অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગાજર પાકમાં બીજ ઉત્પાદન

ગાજર પાકમાં બીજ ઉત્પાદન

  1. બીજ એટલે શું?
  2. વેરાયટી (જાત) એટલે શું?
  3. બીજના પ્રકારઃ
  4. પ્રમાણિત બિયારણ (સર્ટીફાઈડ) :
  5. શુધ્ધ બિયારણ ઉત્પાદન કરવા અંગેના અગત્યના મુદૃાઓ :
  6. આબોહવા :
  7. બીજ ઉત્પાદન પ્લોટની પરિસ્થિતિ :
  8. સુધારેલી જાતો :
  9. ગુજરાત દાંતીવાડા ગાજર–૧ જાતની મુખ્ય ખાસિયતો
  10. જમીનની તૈયારી અને ખાતર :
  11. ગાજરના પાકમાં વાવણી સમય, બિયારણનો દર અને સરેરાશ ઉત્પાદન
  12. ગાજરના પાકમાં રોપણી અંતર અને ખાતર વ્યવસ્થા
    1. નાઈટ્રોજન
    2. પોટાશ
    3. નાઈટ્રોજન
  13. બીજ ઉત્પાદન માટે નર્સરી :
  14. માતૃ ગાજરના સ્ટેકલીગની (ટુકડાઓ) પસંદગી, માવજત અને ફેરરોપણીઃ
  15. પિયત :
  16. પાક સંરક્ષણ :
  17. ક્ષેત્રિય તપાસણીઃ
  18. એકલન/ અલગીકરણ આઈસોલેશન અંતર :
  19. ગાજરમાં આઈસોલેશન અંતર (અલગીકરણ)
  20. બીજ ઉત્પાદન દરમ્યાન ક્ષેત્રિય નિરીક્ષણો :
  21. રોગીંગ :
    1. રોગીંગની પ્રકિયાના ચાર તબકકાઓ :
  22. ફેરરોપણી પછી પ્લોટોનું નિરીક્ષણ :
  23. ગાજર બીજ ઉત્પાદનમાં મહત્તમ માન્ય વિજાતીય, નિંદામણ અને રોગીષ્ટ છોડ
  24. ગાજર બીજના નમૂનાના શુધ્ધતા માટેના લઘુત્તમ ધોરણો
  25. કાપણી અને ઝૂડણી :

સમગ્ર વિશ્વમાં ગાજરની સૌથી વધુ વિવિધતા અફઘાનિસ્તાન, રશિયા, ઈરાન અને ભારતમાં જોવા મળે છે. જે આશરે ૧૦ મી સદીથી વવાતા આવે છે. શાકભાજી પાકોમાં ગાજરને  'ઉર્જાનો અદભુત  ખજાનો'  કહે છે. કારણે કે તેમાં વિપુલ પ્રમાણમાં શકિત પ્રદાન કરવાની તાકાત છે. જેમાં ઉત્તમ પોષક તત્વો ઉપરાંત ખૂબ જ આયુર્વેદિક મૂલ્ય ધરાવતા ઘટકો રહેલ છે.ગાજરમાં કેરોટીનોઈડઝ અને એન્થોસાઈનીન્સ જેવા એન્ટિઓકિસડન્ટ આવેલા હોવાથી કેન્સર જેવા રોગને અટકાવે છે અને રતાંધળાપણું  પણ દૂર કરે છે. ગાજરનો વપરાશ શાકભાજી ઉપરાંત પાવડર, મીઠાઈ, હલવો, અથાણાં, જયુસ અને વાનગીઓ બનાવવામાં થાય છે. ઉત્તર ભારતના રાજયોમાં મુખ્યત્વે  ખાસ  કરીને   યુરોપીયન ગાજરનું વાવેતર વધુ જોવા મળે છે. આપણા રાજયમાં એશીયાઈ ગાજર વવાય છે. ગુજરાત રાજયમાં ગાજરનું વાવેતર મોટે ભાગે પાટણ અને મહેસાણા જિલ્લાઓમાં થાય છે. આ ઉપરાંત અમદાવાદ, ખેડા, વડોદરા, વલસાડ અને સુરત જિલ્લાઓમાં પણ આ પાકનું મહ્‌દઅંશે વાવેતર થાય છે.

બીજની પસંદગી એ આધુનિક ખેતીની કરોડરજજુ સમાન છે. ઉત્તમ ગુણવતા ધરાવતું બીજએ પાક ઉત્પાદનનું પાયાનું, સૈાથી સસ્તુ અને અગત્યનું આધારભુત અંગ બન્યું છે. કુલ ઉત્પાદનની સરખામણીમાં બિયારણનો ખર્ચ પાંચ ટકાથી ઓછો આવે છે. સારી ગુણવતા ધરાવતા બીજ ઉપર સમગ્ર પાક ઉત્પાદનનો આધાર રહેલો છે. ગાજરમા સુધારેલી જાતોના બીજ ઉત્પાદન હાથ ધરવા અગેની રસપ્રદ માહિતી પ્રસ્તુત લેખમાં મૂકવામાં આવેલ છે જે ગાજરના બિયારણ વૃધ્ધિ ઉત્પાદન કરતા ખેડૂતઆલમને અતિ ઉપયોગી નીવડશે.

બીજ એટલે શું?

આનુવંશીક શુધ્ધતાવાળા, નિંદામણના બીજથી મુકત,ભેળસેળ વગરના,સારા ઉગાવાની અને વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવતા, સમાન કદવાળા,ભેજ મુકત દાણાને બીજ કહેવાય.

વેરાયટી (જાત) એટલે શું?

જે પાકના છોડવાઓની વનસ્પતિય, કોષશાસ્ત્રીય, રાસાયણીક અને બાહય ગુણધાર્મિક રીતે ખાસિયતો નકકી કરવામાં આવી હોય, સત્તાધારી સમિતિ દ્વારા વાવવા માટે ભલામણ કરેલી હોય અને તેના બીજમાંથી ઉત્પન્ન કરેલા બિયારણમાંથી ઉત્પન્ન થયેલા છોડ નકકી કરેલી ખાસીયતો જાળવી રાખતા હોય તેવા છોડને વેરાયટી (જાત) કહે છે.

બીજના પ્રકારઃ

  • ન્યુકલીયસ
  • બ્રીડર
  • ફાઉન્ડેશન
  • સર્ટીફાઈડ
  • ટ્રુથફુલ (જાત)

પ્રમાણિત બિયારણ (સર્ટીફાઈડ) :

વૈજ્ઞાનિક પ્રક્રિયા દ્વારા  તૈયાર કરવામાં આવતાં ભૌતિક તેમજ આનુવંશિક ગુણધર્મ ધરાવતા, બીજ પ્રમાણન એજન્સીના નકકી કરેલા ધોરણો ધરાવતા તેમજ બીજ પ્રમાણન એજન્સી દ્વારા  પ્રમાણિત થયેલા બિયારણને'પ્રમાણિત બિયારણ' કહે છે. દરેક કક્ષાના બિયારણની ઓળખ માટે ગુણત્તાના માપદંડો નકકી કરેલ છે અને તે મુજબ તેને ઓળખ (ટેગ) આપવામાં આવે છે.ન્યુકલીઅસ કક્ષાનું બીજ, બ્રિડર કક્ષાનું બીજ (પીળા રંગની ટેગ), ફાઉન્ડેશન કક્ષાનું બીજ (સફેદ રંગની ટેગ), સર્ટીફાઈડ કક્ષાનું બીજ (ભુરા રંગની ટેગ), ટ્રુથફુલ બીજ (લીલા રંગની ટેગ) પ્રમાણે ટેગ આપવામાં આવે છે.

શુધ્ધ બિયારણ ઉત્પાદન કરવા અંગેના અગત્યના મુદૃાઓ :

  • ભૌતિક શુધ્ધતા : માત્ર ગાજરપાકની જાતના જ બીજ હોવા જોઈએ. અન્ય પાકોના કે નિંદણના બીજ,કચરો,કાંકરાથી મુકત હોવું જોઈએ.
  • સ્ફૂરણના ટકા : ખેતરમાં બીજનો વધુ અને જુસ્સાવાળો ઉગાવો થવો જરૂરી છે.
  • તંદુરસ્ત અને રોગમુકત બીજ : બીજ જન્ય રોગોથી મુકત હોવુું જોઈએ.
  • જનિનીક શુધ્ધતા : બધા ઉગાવો પામેલ છોડ ગાજરજાતના એકસરખા લક્ષણો કે ગુણધર્મ ધરાવતા હોવા જોઈએ.
  • અરજીની નોંધણી અને ખરાઈ
  • ગાજર બીજ ઉત્પાદન માટે મેળવેલ બીજની પ્રાપ્તિ, વર્ગ અને અન્ય જરૂરી વિગત
  • બીજ ઉત્પાદન માટેના ખેતર (પ્લોટ)ની ધારાધોરણ મુજબ ખરાઈ કરાવવી તેમજ રોગીંગની કામગીરી
  • કાપણી સમયે બીજ પ્રમાણિત એજન્સી દ્વારા નિરીક્ષણ
  • બીજના નમૂના અને શુધ્ધતા માટેનો ચકાસણી રીપોર્ટ
  • બીજ પ્રમાણિત મંજુરીનું પ્રમાણપત્ર, ટેગીંગ અને સીલ કરાવવું
  • બીજ પ્રમાણિત કરવા માટેના ધારાધોરણો

આબોહવા :

આપણા રાજયમાં ગાજર શિયાળુ પાક તરીકે ઉગાડવામાં આવે છે. ગાજરના બીજના ઉગાવા, મૂળના શરૂઆતના વિકાસ માટે તથા મૂળના રંગ માટે તાપમાન ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ગાજરના પાકને સરેરાશ ૧૦ ૦ થી ર૪૦ સે.ગ્રેડ. તાપમાન વધારે અનુકુળ આવે છે. આનાથી તાપમાન ઉંચે જાય તો ગાજર ટૂંકા અને જાડા થાય, રંગ અને સ્વાદ ફિકકો  થાય તેમજ ઉત્પાદન ઘટે છે.

બીજ ઉત્પાદન પ્લોટની પરિસ્થિતિ :

ગાજરના પાકને સારા નિતારવાળી, પોચી અને ભરભરી તેમજ ગોરાડુ જમીન વધુ માફક આવે છે. ભારે જમીનમાં મૂળનો વિકાસ બરાબર થતો નહિ હોવાથી આવી જમીન ઓછી અનુકૂળ આવે છે. આ પાક માટે જમીનનો પી.એચ. ૬.પ જેટલો હોવો જોઈએ. પોટાશયુકત જમીનમાં આ પાક સારો થતો હોવાથી ઉત્તર ગુજરાતની પોટાશથી સભર જમીનોમાં ગાજર અને ગાજરનું બીજ ઉત્પાદન ગુણવત્તાવાળું ઉત્પાદન મળે છે. બીજ ઉત્પાદન માટેની જમીન અન્ય છોડથી મુકત હોવી જોઈએ. બીજ ઉત્પાદન પ્લોટ અન્ય જાતોના છોડ મુકત અને આગળના વર્ષે તે જ પાક ન લીધેલ  હોવો જોઈએ.

સુધારેલી જાતો :

સ્થાયી જાતોનું બિયારણ સ્વપરાગનયનની પ્રક્રિયાથી ઉત્પાદીત કરવામાં આવે છે. તેથી જો આવી જાતોનું બિયારણ પરપરાગનયનની ક્રિયાથી આનુવંશીક રીતે અશુધ્ધ ન થાય તો ત્રણ વર્ષ સુધી વાપરી શકાય છે.  ગાજરની જાતોને મુખ્યત્વે ગુજરાત રાજય માટેપુસા કેસર(લાલ રંગ),નાન્ટીસ, પુસા યમદગ્ની અને ગુજરાત દાંતીવાડા ગાજર૧ જેવી  જાતો બહાર પાડેલ છે.  શાકભાજી સંશોધન યોજના, જગુદણ, સ.દાં.કૃ.યુ.અંતર્ગત સને વર્ષ ર૦૧૩ માં વધુ ઉત્પાદન આપતી સુધારેલ જાત ગુજરાત દાંતીવાડા ગાજર૧  બહાર પાડવામાં આવેલ છે. જેનું સરેરાશ ઉત્પાદન ૪૪.૮ મે.ટન/હે. મળેલ છે તદૃ ઉપરાંત ગાજરની કંદ ગુણવત્તા ખૂબ જ સારી હોવાથી સારા ભાવ મળે છે. જેના મૂળનો રંગ લાલ, લાલ રંગનું ઓછા પિત્તવાળું તેમજ એક સરખા શંકુ આકારના, લીસ્સી સપાટીવાળા છે.જેના પોષણ મૂલ્યમાં વધુ શર્કરા હોવાથી મીઠા અને પુસા અસિતા કરતા વધુ બીટા કેરોટીન ધરાવે છે. જેનું બિયારણ મુખ્ય મસાલા સંશોધન કેન્દ્ર, સદાંકૃયુ, જગુદણ ખાતેથી નોટીફીકેશન  થયે સર્ટીફીકેશન ચેનલમાં આવતા તમામ કક્ષાના બિયારણ મળશે. હાલમાં લેબલ્ડ બિયારણ મળે છે. 

ગુજરાત દાંતીવાડા ગાજર–૧ જાતની મુખ્ય ખાસિયતો

કોઠો–૧ :  ગુજરાત દાંતીવાડા ગાજર–૧ જાતની મુખ્ય ખાસિયતો

ખાસિયતો

ગુજરાત દાંતીવાડા ગાજર – ૧

ખાસિયતો

ગુજરાત દાંતીવાડા ગાજર – ૧

છોડનો વિકાસ

ઉભો અને ગરબા જેવો

સરેરાશમુળનુંવજન ગ્રામ

૭૯.૮

પાન ઉપરની રુંવાટી

હયાત

મુળમાં પિત્તનો પ્રકાર

લાલ તેમજ મુળમાં સમાવિષ્ટ

પાનનો રંગ

લીલો

મુળની સુગંધ

મીઠી

ફુલની શરૂઆત

૧૦૮ દિવસ

ભેજના ટકા

૯૦.પ૭

મુળની લંબાઈ,સે.મી.

રર.૦

દ્રવ્ય ખાંડના ટકા

૭.૩૭

મુળની પહોળાઈ, સે.મી.

૧૦.૮

બીટાકેરોટીનમિ.ગ્રા/ ગ્રા.

૪૦.૦

જમીનની તૈયારી અને ખાતર :

ગાજરના મૂળ જમીનમાં વિકાસ પામતાં હોઈ જમીનમાં ઉંડી ખેડ કરી જમીન પોચી અને ભરભરી બનાવવી. જેથી ગાજરનાં મૂળનો આકાર બદલાય નહિ. ખાતરોમાં સેન્દ્રીય અને રાસાયણિક ખાતરોનો સારો પ્રતિભાવ આવે છે.રપ ટન છાણિયું ખાતર જમીનમાં ખેડ કરતાં પહેલાં આપવું. ગાજર પાકમાં ખાતર બિયારણનો દર, વાવણી સમય તેમજ સરેરાશ ઉત્પાદન અંગેની વિગત  કોઠા રમાં  સૂચવેલ છે.

ગાજરના પાકમાં વાવણી સમય, બિયારણનો દર અને સરેરાશ ઉત્પાદન

કોઠોર : ગાજરના પાકમાં વાવણી સમય, બિયારણનો દર અને સરેરાશ ઉત્પાદન

જાતનું નામ

વાવણી સમય

બિયારણનો દર

સરેરાશ ઉત્પાદન

ગુજરાત

દાંતીવાડા

ગાજર – ૧

ઓકટોબર થી નવેમ્બર સુધી વાવેતર કરવામા આવે છે અને ગાજરના બીજને વાવતાં પહેલાં ૧ર થી ર૪ કલાક પાણીમાં પલાળીને વાવવાથી ઉગાવો ઝડપી થાય છે.(વહેલી વાવણી માટે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયાથી શરૂ કરી  શકાય)

પ થી ૬ કિ.ગ્રા. (ગાજર માટે ) જયારે બીજ ઉત્પાદન સારુ (૧૦ થી ૧પ કિ.ગ્રા. બિયારણ)

પ૦૦  ૬૦૦ (  કિગ્રા/હે )

નોંઘ : આ ઉપરાંત બીજને ૦.ર ટકાના મેંગેનીઝના દ્રાવણમાં અથવા ૦.૦૧ ટકાના બોરોનના દ્રાવણમાં અથવા ૦.૧પ ટકાના ઝીન્ક સલ્ફેટના દ્રાવણમાં ર૪ કલાક માટે પલાળીને વાવવાથી ઉગાવો અને ઉત્પાદન વધુ મળે છે.

 

જયારે ફેરરોપણી અંતર  અને ખાતર વ્યવસ્થા અંગેની વિગત કોઠા –૩  માં આપેલ છે જે પ્રમાણે વાવેતર કરવા ભલામણ છે.

ગાજરના પાકમાં રોપણી અંતર અને ખાતર વ્યવસ્થા

રોપણી અંતર (સેમી)

ભલામણ કરેલ ખાતરનો જથ્થો (કિગ્રા /હે)

પૂર્તિ ખાતર

આપવાનો સમય

પાયાનું ખાતર

પૂર્તિ ખાતર

નાઈટ્રોજન

ફોસ્ફરસ

પોટાશ

નાઈટ્રોજન

ગાજરને પુંખીને અને

ભારે કાળી જમીનમાં ૩૦ સે. મી. ના ચાસ પાડી પાળા જાડા બનાવીને ઓરીને વાવણી કરવી

પ૦

(૮૮ કિ.ગ્રા. યુરિયા)

પ૦

(૧૦૮કિ.ગ્રા. ડી.એ.પી.)

પ૦

(૮૬ કિ.ગ્રા.

મ્યુરેટ ઓફ

પોટાશ)

પ૦

( ૮૮ કિ.ગ્રા.

યુરિયા )

યુરિયા ૪પ- પ૦ દિવસે વાવણી પછીના

દિવસોએ આપવું.

બીજ ઉત્પાદન માટે નર્સરી :

ગાજરના મૂળ માટે સપ્ટેમ્બરઓકટોબરમાં નર્સરી નાખવામાં આવે છે. અઠવાડીયામાં બીજ ઉગી નિકળે છે. વાવણી પછી ગુજરાતની જાતો ૯૦ થી ૧૧૦ દિવસમાં ગાજર શાકભાજીના ઉપયોગ માટે તૈયાર થઈ જાય છે. જયારે ગાજરના બહારના પાંદડા સુકાવવા માંડે ત્યારે ગાજર ખોદવા લાયક થાય છે. ગાજરને જમીનમાંથી ખોદી કાઢતાં પહેલાં એકાદ દિવસ અગાઉ પિયત આપવું. એક હેકટરમાંથી અંદાજે ૪૦,૦૦૦ થી પ૦,૦૦૦  કિ.ગ્રા.ગાજરનું ઉત્પાદન થાય છે.  હારમાં વાવેતર કરવું હોય તો ૩૦ થી ૪૦ સે.મી. અંતર રાખવું. કુદરતી પરિસ્થિતિમાં ગાજરને ૩ થી ૪ દિવસ સુધી સંગ્રહી શકાય છે. જયારે શીતાગારમાં ૦૦ સે.ગ્રેડ.થી ૪.૪૦ સે.ગ્રેડ.તાપમાને અને ૯૩ થી ૯૮ ટકા સાપેક્ષ ભેજ રાખી ગાજરને ૬ મહિના સુધી સંગ્રહી શકાય છે.

માતૃ ગાજરના સ્ટેકલીગની (ટુકડાઓ) પસંદગી, માવજત અને ફેરરોપણીઃ

જાન્યુઆરીફેબુઆરીમાં ફેરરોપણી કરવામા આવે છે.  સાચા છોડ અને મૂળની પસંદગી કરવી. જેમાં મુળનો ઉપરનો ટોચનો પોણો ભાગ રાખી નીચેનો ૧/૩ ભાગ કાપી નાખવો. જેમાં પિત્ત અને ગાજરનાં રંગ ઉપરથી શુધ્ધ એકસરખા ગાજરના ટુકડા પસંદ કરવા અને જુદા પડતા કાઢી નાખવાં. ગાજરના ટુકડાઓને કાર્બેન્ડીઝાઈમ ૩ થી ૪ ગ્રામ/૧૦ લીટર પાણીમા રોપણી પહેલા ડુબાળીને માવજત આપવામા આવે છે જેથી રોગકારકો જેવા કે જીવાણુ, ફુગ, વિષાણુ અને કૃમિને અટકાવી શકાય છે. જેથી ગાજરનો સડો કે કોહવાણ ઘટાડી છોડનું પ્રમાણ જાળવી શકાય છે.  પસંદ કરેલ ટુકડાઓને અલગ કરીને હારમાં ૬૦૯૦ સે.મી.× ૩૦ સે.મી. અંતર રાખી  રોપણી માટે તૈયાર કરી રોપણી કરી પિયત આપવું. એક હેકટર માટે અંદાજે ર૮,૦૦૦ થી ૩૦,૦૦૦ ગાજર સ્ટેકલીગની (ટુકડાઓ) જરૂરી છે. બીજ ઉપરની  સૂક્ષ્મ રુવાટી દૂર કરીને વાપરવા. ૧૦ થી ૧પ સે.મી.અંતર રાખીને પારવણી કરવી.

પિયત :

ફેરરોપણી પછી તૂર્તજ અને બીજું પિયત અઠવાડીયે આપવું. બાકીના પિયતો ૧૦ થી ૧ર દિવસે જ પિયત પ્રમાણે આપવા.

પાક સંરક્ષણ :

ગાજરના પાકમાં ખાસ કોઈ રોગ કે જીવાતથી નુકશાન જોવા મળનું નથી. ગાજરમાં મોલો મશીનેા ઉપદ્રવ જોવા મળે છે. તેને કાબુમાં લેવા માટેડાયમમિથોએટ ૦.૦૩ ટકા  દવાનો છંટકાવ કરવાથી  આ જીવાતને કાબુમાં લઈ શકાય છે.

ક્ષેત્રિય તપાસણીઃ

બીજ ઉત્પાદન પ્લોટ માટે 'સીડ સર્ટીફીકેશન એજન્સી' ના ધારાધોરણ મુજબ છે કે કેમ તેની તપાસણી સીડ સર્ટીફીકેશનના તાલીમબધ્ધ કર્મચારીઓ દ્વારા  થાય છે. આમાં આઈસોલેશન અંતરની જાળવણી, નર માદા જાતોના હરોળનું પ્રમાણ વગેરેની ચકાસણી થાય છે.

એકલન/ અલગીકરણ આઈસોલેશન અંતર :

બીજની શુધ્ધતા જાળવવા માટે બીજ પ્લોટમાં વાવેલ જાતથી અમુક અંતર સુધી તે પાકની અન્ય જાતનું વાવેતર કરવામાં આવતું નથી તેને આઈસોલેશન અંતર કહેવામાં આવે છે. ગાજરના પાકમાં ફલીનીકરણની પ્રક્રિયા, પરફલીનીકરણથી થાય છે જેમાં ફુલના સ્ત્રીકેસરનું  ફલીનીકરણ બહારના પુંકેસરથી થાય છે

ગાજરમાં આઈસોલેશન અંતર (અલગીકરણ)

ગાજરમાં બે જાતોના પ્લોટો વચ્ચે ફાઉન્ડેશન અને પ્રમાણિત બીજ ઉત્પન્ન કરવા માટે અલગીકરણ અંતર નીચેના કોઠા મુજબ જરૂરી છે.

બીજને અશુધ્ધ કરનાર ઘટકો

ક્ષેત્રિય અન્ય જાતો

વાવતેર કરેલ એકજ

અંતર (મીટરમાં)

માતૃ ગાજર  ઉત્પાદન

(સ્ટેકલીગ)

બીજ ઉત્પાદન

ફાઉન્ડેશન બીજ

પ્રમાણિત બીજ

ફાઉન્ડેશન બીજ

પ્રમાણિત બીજ

જાતમાં અશુધ્ધ છોડ

૧૦ ૦૦

૮૦૦

બીજને અશુધ્ધ કરનાર ઘટકો

૧૦ ૦૦

૮૦૦

બીજ ઉત્પાદન દરમ્યાન ક્ષેત્રિય નિરીક્ષણો :

માતૃ ગાજર ઉત્પાદન તબકકે : ઓછામા ઓછા બે નિરીક્ષણ કરવા પડે.
  1. ર૦ થી ૩૦ દિવસ રોપણી પછી,અલગીકરણ અંતર, અન્ય છોડ, અન્ય સંકરણ અને વિજાતીય છોડ કાઢી દેવા તેમજ અન્ય પરિબળો   ચકાસવા
  2. બીજું નિરીક્ષણ વાવણી વખતે માતૃ ગાજરના ટોપ રોપણી વખતે. ગાજરનું પિત્ત અને ગાજરનાં રંગ તેમજ ગાજર જાતની ખાસિયત ચકાસી અન્ય છોડ કાઢી દેવા.
બિયારણ વખતે નિરીક્ષણ : ઓછામાં ઓછા ચાર ક્ષેત્રિય તપાસ કરવી.
  1. ફુલ આવે તે પહેલાં
  2. ફુલ બેસતી વખતે
  3. સાચા ચકકરની પુખ્તતા વખતે

રોગીંગ :

બીજ પ્લોટમાં જે જાત વાવેલ હોય તે જાત સિવાયના અથવા તે પાક સિવાયના તથા રોગવાળા જે કોઈ છોડ દેખાય તે દુર કરવાની પધ્ધતિને રોગીગ કહે છે. આમ કરવાથી બીજ ઉત્પાદન સમયે પ્રમાણિત જાતના પરાગરજ સિવાય કોઈ અન્ય જાતના બહારના પરાગરજથી ફલિનીકરણ થતું અટકાવી શકાય છે. આમ, રોગીંગ કરવાથી આનુવંશિક અશુધ્ધતા થતી અટકે છે તથા બીજ દ્વારા રોગનો ફેલાવો અટકે છે.

રોગીંગની પ્રકિયાના ચાર તબકકાઓ :

  1. ગાજર કાઢતી વખતે પાનની ખાસિયત પ્રમાણે
  2. ફેરરોપણી પહેલા ગાજરના રંગ, આકાર અને પિત્તની ખાસિયત મુજબ
  3. ફુલ આવે તે પહેલા  અને
  4. ફુલ બેસતી વખતે, સાચા ચકકરની પુખ્તતા વખતે ફુલ અને બીજ અવસ્થાએ પાન અને પુખ્ત ચકકરોની ઓળખ તેમજ થડનો રંગ જોઈને રોગીગ કરી રોગીષ્ટ છોડ કાઢી નાખવા.

ફેરરોપણી પછી પ્લોટોનું નિરીક્ષણ :

જનનિક શુધ્ધતા અને બીજ તંદુરસ્તી માટે પ્લોટોનું નિરીક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. જે તે પાકમાં નીચે પ્રમાણે વિવિધ તબકકામાં   બીજ પ્લોટોનું નિરીક્ષણ કરવામાં આવે છે.

  • ફૂલ અવસ્થા પહેલાં : આ તબકકાએ અલગીકરણ અંતર, પ્લાન્ટીંગ રેશીયો,વહેલા ફૂલવાળા તેમજ વોલેન્ટીઅર છોડ, રોગ અને સબંધિત પરિબળોનું નિરીક્ષણ કરવામાં આવે છે.
  • ફૂલ અવસ્થાએઃ બીજું નિરીક્ષણ છોડના લક્ષણોને આધારે વહેલું કે મોડું ફૂલ આવવાના લક્ષણો, અન્ય જાતોના છોડ (વિજાતીય પ્રકારના), રોગના લક્ષણો ધરાવતા છોડ દૂર કરવા અંગે કરવામાં આવે છે.
  • બીજ તૈયાર થવાની અવસ્થાએ : અલગ પડતા અને રોગીષ્ટ છોડ દૂર કરવા અંગે ત્રીજું નિરીક્ષણ કરવામાં આવે છે.
  • કાપણી પહેલા : ચોથું નિરીક્ષણ રોગ સબંધી તેમજ સાચા છોડ સબંધી લક્ષણો જેવા કે છોડનો બાહય દેખાવ,ચકકરો અને બીજની ખાસિયતો મુજબના છોડ સિવાયના છોડ ચોકકસાઈ પૂર્વક નિરીક્ષણ કરી દૂર કરવા અને જાતની શુધ્ધતા અંગેની ખાત્રી કરવી.

બીજ ઉત્પાદન પ્લોટોના નિરીક્ષણ  દરમ્યાન ગાજરમાં ચોકકસાઈથી જે તે લક્ષણો તપાસીને રોગીંગની કામગીરી કરવી. રોગીંગની કામગીરી ખાસ કરીને પરપરાગિત પાકોમાં ફૂલ આવ્યા પહેલાં કરવી જોઈએ.જેથી મધમાખી કે અન્ય જીવાતો દૃારા થતું સંકરણ નિવારી શકાય.

ગાજર બીજ ઉત્પાદનમાં મહત્તમ માન્ય વિજાતીય, નિંદામણ અને રોગીષ્ટ છોડ

કોઠોપ : ગાજર બીજ ઉત્પાદનમાં મહત્તમ માન્ય વિજાતીય, નિંદામણ અને રોગીષ્ટ છોડ

મહત્તમ માન્ય મર્યાદા (%)

ફાઉન્ડેશન બીજ

પ્રમાણિત બીજ

વિજાતીય છોડની

સંખ્યા

વિવાદાસ્પદ

(મળતાવડા)

નિંદામણ છોડની

સંખ્યા

રોગીષ્ટ

છોડની

સંખ્યા

વિજાતીય છોડની

સંખ્યા

વિવાદાસ્પદ

(મળતાવડા)

નિંદામણ છોડ

રોગીષ્ટ છોડની

સંખ્યા

૦.૧૦

૦.૦૧

૦.૧૦

૦.ર૦

૦.૦ર

૦.પ૦

ગાજર બીજના નમૂનાના શુધ્ધતા માટેના લઘુત્તમ ધોરણો

કોઠો૬ : ગાજર બીજના નમૂનાના શુધ્ધતા માટેના લઘુત્તમ ધોરણો

નકકી કરેલ બીજની શુધ્ધતાના ધોરણો (%)

શુધ્ધ બીજ

(લઘુત્તમ)

અન્ય કચરાના  ટકા (મહત્તમ)

અન્ય પાકના  બીજ/કિ.ગ્રા.

(મહત્તમ)

અન્ય નિંદામણના બીજ/કિ.ગ્રા.

(મહત્તમ)

સ્ફૂરણના ટકા

(લઘુત્તમ)

ભેજના ટકા

મહત્તમ)

હવાચુસ્ત

પેકીગ માટે

ભેજના ટકા

 

ફાઉન્ડેશન

પ્રમાણિત

ફાઉન્ડેશન

પ્રમાણિત

ફાઉન્ડેશન

પ્રમાણિત

ફાઉન્ડેશન

પ્રમાણિત

ફાઉન્ડેશન

પ્રમાણિત

ફાઉન્ડેશન

પ્રમાણિત

ફાઉન્ડેશન

પ્રમાણિત

૯પ

૯પ

૧૦

ર૦

૧૦

ર૦

૬પ

૬પ

કાપણી અને ઝૂડણી :

ચકકરો અલગ અલગ સમયે પાકતા હોવાથી ચકકરની પાકટ અવસ્થાએ  બદામી રંગના કટરથી કાપી, પાકા ખળામા સૂકવવા. બે થી ત્રણ વીણી કરીને પાકા ખળામાં સૂકવવા. સૂકવણી થયે ધોકાથી બીજ છૂટા પાડી ચોખ્ખા તેમજ ગ્રેડીગ કરી પોલીથીલીન કોટેડ બેગમાં ભરવા.

બીજ ઉત્પાદન :૬૦૦ થી ૭૦૦ કિ.ગા. બિયારણ પ્રતિ હેકટર

સ્ત્રોત : ર્ડા. ડી.બી.પ્રજાપતિ, એસ.એ.ગુપ્તા, ર્ડા.બી.જી.પ્રજાપતિ અને ર્ડા.એ.યુ.અમીન, બીજ મસાલા સંશોધન કેન્દ્ર,સ.દાં.કૃ.યુ.જગુદણ,જી.મહેસાણા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate