ખાંડ નિયામક અને જિલ્લા કચેરીએથી થતી કામગીરી
- ખાંડની સહકારી મંડળીઓ બાબતમાં ગુજરાત રાજ્ય સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧નો અમલ.
- ખાંડ નિયંત્રણ હુકમ, ૧૯૬૬નો અમલ.
- ગોળ અને ખાંડસરી ખાંડ (ઉત્પાદનનુ વિનિયમન) હુકમ,૧૯૭૭ નો અમલ.
- ખાંડની સહકારી મંડળીઓના વિકાસ માટે સંભાળ લેવી.
- ખાંડ સહકારી મંડળીઓની નોંધણી
- ખાંડ સહકારી મંડળીના પેટા નિયમ સુધારા
- ખાંડ સહકારી મંડળીમાં ચૂંટણી ન થતી હોય તેવી મંડળીની વ્યવસ્થાપક સમિતિને દૂર કરી કસ્ટોડિયન નીમવા.
- વ્યવસ્થાપક કમિટીને દૂર કરી વહીવટદાર નીમવા.૬. વાર્ષિક સાધારણ સભા મોડી બોલાવવા મંજૂરી આપવી.
- મંડળીના કામકાજ, વહીવટ અને આર્થિક બાબતો અંગે સહકારી અધિનિયમની કલમ-૮૬ મુજબ ચોકસી કરાવવી.૮. મંડળીને નુકસાન પહોંચાડનાર સામે નુકસાની આકારી જવાબદારી નિયત કરવા સહકારી કાયદાની કલમ-૯૩ હેઠળ તપાસણી કરવી.
- સહકારી કાયદાની કલમ-૧૦૭ હેઠળ ખાંડ મંડળીને ફડચામાં લઇ જવી અને ફડચા અધિકારીની નિમણૂંક કરવી.
- સરકારશ્રીની યોજનાઓ હેઠળ ખાંડ સહકારી મંડળીઓને (અ) શેરફાળો(બ) શેરલોન આપવાની દરખાસ્ત મંજૂરી અંગેની કાર્યવાહી.
- ખાંડ સહકારી મંડળીઓને નાણાંકીય લોન મેળવવા અંગે રાજ્ય સરકારશ્રીની ગેરંટી મેળવી આપવાની કામગીરી
- કેન્દ્ર સરકારની એન.સી.ડી.સી. એસ.ડી.એફ. યોજનામાંથી લોન મેળવવા અંગેની દરખાસ્તો રાજ્ય સરકાર મારફતે મોકલી આપવી.
- ખાંડ સહકારી મંડળીઓના કામકાજ, સંચાલન અને વહીવટને લગતી ફરીયાદો / પ્રશ્નોની અરજીઓનો નિકાલ.
- ફ્રી સેલ ક્વોટા રીલીઝ માટે, બફરસ્ટોક, ટ્રાન્સપોર્ટ, સબસીડી વિગેરે અંગે યુટીલાઇઝેશન સર્ટીફિકેટ આપવા બાબત તથા ભારત સરકારમાં ખાંડ સહકારી મંડળીઓને લગતા પ્રશ્નો સંબંધી કામગીરી.
- સરકારશ્રીનો શેરફાળો મેળવેલ ખાંડ સહકારી મંડળીઓને એફ.આર.પી. મુજબ શેરડીના ભાવ ચૂકવવાની મંજૂરી આપવા બાબત.
- નિર્દિષ્ટ ખાંડ સહકારી મંડળીઓ સહકારી મંડળીઓના કાયદાની જોગવાઇ અનુસાર ચૂંટણીની કામગીરીની દેખરેખ.
- કો. જનરેશન પાવર પ્રોજેક્ટ / ડિસ્ટીલરી તથા બાય પ્રોજેક્ટને લગતી કામગીરી.
- ખાંડ સહકારી મંડળીઓના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા વખતોવખત રચવામાં આવતી જુદી જુદી સમિતિઓને લગતી કાર્યવાહી.
ખાંડ મંડળીઓની કામગીરી
- રાજ્યમાં ૩૧ પૈકી ૧૯ ખાંડ મંડળીઓ સહકારી ક્ષેત્રે કાર્યરત છે, તેની સ્થાપિત પિલાણ ક્ષમતા ૭૦,૦૦૦ ટીસીડી છે.
- આ ખાંડ સહકારી મંડળીઓના ચાર લાખ સભાસદો છે, જેમાં અનુસૂચિત જાતિના ૫૦ હજાર અને અનુસૂચિત જનજાતિના એક લાખ સભાસદો છે.
- કાર્યરત ખાંડ સહકારી મંડળીઓની શેરડીની ઉત્પાદકતા પ્રતિ હેકટરદીઠ ૭૩.૮૨ મે. ટન છે.
- અંદાજીત ટર્નઓવર રૂ. ૨૬૦૦ કરોડ જેટલું છે.
- આ મંડળીઓ દ્વારા ૪ લાખ લોકોને સીધી / આડકતરી રોજગારી પૂરી પાડવામાં આવે છે. કાયમી રોજગારી ર૦ થી રપ હજાર કામદારોને પૂરી પાડવામાં આવે છે.
- કારખાનું ચલાવવા માટે જરૂરી સુપરવાઇઝરી અને ટેકનિકલ સ્ટાફની ઉપલબ્ધતા.
- ફેકટરીમાં કુશળ સંચાલન માટે અનુભવી અને કમીટેડ સહકારી નેતાગીરી.
- ૨૦૧૪-૧૫ માં આ ખાંડ સહકારી કારખાનામાં કાર્ય વિસ્તારમાં ૧.૭૪ લાખ હેકટર જમીનમાં શેરડીનું વાવેતર કરવામાં આવેલ, ૧૦૯.૬૮ લાખ મે. ટન શેરડીનું પિલાણ કરી ૧૧.૩૮ લાખ મે. ટન ખાંડનું ઉત્પાદન, ૧૦.૩૭ ટકા રીકવરી સાથે કરવામાં આવેલ છે.
- સહકારી ક્ષેત્રને ખાંડ ઉદ્યોગમાં અગ્રીમતા.
- નજીકથી કાચામાલની સરળતાથી પ્રાપ્તિ, શેરડી વાવનાર ખેડૂતો કે જેઓ સુગર ફેકટરીના સભાસદો છે તેમના દ્વારા મળે છે.
- ફેકટરીના કાર્યક્ષેત્રમાંથી સરળતાથી શેરડીના પુરવઠાની પ્રાપ્યતા સભાસદોના ખેતરમાંથી ફેકટરીના સ્થળ સુધી શેરડીને લાવવામાં ટ્રાન્સપોર્ટેશનની સગવડને કારણે સરળતાથી શેરડી લાવી શકાય છે.
- ગુજરાતનો સહકારી ક્ષેત્રનો ખાંડ ઉદ્યોગ રાજ્ય સરકારને રૂ. ૭૩૬૧/- લાખ અને કેન્દ્ર સરકારને રૂ. ૧૫૭૮૩/- લાખના વિવિધ વેરાઓ ભરપાઇ કરે છે.
- હાઇએસ્ટ કેન ક્રસીંગ બારડોલી સુગર (૧૬.૧૮ લાખ મે.ટન)
- હાઇએસ્ટ રીકવરી ગણદેવી સુગર (૧૨.૩૦ ટકા)
- બેસ્ટ ફાઇનાન્શીયલ મેનેજમેન્ટ – બારડોલી સુગર
- રાજ્યમાં ૮ ડીસ્ટીલરી સહકારી ક્ષેત્રમાં કાર્યરત છે. જેની દૈનિક ઉત્પાદન ક્ષમતા આર.એસ.-૩૧૧ કિલોલીટર અને ઇથેનોલ ૨૪૫ કિલોલીટર
સ્ત્રોત: ખાંડ નિયામક
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.