অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાગાયત નિયામક-ઉદ્દેશ માળખું અને પ્રવૃતિઓ

પ્રકરણ ૧: ઉદ્દેશ માળખું અને પ્રવૃતિઓ

પ્રસ્તાવના

ખાતાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિઓનું જ્ઞાન આપી જુદી જુદી યોજનાઓનાં અમલીકરણ ધ્વારા બાગાયતી પાકોની ઉત્પાદકતા અને પેદાશોમાં વધારો કરી ખેડૂતોની આવક વધારવાનો છે. આ ઉદ્દેશ હાંસલ કરવા માટે નીચે મુજબના કાર્યક્રમો અમલમાં છે.
  1. ગરીબી રેખાની નીચેના ખેડૂતો માટેનો કાર્યક્રમ
  2. બાગાયત ખેતીના વિકાસ માટેનો કાર્યક્રમ
  3. નવા બાગાયતી પાકો દાખલ કરવા
  4. બાગાયત ખેતીમાં હાઇ ટેકનોલોજી. કાપણી પછીની વ્યવસ્થાઓ જેવી કે વેચાણ, નિકાસ. અને માળખાકીય વિકાસ
  5. પ્રદર્શનનો તથા હરિફાઇ યોજવાનો કાર્યક્રમ
  6. નર્સરીઓ સ્થાપવાનો અને તેને મજબુત બનાવવાનો કાર્યક્રમ
  7. બાગાયત ખેતીમાં મહિલાઓનું શશક્તિકરણ કરવા માટેનો કાર્યક્રમ
  8. ગુજરાત હોટીકલ્યર મિશન
  9. ગુજરાત હોટીકલ્યર મિશન સિવાયના જિલ્લાઓમાં મીશન મોડ સહાયનો કાર્યક્રમ

વહીવટી માળખું:

વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ બાગાયત ખાતું કામગીરી બજાવે છે. રાજયમાં તમામ બાગાયતી કાર્યક્રમોનો અમલ રાજય કક્ષાએથી જીલ્લામાં સીધે-સીધો કરવામાં આવે છે.

મુખ્ય કાર્યક્રમો:

  • બાગાયતી પાકોની નર્સરીઓ: રાજયમાં બાગાયત પાકોની ખેતી ૧૫.૯૬ લાખ હેકટર વિસ્તારમાં થાય છે. બાગાયતી પાક હેઠળ ફળ શાકભાજી મરી મસાલા ફુલો ઔષધ તથા સુગંધીત પાકોનો સમાવેશ થાય છે. ફળ પાકો લાંબા ગાળાના હોવાથી તેનું વાવેતર પધ્ધતિસર થાય તે માટે સારી જાતના કલમ/ રોપા પસંદ કરવામાં આવે છે. રાજયમાં ખેડૂતોને સારી જાતના કલમ/ રોપા પુરા પાડવા માટે જુદા-જુદા ભાગોમાં નર્સરીઓની સ્થાપના કરેલ છે.
  • બાગાયત પાકોના વિસ્તાર વધારવા પ્રોત્સાહક સહાય: બાગાયતના ફળપાકોનો વિસ્તાર વધારવા માટે ખેડૂતોને પ્રોત્સાહન આપવાના હેતુસર 0.૨૦ હેકટર થી ૪.00 હેકટર સુધીના નવા ફળપાક વાવેતર વિસ્તાર માટે ખેતી ખર્ચના ૭૫ ટકા અથવા રૂ. ૨૨૫૦૦ ની મર્યાદામાં સહાય આપવાની થાય છે. આ સહાય ત્રણ હેકટર પO:૨૦:3O પ્રમાણે ચુકવવાની થાય જે માટે પ્રથમ વર્ષે ૭૫ ટકા અને બીજા તથા ત્રીજા વર્ષે ૯૦ ટકા છોડ જીવંત હોવા જરૂરી છે.
  • નાળીયેરી બોર અને ખારેક વિકાસ કાર્યક્રમો: ગુજરાતમાં દરિયાકાંઠાના જિલ્લાઓમાં નાળિયેરીનું ઉતર ગુજરાત તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં બોરનું અને કચ્છ જિલ્લામાં ખારેકનું વાવેતર વધારવા માટે સુધારેલ જાતોના રોપા તૈયાર કરી પૂરા પડાય છે. વાવેતર માટે ખેડૂતોને તાંત્રિક સલાહ અપાય છે.
  • અતિ ગરીબ ખેડૂતોને બાગાયતી ઇનપુટ કીટસ વિના મુલ્ય આપવાનો કાર્યક્રમ: રાજયના અતિ ગરીબ ખેડૂતો બાગાયતી ખેતી કરતા થાય અને તેઓ આર્થિક સક્ષમ થાય તે હેતુથી રાજયના તમામ ગામોમાં ગામ દીઠ પાંચ ઇનપુટ કીટસ લાભાર્થી દીઠ એક પ્રમાણે રૂ. ૧૦૦૦ ની કિંમતની મર્યાદામાં આપવામાં આવે છે. આ કીટસ ગ્રામ પંચાયતની ગ્રામ સભા મારફતે પસંદ કરેલ લાભાર્થીને આપવામાં આવે છે.
  • ફળ પરિરક્ષણ અને કીચન ગાર્ડનીંગ: રાજયમાં ૧૮ કેન્દ્રો ઉપર ફળ અને શાકભાજી પરિરક્ષણ અંગેની ૧૫ દિવસની તાલીમ મહીલાઓને અપાય છે. ગ્રામ વિસ્તારમાં ૬ દિવસની તાલીમ અપાય છે. તાલીમમાં ફળોશાકભાજીની બનાવટોની સૈધ્ધાંતિક / પ્રત્યક્ષ નિદર્શન કરાય છે. બનાવટોનું વેચાણ પણ કરાય છે.

