લેખક : શ્રી.એસ.જે.પારગી, શ્રી.જે.જે.ચાવડા, શ્રી.ડી.કે.વ્યાસ
કુર્ષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ, આણંદ યુનિવસિટી ગોધરા
કૃષિ યાંત્રિકીકરણ જમીનનુ ખેડાણ, સમતળ અને વાવણી કરવા માટેના આધુનિક સાધનો અને તેની સારસંભાળ
આપણી ખેતીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગથી આધુનિકરણ થઈ રહયું છે. ખેતી માટે જરૂરી કાર્યો કરવા નાના મોટા અનેક ઓજારો વપરાય છે. ખેતીની પ્રગતિના ભાગરૂપે ખાતર, દવા, બિયારણ વગેરેના વિકાસ અને ઉપયોગથી આપણે ખેત ઉત્પાદન વધારવામાં સફળ થયા છીએ. હજુ પણ વધુ ખેત ઉત્પાદન મેળવવા માટે બાકી રહેતા અન્ય ઈનપુટ તરીકે ખેત ઓજારો, ખેતયાંત્રો, સીડ ટેકનોલોજી, ટીસ્યકલ્યર, ગ્રીન હાઉસ, પાણીનો કાર્યક્ષમ ઉપયોગ જેવી બાબતોને સાંકળી વૈજ્ઞાનિક ઢબના ઉપયોગથી ખેત ઉત્પાદન વધારી શકવાની ઘણી જ શકયતા રહેલ છે.
આધુનિક ખેત ઓજારો તેમજ યંત્રોને કારણે ખેડ કાર્યો ઝડપથી પુરાં કરી શકાય છે અને એક પાકની કાપણી કર્યા બાદ સમયસર બીજો પાક વાવી શકાય છે. આવા કાર્યક્ષમ ખેત ઓજારો અને યંત્રો કિંમતની દૃષ્ટિએ પ્રમાણમાં મોંઘા હોવાથી તેની દેખરેખ અને સારસંભાળ ખૂબ અગત્યની છે. આવા ઓજારોની સમયસર કાળજી રાખવામાં આવે તો તે કોઈપણ મુશ્કેલી વિના લાંબા સમય સુધી કામ આપે છે, યંત્રોનું આયુષ્ય વધે છે, ઘસારા-રીપેરીંગ ખર્ચ ઓછું આવે છે તેમજ મૂડી રોકાણનું પૂરેપૂરું વળતર મળી રહે છે.
પાકની વાવણીથી માંડીને તેને તેયાર કરીને બજારમાં લઈ જઈએ ત્યાં સુધીમાં ખેતીના જુદા જુદા સ્તરે વપરાતાં ઓજારોમાં
ખેતી માં ઓછા મજૂરો સાથે કામ પૂરું થય શકે છે. ઓછા સમય માં ખેતી નું કામ સારું થય શકે છે. ઓછી મજુરી અને ઓછા ખર્ચે વરસ માં બે થી ત્રણ પાક લય ને વધારે ઉત્પાદન મેળવી શકાય છે.ખેતી લાયક જમીન ના સધન ઉપયોગ થી ગ્રામ જનો ને ગામ માં જ મળી શકે છે.
કલ્ટીવેટર એ પ્રાથમિક શ્રેણીનું ખેડનું સાધન છે. જેનો ઉપયોગ આંતરિક સંર્વધનની પ્રકિ્રયા કે જે પાક જયારે થોડા સેન્ટીમીટર જમીનની સપાટીથી ઉપર આવે છે ત્યારે થાય છે. આ સાધનનો ઉપયોગ શરૂઆતમાં કયારા તૈયાર કરવા માટે, તથા બીજની વાવણી કરવા માટે થાય છે, અને દ્ઘિતીય શ્રેણીની ખેડની પ્રકિ્રયાઓ ટે્રકટરની મદદથી થાય છે. મધ્યમ અને હળવું ડક ફુટ પ્રકારનું કલ્ટીવેટર પ્રાથમિક ખેડની પ્રકિ્રયા માટે ઉપયગી છે. તેમાં સ્વીપની સંખ્યા પ થી ૭ હોય છે. વજન ર૦૦ થી ૩૦૦ કિલોગ્રામ જેટલુ હોય છે. તેમજ તેને રપ થી પ૦ હોર્સપાવરના ટે્કટરથી ચલાવી શકાય છે.
અંદાજીત કિંમત : રૂા.૧પ ૦૦૦ થી રપ ૦૦૦
ઉપયોગ: કલ્ટીવેટરનો ઉપયોગ ખેડ પ્રકિ્યા દરમિયાન નિંદણ દૂર કરવા માટે તથા માટીનાં ભેજ ઉમેરવા માટે તેમજ કયારા તૈયાર કરવા અને ટાઈન્સની ગોઠવણ કરીને આંતરિક સંવર્ધન પ્રક્રિયામાં થાય છે.
રોટાવેટર નો ઉપયોગ પ્રાથમિક અને બિતિય બંન્ને ખેડ માટે થાય છે. તે સ્ટીલની ફ્રેમ,રોટરી શાફટ કે જેના પર બ્લેડ ગોઠવેલી હોય તે પ્રકારની પાવરની આપલે કરતી પ્રણાલી અને ગીઅર બોકસ ધરાવે છે. તેમાં પાવરનો ઉપયોગ ટ્રેકટર પીટીઓ માંથી થાય છે. સારા કયારા અને જમીનનું ખોદકામ રોટાવેટરના એક ચકકર વડે મેળવવામાં આવે છે. તે સુકી અને ભીની બંને પ્રકારની જમીન માટે ઉપયોગી છે. તે અડચણરૂપ ભુસ્સા અને ખાતર માટે પણ ઉપયોગી થાય છે. તે સામાન્ય રીતે૩પ થી ૬પ હોર્સપાવરના ટે્કટરથી ચાલે છે. તેનું વજન ર૩૦ થી ૩૧૦ કિલોગ્રામ જેટલુ હોય છે. તેકાર્ય દરમ્યાન ૮૦ થી ૧૦૦ મીમી જેટલી ઉંડી તેમજ ૧ર૦૦ થી ૧૭૦૦ મીમી પહોળાઈની ખેડ કરી શકે છે. તેની ક્ષામતા ૦.૩૮ થી ૦.પ હેકટર/કલાક જેટલી હોય છે.
અંદાજીત કિંમત : રૂા.૭૦,૦૦૦-૧,૦૦,૦૦૦/-
ઉપયોગ : તે ડાંગરમા ટ્રાન્સપ્લાન્ટીંગ પહેલા પડલીંગ કરવા માટે ઉપયોગી છે.
આ પ્રકારનું હળ, મુખ્ય ફે્રમ, ડિસ્ક એસેમબ્લી, રોક શાફટ અને સ્પ્રીંગ આધારિત ફરો વિલ અને ગેજ વિલ ધરાવે છે. બીજા કેટલાક મોડલોમાં ડિસ્ક પ્લાઉ ર, ૩ અને ૪ તળીયાવાળું હોય છે. તેનો ડિસ્ક એંગલ ૪૦'-૪પ', કટીંગ કરવાની પહોંળાઈ પર અને તેનો ટીલ્ટ એંગલ ૧પ-રપ' ઉંડાઈ પર આધાર રાખે છે. જયારે ચવડાવાળુ હળ કઠણ અને સુકી જમીનમાં ઉપયોગી થતુ નથી ત્યારે ખાસ કરીને આ સાધન વાપરવામાં આવે છે. તેમા તળિયાની સંખ્યા સામાન્ય રીતે ર થી ૪ હોય છે. ડિસ્કની સાઈઝ ૬૦૦ થી ૮૦૦ મી.મી. હોય છે. ડિસ્કની કટ કરવાની પહોળાઈ ર૦૦ થી૩૦૦ મી.મી. જેટલી હોય છે. ખેડ કરવાની પહોળાઈ ૬૦૦ થી ૧ર૦૦ મી.મી. તેમજ હોય છે તેમજ ઉંડાઈ ૩૦૦ મી.મી.હોય છે. આ સાધન ચલાવવા માટેકટરના રપ થી પ૦ હોર્સ પાવરની જરૂરીયાત પડે છે જેનુ વજન ર૩૬ થી ૩૭૬ કિગ્રા હોય છે.
અંદાજીત કિંમત : રૂા.૩૦,૦૦૦-૪પ,૦૦૦/-
ઉપયોગ : તાવડિયો હળ પ્રાથમિક ખેડાણ માટે ઉપયોગી છે, અને ખાસ કરીને કઠોળ, સુકી, પથરાળ અને ચીકણી જમીન માટે ઉપયોગી છે કે જયાં જમીનનુ ધોવાણ એ મોટી સમસ્યા છે.
આ સાધન ટ્રેકટર સંચાલિત છે. તે શેર પોઈન્ટ, શેર ચવળું, લેન્ડસાઈડ, ફ્રોગ, શેન્ક,ફે્રમ અને હિચ પ્રણાલી ધરાવે છે. હળના કાર્યને હાઈડ્રોલિક પ્રણાલી વડે નિયંત્રણ કરવામાં આવે છે. તેમા ચવળાની સંખ્યા સામાન્ય રીતે ર થી ૪ જેટલી હોય છે. તેને ચલાવવા માટે૩૦ થી ૪૦ હોર્સપાવરના ટ્રેકટરની જરૂરીયાત પડે છે. તેનુ વજન રપ૩ થી ૩૮૬ કિલોગ્રામ જેટલુ હોય છે. તેની કાર્ય કરવાની ક્ષામતા ૧.પ થી ર હેકટર/ દિવસ જેટલી હોય છે.
અંદાજીત કિંમત : રૂા.રપ,૦૦૦/- થી ૪૦,૦૦૦/-
ઉપયોગ : તે ઘાસ અને ઝાડના મુળિયાને કાપી માટીથી ઢાંકે છે. તેનો ઉપયોગ જમીનની અંદરના નકામા કચરાને ખાતરમાં ફેરવવા માટે થાય છે, કે જે જમીનની અંદર ભેજ ઉમેરે છે. કુદરતી ખાતર અથવા પથ્થર જયારે જમીનમાં વિખરાય છે ત્યારે આ તમામ વસ્તુઓનું મિશ્રણ કરવા આ હળનો ઉપયોગ થાય છે.
(પ) ડિસ્ક હેરો
ડિસ્ક હેરો એ દ્વીતીય શ્રેણીનું ખેડનું સાધન છે. ટે્કટર વડે સંચાલિત આ સાધન બે ગેંગ ધરાવે છે. જેમાં ગેંગની સામ બે ડિસ્ક એકની પાછળ બીજી એ રીતે જોડાયેલી હોય છે. જે માટીને બહારની બાજુએ ફેંકે છે અને બીજી પાછળની ગેંગ જે માટીને અંદરની બાજુઅ ફેંકે છે. તેથી ઓફસેટ ડિસ્ક હેરોની મદદથી ખેડ વિનાની જમીન વધતી નથી. આ સાધનમા ડિસ્કની સંખ્યા ૯ થી ૧૧ હોય છે. તેને ચલાવવા માટે ર૦ થી ૬૦ હોર્સપાવરના ટ્રેકટરની જરૂરીયાત પડે છે.
અંદાજીત કિંમત : રૂા.રપ,૦૦૦ થી ૬૦,૦૦૦/-
ઉપયોગ : ખેડની પ્રકિ્રયામાં ઢેંફાને તોડવા માટે અને વાવણીની પ્રકિ્રયા માટેકયારા તૈયાર કરવા માટે ઉપયોગી છે.
ઉચ્ચ કાર્બન સ્ટીલનું બનેલુ બીમ સપોર્ટ કે જે ઉપર અને નીચેની ધાર પર સખતાઈ માટે જોડાયેલ હોયલ પોલું સ્ટીલ એડોપ્ટર બીમના તળીયા ના છેડે સીઅર બેઝને ગોઠવવા વેલ્ડીંગ કરેલું હોય છેલ સીઅર બેઝ ચોરસ ભાગ ધરાવે છેલ સીઅર પ્લેટ કે ઉન્નત કાર્બન સ્ટીલની બનેલ છે. તે શેન્ક ડ્રીલ અને કાઉન્ટર બોર માટે સેટ બોર્ડ કે તળીયાને અડોપ્ટરથી બચાવે છે. જયાં જમીન ઘણા વર્ષોથી ખેડાઈ ન હોય ત્યાં સબસોઈલર ઉપયોગી છે. તે વધારેમાં વધારે પ૩પ થી ૬૦૦ મીમી. ઉંડાઈ સુધી કાર્ય કરી શકે છે.
અંદાજીત કિંમત : રૂા.ર૦૦૦૦ થી ૬૦૦૦૦/-
ઉપયોગ : તેનો ઉપયોગ કઠણ જમીનને તોડવા માટે થાય છે તેમજ ડ્રેઈનેજ સુધારવા અને ભેજ ગ્રહશકિતમાં વધારો કરે છે. પાણીને જમીનમાંથી શોષવામાં મદદ કરે છે. જમીનમાં નાના કદની સુરંગ બનાવવા મૈાલ બોલ જોડી શકાય છે, કે જે પાણી માટે ડ્રેઈનેજ ચેનલ તરીકે બનાવે છે.
આ સાધનનો ઉપયોગ જમીનને સમતલ બનાવવા માટે થાય છે. જેથી જયાં સુધી પાક ખેતરમાં રહે ત્યાં સુધી સિંચાઈનું પાણી જમીનમાં ફેલાયેલું રહે અને જેથી ઉત્પાદન ક્ષામતામાં પણ વધારો કરી શકાય છે. ઉપરાંત જમીનનું ધોવાણ પણ અટકાવે છે. લેસર લેવલર બીજી સામાન્ય પધ્ધતિ કરતા વધુ સારી રીતે જમીનને સમતલ બનાવી શકે છે. લેસર લેવલર લેસર લેન્સરની મદદથી સ્વયંસંચાલિત રીતે કાર્ય કરે છે.
અંદાજીત કિંમત : રૂા.૩.પ થી ૪લાખ
ઉપયોગ: સિંચાઈ કરતી વખતે ખેતરને સમતલ બનાવવા માટે ઉપયોગી છે.
ટેરેસ બ્લેડને ટ્રેકટરના ત્રણ પોઈન્ટ જોડાણ સાથે જોડવામાં આવે છે, તેને હાઈડ્રોલિક પ્રણાલીથી નિયંત્રણમાં રાખી શકાય છે. અહિં વળેલી સ્ટીલની તકતીમાં બદલી શકાય તેવી બ્લેડલ બાજુમાં પંખા આકારની ગોઠવણ અને બ્લેડની ત્રાંસાઈલ ખૂણા કેવી રીતે ગોઠવવા તેની ગોઠવણ કરવામાં આવેલી હોય છે. બ્લેડમાં રિવર્સ માટેની પણ ગોઠવણ હોય છે. તેને ચલાવવા માટે ૩પ થી પ૦ હોર્સપાવરના ટ્રેકટરની જરૂરીયાત પડે છે.
અંદાજીત કિંમત : રૂા.૩૦૦૦૦/- થી ૪૦૦૦૦/-
ઉપયોગ: આ ટેરેસ બ્લેડનો ઉપયોગ કરતી વખતે ખેતરને લેવલમાં (સમતલ) કરવા માટે ખેતરમાં ભરતી કરવા માટે અને ખેતરને એકસરખું કરવા માટે થાય છે.
ઝીરો ટીલ ઓરણી ફ્રેમ, સીડ બોક્ષા, ફર્ટીલાઈઝર (ખાતર) બોક્ષા, સીડ મીટરીંગ મીકેનીઝમ (બીજ માપક યાંત્રિકી),ફર્ટીલાઈઝર મીટરીંગ મીકેનીઝમ (ખાતર માપક યાંત્રિકી), સીડ ટયુબ, ફરો ઓપનર, સીડ ઓપરેટીંગ લીવર, ટ્રાન્સપોર્ટ કમ પાવર ટ્રાન્સમીટીંગ વ્હીલ ધરાવે છે. ફે્રમ નરમ સ્ટીલનું બનેલું હોય છે. હાર વચ્ચેની અનંત જગ્યા મેળવવા માટે ટાઈન્સ લેમ્પની મદદથી જોડેલ હોય છે. ઝીરો ટીલ ડ્રીલ અને પરંપરાગત ડ્રીલ વચ્ચે મુખ્ય તફાવત ટી-પ્રકારની ફરો ઓપનર અને ટાઈન પ્રકારની ફરો ઓપનરનો છે. આ ટી-પ્રકારની પતલી શોવેલનો મુખ્ય ફાયદો ઓછા ડ્રાફટનો અને સરળતાથી જમીનમાં ઉંડે સુધી ઉતરવાનો છે. તેનો ઉપયોગ ચોખાની લણણી પછી તૈયાર ન હોય તેવા ખેતરમાં ઘઉંનો પાક લેવા માટે થાય છે. કોઈપણ જાતની ખેડકિ્રયા ન હોવાથી તે સમય અને શકિતની બચત કરે છે. શુન્ય ખેડકિ્રયા હોવાથી જમીનમાં ભેજની પણ બચત કરે છે. તે એક સાથે ૯ થી ૧૧ હારનુ વાવેતર કરી શકે છે તેમજ તેને ચલાવવા માટે ૩પ હોર્સપાવરના ટ્રેકટરની જરૂરીયાત પડે છે.
અંદાજીત કિંમત : રૂા.૩પ,૦૦૦ થી પ૦,૦૦૦/-
ઉપયોગ: ડાંગરની કાપણી પછી બિનખેડેલ ખેતરમાં સીધુ જ બીજ અને ખાતર રોપવા માટે ઉપયોગી છે.
સ્ટ્રીપ ટીલ ડ્રીલનો ઉપયોગ, ડાંગર પછી તરત જ ઘઉં, કોઈ પણ જાતનાં કયારાની તૈયારી કર્યા વિના વાવવા માટે થાય છે. તે પ૦-૬૦ % જેટલું બળતણ અને ૬પ-૭પ % જેટલા સમયની બચત પરંપરાગત રીત કરતા કરી શકે છે. આ યંત્ર દ્વારા સમયસર પાકને વાવવાથી ઉત્પાદનમાં પણ વધારો કરી શકે છે. પડલિંગ કિ્રયા માટે રોટર પણ જોડી શકાય છે. સ્ટ્રીપ ટીલ ડ્રીલ મુખ્ય ડ્રીલની સાથે રોટાવેટર આગળની તરફ જોડેલું હોય છે. રોટરી યંત્રને સી-પ્રકારની બ્લેડ, કે જે ૭પ મીમી પહોળાઈની પટી દરેક ચાસ (ફરો ઓપનર) ની આગળ તૈયાર કરે છે. તેથી દરેક હાર સાથે ૧રપ મીમી ની પટી ખેડાયા વગરની રહે છે,અને ૪૦ % વિસ્તાર જ ખેડાય છે. ખેડ અને વાવણી સમકાલિક (એકી વખતે) થાય છે. તે એક સાથે ૯ થી ૧ર હારનુ વાવેતર કરી શકે છે તેમજ તેને ચલાવવા માટે ૩પ હોર્સપાવરના ટ્રેકટરની જરૂરીયાત પડે છે.
અંદાજીત કિંમત : રૂા. ૪પ,૦૦૦/-
ઉપયોગ:-ચોખાનાં પાક પછી કોઈ પણ જાતના કયારાની તૈયારી કર્યા વિના ઘઉંનો પાક લેવા માટે થાય છે.
આ યંત્ર એક પૈડાથી ચાલતું અને ડિઝલ એન્જિન સાથે જોડાયેલું હોય છે. આ મશીન રાઈડીંગ પ્રકારનું અને આઠ હારમાં નર્સરીમાંથી પસાર થતું છોડની હેરફેર કરે છે. આગળનું પૈડું વી-બેલ્ટ, કોન કલચ અને ગીઅર બોકસમાંથી પાવર મેળવે છે. છોડની હેરફેર માટે પ્રોપેલર શાફટ ગીઅર બોકસમાંથી પાવર મેળવે છે. ટે્ર મેટ ટાઈપ નર્સરીનો સમાવેશ કરે છે તે સ્ક્રોલ શાફટ મિકેનિઝમ દ્ઘારા ચલિત છે,બેલ્ટ-પુલી દ્ઘારા મેળવેલ ગતિને ગોળિય ગતિમાં રૂપાંતર કરે છે.ગિઅર અને યુનિવર્સલ જોઈન્ટ એવી રીતે જોડાયેલા હોય છે કે જેથી બંને એક જ દિશામાં ગતિ કરી શકે. એક સળિયો ટે્ર સાથે એવી રીતે જોડાયેલો હોય છે કે જયારે એ છેડે આવેલા એક અંત સુધી પહોંચે ત્યાં સુધીમાં ટે્ર ઉલટી દિશામાં ગતિ કરી શકે. ફોર્ક સાથે નોક આઉટ લિવર જેવી પ્લાન્ટીંગ ફિંગર્સ (આંગળીઓ) ચાર સળિયાથી બનેલા લીકેજની મદદથી હલનચલન કરે છે. તે એક સાથે ૬ થી ૮ હારનુ વાવેતર કરી શકે છે તેમજ તેની કાર્યક્ષામતા ૦.પ૭ હેકટર / કલાક ની છે.
અંદાજીત કિંમત : રૂા.૧,૭પ,૦૦૦ થી ૧,૦૦,૦૦૦/-
ઉપયોગ: ચોખાના છોડને રોપવા માટે ઉપયોગી છે.
પ્લાન્ટર સમતલ પાળા બનાવે છે, જેના પર બીજ રોપાય છે.પાળા પર બીજ રોપાવાથી મુળનો વિકાસ સારો થાય છે, જેથી નીપજ વધે છે. બે પાળા વચ્ચે બનેલા ચાસનો ઉપયોગ સિંચાઈ હેતુ કરવામાં આવે છે. તે ઘઉં, મકાઈ, વટાણા માટે યોગ્ય છે. શાકભાજીના બીજને રોપવા માટે પણ રેઈઝડ બેડ પ્લાન્ટર ઉપયોગી છે. તેની કાર્યક્ષામતા ૦.ર૬ હેકટર / કલાક ની છે.
અંદાજીત કિંમત : રૂા.૪પ,૦૦૦/-
ઉપયોગ: રેઈઝડ બેડ પ્લાન્ટરનો ઉપયોગ હળવી અને મધ્યમ જમીનમાં સિંચાઈનો અને ખાતરનો સારી રીતે સદઉપયોગ કરીને પાળા પર ઘઉં વાવવા થાય છે.
ટ્રેકટરથી ચાલતું ૬ લાઈનવાળું ઈનકલાઈન્ડ પ્લેટ પ્લાન્ટર જે ઘણા બધા પાક વાવવાનું સાધન જે સપ્રમાણ અને નાના બીજ વાવવા માટે છે કે જે ઓરણી વડે સંતોષકારક વવાતા ન હોય. આ પ્લાન્ટર ફે્રમ સાથે ટુલબાર, બીયારણ માટેનું બોકસ,ચાસ બનાવવાનું અને ગ્રાઉન્ડવીલની પ્રણાલી વગેરેનું બનેલું છે. આ ઓજારમાં છ જાતના બીયારણ માટેનાં બોકસની ડીજાઈન ઉપર આધાર રાખે તેવી ત્રાસી પ્લેટને કંન્ટ્રોલ કરે તેવી સીસ્ટમ છે. ઘણી જાતના બીયારણ વાવવા માટેની બીયારણની પ્લેટ સહેલાઈથી બદલાવી શકાય છે. તેને ચલાવવા માટે ૩પ હોર્સપાવરના ટ્રેકટરની જરૂરીયાત પડે છે. તે એક સાથે ૬ હારનુ વાવેતર કરી શકે છે.
અંદાજીત કિંમત : રૂા.પ૦,૦૦૦/-
ઉપયોગ: આ સાધન મગફળી, મકાઈ, ચણા વગેરે વાવવા અને નાની સાઈઝના બીયારણ વાવવા થાય છે, કે જે ઓરણી વડે સંતોષપૂર્વક વવાતા નથી.
ન્યુમેટીક પ્લાન્ટર ટે્રકટરના પીટીઓ દ્ઘારા ચાલે છે. આ મશીન છ-હાર માટેનું છે અને ૩પ હોર્સપાવરના ટે્રકટર વડે ચાલે છે. તે મેન ફે્રમ, એસ્પીરેટર, બ્લોવર, ડિસ્ક સાથે સેલ ટાઈપ મીટરીંગ પ્લેટ, અલગ-અલગ હોપર, ફરો ઓપનર,પીટીઓ સાફટ, ગ્રાઉન્ડ વીલ ધરાવે છે. તે રાઈ, સોયાબીન સોરગમ, કપાસ, તુવેર, મકાઈ, મગફળી વગેરે માટે ઉપયોગી છે.
અંદાજીત કિંમત : રૂા.૭૦,૦૦૦ થી ૮૦,૦૦૦/-
ઉપયોગ: આ મશીનનો ઉપયોગ અલગ-અલગ બીજ વાવવા માટે થાય છે.
આ સાધન ચાસ બનાવવા માટેનો ભાગ, કાપવા માટેનો ભાગ, ખાતર માટેનો ભાગ, રસાયણ માટેનો ભાગ, ભેગું કરવા માટેનો ભાગ અને બીયારણ માટેનો ભાગ ધરાવે છે. આ કાર્ય માટે બે મજૂર મશીનથી સીટ પર બેસી શેરડીના સાઠામાંથી વાવવા માટેનો ભાગ કાપીને એક પછી એક હોપરમાં નાખતા જાય છે. ફરતી બ્લેડ શેરડીને કાપી અને સેટ કરીને આપમેળે ચાસ પર પાડે છે. ખાતર અને રસાયણ પણ સમકાલિત (એકી સમયે) ફરો બંધ થયા પહેલા પડે છે. ફરો ઓપનીંગ યુનિટ બે રિજર ધરાવે છે કે જે ફે્રમ પર લાગેલ હોય છે, જે ફરોને ખોલવાનું કામ કરે છે. મશીનમાં દરેક હાર માટે બે-બે કટિંગ સેટસ યુનિટ આપેલા હોય છે. તેને ચલાવવા માટે ૩પ હોર્સપાવરના ટ્રેકટરની જરૂરીયાત પડે છે. તે એક સાથે ર હારનુ વાવેતર કરી શકે છે.
અંદાજીત કિંમત : રૂા.પ૦,૦૦૦ થી ૬૦,૦૦૦/-
ઉપયોગ: આ સાધનનો ઉપયોગ શેરડી વાવવા માટે તેમજ જરૂરીયાત પ્રમાણે શેરડીને કાપી અને બિજા કામો જેવા કે ફરો /ચાસને ખોલવા, સેટસને ચાસમાં મુકવા, ખાતર આપવા અને સેટસની ટ્રીટમેન્ટ અને તેને ઢાંકવા માટેબધા કામો એક જ સમયે કરવા માટે થાય છે.
પોસ્ટ હોલ ડિગર ટે્રકટરનાં ત્રણ પોઈન્ટથી જોડાયેલું અને ટે્રકટર પીટીઓ શાફટથી ચાલે છે. ખાડાની ઉંડાઈ અને વ્યાસ ઓગર એસેમ્બલીથી બદલાવી શકાય છે. આ વૃક્ષો વાવવા માટેના ખાડા ખોદવા માટે ઉપયોગી છે. તેને ચલાવવા માટે ૩પ હોર્સપાવરના ટ્રેકટરની જરૂરીયાત પડે છે. તે ર૦૦, રપ૦, ૩૦૦ મીમી. સુધીની ઉંડાઈ સુધી ખાડો બનાવી શકે છે.
અંદાજીત કિંમત : રૂા ૭૦૦૦૦ થી ૧રપ૦૦૦/-
ઉપયોગ: બાયાગતી છોડ માટે ખાડા ખોદવા માટે ઉપયોગી છે. અને ખેતરની ફરતે વાડ કરવા માટેના ખાડા ખોદવા માટે પણ ઉપયોગી છે.
સ્ત્રોત: શ્રી જે. જે. ચાવડા, ડો. પંકજ ગુપ્તા, શ્રી આર. એસ. ગોધાણી
કૃષિ ઈજનેરી અને ટેક્નોલૉજી કોલેજ, આણંદ કૃષિ યુનિવર્સિટી, ગોધરા
જ્યારે ખેતરમાં પાક તૈયાર થઈ જાય ત્યારે પાકને કાપીને ભેગો કરવાની કામગીરીને પાક કાપણી/લણણી કહે છે. આમ પાકની કાપણી એ ઉત્પાદનની મોટામા મોટી શ્રમયુક્ત કામગીરી છે. પાક પાકી ગયા પછીના કામોમાં લાગતા કુલ મજૂરોની મહેનતના ૬૫ થી ૭૫ % મહેનત પાકની કાપણી, પાકને ભેગો કરવો, તેના બંડલ/પુળા બનાવવા અને પરિવહનમાં ખર્ચ થાય છે. આ કામોમાં ખેડૂતોને પાકના ઉત્પાદનની આવકના ૧/૧૬ થી ૧/૨૦ જેટલો ભાગ મજૂરોને આપવો પડે છે. જો પાકને સમયસર કાપવામાં ન આવે તો પાક બગડી જાય અથવા એકસરખો પાકતો ન હોવાની સાથે સાથે ઉંદર, પક્ષી અને વરસાદથી પણ બગડવાની સંભાવના હોવાથી પાકના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. આ બધા પરિબળોને જોતાં જો સમયસર અને યોગ્ય પધ્ધતિથી પાકને કાપવામાં આવે તો પાકના ઉત્પાદનમાં વધારો કરી શકાય છે અને સાથે સાથે પાકમાં થતું નુકશાન અને ગુણવત્તામાં થતો ઘટાડો ઓછો કરી શકી છે. વધારે પડતાં ખેડૂતો જૂની પધ્ધતિથી પોતાના ખેતરોમાં પાક કાપવા માટે દાંતરડાનો ઉપયોગ કરે છે , જેમાં અંદાજે ૧ હેક્ટર વિસ્તારમાં ૧૮ થી ૨૫ મજૂરોની પ્રતિ દિવસ જરૂરિયાત રહે છે. પરંતુ, તેમાં સમય અને મજૂરી બંને વધારે લાગે છે, સાથે સાથે પાકને કાપવાના સમયે ખેતમજૂરોની અછત સર્જાય છે જેના લીધે પાકની સમયસર કાપણી થઈ શક્તિ નથી, જેથી ખેડૂતનો ખર્ચ વધી જાય છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને ઘણાં આધુનિક યંત્રોનો વિકાસ થઈ રહ્યો છે. સાધનની મદદથી પાકની કાપણી ઓછા સમયમાં અને અનુકૂળ વાતાવરણમાં કરી શકાય છે અને કમોસમી વરસાદ અને વાવાઝોડાથી થતું પાકનું નુકશાન બચાવી શકાય છે. સાથે સાથે આગળના પાકના વાવેતર માટે ખેતરને તૈયાર કરવા માટેનો જરૂરી સમય મળી રહે છે જેથી ખેડૂતોનો સમય અને મજૂરી બંનેની બચત થાય છે. પાકની કાપવા માટેના યંત્રોને બે ભાગમાં વહેંચી શકાય છે. એક કે જે માત્ર પાકને કાપવાનું કામ કરે છે તેને રિપર કહે છે અને બીજું કે જે કાપવાની સાથે સાથે દાણાં કાઢવાનું પણ કામ કરે છે તેને કમ્બાઈન હાર્વેસ્ટર કહે છે. કમ્બાઈન હાર્વેસ્ટર મોટા ખેતરમાં વધારે ઉપયોગી છે અને સાથે સાથે તેની કિમંત વધારે છે અને થોડાઘણા અંશે પાકના ચારાને પણ નુકશાન કરે છે.રીપર વધારે પડતા જમીનથી ઉપરના સ્તરવાળા પાકોની કાપણી માટે વાપરવામાં આવે છે. તેના મુખ્ય ભાગોમાં પાકને એકસરખો કાપવાનો ભાગ, પાકને બ્લેડ સુધી લઈ જવાનો ભાગ, પાકને કાપવાનો ભાગ, પાકને કાપ્યા બાદ પાકને એક બાજુ લઈ જવા જેવા ભાગોનો સમાવેશ થાય છે. દાંતરડા વડે પાકની કાપણીની સરખામણીમાં રીપર દ્વારા ૫૦-૬૦% મજૂરી તથા ૬૦-૭૦% મજુરી ખર્ચની બચત થાય છે. વર્ટીકલ કન્વેયર રીપર પાક કાપણી માટેનું એક આધુનિક મશીન છે. આ મશીનના ઉપયોગથી ખેડુત અનાજ/પાક અને ઘાસચારો પણ લઈ શકે છે. ઉર્જા/પાવર સ્ત્રોતને આધારે વર્ટીકલ કન્વેયર રીપરના પ્રકાર જેવા કે બળદથી ચાલતા, પાવર ટીલરથી ચાલતા, ટ્રેક્ટરથી ચાલતા અને સ્વયં ચાલીત- બેસીને કે ઊભા રહીને ચલાવી શકાય તેવા ઉપલબ્ધ છે. ટ્રેક્ટરથી ચાલતું વર્ટીકલ કન્વેયર રીપર તેની અમુક ખાસીયાતોને લીધે બીજા મશીનોથી અલગ છે. આ મશીનનો ઉપયોગ ખાસ કરીને ઘઉં, ધાન્ય તથા બીજા દાણાવાળા પાકોની કાપણી માટે કરવામાં આવે છે.
ટ્રેક્ટરથી ચાલતા રીપરને પીટીઑ દ્વારા પાવર/બળ આપવામાં આવે છે. આ મશીનને ટ્રેક્ટરની આગળની તરફ લગાવવામાં આવે છે. રીપરના ખાસ ભાગોમાં મુખ્યત્વે પંક્તિ વિભાજન, સ્ટાર વ્હીલ, કટર બાર અને વર્ટીકલ કન્વેયર બેલ્ટનો સમાવેશ થાય છે. મશીનને ચલાવવા માટે પીટીઑના પાવરને ટ્રેક્ટરના એક શાફ્ટ દ્વારા રીપરના ગીયર બોક્ષ સુધી પહોચાડવામાં આવે છે. ગીયર બોક્ષ ક્રેંક દ્વારા કટર બારને તે ચેઇન અને ગરેડી દ્વારા કન્વેયર બેલ્ટ વડે બધા સ્ટાર વ્હીલોને ફેરવે છે, જે પાકને કટર બારની તરફ લાવે છે. રિપરની ઊંચાઈ સેટ કરવા માટે ટ્રેક્ટરના હાઈડ્રોલીક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. પાકની કાપણી સમયે પંક્તિ વિભાજક દ્વારા ઊભા પાકને ગાઈડ કરવામાં આવે છે અને સ્ટાર વ્હીલ પાકને કટર બારની તરફ ધકેલે છે. ત્યાર બાદ કટર બાર પાકને ઊભી અવસ્થાએ જ કાપી નાખે છે. કાપણી પછી બેલ્ટ કાપેલા પાકને મશીનની જમણી તરફ લઈ જાય છે અને જે તરફ મશીન ચાલે તે બાજુની જમીન ઉપર ધકેલી દે છે. જેને આસાનીથી ભેગા કરીને બંડલ કે પુળાના રૂપમાં બાંધી શકાય છે. પાકની સ્થિતિ અનુસાર કટર બારને જરૂરિયાત મુજબ નીચે કે ઉપર કરી શકાય છે. ધાન્ય પાકોમાં તેમજ કઠોળ અને તેલીબિયા પાકો વગેરેમાં વર્ટીકલ કન્વેયર રીપર ખૂબ જ સારી રીતે કામ કરે છે. ઘઉં માટે મશીનની ક્ષમતા ૦.૩૦ થી ૦.૪ હેક્ટર પ્રતિ કલાકની રહે છે. જે દાતરડા વડે કાપણીની સરખામણીમાં રીપરથી થતી કાપણીમાં ૪૦% થી ૫૦% સુધી મજૂરી ખર્ચમાં બચત કરી શકાય છે. તેને ટ્રેકટરના આગળના ભાગમાં લગાવવામાં આવે છે. આમ તો આ મશીનને ચલાવવા માટે ૩ મજૂર પ્રતિ કલાક પ્રતિ હેકટરની જરૂરિયાત રહે છે. ખેડુતો આ પ્રકારના મશીનને અપનાવીને સમય અને પૈસા બંનેની બચત કરી શકાય છે.
૧. ખેતર પર લઈ જતાં પહેલા મશીનના બધા નટ, બોલ્ટ સારી રીતે ટાઈટ કરી દેવા જોઈએ.
૨. કામ શરૂ કરતાં પહેલા ગતીવાળા ભાગો પર ઓઇલ કે ગ્રીસ લગાવવું જોઈએ જેથી ઓછામાં ઓછું ઘર્ષણ થાય અને મશીન સરળતાથી ચાલે.
૩. ખેતરમાં કામ પુરુ થયા પછી કટર બારની સફાઈ કરવી જરૂરી છે, જેથી તેમાં કાટ કે ઊધઈ ન લાગે.
૪. કટર બારના ધારવાળા ભાગની સમયે સમયે ધાર કાઢતી રહેવી જોઈએ જેથી પાકને આસાનીથી કાપી શકાય.
સાવચેતી:-
૧. રીપરને વાપરતા પહેલા તેના બધા ભાગોને બરાબર જાણો તથા તેની સાથે આવેલ મેન્યુઅલ બુકનો અભ્યાસ કરો.
૨. રીપરના કટર બારને ક્યારેય ચાલુ સ્થિતિમાં ન રાખો તેમજ બાળકોને દુર રાખો.
૩. મશીનના ચાલતા ભાગોથી હાથ અને પગને દુર રાખો.
૪. ચાલતા મશીનમાં બળતણ ન ભરવું જોઈએ.
૫. ઢીલા કપડાં પહેરીને મશીનનું સંચાલન ન કરવું જોઈએ કારણ કે ઢીલા કપડા મશીનમા સાથે ફસાઈજાય તો દુર્ઘટના થવાનો સંભવ રહે છે.
૬. મશીનની ચાલુ અવસ્થા દરમ્યાન બીજો કોઈ વ્યક્તિ આજુ – બાજુ ન હોવો જોઈએ.
લેખક: પ્રકાશન: કૃષિ જીવન, જુલાઇ-૧૬, વર્ષ-૪૮, અંક-૧૨, પેજ નં.: ૩૦-૩૧
આ આપમેળે પાવર મેળવી અને નિંદામણ કરતું શાધન છે. તેનું એન્જિન પેટ્રોલ થી ચાલુ કરવામાં આવે છે અને કેરોસીન થી ચાલુ રાખી કામ કરી શકાય છે.સી.આઈ.એ.ઈ એ કરેલું નિંદામણ માટે નું સાધન નક્કી કરેલા પાક માટે વપરાય છે. જેવા કે મગફળી,મકાઇ,સોયાબીન વગેરે. આમાં ક્યારા ક્યારા વચ્ચે નું અંતર ૩૦ સેમી કરતા વધારે હોવું જોઈએ.
આથ્રેશર નો ઉપયોગ ઘઉં,ચોખા,સોયાબીન,જુવાર,ચણા,મકાઇ,તુવેર વગેરે જેવા પાકો માટે થાય છે. આ થ્રેસરમાં સીલીન્ડર ઓંસ્સીલેટીંગ બોક્સ, વોલ્કર અને અનાજ ને ભુંસા ને સાફ કરવા માટે ઉપયોગ થાય છે.
આધુનિક અને સુધારેલાં ખેતી ઓજારો/યંત્રો કે યંત્ર સામગ્રીઓ ખેતીની હાલની પરિસ્થિતિમાં ખૂબ જ મહત્વનું ઈનપુટ સાબિત થઈ શકે તેમ છે, કારણ કે ખેતી કાર્યો માટે જે કંઈ વિવિધ પ્રકારની શકિતઓનો વપરાશ થાય છે, તે આવા ઓજારો કે યંત્રો મારફત થાય છે. તેથી જો ઓજારો કે યંત્રો આધુનિક અને કાર્યક્ષમ હોય તો તેના મારફત વપરાતી શકિતનો કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે. ખેતી ક્ષેત્ર વપરાતી વિવિધ શકિતઓ સામાન્ય રીતે ન પરવડે તેવી ઉચી કિંમતની લાગે છે. આથી શકિત વપરાશમાં આધુનિક ખેતયાંત્રોથી ઉચી કાર્યક્ષમતા મેળવી ખેત ઉત્પાદન ખર્ચ ઘટાડી ખેતીને અર્થક્ષમ બનાવવી એ હાલની ખેતીની જરૂરીયાત છે.
ચોમાસા દરમ્યાન ઉપયોગમાં લેવાતા હોય તેવા ઓજારોમાં વાવણી માટેનાં યાંત્રિક વાવણિયાની વાત કરીએ તો, યંત્રને વાપરતાં પહેલા, હાથની મદદથી તેની ધરી ફેરવી ખાતરી કરી લેવી કે તે સહેલાઈથી અને કોઈપણ પ્રકારનાં અવરોધ વિના ફરે છે કે નહીં. તેના ચેઈન-સ્પોકેટ તપાસી લેવા, ત્યારપછી જરૂરી જથ્થામાં બિયારણની અને ખાતરની ઓરણી થાય છે કે નહીં તેની ચકાસણી કરી લેવી. સામાન્ય રીતે ભેજવાળા વાતાવરણમાં ખાતર પડવાના કાણામાં ખાતર-માટી જામી જવાનું બને છે. તે અવારનવાર તપાસતાં રહેવું જોઈએ.
જો હાથ ઓરણીથી વાવણી કરવાની હોય તો, ઓરણી દંતાળ ઉપર બરાબર ફીટ થઈ છે કે નહીં તે તપાસી લેવું, તેમજ દરેક ચાસમાં એકસરખા બીજ પડે છે કે નહીં તે તથા એક સરખી ઉડાઈ જળવાય છે કે નહીં તે પણ તપાસી લેવું જોઈએ. વાવણીનું કામ પૂરું થયા પછી ઓજારના દરેક ભાગને ભીની માટી ચોંટી હોય તો, તેને પાણીથી સાફ કરીને કાટ ન લાગે તેવી જગ્યાએ મુકી દેવું. ચેઈન-ચક્ર કે રોટરને ગ્રીસ /ઓઈલીંગ કરીને ઢાંકી દેવું, જેથી તેના પર માટી કે કચરો ચોંટે નહીં.
હવે, આાંતરખેડ અને નિંદામણનાં ઓજારોની વાત કરીએ તો, આવા ઓજારો ચોમાસામાં હળવા કે ચાલુ વરસાદે પણ વપરાતા હોય છે. તેની જાળવણી માટે તેને બરાબર સાફ કરીને કાટ ન લાગે તેવી જગ્યાએ રાખવા. ઓજારમાં જે જે ભાગો તેમજ નટ-બોલ્ટ બદલાવવાની જરૂરીયાત હોય તેવા ભાગો બદલી નાંખવા, તેમજ જે ભાગ વારંવાર બદલાવવા પડતા હોય કે તૂટી જતાં હોય તેવા ભાગો વધારાના સ્ટોકમાં રાખવા જોઈએ. જેથી કામની મોસમમાં યંત્રોને ફરી ચાલુ કરવામાં મુશ્કેલી ન પડે.
આ ઉપરાંત, જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટેના સોયર – ડસ્ટરની વિશેષ સારસંભાળ રાખવી પડે છે. સોયર કે પંપથી દવા છાંટવાનું કામ પૂરું થઈ ગયા પછી સોયરની સકશન નળી પાણી ભરેલી ડોલમાં રાખી ર -૩ મિનીટ ચલાવવું, ત્યારબાદ નળી પાણીમાંથી બહાર કાઢી ખાલી ચલાવો, જેથી અંદર રહેલ પાણી નીકળી જાય. બધા વાઈશર તથા પેકીંગસ તપાસી લેવા. તેમાં તિરાડ કે કાણાં પડેલા ન હોવા જોઈએ. વાઈશર લાંબો સમય સારી રીતે કામ આપે તે માટે ઉજણ કરતાં રહેવું. નોઝલ ખોલી તેમાં રહેલી જાળી સાફ કરીને તેની ઉપર કપડું બાંધી દેવું જોઈએ.
ડસ્ટર ચલાવતી વખતે પેટીમાં કે પાવડરમાં કાગળના ટુકડા જેવું કંઈ ન જાય તે ખાસ ધ્યાન રાખવું. ડસ્ટરનું કામ પૂરું થયા પછી મુકી રાખવાનું થાય ત્યારે તેના દરેક ભાગ ઉપરથી તેમજ રોટરના બેરીંગને સાફ કરી ગ્રીસ લગાડવું જોઈએ.
વિશિષ્ટ પ્રકારના ખેતયત્રો જેવા કે અનાજ મસળવાના ઓપનરો, સીંગ ફોલ મશીન વગેરે મોટાભાગે દરેક ખેડૂતો પાસે હોય છે. આવા યંત્રોને ચલાવતાં પહેલા હાથ વડે ચલાવી ખાતરી કરી લેવી જોઈએ કે તે કોઈપણ જાતના અવરોધ વિના સહેલાઈથી ફરે છે કે નહીં. ઓપનરમાં દાંતી અને જાળી વચ્ચે યોગ્ય માપનો ગાળો રાખવો જોઈએ. ઓપનર બનાવનાર કંપનીએ ભલામણ કરેલ માપના એન્જીન કે ઈલેકટ્રીક મોટરનો ઉપયોગ કરવો જોઈએ. તેના પટા વધુ પડતાં ઢીલાં કે ટાઈટ ન રાખવા અને બેરીંગ ગરમ ન થાય તે તપાસતાં રહેવું. બેરીંગ ગરમ થવાનું કારણ કાં તો તે ઘસાઈ ગયું હશે કાંતો ગ્રીસનું પ્રમાણ ઓછું હશે.
મસળવાના કાર્યો પુરા થયા પછી ઓપનરની આજુબાજુથી ભૂસં તેમજ પાંદડી સાફ કરી તેને ૫ - ૧૦ મિનીટ ખાલી ચલાવવું જેથી અંદર રહેલ કચરો બહાર નીકળી જાય. ત્યારપછી ફરતા ભાગો જેવા કે બેરીંગને બરાબર સાફ કરી તેમાં ગ્રીસ ભરી તેની ફરતે કપડું વીંટાળી દેવું જેથી બહારની રજ તેમાં ચોંટે નહીં. બધા પટા ઉતારીને તેની ઘડી ન પડે તેમ ભેજ કે પાણી ન લાગે તેવી જગ્યાએ મુકી દેવા. ઉપરાંત, ઓપનરને વરસાદથી નુકસાન ન થાય તે માટે છાપરાં નીચે રાખીને શકય હોય તો પ્લાસ્ટીક કે કંતાનથી ઢાંકી રાખવું જોઈએ.
ટાયરવાળા યંત્રો જેવા કે હાર્વેસ્ટર, ટ્રેકટર, ગાડું, ટાયરવાળું ઓપનર, ટ્રેલર વગેરેને જયારે મુકી રાખવાના હોય ત્યારે ટાયરમાં હવા ભરેલી રાખવી. જેકથી યંત્રને ઉપાડી ધરીની નીચે પથ્થર કે ઈટો ગોઠવી દેવી જેથી ટાયર ઉપર યંત્રનો ભાર ન આવે. જો આમ ન કરીએ તો લાંબા સમયે હવા ઓછી થઈ જાય છે અને ત્યાંથી જલ્હીથી તુટવાની શરુઆત થાય છે. આ ઉપરાંત, ટાયર અને યંત્રને વરસાદ અને તડકાથી રક્ષણ મળે તેવી જગ્યાએ રાખવા જોઈએ.
ખેતીમાં પિયતનું મહત્વ ઘણું છે. અત્યારે પિયત માટેના પંપમાં સબમસીંબલ પંપ, મોનોબ્લોક વગેરે વિજળીથી ચાલતાં યંત્રો છે. ચોમાસા દરમ્યાન કુવામાં પાણીની આવક વધવાથી પાણીનું લેવલ ઉચું આવે છે. આવા સંજોગોમાં અગાઉથી જ મોટરને ઉપરના માંચડે જયાં પાણી મોટરને અડે નહીં ત્યાં બેસાડવી, તેમજ ઢાંકણ તરીકે કામ કરે તેવી લાકડાની કે પતરાંની પેટી મુકવી જોઈએ. મોટર ખુલ્લી જગ્યાએ રાખી હોય અને જો ભેજવાળા હવામાનથી કે પાણી પડવાથી ભીંજાઈ હોય તો ઈલેકટ્રીશ્યન પાસે ચેક કરાવીને પછી જ ચાલુ કરવી જોઈએ. મોટર તથા પંપના બેરીંગને દર છ મહીને ગ્રીસીંગ કરવું તેમજ સ્વીચ બોર્ડ કે વાયરીંગ ઉપર પાણી કે ભેજ ન આવવો જોઈએ.
આમ, ખેત ઓજારોની સારસંભાળ-જાળવણી જો બરાબર રીતે કરવામાં આવે તો ઘણાં ફાયદા થાય છે. સમયસર અને નિયમિત રીતે યંત્રોની સારસંભાળ રાખવાથી યંત્રોનું આયુષ્ય વધે છે, રીપેરીંગ ખર્ચ ઘટાડી શકાય છે, ઓજારો પાસેથી લાંબા સમય સુધી સારું કામ લઈ શકાય છે અને સમયસર કામ પુરું કરી શકાય છે. શકિતનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે. કામની ગુણવતા જળવાય છે
અને ખેત ઉત્પાદન ખર્ચ ઘટે છે. આમ, કૃષિ યંત્રોની સારસંભાળ ખેડૂતોને વિવિધ રીતે ફાયદાકારક રહે છે.
લેખક: ર્ડા. આર. આર. ગજેરા (સહ પ્રાધ્યાપક)
બાગાયત કોલેજ, આ.કૃ.યુ., આણંદ
ર્ડા. એન. સી. પટેલ (કુલપતિશ્રી)
આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ
આપણા દેશના અર્થતંત્રનો મુખ્ય પાયો કૃષિ અવલંબિત છે. દેશમાં ખેતી અને તેના આધારિત વ્યવસાય સાથે લગભગ ૬પ% જેટલી વસ્તી સીધી અથવા આડકતરી રીતે સંકળાયેલ છે. કૃષિપેદાશોમાં ઉત્પાદન ક્ષેત્રે આપણે ઘણી સિધ્ધિ મેળવેલ છે, જેનો યશ મુખ્યત્વેખેત ઓજારો તથા યંત્રનો ઉપયોગ હાઈબ્રિડ તથા અન્ય સુધારેલ જાતોના બિયારણો, ખાતર, સિંચાઈ વ્યવસ્થા, જમીનોની સુધારણા, તેમજ જંતુનાશક દવાઓના કાર્યક્ષમ ઉપયોગના ફાળે જાય છે. પ્રાચીન યુગમાં ખેતી ફકત માનવશકિતના ઉપયોગથી થતી હતી અને ત્યારબાદનાં તબકકામાં હળ, કરણ અને અન્ય સાદા ખેતઓજારો ખેડૂતોએ પોતાની બુધ્ધિ અને અનુભવ પ્રમાણે સમયની માંગ મુજબ વિકસાવ્યા. વળી હરિયાળી ક્રાંતિ દરમ્યાન અને ત્યાર પછીના ગાળામાં કૃષિ યુનિવર્સિટીઓ ખાનગી સંસ્થાઓએ અનેક કૃષિ ઉપયોગી ઓજારો, યંત્રો અને સાધનો વિકસાવીને ખેતીમાં તેનો મહતમ ઉપયોગ થાય તે માટેના ઘણા પ્રયત્નો કરેલા છે.
આજના સમયમાં ઘટતું જતું પશુપાલન, મજૂરી ખર્ચમાં વધારો તેમજ વધુ કાર્યક્ષમતાથી સમયસર ખેતી કાર્યો પૂણ કરવાની જરૂરિયાત જેવા કારણોને લઈ ખેતીમાં યંત્રો વાપરવાનું મહત્વ વધ્યું છે. જમીનને પ્રાથમિક ખેડ માટે સુધારેલા બિયારણના ઉપયોગ માટે, જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના વપરાશ માટે નીંદણનાશક દવાઓ અને હોર્મોન્સના ઉપયોગ વગેરે માટે આધુનિક યંત્રો વાપરવાની ફરજ પડી છે. વળી પિયતવાળા વિસ્તારોમાં વર્ષમાં સામાન્ય રીતે ત્રણ પાકો લેવાતા હોવાથી દરેક કૃષિ કાર્યોને પહોંચી વળવા સક્ષમ ખેત ઓજારોનો ઉપયોગ જરૂરી બન્યો છે. ટુંકમાં કહીએ તો ખેતીમાં યંત્રનો ઉપયોગ એ આજના યુગની આવશ્યકતા છે.
આજે ગામડામાંથી વધુને વધુ લોકો શિક્ષણ લઈને ઉદ્યોગ અને વેપાર ધંધા માટે શહેરો તરફ વળયા માંડયા છે. આજે ગામડાઓમાં ખેતીકામ કરવા માટે મજૂરોની ઘણી જ અછત જણાય છે અને પરિણામે મજૂરીનાં દર એટલાં બધા વધ્યા છે કે ખેડૂતોને મજૂરી દ્વારા કરાવાયેલી ખેતી મોંઘી પડે છે. લાંબા અનુભવ પછી ખેડૂત ભાઈઓને પણ સમજાયું છે કે ચીલાચાલુ પધ્ધતિએ ખેતી કરવા કરતાં યાંત્રિક ઓજારોનાં ઉપયોગ દ્વારા ખેતી કરવી સસ્તી પડે છે અને ખેતીકામ પણ ઝડપથી થાય છે જેથી સમય, મજૂરી અને પૈસાની બચત થાય છે. યંત્રો દ્વારા ખેતીકાર્યો ચોકકસ અને સમયમર્યાદામાં થતા હોવાથી પ્રાથમિક ખેડથી માંડીને વાવણી અને છેલ્લે લણણી જેવા કાર્યો ખૂબ જ અસરકારક રીતે થતા હોય છે. આમ છેલ્લે તૈયાર થતાં પાકોનો બગાડ થતો અટકાવી શકાય છે.
પ્રગતિશીલ દેશોમાં ખૂબ જ ઓછી વસ્તી એટલું બધું વિપુલ ખેત ઉત્પાદન કરે છે કે મોટા ભાગનું ઉત્પાદન નિકાસ કરવું પડે છે. આનુ કારણ ત્યાંની અતિ આધુનિક યાંત્રિક ખેતી છે, જેમાં પ્રતિ હેકટર ઘણી વધુ શકિત વપરાય છે. આપણા દેશમાં હેકટર દીઠ વધુ ઉત્પાદન મેળવવા વધારાની શકિતનો ઈનપુટ તરીકે ઉપયોગ કરવાની હાલ જરૂર છે. આ માટે એક કરતાં વધુ પાક લેવા માટે અને સમયસરનાં તમામ ખેતી કાર્યો માટે સુધારેલા ખેત ઓજારો વાપરવા ઉપરાંત વધુ યાંત્રિક શકિત મેળવવા માટે ડીઝલ એન્જીન, ટ્રેકટર કે પાવર ટીલરનો ઉપયોગ કરવો આવશ્યક બનેલ છે. આપણા દેશમાં હાલના તબકકે અંદાજે ર.પ લાખ કરતાં વધુ ટ્રેકટરોનું વાર્ષિક ઉત્પાદન થઈ રહયું છે, જે વિશ્વમાં સૈાથી વધારે છે. આ ઉપરાંત વિવિધ હોસ પાવરના ડીલર્સ, સુધારેલ સીડ ડ્રીલ્સ, વિવિધ ક્ષમતા ધરાવતા પાવર થ્રેસર, જરૂરિયાત મુજબનાં સ્પ્રેયર અને ડસ્ટર, પાણી માટેના વિવિધ પમ્પસેટ, પાકની કાપણી અને લણણી માટેના કમ્બાઈન હાવેસ્ટર તેમજ અન્ય ખેતી ઓજારો, યંત્રો અને સાધનોનું ઉત્પાદન થઈ રહયું છે. છેલ્લા દાયકામાં દેશમાં ખેતી ક્ષેત્રે મોટાપાયે યાંત્રિકીકરણ થઈ રહયું છે જેથી ખેતી ક્ષેત્રે પાવર (શકિત) નો ઉપયોગ સતત વધતો જાય છે. આવી યાંત્રિક શકિતનો ઉપયોગ ખેડ, વાવણી, નીંદામણ, મલ્ચિંગ, કાપણી, ટ્રાન્સર્પોટેશન (માલવાહન), લણણી, સિંચાઈ, થ્રેસિંગ, ચાફકટીંગ વગેરે અનેક ખેતીને લગતાં કાર્યોમાં થાય છે.
ખેડના પ્રકારો મુજબ જોઈએ તો તેને નીચે મુજબ વર્ગીકરણ કરી શકાય છે.
આ ઉપરાંત ઓજારો કઈ રીતે ઉપયોગમાં લેવાય છે તે નીચે મુજબ વર્ગીકરણ કરી શકાય.
ઉપરના બંને વર્ગીકરણ મુજબ કૃષિકાર્યોમાં ખુરપીથી માંડીને કમ્બાઈન હાર્વેસ્ટર સુધીના ઓજારો સાધનોનો ઉપયોગ થાય છે. ઓજારો/સાધનોની જાણકારી મેળવતાં પહેલાં ટુંકમાં તેના ઉપયોગથી થતાં મુખ્ય ફાયદાઓ જોઈએ.
ખેડૂતોના દરેક કાર્યમાં હાથવગા ઓજારો જો કોઈ હોય તો તે નાનાં–મોટા હાથથી ઉપયોગમાં લેવાતા ઓજારો છે. ગમે તે સમયે, ગમે તે ખેડ કાર્યોમાં હાથ ઓજાર ખુબ જ અગત્યનાં છે. ઓછા બળે, ઓછા ખર્ચે સરળતાથી તેમજ ખેતીના સુઘડતાભર્યા કામમાં તે અગ્રેસર છે. તે તમામ પ્રકારનાં કાર્યોમાં કામ આપે છે, પછી તે નીંદામણ હોય કે ગોડ કરવાની હોય, પાકની કાપણી હોય કે લણણી હોય, જમીનની પૂર્વ તૈયારી કરવાની હોય કે આખરી તૈયારી કરવાની હોય, ખોદકામ હોય કે પુરણ કરવાનું, હોય જૂદુ પાડવાનું હોય કે એકઠું કરવાનું હોય, ઉપરાંત નાના મોટા દરેક કાર્ય તેનાથી સહેલાઈથી થઈ શકે છે. ટુંકમાં નાના પાયાથી લઈ મોટું કામ હાથ ઓજારોથી ધારણા પ્રમાણે થઈ શકે છે. માનવ શકિતનો ખેતીમાં વપરાય જો વધુ થતો હોય તો તે હાથ ઓજારો દ્વારા જ થાય છે. માનવશકિતનો કાર્યક્ષમ ઉપયોગ કરવા ઉત્તમ પ્રકારના હાથ ઓજારો હોવા જરૂરી છે. ખેતીમાં વપરાતા હાથ ઓજારોની ગુણવત્તા નીચેના મુદૃાઓને અનુરૂપ હોવી જોઈએ.
માનવ શકિતનો વપરાશ આપણી ખેતીમાં મુખ્ય છે. આ શકિત સૈાથી મોંઘી છે, એટલે કે પશુશકિત, યાંત્રિકશકિત, વિદ્યુતશકિત કે અન્ય પ્રકારની શકિતની સરખામણીમાં માનવશકિતની કિંમત ઘણી ઊંચી છે. આ શકિતનો પૂરેપૂરો વ્યવસ્થિત અને કાર્યક્ષમ ઉપયોગ કરી વધુમાં વધુ ઉત્પાદકીય સ્વરૂપે મુકવી જરૂરી છે. મનુષ્યો દ્વારા ખેતીક્ષેત્રે વપરાતાં નાનાં મોટા સાધનો, યંત્રો, ઓજારો અને હથિયારોને હાથ ઓજારો તરીકે ઓળખાવી શકાય. આવા ઓજારોને મનુષ્યો દ્વારા હાથથી અથવા પગથી ચલાવી શકાય છે. સામાન્ય રીતે હાથ ઓજારોનો કોઈ પ્રકાર પાડી શકાય નહીં. આમ છતાં વિશેષ સમજણ અને વર્ગીકૃત સ્વરૂપમાં કામગીરી સમજવા માટે હાથ ઓજારોને નીચેની વિગતે વર્ગીકરણ કરી શકાય.
(૧) કામગીરીનાં પ્રકાર મુજબ :
(ક) હાથ ઓજાર તરીકે........ દા.ત. પાવડો, કોદાળી જેવા ઓજારો વગેરે
(ખ) આંતરખેડ અને નીંદામણને લગતાં હાથ ઓજાર તરીકે...... દા.ત. દાતરડું, વ્હીલ હો જેવા ઓજારો વગેરે.
(ગ) દવા છંટકાવના હાથ ઓજાર તરીકે...... દા.ત. સ્પ્રેયર, ડસ્ટર જેવા ઓજારો વગેરે.
(ઘ) કાપણી/લણણી માટેના હાથ ઓજાર તરીકે.... દા.ત. દાંતરડી, દાંતરડા વગેરે.
(ચ) બાગાયતી કામ માટેનાં હાથ ઓજાર તરીકે..... દા.ત. સીકેટર, પ્રુનિંગ નાઈફ વગેરે.
(છ) થ્રેસિંગ (દાણા છૂટા પાડવા) માટેના હાથ ઓજાર તરીકે... દા.ત. મેઈઝ સેલર, હાથ સીંગફોલ મશીન વગેરે.
(ર) શકિત આપવાની રીત મુજબ :
(ક) હાથથી ચલાવતા... દા.ત. કોદાળી, પાવડો, દાંતરડા, સ્પ્રેયર, વ્હીલ હો, સીંગફોલ મશીન વગેરે.
(ખ) પગથી ચલાવાતા.... દા.ત. ચાફ કટર, પેડીથ્રેસર, ફૂટ સ્પ્રેયર વગેરે.
ઉપર જણાવેલ વર્ગીકરણ મુજબ હાથથી સંચાલિત ઓજારો વિશેની સંક્ષિપ્ત માહિતી નીચે મુજબ આપવામાં આવેલી છે.
પાવડો પાણી વાળવા, માટી ભરવા, પાળીઓ બનાવવા તથા માટી ચઢાવવા વગેરે કામગીરી માટે ખેડૂતને ઘણો ઉપયોગી છે. પાવડો સામાન્ય રીતે બે ભાગનો બનેલો છે. હાથો અને પાનું. હાથો સામાન્ય રીતે લીમડા, બાવળનાં લાકડામાંથી બનાવવામાં આવે છે. જયારે પાનું સામાન્ય રીતે લોખંડમાંથી બનાવવામાં આવે છે. લાકડાનાં હાથાને પાનાનાં નાકાની અંદરથી બેસાડવામાં આવે છે. પાનાં અને હાથા વચ્ચે સામાન્ય રીતે ૬૦૦ થી ૭૦૦ નો ખૂણો રાખવામાં આવે છે, જેથી વાપરવામાં સરળતા રહે.
ઈરાની પાવડાના પાનાના પગવડે દબાવી ઘુસાડી લાંબા હાથાને વાપરનાર તરફ ઝુકાવતા ઉચ્ચાલનનો ફાયદો લઈ જોઈતી સરખી ઊંડાઈની ગોડ કરી શકાય છે. ગોડાયેલી જમીન વાપરનારની સામે રહે છે. તેણે એની ઉપર ચાલવાનું ન હોવાથી ખોદાયેલી માટી દબાતી નથી તેમજ કઠણ જમીન પર ચાલવાનું થતું હોવાથી થાક પણ ઓછો લાગે છે, જેથી લાંબો સમય કામ થઈ શકે છે.
આ પાવડો રેતાળ જમીનમાં ગોડવાના કામ ઉપરાંત ખોદાયેલી માટીને ઉછાળીને લગભગ ૪પ સે.મી.થી ૬૦ સે.મી. જેટલે દૂર ફેકી શકે છે. લાંબી ચર ખોદવામાં તથા માટી ફેરવવા માટે પગે દાબીને હાથથી ઉલાળવાનું આ સુંદર સાધન છે. સામાન્ય રીતે રેતાળ પ્રદેશમાં તેનો વધુ ઉપયોગ થઈ શકે તેમ છે.
આ પાવડો નામ પ્રમાણે ચાર લોખંડના દાંતાનો બનેલો હોય છે.ખાડામાંથી છાણિયું ખાતર કાઢવા માટે ખાસ ઉપયોગી છે. ખાતર કાઢવા અખંડ પાનાવાળો આ પ્રકારનો પાવડો વપરાય છે. જેથી કાચું રાડું આવતા કે ઘાસ આવતા તે સરળતાથી ઘૂસી જાય છે. પંજેઠીની જેમ ખેંચવાથી ખાતર સરળતાથી ભરાઈ આવે છે. આ પાવડામાં લોખંડના દાંતા હોવાથી તે તૂટતા નથી. રેતાળ વગેરે જમીનમાં ગોડ કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે.
નીંદવાની ક્રિયા ઊભા ઊભા કરવા, સુધારેલું સ્ફૂર્તિથી કામ થઈ શકે તેવું, ફાચરથી ચુસ્ત બેસાડેલ લાંબા વાંસના હાથાવાળું ખેંચીને નીંદવાનું આ સાધન છે. વાંકા વળીને કામ કરવાને બદલે ઊભા ઊભા કામ કરવાથી ૩૦ ટકા શકિતની બચત થાય છે, એટલે કે બેસીને કે વાંકા વળીને ૬ કલાક કામ કરતાં જેટલો થાક લાગે તેટલા થાકમાં ઊભા ઊભા ૮ કલાક કામ કરી શકાય છે.
અગાઉના પાકના જડીયાં ખોદવા, કંદમૂળના પાક ખોદી કાઢવા, જમીનોના નાના ટુકડાને ખોદી વપરાશમાં લાવવા, ખાડા બનાવવા, ઢેફા ભાંગવા જેવા કામ કોદાળી દ્વારા થાય છે. સામાન્ય રીતે કોદાળીનું પાનું સ્ટીલ અથવા પોલાદમાંથી બનેલ હોય છે. પાનાંની આગળની ધાર તિક્ષ્ણ રાખવામાં આવે છે. તેની પહોળાઈ સામાન્ય રીતે ૧૦ સે.મી. થી ર૦ સે.મી.ની રાખવામાં આવે છે. કોદાળીનાં પાનને હાથા સાથે ફાચર મારી પાવડાની જેમ ફીટ કરવામાં આવે છે.
ચાંચવો કોદાળી જેવું જ હાથ ઓજાર છે. સૂરણ તેમજ કેળના પીલા ખોદવા ત્રિકમ કરતા ખેડૂતોને ચાંચવો વધુ અનુકૂળ આવે છે. માટી કામ, ઢેફા કાઢવા માટે સાંકડાં પાનાનો તેમજ કેળના પીલા, સૂરણ, રતાળું વગેરે ખોદવા માટે પહોળા પાનાનો એમ કાર્ય પ્રમાણે પાનાની પહોળાઈ અલગ અલગ રાખવામાં આવે છે.
આ ઓજારથી બે–ત્રણ કાર્યો સારી રીતે થઈ શકે છે. ત્રિકમનાં બંને પાનાનાં છેડા સામાન્ય રીતે અણીદાર અને ચપટા હોય છે. એક છેડો અણીદાર હોય છે, જયારે બીજો છેડો ઓછો ધારવાળો હોય છે. ત્રિકમનો હાથો સામાન્ય રીતે મજબૂત અને ટકાઉ સાગ કે બાવળનાં લાકડામાંથી બનાવવામાં આવે છે. અણીદાર છેડાથી ખોદકામ થઈ શકે છે. કઠણ પડવાળી જમીનમાં તિરાડો પાડી શકાય છે અને કયારેક કાપવામાં પણ કામ આવે છે જયારે બીજા છેડાથી જમીન ખોદી શકાય છે.
ખેડૂતે હાથા બેસાડવા લાકડું કે વાંસ ઘડવાના હોય છે. કરવની પાસ ફીટ કરવા ફાચરો ઘડી ઉપર નીચે મારવાની હોય છે. આવા સમયે સાદા લાકડાનું કામ જાતે કરી લેવાય એ માટે કુહાડીના ઉપયોગ થાય છે. આ ઉપરાંત શેઢા પાળાનાં ઝાડની ડાળીઓ કાપવા, લાકડા કાપવા, કુહાડીનો ઉપયોગ થાય છે. કુહાડીનું પાનું તિક્ષ્ણ ધારવાળું હોય છે. હાથો જરૂરિયાત મુજબ લાંબો રાખવામાં આવે છે.
ધારિયું ઝાડના ડાળી–ડાળખા દુર કરવા માટે, વાડ સરખી કરવા માટે દૂરથી વાપરી શકાય એવું લાંબા હાથાવાળું ઠોકીને કે ખેંચીને વાપરવાનું નકકર વાંસના હાથાથી ખોળી તથા રિવેટ વડે ચુસ્ત બેસાડેલું હાથ ઓજાર છે. તેનું પાનું સામાન્ય રીતે લાંબુ, ચપટું અને તિક્ષ્ણ ધારવાળું હોય છે.
(૧૧) પંજેઠી:
આ ઓજારનું એકે એક અંગ લાકડા અથવા લોખંડમાંથી બનાવવામાં આવે છે. તેના ભાગોમાં માથું, દાંતા અને હાથો હોય છે. દાંતાઓની સંખ્યા સામાન્ય રીતે પ થી ૮ હોય છે. લંબાઈ આશરે ૧૦ થી રર સે.મી. જેટલી હોય છે, જે તેનાં કામ પર આધાર રાખે છે. દાંતાઓને લાકડાનાં માથાનમાં જડી દેવામાં આવે છે. માથાને લાંબા વાંસના હાથાથી જોડવામાં આવે છે, જેની લંબાઈ સામાન્ય રીતે દોઢથી બે મીટર સુધીની હોય છે. નાનાં–નાનાં કયારોને સમતલ બનાવવા, પિયત માટે કયારામાં પાળીઓ બાંધવા, બિયારણ ઢાંકવા, ખળામાં દાણા તેમજ બીજો કચરો, ઘાસ એક બાજુએ એકઠું કરવા વગેરે જેવા કામોમાં પંજેઠીનો ઉપયોગ થાય છે.
આ પંજેઠીના હાથા સિવાયના ભાગો લોખંડથી બનાવવામાં આવે છે . દાંતાની સંખ્યા જરૂરિયાત મુજબ ૪ થી ૬ ની સંખ્યામાં રાખવામાં આવે છે. આ પંજેઠીથી જમીનમાં રહી ગયેલી મગફળી ખોદી કાઢવા અને કાંટા–કચરૂ ભેગું કરવા ઉપયોગી છે . આ ઉપરાંત જમીનમાં ગોડ કરવા , બાગકામ કરવા તેમજ આંગણવાડીના કાર્ય માટે ખૂબ જ ઉપયોગી છે
(૧૩)ડચ હો
નીંદણ પાવડી જેવું આ ઓજાર ખેંચીને ઊભા ઊભા નીંદવા જેવા કામમાં ઉપયોગી છે . તેનું પાનું અર્ધગોળાકાર આકારનું હોય છે . કામ કરતાં કરતાં જમીનની રેતી સાથે ઘસાતા પોતાની જાતે ધાર નીકળતી રહે છે. ધકેલતી અને ખેંચતી વખતે વાપરનારે પાસેથી કે છેટેથી પકડી કાપવાની ધાર અને જમીન સાથેનો ખૂણો બદલતા રહેવું જરૂરી છે.
સીધી હારમાં રોપણી અથવા વાવણી થતાં વચ્ચેનાં પાટલાંના ભાગમાં એટલે કે બે હાર વચ્ચે ડબલ ગોડ કરવા, નીંદામણ દૂર કરવા, ઓરાણ, બંટી, બાવટાની ખેતીમાં હાથથી વચલી ખેડ કરવા હાથ કરબડીનો ઉપયોગ થાય છે . કામ કરતાં કરતાં પાછળ ખસવાનું હોવાથી ખોદાયેલી જમીન દબાઈ જતી નથી. હાથો બેસાડવાની પધ્ધતિ ફાચરવાળી હોઈ વાપરનાર પોતે હાથો ચુસ્ત કરી શકે છે .
(૧૫)દાતરડું:
ખેતરમાં મગફળી કાઢી લીધા બાદ બાકી રહી ગયેલી મગફળી કાઢવા પાંચ અણીદાર દાંતાવાળો પંજો ઉપયોગી સાધન છે. મગફળીની જેમ બટાટા કાઢવામાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. બાગમાં પાણી પાયા પછી પોપડી તોડવી કે હળવી ગોડ પંજા વડે કરી શકાય છે. સીધી કતાર ન હોય તેવી રોપણીવાળી ડાંગરની કયારીમાં પાણી હોય ત્યારે નીંદવાની ક્રિયા પંજા વડે થઈ શકે છે. પંજાને દાબીને ખેંચવાથી મૂળ સાથેનું નીંદણ નીકળી જાય છે અને સાથે સાથે ગોડ પણ થઈ જાય છે. લાકડાનો હાથો અને લોખંડના પાંચ આગળથી વળેલા પાનાનો સમૂહ એમ બે ભાગનું બનેલું સાધન છે.
નીંદામણ દૂર કરવા, જમીનની ભેજસંગ્રહ શકિત વધારવા, જમીનની પોપડી તોડવા ઉપયોગી હાથ ઓજાર છે. તેનું સંચાલન વાંકા વળ્યા સિવાય ધકેલીને ઊભા–ઊભા કરી શકાય છે. જેથી થાક ઓછો લાગે છે. આગળની ચકરડી ખીલા જડીત હોય છે. જે ગોળ ફરે છે તેમજ તેની સાથે પાછળ ફાળવું લગાડેલ હોય છે. હાથો સામાન્ય રીતે લોખંડની વજનમાં હળવી પાઈપનો બનેલો હોય છે. હરોળવાળા પાકમાં સૂકી ખેતીમાં નીંદામણ કરવા માટે ઉત્તમ સાધન છે.
પાકની બે હરોળ વચ્ચે નીંદામણ કરવા માટે તેમજ જમીનની ભેજ સંગ્રહશકિત વધારવા માટે ઉપયોગી આ એક માનવ સંચાલિત વજનમાં હલકું ઓજાર છે. આ ઓજારને ઊભા–ઊભા ચાલીને તેનું સંચાલન આગળ ધકેલીને કરી શકાય છે. ખૂબ જ ઓછા સમયમાં વધુ કાર્ય આપે છે. કિંમતમાં પણ આ ઓજાર પોસાય તેેવું હોય છે. ખીલાવાળા ખરપીયાની જેમ આ ઓજાર પણ બે ભાગનું બનેલું છે. આગળના ભાગમાં પૈડું આપેલ છે, જેની સાથે પાછળ પાનું અથવા ફાળવા જરૂરિયાત મુજબ લગાડી શકાય છે. હાથો ઓછા વજનવાળા લોખંડની પાઈપમાંથી બનાવવામાં આવેલ હોય છે.
સૂકી મકાઈના દાણા છૂટા પાડવા માટે ઉપયોગી હાથ ઓજાર છે. આ સાધનને એક હાથમાં પકડી સૂકી મકાઈના ડોડાને બીજા હાથની મદદથી સાધનની અંદર એક બાજુથી ધકકો મારવામાં આવે છે. ત્યારબાદ બંને હાથને વિરૂધ્ધ દિશામાં ફેરવવાથી મકાઈના દાણા છૂટા પડે છે. સાધનનો આકાર અષ્ટકોણ હોઈ હાથની પકકડ મજબૂત બને છે તેમજ વજનમાં હલકું હોય છે. આ સાધનથી મકાઈના દાણામાં ભાંગતૂટ નહીવત થાય છે. સાધનની ક્ષમતા પ્રતિ કલાકે આશરે ૧પ–ર૦ કિ.ગ્રા. મકાઈ ફોલવાની છે. આ સાધનમાં પ સે.મી.ના વ્યાસવાળા નળાકારના અંદરના ભાગમાં ચાર પતરાની પ્લેટ જોડેલી હોય છે. સાધનની લંબાઈ ૬ થી ૭ સે.મી. જેટલી હોય છે.
મગફળીમાંથી દાણા છૂટા પાડવા માટેનું ઉપયોગી સાધન છે. હાથા સાથે નીચે નાયલોનનાં ભાગો હોવાથી બિયારણની ભાંગતૂટ નહિંવત થાય છે. હાથાને આગળ પાછળ ચલાવવાથી નાયલોનના ભાગ અને જાળી વચ્ચે રહેલી મગફળી છોલાય દાણા તેના ડોડવામાંથી છૂટા પડે છે. ત્યારબાદ ઉપણવાના પંખાથી તેને જૂદા પાડવામાં આવે છે. આ સાધન ચલાવવામાં એકદમ સરળ છે. અન્ય વિશેષ કોઈ સાર સંભાળની જરૂર પડતી નથી. આ સાધનની ક્ષમતા પ્રતિ કલાક અંદાજે પ૦–૮૦ કિ.ગ્રા. મગફળી ફોલવાની છે.
દિવેલા ફોલવા માટે ઉપયોગી હાથ ઓજાર છે. મગફળી ફોલ સાધનની જેમ આ સાધન હાથો અને છેડે નાયલોનનાં ભાગ અને નીચેથી જાળી જેવા ભાગનું બનેલું છે. હાથાને આગળ–પાછળ કરતા દિવેલા જાળી અને નાયલોનનાં ભાગ વચ્ચે આવતા તૂટે છે અને દાણા છૂટા પડે છે. ચલાવવામાં તેમજ સારસંભાળમાં સરળ છે. આ સાધનની ક્ષમતા અંદાજે પ્રતિ કલાક ૬૦–૯૦ કિ.ગ્રા. દિવેલા ફોલવાની છે.
હાથથી સ્પર્શ કર્યા સિવાય બિયારણને જંતુનાશક દવાઓનો એકસરખો પટ આપવા ઉપયોગી સાધન છે. મુખ્ય બે ભાગમાં વહેંચાયેલું આ સાધન છે. જેમાં હેન્ડલ સહિત ડ્રમનો ભાગ અને તેનાં આધાર તરીકે બનાવેલ ફ્રેમ મુખ્ય છે. હેન્ડલને ફેરવવાથી ડ્રમ ફરે છે જેથી ડ્રમની અંદર રહેલ બીજ તેમજ દવા ઉપર નીચે આડું–ત્રાંસુ થતાં બીજની દરેક સપાટીએ દવા ચોંટે છે. ચલાવવામાં સરળ આ એક માનવ સંચાલિત સાધન છે.
હાથ સંચાલિત પંખો અનાજ ઉપણવા માટે ઉપયોગી સાધન છે. અનાજ ઉપણવાના કામ માટે કુદરતી પવનની રાહ જોયા વગર આ પંખાથી ધાર્યા સમયે કામ થઈ શકે છે. આ પંખો જોઈતા પ્રમાણમાં હવા ફેકે છે. આ પાંખીયા જોઈતા પ્રમાણમાં હવા ફેકે છે. આ પંખાના પાંખીયા મોટા હોય છે. પાંખીયાની ધરીના પાછળના ભાગે હેન્ડલ આપેલ હોય છે. હેન્ડલ ફેરવવાથી સીધી અથવા ચક્રો દ્વારા પાંખીયાને ગતિ મળે છે અને જોઈતા પ્રમાણમાં પવન મેળવી શકાય છે. સંચાલનમાં ઓછા શ્રમ પડે તે માટે પંખામાં બોલ–બેરીંગો પણ લગાવેલ હોય છે.
હાથથી ચાલતું બ્રોડકાસ્ટર જુદા જુદા પાકો જેવા કે ડાંગર, ઘઉં તેમજ દાણાદાર ખાતરના છંટકાવ માટે ઉપયોગી છે. આ સાધનમાં હેન્ડલથી ક્રેન્કને ગતિ આપવામાં આવે છે. જુદા જુદા ગીયર વડે ર૭ સે.મી.ની ડિસ્કને ૪૦૦ આર.પી.એમ.ની ઝડપથી ફેરવવામાં આવે છે. હોપરની નીચેના ભાગમાં બારી હોય છે, જેનાથી ખાતર કે બિયારણનો દર વધુ ઓછો કરી શકાય છે. આ સાધનથી ખાતર બિયારણની વહેંચણી એકસરખી થાય છે અને ૪ મીટરના ઘેરાવામાં પડે છે. હાથથી કરવામાં આવતા બ્રોડકાસ્ટીંગની સરખામણીમાં ઘણી ઉત્તમ કામગીરી આપે છે. એક કલાકમાં એક હેકટર જમીનમાં બ્રોડકાસ્ટીંગ કરી શકાય છે તેમજ એક માણસ દ્વારા ખભે ભેરવીને ચલાવી શકાય છે.
મૂળ તથા માટી સાથે છોડ અથવા રોપા ઉખાડવા માટે આ સાધન વપરાય છે. છોડનાં રોપા બનાવી કુંડામાં લેતી વખતે કે કલમ બાંધવા માટે આશરે એક વર્ષની વયનાં છોડને મૂળ તથા તેની નીચેની માટી સાથે ઉપાડવાનો હોય છે. જો માટી છૂટી પડી જાય તો રોપ નકામો થઈ જાય. ચારે બાજુથી મોટો ખાડો કરી છોડના મૂળ જેટલે ઊંડે સુધી ગયા હોય તેટલો ઉંડો ખાડો ખોદી છોડ/રોપને બહાર લાવવાની કામગીરી નર્સરીવાળા કરતા હોય છે, જેમાં મૂળ તૂટી જવા, માટી નીકળી જવી વગેરે તકલીફ થાય છે અને છોડ સુકાઈ જાય છે. આ મુશ્કેલી નિવારણ આ સાધનનો ઉપયોગ થાય છે. સમયનો બચાવ, છોડનું બાતલ ન જવું અને ધરૂવાડિયાની જમીનનો બચાવ એમ ત્રણ ફાયદા આ સાધનથી થાય છે. આ સાધનથી છોડ લેવા માટે થડને સાધનની વચ્ચોવચ બાજુના ખાડામાંથી લઈ લાકડાનો હાથો પા આંટા જેટલો આગળ પાછળ ફેરવતાં જઈ દબાવતા જવું. જોઈતુું ઊંંડુ ગયા પછી ઉપરના લાકડાના નાના હાથાવાળા દાબિયાથી ઠોકી, માટી કઠણ કરી લેવી. પછી મોટા હાથાને પા આંટો ફેરવવાથી તળીયું તૂટી જશે. પછી આ ઓજારને બહાર કાઢી લેવામાં આવે છે અને ઓજાર જમીન ઉપર ઠેરવી દાબિયા વડે જોરથી દાબીને છોડને ઓજારથી માટી સાથે છૂટો પાડી શકાય છે. જંગલની નર્સરીનાં નાના છોડ માટી સાથે ઉપાડી પોલીથીનની કોથળીમાં ઉતારવા માટે પ સે.મી., ૭.પ સે.મી. વ્યાસનાં અને રર.પ સે.મી. ઊંચાઈના છોડ ઉપાડવાના નાના સાધનો પણ મળે છે.
જમીનમાં ગોળ ખાડા ખોદવા તથા ખોદેલી માટી કાઢવા માટે આ સાધન ઘણું ઉપયોગી છે. શાકભાજીનાં માંડવા, વાડ કરવા વગેરેના ખાડા સારી રીતે ઊભા રહી ખોંદી શકાય છે. પ સે.મી.નો નાનો અર્થ ઓગર ભૂમિ પૃથકકરણ કરવા માટે માટીના નમૂના લેવા માટે ખાસ બનાવવામાં પણ આવેલ છે. ખાડો ખોદવા માટે પરાઈ કે કોશ સામાન્ય રીતે વપરાય છે અને ખોદયા પછી માટીને ખાડામાંથી બહાર કાઢવા હાથ અથવા નાળીયેરની કાચલી કે વાટકા વગેરેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. માટી કાઢવામાં આપણો હાથ જેટલો પહોંચે તેટલો ખાડો થઈ શકે છે અને ખાડો ઊંંડો થતા સૂઈ જઈને હાથથી માટી બહાર કાઢવી પડે છે. આવી મુશ્કેલી નિવારવા આ સાધન વિકસાવવામાં આવેલ છે.
આ સાધનને જમીન ઉપર દાબીને ગોળ ફેરવતા તે જમીન ખોદે છે. ઓગર બે અડધિયાનો બનેલો હોય છે. ખોદાયેલી માટી તેના બે અડધિયા વચ્ચે ભેગી થાય છે અને સાધન ઊંંચકીને ખાડા બહાર કાઢી ખંખેરી નાખતા માટી બહાર નીકળી જાય છે. ફરી પાછું સાધન ખાડામાં મૂકી ગિરમીટની જેમ ગોળ ગોળ ફેરવી દર ઊંંડું કરતા જવાય છે. આ સાધનમાં હાથો જેટલો લાંબો કરીએ તેટલો ઊંડો ખાડો ખોદી શકાય છે. તેમજ તેના પાંખીયાની લંબાઈ મુજબ જુદા જુદા વ્યાસના ખાડા ખોદી શકાય છે.
ઓછી જમીન ધરાવતા ખેડૂતો માટે ઓરીને વાવવાનું આ વૈજ્ઞાનિક સાધન છે. મોટી ઓરણીથી ઓરેલા ચાસ ન ઉગ્યા હોય ત્યારે સાંધા કરવા માટે તથા ઉગેલા ચાસની બાજુમાં ખાતર ઓરવા માટે બે માણસથી ચલાવી શકાતું આ ઓજાર છે. એક માણસ ઓજાર ખેંચે છે અને બીજો માણસ ઓજારની પાછળ ચાલી ઓરવાનું કામ કરે છે.
નામ પ્રમાણે બે હારમાં એક સાથે બિયારણ કે ખાતર ઓરીને વાવવાનું કામ આ સાધન દ્વારા થાય છે. ઓછી જમીન ધરાવતા ખેડૂતો થોડા સમયમાં ઝડપથી વાવણીનું કામકાજ આ સાધન દ્વારા કરી શકે છે. ઉપરના એક જ ચાડામાંથી (ઓરણીથી) બંને હારમાં સમાન રીતે ઓરાય છે. બે હાર વચ્ચેનું અંતર રર.પ સે.મી. થી ૪પ સે.મી. વચ્ચેે જરૂરિયાત મુજબ ગોઠવી શકાય છે. આ ઓજાર ચલાવવા માટે ત્રણ માણસોની જરૂરિયાત રહે છે. બે માણસ આગળથી ઓજારને ખેંચી ચલાવે છે. જયારે ત્રીજો માણસ ઓજારની પાછળ પાછળ ચાલી બિયારણ અથવા ખાતર ઓરણીમાં ઓરે જાય છે.
ઘાસચારાને કાપી કટકા કરી, પશુઓને નીરવામાં આવે તો તેનો બગાડ ઓછો થાય છે. પશુઓને ખાતા ફાવે છે અને પચવામાં સહેલો પડે છે. આ માટે ઘાસ કાપવાનો સૂડો બનાવવામાં આવેલ છે. આ સૂડામાં લોખંડના હાથાને નીચે નમાવતા બીજનાં ચન્દ્રાકાર જેવી ઊભી ગોઠવાયેલી બ્લેડમાં ફિટ થાય છે. હાથો ઊંંચો કરી વચ્ચેના ભાગમાં જોઈતો ચારો અથવા કડબ અથવા અન્ય ઘાસ મૂકી હાથાને નીચે દબાવતા જોઈતા પ્રમાણમાં તેના ટુકડા કરી શકાય છે. રાડા વગેરેના ટુકડા કર્યા પછી ખાડામાં નાખીએ તો કમ્પોસ્ટ ખાતર જલ્દી અને એકધારૂ બને છે. આ ઉપરાંત રાઈ, ઘઉં વગેરે પાકનાં કંટીવાળા ઉપલા ભાગને કાપી અલગ કરી મસળી શકાય છે. આ સૂડામાં નીચેનું લાકડું કે જે પાટલા તરીકે કામ આપે છે જે વજનદાર હોઈ કાપતી વખતે આઘો–પાછો થતો રોકે છે. આ સૂડાને ચલાવવા સામાન્ય રીતે એક માણસની જરૂર પડે છે. પરંતુ જો વધારે પ્રમાણમાં ઘાસચારાનાં ટુકડા કરવા હોય તો બે માણસોની જરૂર પડે છે. એક પૂળો અથવા ઘાસ મૂકે જાય છે અને બીજો હાથાને ઉપર નીચે કરી કાપતો જાય છે.
દેશના અમુક ભાગમાં ચારાના ટુકડા કરીને જ ઢોર ઢાંખરને નીરવાનો રીવાજ પ્રચલિત છે. જેથી તેવા વિસ્તારમાં મોટા પૈડાવાળો ચારો કાપવા યંત્રો વાપરવામાં આવે છે. આ યંત્રમાં પૈડાંને હેન્ડલ વડે ફેરવવાથી જોઈતા માપનાં ટુકડા થઈ જાય છે અને પૂળો આપોઆપ આગળ ધકેલાતો જાય છે. આ યંત્રથી કામની ગતિ વધે છે અને થાક પણ ઓછો અનુભવાય છે, જેથી સમયમર્યાદામાં સરળતાથી કાર્ય થઈ શકે છે. આવા આ યંત્રને ચાફકટર કહે છે.
સૂકી ભૂકી સ્વરૂપમાં દવા છાંટવાનું ધમણવાળું વજનમાં, ચલાવવામાં અને કિંમતમાં પણ હળવું સાધન છે. કપાસ, ડાંગર, ઘઉં, શાકભાજી, ફળ ફૂલવાડી, બંધ કોઠારોમાં સંગ્રહેલા અનાજમાં પડતી જીવાતોનો નાશ કરવા તથા મરઘા કેન્દ્ર માટે આ આ ડસ્ટર જંતુનાશક પાઉડર દવા છાંટવા ઉપયોગી છે. આ ડસ્ટર વાપરનારે બે કડીમાં બાંધેલી દોરી ગળામાં પહેરી લઈ ધમણ ચલાવવાથી હવાના દબાણને લઈને દવા પહોળા નાળચામાંથી ધૂમાડાની જેમ ઉડે છે. ડબો ફરી ભરવા માટે બે આંકડી ખોલી ધમણ ઊંચકી લઈ દવા ભરી લેવાય છેે. તેની ધમણ ચામડાને બદલે મીણિયાની રાખવામાં આવેલી હોય છે, જેથી રસાયણોની તેના ઉપર અસર થતી નથી.
આ ઉપરાંત અનેક જાતનાં દવા છાંટવાના ડસ્ટર વિકસાવવામાં આવેલ છે. હાથના પંપ જેવા ડસ્ટરથી માંડીને ખભે ભેરવી હેન્ડલ ગોળ ગોળ ફેરવવાથી પહોળા મોંની ભૂગળીમાંથી દવા ઉડે તેવા વિવિધ માપના ડસ્ટર બન્યા છે. ગોળ–ગોળ ફેરવવાના સાધનમાં ડબામાં ભરેલી દવા ધીરે ધીરે નીચે પડે છે અને તે પંખાથી ધકેલાઈ હવાના જોરે ભૂંગળીમાંથી બહાર ઉડે છે. આ સાધન વજનમાં તથા ચલાવવામાં કંઈક અંશે ભારે હોય છે.
નાના પાયે વાવેલ શાકભાજી તથા કિચન ગાર્ડનમાં પ્રવાહી દવાના છંટકાવમાં આ સ્પ્રેયરનો ઉપયોગ થાય છે. આ સ્પ્રેયર સ્ટેનલેસ સ્ટીલ, પિત્તળ, પ્લાસ્ટિક કે એચડીપીઈમાંથી બનાવવામાં આવે છે. સ્પ્રેયરનાં અન્ય ભાગોમાં તેનો પંપ ચલાવવા માટે ઉપરના ભાગે નોબ, દવાના છંટકાવને અંગૂઠાથી દબાવીને ચાલુ બંધ કરવા માટે કટ ઓફ લીવર તથા સ્પ્રેયરને પકડવા માટે એક હાથો વગેરે હોય છે.
આ સ્પ્રેયર માં પંપને ચલાવીને પ્રવાહીની ટાંકીમાં દબાણ ઉત્પન્ન કરવામાં આવે છે, જેના કારણે અંદર આવેલ એક નળી દ્વારા પ્રવાહી ઉપર ચડે છે અને દબાણપૂર્વક નોઝલ દ્વારા બહાર ઉડે છે. પંપમાં એક વાલ્વ હોય છે, જે ટાંકીમાં હવા દાખલ થવા દે છે પરંતુ હવાને પાછી પંપ બેરલમાં જવા દેતો નથી. આ પંપ એક ચોરસ સેન્ટીમીટરે ૦.૧પ થી ૦.૩પ કિ.ગ્રા. જેટલું દબાણ ઉત્પન્ન કરી શકે છે.
પ્રવાહી સ્વરૂપે જંતુનાશક દવાના છંટકાવ માટે આ ખૂબ જ ઉપયોગી સાધન છે. મોટાભાગના ધાન્યપાકોમાં પ્રવાહી દવાનો છંટકાવ નેપસેક સ્પ્રેયર દ્વારા કરવામાં આવે છે. બહુ ઊંચા ન હોય તેવા ફળઝાડ વગેરે પર જંતુનાશક દવા છાંટવા માટે અનુકૂળ છે.
આ સ્પ્રેયરમાં પિસ્ટન કે ડાયફે્રમ પંપણે હાથથી એક લીવર વડે ચલાવીને ટાંકીમાંના પ્રવાહીને એરસીલિન્ડરમાં ધકેલવામાં આવે છે. એરસીલિન્ડર દાખલ થયેલ હવાને દબાણ મળતા પ્રવાહી દવા કટ–ઓફ–વાલ્વમાં થઈને નોઝલ તરફ આગળ વધી છંટકાવ કરે છે. આ સાધનમાં ટાંકી ગેલ્વેનાઈઝડ આયર્ન કે પિત્તળની ચાદરમાંથી બનાવવામાં આવે છે. વજનમાં હલકી બનાવવા માટે એચડીપીઈ જેવા મટીરિયલ્સનો ઉપયોગ થાય છે. ટાંકની ક્ષમતા સામાન્ય રીતે ૧૦ થી ૧૬ લિટર જેટલી હોય છે. પંપના અન્ય ભાગોમાં પંપ, લીવર, હેન્ડલ, વલોણું (એજીટેરર) સ્પ્રેલાન્સ, નોઝલ, ડીલિવરી હોઝ વગેરે હોય છે. સ્પ્રેયરને પટૃા વડે પીઠ પાછળ લગાવીને એક હાથે હેન્ડલ ચલાવીને બીજા હાથથી સ્પ્રેલાન્સ પકડીને પ્રવાહી જંતુનાશક દવા છાંટી શકાય છે. હેન્ડલને જમણી કે ડાબી બાજુ લગાવી શકાય છે. પંપની અંદર ૩ થી પ કિ.ગ્રા / ચોરસ સે.મી. જેટલું દબાણ પેદા થઈ શકે છે. હવાના જળવાતા એકધારા દબાણના કારણે દવાનો છંટકાવ એકસરખો થઈ શકે છે. એક દિવસમાં પોણો હેકટર જેટલા વિસ્તારમાં પ્રવાહી દવાનો છંટકાવ કરી શકાય છે.
આ સ્પ્રેયરથી ઊંચા ફળઝાડો, કોફી અને બીજા એવા બાગાયતી અને ખેતરાઉ પાકોમાં દવા છંટકાવ કરી શકાય છે. ઊંચા ઝાડ માટે હાઈજેટ સ્પ્રેગન અથવા જેટ સ્પ્રે નોઝલનો ઉપયોગ કરવામાં આવે છે.આ સ્પ્રેયરમાં લોખંડની એક ફ્રેમ ઉપર પંપ ફીટ કરેલ હોય છે. જેને એક લીવર જોડેલ હોય છે જેને પટથી ચલાવીને હવાનું દબાણ ઉત્પન્ન કરવામાં આવે છે. આ પંપના દબાણ ટાંકી અલગ હોતી નથી. પરંતુ પંપનો ઉપરનો ભાગ દબાણ ટાંકી તરીકે કામ કરે છે. એક અલગ વાસણમાં દવા ભરીને તેમાં સકસન હોઝને ગળણી (જાળી) ડૂબેલી રહે તેમ ગોઠવવામાં આવે છે. આ સ્પ્રેયરનાં અન્ય ભાગોમાં સકસન અને ડીલિવરી હોઝ, સ્પ્રેલાન્સ, નોઝલ, કટ ઓફ વાલ્વ વગેરે હોય છે. સકસન હોઝ ર મીટર અને ડીલિવરી હોઝ ૮ મીટર જેટલી લંબાઈની હોય છે. આ પંપ ચલાવવા માટે બે માણસની જરૂર પડે છે. પરંતુ જો બે ડીલીવરી હોઝ જોડવામાં આવે તો ત્રણ માણસની જરૂર પડે છે. આ સ્પ્રેયરથી ૧.૬ કિ.ગ્રા./ચોરસ સે.મી. જેટલું ઊંચું હવાનું દબાણ મેળવી શકાય છે.
આ સ્પ્રેયરથી જોઈતી ઊંચાઈના અંતર પર પ્રવાહી દવાનો છંટકાવ થઈ શકે છે. આ સ્પ્રેયર સાથે ૧૦૦ મીટર જેટલી લાંબી ડીલિવરી હોઝ (પાઈપ) લગાવેલી હોય છે. ઊંચું દબાણ પેદા થઈ શકતું હોય, ઊંચા ઝાડો પર સહેલાઈથી પ્રવાહી દવાનો છંટકાવ થઈ શકે છે. આ સ્પ્રેયરનો ઉપયોગ કોફી, દ્રાક્ષનાં બગીચા અને ખેતરાઉ પાકોમાં દવા છાંટવા થાય છે.
આ સ્પ્રેયર પણ ફુટ–સ્પ્રેયરનાં સિધ્ધાંત પર જ કાર્ય કરે છે, પરંતુ આમાં હવાના દબાણ ટાંકી (પ્રેસર વેસલ) અલગ હોય છે અને સ્પ્રેયરનાં પંપને એક લીવર વડે હાથથી ચલાવીને દબાણ ઉત્પન્ન કરવામાં આવે છે. પંપના અન્ય ભાગોમાં સકશન હોઝ, ડીલિવરી હોઝ, જાળી, સ્પ્રેલાન્સ, નોઝલ, ટ્રીગર કટ ઓફ વાલ્વ હોય છે. સ્પ્રેયરને એક પાટલા પર ફીટ કરેલ હોય છે. આ સ્પ્રેયરથી ર.૪ કિ.ગ્રા. / ચોરસ સે.મી. જેટલું ઊંચું દબાણ મેળવી શકાય છે.
આ સાધનના મદદથી ઝાડ નીચે ઊભા ઊભા કેરી ઉતારી શકાય છે. કેરીનું ફળ પાકતાં બીજી રીતો દ્વારા આંબાના ઝાડ પરથી નીચે પાડતા ઘણું નુકશાન થાય છે. આ સાધન વાપરવાથી કેરીના ફળને નુકશાન થતું અટકે છે, તેમજ ઓછી મહેનતે વધુ ઝડપથી કાર્ય થાય છે. આ હાથ ઓજારમાં નાયલોનની જાળી કે લાકડાંના હાથા સાથેના આગળના ભાગમાં ગોળાકાર લોખંડની લુપ કે જેના અગ્રભાગમાં (અ) આકારનો ખાંચો અને તે ખાંચામાં પાનું હોય છે તેની સાથે જોડાયેલી હોય છે. ખાંચાવાળા પાનાથી કેરીના તેના ડીંટા આગળથી કપાય છે અને કેરી જાળીમાં પડી ધીમે રહી પસાર થતી આવે છે જેથી નુકશાન થતું નથી.
લીબું, બોર અને તેના જેવા કાંટાળા વૃક્ષોમાંથી તેનાં ફળોને ઝાડની વચ્ચે, ઉપર અને નીચેથી ઉતારવા માટે તકલીફ પડતી હોય છે. આવી તકલીફ દૂર કરવા માટે લીંબુ ઉતારવાનો હૂક વિકસાવવામાં આવે છે. આ મુખ્ય હૂક સાથે ફળની સાઈઝ તથા આકાર મુજબ આગળની અર્ધગોળાકાર લોખંડ અથવા એમ.એસ.ની પ્લેટ તથા તેની સાથે યોગ્ય વ્યાસ તેમજ લંબાઈની હળવી પાઈપ જોડાયેલી હોય છે. ફળ હૂકમાં આવતા તે તૂટી પાઈપ વાટે તોડનારની પાસે રહેલી થેલીમાં આવી જાય છે. આમ નુકશાન થયા વગર આસાનીથી લીંબુ, બોર જેવા પાકનાં ફળો ઉતારી શકાય છે.
હાથ સંચાલિત આ કટરને તેની આગળના હૂકને જમણા હાથમાં પરોવી, હેન્ડલને હાથની આંગળીઓ ધ્વારા કટર પાઈપના હેન્ડલ વચ્ચે રાખીને દબાવવામાં આવે છે. કટર પાઈપનાં છેડે અર્ધગોળાકાર તિક્ષ્ણ ધારનું યોગ્ય સાઈઝનું પાનું (કટર) હોવાથી તેના ઉપર દબાણ આવતા કેળાની લૂમ મુખ્ય લૂમથી નુકશાની વગર અલગ પડી જાય છે. આ કટરથી અંદાજે કલાકમાં ૧૦૦ થી ૧ર૦ લૂમોને અલગ કરી શકાય છે.
વહેળા, નહેર કે કોતરનું પાણી કયારી કે ખેતરમાં લેવા માટે લો લિફટ પંપનો ઉપયોગ થાય છે. આ પંપની મદદથી ૩ મીટર સુધીની ઊંડાઈએથી એેક માણસ એક કાંસના જેટલું પાણી કાઢી શકે છે. હાથથી ચાલતો આ પંપ ખેડૂતોને ખૂબ જ અુનુકૂળ આવે છે. જયાં એન્જિન પંપ લઈ જવા શકય નથી ત્યાં આ પંપ જરૂરી કામ આપે છે અને તે સ્ટેન્ડ સાથે મળે છે. આગળના ભાગમાં ખુલ્લું થાળું હોય છે જેથી પાણી આગળના ભાગમાં પડે છે.
ર.પ–૩ મીટર જેટલી ઓછી ઊંડાઈવાળા ખાળકૂવાઓ વગેરે ઉલેચવા માટે આ પંપનો ઉપયોગ થાય છે. વાપરનાર માણસે જમીન ઉપર ઊભા રહીને હેન્ડલ ઊંચુ–નીંચું કરીને કામ કરવાનું હોય છે. આ પ્રકારના પંપનો ઉપયોગ ગોબર ગેસની રબડી કાઢવા જેવા કામમાં પણ થાય છે. પંપને વાપર્યા પછી તેને અંદર બહારથી ધોઈ નાખીને પછી જ મૂકી રાખવો જોઈએ. જરૂર જણાય ત્યાં પંપમાં ઉંજણ તેલ મૂકતા રહેવું, જેથી સંચાલનમાં સરળતા રહે. સકશન અને ડીલિવરી પાઈપ, પંપ અને ડબલ હેન્ડલ આ પંપના મુખ્ય ભાગો છે. આ પંપ ચલાવવા બે માણસની જરૂર પડે છે.
ચીલાચાલું પધ્ધતિમાં ડાંગરની લણણી વખતે દાણાનો બગાડ અને વેડફાતો વધુ સમય ઓછો કરવાના હેતુુથી આ પ્રકારનું થ્રેસર વિકસાવેલ છે. આ યંત્રમાં ઘણા દાંતા જડી દીધેલું એક પીપ (ડ્રમ) હોય છે. આ દાંતા સખત પોલાદનાં તારનાં બનેલા હોય છે. સીવવાના સંચામાં હોય છે તેવી વ્યવસ્થાથી આ પીપને દર મિનિટે અંદાજે ૩પ૦–૪૦૦ આંટાની ઝડપે ફેરવવામાં આવે છે. જયારે પીપ ઘણી ઝડપથી ફરતું હોય ત્યારે તેના પર ડાંગરના પૂળા ધરી રાખવામાં આવે છે. કંટીમાંથી દાણા છૂટા થઈ જમીન પર પડે છે. ત્યારબાદ તેને ભેગા કરી ઉપણવામાં આવે છે.
ડાંગરના વાવેતરમાં પડલિંગ કરેલ જમીનમાં બિયારણ છાંટીને પૂંખીને વાવવા કરતાં રોપણી (ટ્રાન્સપ્લાન્ટીંગ) કરીને વાવવાથી ઉત્પાદનમાં વૃધ્ધિ થાય છે. ડાંગરના ધરૂની રોપણીમાં એક હેકટરે લગભગ ૪૦–પ૦ માનવદિનની જરૂર પડતી હોય, છાંટીને વાવવા કરતાં ૪ થી ૧૦ ગણું મજૂરી ખર્ચ વધે છે. આ ખર્ચને નિવારવા ડાંગરની રોપણી હારબંધ કરવા માટે ટ્રાન્સપ્લાન્ટર ઉપયોગી સાધન છે.
આ સાધનથી ડાંગરના ધરૂની એકી સાથે પાંચ હારમાં રોપણી થઈ શકે છે. આ ઓજારના મુખ્ય ભાગોમાં લાકડાનો તરાપા જેવો પાટલો હોય છે. જેની સાથે લોખંડની મુખ્ય ફ્રેમ, ધરૂની ટ્રે, રોપણી કરતા ચીપિયા, લોખંડની ધરીવાળા પીકર આર્મ્સ વગેરે હોય છે. ચલાવનાર આ સાધનના હેન્ડલને નીચે દબાવે કે તુરત જ પીકરો (પકકડો) માલવાળી ફ્રેમનાં ખાંચાઓ તરફ આગળ ધકેલાય છે અને ત્યાં મુકેલ ધરૂઓમાંથી ૩ થી ૪ ધરૂ ઊંચકીને જમીન તરફ નીચે જાય છે અને ધરૂની રોપણી કરે છે. ત્યારબાદ યંત્રના હેન્ડલને પાછળ ખેંચતાની સાથે જ ધરૂઓ પકકડમાંથી છૂટા થાય છે. દરેક વખતે હેન્ડલને નીચે દબાવતા યંત્રની સાથેની ચેઈનવાળી ઈન્ડેક્ષિંગ અને પાઉલની વ્યવસ્થા ધરૂની ટ્રે આગળ ધકેલાય છે અને પકકડો દ્વારા ધરૂઓની ઝૂડી ઊંચકાય છે. ખેતર કયારીમાંથી ૧ થી ૧૦ સે.મી. પાણી ભરવામાં આવતું હોય, લાકડાનો પાટલો પાણીમાં સહેલાઈથી ખસેડી શકાય છે. આ સાધનને એક માણસ દ્વારા પાછળ ડગલાં ભરીને ચલાવી શકાય છે. આ સાધન માટે ધરૂવાડિયા વૈજ્ઞાનિક ઢબે તૈયાર કરવામાં આવે છે. જો કોઈ કારણસર કચાસ રહી જાય તો સાધન બરાબર કામ આપતું નથી. આ યંત્રથી દિવસમાં અંદાજે ૦.ર૪ હેકટરમાં ડાંગરનું ટ્રાન્સપ્લાન્ટીંગ કાર્ય થઈ શકે છે.
બાગકામ તેમજ કિચન ગાર્ડનીંગ અને બંગલાની આજુબાજુ ફૂલવાડી માટે સારૂ કામ આપતા હાથ ઓજારો વિકસાવેલ છે. બાળકો, બહેનો, અને મોટા સૈા વાપરી શકે તેવા આ ઓજાર છે. આ ઓજારો ખેતી રક્ષણ આપવા માટે પણ ખુબ જ ઉપયોગી છે. આકૃતિમાં બતાવ્યા મુજબ સ્ટેન્ડમાં આપેલ વિવિધ સાધનો નીચે મુજબ છે.
આ ઓજારો ઉપરાંત છોડ/ઝાડને પાણી આપવાનો ઝારો, ઘાસ કાપવાની કાતર, પૈડાંવાળી હાથગાડી, ડાળા કાપવાની કાતર, વાડ કાપવાની કાતર, ઘાસ કાપવાની બે ધારવાળી તલવાર, ઝાડની છટણી કરવાનું સાધન, સીકેટર, કલમ અને આંખકલમ બનાવવાનું ચપ્પું, ઉદ્યાન પંજેઠી, સંયુકત પંજેઠી અને કરબડી, શોવેલ, ખુરપો, ખુરપી, તગારૂ, ડોલ, માટીના કૂંડા વગેરેને બાગ બગીચામાં વપરાતા સાધનો તરીકે વર્ણવી શકાય છે.
ખેતીમાં માનવશકિત પછી બીજા ક્રમે પશુશકિત આવે છે. આપણાં દેશની એકંદરે લોક સંખ્યા તથા જમીનનાં ખાતા (હોલ્ડીંગ)ને નજરમાં રાખતા આપણે આપણી પશુશકિતનો પણ પૂરેપૂરો ઉપયોગ કરવો પડશે. દેશમાં પુખ્ત પ્રાણીઓ કે જેમાં બળદ મુખ્ય છે, તેનાં દ્વારા ખેતીનાં મુખ્ય કાર્યો થઈ રહયા છે. ૮ થી ૧૦ કલાકના દિવસમાં એક બળદ અંદાજે ૦.પ હોર્સ પાવર જેટલી શકિત ખેતીનાં કામમાં સામાન્ય રીતે આપી શકે છે. હોર્સપાવરની શકિત આ પશુધન દ્વારા ખેતીમાં પ્રાપ્ત થાય છે. પશુશકિતનો ઉપયોગ કરવાથી ખેતીમાં થતા ફાયદા નીચે મુજબ વર્ણવી શકાય છે.
આમ પશુશકિતનો ઉપયોગ ખેતીમાં કરવાથી વેડફાતી પશુશકિતનો આબાદ બચાવ થાય છે. પશુશકિતથી ચાલતા વિવિધ ઓજારોનો ઉપયોગ ખેતીમાં થતો આવ્યો છે. અનુભવની સાથે નવા વિકસિત પશુશકિત સંચાલિત ઓજારોનો ઉપયોગ હાલમાં થઈ રહયો છે. આવા પશુશકિતથી ચાલતા વિવિધ ઓજારો અને સાધનોની વિગતો અત્રે દર્શાવેલ છે.
હળ એ ખેતીનું જૂનામાં જૂનું ઓજાર છે. દુનિયાના કોઈપણ દેશમાં હળ તો છે જ. પહેલાં માણસ હળ ખેંચતો, તે પછી પશુ પાળીને જોતરવાનું માણસને આવડયું ત્યારથી હળ પશુ શકિતથી ચાલે છે.
પ્રાથમિક ખેડ માટે એટલે કે જમીનમાં બીજ ઉગી શકે, પાણી સંગ્રહી શકાય, હવાની અવરજવર થઈ શકે તે માટે જમીનને ખેડીને પોચી બનાવવા સૈા પ્રથમ હળનો ઉપયોગ થાય છે. હળનું ચવડં ઉપર પહોંળું અને નીચે સાંકડું હોય છે, જેને લીધે બધી જ જમીન તુટવાને બદલે ખેડીએ ત્યારે જરૂરિયાત મુજબ ત્રિકોણ આકારની નીકો પડે છે. લોખંડની કોશ, લેન્ડ સ્લાઈડ, હેન્ડલ અને બીમ એ આ ઓજારનાં મુખ્ય ભાગો છે. હળમાં કોશ સિવાયનાં બીજા ભાગો લાકડાંમાંથી બનાવેલા હોય છે.
સાદા પ્રકારના હળથી જમીન બરાબર તૂટતી નથી અને તોડવા માટે હળની ત્રાંસી તેમજ આડી ખેડ કરવી પડતી હોય છે. આ મુશ્કેલી નિવારવા બોલ્ડબોર્ડ હળ ખુબ જ ઉપયોગી છે. આ હળથી બે–ત્રણ ખેડનું કામ એક બાજુ કે બે બાજુ માટી ફેંકી કરી શકાય છે. મોલ્ડ બોર્ડથી માટી ઉલટાવી શકાય છે અને લીલો પડવાશ કે ઘાસ કચરૂ જમીનમાં દબાવી શકાય છે.
મોલ્ડબોર્ડ પ્રકારના આ હળમાં કોશ, મોલ્ડબોર્ડ, લેન્ડસ્લાઈડ, હાથો અને બીમ મુખ્ય ભાગો છે. ખેડની ઊંડાઈમાં સેવું–કરાળની પ્રક્રિયા કરી શકાય તે માટેના જરૂરી ફેરફારોની વ્યવસ્થા હોય છે. મોલ્ડબોર્ડનો વળાંકવાળો ભાગ નીચેની માટીને ઉપર લાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. હલકા પ્રકારનાં મોલ્ડબોર્ડનો ખેડમાં ઉપયોગ કરીએ તો ૧૦૦ મિ.લિ. પહોળાઈનાં ચાસ પાડી શકાય છે. મધ્યમ પ્રકારનાં મોલ્ડબોર્ડનો ખેડમાં ઉપયોગ કરવાથી ૧રપ, ૧પ૦, ૧૭પ મિ.મી. પહોળાઈના ચાસ પાડી શકાય. જયારે ભારે પ્રકારના મોલ્ડ બોર્ડનો ખેડમાં ઉપયોગ કરવાથી ર૦૦, રરપ, રપ૦ મિ.મી. પહોળાઈનાં ચાસ પાડી શકાય છે. આ ઓજારનું વજન અંદાજે ૬.પ કિ.ગ્રા. થી વધારે હોય છે. ખેંચવા માટે બળદની એક જોડ શકિતની જરૂર પડે છે.
આ સાધનનો ઉપયોગ સાધારણ ઊંડાઈએ ખેડ કરવા, જમીનનું ઉપરનું પોપડું તોડવા તથા નીંદામણ દૂર કરવા થાય છે. આ ત્રણ અથવા પાંચ દાંતાવાળુ સાધન એક જ ફ્રેમમાં જોડેલું હોય છે, જેની લંબાઈમાં વધારો ઘટાડો કરી શકાય છે. આ સાધન દિશા બદલી શકાય તેવા દાંતા–ફ્રેમ–હાથો અને લાકડાંનાં બીમનું બનેલું હોય છે. ફ્રેમ–દાંતા અને હાથો લોખંડના બનેલા હોય છે. જયારે તેના ફાળવાઓ મધ્યમ કક્ષાના કાર્બન સ્ટલમાંથી બનાવેલા હોય છે. બે ચાસ વચ્ચેનાં અંતર અનુસાર બે દાંતા વચ્ચેની પહોળાઈમાં ફેરફાર કરી શકાય છે. ફ્રેમ પર વાવણી કરવા માટેનાં સાધનો ફીટ કરી શકાય છે.આ સાધનનું અંદાજીત વજન ર૦ કિ.ગ્રા. જેટલું હોય છે. તેને ખેંચવા બળદની એક જોડની જરૂર રહે છે.
જે જમીનમાં પથરા, કાંકરા હોય તથા જમીન કઠણ થઈ જતી હોય છે, ત્યાં સાદા લાકડાના હળ કામ આવતા નથી. ઊંડી ખેડને માટે પણ લોખંડી હળ જરૂરી છે. લોખંડી હળમાં આગળ એક લોખંડનું પૈડું આપેલું હોય છે જે હળ ચલાવતી વખતે જમીનને અડીને ચાલે છે. તેને ઊંચું કરવાથી ઉંડી ખેડ અને નીંચું ઉતારવાથી છીંછરી ખેડ થાય છે. આ હળના બધા ભાગો નામ પ્રમાણે લોખંડમાંથી બનાવેલ હોય છે. આ હળને બે કે તેથી વધુ બળદ જોડી ખેડ કરવામાં આવે છે.
બે ચાસની વચ્ચે રહેલી ખુલ્લી જગ્યા એટલે કે પાટલામાં ઉગતા નીંદામણો કાઢવા તથા જમીન પોચી કરી ભેજ ટકાવી રાખવા વરાપે પાસવાળી કરબને ફેરવવામાં આવે છે. વરસાદ પડયા પછી કે પાણી પાયા પછી જમીનમાં રહેલી જીવાતો હવા લેવા માટે જમીનમાં સીધી, ઊભી, બારીક નળીઓ જેવા કાણાં બનાવે છે. તે માટે જીવાત અને મૂળને પ્રાણવાયું મળે છે પણ આ જ નળીઓ કેશાકર્ષણની પધ્ધતિથી જમીનનો ભેજ હવામાં ઉડાડી દે છે એટલે વરાપ આવે કે તુરત જ કરબ મારી, માટી ભભરી કરી આ નળીઓને તોડી નાખવાથી જમીનનો ભેજ લાંબા સમય સુધી ટકાવી રાખી શકાય છે. કરબની પાસનાં ત્રણ આકાર હોય છે. સીધી, અંતર્ગોળ અને બર્હિગોળ, સીધી પાસ જમીનમાં ઓછી ઊંડી ઉતરે છે. અંતર્ગોળ પ્રકારની પાસ જમીનમાં ઉંડી જઈ શકે છે જયારે બર્હિગોળ પ્રકારની પાસ જમીનની ઉપર જ ફરે છે. આપણે જે પ્રકારની આંતરખેડ કરવી હોય તે પ્રકારની પાસ વાપરવી જોઈએ. બે ચાસ વચ્ચેના અંતર કે પાટલા પ્રમાણે પહોળા કે સાંકડા કરબ વાપરવામાં આવે છે. કરબમાં પાસ, દાઢા સિવાયનાં બીજા ભાગો જેવા કે બીમ, લોઢીયો, હાથો વગેરે લાકડામાંથી બનાવવામાં આવે છે.
લાકડાના લોઢીયાવાળા કરબમાં ૪પ, પર, ૬૦ સે.મી. કે જરૂરી તેવી જુદી જુદી પહોળાઈનાં કરબ રાખવા પડે છે. આને બદલે લોખંડનો એક જ લોઢીયો પહોળો–સાંકડો થઈ શકે તેવો આ આણંદ કરબ બનાવવામાં આવેલ છે. આ કરબમાં ૪પ સે.મી., પર.પ સે.મી. કે ૬૦ સે.મી.ની પાસ વારાફરતી બેસાડી શકાય છે. વળી આ કરબમાં લોઢીયા ઉપર સેવું કે કરાળ કરવા માટે વિવિધ કાણાં આપેલ છે. ગમે તે ઊંચાઈના બળદ હોય તો પણ આ સાધનમાં બોલ્ટની જગ્યા બદલી દઈને સેવુ કે કરાળ કરવાની વ્યવસ્થા છે. પાસ અને લોઢીયા વચ્ચે ર૭ – ર૮ સે.મી. જેટલો ગાળો રહેતો હોઈ મગફળી ખોદવામાં આવે કે મોટા ઘાસમાં પણ તે સરળતાથી ફેરવી શકાય છે.
રર.પ સે.મી. થી ૪પ સે.મી. પહોળી પાસ લગાડી શકાય તેવી આણંદ કરબડી હળવા કામો માટે ખૂબ જ ઉપયોગી સાધન છે. તેની બનાવટ વૈજ્ઞાનિક હોઈ કોઈપણ ઉંચાઈના બળદ તેમાં જોડી શકાય છે. સેવું–કરાળ કરવાની રીત ઘણી સરળ છે. મોટા પાનવાળી વનસ્પતિ માટે આ કરબડી ઘણી ઉપયોગી છે. ખાસ કરીને તમાકુ મોટી થયા પછી પાનને નુકશાન ન થાય અને મૂળને ગોડ મળે એ તેની વિશેષતા છે.
બેલીનો ઉપયોગ આંતરખેડ કરવા માટે થાય છે. જયાં ચાસ પાસે–પાસે હોય અને પાટલા સાંકડા હોય ત્યાં એક જ ઘૂંસરી જોડે બે કે ત્રણ કરબડી જોડીને આંતરખેડ કરવામાં આવતી હોય છે. આમાં કરબડી દીઠ એક માણસ જોઈએ છે. આ મુશકેલી નિવારવા સળંગ એક જ લોઢીયા ઉપર બે કરબડી જોડી દેવાથી બેલી બને છે અને એક જ માણસ બે પાટલામાં આંતરખેડ કરી શકે છે, જેથી કરબ કરતાં અર્ધા જેટલા સમયમાં આંતરખેડનું કાર્ય થઈ શકે છે અને વધારાની શકિત વેડફાતી નથી.
આંતરખેડ તથા નીંદામણ કરવા માટે ઉપયોગી સાધન છે. કરબ, બેલી વગેરે પાટલામાં ચલાવી આંતરખેડનું કાર્ય કરી શકાય છે. જયારે આ સાધનથી પાટલામાં નહી પણ ચાસ ઉપર ચલાવી આંતરખેડ નીંદામણ દૂર કરી શકાય છે. બેલી કરતાં પણ ચાસની વધુ નજીકથી કરબ મારવાનું આ સાધન છે. આ સાધન ચલાવતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. બળદ સહેજ પણ કાબુ બહાર જાય તો ચાસ કપાઈ જવાનો ભય રહે છે.
બળદથી ચાલતા આ સાંતીથી, જમીનમાં ખેડ, વાવણી, આંતરખેડ અને મગફળી કાઢવા જેવા કાર્યો થઈ શકે છે. પાઈપની ફ્રેમવાળું સાંતી સૈારાષ્ટ્ર વિસ્તારમાં ખૂબજ લોકપ્રિય છે, જેમાં ૬.રપ સે.મી. થી ૭.પ સે.મી.નો પાઈપ વપરાય છે. આ વિવિધલક્ષી સાંતી સળંગ પાઈપની જગ્યાએ પ સે.મી. પાઈપના જુદા જુદા સાત કટકામાં બનાવેલ છે, જેથી જોઈતી લંબાઈ પ્રમાણે કટકા ફીટ કરીને વાપરી શકાય છે. આ સાંતીમાં જરૂરિયાત મુજબ સેવુ–કરાળ કરવાની વ્યવસ્થા પણ આપેલી હોય છે. ઉપરાંત આ સાંતી સાથે દેશી ઓજારો ઉપરાંત સુધારેલા ઓજારો જેવા કે દેશી હળ, મોલ્ડ બોર્ડ, પ્લાઉં, બરોડા હો, રિઝર, બંડફોર્મર, વાવણિયો વગેરે ફીટ કરી શકાય છે. આ સાંતીને બળદની એક જોડથી ચલાવી શકાય છે. આ ઓજારથી લગભગ મોટા ભાગનાં ખેતીકાર્યો સરળતાથી થઈ શકે છે.
ઓછી જમીન ધરાવતા ખેડૂતોને બળદની જોડ નિભાવવી મુશ્કેલ પડે છે. આથી કેટલાક ખેડૂતો ફકત એક જ બળદ રાખે છે અને ખેતીકામ વખતે બીજા ખેડૂતના બળદનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ બીજા ખેડૂતનો બળદ ન મળે તેમ હોય ત્યારે મુશ્કેલી પડે છે. આ મુશ્કેલી નિવારવા એક બળદથી ચાલતા કેટલાંક ઓજાર વિકસાવવામાં આવેલ છે. જેમાં એક બળદથી ચાલતું સાંતી પણ સામેલ છે. આ સાંતી ઉપર બે બળદનાં દેશી સાંતીની માફક જ બધા ઓજારો જરૂર પ્રમાણે ફીટ કરી શકાય છે. પરંતુ એક બળદથી જ આ સાંતી ચલાવી શકાય છે. ખેતીકામ પ્રમાણે એક દિવસમાં આ સાંતીથી ર થી ૪ હેકટરમાં ખેતીકામ કરી શકાય છે.
હળ, કલ્ટિવેટર વગેરે વડે સારી ખેડ કરી જમીન તૈયાર કર્યા પછી તેના ઉપર સમાર ફેરવવામાં આવે છે. સમારથી ઢેફા ભાંગી જઈ જમીન સરખી થાય છે ને દબાય છે. જમીન ન દબાય તો તેમાંથી ભેજ ઉડી જાય. બીજ ઓરીને વાવીએ ત્યારે જમીન દબાયેલી અને ભેજવાળી હોય તો તે બીજને ઉગવા માટે જરૂરી ભેજ અને ગરમી પૂરા પાડે છે. બીજને ઓર્યા પછી પણ તેને ઢાંકવા માટે સમાર ફેરવવામાં આવે છે. સમારને સામાન્ય રીતે લાકડાનો લંબચોરસ પાટલો ગણાવી શકાય. જેના આગળના ભાગમાં બે લોખંડની મજબૂત કડી અથવા નાકા ફીટ કરેલ હોય છે, જેથી ત્યાંથી મજબૂત દોરડું બાંધી સમાર બળદ દ્વારા ખેંચી ચલાવી શકાય છે. સમારને ચલાવતી વખતે હાંકનાર પાટલા ઉપર ઉભો રહે છે જેથી વજનથી ઢેફાં ભાંગી જાય છે.
પાસિયા કરબ કરતાં જુદી જાતનું આંતરખેડનું આ સાધન છે. એક પાસને બદલે ત્રિકોણ આકારના ત્રણ ફાળવાથી જમીન ખેડાય છે. આ સાધન પરદેશી ખેડ કે (કલ્ટિવેટર) ઉપરથી બનાવેલું છે. હળ કરતાં છીછરૂ અને પાસવાળી કરબ કરતાં ઉંડુ ખેડાણ આના દ્વારા થાય છે. ઉત્તર ગુજરાતની રેતાળ જમીનમાં હળને બદલે સામાન્ય ખેડ કરવામાં એલન કરબ બહુ પ્રચલિત થયેલ છે. ખેતરમાં ઘાસ, બિયારણ બહુ ઉગી નીકળ્યું હોય ત્યારે એલન કરબ ચલાવી જમીન ઉપર તળે કરી નીંદામણનો નાશ કરી શકાય છે. ત્રણ ફાળવાઓ મળી પ૦ સે.મી. જેટલી પહોળાઈની આંતરખેડ કરી શકે છે. સાંકડા પાટલામાં ચલાવવા માટે પાછળા ફાળવાઓ પાસપાસે કરી દઈ ૩૦ સે.મી.નું અંતર કરી શકાય છે. આ ઓજારમાં ત્રણે ફાળવા ચડાવેલા રાખી તેની ફરતે ત્રિકોણ આકારની બે પાંખો ફીટ કરવાથી પાળી વાળવાનું રીજર બને છે. દક્ષિણ ગુજરાતની ભારે જમીનમાં પાળીઓ વાળવા પાળા બાંધણું ઓજાર સફળ થતું નથી, જયારે આ સાધનથી પાસપાસે બે નીકો પાડીએ એટલે વચમાં જોઈતો પાળો બની જાય છે. આગલો દાંતો કાઢી લઈ પાછળ બે વાંકા દાંતા ચડાવી તેમાં ૪પ સે.મી.ની પાસ ચડાવી આ સાધનથી કરબનું કામ પણ લઈ શકાય છે. ૪પ સે.મી.ને બદલે ૬૦ સે.મી. જેટલી પહોળી એલન કરબ પણ બની છે જેમાં ૪પ સે.મી., પર.પ સે.મી. તથા ૬૦ સે.મી.ની પાસ ચડી શકે છે. આ એક જ સાધન ખેડક તરીકે પાળીયા વાળવા માટે તથા કરબ મારવાનાં કામમાં આવતું હોવાથી ખૂબ જ ઉપયોગી છે.
બે ચાસ વચ્ચે એટલે કે પાટલાની જમીનને સહેજ હેરવવા ફેરવવા માટે તથા ત્રણ, ચાર કે તેથી વધુ દાંતાના વાવણિયાથી બીજ ઓર્યા પછી તેને ઢાંકવા માટે રપટાનો ઉપયોગ થાય છે. ખાસ કરીને સૈારાષ્ટ્ર જેવા વિસ્તારમાં મગફળી વાવ્યા બાદ રપટાનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. ઓજારમાં ૧પ૦ થી ૧૮૦ સે.મી. લાંબી અને ર.પ થી ૪ સે.મી. જેટલી સાંકડી રાપડી (પાસ) હોય છે. વચ્ચે તેને દાઢા વડે ટેકો આપેલ હોય છે. વાવણી પછી તુરત જ ઉગેલ નીંદામણ પણ આ રપટાથી દૂર થાય છે.
આંતરખેડની સાથે છોડના મૂળની નજીક ખાતર વાવવા આ સાધનનો ઉપયોગ થાય છેે. આ સાધનથી કપાસ જેવા પાકમાં બીજા તબકકામાં રાસાયણિક ખાતર આપી શકાય છે, જેથી ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થઈ બગાડ થતો અટકે છે. આંતરખેડનું કાર્ય પણ સાથે થતું હોવાથી સમય અને શકિતનો બચાવ થાય છે. આ ઓજાર બળદની એક જોડ દ્વારા ચલાવી શકાય છે.
મગફળી, મકાઈ, ચણા, ઘઉં, જુવાર, મગ, અડદ, બાજરી, તલ વગેરે બિયારણો વાવવા માટે આ એક બળદથી ચાલતું ઓટોમેટીક વાવણીયંત્ર છે. આ ઓજાર દ્વારા બિયારણની સાથે સાથે ખાતરની વાવણી હાથથી થઈ શકે છે. આ ઓજારથી ખાલા અને ઘેરકા વગરનું એક સરખી ઊંડાઈએ જરૂરી દરે વાવેતર થઈ શકે છે. આ ઓજારના ઉપયોગથી બિયારણનો ખોટો બગાડ થતો અટકે છે. આ ઓજારમાં પાછળ આવેલ પૈડું સાંકળ અને ચક્રો (ચેઈન અને સ્પ્રોકેટ) દ્વારા ઓરણીની ધરીને ફેરવે છે. ઓરણીમાં બિયારણના દર પ્રમાણે જરૂરી સીડ પ્લેટ બેસાડેલી હોય છે. ઓજારને જયારે ચલાવવામાં આવે છે ત્યારે પાછળનું પૈડું ફરે છે અને ચેઈન તથા સ્પ્રોકેટ દ્વારા સીડ પ્લેટ પણ ફરે છે, જેથી ચોકકસ માત્રામાં બિયારણ પ્લાસ્ટિકના પાઈપ દ્વારા નીચે પડી જમીનમાં વવાય છે.
શેરડી જેવા પાકોમાં પાળીયા બનાવવામાં આ સાધનનો ઉપયોગ થાય છે. ખેડ કર્યા પછી બંને બાજુ મોટી પહોળી પાંખોવાળું આ સાધન મૂકીએ એટલે વચમાં નીક થાય છે અને બંને બાજુએ પાળીઓ વળે છે. કેટલાક ખેડૂત રેતાળ જમીનમાં કરબની આડે પાટીયું બાંધીને નાની પાળીઓ બનાવી લે છે, પરંતુ વધારે વિસ્તારમાં કામ કરવું હોય તો રિજર ખૂબ જ ઉપયોગી સાધન છે. આ સાધનને બળદની એક જોડ દ્ધારા ચલાવી શકાય છે.
જમીનમાં ઊંડી ખેડ કર્યા પછી આ સાધન ચલાવવાથી ૯૦ સે.મી. વિસ્તારની જમીન ભેગી થઈ ૩૦ થી ૪પ સે.મી. પહોળી અને લગભગ તેટલી જ ઊંચાઈની પાળી બંધાય જાય છે. આ સાધન હલકી જમીનમાં સારૂ કામ આપે છે. ભારે જમીનમાં આ સાધન ખાસ સફળ થતું નથી. પિયતવાળા વિસ્તારમાં કયારા બનાવવા અથવા મજબૂત પાળાપાળી બનાવવા આ સાધન ખાસ ઉપયોગી છે.
ડાંગરની કયારીઓમાં છોડ રોપતા પહેલાં જમીન પોચી કરવી પડે છે, જે કામ પાણી ભર્યા પછી કરવામાં આવે છે, જેને ઘાવલ કહે છે તેને માટે આ ઓજાર વપરાય છે. આ સાધનમાં લાકડાના બીમ ઉપર ત્રણથી ચાર લાકડાના દાંતા હોય છે. આ ઓજાર બળદથી ચલાવી શકાય છે. ઓછી જમીનમાં ઘાવલ કરવા આ ઓજારનો ઉપયોગ થાય છે.
ડાંગરની કયારીઓમાં નકામું ઘાસ દૂર કરવા માટે તેમજ જમીન પોચી બનાવી ડાંગરના ધરૂની રોપણી માટે ઘાવલ તૈયાર કરવા ઉપયોગી સાધન છે. આ સાધન લોખંડનું બનેલું છે. આ સાધનમાં પાના શાફટ ઉપર ત્રાંસા કે સીધા બેસાડેલા હોય છે. આ સાધનનાં ઉપયોગ વખતે પાના ગોળ–ગોળ ફરે છે. જે જમીનને પોચી બનાવે છે અને બળદને જોર ઓછું લાગે છે. તેનું વજન આશરે ૩પ કિ.ગ્રા. જેટલું હોય છે. આ સાધનને એક બળદની જોડ દ્ધારા ચલાવી શકાય છે. સામાન્ય રીતે દિવસમાં એક હેકટર જેટલું ઘાવલ આ સાધન દ્ધારા થઈ શકે છે.
આ સાધનનો ઉપયોગ જમીનની ખોદેલી માટી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા તથા ખેતરમાં લેવલ કરવાના કામ માટે થાય છે. ખેતરોની જમીનને સમતલ કરવી આપણે ત્યાં ઘણી જ જરૂરી છે. ચોમાસની હેલીમાં જ ખેતરનું પાણી મારગ કરી શેઢા ઉપરથી બહાર વહી ન જાય તે ખેતર સારૂ ગણાય છે. ખાડા ટેકરાવાળા ખેતરોમાં ઊંચા ભાગોને ખોદી કે હળથી ખેડી તેની માટી આ સાધન દ્ધારા ખાડાવાળા ભાગ સુધી ઢસરડી લાવી સૂપડી ઉથલાવી દેવામાં આવે છે. ખોદેલી માટી આપો આપ ભરીને બળદની મદદથી દૂર ઘસડી જવા માટેનું આ ઉત્તમ સાધન છે. પાળા બાંધવા માટે પણ આ સાધનનો ઉપયોગ થાય છે.
ઘઉં જેવા પાકની લણણી બાદ તેના ડૂંડામાંથી દાણા કાઢવા માટે આ સાધનનો ઉપયોગ થાય છે. આ સાધનમાં કરકરિયાવાળી ચૈાદથી સતર થાળીઓ હોય છે. ખળામાં ઘઉં નાખ્યા બાદ તેના પર આ સાધનને બળદ દ્ધારા ચલાવવામાં આવે છે, જેથી કરકરિયાવાળી થાળીઓ ઘઉંને ધીમે–ધીમે મસળી નાખે છે ત્યારબાદ મસળેલ ઘઉંને વાવલી (ઉપણી) અલગ કરી શકાય છે.
બળદથી ચાલતા મોટાભાગના ખેત ઓજારો ઘુંસરી દ્ધારા ચલાવાતા હોઈ એ ખૂબ જ અગત્યની છે. આ ઘુંસરી બળદની કાંધ ઉપર નાખવામાં આવે છે અને તેના દ્ધારા ખેત ઓજારને નાડી, ખેંચાણબળ આપી શકાય છે. જુદા જુદા ખેતીકામ પ્રમાણે તેમજ ખેત ઓજાર પ્રમાણે જુદી જુદી લંબાઈની ત્રણ–ચાર ઘુંસરીઓનું કામ એક જ આવી લાંબી–ટુંકી થાય તેવી ઘુંસરી દ્ધારા થઈ શકે છે. આ ઘુંસરી ૧.૧ર થી ર.રપ મીટર વચ્ચેની બધી ઘુંસરીઓનું કામ કરી શકે છે. આ ઘુંસરીની બનાવટ દેશી ઘુંસરી જેવી જ છે. લાકડાંના કંધોલાને લોખંડના પાઈપ ઉપર સરકાવીને અને નટ બોલ્ટથી ફીટ કરીને જોઈતી લંબાઈની ઘુંસરી બનાવી શકાય છે. આ પ્રકારની ઘુંસરી વસાવવાથી ખર્ચ પણ લગભગ અર્ધો ઉપરાંત ઓછો થઈ જાય છે.
સામાન્ય રીતે ઘઉંની વાવણી દંતાળ જેવા ઓજારથી કરવામાં આવે છે. અમુક વિસ્તારમાં પહેલાં પાટલા ઉઘાડી ઘઉંને હાથથી છાંટી પધ્ધતિથી વાવવામાં આવે છે અને ત્યારબાદ તેને ઢાંકવામાં આવે છે. આ પધ્ધતિમાં ઘઉં વેરણ–છેરણ પડતા બીજી જગ્યાએ પણ ઉગે છે. આ મુશ્કેલી નિવારવા તેમજ ઘઉંને પાટલીના રૂપમાં વાવેતર કરવા ઘઉં વાવવાની પાટલી ઉપયોગમાં લઈ શકાય છે. આ પાટલીનો ઉપયોગ કરવાથી ઘઉંની બે હાર વચ્ચે તથા એક જ હારમાં ઉગેલ બે છોડ વચ્ચે અંતર મહત્તમ હોવાથી જમીનમાં રહેલો ભેજનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે. પાટલી વડે વાવેલ ઘઉં એક પહોળી હારમાં છૂટાછવાયા ઉગે છે, જયારે બે હાર વચ્ચેનું અંતર અને ખેતરમાં કુલ હારની સંખ્યા એક જ સરખી રહે છે. આ ઓજારને એક બળદની જોડથી ચલાવી શકાય છે.
ખાસ કરીને સૈારાષ્ટ્ર જેવા મગફળી ઉગાડતા વિસ્તારના ખેડૂતો માટે આ સાધન મગફળી કાઢવા માટે ખૂબ જ ઉપયોગી છે. ખેડૂતો સામાન્ય રીતે સાંતીમાં પાસીયા અને દાઢામાં નાના–મોટા ફેરફારો કરી ખેડ, વાવણી, આંતરખેડ અને કાપણી વગેરે વિવિધ કાર્યો આ એક જ ઓજાર દ્ધારા કરતા હોય છે. મગફળી ઉપાડવા માટે સાંતીના દાઢામાં રાંપને ભરાવીને મગફળીના છોડના મૂળને ચોકકસ ઊંડાઈએથી કાપ્યા બાદ તેને હાથ વડે ખેંચીને કાઢતા હોય છે. પરંતુ જયારે છેલ્લો વરસાદ ઓછો હોય ત્યારે સૂકી જમીનને લીધે બળદોને ઘણું ખેંચાણબળ પડતું હોય છે. વળી આ સાંતીમાં તેનો વજનદાર લોઢીયો પાશીયાની પાછળ જમીન ઉપર અડતો જતો હોવાથી ખોદાયેલી મગફળી વેરવિખેર થઈ જતી હોય છે. આ મુશકેલી નિવારવા મીની કળીયામાં બે નાના પૈડાં પર કલ્ટિવેટર જેવો લંબચોરસ લોઢીયો બનાવીને ફીટ કરેલ છે, જેથી સાંતીનું મોટાભાગનું વજન પૈડાં પર રહે છે. રાંપ પણ એકસરખી ઊંડાઈએ કામ કરી શકે છે અને બળદને ખેંચાણબળ ઓછું લાગે છે. આ ઓજારના લોઢિયા અને પાસિયા વચ્ચે વધુ અંતર હોવાથી કપાયેલી મગફળી વેરવિખેર થતી નથી. લોઢિયા ઉપર જુદા જુદા અંતરે કાણાં હોવાથી જરૂરિયાત મુજબની રાંપ કે પાશીયા બેસાડી શકાય છે. આ ઉપરાંત તેને સેવું કે કરાળ કરવાની પણ ખાસ વ્યવસ્થા રાખવામાં આવેલી હોય છે.
મગફળી કાઢવા માટે આ નવીન પ્રકારની રાંપનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે રાંપ લોખંડના એક જ મટીરિયલમાંથી બનાવવામાં આવતી હોય છે, પરંતુ આ રાંપ લોખંડની મજબૂત બે પાતળી પટૃી લઈ તેની વચ્ચે લાકડાના વહેરવા વપરાતી ધારદાર ગજવેલનાં પાતળા પાનાને ગોઠવી બોલ્ટથી ફીટ કરેલ છે. આ ધારદાર પાનાની મદદથી જમીન અને મગફળીનાં મૂળ સરળતાથી કપાય છે. વળી પાનાને સરળતાથી બદલી શકાય છે, તેમજ જરૂર મુજબ આગળ પાછળ કરી શકાય છે.
ઓછા સમયમાં વધારે વિસ્તારમાં દવાનો છંટકાવ કરવા માટે ગાડા સ્પ્રેયર ખૂબ જ ઉપયોગી સાધન છે. સામાન્ય રીતે દરેક ખેડૂત પાસે બળદ અને ગાડુ હોય છે. આ ગાડામાં બે પંપ અને ર૦૦ લિટર પાણીની ક્ષમતાવાળું એક બેરલ ગોઠવવામાં આવે છે. પંપ ચલાવવા માટે ગાડાના બે પૈડાં ઉપરથી ગીયર અને સંતરીની ગોઠવણીથી બંને પંપને શકિત મળે છે. ચાલતા પૈડાંની ગતિથી પીપમાંથી જંતુનાશક દવાના મિશ્રણવાળું પાણી પંપ ખેંચીને નોઝલ બુમ તરફ ધકેલે છે. બુમ ગાડાના પાછળના ભાગે લોખંડની ફ્રેમ પર ગોઠવેલ હોય છે. પાકની વાવણીના અંતર પ્રમાણે બુમ ઉપર બે નોઝલ વચ્ચેનું અંતર ગોઠવી શકાય છે. ગાડાને વળવું હોય તો બુુમનો એક બાજુનો છેડો વાળી શકાય છે, તેમજ પાકની અને બળદની ઊંચાઈ પ્રમાણે બુમને ઉપર ઉપર નીચે કરી શકાય છે. આ પ્રકારના સાધનમાં બુમની લંબાઈ અંદાજે ૧૧ થી ૧ર મીટર જેટલી છે, તેથી તેટલા વિસ્તારમાં દવાનો છંટકાવ એકી સાથે થઈ શકે છે. નોઝલની સંખ્યા જરૂર પ્રમાણે અને અંદાજીત ૧ર જેટલી હોય છે. આ પ્રકારના પંપથી અંદાજે ર.પ થી ર.૭ કિ.ગ્રા. / ચોરસ સે.મી. જેટલું પ્રવાહી ઉપર દબાણ પેદા કરી શકાય છે. આ સાધનનાં વપરાશથી દિવસ દરમ્યાન અંદાજે ૧પ થી ૧૬ એકર જેટલી જમીનમાં દવાનો છંટકાવ કરી શકાય છે.
ચાર પૈડાંવાળું ઉલળતું ગાડું જે તેની વધુ કિંમતના કારણે નાના ખેડૂતોને ખરીદ કરવું પોસાય તેમ ન હોઈ બે પૈડાંવાળું ઉલળતું બળદગાડું વિકસાવવામાં આવેલ છે. આ ગાડામાં સરળતાથી ઉલાળી શકાય તેવી રચના કરેલી હોય છે. આ ગાડાની પાછળ નીચેના ભાગે બે લોખંડના નાના પૈડાં આપેલા હોય છે, જેથી ઉલાળી કાર્ય કરતી વખતે કઠોડાનો ઘસારો અટકાવી શકાય છે. ખેતરમાં ગાડુ ઉલાળતી વખતે પણ સારી રીતે ચાલી શકે છે. આ ગાડાને કઠોડા ઉપર નટ બોલ્ટ દ્ધારા બેસાડવામાં આવેલ હોય છે. જેથી જયારે જરૂરિયાત જણાય ત્યારે કંઠોડાને અલગ કરી બીજા ઉપયોગમાં લઈ શકાય છે. પાકો ઠાલવવા, સેન્દ્રિય ખાતર ખેતરમાં ઠાલવવા વગેરે કાર્યો ઝડપથી થઈ શકે છે.
ગોરાડુ પ્રકારની જમીનમાં રેતીનું પ્રમાણ વધારે હોવાથી ઓજારને ઘસારો વધુ લાગતો હોય છે અને ભારે ઓજાર જમીનમાં ઊંડે સુધી બેસી જતા હોય છે. આવા પ્રકારની જમીનમાં વાવણી કરવા માટે ત્રણ દાંતાની તરફેણ (સીડ ડ્રિલ) ઉપયોગી છે. આ ઓજારમાં માઈલ્ડ સ્ટીલના (લોખંડના) ૧૬ ગેજનાં પતરામાંથી દાંતા બનાવવામાં આવે છે અને તેને લોઢિયા ઉપર જરૂરી અંતરે ફીટ કરવામાં આવે છે. દાંતાની મજબૂતાઈ માટે આંટા પાડેલ દશઆની ચોરસ સળીયાને ચેનલમાં ફીટ કરી તેના પર લોખંડના પતરાથી ચોકકસ પ્રકારનો આકાર આપવામાં આવે છે. જેથી આ દાંતા જમીનમાં વધારે ઊંડાઈ સુધી ન જતાં જરૂરિયાત મુજબની ઊંડાઈના ચાસ કાઢી શકે છે. દાંતાને ઘસારાથી રક્ષણ પૂરૂ પાડવા માટે લોખંડની ખોળી બેસાડવામાં આવેલી હોય છે. આ દાંતા ઉપર ઓરણી–પાઈપ વગેરે ગોઠવી વાવણીની કામગીરી કરવામાં આવે છે. જુદી જુદી જાળી બદલવા માટે તથા સેવું–કરાળ કરવાની વ્યવસ્થા આ ઓજારમાં આપેલી હોય છે.
દિવેલા રોકડીયો પાક હોઈ અગત્યનું સ્થાન ધરાવે છે. દિવેલાના બે છોડ વચ્ચે વધુ અંતરે વાવણી થતી હોઈ ચાસમાં આપેલ ખાતરનો અસરકારક ઉપયોગ થતો નથી. ખાતર તેમજ બીજ નીચે અને બાજુએ લગભગ પાંચ સે.મી.ના અંતરે પડે અને તેનો કાર્યક્ષમ ઉપયોગ થાય તે હેતુસર દિવેલા પ્લાન્ટર વિકસાવવામાં આવેલ છે. બળદની એક જોડ દ્ધારા આ ઓજાર ચલાવી શકાય છે. આ સાધનથી ખાતર અને દિવેલાની વાવણીનો ખર્ચ ઓછો આવતો હોય છે.
બટાટા એ અગત્યનો પાક છે. તેની ખેતીમાં વાવણીનું કામ ખુબ જ ખર્ચાળ છે. સામાન્ય રીતે બટાટાની વાવણી માનવશ્રમ દ્ધારા થતી હોય છે, જેમાં પહેલાં કોદાળી કે અન્ય ઓજારથી ચાસ બનાવીને ખોલેલા ચાસમાં બટાટા હાથથી વાવી ત્યારબાદ તેના પર માટી ઢાંકી પાળા બનાવવામાં આવતા હોય છે. આ મુશ્કેલી નિવારવા બટાટા પ્લાન્ટર પિયત વિસ્તાર માટે વિકસાવવામાં આવેલ છે.
ચાસ ઉઘાડવાની, બીજ મુકવાની, ખાતર ઓરવાની તેમજ પાળા બનાવવાની ક્રિયાઓ આ ઓજાર દ્ધારા એકી સાથે થતી હોય છે. ખાતર, બીજની એક બાજુએ યોગ્ય ઊંડાઈએ આપી શકાય છે. આમ વાવણી ખર્ચમાં લગભગ ૭૦ થી ૮૦ ટકા જેટલો બચાવ થઈ શકે છે. આ ઓજારને બળદની એક જોડ દ્ધારા ચલાવી શકાય છે. આ ઓજારથી વાવણીનો ખર્ચ ઓછો આવે છે.
બટાટા એ અગત્યનો પાક છે. તેની ખેતીમાં વાવણીનું કામ ખુબ જ ખર્ચાળ છે. સામાન્ય રીતે બટાટાની વાવણી માનવશ્રમ દ્ધારા થતી હોય છે, જેમાં પહેલાં કોદાળી કે અન્ય ઓજારથી ચાસ બનાવીને ખોલેલા ચાસમાં બટાટા હાથથી વાવી ત્યારબાદ તેના પર માટી ઢાંકી પાળા બનાવવામાં આવતા હોય છે. આ મુશ્કેલી નિવારવા બટાટા પ્લાન્ટર પિયત વિસ્તાર માટે વિકસાવવામાં આવેલ છે.
ચાસ ઉઘાડવાની, બીજ મુકવાની, ખાતર ઓરવાની તેમજ પાળા બનાવવાની ક્રિયાઓ આ ઓજાર દ્ધારા એકી સાથે થતી હોય છે. ખાતર, બીજની એક બાજુએ યોગ્ય ઊંડાઈએ આપી શકાય છે. આમ વાવણી ખર્ચમાં લગભગ ૭૦ થી ૮૦ ટકા જેટલો બચાવ થઈ શકે છે. આ ઓજારને બળદની એક જોડ દ્ધારા ચલાવી શકાય છે. આ ઓજારથી વાવણીનો ખર્ચ ઓછો આવે છે.
પ્રાથમિક ખેડ, વાવણી, આંતરખેડ, પાળા બાંધવા, કરબ મારવા વગેરે જેવા કામો માટે અલગ અલગ ઓજારો વપરાય છે. આ ઓજારને જરૂરિયાત મુજબ રાખવા પડે છે. અને જરૂરી સમયે જે તે સાધનાનો ઉપયેાગ કરવામાં આવતો હોય છે. આ મોટા ભાગના કાયો એક ઓજાર થકી કરવા આ બહુલક્ષીય ઓજાર વિકસાવવામાં આવેલ છે. બળદથી ચાલતા આ ઓજારની મદદથી મોટાભાગના ખેતીકાર્યો થઈ શકે છે. આ ઓજાર સાથે હળ, વાવણિયો, પાળા બાંધણીયું, આંતરખેડ માટેના ફાળવા, કરબડી વગેરે ફિટ થઈ શકે છે. અલગ અલગ કામ માટે જુદા જુદા ઓજારો વસાવવા કરતા આ એક જ ઓજાર વસાવવાથી ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે.
ખેતીમાં હેકટરદીઠ હોસપાવર શકિતનો વપરાશ વિકસિત દેશોની સાપેક્ષમાં આપણાં દેશમાં ખૂબ જ ઓછો છે. મહત્તમ પાક ઉત્પાદન મેળવવા હેકટર દીઠ વધુને વધુ આવી શકિતનો ઈનપુટ તરીકે ઉપયોગ કરવો પડશે. આપણા મોટાભાગના ખેતી કાયોમાં મુખ્યત્વે માનવ અને પશુશકિતનો ફાળો ઘણો રહયો છે. માનવશકિતનો વપરાશ ખેતીમાં ઘણો જ મોંઘો પડે છે અને હાલના સમયના પશુશકિતનો વપરાશ પણ ખેતીમાં ખેડૂતોને પોષય તેમ નથી. ખેડૂતોની બદલાઈ રહેલી સામાજીક, આર્થિક પરિસ્થિતિ તેમજ રાજય અને દેશમાં થઈ રહેલી કૃષિ આધારીત ઐાદ્યોગિક પ્રગતિને ધ્યાનમાં લઈએતો ખેતીમાં પોષાય અને વધુમાં વધુ પ્રમાણમાં વાપરી શકાય તેવી યાંત્રિક શકિત છે, કેમ કે ખેતીક્ષેત્રે આ સિવાયની વિદ્યુત શકિતનો પણ ઉપયોગ મર્યાદિત પ્રમાણમાં જ છે.
યાંત્રિક શકિત ખેતીમાં વાપરવા માટે કૃષિ ક્ષેત્રે અવનવા યંત્રોના ઉપયોગની જરૂરિયાત ઘણી જ વધતી જાય છે. ખેડૂતોએ પણ આવા યંત્રો વસાવવાની શરૂઆત પણ કરી દીધેલ જ છે. આવા યાંત્રિક શકિતથી ચાલતા યંત્રોના વપરાશથી થતા ફાયદાઓ નીચે મુજબ વર્ણવી શકાય.
આમ, યાંત્રિકશકિત સંચાલિત કૃષિયંત્રોની આ બદલાતા યુગમાં વધુ કૃષિ ઉત્પાદન મેળવવા તાતી જરૂરિયાત છે. યાંત્રિક શકિત સંચાલિત આવા કૃષિ યંત્રો અને ઓજારોની વિગતવાર માહિતી અત્રે દર્શાવેલ છે.
(૧) ટ્રેકટર સંચાલિત મોલ્ડ બોર્ડ હળ :
પડતર તથા ઝાડી ઝાંખરાવાળી જમીનમાં ખેડ માટે ઉપયોગી સાધન છે. સામાન્ય રીતે ૧પ સે.મી. સુધીની ખેડ કરવા આ સાધનનો ઉપયોગ થાય છે. જમીનને પોચી બનાવી જમીનમાં હવાની અવર–જવર વધારે છે અને જમીનની ઉપરની સપાટી પરનાં ઘાસ નીચે દબાવી દે છે, જેથી તેનું સેન્દ્રિય ખાતર થતા જમીનની ફળદ્રુપતા વધે છે.
આ પ્રકારના હળને ટ્રેકટર પાછળ થ્રી પોઈન્ટ લિન્કેજથી જોડવામાં આવે છે અને ટ્રેકટરની હાઈડ્રોલિક સીસ્ટમ દ્ધારા ઉપર–નીચે કરી શકાય છે. આ હળની કોશ ઊંચી ગુણવત્તાવાળા કાર્બન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે, જયારે હળનાં બીજા ભાગો કાસ્ટ આર્યન અથવા પોલાદમાંથી બનાવવામાં આવે છે. હળનાં અસરકારક ઉપયોગ માટે વધારાનાં જોડાણોની વ્યવસ્થા હોય છે. આ હળને ખાસ વ્યવસ્થા વડે બેમાંથી ત્રણ ચાસવાળો કે ત્રણમાંથી ચાર ચાસવાળો બનાવી શકાય છે.
ર) ટ્રેકટર સંચાલિત ડિસ્ક હળ :
સામાન્ય રીતે ૧પ સે.મી. સુધીની ઊંડી ખેડ કરવા આ સાધનનો ઉપયોગ થાય છે. આ સાધનથી ચીકણી, કઠણ, સૂકી તેમજ ઝાંખરાવાળી જમીન સારી રીતે ખેડાય છે. આ સાધનમાં તેની ધારદાર તાવડીઓ (ડિસ્ક) ગોળ–ગોળ ફરવાથી જમીનમાં ઊંડે સુધી ખેડ કરવામાં મદદરૂપ થાય છે. આ તાવડીઓ ઉપર ચોંટતી માટી દૂર કરવા ખાસ સ્કેપર બેસાડેલું હોય છે.
ડિસ્ક હળ વધારે વજન ક્ષમતા ધરાવતી નળાકાર ફ્રેમનું બનેલું હોવાથી જમીનમાં ઊંડી ખેડ વખતે હળ ઉપર પડતા બળનો પ્રતિકાર કરી શકે છે. આ હળમાં ડિસ્કના ઢાળમાં વધારો–ઘટાડો કરી શકાય છે, તેમજ ટેન્શન સ્પિં્રગ પર લાગતી તાણને વધ–ઘટ કરવાથી ખેડની ઊંડાઈમાં વધ–ઘટ કરી શકાય છે.
(3) ડિસ્ક હેરો :
આ સાધન પ્રાથમિક ખેડ તેમજ વાવણી લાયક જમીન બનાવવા માટેની ખેડ બંનેમાં ઉપયોગી છે. આ સાધનમાં ડિસ્ક બેસાડેલી બે થી ચાર ધરીઓ (ગેંગ) હોય છે. આ ધરીઓનો ખૂણો (દિશા) બદલી શકાય તેવો હોય છે. આ સાધન ટ્રેકટર પાછળ 'ડ્રો બાર'થી જોડવામાં આવે છે. ખેડની ઊંડાઈ અને બે ચાસ વચ્ચેની પહોળાઈ, ગેંગ એંગલ અને ડિસ્ક એંગલ અને ડિસ્ક હેરો પર વધારાનું વજન મૂકીને વધારી–ઘટાડી શકાય છે. આ સાધનમાં તેની ડિસ્ક કાર્બન હીટ ટીટેડ સ્ટીલમાંથી બનાવેલી હોય છે.
(4) ઓફસેટ ડિસ્ક હેરો :
આ સાધનનો ઉપયોગ પ્રાથમિક ખેડ તેમજ વાવણી પહેલા જમીનમાં નિકળેલા ઢેફા ભાંગવા અને માટીને પોચી બનાવવામાં ખાસ થાય છે. ટ્રેકટર પાછળ 'થ્રી પોઈન્ટ લિન્કેજ' થી જોડાય છે તથા ટ્રેકટરની હાઈડ્રોલિક સીસ્ટમ વડે આ સાધન ઉપર નીચે થઈ શકે છે. ખેડની ઉંડાઈમાં હાઈડ્રોલિક સીસ્ટમથી વધારો–ઘટાડો કરી શકાય છે. આ સાધનની ડિસ્ક હીટ ટ્રીટેડ હાઈકાર્બન સ્ટીલમાંથી બનાવેલી હોય છે, જેને બે જુદી જુદી ધરી ઉપર બેસાડેલી હોય છે. ડિસ્કનો વ્યાસ ૪પ થી ૬૦ સે.મી. જેટલો હોય છે. ખેડાણની જરૂરિયાત મુજબ હેરોની પાછળની ધરીની દિશા ડાબી કે જમણી બાજુ ફેરવી શકાય છે.
(5) રીવર્સીબલ એમ.બી. પ્લાઉ :
દરેક પ્રકારની જમીન તેમજ ખુબ જ કઠણ જમીનમાં ઊંડે સુધી ખેડ કરી, તેના ઢેફા ભાંગી, માટીને ઉપર નીચે કરી એટલે કે મિકસ કરવાનું કાર્ય આ પ્રકારનાં પ્લાઉ વડે થાય છે. સામાન્ય રીતે ૩પ થી ૯પ હો.પા. સુધીનાં ટ્રેકટર ધ્વારા આ સાધનને પાછળ જોડી ચલાવી શકાય છે. બજારમાં આ પ્રકારનાં તેમજ અન્ય ડિસ્ક સાથેનાં વિવિધ સાઈઝમાં આવા પ્લાઉ ઉપલબ્ધ છે. પ્લાઉની કાર્ય લંબાઈ, તેની પ્લેટો વચ્ચેનું અંતર તથા તેનું વજન પણ ઉપલબ્ધ સાઈઝ ઉપર આધાર રાખે છે.
(6) પડલર :
ડાંગરના ધરૂની રોપણી માટે પડલિંગ કરી કયારીઓ તૈયાર કરવા આ સાધન વપરાય છે. ડાંગરની રોપણી માટે પાણી ભર્યા પછી ખેતરને તૈયાર કરવા માટે પડલરને ત્રણથી ચાર વખત ફેરવવું જોઈએ. આ સાધન વાપરતી વખતે ટ્રેકટરમાં પાછળનાં વ્હીલથી બાજુમાં લોખંડના કેઈઝ વ્હીલ બેસાડવામાં આવે છે. જેથી ટ્રેકટર પાણી ભરેલ કયારીઓમાં ખૂંપી જતું અટકે છે. આ સાધન ટ્રેકટરની 'થ્રી પોઈન્ટ લિન્કેજ' દ્ધારા જોડાયેલું હોય છે. ટ્રેકટરની હાઈડ્રોલિક સીસ્ટમથી આ સાધનને ઉંચુ–નીચું કરી શકાય છે. ટ્રેકટર ચાલે ત્યારે પડલરની બ્લેડ ગોળ ગોળ ફરી જમીનને પોચી બનાવવાનું કાર્ય કરે છે.
(૭) પોસ્ટહોલ ડિગર :
આ સાધના મદદથી ખૂબ જ ઓછા સમયમાં જુદી જુદી સાઈઝનાં જરૂરી ઊંડાઈના ખાડા ખોદી શકાય છે. ટ્રેકટર સંચાલિત આ પોસ્ટ હોલ ડિગર દ્ધારા ફળઝાડ વાવવા માટે તેમજ ટેલિફોન, વિજળી ફેન્સીંગ વગેરેનાં થાંભલા ઉભા કરવા માટે ખાડા તૈયાર કરી શકાય છે. આ સાધનથી એક કલાકમાં આશરે ૭૦ જેટલા ખાડા ખોદી શકાય છે. હાથથી ખાડા ખોદવાની સરખામણીમાં આ સાધનથી ખાડા ખોદવાનો ખર્ચ લગભગ અર્ધાથી પણ ઓછો આવે છે. આ સાધન ટ્રેકટરના પી.ટી.ઓ. શાફટ દ્ધારા ગીયરબોક્ષ મારફત શકિત મેળવે છે.
(૮) કળિયું (બ્લેડ હેરો) :
ટ્રેકટર સંચાલિત આ સાધનનો ઉપયોગ જમીનને ભરભરી કરી પાહ તૈયાર કરવા માટે થાય છે. આ પાહ જમીનના ધડા ઉપર આવરણનું કામ કરે છે, જેથી ધડામાં સંગ્રહાયેલ ભેજ બાષ્પીભવન દ્ધારા ઉડી જતો અટકે છે અને ધડામાં લાંબા સમય સુધી ભેજ જળવાઈ રહે છે. આ ઉપરાંત આંતરખેડ કરવા માટે પણ ઉપયોગી આ સાધન છે. આ સાધનમાં લોખંડની સળંગ રાંપ દાઢા વડે મુખ્ય ફ્રેમ સાથે ફીટ કરેલ હોય છે. સાધનમાં જરૂરી એડજસ્ટમેન્ટ કરી આંતરખેડ જરૂરિયાત પ્રમાણે કરી શકાય છે.
(૯)કપાસની સાંઠીઓ કાઢવા માટેનું ઓજાર (મોરપગુ) :
આ સાધનનો ઉપયોગ કપાસ જેવા પાકોની સાંઠીઓ કાઢવામાં થાય છે. કપાસના પાકની સાંઠીઓ સામાન્ય રીતે ચીપિયા વડે માનવશકિતથી ખેંચવામાં આવે છે, જેમાં ખૂબ જ સમય અને ખર્ચ પણ વધુ લાગતો હોય છે. ચીપિયાથી એક એક સાંઠીને પકડીને ખેંચવી પડે છે અને કયારેક સાંઠીઓ ચીપિયામાંથી લપસી જાય તો તેને કાઢવા ઘણી તકલીફ પડતી હોય છે. આથી ચીપિયા દ્ધારા માનવશ્રમથી કામ કરવામાં કામની ગુણવતા પણ જળવાતી નથી. આ મુશ્કેલીઓ નિવારવા આ સાધન કપાસ ઉગાડતા વિસ્તારો માટે ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. આ સાધન ટે્રકટર સંચાલિત છે. મોરના પગના આકારનું આ સાધન હોઈ તેને મોરપગુ કહે છે. બે બ્લેડ ત્રાંસી જોડીને તેની વચ્ચે એક અણીવાળી મજબૂત કાંસ ફીટ કરેલી હોય છે. આ સાધનને ટ્રેકટરના 'થ્રી પોઈન્ટ લિન્કેજ' સાથે જોડવાનું હોય છે. ટ્રેકટરની હાઈડ્રોલિક સીસ્ટમ વડે સાધનને ઊંચું નીચું કરી શકાય છે. આ સાધનથી જમીન 'અ' આકારમાં કપાતી હોવાથી એક પ્રકારની ખેડ પણ થાય છે. કપાસ જો એક જ લાઈનમાં હોય તો ઓછા સમયમાં અને ઓછા ખર્ચે વધુ સારી ગુણવત્તાવાળુ કામ જરૂરી ઊંડાઈએ કરી શકાય છે.
(૧૦) ટ્રેકટરની દાંતી સાથે જોડી શકાય તેવો વાવણીયો :
મગફળી, મકાઈ, ચણા, ઘઉં, જુવાર, બાજરો, મગ, અડદ, તલ વગેરે બિયારણો વાવવા માટેનું આ ઉપયોગી સાધન છે. આ ઓજારનાં ઉપયોગથી ખાલા અને ઘેરકા વગરનું એકસરખી ઊંડાઈએ જરૂરી દરે વાવેતર થઈ શકે છે. આ ઓજાર દ્ધારા વાવણી કરવાથી બિયારણનો બચાવ થાય છે અને ઉત્પાદન વધુ મળે છે. આ ઓજાર દ્ધારા એક દિવસમાં ૩ થી ૪.પ હેકટર જેટલા વિસ્તારમાં વાવણીનું કામ થઈ શકે છે. વાવણી ઓટોમેટિક થતી હોવાથી વાવણીનાં જાણકાર, નિષ્ણાંત વ્યકિતની જરૂર પડતી નથી.
(૧૧) લસણ પ્લાન્ટર :
લસણ તથા મકાઈ તેમ જ તેનાં જેવા અન્ય પાકોનો ચોકસાઈપૂર્વકના વાવેતર માટે આ પ્લાન્ટર ઉપયોગી થઈ શકે છે. આ પ્લાન્ટરને ૧પ હો.પા. થી વધુ હો.પા. ધરાવતા કોઈ પણ પ્રકારનાં ટ્રેકટર સાથે જોડી ચલાવી શકાય છે. પ્લાન્ટર મુખ્યત્વે એમ.એસ. પાઈપ, લોખંડ તેમજ ગેલ્વેનાઈઝડ સીસ્ટમમાંથી બનેલું હોય છે. પ થી ૯ હારમાં એકી સાથે પાકની વાવણી થતા ખુબ જ ઓછા સમયમાં વધુ વિસ્તારને આવરી શકે છે. પ્લાન્ટરની બીજ અને ખાતર ઊંચકવાની ક્ષમતા લગભગ ૭ કિ.ગ્રા. જેટલી તેમજ તેનું કુલ વજન અંદાજે ૧૮૦ કિ.ગ્રા. જેટલું હોય છે.
(૧૨) ટ્રેકટર સંચાલિત પ્લાન્ટર સાથેની સીડ–કમ–ફર્ટિલાઈઝર ડ્રિલ (વાવણીયો) :
પાકની વાવણી/રોપણીની પ્રક્રિયા બીજને જમીનમાં નિયત કરેલ ઊંડાઈએ મુકવાની તેમજ એકમ વિસ્તારની જમીનમાં યોગ્ય સંખ્યામાં તેમજ બે છોડ અને બે હાર વચ્ચેના અંતર પ્રમાણે બીજને જમીનમાં મુકવાનું કામ આ ઓજાર દ્ધારા થાય છે. બળદથી ચાલતો વાવણીયો મોટા ભાગે ત્રણ હાર સુધીનું અંતર રાખી શકે છે જયારે ટ્રેકટરથી ચાલતો આ વાવણીયો ૯ થી ૧૧ હાર સુધીનું અંતર એકી સાથે રાખી શકે છે. ટ્રેકટર સંચાલિત આ વાવણીયા દ્ધારા ઘઉં, મકાઈ, ડાંગર, મગફળી, ચણા, જવ જેવા પાકોની વાવણી કરી ઉત્પાદકતા વધારી શકાય છે. આ સાધનની અંદર વાવણી તેમજ રોપણી માટેની વ્યવસ્થા હોય છે. ઈન્ડેક્ષ પ્લેટ પર અંકિત આંક પ્રમાણે બીજ અને ખાતરનો પ્રમાણદર વધારી ઘટાડી શકાય છે. વાવણી વખતે બે છોડ તેમજ બે ચાર વચ્ચેનું અંતર જાળવવું જરૂરી છે. તે માટે આ સાધનમાં અલગ પ્લાન્ટર એટેચમેન્ટ પણ હોય છે. જુદા જુદા પાક માટે જુદી જુદી સીડ પ્લેટની ગોઠવણી હોય છે. બે છોડ વચ્ચેનું અંતર જુદા જુદા ગીયરના ઉપયોગ દ્ધારા વધારી/ઘટાડી શકાય છે. આ સાધનની કાર્યક્ષમતા લગભગ ૦.૪પ હેકટર/કલાકની છે તેમજ ૩૦ હો.પા.ના ટ્રેકટર દ્ધારા ચલાવી શકાય છે.
(૧૩) ન્યુમેટિક પ્રિસિજન વાવણીયો :
આ ટે્રકટર સંચાલિત વાવણીયો છે કે જેમાં નાના અથવા મોટા એક એક બીજને ખૂબ જ ચોકસાઈપૂર્વક જમીનમાં વાવવા માટે ઉપયોગી સાધન છે. આ સાધનમાં વાવણીયાની ફ્રેમ ઉપર પેટી જેવું ખાસ બોક્ષ ફીટ કરવામાં આવેલું હોય છે. આ બોક્ષમાં સીડ પ્લેટ ગોળ ગોળ ફરતી હોય છે, જે હવાના ખેંચાણ બળથી હોપરમાંના એક એક બીજને ખેંચી તેને પ્લેટના આપેલ ખાંચામાં જકડી રાખે છે અને જયારે બીજ સાથે ફરતી ફરતી પ્લેટ ચોકકસ જગ્યાએ આવે ત્યારે હવાનું ખેંચાણ બળ આપોઆપ મુકત થતું હોય છે જેથી તે બીજને છોડી દે છે. આમ થવાથી ચોકસાઈપૂર્વક એક એક બીજને યોગ્ય અંતરે વાવી શકાય છે. આ સાધનથી એક કલાકે અંદાજે અર્ધા હેકટર જેટલા વિસ્તારમાં વાવણીનું કાર્ય ખૂબજ ચોકસાઈ પૂવક કરી શકાય છે.
(૧૪) સ્વયં સંચાલિત રાઈસ ટ્રાન્સપ્લાન્ટર :
ડાંગરના ધરૂની રોપણી ઓછા સમયમાં અને ઓછા ખર્ચ કરવા સ્વયં સંચાલિત રાઈસ ટ્રાન્સપ્લાન્ટરનો ઉપયોગ થાય છે. આ સાધનથી એકી સાથે બે હારમાં રોપણીનું કામ થઈ શકે છે. આ સાધનથી બંને બાજુ પૈડાં સાથે તરાપાઓ (ફલોર) આપેલા હોય છે. ધરૂ સાથેની એક ટ્રેમાંથી યંત્ર ચાલતાની સાથે પ્લાન્ટીંગ આર્મ અને ફોર્ક મારફત ધરૂ રોપતા જાય છે. રોપણીની ક્રિયા ચાલુ બંધ કરવા હેન્ડલ સાથે જ પ્લાન્ટીંગ કલચ લીવર આપેલ હોય છે. આ સાધનની આગળના ભાગમાં પેટ્રોલ સંચાલિત એન્જીન મુકેલ હોય છે જે જરૂરી શકિત સાધનનાં ભાગોને પહોંચાડી સાધનને ચલાવે છે. આ સાધનનું અંદાજીત વજન ૬૦ કિ.ગ્રા. જેટલું હોય છે. કલાકમાં લગભગ ૦.૧ હેકટર એટલે કે ૧૦ કલાકે એક હેકટર જેટલા વિસ્તારમાં રોપણીનું કાર્ય આ સાધન દ્ધારા થઈ શકે છે. આ સાધન વાપરતી વખતે રોપણી પહેલાં કયારીમાં ૧ થી ર સે.મી. જેટલું પાણી ભરાઈ રહે તે જોવું ખાસ જરૂરી છે.
(૧૫) શેરડી રોપણી યંત્ર :
શેરડીના સાંઠાને ટુકડા કરી જરૂરી અંતરે રોપવા આ સાધનનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે શેરડીના વાવેતરમાં શેરડીનાં સાંઠાના ટુકડા કરી, તાજી ઓરાણ કરેલ જમીનમાં માણસ દ્ધારા શેરડીના દરેક ટુકડાને પગ દ્ધારા દબાવતા જઈ રોપવામાં આવે છે અથવા પ્રથમ કોરાણ જમીનમાં ચાસ ખોલી શેરડીના ટુકડા યોગ્ય અંતરે મૂકી ઓજાર અથવા અન્ય રીતે માટી ઢાંકી પછી પાણી મુકવામાં આવતું હોય છે. આ રીતે રોપાણ કરતા સમય અને શકિત ખૂબ જ વેડફાય છે જયારે આ સાધનથી ખૂબ જ ઓછા સમયમાં, ઓછા ખર્ચે વધુ વિસ્તારમાં શેરડીનું રોપાણ થઈ શકે છે. આ સાધન ટ્રેકટર દ્ધારા ચલાવી શકાય છે. આ સાધન ફ્રેમ, બે ફરો ઓપનર, બે સીડ મીટરીંગ સંરચના, એક સીડ કંટેઈનર, એક ખાતર આપવાનું બોક્ષ, એક રસાયણ બોક્ષ, સાધન ચલાવનારની બે સીટ અને ગ્રાઉન્ડ વ્હીલ સાથે જોડેલ ચેઈન–ચકકરનું બનેલું છે. ફરો ઓપનરથી ચાસ ખુલતા જઈ એમાં શેરડીના ટુકડા સીડ મીટરીંગ ડીવાઈસથી રસાયણ સારવાર સાથે જરૂરી અંતરે રોપાતાં જઈ પાછળથી ઢંકાતા જઈ દબાતા જાય છે. ખાતર પણ સાથે જ અપાતું જતું હોય છે. બે હારવાળા આ સાધનથી અંદાજે ૧.પ હેકટર/દિવસ જેટલાં વિસ્તારમાં શેરડીનું રોપાણ કાર્ય થઈ શકે છે.
(૧૬) પાવર ટિલર :
આ યંત્ર બાગાયતી ખેતી, દ્રાક્ષનાં બગીચામાં તથા શાકભાજીની ખેતી માટે ખાસ ઉપયોગી છે. આ સાધનની મદદથી જમીનમાં ૧પ સે.મી. સુધી ઊંડાઈની ખેડ કરી શકાય છે. આ સાધન ઉપરોકત પાકો તથા કપાસ, તુવેર, દિવેલા, શેરડી, કેળ, તમાકુ વગેરે જેવા પાકોની આંતરખેડ માટે ઉત્તમ છે. આ સાધનમાં જમીનની ખેડની પહોળાઈ ૩૦ થી ૭પ સે.મી. સુધી વધ–ઘટ કરી શકાય છે. આ સાધન ચલાવતી વખતે માણસની ઊંચાઈ પ્રમાણે ઊંચુ–નીચું કરી શકાય છે. આ સાધનમાં ૭.પ થી ૧ર.પ હો.પા.નું ડીઝલ એન્જીન ફીટ કરવામાં આવેલ હોય છે. આ સાધનથી અંદાજે ર એકર/દિવસ (૮ કલાક) જેટલું કાર્ય થઈ શકે છે.
આ યંત્રને રસ્તા પર ચલાવવા માટે ત્રીજું પૈડું ફીટ કરી શકાય છે. તેમજ તેની સાથે કલ્ટિવેટર, પ્લાઉ, સીડ ડ્રિલ વગેરે જોડી શકાય છે. આ ઉપરાંત આ યંત્રથી ૧ર.પ સે.મી. સુધીનો વોટરપંપ, થ્રેસર, ઘંટી, જનરેટર, જંતુનાશક દવા છાંટવાના પંપ વગેરે ચલાવી શકાય છે. આ યંત્રની પાછળ ટ્રોલી જોડવાથી દોઢ ટન સુધીનો માલ પણ વહન કરી શકે છે.
(૧૭) ટ્રેકટર સંચાલિત બટાટા પ્લાન્ટર :
બટાટાની રોપણી સમય માંગી લેતી અને વધુ પડતા ખર્ચવાળી છે. જે માનવશ્રમ દ્ધારા તથા બળદથી ચલાવી શકાતા બટાટા પ્લાન્ટર દ્ધારા થઈ શકે છે. પરંતુ વધુ વિસ્તારમાં અને ઓછા સમયમાં તેની રોપણી કરવી હોય તો ટ્રેકટર સંચાલિત બટાટા પ્લાન્ટરનો ઉપયોગ કરી શકાય છે.
આ ઓજાર ટ્રેકટર સંચાલિત તથા ફ્રેમ, સીડ મીટરીંગ સંરચના, સીડ બોક્ષ, ફરો ઓપનર અને ઓરનારની સીટનું બનેલું હોય છે. સીડ મીટરીંગ સંરચના દ્ધારા સીડ બોક્ષમાં રહેલ બીજ ચોકકસ સમયે ફરો ઓપનર થકી પડતા રહે છે જેથી જરૂરી અંતરે રોપાતા જાય છે. બે હારવાળા આ સાધનથી એક દિવસમાં લગભગ ૧.પ હેકટર જેટલા વિસ્તારમાં બટાટાની રોપણી થઈ શકે છે.
(૧૮) ટ્રેકટર સંચાલિત બટાટા ખોદવાનું સાધન (પોટેટો ડિગર) :
બટાટા જમીનમાંથી ખોદી કાઢવા માટે આપણે આગળ જોયું તેમ માનવશ્રમથી તથા બળદથી ચાલતા ઓજારનો ઉપયોગ થાય છે, પરંતુ આ રીતે બટાટા કાઢવામાં સમય અને વધુ ખર્ચ આવતો હોય છે તેમજ બટાટાને નુકશાન થાય છે. આવી મુશ્કેલીઓ દૂર કરવા ટ્રેકટર સંચાલિત પોટેટો ડિગરનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઓજાર બટાટા જમીનમાંથી ખોદી કાઢી અલગ કરવાનું કાર્ય કરે છે. ટ્રેકટર સંચાલિત તેમજ પી.ટી.ઓ. શાફટ દ્ધારા શકિત મેળવી આ ઓજાર ચલાવાય છે. આ ઓજાર ફ્રેમ, ખોદાણ બ્લેડ, ધ્રુજારી આપતું કન્વેયર અને શકિત રૂપાંતરણ યુનિટ જેવા ભાગોનું બનેલું છે. આ ઓજારનાં ઉપયોગથી બટાટા કાઢવાનો ખર્ચ એકમ વિસ્તાર દીઠ ઓછો આવે છે.
(૧૯) ટ્રેકટર સંચાલિત મગફળી કાઢવા માટેનું સાધન (ગ્રાઉન્ડનટ ડિગર) :
જમીનમાંથી મગફળી કાઢવા માટે આ સાધનનો ઉપયોગ થાય છે. હળવી જમીનમાં તે ખૂબ જ સારૂ કામ આપે છે. આ ઓજાર, રાંપ, રોલર, ફ્રેમ, કોલ્ટર વગેરે ભાગોનું બનેલું છે. ટ્રેકટર સાથે 'થ્રી પોઈન્ટ લિન્કેજ'થી જોડાયેલું હોય છે. હાઈડ્રોલિક દ્ધારા ઉપર નીચે કરી શકાય છે. આ સાધનમાં રાંપ તેમજ કોલ્ટર વગેરેની ઊંડાઈને વધ–ઘટ કરી શકાય છે. રાંપથી મગફળી કપાઈ જઈ રોલર નીચે દબાતી જાય છે, જેથી પાછળ ઢસડાતી નથી. આ સાધનની મદદથી એક દિવસમાં લગભગ ૩ થી ૩.પ હેકટર જેટલી જમીનમાંથી મગફળી કાઢી શકાય છે.
(ર૦) ટે્રકટર માઉન્ટેડ સ્પ્રેયર :
જંતુનાશક દવા તેમજ પ્રવાહી રાસાયણિક ખાતરના ઝડપી અને અસરકારક છંટકાવ માટે ટ્રેકટર પાછળ લગાવેલ સ્પ્રેયર ખૂબ જ ઉપયોગી બનેલ છે. આ સ્પ્રેયરમાં ટ્રેકટર પાછળ લગભગ ૪૦૦ લિટરની ક્ષમતાવાળા ફાયબર ગ્લાસની ટાંકી, સ્પ્રેબુમ, પંપ વગેરે આપેલ હોય છે. સ્પ્રેબુમ ૧પ થી ર૦ મીટર લંબાઈની હોય છે અને તેને ૩.પ મીટર જેટલી ઊંચી–નીચી કરવા માટે એક ચેઈન પુલી બ્લોક આપવામાં આવેલી હોય છે, જેથી પાકની ઊંચાઈ વધતા તે મુજબ જરૂરી ઊંચાઈએ સ્પ્રેબુમને ફીટ કરી શકાય. આ સાધન ચલાવવા માટેની જગ્યા છોડી દેવી જોઈએ જેથી પાકને નુકશાન ન થાય. આ સ્પ્રેયરનાં પંપ દ્ધારા ર૮ કિ.ગ્રા. ચો.સે.મી. જેટલું ઊંચું દબાણ પેદા કરી શકાય છે. જે ટ્રીપ્લેક્ષ પ્રકારનો પંપ હોય છે. સાધનનાં અન્ય ભાગોમાં સ્પ્રેબુમ પર લગાવેલ નોઝલો, પ્રેસર કંટ્રોલર, બાયપાસ વાલ્વ, કંટ્રોલ વાલ્વ, ફલ્યુડ રીટર્ન પાઈપ અને ટાંકીમાંની દવાને હલાવવા માટે એજીટેટર આપવામાં આવેલ હોય છે. આ સાધનની મદદથી પ્રતિ કલાકે અંદાજે ર હેકટર જેટલા વિસ્તારમાં જંતુનાશક દવા છાંટવાનું કાર્ય થઈ શકે છે.
(ર૧) પેડી કટર :
ડાંગર ઉપરાંત ઘઉં, શેરડી અને અન્ય ઘાસનાં પાકોને યોગ્ય રીતે કાપવા આ યંત્ર ઉપયોગી છે. બે હેન્ડલવાળા આ સાધનમાં ર હો.પા.નું નાનું પેટ્રોલ સંચાલિત એન્જીન આવેલું હોય છે. કલચ અને ગીયર ધ્વારા તેનો મુખ્ય શાફટ ડ્રાઈવ થતા તેમજ તેનું કટર સાથે જોગણ હોવાથી કટરની બ્લેડને જરૂરી સ્પીડમાં ફેરવે છે.બ્લેડનાં ખાચામાં ઊભો પાક આવતા સામેના ભાગ સાથે ભીંસમાં આવતા તેની કાપણી થતી હોય છે. આ પ્રકારનાં કટરની મુખ્ય પાઈપની લંબાઈ અંદાજે ૧.પ મીટર તથા તેનું અંદાજીત વજન લગભગ ૪.પ કિ.ગ્રા. જેટલું હોય છે.
(ર૨) સ્વયં સંચાલિત રીપર :
કાપણી જેવું મહત્વનું કાર્ય બધા જ ખેડૂતોને લગભગ એક સાથે કરવાનું થતું હોવાથી મજૂરોની ખેંચ વર્તાય છે અને મજૂરોને વેતન પણ વધારે ચૂકવવું પડતું હોય છે. વળી પાકની સમયસર કાપણી ન થવાથી અનાજનો બગાડ થતો હોય છે. આવી મુશકેલીઓ દૂર કરવા ડાંગર, ઘઉં, બાજરી, સોયાબીન જેવા પાકોની કાપણી કરવા માટે સ્વયં સંચાલિત રીપર ખૂબ જ ઉપયોગી છે.
આ ઓજાર બે ભાગનું બનેલું હોય છે. જેમાં આગળના ભાગને 'કટરબાર' કહે છે. આ ભાગમાં કાપવાની બ્લેડ, ડિવાઈડર, સ્ટાર વ્હીલ નીચેની સ્પ્રિંગો, લગ સાથેના બે પટૃા તથા પુલીનો સમાવેશ થાય છે. બીજા ભાગને 'ટીલર' તરીકે ઓળખવામાં આવે છે, જેમાં મશીન, પૈડાં, હેન્ડલ, કલચ, સાંકળ સાથેના દાંતાચક્ર, બેરીંગ, એકસીલેટર વગેરેનો સમાવેશ થાય છે. આ સાધનને પાછળ ચાલીને ચલાવી શકાય છે. આ સાધનમાં પ હો.પા.નું ડીઝલ એન્જિન કે કેરોસીનથી ચાલતું (પેટ્રોલ સ્ટાર્ટ) એન્જીન વપરાય છે. પાકની કાપણી લગભગ ૧ મીટર પહોળાઈના પટૃામાં થતી જાય છે. આ સાધનની મદદથી દિવસ દરમ્યાન અંદાજે ૧.પ થી ર હેકટર સુધીના વિસ્તારમાંના પાકની કાપણી થઈ શકે છે. સાધન વજનમાં હળવું હોઈ ડાંગર વગેરે પાકોની ભેજવાળી જમીનમાં તેમજ નાના નાના ખેતરોમાં પાકની કાપણી કરવા ખાસ ઉપયોગી છે.
(ર૩) મકાઈ થ્રેસર :
મકાઈના ડોડામાંથી તેનાં દાણા કાઢવા ટ્રેકટર સંચાલિત મકાઈ થ્રેસરનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારનાં થ્રેસર સામાન્ય રીતે ૧૦ હો.પા. કે તેનાથી ઉપરની ક્ષમતા ધરાવતા ટ્રેકટર સાથે તેનાં પાવર ટેઈક ઓફ શાફટ ધ્વારા જોડી ચલાવી શકાય છે. આ યંત્ર ધ્વારા મકાઈ ઉપરાંત અન્ય પાકોનું પણ થે્રસિંગ થઈ શકે છે, જેમ કે એરંડા, રાઈ અને અન્ય ધાન્યપાકો. આ માટે પાક મુજબ તેની અંદરની જાળી તેમજ થે્રસીંગ ડ્રમની અંદરનો ગાળો વગેરેની ગોઠવણ કરવી પડતી હોય છે. આવા મશીનનું વજન લગભગ ૩પ૦ કિ.ગ્રા. જેટલું હોય છે.
(૨૪) ડાંગર ઝૂડવાનું થ્રેસર (પેડી થ્રેસર) :
ડાંગરમાંથી તેના દાણા છૂટા પાડવા માનવશ્રમ ઉપરાંત આગળ જોયું તેમ પગ સંચાલિત પેડી થ્રેસરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ પગ સંચાલિત પેટી થ્રેસરમાં ઈલેકટ્રીક મોટર વગેરે ગોઠવી તેમાં જરૂરી સુધારા–વધારા કરી તેના દ્ધારા પણ ડાંગર ઝુંડવાનું કાર્ય થતું હોય છે. પરંતુ આવા સાધનોમાં ઉપયોગ વખતે ડાંગરના પૂળાને પકડી રાખવો પડતો હોય છે. આવી મુશ્કેલીઓ દૂર કરવા તેમજ ઓછા સમયમાં ડાંગરનું થ્રેસીંગ કરવા આ સાધનનો ઉપયોગ થાય છે. આ થ્રેસર ૩.પ હો.પા.ના એન્જિન કે થ્રી ફેજ ઈલેકટ્રીક મોટર વડે ચલાવી શકાય છે. થ્રેસરમાં ડાંગરના પૂળા પકડાઈ, ઝૂડાઈને બહાર આપોઆપ એવા ને એવા નીકળે છે. જેથી તેનો ઉપયોગ પશુઓના ચારા તરીકે કરી શકાય છે. આ થ્રેસરમાં સૂકા લીલા–ભીના કે રોગવાળા પૂળાની પણ ડાંગર કાઢી શકાય છે. ડાંગર સાફ અને ચોખ્ખી નીકળે છે જેને ઉપણવી પડતી નથી. મજૂરથી ઝૂડેલ પૂળામાં ડાંગર રહી જતી હોય છે, જે આ થ્રેસરથી ઝૂડેલ ડાંગર પુળીયામાં રહેતી નથી. આ થ્રેસરથી ૧ વિઘાની ડાંગર કાઢતા લગભગ ૧.પ કલાક જેવો સમય લાગે છે. આ યંત્ર ધ્વારા ઝડપથી કાર્ય થતું હોય મજૂરીની બચત થાય છે.
(૨૫) કમ્બાઈન હાર્વેસ્ટર :
ઘઉં, ડાંગર જેવા પાકોની એકી સાથે કાપણી તથા લણણી કરવા તેમજ મસળવા આ સાધનનો ઉપયોગ થાય છે. ખૂબ જ ઓછા સમયમાં તબકકાવાર પાકને કાપી, મસળી, ઉપણી પાક તૈયાર કરે છે. પ્રતિકૂળ હવામાન વખતે ખૂબ જ ઓછા સમયમાં પાકને આ સાધનના ઉપયોગથી મેળવી લઈ નુકશાન થતું અટકાવી શકાય છે. સ્વયં સંચાલિત તેમજ ટ્રેકટર સંચાલિત કમ્બાઈન હાર્વેસ્ટર હાલ બજારમાં ઉપલબ્ધ છે. ટ્રેકટર સંચાલિત કમ્બાઈન હાર્વેસ્ટરમાં કટરબાર બ્લેડની લંબાઈ અંદાજે ૧.પ થી ૩.૩ર મીટર સુધીની જરૂરિયાત પ્રમાણે રાખી શકાય છે. આ ઓજારને ચલાવવા ૪પ હો.પા. થી ૮૦ હો.પા. ટ્રેકટરની જરૂર પડે છે. આ સાધનથી ઘઉં પાકમાં એક કલાકમાં અંદાજે ૧.પ થી ર એકર તથા ડાંગર પાકમાં ૧ કલાકમાં ર થી ર.પ એકર જેટલા વિસ્તારની કાપણી થઈ દાણા છૂટા પાડવા, સાફસૂફી વગેરે થઈ પાકના દાણા તૈયાર થઈ જાય છે.
(૨૬) પાવર ટિલર માટેનું ટુલ કેરીયર :
આજના સમયમાં ખેતરનાં ટુકડા થતા નાના સીમાંત ખેડૂતોને ખેતકાર્ય કરવા મોટા સાધનો કરતા પાવર ટિલર રાખવું પોષાય તેમ છે.પાવર ટિલરથી ખેતી કરવામાં ચલાવનારે તેની પાછળ પાછળ ચાલવું પડે છે, તેમજ અન્ય ખેતી કાર્ય માટેના ઓજારો પાવર ટિલરથી ચલાવવા મુશ્કેલી પડતી હોય છે. જેના નિવારણરૂપે પાવર ટિલરથી ખેતી કાર્ય કરવા માટે તેની સાથે ઓજારો જોડવા માટેનું ટુલ કેરીયર વિકસાવવામાં આવેલ છે. આ સાધનને પાવરટિલરની પાછળ જોડવામાં આવે છે. ખેતકાર્યો પ્રમાણે વિવિધ ઓજારો આ ટુલ કેરીયર સાથે પાછળ જોડી શકાય છે. આ સાધનની સીટ ઉપર બેસીને પાવર ટિલર અને ઓજારને કંન્ટ્રોલ કરી શકાય છે અને બ્રેક પણ લગાવી શકાય છે. પાવર ટિલર અને આ ટુલ કેરીયર દ્ધારા એક દિવસમાં ર થી પ હેકટર જેટલા વિસ્તારમાં ખેડકાર્ય થઈ શકે છે.
(૨૭) ટ્રેકટર હાઈડ્રોલિક ટ્રોલી :
ટ્રેકટર ટ્રેલર દ્ધારા ખેતીના અગત્યના કાર્યો થતા હોય છે, જેમ કે બિયારણ, ખાતર, પાક, ભૂંસુ, માટી ફેરવવી, બંધ પાળા માટે પથ્થર લાવવા, સેન્દ્રિય ખાતર જમીનમાં આપવું જેવા હેરફેરના કાર્યો ટે્રલર દ્ધારા થતાં હોય છે. આ હેરફેર દરમ્યાન માલસામાનને ટ્રેલરમાંથી ઉતારવા ખૂબ જ મહેનત તથા વધુ મજૂરની જરૂર પડતી હોય છે. આવી મુશ્કેલી નિવારવા ટે્રકટર સંચાલિત હાઈડ્રોલિક ટ્રોલીનો ઉપયોગ કરવામાં આવે છે. આ હાઈડ્રોલિક ટ્રોલીને ટે્રકટરની હાઈડ્રોલિક સીસ્ટમ ચલાવી ઊંચી નીચી કરી શકાય છે. ટ્રેલરનાં નીચેના ભાગે સીલિન્ડર બેસાડવામાં આવેલ હોય છેે. જેને ટ્રેકટરની હાઈડ્રોલિક જરૂરિયાત મુજબ ઊંચી નીચી કરાતી શકાતી હોઈ ભરતી વખતે કે વજન ઉતારતી વખતે કોઈ મુશ્કેલી પડતી નથી. નાના કદની ટ્રોલીને ખેતરમાં સેન્દ્રિય ખાતર વગેરે ચાસમાં ઓરવા ચાલુ ટ્રેકટરે ઊંચી–નીચી કરી શકાય છે.
(૨૮) ઝાડ કાપવાનું મશીન :
શેઢા પાળા ઉપરના વૃક્ષો, ફળઝાડ તેમજ અન્ય રીતે ઉછરેલા ઝાડ કાપવાની કામગીરી સામાન્ય રીતે મજૂરો દ્ધારા હાથ ઓજારો વડે થતી હોય છે. આ રીતે ઝાડ કાપવામાં સમય વધારે જાય છે, તેમજ મજૂરી ખર્ચ પણ વધે છે અને સાથોસાથ ઈમારતી ઝાડની કાપણી બરાબર ન થવાથી તેની ગુણવતા જળવાતી નથી. આવી મુશ્કેલીઓ નિવારવા ઝાડ કાપવાના મશીનનો ઉપયોગ થાય છે. આ સાધનની મદદથી ૧પ સે.મી. ગોળાઈના થડવાળા ઝાડ સરળતાથી કપાય છે. આ સાધનની આગળના ભાગે ગોળ ફરતી બ્લેડ આપેલ હોય છે જે ઝાડના થડ સાથે સંપર્ક કરતાં કાપે છે. આ સાધન ચલાવવા ૬ થી ૭.પ કિલોવોટ શકિતના પાવર ટિલરની જરૂર પડે છે. એક કલાકની અંદર ૩૦ થી ૪૦ ઝાડ આ સાધનની મદદથી કપાઈ શકે છે.
(૨૯) યાંત્રિક શકિત સંચાલિત ચાફકટર :
આ પ્રકારના ચાફકટર વડે ઝડપથી તેમજ મોટા જથ્થામાં ઘાસના ટુકડા કરી શકાય છે. પાંજરાપોળ જેવી સંસ્થાઓ, તબેલા વગેરેમાં પશુઓને ચારા માટે ઘાસનાં ટુકડા કરી નિરવા તેમજ સાઈલો બનાવવા જેવા કામમાં આ ચાફકટર ઝડપથી કામ આપતા હોઈ ખૂબ જ ઉપયોગી છે. નાના ચાફકટરને એક હો.પા.ની સિંગલ ફેઇઝ ઈલેકટ્રીક મોટરથી ચલાવી શકાય છે. આ ઉપરાંત ડીઝલ એન્જીન વડે પણ ચલાવી શકાય છે. યંત્રના ભાગોમાં હાઈ કાર્બન સ્ટીલમાંથી બનાવેલી બ્લેડ મુખ્ય હોય છે તથા ફરતા ભાગોમાં બોલ–બેરીંગ, બુશબેરીંગ વગેરેની ગોઠવણ હોય છે. જરૂરીયાત મુજબની સાઈઝનાં લીલા અથવા સૂકા ઘાસના ટુકડા કરી શકાય છે. નાના ચાફકટરથી કલાકે ૧પ૦ થી ૩૦૦ કિ.ગ્રા. અને મોટા ચાફકટરથી કલાકે ૧ થી ૩ ટન જેટલું સૂંકુ કે લીલુ ઘાસ કાપી શકાય છે.
(૩૦) અતિસૂક્ષ્મ બિંદુ સ્વરૂપે છંટકાવ માટેનો સ્પ્રેયર (અલ્ટ્રા લો વોલ્યુમ સ્પ્રેયર) :
આ સ્પ્રેયર નામ પ્રમાણે અતિ સૂક્ષ્મ કદના પ્રવાહી બિંદુઓના સ્વરૂપેે જંતુનાશકોના છંટકાવ માટે વપરાય છે જેથી દવાનો ખોટો વ્યય થતો અટકે છે. આ સાધનની રચનામાં ૬ વોલ્ટના જોડાણ કરેલ બેટરી સેલ કે ૬ વોલ્ટની બેટરીથી ચાલતી ઈલેકટ્રીક મોટર સાથે સ્ટેનલેસ સ્ટીલની ડિસ્ક આપેલ હોય છે. આવી ડિસ્કની સપાટી પર પરીઘ સુધી સળંગ ખાંચાઓ આવેલ હોય છે. જુદા જુદા ડિસ્ચાર્જવાળી સ્પીનિંગ ડિસ્કથી દવાનો દર વધુ કે ઓછો કરી શકાય છે. ડિસ્ક મિનિટના રપ મી.લી., પ૦ મિ.લિ., ૭પ મિ.લિ., વગેરે ક્ષમતાવાળી હોય છે, જે ૧૦ થી રપ૦ માઈક્રોન સાઈઝનાં બિંદુઓ ઉત્પન્ન કરી શકે છે. મિનિટના ર૦૦૦ થી ૯૦૦૦ જેટલા આંટા (આર.પી.એમ.) થી ફરતી સ્પીનિંગ ડિસ્કના (ગ્રુવ) ખાંચામાંથી કેન્દ્રત્યાગી બળ (સેન્ટ્રિફયુગલ ફોર્સ)થી પ્રવાહી દવાને છોડવામાં આવતા અતિસુક્ષ્મ કદનાં બિંદુઓમાં રૂપાંતરિત થાય છે અને પવનની મદદથી વિસ્તારમાં ફેલાય છંટકાવ થાય છે. આ સાધનમાં દવા ભરવા માટે એક મિશ્રણ હોલ્ડર ગોળ ડબી હોય છે, જે દવા છંટકાવ કરતી વખતે ઊંધી સ્થિતિમાં રહે છે. ગુરૂત્વાકર્ષણના બળથી દવા ટીપે ટીપે સ્પીંનિંગ ડીસ્ક પર પડે છે. આ આખા સાધનને એક હેન્ડલના છેડે લગાવેલ હોય છે. હેન્ડલની લંબાઈ ૧.ર થી ૧.૬ મીટર જેટલી હોય છે. આ સાધનથી દિવસમાં અંદાજે ૦.૩ થી ૦.૪ હેકટર જેટલા વિસ્તારમાં દવાનો છંટકાવ કરી શકાય છે.
(૩૧) નેપસેક પાવર સ્પ્રેયર કમ ડસ્ટર :
આ સાધન દ્ધારા ધાન્યપાકો તેમજ શાકભાજીના પાકની વાડીઓમાં જંતુનાશક દવા, પાઉડર તેમજ નીંદણનાશક દવાઓનો અસરકારક તેમજ કરકસરયુકત છંટકાવ કરી શકાય છે. આ સાધન ૧.રપ હો.પા. જેવા નાના પેટ્રોલ એન્જીનથી ચાલે છે અને સાધન સાથે જ જોડાયેલ હોય છે. સાધનને પટૃા દ્ધારા ખભા ઉપર ઊંચકીને એક માણસ દ્ધારા ચલાવી શકાય છે. સ્પ્રેયર ટાંકી, પાઉડરના છંટકાવ માટેનો હોઝ પાઈપ, દવા છંટકાવ માટેની ડિસ્ચાર્જ પાઈપ, હવાનું દબાણ અને પાઉડરનાં છંટકાવ માટેની ડિસ્ચાર્જ પાઈપ, હવાનું દબાણ અને પાઉડરનાં છંટકાવનાં દરનું નિયમન કરવા માટેનું રેગ્યુલેટર એના મુખ્ય ભાગો છે. જરૂર પડયે ઓછા પ્રવાહી દરવાળી નોઝલ પણ જોડી શકાય છે. સાધનનું વજન અંદાજે ૧ર.પ કિ.ગ્રા. જેટલું હોય છે. પાઉડરનાં છંટકાવ વખતે હવાનો દર ૭૬ મીટર/સેકન્ડ જેટલો હોય છે અને પાઉડર છંટકાવનો ઘેરાવો અંદાજે ૧૪ થી ૧૬ મીટર સુધીનો હોય છે જયારે પ્રવાહી છંટકાવનો ઘેરાવો અંદાજે ૮ થી ૧૦ મીટર જેટલો હોય છે.
(૩૨) લોડર એટેચમેન્ટ :
ખેતી કામો જેવા કે પાળા બનાવવા ડ્રેઈનેજ બનાવવી તેમજ અન્ય કૃષિ પેદાશોને ઉપાડીને ભરવા આ લોડર એટેચમેન્ટનો ઉપયોગ થાય છે. આ પ્રકારનાં એટેચમેન્ટને મધ્યમ કક્ષાનાં એટલે કે ૩૮ થી ૪પ હો.પા.ની ક્ષમતા ધરાવતા ટ્રેકટર સાથે સામાન્ય રીતે આગળના ભાગે લગાડવામાં આવે છે. આ સાથે ટ્રેકટરની પાછળ ટોલી અથવા અન્ય સાધનને પણ જોડી શકાય છે. આ લોડર એટેચમેન્ટની ઊંચાઈએ કામ કરવાની ક્ષમતા લગભગ ૩ મીટર જેટલી તેમજ એકી સાથે વજન ઊંચકવાની ક્ષમતા પ૦૦ કિ.ગ્રા. જેટલી હોય છે. આ એટેચમેન્ટને ટ્રેકટર ધ્વારા નીચેથી લઈને ઉપરમાં એટલે કે લોડીંગ અને તેવી જ રીતે અનલોડીંગ માટેનો સમય પણ ખુબ જ ઝડપી એટલે કે લગભગ અર્ધી મિનિટથી પણ ઓછો હોય છે.
(૩૩) ગાર્બેજ કેરીયર :
પાકની લલણી અને થે્રસિંગ કયા બાદ ખેતરમાં કચરાનો ઢગ થતો હોય છે. આવા તમામ પ્રકારનાં કચરાને અથવા તૈયાર થયેલ પાકનાં ઢગલાનો નિકાલ અથવા હેરફેર કરવા આ ર્ગોબજ કેરીઅર ખુબ જ ઉપયોગી થઈ પડે છે. આ પ્રકારનાં ગાર્બેજ કેરીયર વજનમાં હળવા તથા કોઈપણ પ્રકારનાં રપ હો.પા.થી વધુનાં ટ્રેકટર સાથે જોડી શકાય છે. આવા કેરીયર થકી એકી વખતની લોડીંગ ક્ષમતા લગભગ ૮૦૦ કિ.ગ્રા. જેટલી હોય છે.
(૩૪) પ્લાસ્ટિક મલ્ચ લાઈનિંગ મશીન :
બાગાયતી પાકોમાં ડ્રિપ ઈરિગેશન એટલે કે ટપક પિયત પધ્ધતિનો વ્યાપ વધતો જાય છે. પાણી બચાવતી આ પિયત પધ્ધતિમાં વધુ સમય સુધી જમીનમાં ભેજની જાળવણી કરવા હાલ પ્લાસ્ટિક મલ્ચિંગનો ઉપયોગ થઈ રહયો છે. આવા પ્લાસ્ટિક ચોકકસાઈ પૂર્વક અને ઝડપી રીતે જમીનમાં પાથરવા (મલ્ચ કરવા) આવા ટ્રેકટર સંચાલિત લાઈનિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. પ્લાસ્ટિક મલ્ચિંગ ઉપરાંત તેની સાથે જ ડ્રિપ ઈરિગેશનની પાઈપને પાથરી તેનાં ઉપર યોગ્ય જરૂરી અંતરે પાકનાં પ્રકાર તેમજ અંતર મુજબ કાણા પાડી શકવામાં આ મશીન ખુબજ ઉપયોગી થાય છે. પ્લાસ્ટિક મલ્ચ તથા ડ્રિપ ઈરિગેશનનો સુમેળ થતા ખાતર, પાણી વગેરેનો ખુબ જ બચાવ તેમજ તેનો અસરકારક ઉપયોગ થાય છે, તેમજ નીંદામણનો અને જમીનમાંથી જીવાતોનો ઘણે–ખરે અંશે નાશ થઈ પાકને રક્ષણ મળે છે. આ સાધનને મીની ટ્રેકટરના થ્રી પોઈન્ટ લિન્કેજ સાથે જોડી ચલાવી શકાય છે, જેથી યોગ્ય સાઈઝનાં પ્લાસ્ટિકને જમીન ઉપર પાથરી બંને બાજુથી દબાવી દેવાનું કાર્ય કરે છે.
(૩૫) બેલર :
ખેતી સાથે પશુપાલન સંકળાયેલ હોઈ, મોટા ભાગનાં ખેડૂતો પાકની કાપણી બાદ તેનાં પરાળ અથવા વેસ્ટનો સંગ્રહ કરી, પશુ આહાર તરીકે તેનો ઉપયોગ કરતા હોય છે. આ રીતે સંગ્રહ કરવાથી તેમાં જગ્યાની ખુબ જ મોટા પાયે જરૂરિયાત રહેતી હોય છે, તેમજ તેને હેરફેર કરવા માટે વહન ખર્ચ પણ વધુ આવતો હોય છે. આવા તૈયાર થયેલા અથવા પાકની કાપણી બાદનાં વેસ્ટને દબાવી, તેનાં વિવિધ સાઈઝનાં નળાકાર બ્લોક બનાવવાં આવાં બેલરનો ઉપયોગ થાય છે. જેથી ઓછા ખર્ચે વહન, તેમજ ઓછી જગ્યામાં એટલે કે ત્રીજા ભાગની જગ્યામાં તેનો સંગ્રહ કરી શકાય છે. આવા બેલરને ટ્રેકટર પાછળ જોડી સફળતાથી ઉપયોગમાં લઈ શકાય છે. બજારમાં વિવિધ સાઈઝનાં આવા બેલર ટ્રેકટરની ક્ષમતા પ્રમાણેનાં મળી રહે છે.
(૩૬) શ્રેડર :
કોઈપણ પાકની લણણી કાર્ય બાદ તે પાકનાં જડીયાન તેમજ છોડને ખેતરમાંથી દૂર કરી તેને યોગ્ય સાઈઝમાં એકઠાં કરવા અથવા ખેતરમાં જ તેનો ખાતર તરીકે ઉપયોગ કરવા આ શ્રેડરનો ઉપયોગ કરવામાં આવે છે. કપાસ, એરંડા, મકાઈ અને મરચી જેવા પાકોમાં આ સાધન ખુબ જ ઉપયોગી છે. આ સાધન થકી વેસ્ટ મટીરિયલ્સનો બેસ્ટ ઉપયોગ કરી શકાય છે. શ્રેડર દ્વારા થયેલ કચરામાંથી બાયો ફયુઅલ બ્રીકવીટસ, પેપર પલ્પ તેમજ પાર્ટિકલ બોર્ડ બનાવી શકાય છે, તેમજ જમીનમાં વેરાતા આવા કચરાથી/ભૂકાથી જમીનમાં ભેજ જળવાઈ રહે છે. આ ઉપરાંત જમીનમાં ખાતર તરીકેનું કાર્ય, સૂક્ષ્મજીવાણુંઓની પ્રક્રિયમાં સરળતા તથા જમીનનું બંધારણ સુધારવામાં આવો યોગ્ય સાઈઝનો શ્રેડર ધ્વારા તૈયાર થતો કચરો ઉપયોગી થાય છે. ટ્રેકટર પાછળ થ્રી પોઈન્ટ લિન્કેજથી સંચાલિત આ શ્રેડરને ૪૦ હો.પા. અથવા તેની ઉપરનાં ટ્રેકટર દ્વારા ચલાવી શકાય છે, તેમજ ટ્રેકટરની પાછળ ટ્રોલીને જોઈન્ટ કરી તેમાં શ્રેડ થયેલા કચરાને ભરી પણ શકાય છે. આવા શ્રેડરની લંબાઈ અંદાજે ર.૭ મીટર અને ઊંચાઈ લગભગ ૧.પ મીટર જેટલી તેમજ તેનું અંદાજીત વજન ૬૬૦ કિ.ગ્રા. જેટલું હોય છે. ટ્રેકટર સંચાલિત આ સાધનની કાર્યક્ષમતા પ્રતિ કલાકે એક એકર જેટલી હોય છે.
(૩૭) કપાસ વિણવાનું સાધન :
રોકડીયા ગણાતા કપાસ પાકમાં કપાસની સમયસરની વિણી ખુબજ અગત્યની હોય છે. હાલમાં મોટા ભાગની કપાસની વીણી હાથથી કરવામાં આવે છે. આવી રીતે સમય ઘણો જતો હોવાથી તેમજ સમયસર વિણી ન થતાં કયારેક અનિયમિત પવન અને વરસાદમાં તૈયાર થયેલ કપાસ પાકનો બગાડ થતો હોય છે.આવા કપાસ પાકની વિણી માટે બજારમાં પોર્ટબલ કોટન પીંકિંગ મશીન બજારમાં ઉપલબ્ધ છે, જે ૧ર વોલ્ટની બેટરી ચલાવી શકાય છે. સામાન્ય રીતે આવા સાધનનું વજન ખુબ જ ઓછુ એટલે કે લગભગ ૬૦૦ થી ૮૦૦ ગ્રામ જેટલું હોય છે.આ મશીનમાં પીકર, બેટરી ચાર્જર અને વિણાયેલ કપાસ માટેની બેગ મુખ્ય ભાગ હોય છે.
(૩૮) ફળો ઉતારવાનું હાઈડ્રોલીક સંચાલિત સાધન :
આ સાધનનો ઉપયોગ કેરી તેમજ અન્ય ફળોને ઉતારવા માટે કરવામાં આવે છે. મીની ટ્રેકટર સંચાલિત હાઈડ્રોલિક સીસ્ટમથી સાધનને ટ્રેકટરની ટ્રોલી ઉપર ફિટ કરવામાં આવેલ હોય છે. હાઈડ્રોલિક ધ્વારા તેની ઉપરના પ્લેટફોર્મને ઉપર–નીચે તેમજ અંદરની સાઈડે ઝાડની ઊંચાઈ મુજબ લઈ જઈ શકાય છે, જેથી આસાનીથી ફળ હાથથી અથવા વેડીથી કોઈપણ નુકશાન વગર ઉતારી શકાય છે. આ મશીન ઓપરેટ કરવા ટ્રેકટર ડ્રાઈવર તથા પાછળનાં પ્લેટફોર્મ ઉપર એક માણસની જરૂરીયાત રહે છે. બાગાયતી પાકોમાં બે ઝાડ વચ્ચેના અંતર તેમજ ઝાડની ઊંંચાઈને ધ્યાનમાં રાખી આ સાધન મીની ટ્રેકટર દ્વારા ચલાવી શકાય છે.
(૩૯) સોલાર ફોટોવોલ્ટેઈક પંપ :
પાક ઉત્પાદનમાં સિંચાઈ ખુબ જ અગત્યનું પાસું છે. સિંચાઈ જયારે કૂવા, બોરવેલ, નહેર અથવા તળાવ ધ્વારા દૂરદરાજનાં ગામોમાં કરવા માટે કે જયાં લાઈટની સગવડ ન હોય ત્યારે આવા સોલાર સંચાલિત ફોટોવોલ્ટેઈક પંપ આર્શીવાદ રૂપ સાબિત થાય છે. આવા મોનોબ્લોક પંપ સેટની ફોટોવોલ્ટેઈક પેનલ (સીસ્ટમ) બેસાડવામાં આવેલી હોય છે, જેના ઉપર સૂર્યના કિરણો પડતા સોલાર સેલ દ્વારા તેનું પાવરમાં રૂપાંતર કરી ડીસી કરન્ટ ઉત્પન્ન કરી પંપને ઓપરેટ કરે છે. આ ઉપરાંત પંપ ચાલુ ન હોય ત્યારે ઉત્પાદિત થયેલ પાવર સ્ટોરેજ પણ થઈ શકે છે. આ સીસ્ટમ થકી લગભગ ર હો.પા. સુધીની ડીસી મોનો બ્લોક સબમર્સિબલને ઈન્વર્ટર સાથે જોડી પંપ ચલાવી શકાય છે. આ પંપ દ્વારા અંદાજે ૬ મીટરનાં સકસન હેડ તથા ૧૦ મીટર સુધીનાં ડીલિવરી હેડ સુધી પાણી ખેંચીને બહાર કાઢી શકાય છે.
(૪૦) વોટર પંપિંગ વિન્ડ મિલ :
કૃષિ અને સંલગ્ન ઉપયોગ માટે પાણી બહાર કાઢવા આ પ્રકારની વિન્ડ મિલનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે ૧૮ બ્લેડ તેમજ તેનો ૩ મીટરનો વ્યાસ ધરાવતી, આ મિલની ઊંચાઈ ૧૦ મીટર જેટલી હોય છે. આ બ્લેડ સાથે રોટર–ગીયર સીસ્ટમ જોડાયેલ હોય છે અને તે વોટર પંપના રોડ સાથે જોડવામાં આવે છે. વિન્ડ મિલની બ્લેડ પવન દ્વારા ફરતાં તે ગીયર બોક્ષને શકિત આપે છે અને આ ગીયરબોક્ષ પપંના રોડને ઊંચેનીચે ફરી સકસન અને ડીલિવરી આપે છે, જેથી લગભગ ૩૦ મીટર સુધી ઊંડેના પાણીને બહાર કાઢી શકાય છે. સામાન્ય પરિસ્થિતિમાં આ વિન્ડ મિલની કાર્યક્ષમતા અંદાજે ૧૦૦૦ થી ૧ર૦૦ લિટર પ્રતિ કલાકે પાણી બહાર કાઢવાની હોય છે. વિન્ડ મિલ સામાન્ય રીતે ૪ થી ૧૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનમાં સારી રીતે ચાલી શકે છે. ઈલેકટ્રીક પાવરના ઉપયોગ વગર કૂવા, બોરવેલ તથા તળાવ વગેરેમાંથી પાણી લિફટ કરવા આ વિન્ડ મિલ દૂર દરાજના વિસ્તારોમાં ખુબ જ ઉપયોગી છે.
કૃષિ કાર્યોમાં ડીઝલ એન્જીન, તેમાં ઉદભવતી મુશ્કેલીઓ અને તેનું નિરાકરણ
આપણા રાજયમાં પિયતની સગવડો ખુબ જ મર્યાદિત છે. પિયતની સવગડો જે છે તેમાં નહેર અથવા કેનાલથી જે પિયત થાય છે, તેના કરતા લગભગ ચાર ગણું પિયત લિફટ ઈરિગેશન દ્વારા થાય છે. આવા વિસ્તારોમાં ખેડૂતો પોતાનાં ખર્ચે કૂવો, ટયુબવેલ વગેરે બનાવી ડીઝલ એન્જીન/ઈલેકટ્રીક મોટર મુકી પિયત માટેનું પાણી બહાર કાઢે છે. નહેર અથવા કેનાલથી થતા પિયત કરતાં લિફટ ઈરિગેશનથી થતું પિયત મોંઘુ પડે છે, કારણ કે ડીઝલ એન્જીન/મોટર વગેરેમાં વારંવાર નાની–મોટી અનેક સમસ્યાઓ ઉદ્દભવતી હોય છે અને તેને ચલાવવા ડીઝલ/ઈલેકટ્રીકસિટીનો ઉપયોગ થતો હોવાથી સરવાળે પાકોની નફાકારકતા ઘણી ઓછી રહે છે. આમ છતાં પિયતના સ્ત્રોત મર્યાદિત હોવાથી પાક લેવા આમ કરવું જરૂરી બને છે.
ડીઝલ એન્જીનથી લિફટ ધ્વારા પિયત પાણી આપવાનું થાય ત્યારે તેની સામાન્ય મુશ્કેલીઓ, મરામત અને યોગ્ય જાળવણી સમજવી ખાસ જરૂરી છે. સામાન્ય મુશ્કેલી અને તેની મરામતથી માહિતગાર હોઈએ તો રીપેરીંગનાં વધુ પડતા મોટા ખર્ચથી બચી શકાય છે અને સરવાળે જે તે પાકમાં પિયતના ખર્ચમાં ઘટાડો કરી શકાય છે. ડીઝલ એન્જીનનો ઉપયોગ થ્રેસર ચલાવવા જેવા અગત્યના કાર્યમાં પણ થાય છે. આમ ડીઝલ એન્જીન કષિ કાયોમાં એક અગત્યનું સાધન હોય તેના વિશેની સમજ ખૂબ જ જરૂરી છે.
ડીઝલ એન્જીન અને તેના બાહય ભાગોની ઓળખ :
ડીઝલ એન્જીનનો કાર્યસિધ્ધાંત :
આ એન્જીન ચાર સ્ટ્રોક સાયકલનાં સિધ્ધાંત મુજબ ચાલવાવાળુ કંપ્રેશર ઈગ્નીશન એન્જીન છે. ફલાય વ્હીલના બે ચકકરમાં પિસ્ટન ચાર સ્ટ્રોકમાં કામ કરે છે જેવા કે
(૧) કમ્પ્રેશન સ્ટ્રોક (૨) સકશન સ્ટ્રોક (૩) એક્ઝોસ્ટ સ્ટ્રોક (૪) પાવર સ્ટ્રોક
(૧) સકશન સ્ટ્રોક :
આ પ્રથમ સ્ટ્રોકમાં સકશન વાલ્વ ખુલ્લો રહે છે. એકઝોસ્ટ વાલ્વ બંધ રહે છે. પિસ્ટન સીલિન્ડર હેડથી નીચેની તરફ ગતિ કરતો હોય છે, જેથી તાજી હવા બહારથી ખેંચાય છે.
(ર) કંપ્રેશન સ્ટ્રોક :
આ બીજા સ્ટ્રોકમાં સકશન તેમજ એકઝોસ્ટ એમ બંને વાલ્વ બંધ થઈ જાય છે. પિસ્ટન સિલિન્ડર હેડ તરફ ઉપરની તરફ, ગતિ કરે છે, જેથી હવા વધુ દબાણથી કંપ્રેશ થઈ ગરમ થાય છે.
(૩) વર્કિગ અથવા પાવર સ્ટ્રોક :
આ ત્રીજા સ્ટ્રોકમાં બીજા સ્ટ્રોકમાં દબાવેલી ગરમ હવા સીલિન્ડરની કંબશન ચેમ્બરમાં ભેગી થાય છે. પિસ્ટન જયારે અંતિમ તબકકે ઉપર આવે છે ત્યારે ચેમ્બરમાં બેસાડેલ ઈંજેકટરમાંથી ક્રૂડ / ડીઝલનો ફુવારો છૂટે છે. દબાયેલી હવા અતિ ગરમ હોવાથી ફૂડ / ડીઝલને સળગાવે છે અને સળગેલી આ હવાનું કદ વધતા તે પિસ્ટન ઉપર જોરદાર દબાણ કરે છે, જેથી પિસ્ટન સિલિન્ડર હેડથી નીચે તરફ ફેંકાય છે. આમ ફૂડ / ડીઝલ શકિતનું યાંત્રિક શકિતમાં પરિવર્તન થાય છે. આ સ્ટ્રોકના અંતે એકઝોસ્ટ વાલ્વ ખુલી જાય છે. આ સ્ટ્રોક એન્જીનને ગતિમાં રાખવાની શકિત બક્ષે છે. આ સ્ટ્રોક ઉપર એન્જીનની તાકાતનો આધાર હોય છે.
(૪) એકઝોસ્ટ સ્ટ્રોક :
આ ચોથા સ્ટ્રોકમાં પિસ્ટન સીલિન્ડર હેડ (ઉપરની તરફ) ગતિ કરે છે અને એકઝોસ્ટ વાલ્વ ખુલ્લો રહે છે, જેથી સળગેલી હવા / ગેસ સીલિન્ડર હેડમાંથી બહાર ફંકાય છે. આવી રીતે ફલાય વ્હીલના બે આંટામાં પિસ્ટન ચાર સ્ટ્રોક પુરા કરે છે. ચોથા સ્ટ્રોકના અંતમાં પિસ્ટન હેડની પાસે જયારે પહોંચે છે ત્યારે એકઝોસ્ટ વાલ્વ બંધ થઈ જાય છે. આમ ઉપરની ચાર સ્ટ્રોકની ક્રિયા નિરંતર રહેવાથી એન્જીન ગતિમાં રહે છે.
ડીઝલ એન્જીનમાં મુખ્ય ભાગો અને તેની ઓળખ :
ડીઝલ એન્જીનને મુખ્યત્વે પાંચ ભાગમાં વહેંચી શકાય, જેવાં કે
(૧) સિલિન્ડર હેડ એસેમ્બલી વિભાગ અને તેના મુખ્ય ભાગો / પુર્જાઓની ઓળખ :
(૨) કેનક શાફ્ટ એસેમ્બલી વિભાગ અને તેના મુખ્ય ભાગો ની ઓળખ
(૩) ક્રેન્ક કેઈઝ એસેમ્બલી વિભાગ અને તેના મુખ્ય ભાગ તેમજ પૂર્જાઓ ની ઓળખ
(૪) કેમ શાફટ અને ગર્વનર એસેમ્બલી અને તેના મુખ્ય ભાગો / પુર્જાઓની ઓળખ :
(પ) બળતણ પંપ અને ફિલ્ટર એસેમ્બલી અને તેના મુખ્ય ભાગો / પુર્જાઓની ઓળખ :
ડીઝલ એન્જીનમાં ઉદભવતી મુશ્કેલીઓ અને તનું નિરાકરણ :
મુશ્કેલી–૧ : એન્જીન શરૂ થતુ ન હોય અથવા ઠીક ચાલતુ ન હોય..
કારણો અને ઉપાય :
(૧) જયારે કંપ્રેશન વાલ્વ ખુલ્લા હોય ત્યારે એન્જીન હાથથી સરળ રીતે ફરવું જોઈએ જો આમ ન થતું હોય તો.....
(ક) સારા ઉંજણ તેલનો ઉપયોગ થયો છે કે નહી ? ન થયો હોય તો સારૂ ઓઈલ વાપરવું.
(ખ) વાલ્વ લિફટર સરખી રીતે બેસાડેલ છે કે નહી ? તપાસ કરી વાલ્વ લિફટર સરખો બેસાડવો.
(ર) ઓટોમાઈઝર નોઝલથી ફુવારાનો અવાજ આવવો જોઈએ. જો આમ ન થતું હોય તો.....
(ક) ટાંકીમાં ફૂડ / ડીઝલ છે કે નહીં ? ન હોય તો ડીઝલ / ફુડ ભરવું.
(ખ) ડીઝલ પાઈપમાં હવા આવી ગઈ છે કે નહી ? હવા આવી ગઈ હોય તો દુર કરવી
(ગ) બળતણ ફિલ્ટરમાં કચરો ભરાયો છે કે નહી ? જો ભરાયો હોય તો દૂર કરવો.
(ઘ) ઈજેકશન વાલ્વ ચોટી ગયો છે કે નહી ? તપાસ કરી રીપેરીંગ કરવું.
(ચ) બળતણ પંપની ડીલિવરી વાલ્વની સીટ ઘસાઈ ગઈ છે કે નહી ? તપાસ કરી સીટ ઘસાઈ ગઈ હોય તો બદલવી.
(૩) એન્જીનમાં સારૂ કંપ્રેશન હોવું જોઈએ, પરંતુ આમ ન થતું હોય તો.....
(ક) લાઈનર ઘસાઈ ગયો હોય શકે. લાઈનર ઘસાઈ ગયો હોય તો બદલવો.
(ખ) પિસ્ટનની ઘીસીમાં અને રીંગોમાં કાર્બન જામી ગયો હોય..
પિસ્ટન કાઢી ઘીસી અને રીંગોને બરાબર સાફ કરી ફરી બેસાડવાં
(ગ) ઈનલેટ / એકઝોસ્ટ વાલ્વમાં લીકેઝ થઈ ગઈ હોય...
તપાસ કરી લીક થઈ હોય તો વાલ્વ નવા બેસાડવા.
મુશ્કેલી–ર : એન્જીનમાં અવાજ આવતો હોય...
કારણો અને ઉપાય :
(૧) એકઝોસ્ટ વાલ્વ તેના સ્થાને ચોંટતો હોય અથવા પિસ્ટન સાથે અથડાતો હોય.....
આ માટે વાલ્વની બેઠક તથા વાલ્વને સારી રીતે સાફ કરવો.
(ર) પિસ્ટન અને હેડની વચ્ચે નિયત જગ્યા હોય છે, તે જગ્યાનું નિયમન બગડવાથી .....
આ માટે તપાસ કરી નિયત જગ્યા રાખવી તેમજ કનેકટીંગ રોડની તપાસ કરી બ્રાસ (બુશિંગ) વગેરેની તપાસ કરી ઘસાયેલા પાર્ટસ બદલી નાખવાં.
(૩) ડીઝલ / ફૂડ તેના નિર્ધારીત સમય કરતાં અગાઉથી સ્પ્રે થતું હોય......
આ માટે ફયુઅલ પંપનો ઈન્જેકશન ટાઈમ બરાબર કરવો.
(૪) ફલાય વ્હીલ કે્રન્ક શાફટ ઉપર ઢીલાં થઈ ગયા હોય....
આ માટે ફલાય વ્હીલની ચાવી કસીને બેસાડવી જોઈએ.
મુશ્કેલી–૩ : એન્જીન કાળા ધૂમાડા કાઢતું હોય (એન્જીન જયારે પૂર્ણ પણે ચાલતુ હોય ત્યારે સાફ ધૂમાડો નીકળવો જોઈએ.)
કારણો અને ઉપાય :
(૧) ડીઝલ / ફુડનું પુરતુ દહન થતું ન હોય.....
આ માટે ડીઝલ / ફ્રુડનો જરૂરિયાત કરતા વધુ સ્પ્રે થતો હોય તો નોઝલની તપાસ કરી યોગ્ય રીપેરીંગ કરાવવું. આ ઉપરાંત કંબસન ચેમ્બરમાં કાર્બનના જામવાથી પણ પુરતુ દહન ન થાય માટે કંબસન ચેમ્બરમાંથી કાર્બન દુર કરવો.
(ર) અંદર હવા જતી હોય છે તેમાં તકલીફ ઊભી થઈ હોય.....
જરૂરી તપાસ કરી, ફિલ્ટર તપાસી, હવા અંદર જાય તે જોવું.
(૩) ડીઝલ / ફ્ર્રુડ બરાબર સાફ ન હોય.....
ડીઝલ / ફુ્રડ ગાળીને ભરવું.
મુશ્કેલી–૪ : એન્જીન બ્લ્યુ રંગનો ધૂમાડો ઓકતુ હોય.
કારણો અને ઉપાય :
(૧) પિસ્ટન રીંગોમાંથી ઓઈલ જતું હોય.....
તપાસ કરી રીંગોમાંથી જતુ ઓઈલ અટકાવવું જોઈએ રીંગો ઘસાઈ ગઈ હોય તો બદલાવવી.
લાયનર / પિસ્ટન ઘસાઈ ગયા હોય
તપાસ કરી સારી ગુણવત્તાવાળા લાઈનર / પિસ્ટન બદલવા.
મુશ્કેલી–પ : એન્જીન ચાલુમાં બંધ પડી જતું હોય.
કારણો અને ઉપાય :
(૧)બળતણ ટાંકી ખાલી થઈ ગઈ હોય. ડીઝલ / ફ્રુડથી ભરવી.
(ર)હવા અથવા પાણી બળતણ લાઈનમાં આવી ગયુ હોય.....
હવા અથવા પાણીને કાઢી ડીઝલ / ફ્રુડથી બળતણ લાઈન ભરવી.
(૩)એન્જીન વધારે ગરમ થઈ ગયું હોય......
પાણીનું કુલિંગ સરકયુલેશન તપાસી યોગ્ય કરવું તથા લુબ્રિકેટિંગ ઓઈલની તપાસ કરી ભરવું.
મુશ્કેલી–૬ : એન્જીન પુરો લોડ ઉપાડી શકતુ ન હોય.
કારણો અને ઉપાય :
(૧)કંપ્રેશન પુરી માત્રામાં ન હોય.....
તપાસ કરી વાલ્વનાં પ્લેટ અગાળ કાર્બન ભરાયેલ હોય તો સાફ કરવો
(ર) ટેપેટનો કલીઅરન્સ બરાબર ન હોય.....
ટેપેટ તેની સીટ પર બંધ બેસે તેમ કરવું. ટેપેટ ઘસાઈ ગયા હોય તો નવા બદલવાં.
(૩)એકઝોસ્ટ પાઈપમાં મુશ્કેલી ઊભી થઈ હોય.....
કાર્બન જામી ગયો હોય અથવા એક યા બીજા કારણે ધૂમાડો પાઈપમાંથી બહાર ન નીકળતો હોય તો તપાસ કરી તે દૂર કરવો.
(૪)ઓટોમાઈઝર, ફયુઅલ પંપ તથા ટાઈમિંગમાં તકલીફ હોય.....
ઓટોમાઈઝર, ફયુઅલ પંપ તપાસ કરવી તથા ટાઈમિંગ યોગ્ય ગોઠવવું.
ડીઝલ એન્જીનના સરળ સંચાલન માટે યાદ રાખવા જેવા મુધ્દા :
યાંત્રિકરણના આ યુગમાં ટ્રેકટર એ ખેતી કાર્ય માટે એક ખુબ જ મહત્વનું યંત્ર છે. રોજબરોજ વસ્તી વધતી જાય છે, જેથી ખેતીલાયક જમીનોનાં ટુકડા પણ થતા જાય છે. નાનાં–નાનાં ટુકડા થતા ખેડકાર્યો કરવા આર્થિક રીતે મુશ્કેલ બને છે અથવા તો ખેતી ખર્ચાળ બનતી જાય છે. થોડી જમીન ભાગે પડતી આવતા ખેડૂત બળદ પણ હાલનાં સમયમાં રાખી શકતો નથી, કેમ કે ખર્ચ વધુ આવે છે જેથી ખેડૂતો હવે ટ્રેકટર વસાવે છે અથવા તો ટ્રેકટર ભાડે કરીને પોતાનાં ખેતી કાર્યો કરવા લાગ્યા છે. ટ્રેકટર હાલના સમયમાં બહુ જ ઉપયોગી પુરવાર થયા છે અને તેની માંગણી રોજબરોજ વધતી જાય છે. ટ્રેકટરને ચલાવવાથી માંડીને તેમની રોજબરોજની સારસંભાળ, તેમાં ઉદ્દભવતી સામાન્ય મુશ્કેલીઓ અને તેનું યોગ્ય નિરાકરણ જાણવું ખુબ જ જરૂરી છે, જેથી સમય અને પૈસો બચે છે તેમજ ટ્રેકટરની લાઈફ પણ સાથે–સાથે વધે છે.
ટ્રેકટરમાં જોઈએ તો તેના મુખ્ય ભાગોમાં એન્જીન, ગીયરબોક્ષ, ડિફરન્સીયલ અને હાઈડ્રોલિક સીસ્ટમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય ઘણાં બધા ગૌણ ભાગો હોય છે. દરેકે દરેક ભાગોમાં વત્તા–ઓછા પ્રમાણમાં સમયાંતરે કંઈને કંઈ મુશ્કેલીઓ ઉદ્દભવતી હોય છે. આવી સામાન્ય મુશ્કેલીઓ અને તેનું નિરાકરણ કઈ રીતે કરી શકાય તે વિશે નીચે મુજબ માહિતી આપવામાં આવેલ છે.
ટ્રેકટરમાં એન્જીનની સામે જ એરકલીનર હોય છે, જે એન્જીનનાં નાક સમાન છે. એરકલીનરમાંથી હવા સાફ થઈને એન્જીમાં જાય છે, પરંતુ એરકલીનરમાંથી એન્જીમાં જતી હવા ધૂળ, માટીનાં કણો સાથે જાય તો તેનાથી એન્જીનની અંદરના ભાગો જેવા કે લાઈનર, પિસ્ટનને તે એમરીની માફક ઘસી નાખે છે, જેનાથી એન્જીનમાં ઓછો લોડ પેદા થાય છે અને ટ્રેકટરની કાર્યક્ષમતા ઓછી થઈ જાય છે. ઉપરાંત એન્જીન જલ્દી મરામત માંગે છે અને બિનજરૂરી ખર્ચ પણ વધે છે.
આ માટે ટ્રેકટરને ૮ થી ૧૦ કલાક ચલાવ્યા બાદ પ્રિ–કલીનર સાફ કરવું. કટોરીમાં ઓઈલના લેવલની તપાસ કરી તેને યોગ્ય માર્ક સુધી ઓઈલથી ભરી લેવું અથવા તેમાં ઓઈલ ગંદુ થયું હોય તો બદલાવી નાખવું. ૭૦ કલાક ટ્રેકટરને ચલાવ્યા બાદ તેનું ઓઈલ બદલી નાખવું હિતાવહ છે. આ ઉપરાંત જયારે પડલિંગ હેતુથી ટ્રેકટર ચલાવવામાં આવે ત્યારે કાદવકીચડ તેમજ ભેજથી એરકલીનરમાં પાણી આવી જતુ હોય છે. આવી પરિસ્થિતિમાં ટ્રેકટરને ૮ થી ૧૦ કલાક ચલાવ્યા બાદ સંપૂર્ણ એરકલીનરનું તેલ બદલાવી નાખવું જરૂરી છે.
આ એક પાણીની ટાંકી સમાન છે. જે એન્જીનના આગળના ભાગે રહેલું હોય છે. ટ્રેકટરનું એન્જીન ચાલુ હાલતમાં હોય ત્યારે એન્જીનને ગરમ થતુ આ પાણી અટકાવે છે. જયારે ટ્રેકટરથી થ્રેસર ચલાવવાનું હોય અથવા ખળીનું કામ હોય ત્યારે રેડીયેટરની જાળીમાં કચરો ભૂંસુ વગેરે ભરાઈ જાય છે. આવા વખતે રેડિયેટરની જાળીને સાફ કરવી જરૂરી છે. રેડિયેટરની ઉપર એક કેપ હોય છે, જેને પ્રેસરાઈઝ કેપ કહે છે. આ કેપને રેડિયેટર ઉપર ઘુમાવીને ટક અવાજ થાય તે રીતે સરળ લગાવવી જોઈએ. આમ કરવાથી ટ્રેકટરનું એન્જીન ૧૧૦૦ ડીગ્રી સુધી ગરમ થવા છતાં પણ એન્જીન ચોટ થતુ નથી કે હોઝ પાઈપ તૂટતી નથી. જેનાથી ગરમીનાં વાતાવરણમાં પણ એન્જીન સારી રીતે ચાલી શકે છે. આ ઢાંકણ 'કેપ'ને સામાન્ય સમજવી ન જોઈએ કેમ કે તેના ધ્વારા જ ગરમ હવા ઓવર ફલો પાઈપથી બહાર જતી રહે છે તથા પાઈપ અને વોટરપંપ સીલ તથા લિકેજ થતા અટકે છે. ઢાંકણ ''કેપ'' બરાબર ન લગાવવાથી રેડિયેટરનું પાણી ટ્રેકટરના ઝટકાથી બહાર નીકળી જાય છે તેમજ જલ્દીથી પાણી ખતમ થઈ જાય છે. પરિણામે એન્જીન ખરા કાર્ય માટે ગરમ ન થતા ટ્રેકટર વધારે લોડ વેઠી શકતું નથી અને અંતે ટ્રેકટર વધારે ધૂમાડા ઓકતું થઈ જાય છે.
વોટર પંપ એન્જીન અને રેડિયેટરની વચ્ચે એન્જીનનાં આગળનાં ભાગમાં લાગેલો હોય છે. આ પમ્પ રેડિયેટરનું પાણી ખેંચીને એન્જીનનાં જેકેટો સુધી પહોંચાડે છે. એન્જીન ચાલુ થતા પાણી પિસ્ટન, લાઈનરની ચારેબાજુ થઈને વોટર જેકેટથી નીકળી ફરી રેડિયેટરમાં આવે છે. આ પંપમાં એક ગ્રીસકેપ લાગેલી હોય છે. ટ્રેકટરને ૮–૧૦ કલાક ચાલાવ્યા બાદ આ ગ્રીસથી ભરેલી કેપને અડધો આંટો ફેરવવી જોઈએ, જેથી વોટરપંપના બેરીંગને ગ્રીસ મળવાથી જામ થતાં અટકે છે. તેમજ બેરીંગ, સીલ વગેરેની લાઈફ પણ વધે છે.
થર્મોસ્ટેટ વાલ્વ ટ્રેકટર એન્જીનનું નિયત તાપમાન જાળવી રાખવામાં તેમજ ડીઝલને પુરી રીતે જલાવી નાખવામાં મદદરૂપ થાય છે. જેના કારણે એન્જીન પુરા હોર્સપાવરથી કામ આપે છે. આ યંત્રની ખામીને લીધે ટ્રેકટરનું તાપમાન ઠીક લેવલ સુધી ન થતા ડીઝલ પુરેપુરૂ બળે નહીં, જેથી ધૂમાડા વધુ નીકળે અને ઓછી શકિત ઉત્પન્ન થતાં ખેત કાર્યોમાં મુશ્કેલી પડે તેમજ એન્જીન જલ્દીથી મરામત માંગે માટે આ યંત્રને ભૂલેચૂકે બહાર ન કાઢતા ઠીક રાખવું હિતાવહ છે.
ટ્રેકટરની અંદર એક ફયુઅલ પંપ લાગેલો હોય છે, જે ડીઝલને હાઈપ્રેસર પાઈપ વડે નોઝલમાં ધકેલે છે. નોઝલ ધ્વારા કંબસન ચેમ્બરમાં ડીઝલનો છંટકાવ થાય છે, જેથી એન્જીન ચાલે. ફયુઅલપંપમાં કોઈ તકલીફ ન પડે તે માટે ફયુઅલ પંપમાં ૩૦ અથવા ૪૦ નંબરનું ઓઈલ નાખવું જોઈએ, જેથી તેમની શાફટ અને વર્ગનર પીનને ઉંજણ મળી રહે અને ફયુઅલપંપની લાઈફ વધુ બની રહે. આ ઉપરાંત એન્જીનને ડીઝલ વિના ચાલુ કરવાની કોશિષ કરવી નહીં કેમ કે આમ કરવામાં આવે તો એક મિનિટની અંદર પંપનું એલાઈનમેન્ટ એટલું વધુ ઘસાઈ જાય છે કે ઘણા બધા કલાક ડીઝલના સતત રહેવાની સાથે જે કાર્ય થાય તેટલું એલાઈમેન્ટ પંપનું ઘસાઈ જાય છે.
ટ્રેકટરમાં ડીઝલ પંપ અને નોઝનની લાઈફ વધારવામાં ડીઝલ ફિલ્ટરનો અગત્યનો ફાળો છે. બે પ્રકારના ડીઝલ ફિલ્ટર હોય છે. જેને પ્રાયમરી અને સેકન્ડરી ફિલ્ટર રહે છે. પ્રાયમરી જે પ્રથમ ફિલ્ટર સ્પેશ્યલ કપડાનું બનેલુ હોય છે. જેથી ટાંકીમાંથી ડીઝલ તેમાં પસાર થતા કચરો વગેરે ગળાઈને ડીઝલ બીજા ફિલ્ટરમાં જાય છે. બીજુ ફિલ્ટર વિશેષ પ્રકારના કાગળમાંથી બનાવેલ હોય છે, જેથી વધુ શુધ્ધ થઈને ડીઝલ આગળ ડીઝલ પંપને મળે છે. ડીઝલ ફિલ્ટર બદલતી વખતે પ્રાયમરી અને સેકન્ડરી ફિલ્ટર તેની જગ્યાએ જ બેસાડવા જોઈએ. અદલી–બદલી થઈ જાય તો ફિલ્ટર જલ્દીથી ચોકઅપ થઈ જશે. શકય હોય ત્યાં સુધી ઓરિજીનલ ફિલ્ટર બેસાડવા. ફિલ્ટર યોગ્ય ન હોય અથવા ચોકઅપ થવાથી ફયુલપંપને શુધ્ધ ડીઝલ મળતુ નથી, જેથી ડીઝલ પંપ અને નોઝલમાં તકલીફ ઊભી થાય છે અને ઘસાઈ જાય છે. એન્જીનમાં પણ શુધ્ધ ડીઝલ ન જતા લોડ પડે છે, માટે ફિલ્ટર નિયત સમયે બદલવા જરૂરી છે.
(૧) એન્જીન સફેદ ધૂમાડો ઓકતુ હોય :
મુશ્કેલી :
ઉપાય :
(ર) એન્જીનમાં લુબ્રિકેટિંગ ઓઈલની વધુ ખપત હોય
મુશ્કેલી :
ઉપાયો :
(૩) એન્જીન ડીઝલ વધારે ખાતુ હોય
મુશ્કેલી :
ઉપાય :
(૪) એન્જીન ઓછી તાકાત બતાવતુ હોય :
મુશ્કેલી :
ઉપાય :
(પ) એન્જીન ખુબ જ ગરમ થતુ હોય
મુશ્કેલી :
ઉપાય :
(૬) એન્જીન ફરતુ ન હોય
મુશ્કેલી :
ઉપાય :
(૭) એન્જીન ચાલુ થતું ન હોય
મુશ્કેલી :
ઉપાય :
(૮) એન્જીન અટકીને ચાલતું હોય
મુશ્કેલી :
ઉપાય :
(૮) સ્ટીયરીંગ :
સ્ટીયરીંગ સીસ્ટમથી ટ્રેકટરને જમણે–ડાબે વાળી શકાય છે. સ્ટીયરીંગને સરળતાથી ચલાવવા માટે સ્ટેયરીંગ બોક્ષમાં ૯૦ નંબર ગ્રેડનું ઓઈલ ભરેલું હોય છે. સ્ટેયરીંગમાં તકલીફ ઊભી ન થાય તે માટે સમયાંતરે સ્ટેયરીંગ બોક્ષની તપાસ કરી યોગ્ય ગે્રેડનું ઓઈલ નાખવું.
(૯) કલચ સયંત્ર :
કલચ એન્જીનથી આવતી શકિતને ગીયર બોક્ષમાં આપે છે અથવા ટ્રાન્સમીશન શકિતને જોડે–તોડે છે. એન્જીનથી આવતો લોડ ટ્રેકટર વધુ ન ઉપાડી શકે તેના એક અગત્યનાં કારણમાં કલચ પ્લેટનું ખરાબ થવું છે. માટે યોગ્ય તપાસ કરી કલચ પ્લેટ બરાબર કરવી.
(૧૦) ગીયરસંયત્ર :
ટ્રેકટરને જરૂરીયાત મુજબ જે તે ગીયરમાં નાખી શકાય છે. ગીયર–ગીયરબોક્ષમાં ગોઠવાયેલ હોય છે. ગીયરબોક્ષમાં ગીયર બેરીંગ ખરાબ ન થાય તે માટે ૯૦ નંબરના ગે્રડનું ઓઈલ નિર્દિષ્ઠ લેવલ સુધી ગીયર બોક્ષમાં ભરવું.
(૧૧) ડિફરન્સીયલ સંયત્ર :
ગીયર બોક્ષમાંથી આવેલી શકિતને ટ્રેકટરના બંને વ્હીલને પહોંચાડવાનું કામ ડિફરન્સીયલ સંયત્રનું છે, જેના દ્વારા ટ્રેકટર આગળ–પાછળ ચાલે છે અને ટ્રેકટરને ઘુમાવવામાં મદદ પણ કરે છે. તેની યોગ્ય જાળવણી માટે નિર્દિષ્ઠ પ્રમાણમાં યોગ્ય ગ્રેડનું ઓઈલ પુરતા રહેવુ.
(૧ર) હાઈડ્રોલિક સીસ્ટમ :
હાઈડ્રોલિક પમ્પ ધ્વારા ઓઈલને લિફટના ભાગમાં મોકલવામાં આવે છે. જેનાથી લિફટ કામ આપે છે. ઓઈલમાં ગીયરમાંથી ઉપડતા સૂક્ષ્મ લોખંડના કણો પણ હોય છે. ઓઈલ લિફટનાં ડિસ્ટ્રીબ્યુટરમાં જતા પહેલાં મેગ્નેટિક ફિલ્ટરમાંથી પસાર થતું હોય છે. મેગ્નેટિક ફિલ્ટર સામાન્ય રીતે ટ્રેકટર ડ્રાઈવરની સીટ નીચે હાઈડ્રોલિક ટોપ કવર પર હોય છે. તેમની સફાઈ ટાઈમે ન થતા ડિસ્ટ્રીબ્યુટરની 'ઓ' રીંગ ઘસાઈ/તુટી જાય છે. પરિણામે હાઈડ્રોલિકમાં ઝટકા લાગે છે. તેનાથી બચવા અને હાઈડ્રોલિકને કાર્યરત રાખવા મેગ્નેટિક ફિલ્ટરને નિયત સમયે સાફ કરવું આવશ્યક છે.
ઉપર જણાવેલ ૧ થી ૧ર મુધ્દા ઉપરાંત ટ્રેકટરમાં વધુ પડતી સમસ્યા ન ઉદભવે તે માટે નીચે મુજબના મુધ્દાઓનું ધ્યાન રાખવું જરૂરી છે.
10. બેટરી ટર્મિનલ પર હંમેશા પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરવો, ગ્રીસ કયારેય લગાડવું નહી.
11. બેટરીમાં હંમેશા ડિસ્ટીલ વોટર જ નાખવું.
12. બેટરીનો કોઈ સેલ જતો રહયો હોય તો ઉપાડી બીજી બેટરી તુરંત જ મુકવી.
13. ડાયનેમો ખરાબ થયો તો જાતે મરામત ન કરતા અધિકૃત વર્કશોપમાં મરામત કરાવવી.
14. ડાયનેમો ખરાબ થયે હથોડાનો ઉપયોગ ટાળવો તેમજ રીપેરીંગ નકલી સ્પેરપાર્ટસ વડે ન કરવું.
15. સેલ્ફ સ્ટાર્ટર તથા ડાયનેમાને ધૂળ અને પાણીથી બચાવવા.
16. સ્ટાર્ટરના બધા કનેકશન ટાઈટ અને સાફ રાખવાં.
17. હાઈડ્રોલિક લીફટને હંમેશા ન્યુટ્રલમાં રાખવી. કાર્ય કરતી વખતે જ યોગ્ય ઉપયોગ કરી ન્યુટ્રલમાં લાવી મુકવી.
18. નિર્દેશ કરેલ સમયાંતરે ટ્રેકટરની સર્વિસ, ગ્રીસીંગ ઓવરહોલિંગ કરાવવું.
19. ટ્રેકટરનું ખેડ કાર્ય પૂર્ણ થતા ધૂળ–માટી સાફ કરી ટ્રેકટરને યોગ્ય જગ્યાએ શકય હોય તો ઢાંકીને મૂકવું.
આણંદ એગ્રિકલ્ચરલ યુનિવર્સીટી, આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/15/2020