધ્યમાં થઈ હોય એવું જાણવા મળે છે. સાઈલેજ બનાવવા માટેનો ખાડો (સાયલો પીટ) સો પ્રથમ મેરીલેન્ડ, અમેરીકામાં ઈ.સ. ૧૮૬૭ માં બનાવેલ હતો. પરંતુ સાઈલેજ જાનવરોને ખવડાવવા માટે યોગ્ય છે. એવી સાર્વત્રિક માન્યતા ૧૯૩૦ના દાયકામાં મળી છે. સાઈલેજમાં મુખ્યત્વે લીલા ઘાસચારામાં નિયંત્રિત પરિસ્થિતિ હેઠળ પ્રાણવાયુ રહિત સ્થિતિમાં આથવણની પ્રક્રિયા થાય છે. જેમાં લેકટીક એસિડ પુરતા પ્રમાણમાં ઉત્પન થવાથી લીલા ચારાની જાળવણી શકય બને છે.
સાઈલેજ બનાવવાના મુખ્ય સિધ્ધાંતો
સાઈલેજની પ્રક્રિયા દરમ્યાન લીલા ઘાસચારાના વજન અને ગુણવત્તામાં ઓછામાં ઓછી ઘટ થવી જોઈએ. આ માટે નીચે મુજબના મુદાઓ ધ્યાને લેવા જરુરી છે.
સાઈલેજ બનાવવા માટેના યોગ્ય પાકો સારુ સાઈલેજ બનાવવા માટે ધાન્ય વર્ગનો ઘાસચારો કે જેમાં વધુ પ્રમાણમાં દૂરાવ્ય કાબૉદિત પદાર્થો (કાબૉહાઈડ્રેટસ) હોય છે તેની પસંદગી કરવામાં આવે છે. આવા કાબૉદિત પદાર્થો ઓકિસજન રહિત અવસ્થામાં રહિત અવસ્થામાં ઉછેરતા જીવાણુઓ માટે યોગ્ય પોષણ બનીને યોગ્ય પ્રમાણમાં લેકટીક એસિડમાં રૂપાંતર થતા હોય છે. જેથી સાઈલેજની ગુણવત્તા જાળવી શકાય છે. ધાન્ય વર્ગના ઘાસચારામાં મકાઈ, ઓટ, જુવાર અને બાજરી જેવા પાકો સાઈલેજ, માટે ઉત્તમ ગણાય છે. કઠોળ પાકોમાં (રજકો, બરસીમ, ચોળી વગેરે) વધુ પ્રમાણમાં ભેજ અને પ્રોટીન હોવાથી સાઈલેજ માટે વધુ ઉપયોગી થઈ શકતા નથી. કુદરતી રીતે ઉગેલ ઘાસચારામાં ૩૦ ટકા સુધી સૂકો ભાર અને ઓછા પ્રમાણમાં દૂાવ્ય કાબોંદીત પદાર્થો હોવા છતાં સારી જાતનો સાઈલેજ બની શકે તેમ છે. ધાન્ય વર્ગનો ઘાસચારો સાઈલેજ બનાવવા માટે કાપવાનો હોય તો તેને ફૂલ આવ્યા પછી દાણા ભરાવાનું શરૂ થાય તે દરમ્યાનનો સમય યોગ્ય ગણાય છે.
સાઈલેજ બનાવવાની રીત
સાઈલો : સાઈલેજ જે કુવા, ખાડા કે નળાકાર જેવા આકારના ટાંકામાં બનાવવામાં આવે છે તેને સાઈલો કહેવામાં આવે છે. સાયલો બે પ્રકારના હોય છે.
ટાવર સાયલો : જમીન ઉપર કોન્ક્રીટ, ધાતુ (સ્ટીલ), લાકડા અથવા ઈટો ચણીને ટાવર બાંધવામાં આવે તેને સાયલો કહેવામાં આવે છે. જેની ગોળાઈ ૫ થી ૧૦ મીટર અને ઉચાઈ ૧૦ થી ૨૫ મીટર જેટલી હોય છે. સાઈલેજ બનાવવા માટેનો યોગ્ય ઘાસચારો કાપીને આવા પીપડા જેવા નળાકારમાં ઉપરથી દાબીને ભરવામાં આવે છે. અને સાઈલેજ કાઢવા માટે ટાવરની બાજુમાં અથવા નીચે વ્યવસ્થા કરવામાંઆવે છે. આવા પ્રકારના સાઈલો બનાવવા મોંધા પડે છે. પરંતુ વિવિધ કારણોસર સાઈલેજ બગડવાની શકયતા આમાં ઘણી ઓછી હોય છે. તેમજ સાઈલેજ બન્યા પછી એને કાઢવા તેમજ ઉપયોગમાં લેવામાં ઓછો ખર્ચ થાય છે. વળી તેમાં યાંત્રિકરણ કરી સહેલાઈથી ભરીને કાઢી પણ શકાય છે.
જમીન સમાંતર સાઈલો :આવા પ્રકારના સાયલોમાં જમીનની અંદર ભોયરા જેવો ખાડો કે જમીન સમાંતર લાંબી પરંતુ વધુ ઉડી ન હોય એવી ખાઈ (ટ્રેન્ચ) આકારનો સાઈલો બનાવવામાં આવે છે. આપણા દેશમાં ખેડૂતો માટે શકય અને સહેલાઈથી ભરી શકાય તેવા જમીનમાં ૩ થી ૪ મીટર ઉડા ખાડા અથવા કુવા પ્રકારના ખાડ ચણીને કરવામાં અનુકુળ આવે છે. આવા ખાડાનું અથવા ચણેલા ગોળાકાર ખાડાનું ચણતર જમીનની સપાટીથી ૩ થી ૪ મીટર જમીન ઉપર ઉચું લઈ જવામાં આવે છે. વરસાદનું પાણી ઉપરથી પડતું અટકાવવા માટે ઉપર છાપરુ બનાવવામાં આવે છે. આવા ખાડામાં લીલુ ઘાસ બને તો ઝીણું કાપીને અને ભરતી વખતે શકય તેટલું દબાવી- દબાવીને ભરવામાં આવે છે. જેથી શકય તેટલી ઓછી હવા અંદર રહે. સાઈલો ભરતી વખતે તેમાં મીઠું (ઘાસના વજનના ૨ ટકા) અને ગોળની રસી (૫ થી ૧૦ ટકા) ઉમેરવામાં આવે તો સાઈલેજ સારૂ બને છે. જો કે આ વસ્તુઓ ઉમેર્યા વગર પણ સાઈલેજ થઈ શકે છે. આ ખાડો ભરાઈ જાય ત્યારે ઉપર થોડો સુકાઘાસનો થર કરી પછી ઉપર માટીનો ભારે થર (૧૦ ઈચ) કરી ઢાંકી દેવામાં આવે છે. આમ ઢાંકી રાખેલું ઘાસ ૪૫ થી ૫૦ દિવસમાં અથાઈને સાઈલેજ તૈયાર થઈ જાય છે. ત્યારે લીલા ઘાસચારાની જરૂરિયાત પડે ત્યારે ખાડો ખોલીને સાઈલેજ આપી શકાય છે. એક વખત ખાડો ખોલ્યા બાદ ઓછામાં ઓછું રોજનું બે ઈચ થી વધુ થરનું સાઈલેજ વાપરવું જોઈએ અને બાકી રહેલ સાઈલેજ ઉપર પ્લાસ્ટીકની ચાદર-વજન મુકીને ઢાકી દેવ.
સારા સાઈલેજની ગુણવત્તા
જો સાઈલેજ બનાવતી વખતે યોગ્ય કાળજી લેવામાં ન હાવે તો ઘાસ કહોવાઈને કાળુ પડી ગંધાઈ ઉઠે છે. સારુ સાઈલેજ સારી વાસવાળું ભૂખરા લીલા રંગનું અથવા ખાખી કે પીળાશ પડતા રંગવાળુ હોય છે. સારા સાયલેજની ખાટાશ ૪ થી ૪.૫ પી.એચ. અંક જેટલી હોય છે. લેકટીક એસીડનું પ્રમાણ ૨.૫ ટકા થી વધુ હોવું જોઈએ. એસિટીક એસિડ ૦.૫ થી ૦.૮ ટકાની માત્રામાં, બલ્યુટેરીક એસિડ ૦.૧ ટકાથી ઓછો અને એમોનિયા- નાઈટ્રોજન ૧૦ ટકાથી ઓછો હોવો જરૂરી છે.
સાઈલેજની પોષકતા
સાઈલેજમાં લીલાચારા જેટલી પોષકતા રહેતી નથી તેમ છતાં કેરોટીન (પ્રજીવ–એ) સારા પ્રમાણમાં સંગ્રહાય રહે છે. વધારે ભેજવાળો સાયલેજ પશુઓ ઓછા પ્રમાણમાં ખાય છે. તાજા ઘાસ કરતા સાઈલેજ ઓછા પ્રમાણમાં ખાવા પાછળનું કારણ સાઈલેજનો ઓછો પી.એચ. આાંક, વધુ લેકટીક એસિડ અને વધુ પડતી ખટાશ છે. થોડા પ્રમાણમાં (૧ ટકો) યુરીયા સાઈલેજ બનાવતી વખતે ઉમેરવાથી કુલ નાઈટ્રોજનમાં ઉમેરો થાય છે અને સાઈલેજની ગુણવત્તા વધે છે.
આમ, એકલો સાઈલેજ જ દૂધાળા જાનવરોના દૂધ ઉત્પાદન ટકાવવા માટે પુરતો નથી. પરંતુ સાઈલેજ સાથે ઉપલબ્ધ સારો સુકો ઘાસચારો તેમજ પુરતું દાણ આપવામાં આવે તો દૂધ ઉત્પાદન ટકી રહે છે. આમ, દૂધાળા જાનવરને એક સમયે ૧૦ થી ૧૫ કિ.ગ્રા. સાઈલેજ ખવડાવવું સલાહ ભર્યું છે.
મરઘાંની ઓલાદો
મરઘાની અગત્યની ઓલાદો અને તેની ખાસિયતો નીચે મુજબ છે.
અસીલ: અસીલ એ એશીયા ટેક વર્ગની ઓલાદ છે. અસીલ એટલે અસલી અથવા દેશી ભારતની આ પ્રખ્યાત જાત છે, જે સહન શકિત અને મરઘાં લડાઈ માટે જાણીતી છે. મરઘાં લડાઈની રમતને કારણે આ જાતના વિકાસને ખુબ પ્રોત્સાહન મળ્યું હતું. પરંતુ રમતનો શોખ ક્રમશઃ ઓછો થતાં આ જાતમાં શુદધતા જળવાઈ નથી. શુધ્ધ અસીલ પક્ષીઓ મેળવવા દુર્લભ છે. ફકત આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને તામીલનાડુંના શોખીન માણસો પાસે જ તે ઉપલબ્ધ છે. મોટે ભાગે દેશી જાતો સાથે જ અસીલનું સંકરણ થયેલ જોવા મળે છે. અસીલના ઘણાં વિવિધ પ્રકારો જોવા મળે છે. જેમાં ખાસ કરીને નુરી,
હૈદ્રાબાદ પીળા (લાલ), યાકુત(કાળા અને લાલ), હુંમર (ભૂખરા રાખોડી), ટીકર (બદામી કાળા) વગેરે.
અસીલ માંસ ઉત્પાદન માટે પણ જાણીતું છે. તેનું માસ વધારે સ્વાદિષ્ટ છે. પરંતુ ઈડા ઉત્પાદન માટે આ જાત ખુબ જ નબળી છે. આમ, છતાં ઈડા સેવવાનો ગુણ સારો છે. આ જાતના
પક્ષીઓ તેની વૃદિધનો ઓછો દર અને ઓછી પ્રજનન શકિતને કારણે વ્યાપારી ધોરણે માંસ ઉત્પાદન કરવા માટે ઉપયોગ કરી શકાતો નથી.
શુધ્ધ ઓલાદનું અસીલ ખૂબ જ જુસ્સાદાર પક્ષી છે. તેની ઉચી અને ભવ્ય ચાલ તેની તાકાત તેની ચપળતા દર્શાવે છે. તેની ચાંચ મજબૂત અને જાડી, કલગી નાની ચણા જેવી, માથું ટુંકુ અને આાંખો વચ્ચે પહોળું, ચહેરો લાંબો તેમજ પાતળો અને ડોક લાંબી તથા જાડી હોય છે. તેનું શરીર ટુંકુ ગોળાકાર, છાતી પહોળી અને પીઠ સીધી હોય છે. પીછા શરીરની લગોલગ હોય છે. પરંતુ છાતી તેમજ થાપા પર હોતા નથી. પુંછડી ટુંકી હોય છે. બીજી દેશી જાતોમાં બસરા, ચિતાગોંગ, ઘાઘસ, બ્રમહા અને કોચીનનો સમાવેશ થાય છે પરંતુ આ બધી જાતો તેમના શુધ્ધ સ્વરૂપમાં મેળવવી ખૂબ જ મશકેલ છે.
રોડ આઈલેન્ડ રેડ અમેરિકાનાં રોડ ટાપુનાં આ લાલ રંગનાં પક્ષીઓમાં લાલ મલાયા અને ભુખરા લેગ હોન ઓલાદનાં મરઘાનું લોહી હોવાનું મનાય છે.
શારીરિક લક્ષણો : આ પક્ષીઓ શરીરે લાંબા અને પાસાદાર હોય છે. આ પક્ષીઓ રંગે લાલ હોય છે.અને કાનની બુટીનો રંગ ઘેરો લાલ અને ઈડાનાં કોચલાનો રંગ ગુલાબી સફેદ હોય છે.આ જાતનાં પક્ષીઓનાં બે પ્રકાર છે :
(૧) એકવડી કલગી ધરાવતાં (ર) ગુલાબ જેવી કલગી ધરાવતાં
આ બંને પ્રકારનાં પક્ષીઓનાં પીંછા ઘેરા લાલ અને ચળકતાં હોય છે. ચામડી પીળી હોય છે. અને પગનાં નળા પીંછા વગરનાં હોય છે. પુખ્ત વયનાં મરઘાનું સરેરાશ વજન ૪ કિલો અને મરઘીનું ૩.૨ કિલોગ્રામ જેટલું વજન હોય છે.
આર્થિક લક્ષણો: ઈડા તેમજ માંસ ઉત્પાદન માટે આ પક્ષીઓ અનુકૂળ છે. આ પક્ષીઓને ભેજવાળી કાળી જમીન તેમજ ડુંગરાળ અને ઠંડા પ્રદેશો અનુકૂળ આવે છે. ભારતમાં આા ઓલાદની મરઘી વાર્ષિક આશરે ૧૪૦ ઈડા આપે છે.
વ્હાઈટ લેગ હોન : ઈટાલી દેશનાં લેગહોન નામનાં નામ પરથી મરઘીની આ ઓલાદનું નામ ઉતરી આવેલ છે. લેગ હોન ઓલાદનાં પક્ષીઓમાં આશરે ૧૩ પ્રકારો જોવામાં આવે છે. પણ આ બધામાં એકવડી કલગીવાળા વ્હાઈટ લેગ હોન પ્રકારનાં મરઘાની વપરાશ સોથી વધુ છે. ઈડા ઉત્પાદન માટે આ ઓલાદ વિશ્વભરમાં પ્રખ્યાત છે.
શારીરિક લક્ષણો : આ ઓલાદનાં પક્ષીઓનો રંગ સફેદ હોય છે. પક્ષીનાં માથાં પર એકવડી પ્રકારની પાંચેક ખાંચાવાળી કલગી હોય છે. આ પક્ષીઓની ચાંચ પીળી અને કાનની બુટી સફેદ હોય છે. ગરદન પ્રમાણમાં લાંબી પગનાં નળા લાંબા અને અંગુઠા ટૂંકા હોય છે. આ પક્ષીઓ દેખાવે ચોખા ચપળ અને સ્વભાવનાં જરાક ભડકણ હોય છે.
આર્થિક લક્ષણો: આ ઓલાદ ઈડા ઉત્પાદનનો રાજા ગણાય છે. આ ઓલાદનાં પક્ષીઓનાં ઓછા નિભાવ ખર્ચે વધુ ઈડા આપે છે. તેથી આર્થિક દ્રષ્ટિએ વધુ પોષાય છે. આ પક્ષીઓ આશરે. પ મહિનાની વયે ઈડા મુકવાની શરૂઆત કરે છે અને એક વર્ષ સુધી ઈડા ઉપાદન શકિત સારી રીતે જાળવી રાખે છે. એક મરઘી એક વર્ષમાં સરેરાશ ૧૮૦ ઈડા આપે છે. વધુમાં વધુ ૨૨૦ ઈડા આપવાનું પણ નોંધાયેલ છે. મરઘીનાં ઈડાનું સરેરાશ વજન પ૦ થી ૫૫ ગ્રામ હોય છે. ઈડાનાં કોચલાનો રંગ સફેદ હોય છે. હઆ ઓલાદની મરઘીઓ ઈડા સેવતી નથી.
પક્ષીઓની માંસાળ ઓલાદોની સરખામણીમાં આ ઓલાદનાં પક્ષીઓ માંસ ઉત્પાદન માટે પાળવા અનુકૂળ નથી. જો કે, આ ઓલાદનાં પક્ષીઓનો શારીરીક વૃદિધદર ઝડપી હોય છે. તે ૬ થી ૮ અઠવાડિયા જેટલી નાની વયે ૩૫૦ થી ૭૦૦ ગ્રામ વજનનાં થાય છે અને આવા પક્ષીઓનું માંસ કુણ અને સ્વાદિષ્ટ હોય છે.
બ્લેક મિનોરકા: ભુમધ્ય સમુદ્ર વર્ગનાં પક્ષીઓમાં આા ઓલાદનાં પક્ષીઓ કદમાં સોથી મોટા છે. આ પક્ષીઓના પાંચ પ્રકાર જોવા મળે છે. દા.ત. એકવડી કલગીવાળા બલેક મિનોરકા એકવડી કલગીવાળા વાહક મિનોરકા એકવડી કલગીવાળા બફ મિનોરકા, ગુલાબ જેવી કલગીવાળી વ્હાઈટ મિનોરકા આ બધામાંથી એકવડી કલગીવાળા બલેક મિનોરકા સોથી પ્રખ્યાત ગણાય છે.
શારીરિક લક્ષણ : આ જાતનાં મરઘાં શરીરે લાંબા મોટી કલગીવાળા અને મોટા લાળીયાવાળા હોય છે. પીંછાનો રંગ કાળો અને કાનની બુટી સફેદ હોય છે. આ મરઘાની પીઠ ખભાથી પુંછડીનાં મુળ સુધી એક ખાસ
પ્રકારના ઢાળવાળી હોય છે. પુંછડી નીચે ઢળતી અને ફેલાયેલી હોય છે.પુખ્ત વયનાં મરઘાનું સરેરાશ વજન ૪ કિ.ગ્રા. અને મરઘીનું ૩.૫ કિલોગ્રામ જેટલું હોય છે.
આર્થિક લક્ષણો: આ ઓલાદનાં પક્ષીઓ ઈડા ઉત્પાદનના વ્યવસાય માટે એક વખત બહુ જ જાણીતા હતાં પરંતુ મોટા કદને કારણે આ પક્ષીઓ આર્થિક રીતે લેગ હોન જેવા મરઘા સામે ટકી શકયા નથી. આ ઓલાદની મરઘીઓ વાર્ષિક સરેરાશ ૧૮૦ જેટલાં ઈડા આપે છે. અને એક ઈડાનું વજન આશરે ૭૦ ગ્રામ જેટલું હોય છે. આમ આ ઓલાદનાં ઈડા મોટામાં મોટા હોય છે. ઈડાનાં કોચલાનો રંગ સફેદ હોય છે.
બતકોની ઓલાદો
મરઘાં પાલનની જેમજ બતક પાલન પણ ગ્રામ્ય જીવનમાં એક નવી રોનક લાવી શકે છે, તેમની આવક વધારી શકે છે. ધીરે ધીરે આ ધંધો પણ પ્રચલિત થતો જાય છે અને ધંધાની રીતે એને અપનાવવા લાગ્યા છે, મરઘાં પાલનની સરખામણીમાં દેશને બતક પાલનમાંથી દર વર્ષે લગભગ ૪૦ કરોડ જેટલા ઈડા મળે છે. જે કુલ વાર્ષિક ઈડા ઉત્પાદનના ૬ % જેટલાં અને કુલ પોલ્ટી પ્રોડકશનના ૭ % જેટલાં થાય છે.
બતકને '' પાણીમાં રહેતા મરઘાં '' એવું એક સામાન્ય નામ આપેલ છે. જે ધંધાકીય રીતે પૂર્વ ભારત અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં પ્રચલિત છે, અને નાના તેમજ સીમાન્ત ખેડૂતો તથા ખેતમજુરોએ આ ધંધો સ્વચ્છાએ સ્વિીકારેલ છે, કેમ કે, મરઘાં પાલન વ્યવસાયની સરખામણીમાં આ ધંધામાં સરળ ગોઠવણ - વહીવટ, ઓછું જોખમ, પક્ષીઓમાં વધુ રોગપ્રતિકારક શકિત અને બતકનું લાંબુ ઉપયોગી આયુષ્ય (જીવન) જોઈએ આ ધંધો ફાયદાકારક છે, વળી બતકના ઈડા મરઘીના ઈડા કરતાં કદમાં મોટાં અને બજારમાં વધું ભાવ મળે છે. બતકનું માંસ પણ સ્વાદિષ્ટ હોય છે, અને માણસો તેને ખોરાકમાં લેવામાં એક જાતનો આનંદ અનુભવે છે. આ પક્ષીઓને વાતાવરણ થોડું ઠંડુ જોઈએ છે. જયારે તળાવમાં માછલીઓ સાથે ઉછેરવામાં આવે ત્યારે તેમની હગાર માછલીઓનો ખોરાક બને છે. અને પાણીમાંથી આ પક્ષીઓ તેમનો ખોરાક શોધી લે છે. આથી આર્થિક રીતે બતક પાલન વધુ ફાયદાકારક બને છે. બતકની જુદી જુદી સુધારેલ વધુ ઈડા આપતી જાતો જેવી કે નાગેશ્વરી, ઈન્ડીયન રનર, ખાખી કેમ્પબેલ, સીલહેટમેટ વગેરે રાખવામાં આવે છે. આ બધામાં ખાસ વધુ અગત્યની જાત '' ખાખી કેમ્પબેલ '' ને લઈને વધુ ચર્ચા કરીશું.
ખાખી કેમપબેલ જાતના બતક: સામાન્ય દેશી જાતના બતક વર્ષે પક્ષી દીઠ લગભગ ૯૦ થી ૧૩૦ ઈડા આપે છે. તેની સરખામણીમાં આ જાત સરેરાશ ૬ ૫ ગ્રામ વજનવાળા લગભગ ૩૦૦ જેટલા ઈડા આપે છે.
શારીરિક લક્ષણો : આ એક ફળાઉ જાત છે. જેનો રંગ ખાખી છે અને ઉમર વધવાની સાથે ભુખરા રંગનો થતો જાય છે.
બતકનો રંગ લીલાશ પડતો ચળકતો (તેજસ્વી) માથુ, ગરદન અને પીંછાનો રંગ કાસા જેવો હોય છે. અનુ પુંછડીના પીંછા થોડા વાંકા વળેલા હોય છે. પુખ્ત બતકનું વજન ૨ થી ૨.૪ કિ.ગ્રા. જેટલું જયારે પુખ્ત માદાનું વજન ૨.૦ થી ૨.૨ કિ.ગ્રા. જેટલું હોય છે. મજબુત બાંધાના તથા બતક-મરઘાંના રોગોમાં જલ્હી સપાડાઈ જતાં નથી એટલે કે રોગપ્રતિકારક શકિત વધુ છે. ધંધાકીય રીતે આ પક્ષીઓને પ્રજનન ક્ષમતા સારી છે, તેમજ બીજી વખત પણ સારુ ઉત્પાદન આપે છે. ઘણું કરીને આ પક્ષીઓ ૧૨૦ દિવસની ઉમરે ઈડા આપવાની શરૂઆત કરે છે.
કૃષિ અને ગ્રામવિકાસ વિભાગના ઠરાવ ક્રમાંક : મવય-૧૯૮૮-૨૫૦૪, ૫.૧, ગાંધીનગર તા. ૨૬ /૧૦/૧૯૮૮ થી અનુ. જાતી/ જનજાતિના, સમાજના આર્થિક રીતે નબળા વર્ગના તથા આદિ જાતિના લોકોને મરઘાં પાલનની યોજનઓ અંગે નીચે જણાવેલ વિગતે સહાય આપવાની જોગવાઈ અમલમાં છે.
આ યોજના હેઠળ અનુ. જાતિના લોકોને માટે મરઘાં પાલનની રોજગારલક્ષી યોજના અન્નયે લાભાર્થિને એક દિવસના રપ આર.આઈ.આર. પક્ષીઓનું એકમ આપવામાં આવે ૨૫ આર.આઈ.આર. પક્ષીઓ આપવામાં આવે છે, તેમાંથી લાભાર્થી મરઘાં પાલકે તમામ માદા પક્ષીઓ અને ચાર નર પક્ષી સંવર્ધન સારૂ રાખવાના રહેશે. પક્ષીઓ પુખ્ત ઉમરના થતાં, ચાર નર પક્ષી સિવાય વધારાના નર પક્ષીઓ નજીકના હાટમાં વેંચી તેમાંથી આવક મેળવશે જે મરઘાં આહાર ખરીદી પક્ષીઓને ખવડાવવામાં મદદરુપ થશે. પક્ષીઓ પુખ્ત થતાં તેના ઈડા ઉત્પાદનમાંથી, તેના કુટુંબના આહાર માટે તથા સેવન સારુ રાખશે, તથા વધારાના ઈડા હાટમાં વેચી આવક મેળવશે. સેવન સારુ જે ઈડા રાખશે તેમાંથી બીજા ચક્રમાં (રાઉન્ડ) પ્રથમ વખત કરતાં બમણી માદા મરઘીઓ રહે તે પ્રમાણે આયોજન કરી સંવર્ધન કાર્યક્રમ ઘરવાનો રહેશે.
મરઘાં પાલન યોજનાની અન્ય યોજનાઓ હેઠળ જેઓને મરઘાં એકમ સ્થાપવા સહાય આપવામાં આવેલ હોય તેવા ઈસમોને આવા એકમો સારૂ સહાય મળવાપાત્ર રહેશે નહી, તથા આર.આઈ.આર. પક્ષીઓના બે ચક (રાઉન્ડ) સફળતાપૂર્વક લીધા સિવાય તમામ પક્ષીઓનો નિકાલ થાય અને એકમમાં એક પણ પક્ષી ન રહે તો સહાય પેટે આપવામાં આવેલ, પાંજરુ પરત લઈ લેવામાં આવશે. લાભાર્થીએ નિયત અરજી પત્રકમાં અરજી અને બાહેંધરી પત્રક તથા જાતિ અંગેનો સક્ષમ અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે. સહાયની પo % રકમ વસ્તુના (Kind) રૂપમાં રૂા. ૯૦૦.૦૦ ની મર્યાદામાં રહી આપવામાં આવે છે.
સમન્વિત મરઘાં વિકાસ કાર્યક્રમ હેઠળ નીચે પ્રમાણેની સહાયની યોજનાઓ સરકારના સંદર્ભમાં જણાવેલ તા. ૧૯/૫/૭૬ ના ઠરાવ તથા તા. ૨૧/૨/૮૬ ના ઠરાવ નં. મવય-૨૧૮૪-૨૬ ૩૮૫-૫.૧ થી અમલમાં છે.
આદિવાસી વિસ્તારમાં રહેતા આદિવાસી લાભાર્થીઓને પ૦ થી ૨૦૦ પક્ષીઓ સુધીના મરઘાં ફાર્મ સ્થાપવા નાબાર્ડ ધ્વારા નિયત થયેલ ઢાંચા મુજબ પ૦ % ના દરે સહાય આપવાની જોગવાઈ છે. મરઘાં એકમની કિંમત વખતો વખત નાબાર્ડ નકકી કરેલ એકમ કિંમત પ્રમાણે ગણત્રીમાં લેવાની રહેશે. આ યોજના નીચે ૧૦૦ પક્ષી માટેના એકમ માટે નીચે જણાવેલ એકમ કિંમતના પ૦% લેખે પશુપાલન ખાતા તરફથી સહાય આપવામાં આવે છે.
આદિવાસી લોકો તેઓના ઘરની આસપાસ વધારે ખર્ચ કર્યા સિવાય રપ આર.આઈ.આર. પક્ષીઓના એકમ વસાવી શકે તે સારુ નીચે દર્શાવ્યા મુજબ રૂ. ૧૮૦૦ ના યુનિટ કોસ્ટના ૫૦ ટકાના દરે સહાય આપવાની જોગવાઈ છે.
લાભાર્થી મરઘાં પાલકે, ૨૫ આર.આઈ.આર. પક્ષીઓ આપવામાં આવે તેમાંથી તમામ માદા પક્ષીઓ અને ચાર નર પક્ષી સંવર્ધન સારૂ રાખવાના રહેશે. પક્ષીઓ પુખ્ત ઉમરના થતાં ચાર નર પક્ષી સિવાય વધારાના નર પક્ષીઓ નજીકના હાટમાં વેચી તેમાંથી આવક મેળવશે જે મરઘાં આહાર ખરીદી પક્ષીઓને ખવડાવવામાં મદદરુપ થશે. પક્ષીઓ પુખ્ત થતાં તેમાં ઈડા ઉત્પાદનમાંથી તેના કુટુંબના આહાર માટે સેવન સારૂ, તથા હોટમાં વેચી આવક મેળવશે, સેવન સારૂ જે ઈડા રાખશે તેમાંથી બીજા ચકમાં પ્રથમ વખત કરતાં બમણી માદા મરઘીઓ રહે તે પ્રમાણે આયોજન કરી સંવર્ધન કાર્યક્રમ હાથ ધરવાનો રહેશે.
મરઘાં પાલન યોજનાની અન્ય યોજનાઓ હેઠળ જેઓને મરઘાં એકમ સ્થાપવા સહાય આપવામાં આવેલ હોય તેવા ઈસમો આવા એકમો સારુ સહાય મેળવવાપાત્ર રહેશે નહી તથા આર.આઈ.આર. પક્ષીઓના બે ચક્ર સફળતાપૂર્વક લીધા સિવાય તમામ પક્ષીઓનો નિકાલ થાય તે એકમમાં એક પણ પક્ષી ન રહે તો સહાય પેટે આપવામાં આવેલ પાંજરુ પરત લઈ લેવામાં આવશે. લાભાર્થીએ નિયત અરજીપત્રકમાં અરજી અને બાંહેધરી પત્રક તથા જાતિ અંગેનો સક્ષમ અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે.
આદિવાસી મરઘા પાલકો મરઘાંમાં આવતા રોગો જેવા કે કોકસીડીયોસીસ, આાંતરકૃમિ, વિટામીન અને ખનીજ દૂયોની ઉણપથી થતાં રોગો તેમજ તાણના રોગો જાળવણી માટે આદિવાસી મરઘાં પાલકોને દવાના રુપમાં સહાય આપવા આ યોજના અમલમાં છે. સદરહું યોજના હેઠળ પક્ષીના ૧૮ માસના જીવન ચક્ર દરમ્યાન ડીવનીંગ કોકસીડીયોસીસ, એન્ટ્રીસ્ટ્રેસ દવાઓ તેમજ એન્ટીબાયોટીકસ માટે રૂ. ૨/- ની દવા પક્ષી દીઠ જરુરી રહે છે. આ સામે લાભાર્થીએ ૫૦ % ફાળા મુજબ રૂ. ૧.૦૦ ની દવા પ્રથમ નવ માસ દરમ્યાન આપવાની રહેશે. જયારે સરકાર તરફથી રૂા. ૧.૦૦ ની દવા, દવાના રુપમાં પાછળના નવ માસ દરમ્યાન આપવાની રહેશે.
ગ્રામ વિકાસ કાર્યક્રમ અને ખાસ વિકાસ કાર્યક્રમ કે અન્ય યોજના હેઠળ મરઘાં એકમની સ્થાપના કરવામાં આવેલ હોય તેવા આદિવાસી મરઘાં પાલકોને પ્રથમ અને દ્વિતિય રીપ્લેસમેન્ટ સ્ટોક વસાવવા નાબાર્ડે નકકી કરેલ એકમ કિંમતના ધોરણે પક્ષીઓ વસાવવા અને મરઘાં આહાર સારુ પ૦% ના ધોરણે સહાય આપવાની યોજના અમલમાં છે. રીપ્લેસમેન્ટ સહાય પ૦ પક્ષીઓનું એક એવા ચાર એકમો સ્થાપવા માટે આપવામાં આવે છે. આ ઉપરાંત પક્ષી દીઠ રૂ. ૦.૫૦ પેકીંગ ખર્ચ પેટે અને પક્ષીઓના વિમા માટે પક્ષી દીઠ રૂ. ૧.૫૦ ના પo % ના દરે સહાય મળવાપાત્ર છે.
આદિવાસી વિસ્તારમાં જયાં પુરતી પાણીની સુવિધા હોય, છુટા બતક રાખવા સારુ પુરતા પ્રમાણમાં જમીન હોય અને રાત્ર બતક રાખવા મકાનની વ્યવસ્થા કરી શકે એવા એવા આદિવાસી લાભાર્થીઓને બતક ઉછેર માટેની સહાયની યોજના હેઠળ ૨૫ બતકના એક એકમ માટે એકમ કિંમત રૂ. ૧૮૦૦/- ના ૫૦ % ના ધોરણે રૂ. ૯૦૦/- ની મર્યાદામાં સહાય આપવાની જોગવાઈ સંદર્ભમાં દર્શાવેલ તા. ૨૦/૬ |૮૭ ના ઠરાવથી અમલમાં છે. યોજનાનું અમલીકરણ કરવા ૫૦ % ફાળો લાભાર્થીઓએ આપવાનો રહેશે. જયારે પ૦ ટકા ફાળો સરકાર તરફથી વસ્તુના (Kind) રૂપમાં આપવામાં આવે છે
લાભાર્થી બતક પાલકોએ તેઓને આપવામાં આવતા બતકના બચ્ચામાંથી તમામ માદા પક્ષીઓ તેમજ ત્રણ થી ચાર નર પક્ષીઓ સંવર્ધન અર્થે રાખવાના રહેશે અને બાકીના તમામ નર પક્ષીઓના ખોરાક ખરીદી માટે મદદરુપ થશે. પક્ષીઓ પુખ્તવયના થતાં તેના ઈડા ઉત્પાદનમાંથી તેમના કુટુંબના આહાર માટે તથા સેવન સારુ રાખશે. વધારાના ઈડા બજારમાં વેચી આવક મેળવી શકશે. સેવન સારૂ જે ઈડા રાખશે, તેમાંથી બીજા ચક્રમાં પ્રથમ વખત કરતાં બમણી માદા બતક રહે તે પ્રમાણે આયોજન કરી સંવર્ધન કાર્યક્રમ હાથ ધરવાનો રહેશે. યોજનાના અમલીકરણ સારુ નીચેની શરતોનું પાલન કરવાનું રહેશે.
આદિમ જાતિ વિકાસ (પ્રિમોટીવ ગ્રુપ ડેવલોપમેન્ટ) માટે રપ આર.આઈ.આર. પક્ષીઓના મરઘાં એકમો સ્થાપવાની યોજના
આ યોજના સરકારશ્રીના તા. ૧૬ /૯/૮૮ ના ઠરાવ ક્રમાંક : મવય/૨૪૮૭/૩૯૬ ર/પ-૧ થી મંજુર કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ કોલધા, પ્રિમોટીવ ગ્રુપ આદીમ જુથની જાતિના લાભાર્થીઓને એક દિવસના પચ્ચીસ આઈ.આર. પક્ષીઓનું એક એકમ આપવામાં આવશે. આ એકમ માટે એકમની કુલ કિંમત રૂ. ૧૮૦૦/- ના ૯૦ % ધોરણે સહાય આપવામાં આવશે. બાકીના પ૦% રકમ લાભાર્થીઓએ આપવાની રહેશે.
લાભાર્થીએ ત્રણ દેશી મરઘી (બ્રુડી હેન) તથા પાંજરુ રાખવા માટેના ઓટલાનું ખર્ચ મળી કુલ રૂ. ૧૮૦/- ભોગવવાના રહેશે.
સરકારશ્રીના ખેતી,વન અને સહકાર વિભાગના ઠરાવ નં.પીડીએસ/૧૫૭૮/૯૨૫૪૫ /આાર, તા. ૩/૬ /૧૯૭૫ થી આ યોજના અમલમાં છે.
મરઘાં પાલન વ્યવસાય ધ્વારા ઈડા અને માંસના રુપમાં પ્રોટીનયુકત આહારનું ઉત્પાદન થાય છે. ઉપરાંત બેરોજગાર, શિક્ષીત અર્ધ રોજગાર અને આર્થિક રીતે નબળા લોકો મરઘાં પાલનનો વ્યવસાય અપનાવી રોજગારી અથવા પૂરક આવક મેળવે છે. આવા લોકોને મરઘાં પાલન વ્યવસાય અપનાવવા પ્રોત્સાહન મળે તે હેતુંથી આ યોજના હેઠળ ૫૦ પક્ષીથી ૨૦૦ પક્ષી સુધીના એકમને સ્થાપવા નિયત ખર્ચના ૩૩ ૧/૩ ટકા ના દરે સહાય આપવામાં આવે છે. બાકીના ૬ ૬ ૨/૩ ટકા નાણાની રકમ મરઘાપાલકે પોતાની પાસેથી અથવા બેક ધિરાણ મારફતે મેળવવાની રહે છે. નાણાકીય સહાય ઉપરાંત જરુરી વિસ્તરણ પક્ષી અને તાંત્રિક સેવાઓ પણ, આ મરઘાં પાલકોને ઘર આંગણે મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. આ યોજનાનો અમલ શહેરી વિસ્તાર તેમજ તેની ત્રિજયાના ૧૦ કિલોમીટરના વિસ્તારમાં જ કરવામાં આવે છે.
મરઘાં એકમની કિંમત નાબાર્ડે નકકી કરેલ એકમ કિંમત પ્રમાણે ગણતરીમાં લેવાની રહે છે. આ યોજના હેઠળ એક રીપ્લેશમેન્ટ (ફેરબદલી) માટે પક્ષી ખરીદવા તેમજ આ પક્ષીઓ માટે ૨૬ અઠવાડીયાની ઉમર સુધી ખોરાક ખર્ચ માટે ૩૩ ૧/૩ ના દરે સહાય નાબાર્ડના ઢાંચા મુજબ મળે છે.
સહાયની શરતો નીચે પ્રમાણે છે
આદિજાતી વિસ્તાર પેટા યોજના વિસ્તારની બહાર વસતા આદિજાતીના લોકોને સહાય આપવાની યોજના : સરકારશ્રીના ખેતી, વન અને સહકાર વિભાગના ઠરાવ ક્રમાંક પીડીએસ/૧૦૮O/૪૪૭૦/આર-૧, તા. ૨૨/૪/૧૯૮૨ થી સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકોના ઉત્કર્ષની યોજના હેઠળ આદિજાતી વિસ્તાર બહાર વસતા આદિજાતી લાભાર્થીઓને નાબાર્ડે નકકી કરેલ એકમ કિંમતના પo % ના દરે સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ સહાયની શરતો સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકોના ઉત્કર્ષની યોજના મુજબ લાગુ પાડવામાં આવે છે.
રીપ્લેસમેન્ટ સહાય
આ યોજના હેઠળ સંકલિત ગ્રામ વિકાસ યોજના હેઠળ જે લાભાર્થીઓ સહાય મેળવવા પાત્ર થતા હોય તેવા લાભાર્થીઓને સંકલિત ગ્રામ વિકાસ યોજના હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકના ફંડમાંથી સહાય આપવામાં આવે છે. આ યોજના એટલે કે આર્થિક રીતે નબળા લોકોને સહાય આપવાની યોજના હેઠળ સંકલિત ગ્રામ વિકાસ યોજનાની નાણાંકીય મર્યાદા ઉપરાંત, એક રીપ્લેસમેન્ટ (ફેરબદલી) માટે સહાય મળવાપાત્ર થાય છે. ફેરબદલી માટે પક્ષીની ખરીદ કિંમત તથા પક્ષીની ૨૬ અઠવાડીયાની ઉમર સુધીના ખોરાકની કિંમત માટે નાબાર્ડ નકકી કરેલ એકમ કિંમતમાં જણાવ્યા પ્રમાણે સહાય મળવાપાત્ર છે.
મરઘાપાલન વ્યવસાયના સફળતાપૂર્વક સંચાલન માટે, મરઘાપાલકોને મરઘામાં થતાં સામાન્ય રોગોનું પ્રાથમિક જ્ઞાન હોવું અતિઆવશ્યક છે.
અત્રે કેટલાંક સામાન્ય રોગોની ટૂંકમાં માહિતી આપવામાં આવી છે. આ પ્રકરણનો હેતુ મરઘાપાલકોને પક્ષીમાં થતા સામાન્ય રોગો વિશે સમજણ આપવાનો છે. અન્યથા કોઈપણ પ્રકારના રોગચાળા વખતે, મરણ પ્રમાણ હોય કે હોય તો પણ પશુચિકિત્સકની સલાહ મુજબ અમલ કરવાનું ડહાપણ ભર્યું છે.
નીચે જણાવેલ પરિબળો રોગચાળા માટે કારણભુત બની શકે છે.
રોગના ફેલાવાના પ્રકાર મુજબ તેને બે ભાગમાં વહેચી શકાય.
ચેપી રોગો : પાણી, હવા સંસર્ગ તેમજ અન્ય માધ્યમો ધ્વારા એક પક્ષીમાંથી બીજા પક્ષીમાં રોગ ફેલાય છે.
બિનચેપી રોગો : જીવાણું-વિષાણું, પ્રજીવો, પરોપજીવીઓ, ફૂગના સીધા સંપર્કમાં આવતા જ પક્ષીઓ રોગનો ભોગ બને છે.
રોગના કારણો મુજબ મરઘાના રોગોનું નીચે મુજબ વર્ગીકરણ કરી શકાય.
વિષાણુથી થતા રોગો : વિષાણું એટલે ' વાયરસ ” રાનીખેત, મેરેકસ, ફાઉલપોક્ષ, ગમબોરો, ઈન્ફકશીયસ બ્રોન્કાઈટીસ, એગડ્રોપ સીન્ડ્રોમ, એવીયન લ્યુકોસીસ કોમ્પલેક્ષ (એ.એલ.સી.) વગેરે જેવા રોગો વાયરસથી થાય છે. આ રોગોની કોઈ દવા ઉપચાર નથી. પરંતુ તેની આડ અસરો અટકાવવા સારુ દવા કરવી જરુરી છે.
લક્ષણો
અટકાવ અને ઉપચાર:
ઉપરોકત મિશ્રણ ૧૦ મીલી. ૮૦ લીટર પાણીમાં ભેળવી આ પક્ષીઓને આાંતરે દિવસે રોગ કાબુમાં આવે ત્યા સુધી આપવાથી ફાયદો થયાનું નોંધાયેલું છે.
મેરેકસ : દરેક જુથના પક્ષીઓને આ રોગ લાગુ પડી શકે છે.
૪ થી ૧ર અઠવાડીયા દરમિયાન તે વધારે પ્રમાણમાં જોવા મળે છે. નાની ઉમરે એ રોગ લાગુ પડે છે તો મરણ પ્રમાણ ૬૦ % સુધી થઈ શકે છે. જયારે મોટી ઉમરે ૨૦-૨૪ અઠવાડીયા દરમિયાન તે મંદ પ્રકારનો હોય છે. જે દરમિયાન ૫ થી ૩૦ % સુધી મરણ પ્રમાણ થઈ શકે છે.
લક્ષણો -
અટકાવ અને ઉપચાર : એકવાર રોગ શરુ થયા પછી કોઈ સારવાર અસરકારક નથી.
ફાઉલ પોક્ષ (શિતળા) : બધી ઉમરના પક્ષીઓને આ રોગ થાય છે. નાની ઉમરના પક્ષીઓમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે.
લક્ષણો : ફાઉલપોક્ષ મુખ્યત્વે બે પ્રકારમાં જોવા મળે છે.
સુકો ફાઉલ પોક્ષ (ત્વચાનો પ્રકાર) : મરણ પ્રમાણ ઓછું જોવા મળે છે.
ભીના રુપનો ફાઉલ પોક્ષ : આ પ્રકારના મરણ પ્રમાણ ૫૦ ટકા સુધી પહોંચી શકે છે.
ગમ્બોરો : આ રોગ ઈન્ફકશીયસ બર્સલ ડીસીજ (આઈડીબી) તરીકે પણ ઓળખવામાં આવે છે. ગમ્બોરો નામ વધારે પ્રચલિત છે. ભારતમાં અને ગુજરાતમાં આ રોગ હવે જોવા મળે છે. આ રોગના કારણે પક્ષીમાં રોગ પ્રતિકારક શકિત બિલકુલ ઘટી જાય છે. રાનીખેત, કોકસી કે અન્ય રોગોનો હુમલો સામાન્ય બની જાય છે અને એ રીતે મરણ પ્રમાણ ઉચું જોવા મળે છે. બે અઠવાડીયા થી છ અઠવાડીયા સુધીના પક્ષીઓમાં આ રોગ સામાન્ય રીતે જોવા મળે છે. પરંતુ પુખ્ત ઉમરના પક્ષી પણ રોગના હુમલાનો ભોગ બની શકે છે. મરણ પ્રમાણ ૪૦ થી ૬૦ ટકા સુધી હોય છે. નાના બચ્ચામાં મરણ પ્રમાણ વધુ હોય છે.
લક્ષણો :
અટકાવ
એરીયન લ્યુકોસીસ કોમ્પલેક્ષ (એ.એલ.સી.)
મરેકસના રોગ જેવી બીમારી છે. સામાન્યત : મરેકસ નાની ઉમરના પક્ષીમાં થાય ત્યારે એ.એલ.સી. પુખ્ત ઉમરના પક્ષીઓમાં જોવા મળે છે. ફાર્મ વ્યવસ્થા તેમજ પોષણ મૂલ્યો યોગ્ય પ્રમાણમાં હોય તો આ રોગ વધારે નુકસાન કારક બની શકતો નથી.
લક્ષણો : આમ તો આ રોગના મુળ સાત પ્રકારો છે. નીચે જણાવેલ પ્રકારો જોવા મળે છે. વીસેરલ લિમફમેટોસીસ : – યકૃત ખુબ મોટુ થઈ જાય છે. લગભગ પેટનો આખો ભાગ આવરી લે છે.
વિસેરલ લિમ્ફમેટોસીસ: યકૃત ખુબ મોટું થઇ જાય છે લગભગ પેટના આખા ભાગને આવરી લે છે એટલે તેને "બીગ લીવર ડીસીસ” તરીકે પણ ઓળખવામાં આવે છે. – મુત્રપીંડ, અંડાશય, બરોળ પણ મોટું થઈ જાય છે.
મરેકસ (ન્યુરલ લિમફમેટોસીસ) : – મરેકસ રોગ મુજબ લક્ષણો જોવા મળે છે.
ઓકયુલર લિફમેટોસીસ (ગ્રે-આઈ) : - આંખોમાં અસર જોવા મળે છે. એક અથવા બનને આંખોમાં આાંધળાપણું જોવા મળે છે.
ઓસ્ટિઓપેટ્રોસીસ - હાંડકાઓમાંનો માવો અસર પામે છે. હાંડકાની જાડાઈ ઓછી વધતી રહે છે. પક્ષી લૂલ ચાલે છે.
આ સિવાય ઈફેકસીયસ બ્રોન્કાઈટીસ, ઈન્ફકસીયસ લેરીન્ગોટ્રેકાઈસસ, એગડ્રોપ સિન્ડ્રોમ, એપીડેમીકટ્રમર રોગ પણ જોવા મળે છે.
જીવાણું થી થતા રોગો
આ રોગો બેકટેરીયા-જીવાણું થી થાય છે. જીવાણથી થતા રોગોની જો સમયસર સારવાર કરવામા આવે તો તે અસરકારક સાબીત થાય છે. અગત્યના રોગ વિશે ટૂંકમાં ચર્ચા કરીએ.
લક્ષણો :
ફાઉલ કોલેરા : ૧૨ થી ૧૮ અઠવાડીયાના પક્ષીઓ વધારે સંવેદનશીલ હોય છે. અતીતિવ્ર પકારમાં કોઈપણ ચિન્હો વગર પક્ષી મૃત્યુ પામે છે. મૃત્યુનો દર ૫૦ ટકા સુધી પહોંચી શકે છે.
લક્ષણો
કોરાઈઝા : ભીના અને અસ્વચ્છ વાતાવરણમાં થાય છે. નાના ઉછરતા બચ્ચામાં ખાસ જોવા મળે છે.
લક્ષણો
કોલીબેસીલોસીસ : ઈ કોલાઈ નામના જીવાણથી આ રોગ થાય છે. સ્વચ્છતાનું ધોરણ નીચુ હોય ત્યાં આ રોગ મોટુ નુકશાન કરી શકે છે. રોગપ્રતિકારક શકિત ઓછી હોય કે પક્ષી વાયરસ રોગથી પીડાતું હોય ત્યારે પણ કોલીબેસીલોસીસ મરઘા પાલકને મુંજવણમાં મુકી શકે છે. બ્રોઈલર ફાર્મમાં આ રોગ મોટું નુકસાન કરી શકે છે. મરણ પ્રમાણ ૯૦ % સુધી પહોચે છે. તેના લક્ષણો નીચે મુજબ પ્રકારો પાડી શકાય.
ઓમફેલાઈટીસ (નાભી રોગ) : નાભી પર સોજો આવે છે. હેચરી માની અસ્વસ9તાના કારણે આ થઈ શકે છે. હેચીંગ પછી તુરત જ બચ્ચાને ખુબ ઠંડી કે ગરમી લાગે તો પણ આ રોગ થાય છે. બચ્ચા અશકત બની જાય છે. એકબાજુ ટોળે વળે છે. ઝાડા થઈ જાય છે. કાળજી લેવામાં ન આવે તો શરુઆતના પ દિવસમાં મરણ પ્રમાણ ઉચુ રહે છે.
એરસેકયુલાઈટીસ : સી.આર.ડી. (શરદી) જેવા રોગ સાથે આ પરિસ્થિતી સામાન્ય છે. એરસેક પર સફેદ થર જેવા ધાબા જોવા મળે છે. શ્વાસમાં તકલીફ પડે છે. વિકાસ વૃધ્ધી ખૂબ જ ધીમી હોય છે. ખોરાક ઉપાડે પણ વજન કે ઈડાનું ઉત્પાદન વધે નહી પરંતુ ઘટતું જાય છે.
કોલીગ્રેન્યુલોમા : આંતરડાની બાહય ત્વચા પર હદય તેમજ અન્ય અંગો પર સફેદ આવરણ સાથે ગાંઠો જોવા મળે છે.
ફાઉલ સ્પાઈરોકીટોસીસ (ટીક ફીવર) : ઈતરડી, મચ્છર મારફતે આ રોગ ફેલાય છે. લક્ષણો
અટકાવ
લક્ષણો
બોટયુલીઝમ : બગડેલા, કોહવાયેલા ખોરાક દાણા પક્ષી વગેરેથી આ રોગ થાય છે. લક્ષણો
બ્લેકોમ્બ : ૩૦ અઠવાડીયા સુધીના પક્ષીઓમાં આ રોગ થાય છે.
પ્રજીવો (પ્રોટોઝુઆ) થી થતાં રોગો : કોકસી નામના પ્રજીવાણુ કોકસીડીઓસીસ નામનો રોગ પેદા કરે છે. કોકસીડીયાની ૯ જાતો છે. જેમાંથી ૩ જાતો આંતરડામાં આ રોગ કરતી મુખ્ય જાતો છે. જયારે એક જાત (આઈમેરીઆાટેનેલા) અંધાત્ર (સીકમ) માં રોગ પેદા કરે છે. સામાન્ય રીતે અંધાત્રના કોકસીડીઓસીસ નો રોગ નાની ઉમરમાં ૨ થી ૫ અઠવાડીયામાં થાય છે. જયારે આંતરડાનો કોકસીડીઓસીસ મોટી ઉમરના પક્ષીઓમાં જોવા મળે છે. બ્રોઈલર પક્ષીમાં પ થી ૭ અઠવાડીયા દરમ્યાન પણ આાંતરડાનો કોકસી નોંધાયેલ છે. સ્વચ્છતાનું સ્તર નીચુ હોય ફાર્મ વ્યવસ્થા નબળી હોય તેવા ફાર્મમાં આ રોગ સામાન્ય અને પડકાર રુપ બને છે. ચોમાસામાં ભેજવાળા લીટરમાં આ રોગ થવાની સંભાવના વધારે હોય છે.
લક્ષણો
અટકાવ અને ઉપચાર
પરોપજીવીથી થતાં રોગો : આ જુથમાં આાંત : કૃમિ અને બાહય કૃમીઓનો સમાવેશ થાય છે. કોઈપણ ઉમરે કૃમી રોગનો સંભવ રહે છે. તે ખરાબ ફાર્મ વ્યવસ્થાનું પરીણામ છે. વિવિધ પ્રકારના અંતરડાના કૃમિ પક્ષીનો વિકાસ અટકાવે છે. ઉત્પાદન ઘટાડે છે તેમજ રોગનો સામનો કરવાની શકિત પણ ઘટાડે છે.
આાંત : પરોપજીવી (કરમીયા) - વારંવાર હગાર કરવી અને તે માટે કોશીશ કરવા છતાં હગાર બહાર ન નીકળવી, પાંખો નમી જવી.
બાહય પરોપજીવી : જુ, ઈતરડી તેમજ માંકડ, ચાંચડ, મચ્છર વગેરે મરઘાનું લોહી ચુસી નુકસાન પહોચાડે છે. વળી તે અમુક રોગોનું વહન પણ કરે છે.
અટકાવ
ફૂગથી થતાં રોગો : લીટર, ખોરાક ભેજના કારણે ફુગવાળા થવાથી એસ્પરજીલોસીસ (બ્રુડર ન્યુમોનીયા કે આફલોટોકસીકોસીસ) જેવા રોગની અસર પક્ષીમાં વરતાય છે.
લક્ષણો
અટકાવ
પોષકતત્વોની ઉણપથી થતા રોગો
મરઘાના શરીરની યોગ્ય વૃધ્ધી, વિકાસ તથા તંદુરસ્તી તથા ઉત્પાદન માટે મરઘા આહારમાં પુરતા પ્રમાણમાં વિટામીન તથા ખનીજ તત્વો હોવા જોઈએ. આ તત્વોની ઉણપ હોય તો ઉત્પાદન વૃધ્ધી પર માઠી અસર થાય છે. તેમજ રોગ થવાની શકયતા રહે છે. વીટામીન –એ, ડી, બી કોમ્પલેક્ષ, તેમજ વીટામીન - ઈ તથા કેલ્શીયમ, ફોસ્ફરસ, મેંન્ગોનીઝ, ઝીંક વગેરે ખનીજ તત્વો પક્ષીઓની તંદુરસ્તી તેમજ ઉત્પાદનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. એટલે આ બધી વસ્તુઓ ખોરાક મારફતે મળે તે માટે તકેદારી રાખવી જરૂરી છે.
અન્ય રોગો અને મુશ્કેલીઓ : ઈન્ફકશીયસ હેપેટાઈસીસ, હેમરેજીક સીન્ડ્રોમ, ફેટી લીવર, એકબાઉન્ડ, કોપબાઉન્ડ, કેનાબાલીઝમ, વગેરે બાબતે પણ મરઘા પાલકે જાણકારી મેળવી જાગૃત રહેવાની જરૂર છે.
રોગચાળાને અટકાવવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
રોગના નિદાન મુજબ યોગ્ય દવાથી ભલામણ મુજબ સારવાર આપો. વિરોધાભાસી દવાઓનો ઉપયોગ ન કરો.
સ્ત્રોત: આત્મા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/15/2019