ભારતના અસંખ્ય ગામો અને ખેત સમુદાયોમાંથી નીપજેલી ખેત પદ્ધતિઓમાં સેન્દ્રિય ખેતીની વિભાવનાના મૂળિયાં ધરબાયેલાં છે. ભારતની પરંપરાગત ખેતીના સામથર્યને અંગ્રેજ વનસ્પતિશાસ્ત્રી સર આલબર્ટ હાવર્ડ (૧૮૭૩-૧૯૪૭)એ ઓળખી કાઢેલું. તેમણે ભારતની પરંપરાગત ખેત પધ્ધતિઓનું બારીકાઈથી અવલોકન કર્યું અને રસાયણો આધારિત (Conventional) કૃષિ વિજ્ઞાન કરતાં ભારતીય ખેતીની પરંપરા અને પધ્ધતિઓની સારપને ટેકો આપ્યો. તેઓ ઈ.સ. ૧૯૨૬માં આયોજિત ભારતીય વિજ્ઞાન પરિષદ (Indian Science Congress)ની ૧૩મી બેઠકના પ્રમુખ હતા. હાવર્ડ ભારતમાં પ્રચલિત કંપોસ્ટિંગની પધ્ધતિ પર સંશોધન કરી કંપોસ્ટિંગની આધુનિક પદ્ધતિ વિકસાવી જેને ઈન્દોર પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હાવર્ડને આધુનિક કંપોસ્ટિંગના પિતા કહેવામાં આવે છે. તેમણે સેન્દ્રિય ખેતીની પરંપરાગત પદ્ધતિઓનું દસ્તાવેજીકરણ કર્યું અને તેમનો વિકાસ પણ કર્યો. આમ, સેન્દ્રિય ખેતીના વૈશ્વિક અભિયાનના મૂળિયાં ભારતમાં રહેલાં છે.
સંયુક્ત રાષ્ટ્ર (United Nations-UN)ની ખોરાક અને કૃષિ સંસ્થા (Food And Agriculture Organization-FAO of UN)એ ૨૦૧૦માં અત્યંત કદરપાત્ર અહેવાલ તૈયાર કર્યો, જેનું મથાળું છે, "સાચવો અને ઉગાડો" (Save and Grow). તે કહે છે, હવે તે સ્પષ્ટ થઈ ચૂકયું છે કે (હરિયાળી ક્રાંતિ જનિત પદ્ધતિઓ દ્વારા) પ્રાપ્ત થયેલ કૃષિ ઉત્પાદન અને ઉત્પાદક્તા સંબંધી બધી મહાન પ્રાપ્તિઓની સાથો સાથ કૃષિ માટે જરૂરી પ્રાકૃતિક સોતોની ઉપર મોટેભાગે નકારાત્મક અસરો ઊભી થઈ છે. આ અસરો એટલી ગંભીર છે કે તેનાથી ભવિષ્યની ઉત્પાદનક્ષમતા પર ગંભીર ખતરો ઉભો થયો છે.
હવે વ્યાપક રીતે એવી જાગૃતિ આવી ચૂકી છે કે કૃષિ ઉત્પાદનનો આધાર નિવસનતંત્ર
(Ecosystem Approach) હોવા જોઈએ સંયુક્ત રાષ્ટ્ર (UN)ના અધિવેશન UNCCD અને UNFCCમાં પણ (રસાયણો આધારિત) ઔદ્યોગિક કૃષિએ ઉભાં કરેલાં પડકારી ઓળખી કાઢવામાં આવ્યા છે.
આમ, ભારત જેમાં સહી કરી ચૂકયું છે તેવા ત્રણ યુએન કન્વેન્શનના ધ્યેયો અને હેતુઓને પહોંચી વળવા ચિરંજીવ ખેતી પદ્ધતિઓ સ્પષ્ટપણે મોટી ભૂમિકા ભજવી શકે તેમ છે.
સામાન્ય રીતે એવું નોંધાયું છે કે સેન્દ્રિય ખેતી કરવાથી કૃષિ ઉત્પાદક્તા ઘટે છે. આ ઘટાડાનું પ્રમાણ પાકનો પ્રકાર, અમલમાં મૂકાયેલ ખેત પદ્ધતિઓ વગેરે જેવી ઘણી બાબતો પર આધાર રાખે છે. કઠોળ અને શાકભાજીની તુલનામાં ધાન્યપાકો વધુ ઉત્પાદન આપતાં અને વધુ પોષક તત્વો ખેંચતા હોવાથી તથા સૂકી ખેતી કરતાં પિયત ખેતીમાં ઉત્પાદક્તામાં ઘટાડો વધુ જોવા મળે છે. સંયુક્ત રાષ્ટ્રો (UN)ના ફૂડ એન્ડ એગ્રીકલ્યર ઓર્ગેનાઈઝેશન (FAO)ના અભ્યાસ મુજબ ઉત્પાદન સંબંધે સેન્દ્રિય ખેતીના પરફોર્મન્સ, બદલાવ (Conversion) અગાઉ બાહ્ય કૃષિ સામગ્રી અને રસાયણોના વપરાશની માત્રા પર આધાર રાખે છે. ગ્રીન હાઉસ વાયુઓના ઉત્સર્જનને ખાળવા માટે અને જમીનમાં કાર્બનને ધરબી દેવા (Sequester) માટે સેન્દ્રિય ખેતીની ક્ષમતાને ચકાસવા સેન્દ્રિય ખેતી ચળવળોના આંતરરાષ્ટ્રિય ફેડરેશન (International Federation of Organic Agricultural Movements- IFOAM) દ્વારા એક વિશેષ અભ્યાસ થયો હતો તેનું તારણ નીકળ્યું છે કે સેન્દ્રિય ખેતી ગ્રીન હાઉસ વાયુઓના ઉત્સર્જનને રોકવા (Avoided) અને કાર્બનને જમીનમાં ધરબી દેવા (Sequester) મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે.
સેન્દ્રિય ખેતી તરફના બદલાવની ઉત્પાદક્તા ઉપર અસર અંગે એક અત્યંત સાદી સમજ એમ છે કે.
સેન્દ્રિય ખેત પેદાશોની સ્થાનિક (ઘરેલૂ) અને નિકાસ બજારમાં માંગ : દેશમાં સેન્દ્રિય ખેતીના વિકાસ માટે નિકાસ બજારમાં ઉભી થયેલ માંગ એ મુખ્ય ચાલકબળ છે. સેન્દ્રિય ખેતીની ચાની નિકાસ માટે ભારત સાથી વધારે જાણીતું છે. તે જ રીતે મસાલા/તેજાના માટેનું પણ સારું બજાર મેળવી લીધું છે. સેન્દ્રિય ખેતીના ચોખા, કાજુ, કોફી અને તેલીબિયાં માટે પણ ખૂબ સારી ગ્રાહકપ્રતિભાવ છે. ફાળપાકોમાં કેરી, કેળા અને સંતરા મુખ્ય પેદાશ છે. મોટેભાગે નિકાસ પામતી સેન્દ્રિય ખેતીની પેદાશો હવે સ્થાનિક (ઘરેલૂ) બજાર (Domestic Market) માં પણ સારું સ્થાન મેળવવા માંડી છે.
તકો : જે વિસ્તારો હરિયાળી ક્રાંતિ હેઠળ ચૂકાઈ ગયા છે ત્યાં સેન્દ્રિય ખેતીના વિકાસની સારી તકો છે. આવા અભિક્રમોમાં લક્ષ્ય આધારિત અભિગમની જરૂર છે. સરકાર તબક્કાવાર અભિગમ દ્વારા આવા વિસ્તારોને સેન્દ્રિય ખેતી હેઠળ લાવવાનું ગોઠવી ચૂકી છે. પ્રમાણનના ધોરણો સ્થાપવા માટે ભારતે ખૂબ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સેન્દ્રિય ખેતીના ઉત્પાદન અને માન્યતા માટે ભારતના NPOPના ધોરણોને યૂરોપિયન કમિશન અને સ્વીટ્રઝરલેન્ડના ધોરણોને સમાન (Equvivalent) હોવાનું ગણવામાં આવે છે. તે જ રીતે NPOPના ધોરણોને USDAને સમાન (Equvivalent) ગણ્યા છે. આ ઓળખ/માન્યતા સાથે ભારતમાં પેદા થયેલ અને પ્રમાણિત થયેલ સેન્દ્રિય ખેતીની પેદાશોને આયાતી દેશો સ્વીકારે છે. ઉપરાંત હવે અનેક આંતરરાષ્ટ્રિય પ્રમાણન એજન્સીઓ ભારતમાં પણ સેવા આપે છે.
ગુજરાતમાં સેન્દ્રિય ખેતી માટે સજીવ ખેતી શબ્દ વ્યાપક રીતે અને શરૂઆતથી વપરાતો આવ્યો છે. આદર્શ રીતે સજીવ ખેતી એટલે ખેતીની એવી વ્યવસ્થા જે કોઈ ખેતર, વાડી, ગામ કે પર્યાવરણ ક્ષેત્ર પર વસતાં માનવ સમેતના તમામ સજીવોને પૂરતો અને પોષક ખોરાક તથા પાયાની જરૂરિયાતો પૂરી પાડવા માટે પ્રાકૃતિક સોતોનું સંવર્ધન અને જતન કરતી હોય. આવી ખેતીમાં કૃત્રિમ રસાયણો અને જનીન રૂપાંતરિત પાકો / બીજ / પેદાશો / સજીવોનો ઉપયોગ વજ્ય ગણવામાં આવે છે.
સેન્દ્રીય ઉત્પાદન માટે રાષ્ટ્રીય કાર્યક્રમ - (National Programme on Organic Production-NPOP) os વ્યાખ્યા મુજબ સેન્દ્રિય ખેતી એટલે નિવસનતંત્ર તૈયાર કરવા રચેલ ખેતર/વાડીની એવી ડિઝાઈન અને વ્યવસ્થાતંત્ર કે જે રાસાયણિક ખાતરો, જંતુનાશકો તથા જનીન રૂપાંતરિત પાકો / સજીવો અને તેમની પેદાશ જેવી કૃત્રિમ બાહ્ય ખેત સામગ્રીના ઉપયોગ વિના ચિરંજીવ ઉત્પાદક્તા હાંસલ કરી શકે. કોડેક્ષ એલીમેન્ટારિયસ કમિશનની વ્યાખ્યા મુજબ જૈવ વૈવિધ્ય, જૈવિક ચક્રો અને જમીનમાંની જૈવિક પ્રવૃત્તિ સમેત કૃષિ-નિવસનતંત્રના સ્વાસ્થયને સુધારે અને મજબૂત કરે તેવી સવોંગી ઉત્પાદન વ્યવસ્થાપદ્ધતિને સેન્દ્રિય ખેતી કહે છે. ખેતર બહારની સામગ્રી કરતાં ખેત પદ્ધતિઓને પ્રાથમિકતા આપવા ઉપર તે ભાર મૂકે છે. તે સ્થાનિક રીતે અનુકૂલન પામેલ પદ્ધતિઓનું ખાસ ધ્યાન રાખે છે. આ નિવસનતંત્રમાંના વિશિષ્ટ કાર્યોને પાર પાડવા જ્યાં શકય હોય ત્યાં શસ્ય વિદ્યાકીય, જૈવિક અને યાંત્રિક રીતોનો (કૃત્રિમ પદાર્થોના વિરુદ્ધમાં) સાથ લેવામાં આવે છે.
