કૃષિ વિકાસ યોજના અંતર્ગત સ્થાનિક ખેડૂતોને આપવામાં આવતી સબસિડી/ ફાયદાઓ
- ખેડૂત પોતાની જમીનમાં ટિસ્યુકલ્ચર કેળાની રોપણી કરે તો વિભાગ દ્વારા @ ૫૦% સબસિડી, 0.૨૦ થી ૦૨.૦૦ હેકટરની મર્યાદામાં.
- મશરૂમ યુનિટના નિર્માણ માટે લગતી સામગ્રી જેવીકે બિયારણ, પી. પી. પ્લાસ્ટિક બેગ (૧૮” x ૫”), ફોરમાલીન, પરાણ, ૨૦’ x ૪’ બ્લેક પ્લાસ્ટિક બેગ, સ્પ્રે પમ્પ, જ્યુટ ગુણી બેગ, કેરેટ ડ્રમ, પેકિંગ, સોયો, ગુણી સ્ટીચિંગ આદિ પર @ ૫૦% સબસિડી.
- ખેતીને લગતી મશીનરી પાવર ટીલર ની ખરીદી ઉપર @ ૫૦% સબસિડી.
- ટ્રેકટર સાથે જોડાતા ઓજાર જેવા કે પ્લાવ, કલ્ટીવેટર, લેવલર, રોટાવેટર, વિગેરે સાધનોની ખરીદી ઉપર @ ૫૦% સબસિડી.
- કૃષિ મશીનરી/ સાધન સામગ્રી જેવી કે રોટરી ટીલર, ચેન શો, અર્થ, ઓર્ગર, ભાત/ નિંદણ કાપવાનું મશીન, બ્રાંચ કટર અને છોડના પ્રોટેકશનના સાધનો જેવા કે મોટો સ્પ્રે પમ્પ, બેટરી સ્પ્રેયર ઉપર ૫૦% સબસિડી.
- ખેડૂતો પોતાના ઉધાન/ બગીચા જેવાં કે આંબા, ચીકુ, નાળિયેરી, જમરૂખ વિગેરે માં ટપક સિંચાઇ પધ્ધતિ લગાવે તો એક હેકટરે રૂપિયા ૫૦,૦૦૦/- ની મર્યાદા, શાકભાજીમાં ટપક સિંચાઇ પધ્ધતિ લગાવે તો @ ૫૦% સબસિડી બે હેકટર એરિયાની મર્યાદા તથા કુવારા પધ્ધતિ લગાવવા માટે @ ૫૦% સબસિડી / રૂપિયા ૧૫,૦૦૦/- ની મર્યાદા તથા ખેડૂત સિંચાઇ માટે ના HDPE પાઇપની ખરીદી કરે તો @ ૫૦% સબસિડી/ રૂપિયા ૧૦,૦૦૦/- ની મર્યાદા.
- ખેડૂત પોતાની જમીન ફરતે તાર ખૂટાની ઘેરાબંધી કરે તો @ ૫૦% સબસિડી.
- ખેડૂત તાડપત્રીની ખરીદી કરે તો તેના ઉપર @ ૫૦% સબસિડી રૂપિયા ૨,૦૦૦/- ની મર્યાદા.
ઉપરોક્ત સબસિડી/ ફાયદાઓ વિભાગ દ્વારા પસંદ થયેલા ખેડૂતોને જરૂરી પુરાવાઓ રજૂ કર્યા પછી સરકાર શ્રી ના નિયમોનુસાર વર્ષ દરમિયાન રૂપિયા ૧,૦૦,૦૦૦/- ની મર્યાદામાં ‘વહેલા તે પહેલા ના ધોરણે’ આપવામાં આવશે. તથા વિસ્તૃત માહિતી માટે ક્ષેત્રિય કૃષિ કાર્યાલય, કૃષિ વિભાગ, ફોર્ટ એરિયા, મોટી દમણ નો સંપર્ક કરવો.
નોંધ: સબસિડી અંતર્ગત કરવા આપેલું કાર્ય / સાધન સામગ્રી / મશીનરી અથવા સેવા માત્ર પ્રાધિકારી એજન્સી/ ડીલર દ્વારા નિર્મિત કાર્યને જ રાખવામાં આવશે.
- વિભાગ દ્વારા હાઇબ્રીડ અને ઉચ્છ ગુણવતા વાળા રીંગણા, ટામેટાં, મરચાં, કોબી, ફ્લાવર, બીટ આદિ શાકભાજી ના રોપાઓ તૈયાર કરી ખેડૂતોને ન્યૂનતમ કિંમતે પૂરા પાડવામાં આવે છે.
- વિભાગ દ્વારા સ્થાનિક ખેડૂતોને ખેતી સબંધિત કાર્યો માટે ન્યૂનતમ ભાવ થી ટ્રેકટર સહ સાધન આપવામાં આવે છે.
- વિભાગ દ્વારા સ્થાનિક ખેડૂતોને ખેતી સબંધિત વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન પૂરું પાડવા કૃષિ નિષ્ણાંતો દ્વારા ટ્રેનીંગ શીબિરનું આયોજન તેમજ રાજ્ય બહાર પ્રવાસનું આયોજન કરવામાં આવે છે.
કૃષિ અનુભાગ, જીલ્લા પંચાયત, ઢોલર, મોટી દમણ દ્વારા દમણ દ્વારા સ્થાનિક ખેડૂતોને આપવામાં આવતી સબસિડી/ ફાયદાઓ
- નાના-સીમાંત ખેડૂતોને બિયારણ, ખાતર, જંતુનાશક દવા, ખેત ઓજાર, સ્પ્રેયર પંપ, સ્ટોરેજ બીન અને ખેતીને લગતી મશીનરીનું @૫૦% સબસિડીમાં વિતરણ.
- નાના-સીમાંત ખેડૂતોને બિયારણ મિનિકોટ નું @૧૦૦% સબસિડીમાં નિ:શુલ્ક વિતરણ.
- નાના-સીમાંત ખેડૂતોને બગાયતી કલમો, અર્ગેનિક ખાતર અને જૈવિક કીટનાશી દવાઓનું @૧૦૦% સબસિડીમાં નિ:શુલ્ક વિતરણ.
- ખેતીને લગતી મશીનરી જેવી કે ટ્રેકટર, પાવર ટીલર ની ખરીદી ઉપર રૂપિયા ૪૫,૦૦૦/- ની સબસિડી.
- ખેતીને લગતી મશીનરીનું જેવી કે ટ્રેલર, રોટોવેટર, ટેન્કરની ખરીદી ઉપર રૂપિયા ૩૦,૦૦૦/- ની સબસિડી.
- ટ્રેકટર સાથે જોડાતા ઓજાર જેવા કે પ્લાવ, કલ્ટીવેટર, રિજર, લેવલર વિગેરે સાધનોની ખરીદી ઉપર રૂપિયા ૧૫,૦૦૦/- સબસિડી.
- આ સિવાય ખેડૂત પોતાની જમીનમાં મધમાખી ઉછેર, અળશિયા ના ખાતરનું યુનિટ, મશરૂમ યુનિટ, રોપા ઉછેર નર્સરી, નવું બગાયત ફાર્મ, જમીન સુધારણ, પોલ્ટ્રી યુનિટ, બાયો ગેસ પ્લાન્ટ, પેક હાઉસ, ફાર્મ સ્ટોરેજ ઘર, સોલાર ફેંસીગ જેવી પ્રવૃતિ કરે તો તેના ઉપર વિભાગ દ્વારા સબસિડી આપવામાં આવે.
- વિભાગ દ્વારા હાઇબ્રીડ અને ઉચ્છ ગુણવતા વાળા રીંગણા, ટામેટાં, મરચાં, કોબી, ફ્લાવર, બીટ આદિ શાકભાજી ના રોપાઓ તૈયાર કરી ખેડૂતોને ન્યૂનતમ કિંમતે પૂરા પાડવામાં આવે છે.
- વિભાગ દ્વારા સ્થાનિક ખેડૂતોને ખેતી સબંધિત કાર્યો માટે ન્યૂનતમ ભાવ થી ટ્રેકટર સહ સાધન આપવામાં આવે છે.
- વિભાગ દ્વારા સ્થાનિક ખેડૂતોને ખેતી સબંધિત વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન પૂરું પાડવા કૃષિ નિષ્ણાંતો દ્વારા ટ્રેનીંગ શીબિરનું આયોજન તેમજ રાજ્ય બહાર પ્રવાસનું આયોજન કરવામાં આવે છે.
ઉપરોક્ત સબસિડી/ ફાયદાઓ સ્થાનિક ખેડૂતોને જરૂરી પુરાવાઓ રજૂ કર્યા પછી સરકાર શ્રી ના નિયમોનુસાર જથ્થો ઉપલબ્ધ હોય ત્યા સુધી ‘વહેલા તે પહેલા ના ધોરણે’ આપવામાં આવશે. તથા વિસ્તૃત માહિતી માટે કૃષિ અનુભાગ, જીલ્લા પંચાયત, ઢોલર, મોટી દમણ નો સંપર્ક કરવો.
કૃષિ વિભાગ દ્વારા નવી સ્કીમ “જમીન નું આરોગ્ય પત્રક”
કૃષિ વિભાગ, દમણ સ્વયં માટી નો નમૂનો એકત્રિત કરી રહ્યા છે. છતાં પણ દમણ ના સ્થાનિક ખેડૂતોને નમ્ર વિનંતિ કરવામાં આવે છે કે તમારી જમીન નો નમૂનો લેવા માટે ખાડો ખોદશો એટલે “V” આકાર થશે. આ વી આકારના ખાડાની કોઈ પણ એક કિનારીએથી ૨ થી ૩ સે. મી. જાડાઈનું પડ સળંગ ૯ ઈંચ સુધી ઉતારી માટી ભેગી કરતા જાવ. આ રીત પ્રમાણે ૫ થી ૬ જગ્યાએથી માટી તગારામાં / ડોલમાં ભેગી કરતા જાવ. એક કિલો માટી રહે ત્યારે તેને સારી પ્લાસ્ટિક ની કોથળીમાં ભરી લેવી. અને ક્ષેત્રિય કૃષિ કાર્યાલય, કૃષિ વિભાગ, ફોર્ટ એરિયા, દમણ માં મોકલી આપવા થી તમારી જમીન નું આરોગ્ય પત્રક / રિપોર્ટ બનાવી આપવામાં આવશે.
નોંધ: સંઘ પ્રદેશ દમણ અને દીવ પ્રશાસન, કૃષિ વિભાગના બ્રોશર માટે અહીં ક્લિક કરો
સ્ત્રોત: સંઘ પ્રદેશ દમણ અને દીવ પ્રશાસન, કૃષિ વિભાગ