સ્વપરાગિત પાકો જેવા કે, ઘઉં, મગફળી, ચણા, મગ, અડદ વગેરેમાં એક વખત બીજ જાત તૈયાર કર્યા પછી પરપરાંગિતપાકો જેવા કે બાજરી, કપાસ, જુવાર, દિવેલા વગેરેના હાઈબીંડ બીજની જેમ દર વર્ષે નવું બીજ ખરીદવાની જરુરીયાત રહેતી નથી. પરંતુ આવું બીજ તૈયાર થયા પછી તેની જનીનીક શુધ્ધતા (જીનેટીક પ્યોરીટી) જાળવી રાખવાથી તેનો ઉપયોગ બે ત્રણ વર્ષ સુધી થઈ શકે છે. આ માટે નવું બીજ તૈયાર થાય ત્યાંથી ખેડૂતોના ખેતરો સુધી તેની જનીનીક શુધ્ધતા જળવાઈ રહે તે માટે ઉત્પાદન તબકકાવાર નીચે દર્શાવેલ જુદી જુદી કક્ષામાં કરવામાં આવે છે.
કોઈપણ જાત જે સંશોધન કેન્દ્ર ઉપર તૈયાર કરવામાં આવે ત્યારે બ્રીડરની સીધી દેખરેખ નીચે તૈયાર થતુ બીજ, જે એક એક છોડની ચકાસણી કરીને તૈયાર કરવામાં આવે છે, તેને ન્યુકલીયસ બીજ કહેવામાં આવે છે. આવી રીતે તૈયાર થતું બીજ શુધ્ધ અને મર્યાદીત જથ્થામાં હોય છે.
ન્યુકલીયસ બીજમાંથી તૈયાર થતું બીજ, બ્રીડર બીજ તરીકે ઓળખાય છે. આવું બીજ પણ કૃષિ યુનિવર્સિટીના ફાર્મ ઉપર સંવર્ધક (બ્રીડર) ની સીધી દેખરેખ નીચે તૈયાર કરવામાં આવે છે. આવી રીતે તૈયાર થયેલ બીજ શુધ્ધ અને જરુરીયાતનાં પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે.
આ બીજ બ્રીડર બીજમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે. આ બીજ ઉત્પાદનનો કાર્યક્રમ ''રાષ્ટ્રીય બીજ નિગમ'' અને ''ગુજરાત રાજય બીજ નિગમ'' ધ્વારા ખેડૂતોના ખેતરો ઉપર, તેમજ તાલુકા બીજ ઉત્પાદન ફાર્મ ઉપર અને કૃષિ યુનિવર્સિટીના ફાર્મ ઉપર તૈયાર કરવામાં આવે છે. આ બીજ ઉત્પાદન કાર્યક્રમ '' ગુજરાત રાજય બીજ પ્રમાણન એજન્સી ( જી.એસ.સી.એ.)'' ના અધિકારીઓની સીધી દેખરેખ નીચે લેવામાં આવે છે.
આ બીજ ફાઉન્ડેશન બીજમાંથી તૈયાર કરવામાં આવે છે. સર્ટીફાઈડ બીજ ગુજરાત રાજય બીજ નિગમ, ખાનગી સંસ્થાઓ તેમજ ખેડૂતો પોતે પણ તેમના ખેતર ઉપર તૈયાર કરી શકે છે. આ બીજ ઉત્પાદન પણ ગુજરાત રાજય બીજ પ્રમાણન એજન્સીની દેખરેખ નીચે લેવામાં આવે છે. સર્ટી ફાઈડ બીજ મોટા પાયા ઉપર તૈયાર થતું હોવાથી ખેડૂતોને વાવેતર કરવા માટે ઓછા ભાવે અને સહેલાઈથી મળી રહે છે. જે બિયારણ ખેડૂતોને પહોંચાડવામાં આવે છે તે સામાન્ય રીતે ચોથી પેઢીનું હોય છે, જે નીચેની વિગત પરથી સમજાશે.
ક્રમ
|
બીજનો પ્રકાર |
કોણ ઉત્પન્ન કરે? |
શેમાંથી ઉત્પન્ન કરે ? |
શુધ્ધતા |
|
જનિનિક |
ભૌતિક |
||||
૧. |
ન્યુકલીયસ સીડ |
જાત વિકસાવનાર વૈજ્ઞાનિક |
સીંગલ પ્લાન્ટ પ્રોજનીમાંથી |
૧૦૦ ટકા |
૧૦૦ ટકા |
ર |
બ્રીડર બીજ |
જાત વિકસાવનાર વૈજ્ઞાનિક |
ન્યુકલીયસ સીડમાંથી |
૧૦૦ ટકા |
૧૦૦ ટકા |
૩ |
ફાઉન્ડેશન સીડ |
રાષ્ટ્રીય / રાજય બીજ નિગમ |
બ્રિડર સીડમાંથી |
૧૦૦ ટકા |
૧૦૦ ટકા |
૪ |
સર્ટી ફાઈડ સીડ |
રાજય બીજ નિગમ પ્રગતિશીલ ખેડૂત |
ફાઉન્ડેશનમાંથી અથવા બ્રીડર સીડમાંથી |
૯૯.૯ ટકા |
૯૮ ટકા |
જે પાકોમાં કુદરતી અથવા કૃત્રિમ રીતે વધુ પ્રમાણમાં પરપરાગનયનની ક્રિયા કરી શકાય તેવા પાકોમાં મોટા પાયા પર હાઈબ્રીડ બીજ ઉત્પાદન કરી શકાય છે. પછી આવા પાકો ભલે સ્વયંપરાગિત (સેલ્ ફ પોલીનેટેડ) અથવા પરપરાગીત (ક્રોસ પોલીનેટેડ) પ્રકારના હોય. હાઈબ્રીડ બીજ ઉત્પાદનમાં સામાન્ય રીતે નર વંધ્ય માદા જાત પર બીજા નર ફલીત જાતથી પરપરાગનયન ધ્વારા જે પ્રથમ પેઢીનું બીજ ઉત્પાદન થાય છે તેને સંકર (હાઈબ્રીડ) બિયારણ કહેવામાં આવે છે. આવા હાઈબ્રીડ બીજનો ફકત એક જ વાર વાવેતર માટે ઉપયોગ કરી શકાય છે. બીજી વાર વાવેતર કરવા માટે નવું બિયારણ તૈયાર કરવું પડે છે.
પ્રમાણિત કક્ષાના હાઈબ્રીડ બિયારણનું ઉત્પાદન કરવા માટે વિવિધ પ્રકારની નર વંધ્ય માદા જાતોનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં બાજરા, જુવાર, મકાઈ, સૂર્યમુખી જેવા પાકોમાં સાયટોપ્લાઝમીક જીનેટીક મેઈલ સ્ટરાયલ લાઈનનો મોટા પાયા પર હાઈબ્રીડ બિયારણ ઉત્પાદન કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત દિવેલાના પાકમાં પીસ્ટીલેટ લાઈન અને કપાસના પાકમાં મીકેનીકલી નર (એન્થર) ને દુર કરી નર વંધ્ય બનાવી હાઈબ્રીડ બિયારણ તૈયાર કરવામાં આવે છે. વિશેષમાં ડાંગર અને રાઈના પાકોમાં પણ મેઈલ સ્ટરાઈલ લાઈન મળે છે. પરંતુ આપણા દેશમાં તેનું મોટા પાયા પર હાઈબ્રીડ બીજ ઉત્પાદન કરવામાં આવતું નથી.
પાકનું નામ |
આઈસોલેશન અંતર મી. |
નરઃમાદા લાઈનનું પ્રમાણ |
બે લાઈન અને બે છોડ વચ્ચે અંતર સે.મી. |
નરઃમાદા લાઈનના બીજનું પ્રમાણ/ કિલોગ્રામ |
બાજરા |
ર૦૦ |
ર :૪, ર :૬ |
૪પ × ૮ |
૧.રપ૦ : ૧,૮૭પ |
મકાઈ |
ર૦૦ |
ર :૬ |
૬૦ × ર૦ |
પ.૦ : ૧૦.૦ |
જુવાર |
ર૦૦ |
ર :૪ |
૪પ × ૧ર.૧પ |
૩.૭પ : ૭.પ૦ |
કપાસ |
૩૦ |
૧ :૪ |
૧.પ × ૧.પ |
૦.૭પ૦ : ૧.પ રૂંવાટી ૦.૬૦૦ : ૧.ર રૂંવાટી વગરના |
દિવેલા |
પ૦૦ |
૧ :૩ |
૯૦ × ૬૦ (નર) ૯૦ × ૩૦ (માદા) |
ર.પ : ૭.પ |
સૂર્યમુખી |
૧ર૦૦ |
૧ :૩ |
૬૦ × ૩૦ |
ર.૦ : ૬.૦ |
તુવેર |
ર૦૦ |
૧ :પ |
૬૦ × ર૦ (નર) ૬૦ × ૧૦ (માદા) |
પ.૦ : રપ.૦ |
પાક/હાઈબ્રીડ |
માદા × નર |
ઉંચાઈ સે.મી. |
પાકવાના દિવસો |
દાણાનું કદ |
દાણાનો રંગ |
૧ |
ર |
૩ |
૪ |
પ |
૬ |
બાજરા |
|||||
જી.એચ.બી. ૧પ |
પ૦પ૪–એ.× જે ૧૦૮ |
૧૬૦ – ૧૬પ |
૭૬ – ૭૮ |
મોટા |
લીલો ભૂખરો |
જી.એચ.બી. ૩ર |
પપ૪૧ – એ. × જે. ૧૧૮૮ |
૧૮૦–૧૮ર |
૭૮–૮૦ |
– |
– |
જી.એચ.બી. ૧૮૧ |
૮૧ × જે.–ર૩પ |
૧૮૦–૧૯પ |
૮પ–૯૦ |
– |
– |
જી.એચ.બી. ર૩પ |
૮૧ એ. × જે. રર૯૬ |
૧૯૦–૧૯પ |
૮૦–૮પ |
– |
– |
એમ.એસ. ૧૬૯ |
૮૧ એ. × આઈસીપી–૪પ૧ |
ર૦૦–ર૧૦ |
૮પ × ૯૦ |
– |
– |
મકાઈ |
|||||
ગંગા સફેદ – ર |
(સી.એમ. ૪૦૦ × સી.એમ. ૩૦૦) × સી.એમ. ૬૦૦ |
ઠીંગણી |
૯૦–૧૦પ |
મોટા |
સફેદ |
ગંગા સફેદ – પ |
(સી.એમ. ર૦ર × સી.એમ. ૧૧૧) × સી.એમ. પ૦૦ |
ઠીંગણી |
૯પ–૧૧૦ |
મોટા |
સફેદ |
જુવાર |
|||||
જી.એસ.એચ.–૧ |
ર૦૭૭ એ. × એન.એસ.વી. ૧૩ |
ઠીંગણી |
૧૦પ–૧૧પ |
મધ્યમ |
સફેદ |
સી.એસ.એચ–પ |
ર૦૭૭ એ. × સી.એસ – ૩પ૪૧ |
ઠીંગણી |
૧૦પ–૧ર૦ |
મધ્યમ |
સફેદ |
સી.એસ.એચ–૬ |
– |
ઠીંગણી |
૧૦૦–૧૦પ |
મધ્યમ |
સફેદ |
સી.એસ.એચ–૮ |
૩૬એ×પીટી૩ –૧–૧૧ |
ઠીંગણી |
૧૧૦–૧૧પ |
મોટા |
સફેદ |
દિવેલા |
|||||
જી.સી.એચ.–ર |
વીપી–૧ × જે.આઈ ૩પ |
મધ્યમ |
૧૧૦–૧ર૦ |
મધ્યમ |
કથાઈ |
જી.સી.એચ.–૪ |
વીપ–૧ × ૪૮–૧ |
મધ્યમ |
૯૦–૧૧૦ |
મધ્યમ |
કથાઈ |
જી.સી.એચ.–પ |
ગીતા × એસ.એચ.–૭ર |
ઉંચી |
૮પ–૧૧૦ |
મધ્યમ |
કથાઈ |
જી.સી.એચ.–૬ |
જે.પી.૬પ× જે.આઈ.૯૬ |
મધ્યમ |
૯૦ × ૧૧૦ |
મોટા |
કથાઈ |
કપાસ |
|||||
ગુ.ક.હાઈબ્રીડ–૪ |
ગુ.૬૭ × અ. નેકટરીલેસ |
મધ્યમ |
૧ર૦–૧૩૦ |
મોટા |
– |
ગુ.ક.હાઈબ્રીડ–૬ |
ગુ.ક. ૧૦૦ × ગુ.ક. ૧૦ |
ઉંચા |
૧૯૦–ર૧૦ |
મોટા |
– |
ગુ.ક.હાઈબ્રીડ–૭ |
સંજય × જી. ર૭ |
ઉંચા |
૧૮૦–ર૦૦ |
નાના |
– |
ગુ.ક.હાઈબ્રીડ–૮ |
ગુ.ક. ૧૦૦ × સુરસડવા |
મધ્યમ |
૧૭૦–૧૯૦ |
લંબગોળ |
– |
ગુ.દે.ક. હાઈબ્રીડ–૯ |
૪૦૧૧ × ૮રપ |
મધ્યમ |
૧૭૦–૧૮૦ |
લંબગોળ |
– |
ગુ.ક.હાઈબ્રીડ–૧૦ |
બી.સી. ૬૮ × એલ.આર.એફ. પ૧૬૬ |
મધ્યમ |
૧રપ–૧પ૦ |
લંબગોળ |
v |
ગુ.ક.હાઈબ્રીડ–૪ |
ગુ.૬૭ × અ. નેકટરીલેસ |
મધ્યમ |
૧ર૦–૧૩૦ |
મોટા |
v |
તુવેર |
|||||
આઈસીપીએચ– ૮ |
એમ.એસ.પ્રભાટીટીડી × આઈસીપીએલ – ૧૬૧ |
મધ્યમ |
૧૩૦–૧૪૦ |
મધ્યમ |
લાલ |
બીજ ઉત્પાદન ટેકનોલોજીમાં થ્રેસીંગ, બીજ પ્રોસેસીંગ અને પેકીંગ જેવી અગત્યની કામગીરીનો પોસ્ટ હાર્વેસ્ટીંગ ટેકનોલોજીમાં સમાવેશ થાય છે. તેથી જો આવી અગત્યની કામગીરી વ્યવસ્થિત રીતે કરવામાં ન આવે તો ર૦ થી રપ ટકા જેટલું બિયારણ બગડે છે. જેના કારણે બીજ ઉત્પાદકો અને બીજનું વેચાણ કરનારને તો સીધુ નુકસાન થાય જ છે. એટલું જ નહીં આટલા મોટા પ્રમાણમાં બીજનો બગાડ થવાથી આડકતરી રીતે આવા સુધારેલ બિયારણના વાવેતરથી વંચિત રહેલ ખેડૂતોને પાક ઉત્પાદનમાં નુકસાન જાય છે. એટલા માટે જેટલું બીજ ઉત્પાદન વધારવાને મહત્વ આપવામાં આવે છે તેટલું જ મહત્વ પોસ્ટ હાર્વેસ્ટીંગ ટેકનોલોજીને પણ આપવું જોઈએ. આ અંગેની ટૂંકી વિગત નીચે પ્રમાણે છે.
જૂની દેશી પધ્ધતિ: અનાજ, કઠોળ, તેલીબિયાં, મરી મસાલા વગેરે પાકોની કાપણી કર્યા બાદ છોડમાંથી દાણા અથવા શીંગો છ્રૂટી પાડવા માટે બળદનું હાલરું અથવા ટ્રેકટરના વ્હીલ નીચે મસળીને તેમજ દંતાળી વગેરેથી ઝુંંડવાની જુની પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં દાણા ભાંગવાની અથવા ફાડા થવાથી મોટુ નુકસાન થાય છે. ઉપરાંત આ પધ્ધતિ ઘણી જ ધીમી હોવાથી મોટા પાયા ઉપર લેવામાં આવેલ બીજ ઉત્પાદનનું થ્રેસીંગ સમયસર પુરુ નહીં થવાથી પક્ષીઓ, ઢોર, દાણા ખરી પડવા વગેરેથી પણ ઘણું જ નુકસાન થાય છે. આ ઉપરાંત થ્રેસીંગની જુની પધ્ધતિમાં વધુ મહેનત અને ખર્ચ કરવો પડે છે જેની સરખામણીમાં નવી મીકેનીકલ પધ્ધતિ વધુ અનુકૂળ જણાયેલ છે.
નવી મીકેનીકલ પધ્ધતિ: આ પધ્ધતિમાં મોટા ભાગના પાકોની થ્રેસીંગ કામગીરી મલ્ટી ક્રોપ થ્રેસરથી કરી શકાય છે. આવા થ્રેસરથી રોજનું ર થી પ ટન બિયારણ તૈયાર થઈ શકે છે. આ ઉપરાંત કમ્બાઈન્ડ હાર્વેસ્ટરથી હંમેશા ૧૦ થી ર૦ ટન જેટલું બિયારણ તૈયાર થઈ શકે છે. એટલા માટે જો બિયારણનું નાના પાયા પર વાવેતર કરેલ હોય તો થ્રેસર અને મોટા પાયા પર એક પાક લેવામાં આવેલ હોય તો કમ્બાઈનરનો ઉપયોગ કરવાથી ઓછા ખર્ચે અને ઝડપથી કામગીરી પૂરી કરી શકાય છે. આ ઉપરાંત દાણા ભાંગવાથી થતુ નુકસાન અટકાવી શકાય છે.
સામાન્ય રીતે થ્રેસર અથવા કમ્બાઈનરથી તૈયાર થયેલ બિયારણને પ્લાન્ટમાં લઈ જતા પહેલા તેની થોડી સાફસૂફી અને સુકવણી કરવાની જરૂર રહે છે. એટલા માટે બિયારણને વિનોઈંગ મશીનમાં સાફસૂફ કર્યા બાદ સૂર્યના તડકામાં અથવા સીડ ડ્રાયરમાં તેમાં ૮ થી ૧૦ ટકા ભેજનું પ્રમાણ રહે ત્યાં સુધી સૂકવવામાં આવે છે. કારણ કે બિયારણમાં આનાથી ભેજનું પ્રમાણ વધુ હોય તો જલદીથી જીવાત પડીને સડવા માંડે છે.
સીડ પ્રોસેસીંગ (બીજ પ્રક્રિયા) માં બિયારણનું કલીનીંગ, ગે્રડીંગ, સીડ ટ્રીટમેન્ટ અને પેકીંગની કામગીરી થાય છે.
પ્રોસેસીંગ પ્લાન્ટમાં લાવ્યા પછી બિયારણને સૌ પ્રથમ સ્ક્રીન કલીનરમાં નાખવામાં આવે છે. જેમાં બિયારણમાં રહેલ કચરો, કાંકરા, માટી, ભાંગેલા અને ઝીણાં દાણા વગેરે નીકળી જાય છે અને બીજને લાયક એકસરખા કદના દાણા છૂટા પડે છે. આવા એક સરખા કદના દાણા વજનમાં ભારે અથવા હલકા હોઈ શકે છે. જેમાં હલકા દાણાનું સ્ફૂરણ બરાબર થતું નથી તેટલા માટે કલીનરમાંથી બિયારણને લાયક છૂટા પાડેલ એક સરખા કદના દાણાને ગ્રેવીટી સેપરેટર મશીનમાં નાખવામાં આવે છે. જેમાં બિયારણને લાયક વજન વાળા દાણા, હલકા દાણાથી છૂટા પડી જાય છે. આ ઉપરાંત બિયારણ પર બાજી ગયેલ ઝીણી અને હલકી રજ વેકયુમ પ્રેસરથી શોષાઈ બહાર નીકળી જાય છે.
આવા બિયારણને લાયક ગ્રેડના દાણા પછી ટ્રિટરમાં જાય છે. જયાં જે તે બિયારણને અનુરૂપ માવજત અપાય છે. બીજ માવજત આપ્યા પછી આવુ બિયારણ ઓટોમેટીક વજન કાંટામાં જાય છે. જયાં જે તે પાક માટે ભલામણ કરવામાં આવેલ વજનની કોથળીઓ અથવા કોથળામાં ભરાય છે. આવી કોથળીઓ અથવા કોથળા પર બીજનું લેબલ ટેગ લગાડી સીલાઈ કરવામાં આવે છે. ત્યારબાદ કોથળી / કોથળા પર સીલ મારી યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવામાં આવે છે.
આવા ઓટોમેટીક પ્રોસેસીંગ પ્લાન્ટમાં જુદા–જુદા સાઈઝના ચારણા હોવાથી દરેક પ્રકારના પાકના બિયારણની પ્રોસેસીંગ કામગીરી થઈ શકે છે. આવા પ્રોસેસીંગ પ્લાન્ટની ક્ષમતા કલાકના ૧ થી ૧૦ ટન સુધીની હોય છે. હાલમાં સીડ એકટના નિયમ મુજબ પ્રમાણિત કક્ષાના બીજનું મશીન ગ્રેડીંગ કરવું ફરજીયાત છે.
ઘણીવાર અમુક ખેડૂતો ઘરગથ્થુ ઉપયોગ માટે પોતાનું બિયારણ જાતે તૈયાર કરતા હોય છે. આવા ઘરગથ્થુ ઉપયોગ માટેના નાના પાયા પરના ી ચાળવાથી ઝીણાં દાણા, કચરો, માટી વગેરે દૂર થઈ જાય છે. ત્યારબાદ બિયારણને લાયક ગ્રેડના દાબિયારણનું પ્રોસેસીંગ થઈ શકે છે. જેમાં બિયારણને મોટા છીદ્રો વાળા અથવા નાના છીદ્રો વાળા જુદા–જુદા ચારણાથણાને પંખા પેટીમાં નાખવાથી ભાંગેલા અને સડેલા હલકા દાણા છૂટા પડી જાય છે. પછી બિયારણને લાયક દાણાને સીડ ડ્રેસીંગ ડ્રમ અથવા નાના પીપમાં નાખી બીજ માવજત આપવી. બીજનો નવા જંતુ રહીત કોથળામાં અથવા પીપમાં સંગ્રહ કરવામાં આવે છે.
બિયારણના વ્યવસાયમાં બીજનો સંગ્રહ અને તેની જાળવણી એ ખૂબ જ અગત્યની બાબત છે. કારણ કે જો બિયારણનો યોગ્ય રીતે સંગ્રહ કરી જાળવણી કરવામાં ન આવે તો વાવેતરની ૠતુ પહેલા જે બિયારણ સડી જવાથી ખૂબ મોટુ નુકસાન જાય છે અથવા બિયારણનું સ્ફૂરણ ઘટી જાય તો આવા ઓછા સ્ફૂરણવાળા બિયારણનું વાવેતર કરવાથી પણ ઉત્પાદનમાં મોટો ઘટાડો થાય છે. બિયારણનો મોટાપાયા પરનો સંગ્રહ કાપડની કોથળીઓમાં અથવા કંતાનના કોથળામાં કરવામાં આવે છે. જયારે નાના પાયા પરનો સંગ્રહ ઘરગથ્થુ વપરાશ માટેના ડબ્બા, પીપ કે કોઠારમાં કરવામાં આવે છે.
મોટા પાયા પર સંગ્રહ: મોટા પાયા પર બિયારણનો સંગ્રહ કરવા માટે બિયારણની કોથળીઓ અથવા કોથળાઓને પાકા ભોંયતળીયાવાળા જીવાત રહીત (રેટ પ્રુ ફ) કરેલ ઓરડા અથવા ગોડાઉનમાં દિવાલથી થોડા દૂર રહે તે રીતે થપ્પી મારીને ગોઠવવા. આવી સંગ્રહ કરવાની જગ્યામાં ભેજ અને ગરમીનું પ્રમાણ વધુ હોવુ જોઈએ નહીં. પરંતુ વાતાવરણ સૂકું અને ઠંડુ હોવું જરૂરી છે તેમજ હવા અને પ્રકાશ માટે જરૂરી વેન્ટીલેશન હોવું જોઈએ. આવા સંગ્રહ કરેલ ઓરડા, ગોડાઉનને એક મહીનાના અંતરે જીવાતનો ઉપદ્રવ જણાય તો ઈથાઈલ ડાયબ્રોમાઈડના એમ્પ્યુલથી (રર મિ.લિ. / ૧ ઘન મીટર ) અથવા ઈડીલીક કેપ્સ્યુલ અથવા ઈથાઈલ ડાયકલોરાઈડ કાર્બન ટેટ્રોકલોરાઈડ (૩૦–૪૦ કિ.ગ્રા. / ૧૦૦ ઘ.મી.) નો ઉપયોગ કરવો.
નાના પાયા પર સંગ્રહ: ઘરગથ્થુ ઉપયોગ માટે બિયારણનો નાના પાયા પર સંગ્રહ કરવામાં આવે છે. આવો સંગ્રહ નાના ડબ્બા, પીપ અને કોઠારમાં કરવામાં આવે છે. સંગ્રહ કરતા પહેલા આવા સાધનોને પ૦ ટકા મેલીથિયોનનું ૧૦૦ પ્રમાણમાં દ્રાવણ બનાવી જીવાત રહીત કરવા. ત્યારબાદ જે તે પાકોના બિયારણ માટે ભલામણ કરવામાં આવેલ બીજ માવજત કરવી. જેથી બિયારણમાં જીવાત, ફૂગ અને જીવાણુંઓનો ઉપદ્રવ થાય નહીં.બિયારણ સાથે કપૂરનો ભૂકો, ડામરની ગોળીઓ, સોડીયમ કલોરાઈડ, સોડીયમ કાર્બોનેટ, સોડીયમ બાયકાર્બોનેટ વગેરેનું યોગ્ય પ્રમાણ રાખી ભેળવીને સંગ્રહ કરવો. આ ઉપરાંત રેતી, રાખ, લીમડાના પાક, તમાકુનો ભૂકો વગેરે યોગ્ય પ્રમાણમાં ભેળવીને બિયારણનો સંગ્રહ કરી શકાય છે.
કૃષિ માર્ગદર્શિકા,ગુજરાત ગુજરાત રાજય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020