સેન્દ્રીય ખેતી ચળવળ આંતરરાષ્ટ્રીય ફેડરેશન (International Federation of Organic Agriculture Movements-IFOAM) ની વ્યાખ્યા મુજબ સેન્દ્રિય ખેતી એ એવી ઉત્પાદન વ્યવસ્થા છે કે જે જમીન, પર્યાવરણ અને માનવ - એમ ત્રણેયના સ્વાસ્થયને પોષે છે. આડઅસર પેદા કરતી ખેત સામગ્રીના ઉપયોગને બદલે પર્યાવરણીય પ્રક્રિયાઓ, જૈવવૈવિધ્ય અને સ્થાનિક રીતે અનુકૂલન પામેલ ચક્રો પર આધાર રાખે છે. સેન્દ્રિય ખેતી પરંપરાઓ, અવનવી શોધો અને વિજ્ઞાનનો સમન્વય કરે છે જેથી આપણા સહિયારા પર્યાવરણને ફાયદો થાય અને ઉત્પાદન પ્રકિયા સાથે સામેલ તમામને સારી ગુણવત્તાવાળું જીવન મળે તથા તમામ વચ્ચે વધુ મજબૂત સંબંધ બંધાય.
IFOAM એ સેન્દ્રિય ખેતીના ચાર સિદ્ધાંતો નીચે મુજબ તારવ્યા છે :
આ પોલીસી ખેત-પેદાશની ભરોસાપાત્ર વેચાણવ્યવસ્થા અને પૂરવઠાસાંકળની સાથે-સાથે ચિરંજીવ ખેત વ્યવસ્થા માટે વૈજ્ઞાનિક રીતે ઉદ્ભવેલ સેન્દ્રિય ખેતીના કૃષિ કાર્યોને ટેકો આપશે. સેન્દ્રિય ખેતીના લાભાર્થે પ્રાકૃતિક સોતોના એવા ઉપયોગને આ નીતિ લક્ષ્યમાં રાખે છે કે જે તાંત્રિક રીતે મજબૂત, આર્થિક રીતે પોષાય તેવા, પર્યાવરણીય દ્દષ્ટિ બગાડ ન કરનારા અને સામાજિક દ્દષ્ટિએ સ્વીકાર્ય હોય. આ પોલીસી ખેડૂત, ખેતરમાં કામ કરનારા અને તેમના પરિવારોના વ્યાજબી જીવન ધોરણને પાકું કરવા ઉપરાંત સેન્દ્રિય ખેતી માટે તક ધરાવતાં પાકો અને વિસ્તારોને વાસ્તવમાં પરિવર્તિત કરવા, જમીનની ફળદ્રુપતાને પોષવા, જૈવ સંસાધનોના સંરક્ષણ માટે, ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવા, મૂલ્યવર્ધનને પ્રોત્સાહન આપવા માંગે છે. આ પોલીસી લાંબી દ્દષ્ટિ સાથે હાંસલ થાય તેવા લક્ષ્ય ખાસ વિસ્તારોમાં અને વિશેષ રીતે તૈયાર કરેલ વ્યહરચના થકી "ઓછું કમાવી આપતી ખેત પેદાશોને વધુ માંગવાળી "ઉંચા ભાવની બ્રાંડ"માં ફેરવવા માટે સેન્દ્રિય ખેતી પેદાશોની મૂલ્ય સાંકળનો પ્રસ્તાવ મૂકે છે. તે બેઝ લાઈનની તુલનામાં આગામી પાંચ વર્ષમાં સેન્દ્રિય ખેતી હેઠળના વિસ્તારમાં ૧૦ ગણો વધારો કરવાનું લક્ષ્ય ધરાવે છે.
આ પોલીસી નીચેના હેતુઓને સિદ્ધ કરવા ઘડાઈ છે.
તમામ પ્રકારના ખેતર / સેન્દ્રીય કચરાનું અને સવિશેષ શહેરી સેન્દ્રીય કચરાનું મીથેનમાં પરિવર્તન કરતી તથા કંપોસ્ટિંગની અન્ય વિવિધ વૈજ્ઞાનિક પદ્ધતિઓને પ્રોત્સાહન અપાશે. કંપોસ્ટ બનાવવા અળસિયાંના ઉપયોગ પર ભાર મૂકવામાં આવશે. જૈવ જથ્થાના રૂપાંતરણ માટે કંપોસ્ટિંગ એકમનું માળખું ઉભું કરવા માટે મહાત્મા ગાંધી રાષ્ટ્રિય ગ્રામ રોજગાર યોજના (MNREGA) સમેતની વિવિધ યોજનાઓ દ્વારા જૈવ-જથ્થાનું રૂપાંતરણ કરવામાં આવશે.
જીવતા સૂક્ષ્મજીવો ધરાવતા જૈવિક ખાતરી પુન:પ્રાપ્ય ઉર્જાના સોત છે, તે રાસાયણિક ખાતરોનો પ્રદૂષણમુક્ત અને સસ્તો વિકલ્પ છે. વાતાવરણમાંના નાઈટ્રોજનને જમીનમાં સ્થિર કરનારા અને વૃદ્ધિ-વિકાસને ઉત્તેજન આપનારા પદાર્થોના સંશ્નલષણ દ્વારા અને ફોસ્ફરસને દ્રાવ્ય બનાવી વનસ્પતિને પોષણ આપવા માટે જીવાણુ, લીલ અને ફૂગની વિવિધ પ્રજાતિઓ જાણીતી છે. આ નીતિ રાઈઝોબિયમ, એઝોસ્પાઈરીલમ, એઝોટોબેક્ટર, VAM, BGA, અઝોલા વગેરે જેવા જૈવિક ખાતરોનું મોટાપાયે ઉત્પાદન કરવા પ્રોત્સાહન આપશે. તે ખેડૂતના જૂથો, સંસ્થાઓ, જાહેર ક્ષેત્રની સંસ્થાઓ અને ઉદ્યોગ સાહસિકોને બાયોડાયનેમિક પદાર્થો-પ્રવાહી-છંટકાવ, દરિયાઈ શેવાળના અર્કના ઉપયોગને વધારવા જૈવિક ખેત સામગ્રીના ઉત્પાદન કરતી પ્રયોગશાળા/એકમોને ટેકો પૂરી પાડશે.
સેન્દ્રિય ખેતીના વિકાસ માટે યોગ્ય ગુણવત્તાવાળી, પૂરવઠાના પૂરતા જથ્થાની ખાતરીવાળી અને વ્યાજબી કિંમતવાળી જૈવિક ખેત-સામગ્રી મહત્વની ભૂમિકા ભજવે છે. સેન્દ્રિય ખેતીના વિકાસ માટે સેન્દ્રિય ખેતસામગ્રીને સાથી વધુ પ્રાથમિકતા આપવામાં આવશે. સેન્દ્રિય ખેતીમાં જમીનમાં અને છોડ પર આપવાના પોષકતત્વો, પોષકદ્રવ્યો, પાક સંરક્ષણ માટેના પદાર્થો, બીજ અને સેન્દ્રિય ખેતીના સિદ્ધાંતો સાથે તાલમેલ સાધતી પાકની જાતોનો સમાવેશ થાય છે. આ પૈકી પ્રથમ ત્રણ સામગ્રી-આધારિત ટેકનોલોજી છે જે સેન્દ્રિય ખેતી કરનારાને આપી શકાય. જ્યારે તેમાંની છેલ્લી જ્ઞાન આધારિત ટેકનોલોજી છે, જે સ્વભાવવશ વધુ ભાગીદારીવાળો અભિગમ ધરાવે છે. સેન્દ્રિય ખેતી માટેના બીજ અને રોપણીની સામગ્રી, સેન્દ્રિય ખાતરી અને પોષણ, વાનસ્પતિક અને જૈવિક જંતુનાશકો વગેરે સેન્દ્રિય ખેતીના પ્રસાર સામે મહત્વના પડકારી છે.
લીલો પડવાશ, પાકની ફેરબદલી, મિશ્રખેતી, સેન્દ્રિય ખાતરી અને પાકસંરક્ષણ સામગ્રીના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન અપાશે. અમૃતપાણી, જીવામત, પંચગવ્ય, સંકલિત જૈવ પોષણ વ્યવસ્થાપન (IBNM)ને પ્રોત્સાહન અપાશે. ખેડૂતોના સ્થાનિક શાણપણ, કોઠાસૂઝવાળા કીમિયા અને સ્થાનિક તાંત્રિક જ્ઞાનને જરૂરી મહત્વ અપાશે અને તેવા નિષ્ણાતોનું સન્માન કરવામાં આવશે સરકાર દ્વારા એમની પદ્ધતિ ચકાસણી કરવામાં આવશે.
સેન્દ્રિય ખેતી માટે યોગ્ય એવા બીજની ઓળખ, સંરક્ષણ, સંશોધન અને વર્ધન ઉપર ભાર મૂકવામાં આવશે. તે માટે સેન્દ્રિય ખેતી માટે જરૂરી બીજ અને અન્ય રોપણી સામગ્રીના વિકાસ માટે રાજ્યની કૃષિ યુનિવર્સિટી, પ્રમાણન એજન્સી અને બીજ વિકાસ નિગમને જવાબદારી સોંપવામાં આવશે. બીજની પરંપરાગત જાતો, ખેડૂત પરિવારોએ સાચવેલ જાતો, અને સ્થાનિક દેશી જર્મપ્લાઝમને ખેડૂતના ખેતરે અને સંશોધન કેન્દ્રો પર જરૂરી સંરક્ષણ-સંવર્ધનને પ્રોત્સાહન આપવામાં આવશે. નવા નવાં બીજ શોધનાર ખેડૂત સંવર્ધકોનું સન્માન કરવામાં આવશે અને તેમના દ્વારા વિકસાવાયેલ બીજને સરકારી યોજનાઓમાં સામેલ કરવામાં આવશે.
ગ્રામ્ય વિસ્તારોમાં ઊર્જા સલામતી હાંસલ કરવા સૂર્ય અને જૈવજથ્થા જેવા ઊર્જાના બિનપરંપરાગત અને વૈકલ્પિક સોતો મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે. બાયો-ગેસ અને ગોબરગેસ પ્લાન્ટ ઊર્જા ઉપરાંત ગુણવત્તા સભર સેન્દ્રિય ખાતર પેદા કરે છે. આ નવી નીતિ ઊર્જા અને ખાતર પેદા કરવાના બે હેતુસર બાયોગેસ/ગોબરગેસના વિકાસ ઉપર ખાસ ભાર આપશે. આર્થિક દષ્ટિએ નફાકારક અને પર્યાવરણમિત્ર ઔદ્યોગિક સાહસનો અભિક્રમ શરૂ કરવા પૂરતી વ્યવસ્થા અને ટેકનોલોજીને કામે લગાડવામાં આવશે.
બાયોગેસ પ્લાન્ટની યોજનાનો સંપાત (Convergence); આ નવી નીતિ હેઠળ ઊર્જા અને ખાતરના આર્થિક રીતે પગભર એકમો શરૂ કરવા ખેડૂતો, પાંજરાપોળ, ગશિાળા, ખેત ઉત્પન્ન બજાર સમિતિ (ફળ અને શાકભાજીના કચરામાંથી) અને સંબંધિત ખેડૂત સંસ્થાઓને પ્રોત્સાહન આપવામાં આવશે. હાલની યોજનાઓના સંપાત (Convergence) માટે પૂરતી જાગતિ, તાલીમ અને ખૂટતાં આર્થિક સોતો દ્વારા ટેકો પૂરી પાડવામાં આવશે.
અનેક ખેડૂતોએ સાબિત કર્યું છે કે છોડના સ્વાસ્થય માટે જમીનનું સ્વાસ્થય અને ખેતરનું નિવસનતંત્ર ચાવીરૂપ કામ કરે છે. બગડેલી, પ્રદૂષિત અને નબળી જમીન અને ખેતરનું અસંતુલિત નિવસનતંત્ર રોગ અને જીવાતના ઉપદ્રવના પ્રશ્નનો ઉભા કરે છે. સરકાર છોડ અને ખેતરના સ્વાસ્થયને મજબૂત કરવા અગાઉ જણાવેલ પગલાંને પ્રાધાન્ય આપશે, તેમ છતાં કેટલાંક સંવેદનશીલ પાકોમાં અને શરૂઆતના વરસોમાં રોગ-જીવાતના ઉપદ્રવની સમસ્યા ઉભી થશે. તેનો ઉકેલ ભાતિક, ક્ષેત્રવિદ્યાકીય અને જૈવિક રીતો તથા વાનસ્પતિક દ્રવ્યો તૈયાર કરીને લાવી શકાય.
પરભક્ષી અને પરજીવી જેવા જૈવિક એજન્ટસનું એકત્રીકરણ, સૂક્ષ્મજીવોનું અલગીકરણ, ઉપયોગી જૈવિક એજન્ટસ અને સૂક્ષ્મજીવો આધારિત જંતુનાશકોનું મોટાપાયે ઉત્પાદન તથા વાનસ્પતિક જંતુનાશકોના ઉત્પાદન જેવા પગલાં થકી જૈવિક પાક સંરક્ષણ માટેના પ્રયત્નો કરવામાં આવશે.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં ખેડૂતો માટે જૈવિક એજન્ટોના ઉછેર માટેના ખાસ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જતુનાશકો અને જીવનાશકોના વિતરકો માટે પ્રમાણપત્ર અપાય તેવા તાલીમી કાર્યક્રમો શરૂ કરવામાં આવશે, જેથી ખેત સામગ્રીના ઉપયોગ બાબતે ખેડૂતોને સાચી માહિતી મળી રહે.
સામાન્ય રીતે સેન્દ્રિય ખેતીમાં નિંદણને જમીનને સાચવવા માટેના આચ્છાદન, ખાતર માટે જૈવજથ્થાનો સોત, જીવતું આચ્છાદન, ખેતર-નિવસનતંત્રને સંતુલિત કરવા, જૈવવૈવિધ્યના એક ભાગ તરીકે તથા ઉપયોગી સજીવોના ખોરાક-ચારા અને ઘર તરીકે ગણવામાં આવે છે. તેમ છતાં કેટલાંક માથાભારે નિંદણોનું નિયંત્રણ જરૂરી બને. આ નીતિ નિંદણના નિયંત્રણ માટેની જૈવિક, ક્ષેત્રવિદ્યાકીય અને ભાતિક જેવી બિન-રાસાયણિક રીતોને પ્રોત્સાહન આપશે.
ધિરાણ જોડાણો : સેન્દ્રિય ખેતી ક્ષેત્રે મોટા પાયે કામ કરવા જાહેર અને ખાનગી ક્ષેત્રને નવાં ધિરાણની જરૂર પડશે. સેન્દ્રિય ખેતીની પ્રક્રિયાઓને ઝડપથી શરૂ કરવા પ્રાથમિક સેન્દ્રિય ઉત્પાદક (સજીવ ખેડૂત) અને ધિરાણ સંસ્થાઓ વચ્ચે ધિરાણ કરાર કરવા પ્રોત્સાહન આપવામાં આવશે.
ધિરાણ સગવડો :સેન્દ્રિય ખેતીનુ પ્રમાણપત્ર મેળવવા ત્રણ વરસનો બદલાવગાળો જોઈએ છે. આ ગાળા દરમ્યાન ઉત્પાદનમાં ઘટાડો થાય છે અને સેન્દ્રિય ખેત-પેદાશોનો કોઈ વિશેષ ભાવ વધારો મળતો નથી. આ ગાળા દરમ્યાન નીચા વ્યાજદરવાળી અને લાંબાગાળે ભરપાઈ કરી શકે તેવી કૃષિ લોન દ્વારા ખેડૂતને ટેકાની જરૂર પડે છે.
સેન્દ્રિય ખેતી ટેકનોલોજી કેન્દ્રી મુદ્દો છે. ખેત સામગ્રીની ગુણવત્તા અને બિન-સેન્દ્રિય (રાસાયણિક) પેદાશની ભેળસેળને નિવારવા જરૂરી ધોરણો અને માળખા હેઠળની યોગ્ય વ્યવસ્થા પર સેન્દ્રિય ખેત પેદાશની ગુણવત્તા આધાર રાખે છે. આ નવી નીતિ પ્રાથમિક ઉત્પાદક (ખેડૂત) અને સંશોધન-વિકાસ સંસ્થાઓ વચ્ચે કડી બનવાની ભાવનાને તથા સેન્દ્રિય ખેતીની પદ્ધતિસરની અને વૈજ્ઞાનિક ટેકનોલોજી સંબંધી જરૂરને સમજે છે. સેન્દ્રિય ખેત-સામગ્રી ઉદ્યોગને પણ સંશોધન માટે મજબૂત ટેકાની જરૂર છે. રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ સેન્દ્રિય ખેતી સંબંધી ટેકનોલોજીકલ જોડાણોના કેન્દ્ર બિંદુ તરીકે કામ કરશે. સંશોધનની તકોને વિકસાવવા સેન્દ્રિય ખેતી સંબંધી સવોંગી સંશોધનો હાથ ધરવામાં આવશે.
કાયદાકીય અને માળખાકીય મુદ્દાઓ સમેત રાજ્યના વિવિધ હવામાન વિસ્તારો માટે સેન્દ્રિય રીતે પાક ઉત્પાદન કરવાના પેકેજ, ખેત સામગ્રીનું ઉત્પાદન અને વપરાશ તથા પ્રમાણન સંબંધી જાણકારી આપવાના હેતુસર ખાસ જરૂરિયાત મુજબ પાયાની માહિતી પેદા કરી માહિતીની અછત દૂર કરવા ડેટાબેઝ ઉભો કરવો મહત્વનું છે. સેન્દ્રિય ખેતીની પદ્ધતિઓ, અનુભવો, તુલનાત્મક વિશ્નલેષણોનું દસ્તાવેજીકરણ કરવા પ્રયત્નો કરવામાં આવશે. સફળ ખેડૂતોની પદ્ધતિઓને કૃષિ વિસ્તરણની મુખ્યધારા થકી પ્રોત્સાહન આપવામાં આવશે. સેન્દ્રિય ખેતી કરતા ખેડૂતોની માહિતી, વિસ્તાર, પાક ઉત્પાદન, વેચાણ અને નિકાસના આંકડા, જૈવ-ખેત-સામગ્રીના ઉત્પાદકો અને વિતરકો, સ્વચ્છિક અને બિનસરકારી સંસ્થાઓ, ઉકેલ શોધી આપનારા, ખેત પેદાશોના ખરીદનારા અને વેચાણ કરનારા, સંશોધન પ્રોજેક્ટ્રસ, તાલીમ સંસ્થાઓ, ખેત પદ્ધતિઓ, આર્થિક સહાય યોજનાઓની માહિતીને એકઠી કરવા, અપડેટ કરવા ડેટાબેઝ વ્યવસ્થા પદ્ધતિને પ્રોત્સાહન આપવામાં આવશે.
સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા ખેડૂતોને તેના ફાયદાઓ વિષે શિક્ષિત કરવામાં આવશે. સેન્દ્રિય ખેતીની સંકલ્પના અને પદ્ધતિઓ વિશે વિસ્તરણ કાર્યકરો, ખેત સામગ્રીના ડીલરી, ખેડૂતો વગેરેને માહિતગાર કરવા જરૂરી છે. માત્ર સેન્દ્રિય ખેતી પદ્ધતિ માટે જ નહિ પરંતુ તેના વેચાણ, અભિવદ્ધિ અને વિવિધલક્ષી બજાર અને એન.પી.ઓ.પી. મુજબ પ્રમાણન મેળવવાની જરૂરિયાતો સંતોષવા અંગે ખેડૂતો અને સ્વચ્છીક સંસ્થાઓ માટે તાલીમ કાર્યક્રમો ગોઠવવા માટે સુવિધા પૂરી પાડવામાં આવશે.
ઇન્ફોર્મેશન ટેકનોલોજી આધારિત સેવાઓ જેવી કે આઈ-કિસાન પોર્ટલને સેન્દ્રિય ખેતી સાથે સાંકળવામાં આવશે. નવી નીતિ વિવિધ કક્ષાના બધા જ સેન્દ્રિય ઉત્પાદકો અંગેનો ડેટાબેઈઝ ઓન લાઈન કરાવવા અને તેની જાળવણી કરવા આધુનિક ઈન્ફર્મેશન ટેકનોલોજીની ગર્ભિત ક્ષમતાઓને સંપૂર્ણ બહાર લાવશે. સાઈબર (નેટ) વિષે જાણકારી ધરાવતા સેન્દ્રિય ખેતી કરતાં ખેડૂતોને આ પ્રકારની પહેલ માટે પ્રાથમિકપણે સામેલ થશે.
નવી નીતિ આરોગ્યને કાળજીના સિદ્ધાંતો જાહેર આરોગ્ય પ્રત્યે સમર્પિત રહે તે રીતે તેને સમન્વિત કરશે અને અંતિમ ઉપભોક્તાની કાળજી અને વિશ્રવાસનાં વાતાવરણનું સર્જન કરશે. આ નીતિ સેન્દ્રિય ઉત્પાદનો વિશે ગ્રાહક જાગતિ પર ભાર મૂકે છે અને વધુને વધુ સેન્દ્રિય ખેતપેદાશોનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરશે. વસ્તુત: સેન્દ્રિય ઉત્પાદનો માટેની એક માર્કેટિંગ વ્યહરચનાને આ નીતિ અસર કરશે. સામાન્યત: સમાજના દરેક વર્ગો અને ખાસ કરીને ખેડૂતો, વિદ્યાર્થીઓ અને મહિલાઓની ચોક્કસ જરૂરિયાતો માટે સેન્દ્રિય ઉત્પાદનો અને ખાદ્ય પેદાશો અંગે જાગરુકતા કેળવાશે.
પરંપરાગત અને સ્વદેશી જ્ઞાનનો વિનિયોગ : ખાસ કરીને ભારતીય આદિવાસી સમુદાયોના પોષણ અને ઔષધિય હેતુઓ માટે સેન્દ્રિય ખેતી અને ખોરાકની જાળવણી તથા પ્રક્રિયાને લગતા કૃષિ પરંપરાગત જ્ઞાન વિશ્રવમાં સાથી જૂના ઈતિહાસ પૈકીના એક છે. પરંપરાગત (પારંપરિક) પદ્ધતિઓ, જ્ઞાન અને ડહાપણનું એકત્રીકરણ, સાર ગ્રહણ (તારણ) અને મૂલ્યાંકન માટે તેમ જ ટકાઉ કૃષિ વિકાસ માટે તેમનો ઉપયોગ કરવા માટે સંકેન્દ્રિત પ્રયાસો કરવામાં આવશે.
માનવ સંસાધન વિકાસઃ સેન્દ્રિય ખેતી પદ્ધતિઓ, પાક ઉત્પાદન, રોગ-જીવાત વ્યવસ્થાપન, ખેત-સામગ્રી ઉત્પાદન અને ગુણવત્તા નિયંત્રણ પદ્ધતિ, લણણી પછીની કામગીરીઓ (પોસ્ટ હાર્વેસ્ટ હેન્ડલિંગ), પ્રમાણન, આંતરિક નિયંત્રણ પદ્ધતિઓ, ઉત્પાદન ગુણવત્તા નિયંત્રણ પદ્ધતિ, પ્રક્રિયા, માર્કેટિંગ વગેરેનાં જ્ઞાન અને સંશોધન અંગેની કુશળતા ખૂબ જ નિર્ણાયક છે. ક્ષમતા નિર્માણ અને પર્યાપ્ત તાલીમની સુવિધાઓ દ્વારા જ્ઞાનની ખાઈને પૂરી શકે તેવા સંશોધકો, વૈજ્ઞાનિકો, ખેડૂતો, સલાહકારો, વિસ્તરણ મશીનરીઓ, તાલીમ આપનારા, ગુણવત્તા નિયંત્રણ
ઈન્સપેક્ટરો, વિશ્નલષકો, નિષ્ણાતોનું સંગઠિત જૂથ જરૂરી છે. આ નીતિ અંતર્ગત કાર્યક્રમ અમલીકરણ મશીનરીનાં શિક્ષણ અને ક્ષમતા નિર્માણ પર પર્યાપ્ત ભાર આપવામાં આવશે.
સધિયારી (હાથ ઝાલવો) : આ નીતિ હેઠળ અખતરા, ટેકનોલોજી વિકાસ અને માન્યતા, નિદર્શનો, તાલીમ તથા સેન્દ્રિય ખેતીમાં કામ લાગે તેવા બીજ અને ખેત-સામગ્રીના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવશે. (રિસોર્સ સંસ્થા સ્તરે) નિદર્શન તેમ જ બીજ અને સેન્દ્રિય ખેતસામગ્રી ઉત્પાદનની સ્થળ પર સુવિધાઓ ધરાવતા, રિસોર્સ સંસ્થાઓ દ્વારા પુરસ્કૃત, મોડેલ ઓર્ગેનિક ફાર્મ્સ (મોડેલ સેન્દ્રિય ખેતરો), પ્રોજેક્ટ અને તાલીમ સુવિધા દ્વારા પ્રારંભિક તબક્કામાં નવી પહેલ કરનારને સધિયારા માટે હાથ ઝાલવામાં આવશે.
શિક્ષણ : સુનિશ્ચિત ભવિષ્ય અને સેન્દ્રિય ખેતી પોર્ટફોલિયોની વધુ પ્રગતિ કરવા માટે, સાતત્યપૂર્ણ સંશોધન અને વિકાસ અત્યંત મહત્વપૂર્ણ રહેશે. આ નીતિ ટૂંકા ગાળાના અભ્યાસક્રમો તેમજ સેન્દ્રિય ખેતી પર ખાસ વિષયો પ્રત્યે પણ દ્રષ્ટિ ઠેરવશે. નવી નીતિ
અભ્યાસક્રમમાં જ્ઞાનનાં નૂતન પ્રવાહ તરીકે સેન્દ્રિય ખેતીને શાળા શિક્ષણમાં સમાવવા માટે પ્રોત્સાહિત કરશે.
ટૂંકા ગાળાના અભ્યાસક્રમોની સુવિધા વિકસિત કરવી : ગ્રામ્ય યુવાનોને સેન્દ્રિય ખેતીને ભાવિ કારકિર્દી માટેની ચાવીરૂપ આર્થિક પ્રવૃત્તિ તરીકે સ્વીકારતા થાય તે અર્થે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) અને ખેતીવાડી ખાતા દ્વારા સંચાલિત ખેડૂત તાલીમ કેન્દ્ર (એફ.ટી.સી.) ને "સેન્દ્રિય ખેતી વિકાસ કાર્યક્રમ શરૂ કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે.
કાપણી પછીની પ્રક્રિયાઓ, સંગ્રહ અને વ્યવસ્થાપન : સેન્દ્રિય ખેત-ઉત્પાદનો, પશુ આહાર અને પ્રક્રિયા તથા/અથવા પેક કરેલાં ઉત્પાદનોનો ઉલ્લેખ ખાસ જરૂરી છે અને આ નીતિ રાજ્યમાં રહેલી વિશાળ સંભાવનાઓવાળી તકો ઝડપવા પાયાના ઉત્પાદકો, વિક્રેતાને પ્રોત્સાહિત કરશે. ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝના કાર્યક્રમો સાથે સંપાત કરી યોજનાકીય આધાર પૂરી પાડવામાં આવશે. ગુજરાતમાં ફૂડ આધારિત ઉદ્યોગો સેન્દ્રિય ખેત-ઉત્પાદનો મેળવી તેનો ઉપયોગ કરે તે માટે અને બ્રાન્ડિંગને પ્રોત્સાહન આપવામાં આવશે.
ગુણવત્તા ખાતરી અને પ્રમાણપત્ર : સેન્દ્રિય પેદાશમાં મૂલ્ય વૃદ્ધિ દરમ્યાન ગુણવત્તા સાથે કોઈ સમાધાન થયેલ નથી તેની ખાતરી કરવામાં આવશે. રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ જંતુનાશક અને રાસાયણિક અવશેષોના પરીક્ષણની સવલતો ધરાવે છે. આ જ સુવિધાઓ ખેડૂતોને અથવા વેપારીઓ દ્વારા ઉપયોગ કરી શકાય છે. જરૂર જણાય તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણો જાળવવા જરૂરી સુવિધાઓ મજબૂત કરવા માટે સહાય પૂરી પાડવામાં આવશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણો અને પ્રમાણન પ્રક્રિયા નાના અને અભણ વ્યક્તિગત ખેડૂત માટે પ્રમાણન (Certification)માં રુકાવટ ન કરે તેની ખાતરી કરવામાં આવશે.
રાજ્ય કક્ષાની પ્રમાણન સંસ્થા સર્ટિફિકેશન એજન્સી : ગુજરાત સેન્દ્રિય પેદાશ પ્રમાણન એજન્સી (Gujarat Organic Products Certification Agency) કૃષિ વિભાગના નેજા હેઠળ રચાયેલ સોસાયટી છે અને રાજ્યમાં સેન્દ્રિય ખેતી પ્રમાણન માટે APEDA દ્વારા તેને માન્યતા પ્રાપ્ત છે. તાલીમબદ્ધ અને વ્યાવસાયિક માનવ સંસાધન પારખવા અને તેને પ્રયોજવાનું સાંપ્રત પડકારરૂપ કાર્ય જલદ બની રહેશે. ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી અને રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ તેને ખંત (કર્તવ્યપરાયણતા) સાથે પરિપૂર્ણ કરી શકાશે.
પ્રમાણન અભિગમો : વિવિધ પ્રકારના થર્ડ પાર્ટી સર્ટિફિકેશન (TPS), ગ્રોવર ગ્રુપ સર્ટિફિકેશન (GGC), ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ (ICS), પાર્ટીસીપેટરી ગેરંટી સિસ્ટમ (PGS) જેવા વિવિધ પ્રકારનાં પ્રમાણનને પ્રયોજવામાં આવશે. આ પ્રકારની સેવાઓ વાજબી ભાવે જે માંગે તેને મળી રહે તે માટે તથા અધિકૃત અને પ્રમાણિત કાબેલિયતભરી કક્ષા પ્રાપ્ત કરવા, ગ્રામીણ યુવાનો અને કૃષિ તથા આનુસંગિક વિષયોના સ્નાતકો અને અનુસ્નાતકોમાં કાબેલિયત વધે તેના પર આ નીતિ ખૂબ જ ભાર મૂકે છે. નવી નીતિ કૃષિ વિસ્તરણ અને ટેકનોલોજી મેનેજમેન્ટમાં નૂતન પરંતુ સમયસરની ચૂકવવાપાત્ર વિસ્તરણ સેવાઓની ફિલસૂફી ઘોષિત કરે છે. આ નીતિ ગ્રામીણ શિક્ષિત યુવાનો માટે સ્થાનિક રોજગાર પેદા કરશે. આંતરિયાળ વિસ્તારોમાં સ્વતંત્ર અથવા વ્યાવસાયિક સંસ્થાનનાં ICS ઓપરેટરો તરીકે પોતાને રજીસ્ટર કરવા માટે વ્યવસ્થિત, વૈજ્ઞાનિક, ગુણવત્તાસભર વ્યાવસાયિક શિક્ષણ લેવા માટે તેમને પ્રોત્સાહિત કરશે. સેન્દ્રિય ખેતીની તમામ વિભાવના માફક પાર્ટીસીપેટરી ગેરંટી સિસ્ટમ (PGS)એ પણ સબળ આધાર મેળવ્યો છે. આમ છતાં પ્રમાણન વિના, તે ભાગીદાર ખેડૂતોને પ્રમાણિત સેન્દ્રિય પેદાશનાં જેટલી પ્રીમિયમ કિંમત મેળવવા માટે છૂટ આપતું નથી. ત્તીય પક્ષ પ્રમાણન (TPS) હેઠળ જૂથ પ્રમાણન ઘટકને ઓછા પ્રમાણન ખર્ચની બાહેંધારી અપાઈ છે. પીજીએસનું નરમ દ્રષ્ટિબિંદુ તે તરફનું પ્રથમ ચરણ બની રહેશે. જો ખેડૂતો વધુ જાગત હોય અને નિકાસ કરવા માંગતા હોય તો તેઓ ત્રીજા પક્ષ પ્રમાણન (TPS) હેઠળ પણ પ્રમાણપત્ર મેળવી શકે છે.
સેન્દ્રિય ખેત-પેદાશોની બજાર વ્યવસ્થા ઊભી કરવા ગ્રાહકના મનમાં પેદાશ બાબતે ભરોસો પેદા કરવો મહત્વની બાબત છે. બજારની વિશ્રવસનિયતા માટે બ્રાન્ડિંગ, પેકેજિંગ અને ટ્રેસેબિલીટીને પ્રોત્સાહન આપવામાં આવશે. ગ્રાહકો સુધી પહોંચતી સેન્દ્રિય ખેત પેદાશો બાબતે ગ્રાહકોને પાકી ખાતરી કરાવવા ટ્રેસેબિલીટી અને પારદર્શિતા જેવી બાબતો દાખલ કરવામાં આવશે.
મહત્વની ખેત-પેદાશો માટે મૂલ્ય સાંકળની ડિઝાઇન : વર્તમાન નીતિ સંકલિત મૂલ્ય શુંખલા વ્યવસ્થાપનની દરખાસ્ત કરે છે. પાયાના ઉત્પાદકને તે માત્ર સેન્દ્રિય ખાદ્ય અને અન્ય ઉદ્યોગના કાચા માલના સપ્લાયર્સ તરીકે નહિ પરંતુ સમગ્ર શુંખલાનું જૈવિક અભિન્ન અંગ ગણે છે. મૂલ્ય શંખલાના પૂષ્ઠ થી માંડી અગ્ર ભાગ (Back End to Front End) સુધી પાયાનો ઉત્પાદક મુખ્ય ભાગીદાર રહેવો જોઈએ. આ નીતિ ગ્રાહક ફોરમના આધાર સાથે પ્રમાણિત સેન્દ્રિય પેદાશોની પ્રાપ્તિ, પ્રોસેસિંગ, પેકિંગ, બ્રાન્ડ પ્રમોશન અને વિતરણ માટે વ્યાવસાયિક રીતે સફળ ઉત્પાદકમાલિકીની સંસ્થાઓને, સંગઠનો અને સહકારી સંસ્થાઓને સંમિલિત કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
પ્રમાણિત સેન્દ્રિય ખેત પેદાશોનું હાઇ વેલ્યુ બ્રાન્ડ્રસમાં રૂપાંતરણ : NPOP હેઠળ કાનૂની ધોરણોથી પ્રમાણિત અને વાજબી સેન્દ્રિય પેદાશોને રાજ્ય સ્તરે એક અનન્ય અમ્બલા બ્રાન્ડ તરીકે વિકસિત કરવામાં આવશે. કૃષિ પેદાશ જ્યારે ઊંચી કિંમત બ્રાન્ડમાં રૂપાંતરિત થશે ત્યારે તેની વધારે ઊંચી કિંમત મેળવી શકાય છે. વસ્તુમાંથી બ્રાન્ડ કોમોડિટીમાં પરિવર્તન માટે પ્રમાણિત ઉત્પાદન પદ્ધતિ, મોટા જથ્થામાં એકઠું કરવું, પેદાશોની સરેરાશ ગુણવત્તાની જાળવણી, પ્રમાણન, ટ્રેસેબિલિટી (Traceability), સામૂહિક માર્કેટિંગ વગેરે સેન્દ્રિય ખેતીની કામગીરીના ભાગો છે. નીતિ દસ્તાવેજમાં સેન્દ્રિય ખેતીને યોગ્ય લોગો સાથેની Guj Organic કે Garvi Gujarat, Organic Gujarat જેવી છાપ (બ્રાંડ) ઉભી કરવાની પ્રક્રિયાને વેગ આપવામાં આવશે.
વિવિધ પ્રચાર માધ્યમોના મિશ્રણથી બુદ્ધિગમ્ય પ્રસારને કાર્યાન્વિત કરાશે : રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ માધ્યમો સેન્દ્રિય ખેતી સબંધિત મુદ્દાઓ અને તેની ખોરાક બાસ્કેટ પર અસરો તથા પર્યાવરણ પોષક તથા માનવ સમાજ અને ઉત્પાદકને ઉપકારક હોય તેવા મુદાઓ ઉઠાવશે. લાભોને ઉમેરવા અને કાર્યાન્વિત કરવા પ્રામાણિક વ્યાપાર પ્રણાલી, જથ્થાબંધ પૂરવઠો, વિશેષતાસભર ઉત્પાદનો સંબંધે વૈજ્ઞાનિક કામગીરી જરૂરી છે. ગુજરાત રાજ્ય કૃષિ માર્કેટિંગ બોર્ડને સેન્દ્રિય પેદાશની બિન-સેન્દ્રિય પેદાશ સાથે સંભવિત ભેળસેળ ટાળવા સેન્દ્રિય પેદાશ માટે અલગ શેડ પૂરી પાડવાનો આદેશ કરવામાં આવશે. આ મંડીમાં સમગ્ર રાષ્ટ્રમાંથી સેન્દ્રિય પેદાશનાં ખરીદદારને આકર્ષવા આ પ્રકારની વ્યવસ્થાની જાહેરાત મૂકવા જણાવવામાં આવશે. આ વ્યવસ્થા પછી રાજ્યમાં ખાસ બજાર વિકસિત કરશે.
સ્થાનિક બજાર (ઘરેલૂ બજાર) : ગુજરાતમાં સેન્દ્રિય ખેતીનો નઝારો જોતા સ્થાનિક માર્કેટના વિકાસને બુદ્ધિગમ્ય કરવું ખૂબ મહત્વનું છે. ખાતરીબંધ સેન્દ્રિય ખેત પેદાશો, ઉત્પાદકો અને ગ્રાહકોને વાજબી ભાવો, અને ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચે નવા સંબંધ માટે સ્થાનિક માર્કેટિંગ કાર્યક્રમ તરીકે સેન્દ્રિય ખેત પેદાશોનું બજાર વિકસાવવામાં આવશે. ખેડૂતો, ગ્રાહકો અને પ્રોસેસરો વચ્ચે સીધું જોડાણ સ્થાપિત કરવા માટે આઈ.ટી. પોર્ટલ આધારિત ખરીદદાર અને વેચાણકર્તા કોર્નર્સ વિકસાવવામાં આવશે. ખેત ઉત્પન્ન બજાર સમિતિ (APMC) સ્તરે ડિસ્પલે, ઇલેક્ટ્રોનિક હરાજી, સંગ્રહ અને અલગ પરિવહન વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. ઉત્પાદકો કે ગ્રાહકો સંસ્થાઓ સાથે પરામર્શ કરીને પ્રમાણિત સેન્દ્રિય ઉત્પાદકો માટે મહાનગરપાલિકા અને નગરપાલિકા સાપ્તાહિક "સેન્દ્રિય ખેડૂત હાટ" માટે જગ્યા નિર્ધારિત કરશે જેથી સીધા વેચાણની સરળતા રહેશે.
બ્રાંડિંગ અને બજાર પ્રોત્સાહન : ઊંચા ભાવો મેળવવાની ખાતરી માટે બ્રાન્ડિંગ અને યોગ્ય માર્કેટિંગ ખૂબ જ નિર્ણાયક છે. આ નીતિ બ્રાન્ડ બનાવવા, બ્રાન્ડ પ્રમોશન, ખરીદદાર વેચાણકર્તાઓની મિટિંગ, માર્કેટ સંચાલિત ઉત્પાદક લક્ષી વિતરણ અને પ્રદર્શન પ્રવૃત્તિઓ માટે સહાય આપશે.
નિકાસ : સાથો સાથ સેન્દ્રિય ખેડૂતની પેદાશોને કૃષિ નિકાસ ઝોન સાથે સાંકળવામાં આવશે.
સેન્દ્રિય ખેતીના પ્રોત્સાહન માટે રાસાયણિક ખાતરોના ઓછા વપરાશવાળા વિસ્તારો જેવા કે સૂકી ખેતી/ વરસાદ આધારિત ખેતી/ડુંગરાળ વિસ્તાર (કે જે ચોખા વાવેતર વિસ્તારનો ... હિસ્સો છે તે) મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
રાજ્યનો પૂર્વ ભાગ કે જે સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાનો બનેલો છે. તે સેન્દ્રિય ખેતી માટેનો સાથી યોગ્ય વિસ્તાર છે કારણકે ત્યાંના ખેડૂતોની આર્થિક-સામાજિક સ્થિતિ અને પાક વાવેતરની પરંપરાગત તરાહ એવી છે કે ત્યાં કૃષિ રસાયણોનો ખૂબ ઓછો ઉપયોગ થાય છે.
રાજ્યમાં વિવિધ પ્રકારની હવામાન સ્થિતિ પ્રવર્ત છે, જેમાં અર્ધસૂકાથી માંડી ઓછા ભેજવાળું વાતાવરણ છે. વિવિધ વિસ્તારોમાં વરસાદની માત્રા અને ઉષ્ણતામાન ઉપરાંત વાનસ્પતિક ઉછેર સમેત જમીન અને ભૂસ્તરમાં વૈવિધ્ય જોવા મળે છે. રાજ્યના ૮ કૃષિ-હવામાન વિસ્તારોમાં રાજ્ય વહેંચાયેલું છે, જે અનેકવિધ પાકોના વાવેતરની તક આપે છે. રાજ્યના વિવિધ કૃષિ-હવામાન વિભાગો, તેમની જમીનનો પ્રકાર, વરસાદની માત્રા અને સેન્દ્રિય ખેતી માટે શકય પાકોની યાદી નીચે પ્રમાણે છે.
કૃષિ-હવામાન વિભાગ |
જમીનનો પ્રકાર |
વરસાદની માત્રા (મિ.મિ.) |
સેન્દ્રિય ખેતી માટે યોગ્ય પાક |
દક્ષિણ ગુજરાત(ભારે વરસાદવાળો વિસ્તાર) |
ઊડી કાળી જમીન સાથે, દરિયા કાંઠાની એલ્યુવિયલ જમીનના વિસ્તારો, લેટેરાઈટ, મધ્યમ કાળી |
૧૫૦૦ અને તેથી વધુ |
જુવાર, નાગલી, બાવટો, કાજુ, સીતાફળ, શાકભાજી, હળદર, આદુ |
દક્ષિણ ગુજરાત |
ઊડી કાળી કાંપાળ |
૧૦૦૦-૧૫૦૦ |
જુવાર, કેરી, સીતાફળ, કેળા, શાકભાજી, કઠોળ |
મધ્ય ગુજરાત |
ઊડી કાળી, મધ્યમ કાળીથી ગોરાડુ રેતાળ |
૮OO -૧OOO |
જુવાર, પપૈયા, સીતાફળ, શાકભાજી, કઠોળ, સોયાબીન, કપાસ |
ઉત્તર ગુજરાત |
રેતાળ ગોરાડુ થી રેતાળ |
૬૨૫-૧૦૦૦ |
બાજરી, કપાસ, મગફળી, શાકભાજી, મરચાં, ધાણા, જીરુ, પપૈયા, દાડમ |
ભાલ અને દરિયાકાંઠાનો વિસ્તાર |
મધ્યમકાળી, ઓછા નિતારવાળી અને ખારી |
૬૨૫-૧૦૦૦ |
કપાસ, જીરુ, કઠોળ, ડયુરમ ઘઉં |
દક્ષિણ સારાષ્ટ્ર |
છીછરી, મધ્યમ કાળી |
૬૨૫-૭૫૦ |
બાજરી, કપાસ, મગફળી, કઠોળ, કેરી ચૂનાળ સીતાફળ, મરચાં, ધાણા, જીરુ |
ઉત્તર સાLરાષ્ટ્ર |
છીછરી મધ્યમ કાળી |
૪૦૦-૭૦૦ |
બાજરી, કપાસ, મગફળી, દાડમ, પપૈયા, મરચાં, લસણ, ધાણા, જીરુ |
ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્ર |
રેતાળ અને ખારી |
૨૫૦-૫૦૦ |
બાજરી, દાડમ, જીરુ |
ઉપરોક્ત માહિતીને આધારે સેન્દ્રિય ખેતી માટે પ્રાથમિકતાને આધારે વિસ્તારોને ઓળખી કઢાયા છે.
સહજ રીત સેન્દ્રિય :આ એવા વિસ્તાર છે જ્યાં મોટેભાગે વરસાદ આધારિત ખેતી થાય છે અને મોટેભાગે એક જ પ્રકારના પાક (Mono Cropping ??) લેવાય છે. પરંપરાગત રીત અહીં રાસાયણિક ખેત-સામગ્રી કયારેય વપરાતી નથી. આદિવાસી વિસ્તાર, જંગલોના વિસ્તાર, ઓછી ઉત્પાદકતા ધરાવતા આ આંતરિયાળ વિસ્તારમાં સેવાઓ ઓછી પહોંચી છે. આ વિસ્તારને સરળતાથી સેન્દ્રિય ખેત-પેદાશ વિસ્તાર તરીકે વર્ગીકૃત કરી શકાય. મોટેભાગે આ વિસ્તાર રાજ્યના પૂર્વભાગમાં આવેલો છે.
વિશેષ વિસ્તારોની ઓળખ :આ વિસ્તારોમાં પ્રાથમિકપણે વરસાદ આધારિત ખેતી થાય છે અને પિયતની આવક ઓછી છે. આ વિસ્તારોમાં એક જ પાક લેવાય છે, કયારેક બે પાક લેવાય છે. મોટેભાગે આવો વિસ્તાર દરિયાકાંઠે તથા અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાનો નીચાણવાળો વિસ્તારમાં આવેલો છે.
ઓછી બાહ્ય ખેત-સામગ્રી (External Inputs)ના વપરાશવાળા વિસ્તારની ઓળખ :
કેટેગરી-૧માં દર્શાવ્યા મુજબના આંતરિયાળ વિસ્તાર ઉપરાંત, આ નીતિ હેઠળ એવા વિસ્તારોને ભાર અપાશે જ્યાં બહારથી ખરીદેલ અસેન્દ્રિય અને રાસાયણિક ખેત-સામગ્રી રાજ્યની સરેરાશ વપરાશ કરતાં ઓછી વપરાય છે. આવા વિસ્તારો, ગામ, ગ્રામ પંચાયત, તાલુકા અને જિલ્લાઓને (સેન્દ્રિય ખેતીના પોર્ટફોલિયોને વિસ્તારવા) વધારાની તક આપે છે.
આ એવા વિસ્તારો છે, જ્યાં રાસાયણિક ખાતરો અને જતુનાશકનો ઉપયોગ મધ્યમથી ભારે થાય છે, આ વિસ્તારોમાં બહુપાકી ખેતી થાય છે. આ વિસ્તારોને સેન્દ્રિય ખેતીમાં બદલવાથી શરૂઆતના તબક્કામાં ઉત્પાદકતામાં થોડો ઘટાડો થશે. આ વિસ્તારોમાં જૈવ જથ્થો, સેન્દ્રિય અને અસેન્દ્રિય ખાતરોનો સંતુલિત ઉપયોગ થશે અને સંકલિત પોષણવ્યવસ્થા અને સંકલિત કીટક વ્યવસ્થા દ્વારા કૃષિ રસયાણોનો ઉપયોગ ધીમે ધીમે ઘટાડાશે જેથી કૃષિ ઉત્પાદનનો ચિરંજીવ વધારો હાંસલ કરી શકાય.
પશુજન્ય પેદાશો :ખેતી પેદાશોની સુચિમાં હજી દૂધ, ઊન જેવી પશુજન્ય પદાશો બાકી રહી જાય છે, તેમને વ્યવસ્થિત મૂલ્યશંખલામાં દાખલ કરવાથી પ્રાથમિક ઉત્પાદકને મૂલ્યવૃદ્ધિનો લાભ મળી શકે. જંગલની આસપાસના વિસ્તારો, બન્નીના ઘાસિયા મેદાનો, ગીર-નેસ જેવાં વિસ્તારોમાં થતાં પશુપાલનને સેન્દ્રિય ખેત-પેદાશ તરીકેનો પરંપરાગત ફાયદો મળશે.
સંસ્થાગત વિસ્તારો :રાજ્યની માલિકીની સંસ્થાઓ, જેવી કે, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ, રાજ્યના બીજ ફાર્મ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના ફાર્મ, રાજ્યના બાગાયત ફાર્મ, રેશમ ઉછેર ફાર્મ, મત્સલ્યપાલન ફાર્મ, રાજ્યની કૃષિ યુનિવર્સિટીના ફાર્મ, કોર્પોરેટ કંપનીની વ્યવસ્થા હેઠળના ફાર્મ, મોટા ખાનગી ફાર્મ, જાહેર ચેરીટીઝ અને (શિક્ષણ, સાંસ્કૃતિક, ધાર્મિક સંસ્થાઓના) ટ્રસ્ટોની માલિકીના કૃષિ અને ગ્રામીણ વિકાસ સાથે સંકળાયેલ એકમો અને શાળાઓનો આમાં સમાવેશ થાય છે. આવાં મોટી સંખ્યામાં આવેલ સંસ્થાગત એકમો સેન્દ્રિય ખેતીના પદ્ધતિસરના અને વૈજ્ઞાનિક નિદર્શનો પૂરા પાડવા માટેની ઉત્તમ તકી પૂરી પાડે છે. તે ઉપરાંત તેમનો તાલીમ, શિક્ષણ અને સંશોધન માટે ઉપયોગ કરી શકાય.
રાજ્યના કુલ ખેત-ઉત્પાદનમાં સેન્દ્રિય ખેત-પેદાશો નગણ્ય હિસ્સો ધરાવે છે. તેમ છતાં ભારતમાં સેન્દ્રિય ખેત-પેદાશોનું ક્ષેત્ર મસાલા-તેજાનાં, ફળ, શાકભાજી, કપાસ, ધાન્ય, તેલીબિયાં, કઠોળ વગેરે જેવી પેદાશો થકી વિશ્રવના સેન્દ્રિય ખેત-પેદાશ બજારમાં ખૂબ જ ઝડપથી પ્રવેશી ચૂકયું છે.
સાથી મહત્વની બાબત એ આ નીતિનું અમલીકરણ તબક્કાવાર થશે. સેન્દ્રિય ખેતીના પ્રસારની પ્રવૃત્તિને નીચેના ચાર ક્ષેત્રો સાથે સીધો સંબંધ છે.
આમ, સેન્દ્રિય ખેતીનો પ્રસાર ચો-પગો અભિગમ છે. આ બધાંનો સતત, સાથે અને તબક્કાવાર વિકાસ અને સુધારો કરવાથી જ અપેક્ષિત પરિણામો મળશે, જો તેમાં નિષ્ફળ જઈશું તો આપણા પ્રયત્નો ફળદાયી નહીં નિવડે અને તાણ ઊભી કરશે. પરિણામે સાથી વધુ જરૂરી અને આધુનિક ગણાતી સેન્દ્રિય ખેતીના વિચાર–આચારને નુક્સાન થશે.
સરકાર ખાતરી આપશે કે સેન્દ્રિય ખેતીનું ક્ષેત્ર સંગીન પાયા ઉપર એકધારું વિકસે. ઉપરોક્ત ચારેય પાસાંઓ એક સાથે સંવાદી રીતે મજબૂત બને તે મુજબનું ધ્યાન રાખીને કાળજીપૂર્વકનું રોકાણ કરવામાં આવે.
સંબંધ શંખલાઓ બાંધવી : પડકારને પહોંચી વળવા આ નવી નીતિ પ્રયત્ન કરશે કે પ્રાથમિક ઉત્પાદકો (ખેડૂતો)નો બિન ઉત્પાદક અને (ખેડૂતો સાથે અમૈત્રીપૂર્વકની વ્યવહાર કરતી) બજારની ચેનલોના સકંજામાંથી છૂટકારો થાય. અને આગળ-પાછળની સંબંધ-સાંકળો, જ્ઞાન અને નાણાં સંબંધી સંબંધ સાંકળો સંદર્ભે આ છેડે થી પેલે છેડે સુધીના ઉપાયો પૂરાં પડે. ભારત સરકારની ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ (FPOs) ને પ્રોત્સાહન આપવાની નીતિથી ખેડૂત ઉત્પાદક સંસ્થાઓનું નિર્માણ થશે, તે મજબૂત અને સશક્ત થશે. ખેડૂત સંસ્થાઓ ઊભી કરવા બિન સરકારી સંસ્થાઓ અને ઉત્પાદક સંસ્થાઓ પર વિશ્રવાસ રાખી શકાશે. ઉપરોક્ત સંબંધ સાંકળોને સ્થાપવા જરૂરી એવી સોત સંસ્થાઓને ઓળખી કાઢવા નાના ખેડૂતોના કૃષિ વ્યવસાય કોન્સોર્ટિયમ અને ગુજરાત ખેત ઉદ્યોગ નિગમ લિ. (GAIC) ટેકો આપી શકે.
અમલીકરણ :સેન્દ્રિય ખેતી અપનાવવા માટે ઉત્પાદકો દ્વારા અપનાવાયેલ તથા તપાસણી અને પ્રમાણન એજન્સી દ્વારા ખાતરી કરાયેલ ક્રમિક પગલાં અનુસરવા જરૂરી છે. ગ્રાહક છેતરાય નહીં અને સાચા ઉત્પાદકને ગેરલાભ ન થાય તેની ખાતરી માટે આ જરૂરી છે. ગુજરાત સેન્દ્રિય ખેતી નીતિના અમલીકરણ માટે કૃષિ અને સહકાર વિભાગ નોડલ એજન્સી રહેશે. નીતિના અસરકારક અમલીકરણ અને નિયમન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે. આ નવી નીતિ હેઠળ કૃષિવિભાગ સેન્દ્રિય અને ચિરંજીવ ખેતી વિકાસ કાર્યક્રમ હેઠળ નવી ઊર્જા અને બજેટની જોગવાઈ સાથે કામ કરતો રહેશે. આ ક્ષેત્ર થકી રોજગારની નવી તકોના વિકાસની સંભાવના જોતાં અને સેન્દ્રિય ખેત-સામગ્રી સેવાઓ, ટેકનોલૉજી વિકાસ, પ્રમાણન, ઉત્પાદન પ્રક્રિયાના બંને છેડા માટે ગુણવત્તા ચકાસણી અને ખાતરી વ્યવસ્થા, સેન્દ્રિય ખેત-પેદાશોનો પ્રક્રિયા ઉદ્યોગ, સંગઠિત બજાર અને અન્ય તમામ પાસાંઓને કારણે આ ક્ષેત્રે ઊભી થતી રોજગારીની નવી તકોના વિકાસની સંભાવનાઓનું ધ્યાન રાખતાં રાજ્યમાંથી, રાજ્ય બહારથી અને વિદેશથી ખાનગી અને કોર્પોરેટ સોતોમાંથી નવાં મૂડીરોકાણોને લાવવા ખાસ પ્રયત્નો થશે.
દેખરેખ અને મૂલ્યાંકન (Evaluation and Monitoring):અમલીકરણમાં રહેતી ખામીઓ શોધવા, ખેડૂતોની આર્થિક-સામાજિક સ્થિતિ ઉપર, જાહેર સ્વાસ્થય ઉપર અને સ્થાનિક નિવસનતંત્ર ઉપર સેન્દ્રિય ખેતીના ફાયદાઓ સમજવા અને તેનું ન્યાયિક રીતે તારણ કાઢવા સરકાર દેખરેખ અને મૂલ્યાંકનની વ્યવસ્થા સ્થાપશે. નીતિમાં, યોજનાઓમાં, પ્રકલ્પોમાં અને સહાય ઓફરોમાં સુધારા કરવા નિયમિત રૂપે જરૂરી પગલાં ભરવામાં આવશે.
સંચાલન સમિતિ :આ નીતિ હેઠળ સૂચિત પ્રવૃત્તિઓના સર્વાગી અમલીકરણ અને દેખરેખ માટે કૃષિ અને સહકાર વિભાગના નેજા હેઠળ અગ્રસચિવ (કૃષિ)ના વડપણ હેઠળ રાજ્ય કક્ષાની સેન્દ્રિય ખેતી સમિતિ (State Level Organic Farming Committee-SLOFC) ની રચના કરવામાં આવશે. આ સમિતિ નીતિના અસરકારક અમલીકરણ માટે નવા કાર્યક્રમો, યોજનાઓ અને ચાલુ કાર્યક્રમોમાં ફેરફાર સૂચવી શકશે.
પ્રવૃત્તિ |
અમલીકરણની સત્તા ધરાવનાર એજન્સી
|
યોજનાકીય ટેકો
|
સંબધિત વિભાગ તરફથી - કૃષિ/બાગાયત/પશુપાલન / ગુજરાત રાજ્ય બીજ નિગમ લિ./ ગુજરાત બીજ પ્રમાણન એજન્સી/ભારત સરકાર |
જાગૃતિ, પ્રેરણા અને ખેડૂતોને માર્ગદર્શન
|
સંબધિત વિભાગ તરફથી - કૃષિ/બાગાયત/ પશુપાલન/ગુજરાત રાજ્ય બીજ નિગમ લિ./ ગુજરાત બીજ પ્રમાણન એજન્સી / સ્વચ્છિક અને બિન-સરકારી સંસ્થાઓ/રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ |
દેખરેખ અને સંચાલન |
રાજ્ય કક્ષાની સમિતિ/તાંત્રિક ટેકો આપનાર જૂથ |
સવાઁગી સંયોજન, વહીવટ અને યોજનાકીય પ્રવૃત્તિઓ, કમીઓને દૂર કરવા જરૂરી જોડાણ કરવા માહિતી એકઠી કરવી અને તેનો પ્રસાર કરવો |
ઓર્ગેનિક સેલ, કૃષિ નિયામક |
તપાસણી સત્તા |
ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટસ સર્ટીફીકેશન એજન્સી (GOPCA.), અપીડા માન્ય એજન્સીઓ |
બજાર વ્યવસ્થાપન |
ગુજરાત રાજ્ય ખેત બજાર બોર્ડ, અન્ય જાહેર ક્ષેત્રની સંસ્થાઓ, સહકારી મંડળીઓ, ઉત્પાદક કે ગ્રાહક મંડળો, બિનસરકારી/ખાનગી ઉદ્યોગ સાહસિકો |
બ્રાન્ડિંગ અને બજાર વિકાસ પ્રવૃત્તિઓ |
ગુજરાત ખેત-ઉદ્યોગ નિગમ લિ., ઉત્પાદક અથવા ગ્રાહક મંડળ |
સંશોધન, દસ્તાવેજીકરણ અને પાક/ખેત પદ્ધતિઓનો વિકાસ |
રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ/કૃષિ વિજ્ઞાન કેન્દ્રો/ બિનસરકારી સંગઠનો/સફળ ખેડૂતો |
આદર્શ ફાર્મ/તાલીમ વર્ગો અને તાલીમી કેન્દ્રો/ શૈક્ષણિક તજજ્ઞો |
આત્મા |
બદલાવની વ્યહરચના અને સધિયારી (બદલાવ દરમિયાન ખેડૂતોનો હાથ ઝાલવી) |
વિશેષ હેતુ માટેની વાહક સંસ્થા (જડટ) / કૃષિ વિજ્ઞાન કેન્દ્રો / બિન સરકારી સંગઠનો/ ખેડૂતો/કૃષિ યુનિ.
|
આંતરિક નિયંત્રણ વ્યવસ્થા (ICS) |
ઓર્ગેનિક સેલ / આત્મા / વિશેષ હેતુ માટેની વાહક સંસ્થા (SPV)/ગોપકા અને અન્ય પ્રમાણન એજન્સી |
ગુણવત્તાની ખાતરી આપતા ખાસ વ્યવસ્થાપકો તપાસણી કરનારા, (ICS) ઓડિટરો અને ઓપરેટરો |
ઓર્ગેનિક સેલ / આત્મા / વિશેષ હેતુ માટેની વાહક સંસ્થા (SPV) |
ભાગીદારીવાળી ખાતરી વ્યવસ્થા(Participatory Guarantee System - PGS) |
ઓર્ગેનિક સેલ / આત્મા / વિશેષ હેતુ માટેની વાહક સંસ્થા (SPV)/ બિનસરકારી સંગઠનો |
બીજ, ખાતર, જૈવિક ખાતરી અને જૈવિક જંતુનાશકો વગેરે સમેતનું ખેત-સામગ્રીનું ઉત્પાદન |
ખાનગી ઉદ્યોગ સાહસિકો / સ્વસહાય જૂથો / ગ્રામ્ય યુવકો / મહિલા મંડળો / કૃષિ યુનિ. / મ્યુનિસિપલ કોર્પોરેશનો અને નગરપાલિકાઓ |
સેન્દ્રિય ખેત-સામગ્રીને માન્યતા |
ગોપકા અને APEDA માન્ય અન્ય પ્રમાણન સંસ્થાઓ |
સેન્દ્રિય ખેત-સામગ્રીની ગુણવત્તાની ખાતરી આપતી વ્યવસ્થા |
કૃષિ વિભાગ |
ખેડૂત ઉત્પાદક સંગઠનોની રચના અને તેમની સાથે સંબંધ શુંખલા |
સંબંધિત વિભાગ / રિસોર્સ સંસ્થાઓ / SFAC / બિન સરકારી સંગઠનો |
સેન્દ્રિય ખેતી માટેની રિસોર્સ સંસ્થાઓ |
રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ/વિભાગી સંસ્થાઓ/ સમેતી / કૃષિ વિજ્ઞાન કેન્દ્રો |
બજારનું ભાતિક માળખું
|
માર્કેટિંગ બોર્ડ / ખેત ઉત્પન્ન બજાર સમિતિ / મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકા / બિનસરકારી સંગઠનો / સ્વસહાય જૂથો |
બદલાવ સમયગાળા માટે ખેત-સામગ્રી (ઈનપુટ) પ્રોત્સાહન: સામાન્ય રીતે સેન્દ્રિય ખેતીના પ્રમાણપત્ર મેળવવા માટે બદલાવ સમયગાળો ત્રણ વર્ષનો હોય છે. પ્રાંરભિક સમયગાળામાં પાક ઉત્પાદન ઘટવાની શકયતા હોય છે. આવકમાં ઘટાડાને ખેતી ખર્ચમાં થતો ઘટાડો તથા ઉત્પાદનના ઊંચા ભાવ દ્વારા પહોંચી શકાય છે. સેન્દ્રિય ખેતીના ખર્ચને પહોંચી વળવા પ્રમાણિત સેન્દ્રિય સાધન સામગ્રી (ઈનપુટ) માટે પ્રોત્સાહન આપવું જોઈએ. સેન્દ્રિય ખેતીમાં નાના નાના ખેત ઓજારોને પણ પ્રોત્સાહન અપાશે જેથી સેન્દ્રિય ખેતીમાં ઓજારોનો ઉપયોગ થઈ શકે.
ટેકનોલૉજી વ્યવસ્થાપન માટે વિવિધ સંસ્થાઓ સાથે સંબંધ :સેન્દ્રિય ખેતી એક તાંત્રિક મુદ્દો છે. સેન્દ્રિય ખેતીની પેદાશની ગુણવત્તા પર ખેત-સામગ્રીની ગુણવત્તા અને એને પેદા કરવા માટે કરવામાં આવેલ વિવિધ પ્રક્રિયાઓ, તેમની ગુણવત્તા અસર કરે છે. નવી નીતિ વ્યવસ્થિત અને પ્રાથમિક ઉત્પાદકો અને સંશોધન અને વિકાસ સંસ્થા વચ્ચે જોડાણની જરૂરિયાત સમજે છે. રાજ્યની કૃષિ યુનિવર્સિટી સેન્દ્રિય ખેતીના તાંત્રિક માર્ગદર્શન માટે પ્રમુખ કેન્દ્ર રહેશે. સેન્દ્રિય ખેતી ઉત્પાદન, પ્રોસેસિંગ, સંગ્રહ, દસ્તાવેજીકરણ, પરીક્ષણ, વિવિધ રાસાયણિક તત્વોની ચકાસણી અને એગ્રોટેકનોલૉજી ઉપર સેન્દ્રિય ખેતીની અસર વિષે અધ્યયન કરવા માટે ભંડોળની જરૂરિયાત પડશે એના માટે રાજ્ય સરકારના અનુદાનથી ખાસ પ્રજેક્ટોને પ્રોત્સાહન આપવામાં આવશે.
પ્રાથમિક ઉત્પાદકોને યોગ્ય કાર્યક્રમો થકી સેન્દ્રિય ખેતી વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ તાંત્રિક જ્ઞાન આપવામાં આવશે. આવા કાર્યક્રમો માટે ભંડોળની જરૂરિયાત રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રયોજિત કાર્યક્રમોની સાથે સંપાત દ્વારા કરવામાં આવશે. રિસોર્સ સેન્ટરો અને સેન્દ્રિય ખેતી ફાર્મનો વિકાસ :રાજ્યની કૃષિ યુનિવર્સિટી સેન્દ્રિય ખેતી માટે સંશોધન અને વિકાસ માટે પોતાની વ્યવસ્થા ધરાવે છે, તેમને સેન્દ્રિય ખેતી સંસાધન કેન્દ્રો તરીકે વિકસાવવામાં આવશે. આ કેન્દ્રોએ નીચેની પ્રવૃત્તિઓ કરવાની રહેશે.
સેન્દ્રિય ખેતી પોર્ટફોલિયોની વધુ પ્રગતિ માટે જ્ઞાન-સંશોધન અને વિકાસ અત્યંત મહત્વપૂર્ણ હશે. આ નીતિ હેઠળ કૃષિ યુનિવર્સિટીઓમાં સેન્દ્રિય ખેતી માટે ટૂંકાગાળાના અભ્યાસક્રમોને મહત્વ આપવામાં આવશે. નવી નીતિ શિક્ષણક્ષેત્રે અભ્યાસક્રમમાં સેન્દ્રિય ખેતીને એક નવી શાખા તરીકે સમાવવા પ્રોત્સાહિત કરશે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને ખેડૂત તાલીમ કેન્દ્રો દ્વારા ગ્રામીણ યુવાનો માટે સેન્દ્રિય ખેતી વિકાસ કાર્યક્રમ અંતર્ગત સેન્દ્રિય ખેતીને તેમના ભાવિ વ્યવસાય માટે મુખ્ય આર્થિક પ્રવૃત્તિ માટે પ્રોત્સાહિત કરશે.
નવીનીતિ હેઠળ વ્યક્તિગત પ્રમાણન અને ઉત્પાદ જૂથ પ્રમાણન હેઠળ નોંધાયેલા ખેડૂતોને ૨૫-૭૫% પ્રમાણન રાહત સરભર કરશે અને PGS વિનામૂલ્ય સભ્યપદ લેવા મદદ કરશે. લણણી પછીની જાળવણી :
ફક્ત નિયત પ્રમાણપત્ર ધરાવતા ઉત્પાદનોને જ આ પોલીસીનો લાભ આપવામાં આવશે. સેન્દ્રિય ખેતી પ્રમાણન એજન્સીના ધારાધોરણો APEDAના ધારાધોરણો મુજબ હશે અને તેમની માન્યતા પ્રાપ્ત હોવી
ખેડૂતના ખેતરમાં જ ટ્રેસીબીલીટી સાથેના સેન્દ્રિય ખેત-પેદાશનું પ્રોસેસિંગ, પેકીંગ, ગ્રેડીંગ અને સોટિંગને પ્રોત્સાહન આપવા સહાય કરવામાં આવશે. લણણી પછીના જરૂરી ભાતિક માળખા ઉભાં કરવા માટે સેન્દ્રિય ક્લસ્ટરોને ટેકો આપવામાં આવશે. સામુદાયિક ધોરણે સેન્દ્રિય ખેત ઉત્પાદનો માટે પરિવહન અને મૂલ્યવર્ધન પ્રક્રિયા માટે ખેડૂતો, સ્વસહાય જૂથો અને ખેડૂત ઉત્પાદક કંપનીઓને સહકાર અપાશે.
ઊંચા ભાવ મેળવવા માટે બ્રાંડિંગ અને યોગ્ય માર્કેટિંગ મહત્વનું છે. આ નીતિમાં બ્રાંડિંગ બનાવવા માટે, બ્રાંડ પ્રમોશન માટે, લેનાર-વેચનાર માટે બજારનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. બજાર આધારિત પ્રચાર-પ્રસાર કરવામાં આવશે તથા ગ્રાહક ઉત્પાદક નેટવર્કને પ્રદર્શનો યોજવા માટે ટેકો આપવામાં આવશે.
મૂલ્યવર્ધન દરમિયાન સેન્દ્રિય ખેત-પેદાશની ગુણવત્તામાં કોઈ પણ જાતની બાંધછોડ થતી નથી તેની ખાતરી આપશે. કૃષિ યુનિવર્સિટીઓ જંતુનાશક અને રાસાયણિક અવશેષોના પરિક્ષણ માટે સવલતો ધરાવે છે. આજ સુવિધાનો ખેડૂતો અને વેપારીઓ દ્વારા ઉપયોગ કરી શકાશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણો પૂરા કરવા માટે જો જરૂરી હોય તો સુવિધાઓ મજબૂત કરવા માટે જરૂરી સહાય/સહકાર કરવામાં આવશે. આ સુવિધાઓ ઉત્પાદકો અને ઉત્પાદક સંસ્થાઓને પોષાય તે માટે સબસીડી આપવાની ખાતરી આપી શકાય.
ગુજરાતમાં ખોરાક આધારિત ઉદ્યોગોમાં સેન્દ્રિય ખેત-પેદાશના વપરાશને પ્રોત્સાહન આપવા અને તેની બ્રાંડિંગ, માર્કેટિંગ અને ટ્રેસીબીલીટી માટે સહકાર આપવામાં આવશે.
સેન્દ્રિય ખેતી પેદાશના સંગ્રહ માટે APMC અને સહકારી સંસ્થાઓ દ્વારા અલગ અને વિકેન્દ્રિત સંગ્રહ સુવિધાઓ ઊભી કરવી જોઈએ જેથી તેની સેન્દ્રિય ખેતીની પેદાશની સચ્ચાઈની ખાતરી આપી શકાય તથા પ્રમાણિત સેન્દ્રિય પેદાશ વેચાણમાં ખેડૂતને મદદ કરી શકાય.
ભારત સરકારની નિકાસ પ્રોત્સાહન યોજના હેઠળ APMC અને / અથવા APEDA પાસેથી લાંબા અંતરની ટ્રાન્સપોર્ટ સબસીડી મેળવી શકાય.
પ્રમાણિત સેન્દ્રિય ઉત્પાદનોને માટે માર્કેટિંગ ટેકો આપવામાં આવશે.
સેન્દ્રિય ખેત-પેદાશોનું બજાર :ગુજરાત રાજ્ય કૃષિ માર્કેટિંગ બોર્ડ સેન્દ્રિય ખેતપેદાશો માટે અલગ/જુદા શેડ પૂરા પાડશે જેથી રાસાયણિક પેદાશો સાથે સેન્દ્રિય પેદાશોની ભેળસેળ રોકી શકાય. મંડીમાં સેન્દ્રિય પેદાશોની ખરીદી માટે ભારતભરના ગ્રાહકોને જાણકારી મળે તેની વ્યવસ્થા કરશે. આ વ્યવસ્થા દ્વારા રાજ્યની ભ[pોલિક પરિસ્થિતિ પ્રમાણે અલગ અલગ વિશિષ્ટ બજાર વિકસાવાશે અને પેદાશોની ઉપલબ્ધતા અને કિંમતની માહિતી અપાશે.
ગ્રાહક જાગતિ :આ નવી નીતિમાં આરોગ્ય અને કાળજીના સિદ્ધાંતોના સમન્વય દ્વારા જાહેર આરોગ્ય સાથે મજબૂત રીતે સંકળાઈને છેવટના ગ્રાહક સુધી વિશ્રવાસનું વાતાવરણ ઊભું કરશે. આ નીતિ સેન્દ્રિય ઉત્પાદનો વિશે ગ્રાહક જાગૃતિ પર ભાર મૂકે છે અને વધુ ને વધુ સેન્દ્રિય ખેત-પેદાશ વાપરવા માટે પ્રોત્સાહિત કરશે. સેન્દ્રિય ખેત-પેદાશોના બજારના વિકાસ માટે વ્યહરચના ઘડાશે.
રાજ્ય કૃષિ માર્કેટિંગ બૉર્ડ સેન્દ્રિય ખેતી ઉત્પાદકો અને મધ્યસ્થીઓ માટે કર માફી દ્વારા પ્રોત્સાહન:આ જ રીતે ઝડપથી નાશવંત (Perishable) ખેત ઉત્પાદનો સાથે જોડાયેલા ઉત્પાદકો અને મધ્યસ્થીઓને પણ આ લાભ મળશે.
સેન્દ્રિય ખેતરોના ઝુમખા (ક્લસ્ટર)ની રચના એ સફળતાની ચાવી હશે. સેન્દ્રિય ખેતી માટેની જરૂરી સાધનસામગ્રી/જરૂરિયાતો માટે બાયો વિલેજનો વિચાર આગળ ધપાવવા પ્રોત્સાહિત કરવામાં આવશે. ખેત-સામગ્રી ઉત્પાદન ક્ષમતા નિર્માણ, સંસ્થાકીય વિકાસ, ખેતી પદ્ધતિઓ, સેન્દ્રિય દૂધ ઉત્પાદન, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ, મૂલ્યવર્ધન, સંગ્રહ અને છૂટક વેચાણ માટે સમુદાય આધારિત સુવિધાઓ આધારભૂત રહેશે. જૈવિક ગામને કૃષિ-પ્રવાસન (Agro-tourism) સાથે જોડી શકાય છે.
બદલાવના સમયગાળા દરમિયાન અને આંતરમાળખાકીય સુવિધાઓ માટે લોન ભાર ઘટાડવા ખેડૂતો, ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ અને ઓર્ગેનિક પ્રોસેસિંગ યુનિટને વ્યાજ રાહત આપવામાં આવશે.
સરકાર સેન્દ્રિય ખેતી ક્ષેત્રમાં કામ કરતા વાસ્તવિક અને સાચા ખેડૂતો કે ખેડૂત સંગઠનોને પુરસ્કાર અને સન્માન આપશે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/10/2020