પ્રકરણ ૨ બાગાયત વિકાસ કાર્યક્રમો :

રાજયમાં બાગાયત પાકોના વિકાસ માટે જુદા-જુદા કાર્યક્રમો અમલમાં છે. તે પૈકી આંબા કેળ ચીકુ બોર ખારેક અને નાળીયેરી જેવા મુખ્ય પાકોના વિકાસને પ્રાધાન્ય આપી તેનો વાવેતર વિસ્તાર અને એકમ દીઠ ઉત્પાદન વધારવાના હેતુથી અલગ અલગ કાર્યક્રમો અમલમાં મુકવામાં આવ્યા છે. રાજયમાં બાગાયત પાકો હેઠળ સારી જાતોનું વાવેતર વધે તે માટે ફળઝાડ રોપાઓ કલમો તૈયાર કરી આપવામાં આવે છે. આવા ફળઝાડના વાવેતર માટે સહાય આપવામાં આવે છે. જુદી-જુદી બાગાયતી યોજનાઓ નીચે મુજબ છે.

  • ફળઝાડ કલમ/ રોપાઓ પુરા પાડવાની યોજના: આ યોજના હેઠળ જુનાગઢ જીલ્લામાં માંગરોળ ઉના અને કોડીનાર અમરેલીમાં ધારી કચ્છમાં મુન્દ્રા ભાવનગરમાં મહુવા ગાંધીનગરમાં ગાંધીનગર અને છાલા વલસાડમાં પારડી નવસારીમાં નવસારી ડાંગમાં ભવાનદગડ અને વડોદરામાં વડોદરા અને ચોકારી ખાતે નર્સરીઓની સ્થાપના કરવામાં આવેલ છે. આ ઉપરાંત બનાસકાંઠામાં ડીસા સાબરકાંઠામાં વદરાડ ગાંધીનગરમાં દહેગામ ભરુચ જીલ્લામાં ભોલાવ વલસાડમાં ચણવાઇ રાજકોટમાં વાંકાનેર સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા અમરેલીમાં નાગેશ્રી અને આણંદમાં પેટલાદ તાલુકા સીડ ફાર્મને બાગાયત નર્સરીમાં ફેરવવામાં આવેલ છે. આમ, કુલ - ૨ર નર્સરીઓ ઉપરાંત નવસારી ખાતે શાકભાજી વિકાસ યોજનાનું ફાર્મ કાર્યરત છે. રાજયમાં કલમો / રોપાની માંગણી વધારે હોવાથી ખાનગી નર્સરીઓની કલમો ખાતા ધ્વારા પ્રમાણિત કરવામાં આવે છે.

યોજના હેઠળ થયેલ કામગીરી:

વર્ષ

કલમો

રોપા

પ્રમાણિત કરેલ કલમો

૨૦૧૨-૨૦૧૩

૬૦૦૦૦

૧૨૮૭૫૧

૭૧૬૧૪૬

૨૦૧૩-૨૦૧૪

૩૮૫૮૧

૫૦૩૦૭

૫૬૬૦૯૫

૨૦૧૪-૨૦૧૫

૨૮૪૪૪

૧૦૨૯૫૫

૩૭૫૨૦૮

૨૦૧૫-૨૦૧૬

૧૬૫૫૦૦

૩૦૫૦૦૦

૬૦૦૦૦૦૦

 

  • ખારેક વિકાસ યોજના: આ યોજના હેઠળ સારી જાતના રોપા તૈયાર કરી રાહત કિંમતે અપાય છે. તાંત્રિક માર્ગદર્શન અપાય છે. કચ્છ જીલ્લામાં યોજના ચાલુ છે. હવે બાજુના જીલ્લાઓ જેવા કે જામનગર રાજકોટ, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા જીલ્લાઓમાં ખારેકનું વાવેતર હાથ ધરેલ છે.

યોજના હેઠળ થયેલ કામગીરી:

વર્ષ

પૂરા પાડેલ રોપા

૨૦૧૨-૨૦૧૩

૪૬૩૯

૨૦૧૩-૨૦૧૪

૧૪૫

૨૦૧૪-૨૦૧૫

૧૯૯૯

૨૦૧૫-૨૦૧૬

૩૦૦૦૦

  • નાળીયેરી વિકાસ યોજના: આ યોજના હેઠળ દરિયાકાંઠાના જીલ્લાઓમાં નાળીયેરીનું વાવેતર મોટા પ્રમાણમાં થાય તે માટે ખેડૂતોને નાળીયેરીના દેશી અને હાઇબ્રીડ જાતના રોપા તૈયાર કરીને પુરા પાડવામાં આવે છે. તેની ખેતી માટે ખેડૂતોને તાંત્રિક માર્ગદર્શન અપાય છે. આ યોજના હેઠળ નાળીયેરી પાક નું વાવેતર અને ઉત્પાદન વધે તે હેતુ ને ધ્યાન માં રાખી નાળીયેરી નિદર્શન અને સેન્દ્રીય યુનિટ ઘટક હેઠળ ખેડૂતો ને સહાયના કાર્યક્રમ ધ્વારા માર્ગદર્શન પુરુ પાડવામાં આવે છે.

વર્ષ

કામગીરી (પૂરા પાડેલ રોપા)

દેશી નાળીયેરી

કામગીરી (પૂરા પાડેલ રોપા) હાઇબ્રીડ નાળીયેરી

૨૦૧૨-૨૦૧૩

૬૯૫૩૭

૧૯૮૭૪

૨૦૧૩-૨૦૧૪

૧૬૮૬૧

૧૩૪૮

૨૦૧૪-૨૦૧૫

૫૬૬૭

૬૧૪૭

૨૦૧૫-૨૦૧૬

૧૫૦૦૦

૧૨૦૦૦

 

કિચન ગાર્ડનીંગ યોજના: આ યોજના હેઠળ શાકભાજીના બીજ પેકેટ રોપા અને ખાતર પડતર ભાવે પૂરા પડાય છે. ઉપરાંત શહેરીજનોને તાંત્રિક માર્ગદર્શન અપાય છે. મકાનોની ખુલ્લી જમીનમાં શાકભાજી તથા ફૂલ છોડ ઉગાડીને

ઉત્પાદન લઇ શકાય તે માટે રાજયના ૧૮ શહેરોમાં આ યોજના શરુ કરાઇ છે.

યોજના હેઠળની પ્રગતિ:

 

વર્ષ

શાકભાજી બીજ પેકેટ

શાકભાજી ધરુ રોપાઓ

કિચન ગાર્ડન

૨૦૧૨-૨૦૧૩

૬૨૪૪૮

૧૬૧૦૦

૧૩૭૦

૨૦૧૩-૨૦૧૪

૧૧૭૭૬૧

૫૮૫૦૦

૯૭૦

૨૦૧૪-૨૦૧૫

૮૫૪૦૭

૪૩૭૩૫

૭૧૦

૨૦૧૫-૨૦૧૬

૧૭૧૦૦૦

૧૨૨૦૦૦

૩૫૦૦

 

ફળ પરિરક્ષણ:  આ યોજના હેઠળ ફળ અને શાકભાજીના પરિરક્ષણ માટે ૧૮ જીલ્લામાં ૧૮ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ છે. આ કેન્દ્રો ઉપર મહિલાઓને ૧૫ દિવસની અને ગ્રામ્ય વિસ્તારમાં ૭ દિવસની ફળ અને શાકભાજી પરિરક્ષણ અંગેની તાલીમ આપવામાં આવે છે. તેમાં વિવિધ બનાવટી તૈયાર કરી સૈધાંતિક અને પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવે છે. રાજયના ચાર કેન્દ્રો ઉપર વેપારી ધોરણે ફળ અને શાકભાજીની બનાવટી તૈયાર કરી વેચવામાં આવે છે.

યોજના હેઠળ થયેલ પ્રગતિ:

વર્ષ

તાલીમાથીઓની સંખ્યા

તાલીમાથીઓની સંખ્યા

૨૦૧૨-૨૦૧૩

૧૧૧૬

૧૭૪૮

૨૦૧૩-૨૦૧૪

૧૨૫૬

૩૫૧૦

૨૦૧૪-૨૦૧૫

૧૨૧૪

૩૬૪૯

૨૦૧૫-૨૦૧૬

૫૦૦૦

૫૫૦૦

આદિવાસી વિસ્તારના આદિવાસી ખેડૂતો માટે ની યોજના: આદિવાસી વિસ્તારના જીલ્લાના ખેડૂતો બાગાયતી પાકોની ખેતી કરી શકે તે માટે ફળઝાડ કલમ/રોપાઓ પૂરા પડાય છે. ફળઝાડનું વાવેતર કરવામાં સહાય અપાય છે. પાવર ટીલર તથા સેન્દ્રિય ખેતી, શોટીંગ ગ્રેડીંગ તથા ખળાના સાધનોની ખરીદી માટે પણ પ્રોત્સાહન આપવામાં આવે છે.

યોજના હેઠળ થયેલ કામગીરી:

વર્ષ

લાભાર્થીઓ

વિનામૂલ્ય ઇનપુટસ કિટસ

 

ફળઝાડ વાવેતર વિસ્તાર હેકટર

 

૨૦૧૨-૨૦૧૩

આદિજાતિ વિસ્તારના ખેડૂતો

૨૯૩૪૨

૨૪૦.૦૦

૨૦૧૩-૨૦૧૪

આદિજાતિ વિસ્તારના ખેડૂતો

૧૩૭

૨૦૧૪-૨૦૧૫

આદિજાતિ વિસ્તારના ખેડૂતો

૨૬૬૯૨

૧૪૩.૦૦

૨૦૧૫-૨૦૧૬

આદિજાતિ વિસ્તારના ખેડૂતો

૬૦૦.૦૦

  • સેન્દ્રિય ખેતીમાં સહાય આપવાનો કાર્યક્રમ: રાજયના ખેડૂતો બાગાયતી પાકોમાં સેન્દ્રિય ખેતી પધ્ધતિથી ખેતી કરતા થાય તે માટે જુદા જુદા સેન્દ્રિય ખાતરી જેવા કે છાણીયું ખાતર દિવેલીનો ખોળ બાયો ફટીલાઇઝર વમીકલ્યર વગેરેમાં પ્રત્યેક લાભાર્થી દીઠ વધુમાં વધુ ૧.00 હેકટર માટે અનુ. જાતિના ખેડૂતોને ખર્ચના ૭૫ ટકા અથવા રૂ. ૧૫000 બે માંથી જે ઓછું હોય તેટલી સહાય તથા સામાન્ય ખેડૂતોને થતા ખર્ચના પ0 ટકા અથવા રૂ. ૧0000 બે માંથી જે ઓછું હોય તેટલી સહાય આપવામાં આવે છે.
  • ફળ અને શાકભાજી સંગ્રહ વ્યવસ્થા: ડુંગળીની સીઝનમાં તેના બજારભાવ ઉત્પાદન ખર્ચ કરતાં પણ ઓછા થઇ જતા હોય છે. તેથી ખેડૂતોને તેના ઉપજનો પૂરતા પ્રમાણમાં ભાવ મળી શકતો નથી. ડુંગળીનો સંગ્રહ કરી પૂરેપુરો ભાવ મેળવી શકાય તે માટે પ્રગતિશીલ ખેડૂતોને ડુંગળીના મેડા ઉભા કરવા ખર્ચના પ૦ ટકા કે મહત્તમ રૂ. ૮૭૫00 પ્રતિ એકમની સહાય તેમજ ફળ અને શાકભાજીના પાકોની પેદાશોમાં થતો બગાડ અટકાવવા માટે શીતાગાર સુવિધા ઉભી કરવા માટે કુલ પ્રોજેક્ટ ખર્ચના 3પ ટકા (મહત્તમ રૂ. ૨૮00 થી 3૫00 પ્રતિ મેટન) તેમજ શિડયુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ખર્ચના પ0 ટકા (મહત્તમ રૂ. ૪000 થી પ000 પ્રતિ મેટન) ની સહાય અપાય છે.
  • ફૂલ પાકોનો વિસ્તાર વધારવાનો કાર્યક્રમ: વિદેશના તથા સ્થાનિક બજારમાં ફૂલોની સારી માંગ હોય છે. તેથી વેપારી ધોરણે ફૂલોની ખેતી લાભકારક ધંધો છે. ખેડૂતોને ફૂલોમાંથી સારી એવી આવક થાય છે. ફૂલોની ખેતીના વિકાસ માટે રાજયમાં ફૂલોની ખેતી ઉપર સહાય આપવાની યોજના અમલમાં છે. યોજના હેઠળ ફૂલ પાકોના વાવેતર માટે નાના અને સિમાન્ત ખેડૂતોને ૦.ર૦થી ૨.00 હેકટર સુધી અને અન્ય ખેડૂતોને ૦.૨૦ થી ૪.00 હેકટર સુધીનું વાવેતર ઉપર સહાય અપાય છે. નાના અને સિમાન્ત ખેડૂતોને પ્રતિ હેકટરે ખર્ચના પ0 ટકા અથવા રૂ. ૧૨000 ની મર્યાદામાં તેમજ સામાન્ય ખેડૂતોને પ્રતિ હેકટરે ખર્ચના 33 ટકા અથવા રૂ. ૭૯ર0 ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તેટલી સહાય આપવામાં આવે છે.
  • ખાસ અંગભૂત કાર્યક્રમો: અનુસૂચિત જાતિ ખેડૂતો માટે આ યોજના રાજયના બધા જીલ્લામાં અમલી છે. ફળ પાકોમાં સહાય આપવામાં આવે છે. તદઉપરાંત બાગાયતી વૃક્ષના વાવેતર, પાવર ટીલર તથા સેન્દ્રિય ખેતી, શોટીંગ ગ્રેડીંગ તથા ખળાના સાધનોની ખરીદી માટે પણ પ્રોત્સાહન આપવામાં આવે છે.
  • તૈલી તાડની ખેતી: રાજ્યમાં ઓઇલપામ યોજના અંતર્ગત પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) ના નવા અભિગમથી ગોદરેજ એગ્રોવેટ લી. મુંબઇ, ફૂડ, ફેટ એન્ડ ફટલાઇઝર લી. અને રૂચી સોયા ઇન્ડસ્ટ્રીઝ લી. ઇન્દોર ખાનગી કંપનીઓને સહભાગી કરવામાં આવેલ છે.
  • ફાર્મ મિકેનાઇઝેશનનો કાર્યક્રમ: રાજયના સામાન્ય બાગાયતદારોને પાવર ટીલરની ખરીદી માટે ખરીદ કિંમતના ૪૦ ટકા અથવા રૂ. ૪૫૦૦૦ આ બે માંથી જે ઓછું હોય તે રકમ સહાય તરીકે આપવામાં આવે છે. અનુ. જાતિ તથા અનુ. જન જાતિના ખેડૂતો માટે ખરીદ કિંમતના પ0 ટકા અથવા રૂ. 90000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે.
  • ઔષધિય અને સુગંધિત પાકોની ખેતીનો કાર્યક્રમો: રાજયમાં ખેડૂતો ઔષધિય અને સુગંધિત પાકોનું વાવેતર કરતા થાય તે હેતુ થી ૦.૨૦ થી ૪.00 હેકટર સુધીના નવા વાવેતર માટે થતા ખેતી ખર્ચના ૭૫ ટકા અથવા રૂ. ૧૧૨૫૦ ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તેટલી પ્રતિ હેકટરે સહાય આપવામાં આવે છે.
  • ગુજરાત રાજ્યમાં બાગાયત વિકાસ અંગેની કે.પુ. યોજના (ગુજરાત હોટીંક્લચર મિશન ):- ગુજરાત હોટીંક્લચર મિશન માં બાગાયત વિકાસ માટે જુદા જુદા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. જેમ કે પ્લાન્ટેશન ઇન્ફાસ્ટ્રકચર એન્ડ ડેવલપમેન્ટ, નર્સરી ડેવલપમેન્ટ, એસ્ટાબ્લીશમેન્ટ ઓફ ન્યુ ગાર્ડન્સ, ક્રીએશન ઓફ વોટર રિસોસીંગ, પ્રોટેકન્ટેડ ક્લટીવેશન, આઇપીએમ / આઇએનએમ પ્રમોશન, પોસ્ટ હાર્વેસ્ટ ઇન્ફાસ્ટ્રકચર, માર્કેટીંગ ઇન્ફાસ્ટ્રકચર જેવા જુદા જુદા કાર્યક્રમોમાં ભારત સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ ખેડૂતોને સહાય આપવામાં આવે છે.
  • હવાઈ માર્ગે બાગાયત પેદાશની નિકાસમાં વાહતુક ખર્ચના રપ % કે રૂ. ૫૦૦૦૦ ની મર્યાદામાં તેમજ વાર્ષિક મહત્તમ રૂ. ૧૦ લાખ સુધીની મર્યાદામાં સહાય,
  • હાઈટેક ગ્રીન હાઉસ (ફેન એન્ડ પેડ), પોલી હાઉસ (નેચરલી વેન્ટીલેટેડ) અને નેટ હાઉસ સ્થાપવા માટે પ00 ચો.મી.થી ૪000 ચો.મી. સુધીની મર્યાદામાં ખેડૂતોને કુલ ખર્ચના પ0 ટકા મહત્તમ તેમજ રાજ્ય સરકારના હિસ્સા પેટે સામાન્ય ખેડૂતોને કુલ ખર્ચના ૧૫ ટકા અને અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિના ખેડૂતોને ૨૫ ટકા વધારાની સહાય આપવામાં આવે છે.
  • કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડની નારિયેળીના પાકના વિકાસ માટે ખર્ચના રપ % સુધી સહાય.
  • ગ્રીન હાઉસમાં ફૂલોની ખેતી કરતા ખાતેદારને ગ્રીન હાઉસમાં વપરાતી વીજળી માટે વીજબીલના રપ ટકા મુજબ વધુમાં વધુ વર્ષ દરમ્યાન રૂ. ૧,00 લાખ ની મર્યાદામાં પાંચ વર્ષ સુધી સહાય મળવાપાત્ર થશે.
  • પાણીના ટાંકા, પલગ નર્સરી, પૈકીગ મટીરીયલ, ટુલ્સ સોટીંગ/ ગ્રેડીગ તથા પી.એચ.એમ. સાધનો (જૂથ તથા વ્યક્તિગત), પોલીહાઉસ અને શેડનેટ હાઉસ, નવી મશીનરી, ફ્લોરીકચર/વેજીટેબલ તથા ટ્રેલીજ મંડપ પધ્ધતિથી ખેતીમાં જુદીજુદી સહાય ચૂકવવાના કાર્યક્રમ પણ અમલમાં મૂકવામાં આવેલ છે.

પ્રકરણ ૩:સને ૨૦૧૫-૨૦૧૬ ના વર્ષ માટે નાણાંકીય જરુરીયાતની સ્પષ્ટતા

  • સામાન્ય વિસ્તારના કાર્યક્રમો: વધુમા બાગાયતી ખેતીનો વિસ્તાર અને વિકાસમાં જે રીતે વૃધ્ધિ થઇ રહી છે ઉપરાંત લોકોનો પણ રક્ષિત ખેતી તરફનો ઉત્સાહ અને મોટા પાયા ઉપર નિવેશની શકયતાઓ ધ્યાનમાં લેતાં રક્ષિત ખેતીને વધારે મા વધારે પ્રોત્સાહન આપવા આગામી વર્ષ ૨૦૧૫-૧૬ માં વ્યક્તિગતલક્ષી સહાય ઉપરાંત ક્લસ્ટર બેઝ અપ્રોચના ધોરણે જુદી જુદી કંપનીઓ, ખેડૂત જૂથો, સ્થાનિક સંસ્થાઓ/એજસીઓને પણ આ કાર્યક્રમ અંતર્ગત વિશેષ સહાય મળી રહે તે માટે આ યોજના હેઠળ ચાલુ કાર્યક્રમો માટે રૂ. ૧૨૫00.00 લાખની જોગવાઇ કરેલ છે. નવી યોજનાઓ તરીકે ત્રણ બાબતો (૧) ઇન્ડો-ઇઝરાયેલ વર્ક પ્લાન અંતર્ગત એકસેલન્સ સેન્ટર વદરાડ, તાલાલા અને ભુજ (કુકમા) ખાતે નવી જગ્યાઓનું મહેકમ ઉભુ કરવા બાબત માટે રૂ.૪૬ લાખ તેમજ (૨) ફળ પાકોના વાવેતર વિસ્તાર વધારવાના કાર્યક્રમ બાબત માટે રૂ. ૨00.00 લાખ તેમજ (3) ઓઇલપામ ફેશ ફુટબંચીશ (FFB) ના ટેકાના ભાવની જોગવાઇ સૂચવવા માટે રૂ.૧૦.૦૦ લાખની જોગવાઇ મળી ફૂલ રૂ. ૨૫9.00 લાખની નવી બાબતની જોગવાઇ સૂચવેલ છે.
  • આદિવાસી વિસ્તાર પેટા યોજનાના કાર્યક્રમો: વર્ષ ૨૦૧૫-૧૬ મા ચાલુ યોજના હેઠળ રૂ. ૩૧૫0.00 લાખ ની જોગવાઇ તેમજ સ્પેસીયલ ફોર ડાંગ હેઠળ રૂ. પ0.00 લાખની અંકિત જોગવાઇ તેમજ નવી યોજના તરીકે ફળ પાકોના વાવેતર વિસ્તાર વધારવાના કાર્યક્રમ અંતર્ગત રૂ. ૧00.00 લાખ એમ કુલ મળી રૂ. 3300.00 લાખની જોગવાઇ સૂચવેલ છે.
  • ખાસ અંગભૂત યોજનાના કાર્યક્રમો: અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ખાસ અંગભૂત યોજના હેઠળ ચાલુ બાબત તરીકે રૂ. ૧300.00 લાખની જોગવાઇ સૂચવેલ છે. તેમજ નવી યોજના તરીકે ફળ પાકોના વાવેતર વિસ્તાર વધારવાના કાર્યક્રમ અંતર્ગત રૂ. પ0.00 લાખની જોગવાઇ સૂચવેલ છે.

અન્ય કાર્યક્રમો:

  1. ગુજરાત હોટીકલ્યર મીશન માટે ૧૬૮00.00 લાખની જોગવાઇ સુચવવામાં આવેલ છે.
  2. ગુજરાતમાં તૈલીતાડની કાર્યક્રમ હેઠળ વર્ષ ૨૦૧૫-૧૬ માં રૂ. 33.૦૦ લાખ રાજ્ય સરકારનો અને રૂ. ૯૯.00 લાખ કેન્દ્ર સરકારના ના હિસ્સાની જોગવાઈ મળી કુલ રૂ. ૧૩ર.00 લાખ સુચવવામાં આવેલ છે જેની જોગવાઇ ખેતી નિયામકશ્રી હસ્તક કરવામાં આવેલ છે.
  3. ગુજરાતમાં નાળિયેરી પાકના વિકાસ માટે 99.00 લાખની જોગવાઇ સુચવવામાં આવી છે.
  4. ઈન્ફરમેશન ટેનોલોજી માટે 3૫.૦૦ લાખની જોગવાઇ સુચવવામાં આવેલ છે.
  5. આદિજાતિ વિભાગ માટે ન્યૂ ગુજરાત પેટર્ન હેઠળ ઇયર માર્ક પ્રોવિઝન ૧૬0.00 લાખની જોગવાઇ સુચવવામાં આવેલ છે.

નવા કાર્યક્રમો:

  • રાજ્યમાં બાગાયત ખેતીનો વધુ ને વધુ વિકાસ થાય તે માટે ફળપાકોનો વાવેતર વિસ્તાર વધારવાના કાર્યક્રમના હેતુ માટે સામાન્ય વિસ્તાર યોજના, આદિવાસી વિસ્તાર પેટા યોજના અને ખાસ અંગભૂત યોજના (એસસીએસપી) અંતર્ગત કુલ રૂ. 3૫0.00 લાખની નવી બાબતની જોગવાઇ સૂચવવામાં આવે છે.
  • સાત નવા રચાયેલા જિલ્લાઓમાં બાગાયત ખાતાની યોજનાઓનુ સરળ અમલીકરણ થાય તે માટે જિલ્લાવાર કચેરીઓ ઉભી કરવાની થતી હોઇ કુલ ૨૦ નવી જગ્યા મંજૂર કરવા રૂ. ૧૮૦.૪૧ લાખની નવી બાબતની જોગવાઇ સૂચવવામાં આવે છે.
  • ઇન્ડો-ઇઝરાયેલ વર્ક પ્લાન અંતર્ગત એકસેલન્સ સેન્ટર વદરાડ, તાલાલા અને ભુજ (કુકમા) ખાતે નવી જગ્યાઓનું મહેકમ ઉભુ કરવા માટે રૂ. ૪૬.00 લાખની નવી બાબતની જોગવાઇ સૂચવવામાં આવે છે.
  • નાયબ બાગાયત નિયામક, ભરુચની નવી જગ્યા મંજૂર કરવા રૂ. ૮.૬૦ લાખની નવી બાબતની જોગવાઇ સૂચવેલ છે.
  • નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી (જિ.કક્ષા) ગાંધીનગર ખાતે આંતર માળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે રૂ. ૧3.03 લાખની નવી બાબત સૂચવેલ છે.
  • ઓઇલપામની ખેતીને પ્રોત્સાહન મળી રહે તે ઉદ્દેશથી ઓઇલપામ ફેશ ફુટ બંચીશ (FFB) ના ટેકાના ભાવ સૂચવવા બાબત રૂ. ૧0.00 લાખની જોગવાઇ સૂચવેલ છે.

સ્ત્રોત : બાગયાત નીયામક

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate