অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઘઉંની તજજ્ઞતાઓ

આબોહવા

ઘઉં એ દરેક પ્રકારની આબોહવામાં થતો પાક છે. ભારતમાં ઘઉંનો વિસ્તાર મુખ્યત્વે સબટ્રોપિકલ પ્રદેશમાં છે. ઠંડો ભેજવાળો અને શિયાળાનો સૂર્યપ્રકાશ ઘઉંના પાકને ઘણો અનુકુળ છે. ઘઉંના પાકની સારી વૃદ્ધિ અને વિકાસ માટે

સરેરાશ ૨૦ સે. થી ૨૫ સે. તાપમાન જરૂરી છે. જેમાં બિયારણનો ઉગાવો અને વિકાસ માટે ૨૦ સે. થી ૨૫ સે. તાપમાન અને દાણા ભરવાના સમયે ૨૩ સે. થી ૨૫ સે. તાપમાન સારું પરિણામ આપે છે. ફૂલ અને દુધિયા દાણા આવવાની

અવસ્થાએ અતિશય વધારે અને નીચું તાપમાન નુકશાનરૂપ બની રહે છે. વાદળિયું વધારે ભેજવાળું હવામાન અને નીચું તાપમાન ગેરૂ રોગ માટે કારણભૂત બની રહે છે.

જમીન

ભારતમાં ઘઉં દરેક પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. ગોરાડુ અને મધ્યમ કાળી જમીનમાં ઘઉંનો પાક સારો થાય છે. સારા નિતારવાળી અને મધ્યમ ભેજ સંગ્રહશક્તિવાળી જમીન એ ઘઉંના પાક માટે આદર્શ હોય છે. છિદ્રાળુ અને વધારે નિતારવાળી જમીન તેમજ ભારે જમીન ઘઉંને અનુકૂળ આવતી નથી.

જમીનની તેયારી

કોઈપણ પાકમાં વધુ ઉત્પાદન મેળવવા માટે છોડની પૂરતી સંખ્યા જરૂરી | છે. છોડની પૂરતી સંખ્યા માટે બીજનો સારો ઉગાવો થવો જોઈએ. ચોમાસુ પાકની કાપણી પછી જમીનની પ્રત પ્રમાણે જમીનને લોખંડના હળથી ઉડી ખેડ કરી ચોમાસુ પાકના જડિયા વીણી લઈ ખેતરને સાફ કરવું. ત્યાર બાદ કરબની બે ખેડ કરી જમીન પાસાદાર બનાવવી. ચોમાસુ પાક વખતે છાણિયું ખાતર ન આપેલું હોય તો ૧૦-૧૫ ટન સારું કોહવાયેલું છાણિયું ખાતર આપવું. જો ભામિક જમીન હોય તો ચોમાસામાં અવશ્ય ૧.૫ થી ૨ ટન જીપ્સમ આપવું જોઈએ. ઘઉં વાવતા પહેલાં ઓરવણનું પાણી આપી વરાપ થયે જમીન ઘઉં વાવવા માટે તેયાર કરવી.

વાવણી સમય :ઘઉંના ઉત્પાદનમાં વાવણી સમય ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આપણા રાજ્યમાં શિયાળો ટૂંકો અને ઠંડીનું પ્રમાણ ઓછું રહે છે. આ સંજોગોમાં પ્રવર્તમાન પરિસ્થિતિનો મહત્તમ લાભ મેળવવા માટે સમયસર વાવણી કરવી ખૂબ જ જરૂરી છે. વાવણી સમયને ધ્યાનમાં લેતા તેને ત્રણ તબક્કામાં વહેંચવામાં આવે છે.

  • વહેલી વાવણી : વહેલી વાવણી અોકટોબરના બીજા પખવાડીયાથી લઈને નવેમ્બરના પ્રથમ પખવાડીયા દરમ્યાન કરવામાં આવે છે. તે વખતે રાત્રી અને દિવસનું સરેરાસ ઉષ્ણતામાન ઉંચુ હોવાથી દાણાના ઉગાવા પર વિપરિત અસર થતી હોઈ છોડની સંખ્યા અને ફૂટની સંખ્યા ઓછી જોવા મળે છે. જેથી ઉત્પાદનમાં ૧૮-૨૦ ટકા ઘટાડો થાય છે એટલે વહેલું વાવેતર સલાહભર્યું નથી.
  • સમયસરની વાવણી: નવેમ્બરનો મધ્ય ભાગ એટલે કે ૧૫-૨૫ નવેમ્બર દરમ્યાન કરવામાં આવતી વાવણીને સમયસરની વાવણી કહેવામાં આવે છે. રાજ્યમાં પ્રવતમાન શિયાળાનો મહત્તમ લાભ ઉઠાવી, મહત્તમ ઘઉં ઉત્પાદન મેળવવા માટે ઘઉંની વાવણી માટેનો આ શ્રેષ્ઠ સમયગાળો છે. આ સમયે રાત્રી અને દિવસનું સરેરાશ ઉષ્ણતામાન ૨૫ સે. ની આસપાસ હોય છે. જે ઘઉંના છોડના ઉગાવા માટે ખૂબ જ અનુકૂળ હોય છે. આ ઉપરાંત આ સમયે વાવેતર કરવાથી ફૂટ સમયે અને દાણા ભરવા સમયે ઉષ્ણતામાન નીચું રહેતું હોવાથી પાકની વૃદ્ધિ સારી થાય છે અને મહત્તમ ઉત્પાદન મળે છે.
મોડી વાવણી:૨૫ નવેમ્બર અને ૧૦ ડિસેમ્બર વચ્ચે કરવામાં આવતી વાવણીને મોડી વાવણી તરીકે ઓળખવામાં આવે છે. મોડી વાવણી કરવાથી ફૂટની અને ઉંબીમાં દાણાની સંખ્યા ઘટાડાની સાથે દાણા ભરવા સમયે ઉંચા ઉષ્ણતામાનના કારણે દાણા પૂરતા પોષાતા નથી અને ચીમળાઈ જાય છે. જેના પરિણામે મોડી વાવણીમાં સમયસરની વાવણી કરતાં ઉત્પાદનમાં લગભગ ૧૮ ટકાનો ઘટાડો થાય છે. આમ, વાવણી સમય ઉત્પાદકતામાં અગત્યનો ભાગ ભજવે છે. ઉપરોક્ત ત્રણે વાવણી સમયને ધ્યાનમાં રાખી ઘઉંની ભલામણ કરેલ જાતની પસંદગી કરવી. ઓક્ટોબર ૨૫ પહેલાં અને ડિસેમ્બર ૧૦ પછી ઘઉંની વાવણી પોષણક્ષમ રહેતી નથી.

લોહતત્વની ઉણપ

જમીન ચકાસણીના રીપોર્ટ આધારે જે જમીનમાં ઝીંક અને લોહતત્વની ઉણપ હોય તેવી જમીનમાં દર વર્ષે હેક્ટર દીઠ ૮ કિ.ગ્રા.ઝીંક સલ્ફટ અને ૧૫ કિ.ગ્રા. ફેરસ સ૯ફેટ વાવણી પહેલાં આપવું.

સારા ઉત્પાદન માટે ઘઉંની વાવણી સમયસર થાય એ જરૂરી છે. જો વાવણી ૨૫ નવેમ્બર પછી થાય તો ઘઉંનું ઉત્પાદન ૩૦ કિલો/હે/દિવસ ઘટે છે. ડાંગર-ઘઉંની ફેરબદલી પદ્ધતિમાં ઘઉંની વાવણી જમીનની તેયારી, અનિશ્ચિત વરસાદ અને પરંપરાગત રીતથી કાપણીની પ્રક્રિયા વગેરેથી મોડું થાય છે. કોઈપણ પ્રકારની જમીન તેયારી વગર, ડાંગરની કાપણી પછી તરત ઘઉંની વાવણી ડિલરની મદદથી કરવામાં આવે છે. જેનાથી જમીનની તેયારી માટે થતા ખર્ચના રૂા.૨૦૦૦ થી ૨૫૦૦ પ્રતિ હેક્ટરે બચાવી શકાય છે.

જમીનની તેયારી માટે સમય ના મળે તો શું કરવું

ખૂખીને વાવવું : બિયારણને પૂખીને ત્યારબાદ કરબ ફેરવીને બિયારણ પર માટીનું કવર કરી દેવું. આ પદ્ધતિમાં બિયારણ જમીનમાં સમાન રીતે વહેંચી શકાતું નથી અને તેનાથી બિયારણનો ઉગાવો ઓછો થાય છે અને ઉભા છોડ પણ અવ્યવસ્થિત થાય છે. બિયારણનો બગાડ વધારે થાય છે.

હળની પાછળ રહી હરોળમાં વાવવું : આ પદ્ધતિમાં બિયારણ હળની પાછળ ઉભા રહી હાથથી એક હરોળમાં નાંખવામાં આવે છે. આ પદ્ધતિ ખેડૂતોમાં વધારે પ્રચલિત છે. બિયારણ પ–૬ સે.મી. ઉંડે નાખવામાં આવે છે અને બિયારણનો ઉગાવો e IJP HƠì dò.

ડ્રિલર : આ પદ્ધતિમાં ડ્રિલર મશીનથી વાવેતર કરવામાં આવે છે. આ મશીનના ઉપયોગ માટે જમીન લેવલવાળી અને ઢેફા અને નિંદામણ વગરની રાખવી જરૂરી બને છે. આ મશીનથી બિયારણ સરખી ઉંડાઈએ પડે છે. જેનાથી બિયારણનો ઉગાવો પણ સારો અને વ્યવસ્થિત મળે છે.

ડિબલિંગ : જ્યારે બિયારણ મર્યાદિત હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. લાકડાનું કે લોખંડથી બનેલું સાધન જેને મેખ બેસાડેલ હોય તેવા સાધનથી ખેતરમાં કાણું પાડી તેમાં એક કે બે બીજ હાથથી નાખી વાવેતર કરવામાં આવે છે.

પદ્ધતિ

વિવિધ જાત : ઘઉંની લગભગ ૩૧૪ જેટલી જાતો ભારતના જુદા જુદા વિસ્તારોમાં પ્રચલિત છે. ગુજરાત રાજ્યમાં ઘઉંની ત્રણ જાતો ઉગાડવામાં આવે છે.

  • ટ્રીટ્રીકમ એસ્ટીવમ (પિયત)
  • ટ્રીટ્રીકમ ડયુરમ (બિન પિયત)
  • ટ્રીટ્રીકમ ડાયકોકમ (પોપટીયા)

બિયારણનો દર અને બીજની માવજત: એક હેક્ટર પિયત ઘઉંની વાવણી માટે ૧૦૦ થી ૧૨૦ કિ.ગ્રા. બિયારણ વાપરવું. ઘઉંનો દાણો મધ્યમથી નાનો હોય તો ૧૦૦ કિ.ગ્રા. અને મોટા

હેક્ટરે ૫૦ કિ.ગ્રા. બિયારણ વાપરવું. ઉધઈના અસરકારક નિયંત્રણ માટે ૧ કિલો બિયારણ દીઠ ૪.૫ મી.લી. ક્લોરપાયરીફોસ ૨૦ ટકા ઈસીની માવજત || આપવી જોઈએ. દવા હમેશા રાત્રે આપવી. ૧૦૦ કિલો બિયારણમાં પૂરતો ભેજ સચવાય તે માટે પ લીટર પાણીમાં દવાનું મિશ્રણ બનાવી પછી જ પટ આપવો. પાકને ઉગસૂકના રોગથી બચાવવા માટે એક કિ.ગ્રા. બિયારણ દીઠ ૪ થી ૫ ગ્રામ થાયરમ કેમપ્ટાન દવાનો પટ આપવો.

બીજની વાવણી અને વાવણી અંતર : ઘઉં વાવણીમાં બે હાર વચ્ચે ૨૨.૫ સે.મી.નું અંતર રાખીને બિયારણ પ થી ૬ સે.મી. ઉંડે પડે તે રીતે કરવી. બિનપિયત ઘઉં માટે બે હાર વચ્ચે ૩૦ સે.મી.નું અંતર રાખી વાવણી કરવી અને બીજ ભેજમાં પડે તે રીતે ઉંડે વાવવું. મોડી વાવણીના સંજોગોમાં ૧૮ સે.મી.નું અંતર રાખવું. જે વિસ્તારમાં વાવણી પહેલા જમીન સારી રીતે તેયાર કરી શકાય તેમ હોઈ ત્યાં પ્રથમ કોરોમાં વાવણી કરી પછી પિયત આપવું. આમ કરવાથી ઉગાવો પૂરેપૂરો મળે છે.

ઉધઈ નિયત્રણ માટે બીજ માવજત :જે વિસ્તારમાં ઘઉંના પાકમાં ઉધઈનો ઉપદ્રવ જોવા મળતો હોય ત્યાં ઘઉંને વાવતા પહેલાં વ૦૦ કિ.ગ્રા. બીજ દીઠ બાયફેન્ટીન ૨૦૦ મી.લી. પાંચ લીટર પાણીમાં ભેળવી બિયારણને પાકા ભોંયતળિયે અથવા પ્લાસ્ટીકના પાથરણામાં એક સરખી રીતે પાથરી દવાનું મિશ્રણ છાંટી, રબરના હાથમોજાં પહેરી બીજને બરાબર પટ આપી બીજા દિવસે વાવણી માટે ઉપયોગ કરવો.

બ્રિડર એ એવા બિયારણ છે જે છોડ સંવધકના સીધા નિયંત્રણમાં ઉછેરવામાં આવે છે જેમાંથી ફાઉન્ડશન બિયારણ થાય છે. આ ફાઉન્ડશન બિયારણનો પ્રયોગ અને અખતરા કરીને ખેતીવાડી અને યુનિવર્સિટીના પ્રાયોગિક કેન્દ્રમાં ઉત્પન્ન કરવામાં આવે છે.

સર્ટીફાઈડ બિયારણ માટે ફાઉન્ડેશન બિયારણનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં પ્રગતિશીલ ખેડૂતો બિયારણને અમૂક ધારાધોરણ હેઠળ બિયારણ ઉત્પાદન પ્રક્રિયા કરી બિયારણ ઉત્પન્ન કરે છે અને બિયારણ સર્ટીફાઈડ એજન્સી આ બિયારણને સર્ટીફાઈ કરે છે જેથી તેને સર્ટીફાઈડ બિયારણ કહે છે.

જ્યારે વાણાવરણ અનુકૂળ હોય અને વાવણી બિયારણની જાતને અનુસરીને કરવામાં આવી હોય તો પણ બિયારણ ઉગવામાં નિષ્ફળ જાય ત્યારે ખેડૂતોએ નાયબ ખેતી નિયામક, બિયારણ વિભાગ, કૃષિભવન, ગાંધીનગરનો સંપર્ક કરવો અથવા જે તે સ્થળના બિયારણ ઈન્સપેક્ટરનો સંપર્ક કરવો. જેમાં ખેડૂતોએ બિયારણ ખરીદેલ બિલ કે જે તે સાબિતિ બતાવવાની હોય છે.

હા, ખેડૂતો બીજ ઉત્પાદક બિયારણનો નમૂનો લઈને રાજ્ય બીજ ચકાસણી લેબોરેટરીમાં નજીવી ફી ભરીને ચકાસણી કરાવી શકે છે. તેમાં ઉગાવાનો દર, ભોતિક શુદ્ધતા, નિંદણના બિયારણની સંખ્યા વગેરે જાણી શકાય છે અને બીજ ઉત્પાદક આ માહિતીને બિયારણની થેલી પર લગાડી શકે છે.

બિયારણ અધિનિયમ ૧૯૬૬ અનવયે,

  • ખરાબ બિયારણ વેચવા માટે સજા : (૧) રૂ. ૫૦૦ નો દંડ પ્રથમ વખત (૨) ૬ મહિનાની જેલ અને ૧૦૦૦ રૂપિયા સુધીનો દંડ બીજી વખત
  • બ્રાન્ડ વગરનું બિયારણ અથવા રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ વગરના બિયારણની આયાત, વેચાણ, સ્ટોક, સપ્લાય કરે તો રૂ. ૫,૦૦૦ થી ૨૦,૦૦૦ સુધીનો દંડ અને ૬ મહિનાની જેલ.
  • બિયારણના પેકીંગ ઉપર બિયારણની ભૌતિક શુદ્ધતા, ઉગાવો, નિંદામણના બિયારણના ટકા અને અન્ય ભેળસેળના ટકાનું લેબલ ન હોય અથવા ખોટી માહિતી આપવામાં આવી હોય તો પણ ઉપર મુજબ સજાને પાત્ર છે.
  • બિયારણ બનાવતી કપનીને કાયદેસરની પ્રક્રિયા બાદ તેમાં સંડોવાયેલા જવાબદાર અધિકારીઓને સજા થાય છે.

કૃષિ ક્ષેત્રે કુદરતી સ્ત્રોતોનું ખૂબ જ મહત્વ છે. પરંતુ વધુ ઉત્પાદન મેળવવાની લાલસા ખેડૂતોને વધુમાં વધુ રાસાયણિક CN Wad Wad CN Wad Wad

ખાતરો, રોગ જીવાતનાશકો અને નિંદણનાશકોનો વધુ ઉપયોગ કરવા પ્રેરિત કરે છે. પરિણામે જમીનમાં રહેલા ફાયદાકારક જીવાણુંઓ વગેરેને ખૂબ જ નુકશાન થાય છે. જેથી જમીનની ફળદ્રુપતા ઘટતી હોય છે. સાથે ઘનિષ્ઠ પાક આયોજનના કારણ પણ જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. એકર દીઠ વધુ ઉત્પાદન મેળવવા માટે જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવી ખૂબ જ જરૂરી છે. આવી પરિસ્થિતિમાં જમીન અને પાકને જરૂરી પોષક તત્ત્વોનું સંકલિત વ્યવસ્થા દ્વારા આયોજન કરી જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવી ખૂબ જ જરૂરી બને છે. સાથો સાથ વાતાવરણને દુષિત કયા સિવાય વધુ ઉત્પાદન મેળવી શકાય છે. આ માટે ખેડૂતોને નીચે જણાવેલ મુદ્દાઓ વધુ ઉત્પાદન મેળવવામાં મદદરૂપ થશે.

આગોતરૂ આયોજન : સમયસરનું આયોજન ખેતીમાં ખૂબ જ મહત્વનું છે. શું કરવાનું છે, ક્યારે કરવાનું છે, શું શું જરૂરિયાત પડશે તે કેવી રીતે ક્યાંથી પૂરી થશે તે અંગેનું આગોતરૂ આયોજન કરી લેવું જરૂરી છે. જેથી પાકમાં બધા જ કાર્યો સમયસર થઈ શકશે. સમયસર લીધેલા પગલાંઓના પરિણામ સ્વરૂપે જમીનમાં જરૂરી તમામ પોષક તત્ત્વો જરૂરિયાત મુજબ વાપરી શકાશે.

જમીન અને પાણીની ચકાસણી: મોટાભાગે ખેડૂત મિત્રો જમીન અને પાણીની ચકાસણી કરાવતા નથી અથવા ચકાસણી કરાવી હોય તો તે મુજબ તેનો અમલ કરતા નથી. પરિણામે જમીનને જોઈતા પ્રકારના પોષક તત્ત્વો જરૂરી પ્રમાણમાં મળી શકતા નથી. તેના લીધે જમીનની ફળદ્રુપતા અને પાક ઉત્પાદનમાં ઘટાડો થાય છે. દા.ત. નાઈટ્રોજનયુક્ત ખાતરોનો વધુ પડતો વપરાશ રોગ જીવાતના ઉપદ્રવને વધારવાની સાથે સાથે જરૂરિયાત મુજબના પોષક તત્ત્વોની ઉપલબ્ધતા ઉપર પણ વિપરીત અસર કરતો હોય છે. જમીન અને પાણીની ચકાસણી કરાવીને પાક અને જમીનની જરૂરિયાત મુજબ પોષક તત્ત્વો વાપરવાથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો નોંધાશે નહી અને વધુ ઉત્પાદન મેળવવા ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

સામાન્ય રીતે જમીનમાં પોષક તત્વો જાળવી રાખવા કઈ કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ ?

પાક ફેરબદલી :જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા પાક ફેરબદલી એ મહત્વનો મુદ્દો છે. એક પાક વારંવાર લેવાથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. સાથોસાથ તે પાકમાં રોગ-જીવાત પણ વધુ આવે છે. તેની સીધી અસર ઉત્પાદન ઉપર પડતી હોય છે.

લીલો પડવાશ:કૃષિમાં સજીવ ખેતીને અપનાવી જમીન અને વાતાવરણ બંનેની સાચવણી કરી શકાય તેમ છે. લીલો પડવાશ જમીનમાં કાબનિક પદાર્થ તથા પોષક તત્ત્વોની માત્રામાં વૃદ્ધિ કરે છે. લીલા પડવાશ માટે એવા પાકની પસંદગી કરવી જોઈએ કે જે ઓછી ફળદ્રુપતાવાળી જમીનમાં પણ વાતાવરણમાં રહેલ નાઈટ્રોજન સ્થિર કરવાની ક્ષમતા ધરાવતો હોય. વળી, એના મૂળમાં વધારે ગ્રંથિઓ હોવી જોઈએ કે જેથી વધારે જીવાણુંઓ તેમાં રહી શકે. લીલા પડવાશનો પાક ઝડપથી વૃદ્ધિ કરે તેવો પસંદ કરવો, જેથી સમયસર તેને જમીનમાં દાટી શકાય અને અન્ય ખાતરોનો ખૂબ જ ઓછો ઉપયોગ કરવાની જરૂરિયાત પડશે.

સેન્દ્રિય ખાતરો :છાણિયું ખાતર અને કમ્પોસ્ટ ખાતર જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે. સેન્દ્રિય ખાતરોના ઉપયોગથી જમીનની ભેતિક, રાસાયણિક પ્રક્રિયા અને જેવિક સ્થિતિમાં સુધારો થાય છે. હમેશા સારું કહોવાયેલું ખાતર વાપરવું જોઈએ. આવું ખાતર વાપરવાથી નાઈટ્રોજન, ફોસ્ફરસ તથા પોટાશની સાથો સાથ સૂક્ષ્મતત્ત્વો પણ મળતા હોય છે. આ પોષક તત્ત્વો પાકને ધીમે ધીમે મળતા હોય છે. તેથી તેની અસર લાંબા સમય સુધી ટકી શકે છે. આના ઉપયોગથી જમીનની પોષક તત્ત્વો લેવાની તથા પાણી રોકવાની ક્ષમતામાં વધારો થઈ શકે છે. આવા ખાતરો વાપરવાથી જમીનમાં રહેલા જીવાણુંઓને જોઈતા પ્રકારનું ભોજન મળી રહે છે. તેથી તેના જીવાણુંઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે. લગભગ ૧૦ થી ૧૫ ટન સારું કહોવાયેલું છાણિયું ખાતર વાવણીના ચાર થી છ અઠવાડિયા પહેલાં આપવું.

જૈવિક ખાતરો : જીવાણુંયુક્ત ખાતરનો ઉપયોગ કરવાથી જમીનમાં ઉપયોગી જીવાણુંઓની વૃદ્ધિ થાય છે. આ જીવાણુંઓ પાકોના મૂળમાં ગાંઠો બનાવી વાતાવરણમાં રહેલા નાઈટ્રોજનને સ્થિર કરવાનું કામ કરે છે. આવા જીવાણુંયુક્ત ખાતરો અલગ અલગ નામોથી મળતા હોય છે. દા.ત. રાઈઝોબિયમ કઠોળ પાકો માટે એઝેટોબેક્ટર ધાન્ય પાકો જેવા કે ડાંગર, જુવાર, બાજરી, જવ, ઓટ વગેરે પાકો માટે એઝોસ્પાઈરીલમ બિન કઠોળ પાકો માટે (ડુંગળી, ડાંગર, કપાસ, શેરડી વગેરે પાકો) અને ફોસ્ફોબેક્ટીરિયમ (ફોસ્ફરસયુક્ત જીવાણું) ખાતર જમીનમાં ફોસ્ફરસની ઉપલબ્ધતાને વધારે છે. આ ખાતરના ઉપયોગથી નાઈટ્રોજનની સાથે સાથે જમીનની ફળદ્રુપતામાં સુધારો થાય છે. સંશોધનના પરિણામો સૂચવે છે કે આવા જીવાણુંયુક્ત વિવિધ ખાતરોના ઉપયોગથી ઉત્પાદનમાં ૨૦ થી ૨૫ ટકા સુધી વધારો થઈ શકે તેમ છે. સાથો સાથ આ જેવિક વનસ્પતિજન્ય પદાર્થો/ગ્રોથપ્રમોટરો) જેવા કે વનવૃદ્ધિ/એન.પી.બી. ટેકનોલોજી તેમજ ફોસ્ફરસ રીસર્ચ ઓર્ગેનિક મેન્યુઅલ/વમીંકમ્પોસ્ટ, સેન્દ્રિય ખાતરો, રોક ફોસ્ફરસ પણ વાપરી શકાય.

રાસાયણિક ખાતરોનો સંતુલિત વપરાશ : વધુ ઉત્પાદન મેળવવાની લાલસામાં ખેડૂતો વધુ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતા જોવા મળે છે. તેથી જમીનમાં રહેલ જીવાણુંઓને ખૂબ જ નુકશાન થાય છે. પરિણામે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે અને પાકને પોષકતત્ત્વો જરૂરી માત્રામાં મળી શકતા નથી. રાસાયણિક ખાતરનો ઉપયોગ જે તે પાકમાં ભલામણ મુજબ કરવો જોઈએ. જેથી જમીનની ફળદ્રુપતાને કોઈ આડઅસર થશે નહીં. એક સાથે વધુ જથ્થામાં રાસાયણિક ખાતરો વાપરવા જોઈએ નહીં. દા.ત. નાઈટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરોને બે થી ત્રણ વખત વાપરવાથી તેનો લાભ વધારે થાય છે. ફોસ્ફરસ અને પોટાશ ખાતરો જમીનમાં સ્થિર થઈ જાય છે. તેથી તેનો ઉપયોગ વાવણી સમયે કરવો જોઈએ.

રાસાયણિક ખાતરો યોગ્ય પ્રમાણમાં આપવાથી જમીનમાં ખૂટતા પોષક દ્રવ્યોને પૂરા પાડી શકાય છે. ખાસ કરીને નાની જાતની વધારે ઉત્પાદન આપતી જાતો માટે રાસાયણિક ખાતરો ઉપયોગી બને છે.

પ૦ ક્વિનટલ ઘઉંના પાકના ઉત્પાદનથી ૧૦૦-૧૫૦ કિલો નાઈટ્રોજન, ૭૦-૮૦ કિલો ફોસ્ફરસ અને ૧૨૫ થી ૧૫૦ કિલો પોટાશ વપરાઈને જમીનમાંથી ઓછું થાય છે.

આપણી જમીન સાવત્રિક રીતે નાઈટ્રોજનની ઉણપ ધરાવે છે. પરંતુ ફોસ્ફરસ અને પોટાશમાં સ્થળે સ્થળે પરિસ્થિતિ જુદી જુદી હોય છે જે કુદરતી પોષણ તત્વો અને અગાઉ આપેલા ખાતરના ઈતિહાસ પર આધાર રાખે છે. જે તે જમીનની ચકાસણી બાદ ખાતર વાપરવાની ભલામણ છે.

જરૂરી પોષક તત્વોનો જરૂરી માત્રામાં વપરાશ : જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે વધુ ઉત્પાદન મેળવવા માટે જમીનની ચકાસણીના આધારે બધાં જ પોષક તત્વોનો સંતુલિત માત્રામાં ઉપયોગ કરવો જોઈએ. કોઈપણ એક પોષક તત્વોનો વધારે ઉપયોગ કરવાથી પોષકતત્ત્વોની ઉપલબ્ધતામાં અસમાનતા ઉદભવતી હોય છે. તેના કારણે જમીનની ફળદ્રુપતા ઘટવા લાગે છે અને પાક પોષક તત્ત્વોનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકતો નથી એટલે ખેડૂત મિત્રોએ મુખ્ય પોષક તત્ત્વો જેવા કે નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશની સાથે સાથે ગેોણ પોષક તત્વો જેવા કે ઝીંક, બોરોન, કેલ્શીયમ, સ૯ફર, લોહતત્વો વગેરેનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. ટૂંકમાં જમીનની ફળદ્રુપતા જાળવવા તથા વધુ ઉત્પાદન મેળવવા માટે સંકલિત પોષણ વ્યવસ્થા જમીન પૃથ્થકરણ મુજબ અપનાવવી જરૂરી છે.

પ્રશ્ન  ઘઉંમાં કઈ રીતે પાક ફેરબદલી કરવી જોઈએ ?

ગુજરાતમાં મુખ્યત્વે મગફળી-ઘઉં, મકાઈ-ઘઉં, ડાંગર-ઘઉં અને તુવેર-ઘઉં પાક પદ્ધતિ અપનાવવામાં આવે છે. બિનપિયત પરિસ્થિગિતિમાં પડતર પછી ઘઉં પાક લેવામાં આવે છે. ક્યારેક ઓછા સમયગાળાનો કઠોળ પાક લીધા પછી ઘઉં પાક લેવામાં આવે છે.

પ્રશ્ન  ઘઉં માટે પોષણ વ્યવસ્થા જાળવી રાખવા કઈ રીતે  અને જેટલા પ્રમાણમાં ખાતર આપવું?

ઘઉં પાકમાં જમીન તેયાર કરતી વખતે હેક્ટરે ૧૦ થી ૧૫ ટન છાણિયું ખાતર જમીનમાં ભેળવી દેવું. વાવણી વખતે હેક્ટરે ૬૦ કિલો નાઈટ્રોજન અને ૬૦ કિલો ફોસ્ફરસ તેમજ ૬૦ કિલો નાઈટ્રોજન વાવણી પછી ૨૧ દિવસે પાણી આપ્યા બાદ પૂર્તિ ખાતર  તરીકે આપવું

પ્રશ્ન જમીનમાં પોટાશની ઉણપ જણાય તો શું કરવું?

જમીનમાં પોટાશ અને સૂક્ષ્મતત્ત્વોનો ઉણપ જણાય તો જમીન ચકાસણી અહેવાલ મુજબ ખાતર આપવાં. જૂનાગઢ ખાતેના સંશોધનના પરિણામોને આધારે તારણ કાટેલ છે કે મધ્યમ કાળી ચુનાવાળી અને મધ્યમ પોટાશ ધરાવતી જમીનમાં મગફળી (ખરીફ)-ઘઉં(રવિ પાક પદ્ધતિમાં ઘઉંના પાકને હેક્ટરે ૩૦ કિલો પોટાશ (૧૫ કિલો પાયાના ખાતર તરીકે અને ૧૫ કિલો ૩૦ દિવસે) આપવાથી આશરે ૨૦ ટકા વધુ ઉત્પાદન મળે છે તેમજ તે પછીની સિઝનમાં મગફળીના પાક ઉત્પાદનમાં પણ ફાયદો નોંધાયેલ છે.

પ્રશ્ન જમીનમાં જસતની ઉણપ જણાય તો શું કરવું?

જસતની ઉણપ જણાય તો હેક્ટરે ૨૦ થી ૩૦ કિલો ઝીંક સલ્ફટ પાયાના ખાતર તરીકે વાવણી વખતે જમીનમાં આપવું. સરદાર કૃષિનગર ખાતે લેવામાં આવેલ અખતરાના પરિણામો પરથી જણાયેલ છે કે એઝેટોબેક્ટર અને ફોસ્ફોબેકટેરિયમ કલ્યરના વપ પેકેટ ઘઉંના ૧૨૦ કિલો બીજને પટ આપીને વાવેતર કરવાથી ૨૫ ટકા નાઈટ્રોજન અને પ૦ ટકા ફોસ્ફરસયુક્ત ખાતરની બચત કરી શકાય.

બિનપિયત ઘઉંના વાવેતર વિસ્તારમાં હેક્ટરે ૨૦ કિલો નાઈટ્રોજન વાવણી સમયે જમીનમાં ઓરીને આપવું. ક્ષારયુક્ત યા ભામિક જમીનમાં જમીનની નિતારશક્તિ વધારવા માટે દર વર્ષે ચોમાસામાં હેક્ટરે એક ટન જીપ્સમ ઉમેરવું જોઈએ.

પ્રશ્ન  અલ્કલાઈન જમીન અને એસિડીક જમીન માટે શું કરવું?

અલ્કલાઈન માટે જીપ્સમથી જમીનની માવજત કરવી જ્યારે એસિડીક જમીનમાં ચૂનાથી જમીનમાં માવજત કરવી.

છોડને કયા કયા પોષક તત્વોની જરૂરિયાત હોય છે ?

છોડને પોતાના વિકાસ માટે લગભગ ૧૬ જેટલા જરૂરી તત્વોની જરૂરિયાત હોય છે. કાબન, હાઈડ્રોજન અને ઓક્સિજન એ કુદરતી રીતે છોડમાં રહેલા તત્ત્વો છે તેમજ નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ એ છોડ માટે પ્રાથમિક જરૂરિયાતના તત્વો છે. કેલ્શિયમ, મેગનેશિયમ અને સલફર એ છોડ માટે બીજા તબક્કાના જરૂરિયાતના તત્વો છે.

પ્રશ્ન પોષક તત્વોની ઉણપના લક્ષણો ક્યાં ક્યાં છે ?

છોડમાં આયન, ઝીંક, મેંગેનીઝ, કોપર, બોરોન, મોલિબન્ડેનમ અને ક્લોરિન આ તત્ત્વો ખૂબ જ ઓછા પ્રમાણમાં જરૂરી છે.

પોષક તત્વોની ઉણપના લક્ષણો કયા કયા છે ? છોડના નીચેના ભાગના પાન પીળા પડી જાય છે અને બાકીનો ભાગ ઓછો લીલો થઈ જાય છે.

મેગનેશિયમ : છોડનો વિકાસ ધીમો પડી જાય છે અને છોડનો રંગ આછો પીળો પડી જાય છે અને નવા પાન પર પીળા અને ઘાટા ટપકાં પડી જાય છે.

ફોસ્ફરસ:  છોડના નાના પાન લાલાશ-જાંબલી રંગના થઈ જાય છે. પાંદડાની આગળનો ભાગ સૂકાઈ જાય છે અને જૂના પાંદડા કાળા પડી જાય છે. દાણાનું ઉત્પાદન ઘટી જાય છે.

 

પોટાશ : જૂના પાનની ધાર સૂકાઈ જાય છે અને પાંદડાની વચ્ચે આવેલ રેસાઓ પીળા પડી જાય છે. સલ્ફર : નવા પાંદડા આછા પીળા આવે છે અને છોડનો વિકાસ અટકી જાય છે. બોરોન : મૂળ અને થડનો વિકાસ ઓછો થાય છે. નવા ફણગાનો વિકાસ અટકીને રૂંધાઈ જાય છે. કોપર : વિકાસ રૂંધાય છે, પાંદડા સંકોચાઈને વળી જાય છે અને ખરી પડે છે.

મેંગેનીઝ : વિકાસ ધીમો પડે છે. નવા પાન આછા પીળા પડે છે અને પાંદડાના રેસામાં પીળાશ આવી જાય છે. કાળા અને સૂકા ટપકાં પડે છે. ફળ અને ફૂલ થતાં નથી. પાંદડા, શૂટ અને ફળ સાઈઝમાં નાના રહે છે.

મોલિબડેનમ : જૂના પાન પીળા પડે અને આખો છોડ આલો લીલો પડી જાય છે. પાંદડા સાંકડા થઈ સૂકાઈ જાય છે. ઝીંક : નવા પાંદડામાં રેસાની મધ્યો પીળાશ આવી જાય છે. પ્રશ્ન ખાતરનો ઓછો ઉપયોગ કરવા શું કરવું?

રાસાયણિક ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ માટે ઘઉં વાવતા પહેલાં બિયારણને જેવિક ખાતર જેવા કે એઝેબેક્ટર અને પી.એસ.બી. કલ્યર (દરેકના ૩૦ ગ્રામ / કિ.ગ્રા. બિયારણ) ની બીજ માવજત આપવાથી નાઈટ્રોજનનો ૨૫ ટકા અને ફોસ્ફરસનો પ૦ ટકા બચાવ કરી શકાય છે.

નાઈટ્રોજનયુક્ત ખાતરની કાર્યક્ષમતા વધારવા માટે નીમકોટેડ યુરિયા વાપરવું. યુરિયાને લીંબોળીના ખોળ અને અથવા માટી (૫:૧) સાથે મિશ્રણ કરીને આપવું અથવા લીંબોળીના તેલનો પટ આપવાથી પણ યુરિયાની કાર્યક્ષમતા વધારી શકાય છે. સંકલિત પોષણ વ્યવસ્થા અનવયે રાસયણિક ખાતરનો બચાવ કરતાં પ૦ ટકા નાઈટ્રોજન, છાણિયા ખાતર અને એરડાના ખોળ દ્વારા આપવો જોઈએ. અઝોલા (૪ ટકા નાઈટ્રોજન) પાયાના ખાતર તરીકે આપવાથી પ૦ ટકા નાઈટ્રોજનની બચત કરી શકાય છે. જે ખોળ કરતાં પણ સસ્તો પડે છે.

પ્રશ્ન જમીનમાં કયા કયા તત્ત્વોની ઉણપ હોઈ શકે અને તેને માટે કયું ખાતર કે માવજત આપવી ?

જમીન ચકાસણીના રિપોર્ટ આધારે જે જમીનમાં ઝીંક અને લોહતત્ત્વની ઉણપ હોય તેવી જમીનમાં દર વર્ષે ૮ કિ.ગ્રા. ઝીંક સ૯ફેટ અને ૧૫ કિ.ગ્રા. લોહતત્વ (ફેરસ સ૯ફેટ) વાવણી પહેલાં આપવું. સંજોગોવસાત જમીનમાં ઝીંક અને ફેરસ સ૯ફેટ આપી શકાયું ન હોય તો બજારમાં ઉપલબ્ધ સરકાર માન્ય માઈક્રોન્યુટ્રીએન્ટ ગ્રેડ-૪ નું એક ટકાનું દ્રાવણ ઉભા પાકમાં વાવણીના ૩૦, ૪૦ અને પ૦ દિવસે છાંટવાથી પાકની વૃદ્ધિ સારી થશે તેમજ ઉત્પાદનમાં ૧૧.૧૭ ટકા જેટલો વધારો થશે. સલ્ફરની ઉણપ માટે સુપર ફોસફેટ અથવા એમોનિયમસ૯ફેટ ખાતરની માવજત આપવી.

પ્રશ્ન જેવિક ખાતરનો ઉપયોગ કયારે અને કેવી રીતે કરવો ?

પિયત ઘઉંમાં નાઈટ્રોજન ખાતરની ભલામણ ૧૨૦ કિ.ગ્રા. નાઈટ્રોજનની છે. જેમાં એઝટોબેક્ટર/એઝોસ્પારયરીલમ બેકટેરીયા જે હવામાંથી તત્ત્વરૂપ નત્રવાયુનું સ્થિરીકરણ કરી જમીનમાં નાઈટ્રોજન ઉમેરે છે. જેથી નિયંત્રિત માવજન (કલ્યર ન આપેલ પ્લોટ) કરતાં ૮ થી ૧૦ ટકા ઉત્પાદન વધુ મળે છે.

ઘઉંના બીજને વાવતા પહેલાં પ્રવાહી જેવિક ખાતર એઝોસ્પારયરીલમ લીપોફેરમ (એએસએ-૧) ના કુલ ૧ લીટર પ્રવાહી કલ્યરને પાંચ લીટર પાણીમાં દ્રાવણ બનાવી (વ કિલો બીજ દીઠ ૧૦ ગ્રામ કલ્યાર) ૧૦૦ કિલો બીજને માવજત આપી છાંયામાં સૂકવી બીજે દિવસે વાવેતર કરવું જેનાથી હવામાંનું નાઈટ્રોજનનું સ્થિરીકરણ થઈ પાકને નાઈટ્રોજન ખાતર ઉપલબ્ધ થાય છે.

ઘઉંના પ્રમાણસર વિકાસ માટે દરેક અવસ્થાએ પાણીનું અથવા ભેજનું પ્રમાણ જમીનમાં જરૂરી છે. ઘઉંના પાકની કટોકટીની અવસ્થાએ પાણીની ખેંચ ના પડે તેની કાળજી રાખવી.

કટોકટીની અવસ્થાએ :

મુકુટ મૂળ અવસ્થા : ઉભા પાકને પહેલું પિયત ૧૮ થી ૨૧ દિવસે આપવું જ્યારે નાની જાતની હાઈબ્રીડ જાતમાં ૨૦ થી ૨૫ દિવસે પિયત આપવું. પિયતમાં મોડું કરવાથી ફૂટમાં અસમાનતા, મૂળના વિકાસમાં ઘટાડો અને આખરે દાણા ભરાવા અને ઉત્પાદનમાં ઘટાડો થાય છે.

ફૂટ અવસ્થા : ૩૫ થી ૪૦ દિવસે જ્યારે નાની જાતની હાઈબ્રીડ જાતમાં ૪૦ થી ૪૫ દિવસે પિયત આપવું. ગાભે આવવાની અવસ્થા : ૫૦ થી ૫૫ દિવસે જ્યારે નાની જાતની હાઈબ્રીડ જાતમાં ૭૦ થી ૭૫ દિવસે પિયત આપવું.

ફૂલ અવસ્થા :૬૫ થી ૭૦ દિવસે પિયત આપવું. જ્યારે નાની જાતની હાઈબ્રીડ જાતમાં ૯૦ થી ૯૫ દિવસે પિયત આપવું. આ અવસ્થામાં પિયતની નિષ્કાળજી, દાણા (સાઈઝ અને નબર) માં ઘટાડો કરે છે.

દૂધિયા દાણા અવસ્થા : ૭૫ થી ૮૦ દિવસે પિયત આપવું. પોંક અવસ્થા :

૯૦ થી ૯૫ દિવસે પિયત આપવું. જ્યારે નાની જાતની હાઈબ્રીડ જાતમાં ૧૦૦ થી ૧૧૫ દિવસે પિયત આપવું. ઉપરોક્ત પિયતની કટોકટીની અવસ્થાઓ પૈકી કોઈપણ એક અવસ્થાએ પિયત ચૂકી જવાથી ઉત્પાદનમાં સાથક ઘટાડો થાય છે. દાણામાં પોપટીયાપણું (સફેદ દાગ)નું પ્રમાણ ઘટાડવા અને ચળકાટ વધારવા માટે છેલ્લું પિયત પોંક અવસ્થાએ આપી દેવું. ત્યારબાદ પિયત આપવું નહીં.

પાકની કઈ કઈ અવસ્થાએ પિયત આપવું અનિવાય છે ?

  • પહેલું પિયત મુકુટ અવસ્થાએ અને ફૂટ અવસ્થાની વચ્ચે આપવું.
  • બીજું પિયત ગાભે આવવાની અવસ્થાએ આપવું.
  • ત્રીજું પિયત દૂધિયા દાણા આવવાની અવસ્થા પૂરી થવા આવે ત્યારે આપવું.

જ્યારે ફક્ત એક જ પિયત આપી શકાય તેમ હોય તો મુકુટ મૂળ અવસ્થા પૂરી થયે પિયત આપવું. જ્યારે ખેડૂત બે પિયત આપી શકતો હોય તો એક પિયત મુકુટ મૂળ અવસ્થાએ અને બીજું ફૂલ આવવાની અવસ્થાએ આપવું. મુકુટ અવસ્થા ઘઉં માટે ઘણી અગત્યની અવસ્થા છે. આ અવસ્થાથી જેટલા અઠવાડિયા પિયત આપવામાં મોડા થાય તે પ્રમાણે દરેક અઠવાડિયે લગભગ ૨-૩ ક્વિન્ટલ/હેક્ટર ઘઉંનું ઉત્પાદન ઓછું થાય છે.

ઘઉંના પાકમાં કુવારા પદ્ધતિથી પિયત આપવાથી ૩૧ ટકા પિયતના પાણીનો બચાવ થાય છે અને સાથે ૧૮ ટકા ઉત્પાદન વધારે મેળવી શકાય છે.

 

નિંદણ નિયંત્રણ

આધુનિક ખેતી પદ્ધતિમાં પાક ઉત્પાદનમાં વિવિધ પરિબળો પેકી નિંદણ નિયંત્રણ એ એક અગત્યનું પરિબળ છે. ઘઉંનો પાક શિયાળુ પાક હોઈ તેની વાવણી ૧૫ ડિસેમ્બર દરમ્યાન કરવામાં આવે છે. સામાન્ય રીતે ડિસેમ્બર માસમાં વાવવામાં આવેલ ઘઉંમાં નિંદણનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ગુજરાતમાં ઘઉંને અનુકૂળ જમીન તથા જમીનમાં ભેજની ઉપલબ્ધી પ્રમાણે વાવણી પ્રથાઓ અમલમાં છે. ઘણું ખરૂ ઓરવણ કરીને વાવવાની પ્રથા વધુ પ્રચલિત છે. ઓરવણના પાણી સાથે મોટા ભાગના નિંદણ ઉગી નીકળતા હોઈ ઓરવણ પદ્ધતિમાં નિંદણનો પ્રશ્ન ગંભીર બનતો નથી. ઓછી ભેજ સંગ્રહશક્તિવાળી જમીનમાં પ્રથમ પિયત વહેલું આપવું પડે છે. પરિણામે કોરાટે વાવેતરમાં જમીન ઉપર ભેજનું પ્રમાણ વધુ રહેવાથી નિંદામણોની સંખ્યા અને વિકાસ વધુ પ્રમાણમાં થાય છે. ઘઉંના પાકમાં સામાન્ય રીતે ચીલ, ચીલ-બિલાડો, ડુંગળો, મેથીયું, લુણી, ચીટો, ધરો, ભુમશી, ડીડીયું, ગુલ્લીદંડા, જવાસિયા તથા હાથીપગો જેવા નિંદણ ઉગે છે. ઘઉંના પાકમાં શરૂઆતના ૩૦ થી ૪૦ દિવસના સમયગાળા દરમ્યાન કોઈપણ પદ્ધતિ અપનાવી નિંદણ અટકાવવું જોઈએ.

નિંદણ ઘઉંના ઉત્પાદનમાં ૨૦ થી ૨૫ ટકા જેટલો ઘટાડો કરે છે. જે વિસ્તારમાં શ્રમજીવીઓ પૂરતા પ્રમાણમાં રાહત દરે મળી રહેતા હોય ત્યાં પાક જ્યારે નાનો હોય ત્યારે વાવણી બાદ ૨૦ અને ૪૦ દિવસે હાથથી નિંદામણ કરવું પરંતુ જ્યાં શ્રમજીવીઓની ખેંચ હોય ત્યાં પ્રિ-ઈમરજન્સ તરીકે પેન્ડીમીથીલીન નિંદામણનાશક દવા ૩.૩ લીટર/હેક્ટર મુજબ ૬૦૦ લીટર પાણીમાં ઓગાળી (૧૦ લિટર પાણીમાં પ૫ મી.લી.) ઘઉંની વાવણી કર્યા બાદ ૨૪ કલાકમાં જમીનની સપાટી ઉપર પૂરતો ભેજ હોય ત્યારે ફલેટ ફેન નોઝલવાળા સપ્રેયરથી દવાનો એકસરખો છટકાવ કરવો.

પેનડીમીથીલીન દવા સમયસર ન છાંટી શક્યા હોય તો ઉભા પાકમાં ૨-૪ ડી (સોડીયમ સોલ્ટ) નિંદામણનાશક દવા ૧.૨૦૦ કિ.ગ્રા./ હેક્ટર મુજબ ૧૦૦૦ લીટર પાણીમાં ઓગાળી (૧૦ લીટર પાણીમાં ૧૨ ગ્રામ) પાક જ્યારે ૨૫ થી ૩૦ દિવસનો થાય ત્યારે છટકાવ કરવો. દવા છાંટીને તુરત પિયત આપવાની કે પિયત આપ્યા પછી તુરત દવા છાંટવાથી પરિણામ સારું મળતું નથી. ઘઉં અને રાયડાનો મિશ્ર પાક લીધેલ હોય તો કોઈપણ સંજોગોમાં ૨, ૪-ડી દવાનો ઉપયોગ કરવો નહીં. ઉભા પાકની આજુબાજુકપાસ, તમાકુ તથા ટામેટાં જેવા સંવેદનશીલ પાકો વાવેલા હોય તો ૨,૪-ડી દવા વાપરવી હિતાવહ નથી.

ઘઉંના પાકમાં અસરકારક અને પોષણક્ષમ નિંદણ નિયંત્રણ માટે ૨, ૪-ડી ને બદલે મેટસલ્ફયુરોન મીથાઈલ ૪ ગ્રામ/હેક્ટર પ્રમાણે વાવણી બાદ ૨૫ દિવસે નિંદણો ઉપર છાંટવાથી પણ અસરકારક રીતે નિંદણ નિયંત્રણ કરી શકાય છે.

ઘઉં માટે ભયજનક નવતર નિંદણગુલ્લી દંડા': ઉત્તર ભારતમાં ઘઉંમાં થતું ગુલ્લીદંડા જેને અંગ્રેજીમાં “ફેલારીસ માઈનોર” કહેવામાં આવે છે. આ ગુલ્લીદંડા નિંદણનો પગપેસરો ગુજરાતમાં થઈ ચુક્યો છે. ગુલ્લીદંડાને સ્થાનિક લોકો “ ક્રૂસીયું’ અથવા બાજરીયું નામથી ઓળખે છે. આ નિંદણ પંજાબથી આવતા હાર્વેસ્ટર સાથે અને ઘઉંના બિયારણ મારફત આપણે ત્યાં પહોંચ્યું હોય એવું લાગે છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના, આણદ કેન્દ્ર ખાતે કાર્યરત અખિલ ભારતીય નિંદણ નિયંત્રણ યોજનાના સતત સઘન સર્વેક્ષણ દરમ્યાન ગુજરાત રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા તથા ખેડા જિલ્લાના કેટલાક ગામોમાં ઘઉંના પાક ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે.

આ નિંદણને ગુજરાતમાં અન્ય વિસ્તારમાં ફેલાતું અટકાવવા માટે સવેળા નક્કર પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં ખાસ કરીને ડાંગર પછી ઘઉંનો પાક લેવામાં આવતા વિસ્તાર માટે હરિયાણા અને પંજાબ રાજ્યની માફક આપણે પણ મોટી સમસ્યા ઉભી થવાની શક્યતા રહેલી છે.

ગુલ્લીદંડા નિંદણ વધુ ઠંડી પડતા એટલે કે ૧૦૦ થી ૧૫૦ સે. ઉષ્ણતામાનના ગાળમાં ઉગી નીકળે છે. નિંદણના છોડ શરૂઆતમાં ઘઉંના છોડ જેવા જ દેખાવમાં હોય છે. આથી શરૂઆતના તબક્કામાં ઓળખવા મુશ્કેલ બને છે અને જ્યારે ડૂડી  નીકળે છે ત્યારે જ ઘઉંના છોડથી જુદો પડે છે. આ નિંદણ ઘઉં કરતાં મોડું ઉગે છે અને ઝડપથી વૃદ્ધિ પામે છે. પરિણામે છેલ્લે તેની ઉંચાઈને લીધે જુદુંતરી આવે છે.

ડિસેમ્બર માસમાં વાવવામાં આવતા ૩ઉંના પાકમાં તેનો ઉગાવો અને વિકાસ વધુ થતો હોય છે. તેની ડૂડી નાની તેમજ તેનો આકાર બાજરીના ડૂડાને મળતો આવે છે તેનું કદ અને આકાર ગુલ્લી જેવો હોવાથી “ગુલ્લીદંડા’ તરીકે ઓળખવામાં આવે છે. ગુલ્લીદંડાની એક કંટીમાં આશરે ૪૫૦ જેટલા બીજ હોય છે. ઘઉં પાકતા અગાઉ બે થી ત્રણ અઠવાડિયા પહેલાં આવે છે. ગુલ્લીદંડાના બીજ પરિપક્વ થઈ જમીન પર ખરી પડે છે. જે બીજે વર્ષે અનુકૂળ આબોહવા મળતા ખેતરોમાં ઉગી નીકળે છે.

પ્ર. ૧ ગુલ્લીદંડા નિંદણને કેવી રીતે ઓળખશો ?

ગુલ્લીદંડા ઘઉંના છોડને મળતું આવતું હોવાથી શરૂઆતની અવસ્થામાં તેને ઓળખવું મુશ્કેલ બને છે. છતાં થડ, પાન, ફૂટ અને ડૂડીના પ્રકાર પરથી ઓળખી શકાય છે. ઘઉંના પાનનો રંગ પીળાશ પડતો લીલો હોય છે. જ્યારે ગુલ્લીદંડાના થડનો રંગ સહેજ રતાશ પડતો હોય છે. ઘઉંના પાનનો રંગ ઘાટો લીલો જોવા મળે છે. જ્યારે ગુલ્લીદંડાનો પાનનો રંગ આછો લીલો હોય છે. ઘઉંના છોડમાં ફૂટ સીધી અને ડાળી વગરની જ્યારે ગુલ્લીદંડાના છોડમાં ફૂટ થજથ્થામાં અને ડાળીવાળી હોય છે. ઘરમાં | ડૂડી વહેલી આવે છે. જ્યારે ગુલ્લીદંડામાં ઘઉં પછી ડૂડી મોડી નીકળે છે. ઘઉંમાં ડૂડીનો L આકાર સીધો, જ્યારે ગુલ્લીદંડીમાં આકાર ઈંડા જેવો લંબગોળ હોય છે. ઘઉંના બીજ કદમાં મોટા, જ્યારે ગુલ્લીદંડાના બીજ કદમાં ઘણા નાના હોય છે. ઘઉંના બીજનો રંગ આછો બદામી હોય છે, જ્યારે ગુલ્લીદંડાના બીજનો રંગ ઘાટા બદામીથી કાળો હોય છે. પાકવાની અવસ્થાએ ગુલ્લીદંડાના છોડની ઉંચાઈ ઘઉંના છોડ કરતાં વધુ હોય છે.

ઘઉંનો પાક સામાન્ય રીતે ઓછા જોખમવાળો કે સલામત પાક તરીકે જાણીતો છે. તેનું કારણ રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી જાતો છે. પરંતુ ઘણી વખત આ પાકમાં પિયતનો બિનસમજદારી પૂર્વક ઉપયોગ, નાઈટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરોનો વધારે પડતો વપરાશ તેમજ જૂની સ્થાનિક જાતોના વાવેતરને લીધે રાજ્યની હાલની આબોહવામાં રોગો જીવાતો પાક પર આક્રમણ કરીને ઉત્પાદનમાં માઠી અસર પહોંચાડે છે. ઘઉંના પાકમાં પાન અને થડનો ગેરૂ , પાનનો સૂકારો, કાળી ટપકી, ઢીલો અંગારીયો જેવા રોગો અને ઉધઈ, લીલી ઈયળ, ગાભિમારાની ઈયળ તેમજ ખપેડી જેવી જીવાતો મુખ્ય છે. તેની ઓળખ તેમજ નિયંત્રણના પગલાં અત્રે સૂચવેલ છે.

થડનો ગેરૂ : આ રોગના લક્ષણો મુખ્યત્વે થડ તેમજ પાન અને ઉંબી પર જોવા મળતો હોય છે. રોગની / શરૂઆતમાં થડ ઉપર ઘાટા બદામી રંગના ગેરૂ કરતાં જાડા, લાંબા (મોટા) છૂટાછવાયા / ઉપસેલા ચાઠા પડે છે જે રોગની તીવ્રતા વધતા એકબીજા સાથે ભળી જઈ સહેલાઈથી / નજરમાં આવે તેવા લાંબા ઘાટા કથ્થાઈ રંગથી કાળા રંગમાં ફેરવાઈ જાય છે. જેથી આ/ ગેરૂને કાળો ગેરૂ કહેવામાં આવે છે. રોગની તીવ્રતા વધતાં ચાઠા ઉંબી પર પડે છે. / ચાઠામાંથી પવન દ્વારા રોગકારક ફૂટના બીજાણું દૂર દૂર સુધી ફેલાતા હોય છે અને રોગ થઈ શકે તેવી જાતોમાં રોગ કરતા હોય છે. આ રોગના કારણે દાણા ચીમળાયેલા અને વજનમાં હલકા રહે છે.

નિયંત્રણ : આ રોગના નિયંત્રણ માટે ભલામણ કરેલ રોગપ્રતિકારક શક્તિ ધરાવતી જાતો જેવી કે જી.ડબલ્યુ-૩૨૨, જી.ડબલ્યુ૨૭3, જી.ડબલ્યુ-૪૯૬, જી.ડબલ્યુ-૩૬૬, જી.ડબલ્યુ-૧૭૩ અને જી.ડબલ્યુ-૧૧૩૯નું વાવેતર કરવું. આ રોગ માટે આગોતરા પગલા ભરવા જરૂરી છે

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate