ભારતમાં સોયાબીનનું વાવેતર આશરે ૭૬ લાખ હેકટરમાં થાય છે. ભારતમાં મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કર્ણાટક એ સોયાબીન ઉગાડતા મુખ્ય રાજ્યો છે. ગુજરાત રાજ્યમાં મુખ્યત્વે ચોમાસામાં દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં સોયાબીનનું વાવેતર કરવામાં આવે છે. આ ઉપરાંત સોયાબીનનું વાવેતર સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વિસ્તારમાં થાય છે. સોયાબીનના દાણામાં ૪૦ થી ૪૨ ટકા પ્રોટીન અને ૧૮ થી ૨૨ ટકા તેલ હોય છે. આમ પ્રોટીન અને તેલની માંગને પહોંચી વળવા સોયાબીન પાક મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. માણસોને પોતાના આહારમાં ઊંચી ગુણવત્તાવાળું પ્રોટીન તત્ત્વ મળી રહે તેમજ નિરોગી અને તંદુરસ્ત શરીર રહે તે માટે પોતાના ખોરાકમાં સોયાબીનનો ઉપયોગ ગુજરાતમાં દિનપ્રતિદિન વધવા લાગ્યો છે. સોયાબીનમાંથી દૂધ, દહીં, દાળ, લોટ, સોયામીટ જેવા પ્રોટીનયુક્ત ખોરાક બનાવી શકાય છે. સોયાબીનનું તેલ ખોરાક ઉપરાંત વેજીટેબલ ઘી, સાબુ, વર્નિસ તેમજ જંતુનાશક દવાઓ બનાવાવમાં પણ વપરાય છે. સોયાબીનનો ખોળ પશુ આહાર માટે ઉત્તમ છે. દૂધાળા પશુઓને ખાણદાણમાં સોયાબીનનો ખોળ આપવાથી દૂધ ઉત્પાદનમાં વધારો થાય છે. તેમજ પશુની તંદુરસ્તી સારી રહે છે. સોયાબીનનો પાક જમીનની ફળદ્રુપતા વધારવામાં પણ અગત્યનો ભાગ ભજવે છે. તેના મૂળ ઉપર આવેલી ગંડિકાઓમાં રાઈઝોબિયમ નામના બેકટેરીયા રહે છે જે હવામાં રહેલ મુક્ત નાઈટ્રોજન જમીનમાં ઉમેરી જમીનની ફળદ્રુપતા વધારે છે. આમ સોયાબીન એ મનુષ્ય, પશુ અને જમીન એમ ત્રણેયને તંદુરસ્ત રાખે છે. આ ઉપરાંત સોયાબીન ટુંકા ગાળાનો અને ઓછા વરસાદે પાકતો પાક હોય, ઓછા વરસાદવાળા વિસ્તાર અનુકૂળ છે.
સોયાબીન પાકનું વધુ ઉત્પાદન મેળવવા માટે ખેત સામગ્રીઓ પૈકી બીજ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ખેડૂતોને વાવેતર માટે સુધારેલી જાતોનું સારી જનીનિક અને ભૌતિક શુદ્ધતાવાળુ તેમજ સારી છૂરાશક્તિ ધરાવતું પ્રમાણિત બીજ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય એ પાયાની જરૂરિયાત છે. સોયાબીન એ સ્વપરાગિત પાક છે તેથી સોયાબીનનો પ્રમાણિત બીજ ઉત્પાદન કાર્યક્રમ મોટા પાયા પર ખૂબ ઓછા એકલન અંતરથી સહેલાઈથી લઈ શકાય છે. બીજ ઉત્પાદ પ્લોટમાં બિયારણની આનુવંશિક અને ભૌતિક શુદ્ધતા જળવાઈ રહે તે માટે સોયાબીનનો પ્રમાદિત બીજ ઉત્પાદન કાર્યક્રમ, બીજ પ્રમાદાન એજન્સીના તાંત્રિક કર્મચારીઓની દેખરેખ નીચે લેવામાં આવે છે. જે માટે સોયાબીનના બીજ પ્લોટની નોંધણી ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી, અમદાવાદની કચેરીએ કરાવવી જરૂરી છે. જે ખેડૂતોએ સોયાબીનના પ્રમાણિત બિયારણાનું વેચાણ પોતે બજારમાં જાતે ન કરવા ઈચ્છતા હોય, તેઓએ સરકારી, સહકારી કે રજીસ્ટર્ડ થયેલ ખાનગી સંસ્થાઓપેઢીઓ મારફત બીજ ઉત્પાદન કાર્યક્રમ લઈ શકે છે જેથી પ્રસારિત થયેલ બિયારણની વેચાણ વ્યવસ્થા તે સંસ્થા પોતે કરે છે. જો ખેડૂતો આધુનિક ખેતી પદ્ધતિનો અભિગમ અપનાવીને બીજ ઉત્પાદન કાર્યક્રમ લે તો ચોક્કસ વધુ ઉત્પાદન મેળવી, સારી આવક કમાઈ શકે છે. સોયાબીન પાકના પ્રમાણિત બીજ ઉત્પાદન કાર્યક્રમમાં બિયારણની આનુવંશિક અને ભૌતિક શુદ્ધતા જળવાઈ રહે માટે બીજની વાવણીથી બિયારણ તૈયાર થાય ત્યાં સુધીમાં નીચેની કાળજી લેવાની થતી હોય છે.
સોયાબીન પાકની નોટિફાઈડ થયેલ જાતોનું બીજ પ્રમારાન, ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી, અમદાવાદની કચેરી દ્વારા કરવામાં આવે છે. આ માટે નિયત ફૉર્મ એજન્સીની મુખ્ય પેટા ચેરીએથી મેળવી, જરૂરી ફી ભરી, બીજ પ્રમાદાન માટે દર વર્ષે ૧૫મી જુલાઈ સુધીમાં બીજ પ્લોટની નોંધણી કરાવવાની હોય છે.
કોઈપણ. પાકમાં પ્રમાણિત બીજ ઉત્પાદન કાર્યક્રમ લેવા માટે નોટિફાઈડ થયેલ સુધારેલી, સંકર જાતની પસંદગી કરવી જરૂરી છે. રાજ્યની કૃષિ યુનિવર્સિટી દ્વારા ગુજરાતમાં સોયાબીન પાકની નીચેની સુધારેલી જાતોનું વાવેતર કરવા માટે ભલામણા. કરવામાં આવે છે.
ગુજરાત સોયાબીન-૧ : આ જાત ગુજરાતમાં ઓછા અનિયમિત વરસાદવાળા વિસ્તાર ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વાવેતર માટે ભલામણા કરવામાં આવે છે. આ જાતની ઊંચાઈ ૬પ થી ૩૦ સે.મી. જેટલી થાય છે અને ૧૦થી ૧૫ દિવસે પાકી જાય છે. જાંબલી રંગના ફૂલ અને મધ્યમ કદના પીળા રંગના દોરા ધરાવતી આ જાતમાં તેલનું પ્રમાણા ૨૨ ટકા જેટલું છે. આ જાતનું સરેરાશા. હેક્ટરે ૧૬ કિ.ગ્રા. દાણાનું ઉત્પાદન મળે છે.
ગુજરાત સોયાબીન ૨ : આ જાતની દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવે છે. આ જાતની ઊંચાઈ ૧૦ થી ૧૧૦ સે.મી. જેટી. થાય છે અને ૧પ થી ૧૧ દિવસે પાકે છે. મોટા કદના પીળા રંગના. દાણા વાળા આ જાતમાં તેલનું પ્રમાણ ૨૪ ટેકા જેટલું હોય છે. આ જાત સરેરાશ હેક્ટરે ૧૩ કિ.ગ્રા. દાણા નું ઉત્પાદન આપે છે.
જે. એસ.- ૩૩૫: આ જાતનું ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં વાવેતર માટે ભલામારા કરવામાં આવે છે. આ જાતની ઊંચાઈ ૪પ થી પ સે. મી. હોય છે. જાંબલી રંગના ફૂલ અને મધ્યમ કદના પીળા રંગના દાણા હોય છે. આ જાત ૯૫ થી ૧૦ દિવસે પાકી જાય છે. આ જાત પાકી ગયા પછી પણ લાંબો સમય ખેતરમાં ઊભી રહે તો દાણા ખરી પડતા ન હોવાથી ખેડૂતોમાં પ્રચલિત થયેલ છે.
જી. જે.એસ.-૩ : આ જાત સૌરાષ્ટ્ર વિસ્તાર માટે વધુ અનુકૂળ છે. આ જાતની ઊંચાઈ ૪પ થી પ૦ સે.મી. જેટલી થાય છે. આ જાતમાં પાકવાના સમયે શીંગોમાંથી દાણા ખરતા નથી. આ જાતની પાકેલી શીંગોનો રંગ પીળો હોય છે. આ જાતમાં ૧૪ દાણાનું સરેરાશ વજન ૧૪.૨૮ ગ્રામ જેટલું હોય છે. આ જાત ૯૫ થી ૧૪ દિવસે પાકી જાય છે.
જમીનની પસંદગી અને પ્રાથમિક તૈયારી:સોયાબીન વિવિધ પ્રકારની જમીનમાં થઈ શકે છે. પરંતુ સોયાબીનનો પાકે મધ્યમ કાળી સારા નિતારવાળી ઊંચા સેન્દ્રિય તત્વ ધરાવતી જમીનમાં ખૂબ જ સારા પ્રમાણમાં થાય છે. જમીન તૈયાર કરતી વખતે જૂનું ગળત્યુ છાણીયું ખાતર હેક્ટર દીઠ ૮ થી ૧૦ ટૅન જમીનમાં સારી રીતે ભેળવવું અથવા ચાસમાં ભરવું જેથી જમીનની ભૌતિક સ્થિતિ સુધરતા, ભેજસંગહ શક્તિ અને ફળદ્રુપતામાં વધારૉ થાય છે અને પાકનું ઉત્પાદન વધુ મળે છે. આગળની ઋતુના પાકના અવશેષો વીણી, એકાદ બે ઊંડી ખેડ કરી, કરબ મારી જમીન સમતલ અને ભરભરી બનાવવી. જે પ્લોટ જમીનાં બીજ ઉત્પાદન કાર્યક્રમ લેવાનો હોય, તે જમીનમાં આગળની સીઝન-વર્ષમાં સોયાબીનની કોઈપણ જાતનું વાવેતર કરેલ ન હોવું જોઈએ એ બીજની શુદ્ધતા જાળવવા માટે ખૂબ જ જરૂરી છે.
બીજનું પ્રાપ્તિ સ્થાન:સોયાબીન પાકની સુધારેલી જાતોનું સર્ટિફાઈડ અને ફાઉન્ડેશન કશાનું બીજ ઉત્પન્ન કરવા માટે અમે ફાઉન્ડેશન એન બ્રીડરે કક્ષા ના બીજની જરૂરિયાત રહે છે. ફાઉન્ડેશન સીડર કક્ષાનું બીજ ધારાધોરણ મુજબની જનીનિક શુદ્ધતા, ભૌતિક શુદ્ધતા, રાશક્તિ અને જરૂરી ટેગ ધરાવતું હોવું જરૂરી છે. આવું શીડર કક્ષા નું બીજ, તેલીબિયા સંશોધન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, અમરેલી પાસેથી ખરીદવું જયારે ફાઉન્ડેશન કક્ષા નું પ્રમાણિત બીજ, ગુજરાત રાજ્ય બીજ નિગમ, રાષ્ટ્રીય બીજ નિગમ, ગુજકોમાસોલ, રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ અગર તો અન્ય પ્રાઈવેટ અધિકૃત સંસ્થાઓ પાસેથી ખરીદવું અને તેમ કરવા બાબતના પૂરાવા જેવા કે બિયારણા ખરીદીનું અસલ બિલ, ટેગ્સ, ખાલી થેલી ઓ વગેરેની ચકાસણી પ્લાટની નોંધણી સમ બીજ પ્રમાદાન એજન્સીના અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે.
એકલન અંતર :એકલન અંતરેનો મુખ્ય બીજ ઉત્પાદનને ભૌતિક તેમજ જનીનિક મિશ્રાથી દૂર રાખવાનો છે. સોયાબીનના બીજ ઉત્પાદન પ્લોટમાં બીજની આનુવંશિક અને ભૌતિક શુદ્ધતા જાળવવા માટે ફાઉન્ડેશન બીજ ઉત્પાદન માટે પ.૩ મીટર અને સર્ટિફાઈડ બીજ ઉત્પાદન માટે 3.2 મીટરે ઓછામાં ઓછું એકલન અંતર પ્લોટની ચારેય બાજુ જાળવવું એ ફરજીયાત છે. જો એકલન અંતરે ન જળવાઈ તો બીજ પ્લોટ રદ થવાને પાત્ર ઠરે છે જે ધ્યાનમાં રાખવાનું ખાસ જરૂરી છે.
વાવેતર સમય:બીજ ઉત્પાદન પ્લોટમાં સોયાબીનનું વાવેતર વાવણી લાયક વરસાદ થયે જૂન-જુલાઈ માસમાં કરેલું.
વાવણી અંતર અને બીજનો દર : બીજ પ્લોટમાં સોયાબીનનું વાવેતર બે કાર વચ્ચે ૪૫ સે.મી. અને બે છોડ વચ્ચે ૧૦ સે.મી. અંતર રાખી હેક્ટર દીઠ કિલો બીજનો દર રાખી કરવું. બીજ પ્લોટમાં વધુ ઉત્પાદન મેળવવા માટે વાવેતર કરેલ વિસ્તારમાં છોડની પૂરતી અને સપ્રમાદા સંખ્યા જાળવવી એ ખૂબ જ અગત્યનું છે. બીજનો ઉગાવો થયા બાદ જયાં ખાલી પડેલ હોય ત્યાં વરસાદ થયે છબીજ વાવીને ખાલા તૂરત જ પૂરવા તેમજ જે જગ્યાએ વધુ છોડ છે ત્યાં વધારાના છોડની ૧૦ થી ૧૨ દિવસમાં પારવણી કરી બે છોડ વચ્ચે ૧૦ સે.મી.નું અંતર જાળવવું. આમ કરવાથી વાવેતર કરૈલ વિસ્તારમાં પૂરતા અને સપ્રમાદા છોડ રવાથી તેનો વિકાસ અને વૃદ્ધિ સારી થશે પરિરામે વધુ ઉત્પાદન મળશે.
બીજ માવજત: સોયાબીનના ફોઉન્ડેશન / બ્રીડર બીજને ફુગનાશક દવાનો પટે આપેલો હૉય છે તેથી દવાના પટેની જરૂરિયાત રહેતી નથી. પરંતુ સોયાબીન કઠોળ વર્ગનો પાક હોય તેના મૂળ ઉપર આવેલી ગાંડિકાઓમાં રાઈઝોબિયમ નામના બૅક્ટરીયા રહે છે જે હવામાં રહેલ મુક્ત નાઈટ્રોજનનું સ્વરૂપ બદલીને છોડને સીધો ઉપયોગ કરવા, તેને લભ્ય સ્વરૂપમાં ફેરવવાની અદભૂત શક્તિ ધરાવે છે. આ પ્રવૃત્તિ વધારવા અને પાકનું વધુ ઉત્પાદન મેળવવા માટે સોયાબીન પાકમાં ભલામણ કરવામાં આવેલ રાઈઝોબિયમ કલ્ચરનો પટ ૨૫ કિલોગ્રામ બીજ દીઠ ૨૫0 ગ્રામ ક્લચરની આપવી. પ્રથમ બિયારણને ગોળના દ્રાવણમાં પલાળી ઉપર આ કલ્ચરનો છંટકાવ કરવો ત્યારબાદ બીજને હલાવી, એક સરખો પટ આપવો. પટ આપ્યા પછી બિયારણ છાંયડામાં સૂકવવા દઈ વાવેતર કરવું.
રાસાયણિક ખાતર : સોયાબીનના બીજ ઉત્પાદન પ્લોટમાં વાવણી. સમયે પાયાના ખાતર તરીકે હેક્ટર દીઠ ૩ કિલો નાઈટ્રોજન અને ૩૨ કિલો ફૉસ્ફરસ તત્ત્વ (૬પ કિ.ગ્રા. ડીએપી અને ૦ કિ.ગ્રા. એમોનિયમ સલ્ફટ હેકટરે) બીજની વાવણી પહેલા ચાસમાં ઊંડા ઓરીને આપવા. ગાંધકની કાપવાળી જમીનમાં હેકટરે
પ00 કિલો જીપ્સમ આપવું. સોયાબીનના મૂળમાં રાઈઝોબિયમ જવારાની પ્રવૃત્તિ થતી હોવાથી છોડ પોતે જાતે હવામાંનો નાઈટ્રોજન વાપરવાની શક્તિ મેળવી લે છે. સોયાબીનને આ કારણથી પૂરતી ખાતર ની જરૂર રહેતી નથી. આમ છતાં ખાતર કેટલા આપવા તે માટે ખેડૂત પોતાના ખેતરનો જમીનનો નમૂનો લઈ જમીન ચકાસણી પ્રયોગશાળામાં પૃથ્થકરણ કરાવી તેમાં ભલામણા આવે તે મુજબ ખાતર પાકને આપવાથી ખાતરેનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે અને વધુ બીજ ઉત્પાદન મેળવી શકાય છે.
રોગિંગ: જે જાતનો બીજ ઉત્પાદન કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ હોય તે જ જાતના બધા જ ગુણધર્મો ધરાવતું બિયારણ ઉત્પાદન થાય તે અતિ આવશ્યક છે. આ માટે બીજ પ્લોટમાં સૌથી અગત્યની કામગીરી રૉગિની છે. ધારાધોરદો મુજબનું જનીનિક શુદ્ધતા ધરાવતું બીજ પૈદા કરવા સમયસર રોગિંગ કરવું અત્યંત જરૂરી છે. રોગિંગ નું કાર્ય જેટલી કાળજી અને ચીવટથી કરવામાં આવે તેટલી બિયારણની શુદ્ધતા અને ભરોસાપાત્રતા વધે છે. રોગિંગનો ખર્ચ ખેડૂતે પોતે ભોગવવાનો હોય છે. રોગિંગનું કાર્ય પ્લોટમાં કુંડાળ મજૂરો દ્વારા, ખેડૂત ખાતે, બીજ પ્લોટ લેનાર સહકારી કે પ્રાઈવેટ સંસ્થાએ સોયાબીનના પાકમાં ફૂલ અવસ્થા શરૂ થાય તે પહેલા શરુ કરી, ત્રણ થી ચાર વખત રોગિંગની કામગીરી પ્લોટમાં ઘનિષ્ઠ રીતે નીચે મુજબ કરવી.
ચોમાસામાં જો પૂરતો અને સપ્રમાણ વરસાદ થાય તો સોયાબીનના બીજ ઉત્પાદન પ્લોટમાં પિયત આપવાની જરૂર રહેતી નથી. પરંતુ જો પાકની કટોકટીની અવસ્થાઓએ વરસાદ ખેંચાય અને જમીનમાં ભેજની ખેંચ જણાય તો પાકને ડાળી ફૂટર્વી, ફૂલ અવસ્થા અને શીંગોમાં દાણા ભરાવવાની અવસ્થાએ પિયત આપવું.
અન્ન ખેત પદ્ધતિઓ : સોયાબીનના બીજ ઉત્પાદન પ્લોટમાં અન્ય ખેત પદ્ધત્તિઓ જેવી કે આંતરખેડ, નિંદામણ, પાક સંરક્ષણના પગલા વગેરે સામાન્ય સોયાબીનના પાકમાં સુધારેલી વૈજ્ઞાનિક પદ્ધતિઓની ભલામણા અપનાવવી.
ક્રમ |
વિગત |
ફાઉન્ડેશન બીજ પ્લોટ |
સર્ટિફાઈડ બીજ પ્લોટ |
૧ |
એકલન અંતર(લઘુત્તમ) |
પ મીટર |
૩ મીટર |
૨ |
વિજાતિયછોડનું પ્રમાણ(મહત્તમ) |
૦.૧૦ ટકા |
૦.૫૦ ટકા |
બીજ ઉત્પાદન પ્લોટમાં સોયાબીનના મોટાભાગના પાન પીળા થઈને ખરી પડે તેમજ ૯૦ થી ૯૫ ટકા શીંગો સોનેરી પીળી થઈ જાય ત્યારે બપોર પહેલાના સમયમાં પાકની કાપણી કરવી. જેથી શીંગો ફાટી કે ખરી ન જાય. જો કાપણી મોડી કરવામાં આવે તો શીંગો ફાટી જઈ દાણા ખરી પડે છે અને જો લીલી શીંગો હોય અને કાપી કરવામાં આવે તો શીંગોમાં દાણા ચીમળાઈ ગયેલા લાલ રંગના થઈ જાય છે. માટે બીજ પ્લોટમાં પાકની કાપણી ભલામણ કરેલ સમયે કરવી હિતાવહ છે. કાપણી કરેલ છોડને સાફ કરેલ ખળામાં લાવી, સૂર્યના તાપમાં ૮ થી ૧૦ દિવસ સુધી સુકવ્યા બાદ થ્રેસરનો ઉપયોગ કરી દાણા છૂટા પાડવા.
થ્રેસરને અગાઉથી સાફસૂફ કરી, થ્રેસર નિયત ગતિએ ચલાવવું, જેથી બીજ ભાંગી ન જાય. થ્રેસીંગ સમયે સોયાબીનની અન્ય જાતનું મિશ્રણ ન થાય તેની ખાસ કાળજી રાખવી. બિયારણના જગ્યાને સાફસૂફ કરીને ગ્રેડિંગ કરવું. ત્યારબાદ બીજનાં જથ્થાને શણના નવા કોથળામાં ભરી જ્યાં જીવાતનો ઉપદ્રવ ન હોય તેવા ગોડાઉનમાં સંગ્રહ કરવો. સંગ્રહ વખતે બીજમાં ૮ ટકાથી વધુ ભેજ ન રહે તેની ખાસ કાળજી રાખવી. બિયારણ લાયક જથ્થો તૈયાર થયે બીજ પ્રમાણન એજન્સીની જે તે પેટા કચેરીને જાણ કરી બીજનાં નમૂનાઓ લેવા અંગેની કાર્યવાહી કરવી.
બીજ પ્રમાણન માટે સોયાબીનના બીજનાં નીચેના નાનાં ધોરણો નિયત થયેલ હોય છે તેવા ધોરણોવાળ બીજ એજન્સી દ્વારા પ્રમાણિત કરી આપવામાં આવે છે. આ માટે સૌ પ્રથમ ગુજરાત રાજય બીજ પ્રમાણન એજન્સીનાં તાંત્રિક કર્મચારી દ્વારા સોયાબીન પાકના તૈયાર થયેલ બિયારણાના જથ્થામાંથી નિયત સમયમાં બીજનાં પ્રતિનિધિત્વ ધરાવતા એક કિ.ગ્રા.નો એક એવા ચારે નમૂનાઓ લે છે. આ નમૂનાઓ કાપડની થેલીઓમાં ભરી, તેમાં સંપૂર્ણ વિગતોવાળી નમૂના સ્લીપ ઉપર ઉત્પાદક/પ્રતિનિધિ અને એજન્સીના નમુના લેનાર અધિકારીની સહી સાથેની મૂકી એજન્સીના સલીથી દરેક નમૂના લાખથી સીલ કરવામાં આવે છે. નમૂનાઓની દરે થેલીઓ ઉપર પણ સંપૂર્ણ વિગતો લખવામાં આવે છે. આ નમૂનાઓમાંથી બે નમૂનાઓ બીજ પ્રમાણન એજન્સીમાં ચકાસણી અર્થે લઈ જવામાં આવે છે અને બાકીના બે નમૂનાઓ પૈકી એક નમૂનો મુખ્ય બીજ ઉત્પાદકને અને એક નમૂનો પટા બીજ ઉત્પાદકને આપવામાં આવે છે. નમૂનાઓ લીધા પછી બીજને ૧૦૦ કિલોગ્રામ ભરતીમાં શણના નવા કોથળામાં ભરી, દરેક કોથળામાં એજન્સીના સીલ વડે સીલ કરવામાં આવે છે. દરેક કોથળાઓ ઉપર સંપૂર્ણ વિગતોવાળી નમૂના સ્લીપ મૂકવામાં આવે છે. ત્યારબાદ દરેક કળામાં એજન્સીના સીલ વડે સીલ કરવામાં આવે છે. દરેક કોથળાઓ ઉપર સંપૂર્ણ વિગતો ઉત્પાદકે લખવાની હોય છે. આ સીલ કરેલા બીજનાં પુરા લોટનો જથ્થો બીજ પ્રમાણન એજન્સીની કચેરીથી મંજૂરી લઈ મુખ્ય બીજ ઉત્પાદકે પોતાના નોંધણી કરેલ પ્રોસેસિંગ સેન્ટર પર અથવા નજીકના એજન્સી દ્વારા માન્ય કરેલ બીજ પ્રમાણન કામગીરી સેન્ટર પર ટ્રાન્સફર કરવામાં આવે છે.
બીજ ચકાસ પ્રયોગશાળામાં બીજ નિયત ધારાધોરણો મુજબનું જાહેર થયા પછી બિયારણનું સૌ પ્રથમ પ્રોસેસિંગ પ્લાન્ટમાં ગ્રેડિંગ મશીનથી બીજનું ગ્રેડિંગ કરવામાં આવે છે. ત્યારબાદ બીજને થાયરમ ૭પ ટકા પાઉડર ૩ ગ્રામ પ્રતિ કિલો બીજ મુજબ દવાનો પટે આપવા આવે છે. લોટવાર જથ્થાનું એકસરખા પેકીંગમાં એક જ સ્થળે એકીસાથે જથ્થાનું બૅગિંગ, ટેગિંગ અને સીલિંગ અંગેની કાર્યવાહી એજન્સીના કર્મચારીની હાજરીમાં પ્રોસેસિંગ સેન્ટર પર કરવામાં આવે છે. સોયાબીનનાં બીજનું પેકિંગ રપ કિલોમાં એજન્સીએ માન્ય કરેલ કાપની સફેદ થેલીમાં પેકીંગ કરવામાં આવે છે. ફાઉન્ડેશન બીજ માટે સફેદ રંગની અને સર્ટિફાઈડ બીજ માટે ભૂરા રંગની એજન્સીની ટેગ કે જેમાં પેકીંગ સમયે હાજર રહેંલ એજન્સીના અધિકારીની સહી-સિક્કાવાળી અને નિયત માહિતીની વાળી થેલી સાથે સીવી, થેલી ના બને છેડે લાખનું સીલ મારવામાં આવે છે. બીજ ઉત્પાદકે પોતાનું આપેલાઈન ગ્રીન રંગનું લેબલ સંપૂર્ણ વિગતો સાથે એજન્સીની ટેગ નીચે રાખી થેલી સાથે સીવવામાં આવે છે. આ સીલ કરેલ ફાઉન્ડેશન બીજની થેલીઓ સર્ટિફાઈડ બીજ પ્લોટ લેનાર ખેડૂતો કે સંસ્થા પૈકીઓ લઈ જાય છે જયારે સર્ટિફાઈડ બિયારણાની થેલીઓ કોમર્સિયલ વાવેતર માટે બજારમાં પ્રમાણિત બીજ તરીકે વેચાણ અર્થે છૂટું કરવામાં આવે છે.
ક્રમ |
વિગત |
ફાઉન્ડેશન સીડ |
સર્ટિફાઈડ સીડ |
૧ |
ભૌતિક શુદ્ધતા (લઘુત્તમ) |
૯૮ ટકા |
૯૮ ટકા |
૨ |
ઇનર્ટ મેટર(મહત્તમ) |
૨ ટકા |
૨ ટકા |
૩ |
અન્યપાકનાં બીજ(મહત્તમ) |
નીલ |
૧૦ બીજ/કિગ્રા |
૪ |
નિંદામણના બીજ(મહત્તમ) |
૫ બીજ/કિગ્રા |
૧૦ બીજ/કિગ્રા |
૫ |
સોયાબીનની અન્ય જાતના બીજ(મહત્તમ) |
૫ બીજ/કિગ્રા |
૧૦ બીજ/કિગ્રા |
૬ |
સ્ફુરણશક્તિ(લઘુત્તમ) |
૭૦ ટકા |
૭૦ ટકા |
૭ |
ભેજ(મહત્તમ)( ૧) સામાન્ય કન્ટેનર (૨) વેપરપ્રુફ કન્ટેનર |
૯ ટકા |
૯ ટકા |
૮ ટકા |
૮ ટકા |
||
૮ |
આનુવંશિક શુદ્ધતા(લઘુત્તમ) |
૯૯ ટકા |
૯૯ ટકા |
ઑગષ્ટ-ર૦૧૮ વર્ષ : ૭૧ અંક : ૪ સળંગ અંક : ૮૪૪ કૃષિગોવિધા
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020