অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સહકારી મંડળીઓ નોંધણી

સહકારી મંડળીઓ નોંધણી

  1. કોને અરજી કરવી ?
  2. સહકારી મંડળીની નોંધણી માટે કયા દસ્તાંવેજો જોઇએ ?
  3. સહકારી મંડળીઓના પ્રકારો
  4. ખેતી વિષયક ધિરાણ મંડળી સેવા/વિ.કા.
    1. અલગ-અલગ પ્રકારની મંડળીઓની દરખાસ્ત સાથે કેટલીક વિષેશ માહિતી / દસ્તાવેજો રજુ કરવાની બાબતો.
  5. ગોપાલક વિ.કા. સહકારી મંડળી
  6. દૂધ મંડળી
  7. બચત ધિરાણ અને નાગરીક શરાફી મંડળી
  8. પગારદાર કર્મચારીઓની ક્રેડીટ મંડળી
  9. બીજ ઉત્પારદના વેચાણ / રૂપાંતર સહકારી મંડળી
  10. ફળ અને શાકભાજી ઉત્પાદન-રૂપાંતર સહકારી મંડળી
  11. રૂ (કાલા-કપાસ) ઉત્પાદકોની સ. મં.
  12. હાઉસીંગ મંડળી
  13. ગ્રાહક ભંડાર
  14. મજુર મંડળી
  15. સામુદાયીક ખેતી મંડળી
  16. પીયત સહકારી મંડળીઓ
  17. નર્મદા પીયત સહકારી મંડળી
  18. વાહન વ્યવહાર સહકારી મંડળી
  19. ઔદ્યોગિક સહકારી મંડળી
  20. તમાકુ ઉત્પાકદક સહકારી મંડળી

કોને અરજી કરવી ?

સામાન્ય રીતે મદદનીશ જીલ્લા રજીસ્ટ્રાર (જીલ્લા પંચાયત) ને ગ્રામ્ય વિસ્તારની મંડળીઓ નોંધવાની સત્તા છે. તા.૩૧/૦૮/૧૯૮૧ નાં જાહેરનામાં મુજબ તેઓને (દૂધ મંડળી, મજૂર મંડળી, પ્રક્રિયા મંડળી, તાલુકા કક્ષાની મંડળી) સિવાઇની ગ્રામ્ય કક્ષાની મંડળીઓ નોંધવાની સત્તા છે. જેથી આ કિસ્સામાં તેઓને નોંધણી માટે દરખાસ્ત મોકલવાની રહે છે. આ સિવાઇના કિસ્સામાં એટલે કે, શહેરી વિસ્તાર માટે તથા એક જીલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવતી મંડળીઓ માટે જીલ્લા રજીસ્ટ્રાર ને નોંધણી માટે અરજી કરવાની રહે છે. વધુમાં એક જીલ્લાથી વધુ જીલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવતી મંડળીના કિસ્સામાં સહકાર કમિશનર અને રજીસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, ગુજરાત રાજય, ગાંધીનગરને અરજી કરવાની રહે છે. જયારે ઓદ્યોગિક મંડળીઓની નોંધણી માટે જીલ્લા ઉદ્યોગ કેન્દ્રને અરજી કરવાની રહે છે.

સહકારી મંડળીની નોંધણી માટે કયા દસ્તાંવેજો જોઇએ ?

ગુજરાત સહકારી મંડળી અધિનિયમ ૧૯૬૧(૧૯૬ર નાં ૧૦મો)અન્‍વયે નોંધણીની દરખાસ્‍તના જરૂરી દસ્‍તાવેજો

  • નોંધણી માટેનું ફોર્મ અ - (નિયમ - ૩)
  • નોંધણી ના ફોર્મમાં મંડળીના સભાસદ બનવાને લાયક અલગ અલગ કુંટુબના ૧૦ વ્‍યકિતઓની સહી ( કલમ-૮ (ર)
  • મુખ્‍ય પ્રાયોજકની અરજીમાં સહી ( કલમ -૮(૩)
  • નોંધણી માટેની અરજી પર સહી કરવા મુખ્‍ય પ્રાયોજકને અધિકૃત કર્યા અંગેના ઠરાવની પ્રમાણિત નકલ ( કલમ -૮(૩)
  • અરજીમાં સહી કરનાર મુખ્‍ય પ્રાયોજક સાથેના ૧૦ વ્‍યકિતઓ ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલા નથી તે અંગેનો પોલીસ સ્‍ટેશનનો દાખલો
  • જીલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી ર્બેંક નું બેલેન્‍સ અંગેનું પ્રમાણપત્ર ( નિયમ -૩ બ)
  • શેર મૂડી અને દાખલ ફી ની રકમ સાથેની વ્‍યકિતઓની સૂચિ (શેરમૂડી ઓછામાં ઓછી રૂા.પ૦૦/- ( નિયમ -૩ ખ)
  • પ્રોજેકટ રીપોર્ટ ( નિયમ -૩ હ)
  • કલમ - ૯(૧)(ખ) મંડળીના પેટાનિયમ સુધારા માટેની મુદત( નિયમ -૩ મ) (જરૂરી હોયતો )
  • કાર્યક્ષેત્રમાં કામ કરતી અન્‍ય મંડળીઓના ના વાંધા પ્રમાણપત્ર ( કલમ -૪)
  • અર્થક્ષમતા બાબતે સમવાયી મંડળીનો અભિપ્રાય ( કલમ -૪)
  • મંડળીના સભાસદ બનવાને લાયક ૧૦ વ્‍યકિતઓ કે જેઓ અલગ અલગ કુંટુબના હોય અને મંડળીના કાર્યક્ષેત્ર વિસ્‍તારમાં રહેતા હોય તેનું પ્રમાણપત્ર (તલાટીના દાખલા ની પ્રમાણિત નકલ) ( કલમ-૬ ) (૧)
  • મંડળીના સુચિત પેટાનિયમો (અધિકૃત કરેલ વ્‍યકિત ની સહી સાથે) ની ચાર નકલો ( કલમ -૮(૧)

સહકારી મંડળીઓના પ્રકારો

અલગ-અલગ પ્રકારની મંડળીઓની દરખાસ્ત સાથે કેટલીક વિષેશ માહિતી / દસ્તાવેજો રજુ કરવાની બાબતો.
  • જીલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંક
  • ખેતી વિષયક ધિરાણ મંડળી
  • બિન ખેતી વિષયક ધિરાણ
  • નાગરિક સહકારી બેંક
  • કોટન સેલ
  • જીનીંગ-પ્રેસીગ મંડળીઓ
  • ખરીદ વેચાણ સંઘો
  • દૂધ મંડળીઓ
  • ફામીંગ મંડળી
  • મરઘા ઉછેર મંડળીઓ
  • પિયત મંડળીઓ
  • મત્‍સ્‍ય મંડળીઓ
  • ગ્રાહક મંડળી
  • ગૃહ મંડળી
  • મજુર મંડળીઓ
  • જિલ્‍લા સહકારી સંઘ
  • સુપર વાઈઝીંગ યુનીયન
  • સુગર ફેકટરીઓ
  • વાહન વ્‍યવહાર મંડળીઓ
  • શાક અને ફળફળાદિ મંડળી
  • તેલીબીયા ઉન્‍પાદક મંડળી
  • પશુ ઉછેર મંડળીઓ
  • વૃક્ષ ઉછેર મંડળીઓ
  • ફુલ ઉત્‍પાદક મંડળીઓ
  • અન્‍ય મંડળીઓ

ખેતી વિષયક ધિરાણ મંડળી સેવા/વિ.કા.

નોંધણી દરખાસ્ત સાથે રજુ કરવાની સામાન્ય બાબતો (દરેક મંડળીને લાગુ પડે છે.)
  • મંડળીમાં ખેડૂત ખાતેદાર, ગ્રામ્ય કારીગરો,ખેતમજુરો અનુસુચિત જાતીના સભાસદો દાખલ કરવાના હોય છે. ૧૫ ખેડૂત ખાતેદાર સભાસદ હોવા જોઇએ તથા ૨ લાખનું ધિરાણ કરી શકશે તેની માહિતી.
  • કાર્ય વિસ્તારમાં અગાઉ સેવા મંડળી હતી કે કેમ? ફડચામાં ગઇ હોય તો તેની વિગતો.
  • મંડળીના કાર્યક્ષેત્રના ગામ રેવન્યુ વિલેજ હોવુ જોઇએ.
  • (૧ થી ૬ ઠરાવ)
  • મુખ્ય પ્રયોજકોએ આપવાના પ્રમાણપત્રો
    • નિયત નમુનાની અરજી- ૪ નકલમાં
    • બેંકમાં નાણાં જમા કરાવ્યાનો પુરાવો
    • બેંક બેલેન્સ સર્ટીફીકેટ
    • આવક જાવક અંગેનું હિસાબી પત્રક
    • સભાસદ યાદી
    • મુખ્ય પ્રયોજકની નિમણુંકનો ઠરાવ
    • જરૂરી એકરારનામા/બાંહેધરી પત્રો/પ્રમાણપત્રો
    • મોડલ પેટાનિયમ (લીફલેટ) - ૪ નકલો
    • મંડળીની રચના માટે મળેલ સામાન્ય સભાની કાર્યવાહીની નોંધ
    • સભાના પ્રમુખની વરણી
    • મુખ્ય પ્રયોજકની વરણી
    • શેર ભંડોળ એકત્ર કરવા તથા દરખાસ્ત કરવાની સત્તા આપવા અંગે.
    • પ્રમાણપત્રો તથા બાંહેધરી પત્રોમાં સહી કરવાના અધિકાર આપવા અંગે
    • પેટાકાયદા ઉપર સહી કરવાનો અધિકાર આપવા અંગે પ્રયોજકોની વરણી કરવા બાબત
    • સુચિત મંડળીનું નામ તથા કાર્ય વિસ્તાર નક્કી કરવા બાબત.
  • પ્રયોજકો પોલીસના કોઇ ગુનામાં શિક્ષા કે દંડ થયેલ નથી તેવો પોલીસ સ્ટેશનનો દાખલો.
    • પેટાકાયદા ઉપર સહી કરનાર પ્રયોજકો જુદા જુદા કુટુંબના છે (સ.કા.કલમ-૬)
    • મંડળીમાં જોડાયેલ કોઇ પણ સભાસદ અન્ય કોઇ મંડળીના મુદતવિતી કર્જ બાકીદાર નથી.
    • મંડળીમાં જેડાયેલ કોઇપણ સભાસદ ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલ નથી કે તેમના નામે ગુનો નોંધાયેલ નથી.
    • મંડળીની નોંધણી થયેથી મંડળીના પેટા નિયમ મુજબની લાયકાત ધરાવતા હશે. તેવા કોઇપણ ઇસમોને મંડળીમાં દાખલ કરવામાં આવશે.
    • નોંધણી સમયે રજીસ્ટ્રારશ્રી તરફથી સુચિત મંડળીના પેટા- કાયદામાં કોઇ સુધારા વધારા સુચવવામાં આવશે. તે સુચિત મંડળીની પ્રથમ સભામાં સ્વીકારવામાં આવશે.
    • મંડળીમાં જોડાયેલ સભાસદો પૈકી કોઇપણ સભાસદ ધીરધારનું લાયસન્સ ધરાવતા નથી.
  • પ્રોજેકટ રીપોર્ટ (ટુંકમાં)
  • પ્રયોજકો (ઓછામાં ઓછા-૧૦) જુદાજુદા કુટુંબના છે. તેના આધારો (ચુંટણીકાર્ડ, રેશનકાર્ડ વિગેરે)
  • મંડળીમાં જોડાયેલ તમામ સભાસદો જે તે ગામના વિસ્તાર જુથના કાયમી રહેવાસી હોવા જોઇએ.
  • દરખાસ્ત ચકાસણી અધિકારીનો અભિપ્રાય તથા મુખ્ય પ્રયોજક તથા પ્રયોજકોનું નિવેદન
  • મંડળીની જરૂરીયાત મુજબ મકાન ભાડે રાખવા તથા તાલીમ પામેલ મંત્રીની વ્યવસ્થા હોવી જોઇએ.
અલગ-અલગ પ્રકારની મંડળીઓની દરખાસ્ત સાથે કેટલીક વિષેશ માહિતી / દસ્તાવેજો રજુ કરવાની બાબતો.
  • મંડળીમાં ખેડૂત ખાતેદાર, ગ્રામ્ય કારીગરો,ખેતમજુરો અનુસુચિત જાતીના સભાસદો દાખલ કરવાના હોય છે. ૧૫ ખેડૂત ખાતેદાર સભાસદ હોવા જોઇએ તથા ૨ લાખનું ધિરાણ કરી શકશે તેની માહિતી.
  • કાર્ય વિસ્તારમાં અગાઉ સેવા મંડળી હતી કે કેમ? ફડચામાં ગઇ હોય તો તેની વિગતો.
  • મંડળીના કાર્યક્ષેત્રના ગામ રેવન્યુ વિલેજ હોવુ જોઇએ.
  • સભાસદોએ ધારણ કરેલ જમીનની વિગતો - ૮ - અ ના ઉતારા/તલાટીનુ સહીવાળુ પત્રક.
  • મંડળીના સભાસદો અન્ય સંબંધીત સહકારી મંડળીના મુદતવિતી બાકીદાર હોવો જોઇએ નહીં.
  • ગામનો કુલ રેવન્યુ રકબો
  • ગામની વસ્તી અંગેનો તલાટીનો દાખલો.
  • ગામે થતા પાકોનું કતુવાર તુલનાવારી પત્રક.
  • લીફલેટ આર. આર. (ચાર નકલ)

ગોપાલક વિ.કા. સહકારી મંડળી

અલગ-અલગ પ્રકારની મંડળીઓની દરખાસ્ત સાથે કેટલીક વિષેશ માહિતી / દસ્તાવેજો રજુ કરવાની બાબતો.
  • ગોપાલકોની વસ્તી અંગેનો દાખલો
  • ૫૧ સભાસદોની યાદી (નામવાર તારીજ સાથે)
  • પશુપાલનનો ધંધો કરે છે. તેવો તલાટીનો દાખલો
  • કાર્ય વિસ્તારની સેવા મંડળી સભ્ય હોવો ના જોઇએ
  • સભાસદના કુટુંબનો કોઇ સભ્ય સહકારી મંડળીનો મુદતવિતી બાકીદાર ના હોવા જોઇએ
  • કાર્યવિસ્તારની સેવા સહકારી મંડળીનું ના વાંધા પ્રમાણ પત્ર
  • સભાસદોએ ધારણ કરેલ જમીન તથા પશુઓની વિગતનું પત્રક
  • લીફલેટ- આર. આર. (ચાર નકલ)

દૂધ મંડળી

અલગ-અલગ પ્રકારની મંડળીઓની દરખાસ્ત સાથે કેટલીક વિષેશ માહિતી / દસ્તાવેજો રજુ કરવાની બાબતો.
  • મંડળીમાં દૈનિક કેટલા દુધની ભરતી/ખરીદી થાય છે. તે અંગેનો દુધ સંઘનો પત્ર
  • સુચિત સેન્ટર પ્રથમ શરૂ કરવાનું થાય છે. ૬ થી ૧૨ માસમાં નોંધણી કરવાની થાય છે. સદર સમયના મંડળીના દુધ વેપાર પત્રક તથા સરવૈયા પત્રકો
  • સુચિત મંડળીની કાર્ય વિસ્તારમાં મંડળી નોંધાયેલ હોય અને બીજી મંડળી નોંધાવવાની થાય તો બંને મંડળીઓએ વચ્ચે કેટલુ અંતર છે તેનો તલાટી કમ મંત્રીનો દાખલો તથા નોંધાયેલ મંડળીનું ના વાંધા પ્રમાણપત્ર

બચત ધિરાણ અને નાગરીક શરાફી મંડળી

 

અલગ-અલગ પ્રકારની મંડળીઓની દરખાસ્ત સાથે કેટલીક વિષેશ માહિતી / દસ્તાવેજો રજુ કરવાની બાબતો.
  • કાર્યક્ષેત્રના ગામોના નામ તથા વસ્તીના દાખલા
  • મંડળીમાં એકત્ર કરેલ શેરભંડોળની રકમ રૂા. ૧,૦૦,૦૦૦/- બચત ધિરાણ મંડળીના કિસ્સામાં શેરભંડોળ મર્યાદા રૂા. ૧૦,૦૦૦/- છે.
  • પેટાનિયમમાં ફરજીયાત બચત અંગેની જોગવાઇ તથા બીન સભાસદો પાસેથી થાપણ સ્વીકારવામાં આવશે નહી તેવી સ્પષ્ટ જોગવાઇ
  • સુચિત મંડળીમાં જોડાયેલ સભાસદો સમાન ઉપદેશવાળી અન્ય મંડળીમાં જોડાયેલ ન હોવાનું મુખ્ય પ્રયોજકનું એકરાર નામું
  • કાર્ય વિસ્તારમાં નોંધાયેલ આજ પ્રકારની મંડળીઓના ના વાંધા પ્રમાણપત્ર
  • બચત ધિરાણ અને નાગરીક શરાફી મંડળીઓની નોંધણી દરખાસ્ત સાથે પ્રયોજકોએ કરવાનું એકરાર નામું તથા બાંહેધરી પત્રક તથા વિગતોનું પત્રક
  • સભાસદોના ફોટોગ્રાફી સહીઓ વાળું પત્રક
  • કાર્ય વિસ્તારની વસ્તીના દાખલા
  • રૂા. ૫૦/- ના સ્ટેમ્પ ઉપર પ્રયોજકોનું સોગંદનામુ
  • લીફલેટ - હ્ય (ચાર નકલ)

પગારદાર કર્મચારીઓની ક્રેડીટ મંડળી

અલગ-અલગ પ્રકારની મંડળીઓની દરખાસ્ત સાથે કેટલીક વિષેશ માહિતી / દસ્તાવેજો રજુ કરવાની બાબતો.
  • સુચિત મંડળીમાં જોડાયેલ સભ્યો/પ્રયોજકો સંબંધીત સરકારી બીન સરકારી સંસ્થાના પગારદાર કર્મચારી હોવા અંગેનું સક્ષમ અધિકારીનું નિયત નમુનાનું પ્રમાણ પત્ર
  • રૂા. ૧૦,૦૦૦/- સુચિત ખાતામાં બેંક બેલેન્સ હોવું જોઇએ
  • ફરજીયાત બચત તથા બીન સભાસદો પાસેથી થાપણો સ્વીકારવામાં આવેશે નહી તેવી પેટાનિયમમાં જોગવાઇ
  • સુચિત કાર્યક્ષેત્રમાં આવેલ આવાજ પ્રકારની બીજી મંડળીઓના ના વાંધા પ્રમાણ પત્ર
  • ધિરાણ અરજી પુરતી ચકાસણી બાદ ધિરાણ આપવામાં આવશે તથા વસુલાત નિયમીત રીતે પક્ષપાત રહીત કરાશે. તેવું મુખ્ય પ્રયોજકનું એકરાર નામું
  • ધિરાણ માસીક બચતની રકમો દર માસે પગારમાંથી કપાત કરી લેવા અંગે સક્ષમ (ઉપાડ) અધિકારીનું બાંહેધરી પત્રક
  • મંડળીમાં નાણાંકીય તરલતા જાળવવા અંગેનું મુખ્ય પ્રયો.નું એકરાર નામું

બીજ ઉત્પારદના વેચાણ / રૂપાંતર સહકારી મંડળી

અલગ-અલગ પ્રકારની મંડળીઓની દરખાસ્ત સાથે કેટલીક વિષેશ માહિતી / દસ્તાવેજો રજુ કરવાની બાબતો.
  • લીફલેટ-કે.કે.
  • ૧૦૦ સભાસદો જાતીવાર તારીજ
  • પ્રયોજકોના જમીન ધારણ કરવાઅંગે જમીનના ૮-અના ઉતારા
  • સભાસદો જમીન ધારણ કરે છે. ખેત ઉત્પા. તેમજ સંસોધન અંગેની જાણકારી ધરાવે છે. તે અંગેનું મુખ્ય પ્રયોજકનું એકરાર નામું
  • યોજનાનું કામ પુર્ણ કરવા લોન/સહાય કયાંથી મેળવવામાં આવશે તેની વિગતો

ફળ અને શાકભાજી ઉત્પાદન-રૂપાંતર સહકારી મંડળી

અલગ-અલગ પ્રકારની મંડળીઓની દરખાસ્ત સાથે કેટલીક વિષેશ માહિતી / દસ્તાવેજો રજુ કરવાની બાબતો.
  • ગામના ખેડૂત ખાતેદાર સંખ્યા તથા શાકભાજીનું વાવેતર કરનાર ખેડૂતોની સંખ્યા
  • તમામ સભાસદો ખેતી તેમજ શાકભાજી ઉગાડવાનો ધંધો કરે છે. તેવું મુખ્ય પ્રયોજકનું એકરાર નામ

રૂ (કાલા-કપાસ) ઉત્પાદકોની સ. મં.

અલગ-અલગ પ્રકારની મંડળીઓની દરખાસ્ત સાથે કેટલીક વિષેશ માહિતી / દસ્તાવેજો રજુ કરવાની બાબતો.
  • ગામના ખેડૂત ખાતેદારો તથા તે પૈકી કપાસનુ વાવેતર કરતા ખેડૂતોની વિગત
  • જોડાયેલ તમામ સભાસદો ખેતી તેમજ કપાસ ઉગાડવાનો ધંધો કરે છે. તે પ્રયોજકોનું એકરારનામું
  • સભાસદોના કપાસ વાવેતરની વિગતો દર્શાવતું પત્રક

હાઉસીંગ મંડળી

અલગ-અલગ પ્રકારની મંડળીઓની દરખાસ્ત સાથે કેટલીક વિષેશ માહિતી / દસ્તાવેજો રજુ કરવાની બાબતો.
  • મંડળીની નોંધણી કઇ યોજના હેઠળ કરવાની છે તેની વિગતો
  • સભાસદ કરાર કરવાને લાયક હોય મંડળીના વિસ્તારના ગામ/શહેરનો સામાન્ય રહીશ હોય
  • આજ નામની અન્ય મંડળી તે વિસ્તારમાં નોંધાયેલ છે કે કેમ? તેની વિગત
  • કોન્ટ્રાકટર/ઠેકેદાર કે જમીન માલીકો, ઇજનેરો કે આર્ટીકલો કે બાંધકામ પાર્ટી કે તેના કુટુંબીજનો પ્રયોજકો તરીકે દાખલ થયેલ છે કે કેમ?
  • પ્રયોજકોએ એકત્ર કરેલ નાણાં માટે છાપેલી પહોંચ આપેલ છે કે કેમ? તેની વિગતો
  • મંડળી ઘ્વારા સ્થાનીક ચોપાનીયા/પેમ્પલેટ/પત્રીકાઓ કે છાપામાં જાહેરાત આપેલ છે કે કેમ?
  • મંડળી પછાત વર્ગોની હોય તો સભાસદો પછાત વર્ગના છે કે કેમ? તેની વિગતો સમાજ કલ્યાણ ખાતાના દાખલાની પ્રમાણીત નકલો.
  • સુચિત મંડળીના સભ્યો પૈકી કોઇ સભ્યો એકથી વધુ મકાન ધરાવે છે કે કેમ?
  • સરકારી કર્મચારી ગૃહ મંડળી છે કે કેમ?
  • ટ્રાન્સફર ફીની જોગવાઇ કરેલ છે કે કેમ?
  • અ.જા/અ.જનજાતિાબક્ષીપંચના સભ્યોની ગૃહ મંડળી હોય તો ગુજરાત રાજય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ તરફથી બનાવેલ પેટા નિયમમાં રજુ કરેલ છે કે કેમ?
  • જમીન અંગેની વિગતો.
    • જમીન ગ્રાહકો અંગે છેલ્લી તારીખના ૭/૧૨,૮-અ ના ઉતારા
    • ટોચ મર્યાદા કાયદામાંથી મુકતી આપવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર
    • બીન ખેતી જમીન થયેલ હોય તો તે બીન ખેતીના હુકમની નકલ.
    • મંડળી રેસીડેન્સીયા જોનમાં છે. તે અંગેનું તેમજ જમીન જે ભાવે ખરીદી છે તે બજાર ભાવ પ્રમાણે યોગ્ય હોવાનું એન્જીનીયરનું પ્રમાણપત્ર
    • ખાનગી જમીન હોય તો બાનાખતની નકલ.
    • લેઆઉટ પ્લાન/બીલ્ડીંગ પ્લાન એન્જીનીયરની સહીવાળા જોઇએ.
    • જમીન અંગેના નવા પેટા નિયમ
    • જમીન ટુકડાવાળી હોય તો તે વચ્ચે ૨૫૦ મીટરથી વધુ અંતર રાખેલ છે કે કેમ?
    • નકશામાં જવા આવવા માટે રસ્તા રાખવામાં આવેલ છે કે કેમ?
    • કોમન પ્લોટ લેઆઉટ પ્લાનમાં દર્શાવેલ છે કે કેમ?
    • ચકાસણી અધિકારીએ સુચત મંડળીની જમીન જયાં આવેલ છે તેની મુલાકાત
    • સભાસદ રજીસ્ટર રજુ કરેલ છે કે કેમ?
    • સરકારી મદદવીના મંડળી નોંધવા અંગેનુ મુખ્ય પ્રયોજકનું પ્રમાણપત્ર
    • લીફલેટ યુ. (ચાર નકલ)

ગ્રાહક ભંડાર

અલગ-અલગ પ્રકારની મંડળીઓની દરખાસ્ત સાથે કેટલીક વિષેશ માહિતી / દસ્તાવેજો રજુ કરવાની બાબતો.
  • કાર્ય વિસ્તારમાં બીજો ગ્રાહક ભંડાર છે કે કેમ? ણષ્છ મેળવેલ છે કે કેમ?
  • કાર્યક્ષેત્રમાં વધુ ગામ હોય તો તે વચ્ચેનુ અંતર
  • ૧૦૦ સભાસદો નોંધણી બાદ ૫૦૦ સભાસદો બનાવવાનું બાંહેધરી પત્ર
  • ગામની વસ્તી ૧૦,૦૦૦/- હોવા અંગેનો તલાટીનો દાખલો
  • કસ્ટમ માલનું વેચાણ કરવામાં આવશે નહી તેનો બાંહેધરી પત્ર

મજુર મંડળી

અલગ-અલગ પ્રકારની મંડળીઓની દરખાસ્ત સાથે કેટલીક વિષેશ માહિતી / દસ્તાવેજો રજુ કરવાની બાબતો.
  • ૫૦ સભાસદો જોઇએ પ્રયોજકો અને મજુર મંડળીમાં જોડાયેલ ના હોવા જોઇએ કોન્ટ્રાકટર કે ઠેકેદાર ના હોવા જોઇએ.
  • કાર્યક્ષેત્રમાં નોંધાયેલ મજુર મંડળીના ણષ્છ
  • રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડની નકલો/અને આધાર
  • કાર્યવિસ્તારની વસ્તી ના દાખલા (ત.ક.મંત્રી)
  • મંડળીની નોંધણી થયે મંડળીને બાંધકામને લગતા કામો મળી રહેશે. તે અંગેનો કાર્યપાલક ઇજનેરશ્રીનો દાખલો.
  • સભાસદો આઇ.આર.ડી. (બીપીએલ) લાભાર્થી હોવા જોઇએ સક્ષમ અધિકારીનો દાખલો
  • સભ્યો/પ્રયોજકો બીજી મંડળીમાં જોડાયલ નથી. કોન્ટ્રાકટર કે ઠેકેદાર નથી તેવો માર્ગ અને મકાન વિભાગનો દાખલો
  • પ્રયોજકોના સોગંધનામા (રૂા.૨૦/- સ્ટેમ્ય ઉપર)
  • કાર્યક્ષેત્રમાં ૧૫ થી ૨૦ ગામ રાખી શકાય મુખ્ય મંડળી સ્થળમાંથી ૧૫ થી ૨૦ કી.મી. ની ત્રિજયા હોવી જોઇએ.
  • લીફલેટ જી. જી. (ચાર નકલ)

સામુદાયીક ખેતી મંડળી

અલગ-અલગ પ્રકારની મંડળીઓની દરખાસ્ત સાથે કેટલીક વિષેશ માહિતી / દસ્તાવેજો રજુ કરવાની બાબતો.>
  • લીફલેટ કયુ.કયુ.કયુ (ચાર નકલ)
  • સભ્યો/પ્રયોજકોના જમીનના ૭/૧૨, તથા હક્ક પત્રકની છેવટની તારીખની નકલ.
  • ખરીદવા ધારેલ જમીનનું બાનાખત (૭/૧૨ તથા હક્ક પત્રક નકલ સાથે)
  • સુચિત મંડળીની જમીન ખેતી જોનમાં હોવી જોઇએ.
  • સભ્યોની સંપુર્ણ વિગતવાળુ સભાસદ ફાળા પત્રક

પીયત સહકારી મંડળીઓ

અલગ-અલગ પ્રકારની મંડળીઓની દરખાસ્ત સાથે કેટલીક વિષેશ માહિતી / દસ્તાવેજો રજુ કરવાની બાબતો.

  • લીફલેટ - કે. કે. (ચાર નકલ)
  • શેરભંડોળ ઓછામાં આછું રૂા. ૫૦૦/-
  • જે સ્થળે યોજના કરવાની છે તે સ્થળપર પાણી કઇ રીતે મેળવશે તેની વિગત.
  • કમાન્ડ એરીયામાં આવતા સભ્યોની જમીનના ક્ષેત્રફળની નકલો.
  • પીયત યોજના સભાસદોને કઇ રીતે લાભદાયી રહેશે. તેનો પ્રોજેકટ રીપોર્ટ
  • મંડળીમાં જોડાયેલ સભ્યો કાર્ય વિસ્તારમાં રહે છે તે અંગેનું મુખ્ય પ્રયોજકનુ એકરાર નામુ
  • કમાન્ડ વિસ્તારમાં સરકારી પાતાળકુવો કે - નહેર પસાર થતી હોય તે અંગેનું સક્ષમ અધિકારીનું ના વાંધા પ્રમાણપત્ર.
  • નિગમ હસ્તકના પાતળકુવા ઉપર મંડળી નોંધવાની હોય તો તે માટે નિગમ પંચાયતના સક્ષમ અધિકારીનું ના વાંધા પ્રમાણપત્ર
  • વિદ્યુતબોર્ડના ચાર માસના વિજળી બીલને પહોંચી વળે તેટલું ભંડોળ હોવું જોઇએ.
  • નિગમ-પંચાયત હસ્તકના પાતાળકુવા સંદર્ભે નિગમ - પંચાયત એ નક્કી કરેલ શરતોનું પાલન કરવા અંગેનુ મુખ્ય પ્રયોજકનુ બાંહેધરી પત્રક.
  • સરકારશ્રી અગર નાણાં ધીરધાર સંસ્થા પાસેથી પાતાળકુવાની યોજના માટે કે અન્ય કોઇ યોજના માટે લોન/મદદ મેળવાશે નહી તેવી મુખ્ય પ્રયોજકની કબુલાત.

નર્મદા પીયત સહકારી મંડળી

અલગ-અલગ પ્રકારની મંડળીઓની દરખાસ્ત સાથે કેટલીક વિષેશ માહિતી / દસ્તાવેજો રજુ કરવાની બાબતો.
  • પીયત વિસ્તારનો નકશો.
  • મુખ્ય પ્રયોજકનો પાણી આપવાનો બાંહેધરી પત્ર
  • પ્રયોજકોના જમીનના ઉતારા ૮ અ
  • તમામ સભાસદોના કબુલાત પત્રો
  • તાંત્રીક અભિપ્રાય
  • માઇનોર શાખામાંથી પીયત સહકારી મંડળીની માન્યતા અંગેનું સંબંધીત અધિક્ષક ઇજનેર, ન. યો. નહેર વિભાગનું પ્રમાણપત્ર.

વાહન વ્યવહાર સહકારી મંડળી

અલગ-અલગ પ્રકારની મંડળીઓની દરખાસ્ત સાથે કેટલીક વિષેશ માહિતી / દસ્તાવેજો રજુ કરવાની બાબતો.
  • લીફલેટ - (ચાર નકલ)
  • ઓછામાં ઓછા - ૫૧ સભાસદો
  • ઉદ્દેશો મુજબ મંડળી કાર્યક્ષેત્ર/અર્થક્ષમ કઇ રીતે બનશે. તેની વિગતો.
  • પ્રયોજકોના ડ્રાઇવીંગ લાયસન્સ, રહેઠાણનો પુરાવો તથા પ્રયોજકો સામે કોઇ ગુનો બન્યો નથીનો પોલીસ સ્ટેશનનો દાખલો.
  • કાર્યક્ષેત્રમાં નોંધાયેલ સમાન ઉદ્દેશવાળી મંડળીઓના ણષ્છ
  • તમામ સભાસદો એસ.ટી. નિગમના નિવૃત તેમજ ચાલુ કર્મચારીઓ અને વાહન વ્યવહારના ધંધા સાથે સંકળાયેલ હોવાનું એકરાર નામુ

ઔદ્યોગિક સહકારી મંડળી

અલગ-અલગ પ્રકારની મંડળીઓની દરખાસ્ત સાથે કેટલીક વિષેશ માહિતી / દસ્તાવેજો રજુ કરવાની બાબતો.
  • લીફલેટ - (ચાર નકલ)
  • ઓછામાં ઓછા - ૫૧ સભાસદો
  • મંડળીના ઉદ્દેશો મુજબની કામગીરી અંગેના સભાસદોના અનુભવના દાખલા
  • મંડળી તેની સગવડ સારૂ મકાન મળી રહેશે તેની ખાત્રી માટેનો રીપોટ
  • મંડળીના ઉદ્દેશો મુજબની કામગીરી કરવા માટે મંડળી પાસેના ઉપલબ્ધ સાધનો.
  • કાર્યક્ષેત્રની સમાન ઉદ્દેશવાળી મંડળીનું ના વાંધા પ્રમાણપત્ર
  • જરૂરી હોય તેવા કિસ્સામાં તાંત્રીક અભિપ્રાય.

તમાકુ ઉત્પાકદક સહકારી મંડળી

અલગ-અલગ પ્રકારની મંડળીઓની દરખાસ્ત સાથે કેટલીક વિષેશ માહિતી / દસ્તાવેજો રજુ કરવાની બાબતો.
  • કાર્યક્ષેત્રમાં સભાસદે ધારણ કરેલ જમીનની વિગતો તથા તમાકુ ઉત્પાદન કરે છે તેની વિગતો.
  • સહકારી તમાકુ ફેડરેશન (સંઘ) સુચના અનુસાર તમાકુ અને બીજા ઉત્પાદનોની ખરીદ-વેચાણ કામગીરીની વિગતો તથા ફેડરેશનનો ભલામણપત્ર
  • સભાસદ તમાકુના વેપાર-ખરીદી કે રૂપાંતર સાથે સંકળાયેલ નથી. તેના આધાર.

સ્ત્રોત:રજીસ્ટ્રાર કમિશ્નર અને રજીસ્ટ્રાર, સહકારી મંડળી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate