অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ટ્રેકટર, ઈલેકટ્રીક મોટર અને પાણીના પંપના ઉપયોગમાં ઉર્જાનો કાર્યક્ષમ ઉપયોગ

ટ્રેકટર, ઈલેકટ્રીક મોટર અને પાણીના પંપના ઉપયોગમાં ઉર્જાનો કાર્યક્ષમ ઉપયોગ

ખેતીના જુદા જુદા કાર્યો માટે પુરતા પ્રમાણમાં જરૂરી શકિતની પ્રાપ્તિ ખેત ઉત્પાદન વધારવા માટેનું અગત્યનું પરીબળ છે. સારું ઉત્પાદન મેળવવા માટે પ્રતિ હેકટરે ઓછામાં ઓછા એક હોર્સ પાવરની જરૂર પડે છે. એટલે કે વધુમાં વધુ ઉત્પાદન મેળવવા માટે પશુ શકિત અને માનવ શકિતને બદલે યાંત્રિક શકિત જેવી કે ટ્રેકટર, પાવર ટીલર અને ઈલેકટ્રીક મોટરનો ઉપયોગ જેમ બને તેમ વધુ કરવો જોઈએ.

ટ્રેકટર

ટ્રેકટરથી બધાં જ પ્રકારના ખેડ કાર્યો ઓછામાં ઓછા સમયમાં પૂરા કરી શકાય છે. આ ઉપરાંત પાણી ખેંચવાનો પંપ ચલાવવો હોય, થ્રેસર ચલાવવું હોય કે ભાર વહન કરવો હોય ત્યારે ટ્રેકટર ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. ટ્રેકટર ચલાવવા ડીઝલ જેવા ઈંધણની જરૂરિયાત રહે છે. આ ડીઝલની મદદથી ટ્રેકટર રાસાયણિક શકિતનું યાંત્રિક શકિતમાં રૂપાંતર કરે છે. જો ટ્રેકટર સારી સ્થિતિમાં ન હોય અથવા તેની ક્ષમતા કરતા વધારે વપરાશ કામ લેવામાં આવે તો ડીઝલનો વધારાનો ખોટો બગાડ થાય છે. આમ કરવાથી સસ્તી પડતી યાંત્રિકશકિત ઉલ્ટાની મોંધી સાબિત થાય છે. ટ્રેકટર કંપની તથા તજજ્ઞો ધ્વારા ભલામણ કર્યા મુજબ ચલાવવાથી ડીઝલનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય છે. આમ કરવાથી ડીઝલનો બગાડ અટકે અને લાંબા ગાળે આર્થિકફાયદો થાય છે. ટ્રેકટરની નિયમિત સારસંભાળ લેવાય અને લાંબો સમય ઓવર લોડમાં ન ચલાવવાથી ડીઝલ વપરાશની અસરકારકતા મળી શકે છે. ટ્રેકટરનાં વપરાશમાં ડીઝલ એટલે કે ઉર્જાનો કાર્યક્ષમ ઉપયોગ થાય તે માટે નીચે મુજબનાં મુદાઓ ધ્યાનમાં રાખવા જેવા છે.

વહન ક્ષમતા

ટ્રેકટરમાં ઉત્પન્ન થતાં હોર્સ પાવરનાં આધારે યોગ્ય વજનનું સાધન જોડવું જોઈએ અને તેને યોગ્ય ઝડપે ચલાવવું. ટ્રેકટર વધુ પડતાં ધુમાડા ન કાઢે તે માટે શકય એવા ઉંચા ગીયરમાં ચલાવો તેથી ટ્રેકટરની શકિતનો પુરેપુરો લાભ મળશે અને ડીઝલનો કાર્યક્ષમ ઉપયોગ થઈ શકશે. ટ્રેકટર પાછળ લગાડેલ સાધન જોઈએ તેના કરતાં નાનું હોય કે ઝડપ જોઈએ તે કરતા ઓછી હોય તો ૩૦ ટકા જેટલું ડીઝલ નકામું બળે છે.

સામાન્ય ખામીઓ

ટ્રેકટર ખરીદતી વખતે સાથે આવેલ માહિતી પુસ્તિકા (મેન્યુલ) પ્રમાણે સામાન્ય ખામીઓ નિવારવાથી ટ્રેકટરમાં ડીઝલનો વપરાશ કાર્યક્ષમ રીતે કરી શકાય છે. જોે ટ્રેકટરની સંભાળ બરાબર ન લેવાય એટલે કે સામાન્ય ખામીઓ પરન્વે પૂરતું ધ્યાન ન અપાય તો રપ ટકા સુધી જરૂર કરતાં વધારાનું ડીઝલ વપરાય છે. આ સામાન્ય ખામીઓમાં વિવિધ જોડાણો જેવા કે ડીઝલની ટાંકીનાં, ફયુલ પંપનાં, ફયુલ ઈન્જેકટરનાં અને ડીઝલની બધી નળીઓનાં જોડાણોનો સમાવેશ થાય છે તેમજ વધારે પડતા ભારે સાધનો ન વાપરવા અને એન્જીનની નિયમિત સર્વિસ કરાવવી સલાહભર્યુ છે.

ખેત કાર્યો

ટ્રેકટરનો ઉપયોગ જમીન તૈયાર કરવાથી માંડીને પાકની લણણી, ટ્રાન્સર્પોટેશન વગેરે જેવા ખેત કાર્યોમાં થાય છે. ટ્રેકટરને મોટે ભાગે ધુળીયા વાતાવરણમાં જ કામ કરવું પડે છે એટલે તેનું એર ફિલ્ટર સારૂં હોવું જોઈએ. એન્જીનને મળતી હવા ચોખ્ખી ન હોય તો સિલિન્ડર બોર ૪પ ગણા જલ્દી અને પિસ્ટન રીંગો ૧૧પ ગણી જલ્દી ઘસાઈ જાય છે. ટ્રેકટરમાં ડીઝલ સાથે ગંદકી ભળે તો એન્જીનને નુકસાન થાય છે. તેથી સારી જાતનાં ફીલ્ટર વાપરવા તેમજ તેને સમયાંતરે બદલતાં રહેવા ખૂબ જ જરૂરી છે. ખેત કાર્યો અને ટ્રાન્સપોર્ટેશન વખતે ટ્રેકટર કયા ગીયરમાં કેટલી ઝડપે ચલાવવું તે પણ ખાસ જોવું જોઈએ. ડાંગરની ખેતીમાં જરૂરી પડલીંગ કરવા માટે પણ ટ્રેકટરનો ઉપયોગ થાય છે. આ ખેત કાર્ય માટે ખેતરમાં પાણી ભર્યા બાદ તેમાં ટ્રેકટર ચલાવવામાં આવે છે. પડલીંગ વખતે ટ્રેકટરનાં પૈડા ન લપસે તે માટે પાણીનું વજન ઉમેરો અથવા વ્હીલ પ્લેટ ઉપર વજનીયા ફીટ કરવા જોઈએ. વજનીયા અથવા પાણી એટલું વાપરો જેથી કરીને ટ્રેકટરના પૈડા ઓછામાં ઓછા લપસે. આ પ્રકારની કામગીરી પૂર્ણ થાય કે તૂરત જ વજનીયા કાઢી નાખવા જોઈએ અને જો પડલીંગ ફરીથી ન કરવાનું હોય તો ટ્રેકટર સાફ પણ કરી લેવું જોઈએ. ટ્રેકટરમાં ડીઝલનાં અસરકારક ઉપયોગમાં ટાયર પણ મહત્વનો ભાગ ભજવે છે. ટાયરનું રી–લગીંગ સમયસર કરાવવું જોઈએ. ટાયર ફરીથી ચડાવતી વખતે આગળથી જોતા અંગ્રેજી વી આકારનાં ટ્રેડનો ખૂણો નીચેની તરફ જ રહેવો જોઈએ. ટ્રેકટર ખેતરમાં કામ કરે ત્યારે અને રસ્તા પર ચાલે ત્યારે બંને વખતે ટાયરમાં હવાનું દબાણ નિર્માતા ધ્વારા દર્શાવેલ સૂચિ પ્રમાણે રાખવું. ખેતર એવી રીતે ખેડવું જોઈએ કે જેથી ચાલુ એન્જીને ટ્રેકટર વધુ થોભવવું ન પડે, ખેડેલા ભાગ પર પાછું ચલાવવું ન પડે અને વાંકુચુકું વાળવું ન પડે. ખેતરની પહોળાઈમાં ટૂંકા ચાસને બદલે લંબાઈમાં લાંબા ચાસે કામ કરવાથી ડીઝલની બચત થાય છે.

એન્જીન ચલાવવામાં તથા રીપેર / મેઈન્ટેનન્સ

સામાન્ય પ્રકારના રીપેરીંગને લીધે પણ ટ્રેકટરમાં ડીઝલનો બચાવ ઘણો જ કરી શકાય છે. થોભેલા ટ્રેકટરનું એન્જીન ચાલુ હોય તો દર કલાકે એક લિટરથી પણ વધુ ડીઝલ બગડે છે. આ માટે ટ્રેકટરની બેટરી, ડાયનેમો અને સેલ્ફ સ્ટાર્ટરની કાયમ સંભાળ લેવી જોઈએ. જો આ સાધનો બગડે તો જ ટ્રેકટરનાં એન્જીનને ચાલુ રાખવાની ફરજ પડે છે, જે ડીઝલ બચત માટે વ્યાજબી નથી.

ટ્રેકટર વધુ પડતાં ધુમાડા કાઢતું હોય ત્યારે એમાં કિંમતી ડીઝલ નકામી રીતે બળી જાય છે. ધુમાડાનું કારણ છે વધુ પડતાં વજનદાર સાધનો કે પછી ખોટો ગીયર. આ બંને વસ્તુઓ જોયા પછી પણ જો ધુમાડો બંધ ન થાય તો ટ્રેકટરનું ઓવર હોલીંગ કરાવવું. નોઝલ તથા ફયુલ ઈન્જેકશન પંપ ચકાસવા. ફયુલ ઈન્જેકશન સીસ્ટમ બગડવાથી રપ ટકા જેટલું ડીઝલ પણ બગડે છે.

આમ ટ્રેકટરમાં ડીઝલના કાર્યક્ષમ ઉપયોગ માટે બતાવેલા સરળ ઉપાયો કોઈ ખર્ચાળ નથી. પરંતુ થોડી સમજણ અને કાળજી રાખવાથી આ બધુ શકય બને છે. અને ટ્રેકટર પાસેથી સારૂ કામ લઈ શકાય છે. ડીઝલનો યોગ્ય ઉપયોગ કરી શકાય છે તેમજ ખર્ચ કરેલ નાણાંનું સંપૂર્ણ વળતર મળી રહે છે.

ઈલેકટ્રીક મોટર

આધુનીક ખેતીમાં ઈલેકટ્રીક મોટર અગત્યનું સાધન છે. ખેતી યંત્રો કે સિંચાઈ પંપને ચલાવવા માટે તેને અનુરૂપ યોગ્ય હોર્સ પાવરની ઈલેકટ્રીક મોટરની પંસદગી કરવી જોઈએ. ઓછા હોર્સ પાવરની મોટર હોય તો બળી જવાનો સંભવ રહે અને ખૂબ જ વધારે હોર્સ પાવરવાળી મોટર હોય તો પાવર અને મુડી રોકાણનો વ્યય થશે. પિયત માટે ઈલેકટ્રીક મોટરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. કુવામાં કેટલું પાણી છે, કેટલી ઉંડાઈએ છે, કેટલા વિસ્તારમાં પિયત આપવાનું છે વગેરે બાબતો ધ્યાનમાં રાખી ઈલેકટ્રીક મોટર જરૂરી હો.પા. ની ખરીદવી જોઈએ. આ મોટર ખરીધ્યા પછી તેનો ઉપયોગ કરતા પહેલા તેને કઈ રીતે ગોઠવવાથી વિદ્યુત ઉર્જાનો વ્યય બચાવી પિયત ખર્ચ ઘટાડી શકાય તે માટે ઈલેકટ્રીક મોટરની ગોઠવણી કરતી વખતે નીચેના મુદાઓ ધ્યાનમાં રાખવા જોઈએ.

  1. મોટરની પસંદગી કર્યા બાદ તેને યોગ્ય રીતે અને અંતરે ફીટ કરવી જોઈએ.
  2. મોટરથી ખેતયંત્ર અને પંપ સાથે સુરેખ જોડાણ થવું જોઈએ.
  3. મોટરથી ખેતયંત્રનું ૧ મીટર અથવા તેથી ઓછું અંતર હોય તો વી–બેલ્ટ વાપરવા અને વધારે અંતર હોય તો ફલેટ બેલ્ટ વાપરવા જોઈએ.
  4. મોટર જેટલા એમ્પીયર પ્રવાહ લેતી હોય તે મુજબ મેઈન સ્વીચ અને ફયુઝ વાપરવા જોઈએ.
  5. મોટરના વિદ્યુત પ્રવાહ મુજબ સ્ટાર્ટરની રીલે રેન્જની ગોઠવણી કરવી, જેથી મોટરને બળતી અટકાવી શકાય.
  6. મોટર, સ્ટાર્ટર અને મેઈન સ્વીચનું બરાબર અર્થીંગ કરવું, જેથી અકસ્માત થવાનો ભય રહે નહી.
  7. મોટરના વિદ્યુત પ્રવાહ મુજબ યોગ્ય કેપેસીટીના એમ્પીયર મીટર અને વોલ્ટેજ મીટર ફીટ કરવા જોઈએ.

ઈલેકટ્રીક મોટરને ચાલુ બંધ કરવા માટે પ હોર્સ પાવરની સુધીની મોટર માટે ડાયરેકટ–ઓન–લાઈન સ્ટાર્ટર અને તેનાથી મોટી સાઈઝની મોટર માટે સ્ટાર–ડેલ્ટા પ્રકારના સ્ટાર્ટર વાપરવાથી મોટર ચાલુ થાય ત્યારે લાઈનમાંથી ઓછો પાવર ખેંચે છે. તેમજ વોલ્ટેજનું દબાણ બરાબર ન હોય તેવા સંજોગોમાં આવા પ્રકારના સ્ટાર્ટર ઈલેકટ્રીક મોટરને રક્ષણ આપે છે અને મોટરને બળી જતી અટકાવે છે.

સામાન્ય રીતે મોટર ચાલતી હોય ત્યારે થોડી ઘણી ગરમ થતી હોય છે. આમ છતાં જયારે તેની ઉપર હાથ મુકતા તરત લઈ લેવાય તેવી ગરમ થઈ હોય ત્યારે તેના ઉપર વધારે બોજો છે અથવા બીજા કોઈ પણ પ્રકારની ખામી જેવી કે બેરીંગ કે બુશીંગ ગયેલ હોય તો તેના કારણે ઉર્જાનો વધારે બગાડ થતો હોય છે તો આવા બેરીંગ કે બુશીંગ બદલાવા જોઈએ અને ઉંજણ કરવું જોઈએ. સ્વીચ તથા સ્ટાર્ટરના કોન્ટેકટ ઉપર કાર્બન જામી ગયા હોય તો મોટરને પુરતો વોલ્ટેજ મળતા નથી તો તેને સાફ કરવા જોઈએ.

ડાયરેકટ–ઓન–લાઈન તથા સ્ટાર–ડેલ્ટા બન્ને સ્ટાર્ટરમાં રીલે યુનીટ આવેેલું હોય છે. તેને યોગ્ય કરન્ટ ઉપર ગોઠવવાની જરૂરત રહે છે. ડાયરેકટ ઓન લાઈન સ્ટાર્ટરમાં રીલેની ગોઠવણી મોટરનાં પુરા કરન્ટ જેટલી જ કરવાની હોય છે. દા. ત. ૪ હો. પા. ની મોટર જો ૪ એમ્પીયર કરન્ટ લે તો રીલેની ગોઠવણી ૪ એમ્પીયર પર જ કરવી. સ્ટાર–ડેલ્ટા સ્ટાર્ટરમાં જો મોટર ૧૦ હો.પા.ની હોય તથા કરન્ટ ૧પ એમ્પીયરનો હોય તો રીલેને ૬×૧પ/૧૦ ્ર ૯ એમ્પીયર પર ગોઠવવી. આમ જુદા જુદા હો.પા. ની મોટર માટે ડાયરેકટ ઓન લાઈન તથા સ્ટાર–ડેલ્ટા સ્ટાર્ટરની રીલેની પસંદગી ટેબલ નં. ૧ માં બતાવવામાં આવેલ છે. તે મુજબની રીલે પસંદ કરી યોગ્ય કરન્ટ પર ગોઠવવી જોઈએ.

ટેબલ ૧ : રીલેની પસંદગી

મોટર રેટીંગ ૪૦૦ / ૪૪૦ વોલ્ટ ૩ ફેઈઝ (હો. પા.)

કુલ બોર્ડ લાઈન કરન્ટ (એમ્પીયર)

એમ્પીયરમાં

ડાયરેકટ–ઓન–લાઈન સ્ટાર્ટર

સ્ટાર–ડેલ્ટા સ્ટાર્ટર

૧.૭

૧.પ – ર.પ

૧ – ૧.૬

૧.પ

ર.૪

ર.પ – ૪

૧ – ૧.૬

ર.પ – ૪

૧.પ – ર.પ

૪.૪

૪ – ૬.પ

ર.પ – ૪

૭.૧

૬ –૧૦

૪ – ૬.પ

૭.પ

૧૦.૪

૬ – ૧૦

૧૦

૧૩.૬

૬ – ૧૦

૧ર.પ

૧૭

૯ – ૧૪

પાંચ હો. પા.થી વધારે હો.પા.ની મોટર માટે કેપેસીટર વાપરવું ફરજીયાત છે. મોટરની સાથે યોગ્ય સાઈઝના કેપેસીટર ફીટ કરવાથી પાવર ફેકટરને સુધારી શકાય અને લાઈન ઉપરનો વધારાનો બોજ ઘટાડી શકાય છે. પાવર ફેકટર સુધારવામાં આવે તો ટ્રાન્સ ફોર્મરની કેપેસીટર મુજબ વધારે કનેકશનો આપી શકાય છે. અને પ્રમાણમાં વોલ્ટેજ ઓછા ઘટે છે જેથી કેપેસીટર ફીટ કરવું ઘણું જરૂરી છે. કઈ સાઈઝનું કેપેસીટર લગાવવુ તે ટેબલ નં. ર માં જણાવવામાં આવેલ છે.

ટેબલ ર : કેપેસીટરની પસંદગી

મોટરનાં હો. પા.

૧૪૪૦ આંટાની મોટર માટે

ર૯૦૦ આંટાની મોટર માટે

૭.પ

૩ કેવીએ

ર કેવીએ

૧૦

૪ કેવીએ

૩ કેવીએ

૧ર.પ

૪.પ/પ કેવીએ

૩.પ/૪ કેવીએ

૧પ

૧પ કેવીએ

૪ કેવીએ

પાણીનો પંપ

પિયત માટે પાણી ખેંચવા માટેના પંપ, ડીઝલ એન્જીન અથવા ઈલેકટ્રીક મોટરથી ચલાવવામાં આવે છે. ખેત ઉત્પાદનના જુદા જુદા કાર્યો પૈકી પિયતમાં વધુ શકિત અને ખર્ચ થાય છે. લગભગ ૭૦ થી ૮પ ટકા જેટલી શકિત અને તેટલાં નાણાં પિયત પાછળ ખર્ચાઈ જાય છે. જેથી પિયતમાં વપરાતી ઉર્જા બચાવવી ખૂબ જ અનિવાર્ય થઈ ગયેલ છે. પિયતમાં વપરાતી ઉર્જા ડિઝલ / ક્રુડના વપરાશ અથવા વિધુત શકિતના વપરાશથી થાય છે.

પંપમાં થતો ઉર્જાનો બગાડ

પંપ વડે પાણી ખેંચીને કરવામાં આવતા પિયતમાં નીચેના કારણોને લીધે ઉર્જાનો બગાડ થતો હોય છે.

  1. પંપની ખોટી પસંદગી.
  2. બિનકાર્યક્ષમ પંપની પસંદગી.
  3. ચાલક યંત્રની ખોટી પસંદગી. વધુ હો.પા. ના એન્જિન અથવા વિધુત મોટરનો ઉપયોગ.
  4. પંપના અપૂરતા આંટા આપતી પુલીઓની પસંદગી.
  5. નબળી ગુણવત્તાવાળા પટાઓનો ઉપયોગ.
  6. જરૂર કરતા નાની સાઈઝના સકશન અને ડિલીવરી પાઈપના ઉપયોગ.
  7. વધુ ઘર્ષણ ખાધવાળા ફૂટવાલ્વનો ઉપયોગ.
  8. સકશન, અથવા ડિલીવરી પાઈપના સાંધાઓમાંથી થતું ઘર્ષણ.
  9. સમયાંતરે કરવાની પંપસેટની જાળવણીનો અભાવ.

એક અભ્યાસ ઉપરથી માલુમ પડેલ છે કે ગુજરાતમાં

  • ફકત ૬ ટકા પંપસેટ માફકસરનું બળતણ વાપરે છે.
  • પ૦ ટકા પંપસેટ જરૂર કરતા દોઢા સુધી બળતણ વાપરે છે.
  • ર૪ ટકા પંપસેટ દોઢાથી બમણા જેટલું બળતણ વાપરે છે.
  • ર૦ ટકા પંપસેટ તો બમણાથી પણ વધારે બળતણ વાપરે છે.

પંપમાં ઉર્જા બચાવવાની રીતો

ઉપર જણાવ્યા તે સઘળાં કારણો નિવારીને પિયતમાં થતો ઉર્જાનો બગાડ અટકાવી શકાય તેમ છે. તેમ જ પિયતમાં ઉર્જા બચાવવા માટે નીચે જણાવેલ રીતે અનુસરવી જરૂરી છે. જેથી પંપસેટનો પિયત માટે કાર્યક્ષમ ઉપયોગ કરીને ઉર્જાની સાથે સાથે પિયતનો ખર્ચ પણ બચાવી શકાય.

  1. યોગ્ય અને જરૂરિયાતના માપવાળા પંપની પસંદગી.
  2. આઈ.એસ.આઈ. માર્કવાળા પંપની પસંદગી.
  3. પંપસેટને યોગ્ય અને અનુરૂપ ચાલક યંત્રની પસંદગી.
  4. ઓછા ઘર્ષણ ખાધવાળા ફુટવાલ્વની પસંદગી.
  5. યોગ્ય પ્રકાર અને માપની સકશન અને ડિલીવરી પાઈપની પસંદગી.
  6. વધુ પડતા વાંક અને ફીટીંગ્સમાં ઘટાડો કરવો.
  7. ઓઈલ એન્જિન ખામીઓ દૂર કરીને.
  8. પંપસેટની યોગ્ય જાળવણી અને દેખભાળ.

ઉપરના દરેક મુદાઓ વિગતવાર જોઈએ જેથી ઉર્જાની બચત કેવી રીતે થાય છે તેનો ખ્યાલ આવે.

યોગ્ય અને જરૂરિયાતના માપવાળા પંપની પસંદગી

પંપ કુવામાંથી પાણી ખેંચીને કુંડી સુધી પહોંચાડવાનું કામ કરે છે. પંપના ઉત્પાદકો વિવિધ પ્રવાહ અને કુલ ચઢાણ પ્રમાણે જુદી જુદી સાઈઝના પંપ વસાવનાર ખેડૂતે પોતાને જોઈતા પાણીની પ્રવાહ તેમ જ કુલ ચઢાણની કિંમતો ઉપરથી પંપ ઉત્પાદનના સુચિપત્રમાં પોતાની જરૂરિયાતનો પંપ પસંદ કરવો જેથી જરૂરી પાણીનો પ્રવાહ મળી રહે.

કુવાના પાણીની સ્થિર સપાટીથી જાવક નળી (ડિલીવરી પાઈપ)ના ખુલ્લા છેડા સુધીની ઓળંબે થતી ઉંચાઈને પાણીનું ચઢાણ (સ્ટેટીક હેડ) કહે છે. જેમ આ ઉંચાઈ વધુ તેમ પંપનેં વધુ કામ કરવું પડે અને વધુ તાકાતની જરૂર પડે. આ ઉપરાંત ફુટવાલ્વ, આવક – જાવક નળી અને તેના જોડાણો વગેરેને લીધે જેટલી ઘર્ષણ ખાદ્ય સીધા ચઢાણમાં ઉમેરતાં પંપનું કુલ ચઢાણ મળશે. ઘર્ષણ સીધા ચઢાણના ર૦ ટકાથી વધુ હોવી જોઈએ નહિ.

આમ ઉત્પાદકના સુચિપત્રમાં જોઈને પંપના પાણીના પ્રવાહની જરૂર અને કુલ ચઢાણ ઉપરથી યોગ્ય પંપની સાઈઝ નકકી કરી તેની પસંદગી કરવી.

આઈ.એસ.આઈ. માર્કાવાળા પંપની પસંદગી

દરેક પંપ જુદા જુદા પ્રવાહ અને ચઢાણની સ્થિતીમાં કેટલી કાર્યક્ષમતાએ કામ કરશે એની વિગતો પંપના જે તે ઉત્પાદકો ધ્વારા આપવામાં આવતા પંપના આલેખમાં દર્શાવેલ હોય છે. જેથી જરૂરી પ્રવાહ અને કુલ ચઢાણ સૈાથી વધુ કાર્યક્ષમતા આપે તેવો પંપ લેવો જોઈએ. સામાન્ય રીતે આઈ.એસ.આઈ. માર્કાવાળા પંપની પસંદગી કરવી જોઈએ જેથી ઓછી ઉર્જાના ખર્ચે સૈાથી વધુ કાર્યક્ષમતાથી પિયત કરી શકાય.

પંપસેટને યોગ્ય અને અનુરૂપ ચાલકયંત્રની પસંદગી

પંપનો પંખો ફરી કુવામાંથી પાણી ખેંચી કુંડી સુધી ઉપર ચઢાવે છે. પંખાને ફેરવવા માટે ચાલકયંત્રની શકિત હોર્સપાવરમાં મપાય છે. પંપની પસંદગી કરવાના સુચિપત્રમાં દરેક પ્રકારના પંપ માટે કેટલા હોર્સપાવરનું ચાલકયંત્ર જોઈશે તે દર્શાવવામાં આવતું હોય છે. તે મુજબ ચાલકયંત્રની પસંદગી કરવી જોઈએ. પંપ અને તેના ચાલકયંત્રની દરેક જોડી માટે કુલ ચઢાણ વધારે હોય તો તે પંપ ચાલકયંત્રની જોડી કામ ન આપી શકે. તેમ જ મર્યાદા કરતા કુલ ચઢાણ ઓછું હોય તો ખોટી શકિત વેડ ફાય. જેથી પંપની યોગ્ય અનુરૂપ ચાલકયંત્રની પસંદગી કરવી જોઈએ. તેમજ આઈ.એસ.આઈ. માર્કાવાળા ઓઈલ એન્જિનની પસંદગી કરવી જોઈએ. જેથી તેની ગુણવત્તા અંગે ખેડૂતોને ખાતરી મળે.

ઓછા ઘર્ષણ – ખાદ્યવાળા ફૂટવાલ્વની પસંદગી

આવકનળી (સકશન પાઈપ)ના નીચેની છેડે ફૂટવાલ્વ જોડવામાં આવે છે. ફૂટવાલ્વમાંથી પાણી પસાર થતી વખતે અવરોધ નડેે. આ અવરોધની ઘર્ષણ ખાદ્ય રપ સેન્ટીમીટર લંબાઈની નળીમાં થતી ઘર્ષણ ખાદ્ય જેટલી હોય તો માપસર ગણાય. એથી વધુ ઘર્ષણ ખાદ્ય થાય તો પંપને ઘર્ષણ ખાદ્ય સામે વધુ કામ કરવું પડે. પરિણામે વધુ ક્રુડ અથવા ડીઝલનો કે વિધુત શકિતનો વપરાશ થાય. માટે વૈજ્ઞાનીક રીતે ડિઝાઈન કરેલા ફૂટવાલ્વનો ઉપયોગ કરવાથી બિનજરૂરી બળતણના વપરાશમાં બચત કરી ઉર્જા બચાવી શકાય.

વૈજ્ઞાનીક ભલામણ પ્રમાણે ફૂટવાલ્વના બારાનું ક્ષેત્ર ફળ આવકનળીના આડા છેદના ક્ષેત્ર ફળ કરતાં ઓછામાં ઓછું દોઢું અને જાળીનાં બધાં કાણાંનો ખૂલ્લો વિસ્તાર અઢી ગણો હોય તો માપસરની ઘર્ષણ ખાદ્ય આવે. આ ઉપરાંત ફૂટવાલ્વનું ઢાંકણ – વાલ્વ ૭૦૦ થી ૮૦૦ જેટલું ખુલવું જોઈએ. જેથી પાણીને દાખલ થવાનો માર્ગ ન રૂંધાય અને ઓછી ઘર્ષણ ખાદ્યના પરિણામે ઓછી ઉર્જાની જરૂર પડે. સસ્તા અને ખોટા ફૂટવાલ્વની ખરીદી કરી ૩૦ – ૪૦ રૂપીયા બચાવનાર ખેડુત એકંદરે વર્ષે રૂા. ર૦૦ થી ૪૦૦ વધુ બળતણ ગુમાવે છે. હવે તો સારી જાતના રીજીડ પી.વી.સી. ના ફૂટવાલ્વ પણ ઉપલબ્ધ છે. જેના ઉપયોગથી સારી એવી શકિત બચાવી શકાય છે.

યોગ્ય પ્રકાર અને માપની સકશન અને ડિલીવરી પાઈપની પસંદગી

પંપની આવક બાજુએ તેમ જ જાવક બાજુએ પાઈપ લગાડવામાં આવે છે. જયારે આ લાઈનમાં આવક અને જાવક નળીઓમાં પાણીનો પ્રવાહ વહેતો હોય ત્યારે તેમાં ઘર્ષણ થાય છે. આવા ઘર્ષણને લીધે પંપને ચલાવવા માટે વધુ શકિતની જરૂર પડે છે. જો આ પાઈપ મોટા વ્યાસના હોય તો ઘર્ષણ ઓછું થાય. નાના વ્યાસ અને વધુ લંબાઈવાળા પાઈપ વાપરવાથી ઘર્ષણ વધે છે.

ઈન્સ્ટીટયુટ ઓફ કો–ઓપરેટીવ મેનેજમેન્ટ, અમદાવાદના અભ્યાસ મુજબ ગેલ્વેનાઈઝડ લોખંડની ૬પ મી.મી. વ્યાસની પાઈપમાં ૪૦.૬૭ ટકા જેટલી ઘર્ષણ ખાદ્ય થાય છે. જયારે તેની જગ્યાએ ૯૦મી.મી. વ્યાસની રીજીડ પી.વી.સી. પાઈપ વાપરતાં તેમાં ફકત પ.૧૬ ટકા જેટલી જ ઘર્ષણ ખાદ્ય થાય છે. પરીણામે ૯૦ મી.મી. વ્યાસની રીજીડ પી.વી.સી. પાઈપ વાપરતાં દર કલાકે ૩.પ યુનીટ વીજળીનો વપરાશ ઓછો થાય છે. જેથી વર્ષને એતે ઘણા નાણાનો બચાવ થાય છે. વળી રીજીડ પી.વી.સી. પાઈપના ઉપયોગથી વપરાશમાં થતા પ૦ ટકાના ફાયદાની સાથે સાથે મુડી રોકાણમાં પણ ૩પ ટકાનો ઘટાડો થાય છે. રીજીડ પી.વી.સી. પાઈપનો ઉપયોગ ભલામણ કરવામાં આવે છે.

વધુ પડતાં વાંક અને ફીટીંગ્સમાં ઘટાડો કરવો

પાઈપ લાઈનમાં ના વાંક (બેન્ડ), એલ્બો, ટી, વાલ્વ, વગેરે ફીટીંગ્સના કારણે ઘર્ષણથી થતાં નુકશાનમાં વધારો થાય છે. દાખલા તરીકે ૬.પ મી.મી. વ્યાસની ગેલ્વેનાઈઝડ પાઈપમાં લગાવેલ દરેક વાંક લગભગ ર.૧૩ મીટર જેટલી વધુ લંબાઈના પાઈપથી થતી વધુ ઉર્જાની જરૂર પડશે. જેથી ઉર્જાની બચત માટે સમગ્ર પાઈપ લાઈનના વાંક અને બીજા ફીટીંગ્સની સંખ્યા શકય તેટલી ઓછામાં ઓછી રાખવી. વળી એલ્બોની જગ્યાએ હંમેશા બેન્ડ વાપરવું.

ઓઈલ એન્જિનની ખામીઓ દૂર કરવી

ઘણી વખત ઓઈલ એન્જિનમાં રહેલી ખામીઓ દુર કરવાથી પણ પંપસેટમાં વધુ પડતો બિનજરૂરી ક્રુડ અથવા ડીઝલનો વપરાશ ઘટાડી શકાય છે. સામાન્ય રીતે ઓઈલ એન્જિન જરૂર કરતાં વધુ બળતણ વાપરવું હોય તે તે માટે

  • ફયુઅલ લાઈન – ક્રુડ / ડીઝલની નળીમાંનું લીકેજ તપાસવું. લીકેજ હોય તો તે બંધ કરવું.
  • ફયુઅલ ઈન્જેકટર બરાબર એડજસ્ટ / સેટ કરેલ ન હોય તો પણ બળતણનો વપરાશ વધે છે. નિષ્ણાત કારીગર પાસે ઈન્જેકટર સેટીંગ કરાવવું. ૧૮૦ કિ.ગ્રા./ચો.સે. મી. નું ઈન્જેકશન પ્રેસર ભલામણ કરેલ છે.
  • એન્જિનું કોમ્પ્રેશન નબળું પડી ગયું હોય તો તેના લીધે પણ બળતણનો વપરાશ વધે છે. સારા મીકેનીક પાસે કોમ્પ્રેશન ચેક કરાવવું તેમ જ જરૂરી રીપેરીંગ કરાવવું. ડીઝલ એન્જિનનું કોમ્પ્રેશન ૩૦ કિ.ગ્રા./ચો.સે.મી. જેટલું ભલામણ કરેલ છે.
  • એક અભ્યાસ મુજબ જણાયેલ છે કે એન્જિનના જેકેટનું ઉષ્ણતામાન પ૦ તી ૬૦ ડીગ્રી સેન્ટીગ્રેડ જેટલું હોય ત્યારે એન્જિનના બળતણ વપરાશની સૈાથી વધુ કાર્યક્ષમતા મળે છે. સામાન્ય રીતે એમ જોવમાં આવેલ છે કે એન્જિન ઠંડુ કરવા માટે વપરાતા પાણીનું ઉષ્ણતામાન ૩૦ થી ૩પ ડીગ્રી સેન્ટીગ્રેડ જેટલું હોય છે. જેથી એન્જિન ઠંડુ કરતાં પાણીનું ઉષ્ણતામાન પ૦ થી ૭૦ ડીગ્રી સેન્ટીગ્રેડની વચ્ચે રાખવું જોઈએ.

પંપસેટની યોગ્ય જાળવણી અને દેખભાળ

પંપસેટની યોગ્ય જાળવણી અને દેખભાળ કરવાથી સતત અને કાર્યક્ષમ સેવાઓ મેળવી શકાય છે. જાળવણી અને દેખભાળનો આધાર પંપસેટના ઉપયોગ અને તેની પરિસ્થિતી ઉપર આધાર રાખે છે. પંપસેટની સામાન્ય કામગીરી ઉપર દરરોજ ધ્યાન રાખવું જેથી તેમાં કાંઈ અનિયમીતતા ઉત્પન્ન થાય તો તેનો તરત જ ખ્યાલ આવે. પંપસેટના અવાજમાં ફેરફાર કે ગ્લેન્ડ દોરી આગળથી લીકેજ, પંપસેટ ગરમ થવો વગેરેની દૈનિક ચકાસણી કરવી તેમ જ કાંઈ મુશ્કેલી હોય તો તે દૂર કરવી. દર માસે પંપ તેમ જ ચાલકયંત્રનું એલાઈમેન્ટ તપાસવું જેથી બંનેની ધરીઓ એક રેખામાં ન હોય તો પેકીંગ, વગેરે મુકી એલાઈનમેન્ટ કરવું, ગ્લેન્ડ દોરી બદલવાની જરૂર હોય તો બદલવી તેમ જ બેરીંગોમાં ગ્રીસ પુરવું.

લેખ શ્ની.એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ, સ્ત્રોત :કૃષિ માર્ગદર્શિકા,ગુજરાત ગુજરાત રાજય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate