દક્ષિણ ગુજરાતમાં શેરડી અને ડાંગર પાકની સાથે સાથે શાકભાજીની ખેતી પણ વધુ કરવામાં આવે છે. ત્યારે હાલના સમયે સજીવ ખેતી પદ્ધતિથી ખેતી કરવામાં આવે તો ઉત્પાદન ગુણવત્તાવાળુ મેળવી શકાય છે. જેથી તેનો સારો ભાવ મળી શકે.
બારડોલીના ખેડૂત યોગેશભાઈ પટેલે ગત દિવસોમાં તૂરિયાની ખેતી કરી હતી. જે ખેતીમાં તેમણે રસાયણીક ખાતરનો ઉપયોગ કર્યા વિના સારુ અને ઉચ્ચ ગુણવત્તાવાળુ ઉત્પાદન મેળવ્યું હતું. જેથી તેમને માર્કેટમાં પણ સારો ભાવ મળ્યો હતો. તૂરિયાની સજીવ ખેતી કરનાર ખેડૂતે પોતાના અનુભવ અંગે ચર્ચા કરી હતી.
જમીન: તૂરિયાનીખેતી માટે ગોરાડુ ફળદ્રુપ અને મધ્યમકાળી, સારા નિતારવાળી જમીન વધુ માફક આવે છે. છોડની સારી વૃદ્ધ થઈ શકે છે.
વાવેતરનો સમય : જો ખેડૂતે તુરિયાની ઉનાળુ ખેતી કરવી હોય તો ફેબ્રુ.થી માર્ચ, - ચોમાસામાં જૂનથી જુલાઈમાં તેનું વાવેતર કરવું જોઇએ.
વાવણીનુંઅંતર તથા રીત :બે હાર વચ્ચે 5 ફૂટ અને બે છડો વચ્ચે 3 ફૂટ રાખવી જોઇએ.
બીજનોદર :તુરિયામાંબીજનો પ્રતિ દર પ્રતિ એકરે 1થી 1.5 કિલો રહેવો જોઇએ. તેમજ પોષણ પ્રતિ એકરમાં પાયામાં 10થી 15 ટન કમ્પોસ્ટ છાણીયું ખાતર નાંખવું.
પિયત: ઉનાળામાં10થી 12 દિવસે, ચોમાસામાં વરસાની ખેંચ જણાય તો 15 વસનાઅંતરે બે પુરક પિયત આપવી ટપક સિંચાઈ પદ્ધતિ લાભદાયક છે.
આંતરખેડતથા નિંદણ : આંતરખેડઅને નિંદણ જરૂરિયાત મુજબ કરવી જોઇએ.તુરિયાનું ઉત્પાદન પ્રતિ એકરે 3000થી 4000 કિલો આવે છે. આવક પણ સારી મળી રહે છે.
તૂરિયાનાપાક માટે શું કાળજી રાખવી
પાકમાં આટલી કાળજી રાખશો
તુરિયાના પાકમાં બંને બીજ ઉગે તો એક તંદુરસ્ત છોડ રાખી બાકીનો છોડ કાઢી નાંખવો, નિંદામણ દરમિયાન વેલાના થડની બાજુમાં માટી ચઢાવવી જેથી વેલાને આધાર મળે અને મૂળનો વિકાસ સારો થાય. વધુ પડતું પિયત આપવાથી ફળનો સડો અને ફૂગ લાગવાથી ગુણવત્તા અને ઉત્પાદન ઉપર અસર પડે છે. આથી ખેડૂતે બાબતે વિશેષ કાળજી રાખવી જોઇએ.
પાક સંરક્ષણ રીતે કરશો
તૂરિયાના પાકમાં જીવાતમાં પાનકોરીયુ, મોલામશી, પાન ખાનારી ઈયળ, ફળ માખી, રોગી અને તેમા રાખવા જેવી કાળજીમાં રોગિષ્ટ ફળો તોડીને તેનો નાશ કરવો, એકરે 5થી 6 ફેરોમેન ટ્રેપનો ઉપયોગ કરો, વિવિધ પ્રકારના વાનસ્પતિક જંતુનાશકો તથા પાકો પોષણ દ્રાવણનો ઉપયોગ કરવો.
રોગ:ભૂરી છરો, ગરમ અને વરસાદ વિના વિસ્તારમાં ઘણીવાર રોગ વધે છે. તળ છરો શરૂના દ્રાવણનો છંટકાવ કરવો જોઇએ.
આંતરપાક તરીકે લાલ મૂળા, સૂવા વગેરે લઈ વધુ આવક પણ મેળવી શકાય
કૃષિ ભાસ્કર. કડોદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/22/2020