દેશની મોટાભાગની વસ્તી ગામડામાં વસે છે. ગામડામાં ખેતી એ મુખ્ય વ્યવસાય છે. ૧૯મી સદીમાં ખેડૂતોને ખેતી માટે પડતી નાણાંકિય જરૂરિયાત ગામના શેઠ શાહુકારો ઊંચા વ્યાજના દરે પુરી પાડતાં તે સંજોગોમાં ખેડૂત વ્યાજનું વ્યાજ અને ઉપરનું વ્યાજ ભરી આર્થિક રીતે પાયમાલ થઇ જતા હતા. ખેડૂતોને જોઇતા નાણાં સસ્તા વ્યાજે મળે અને સહેલાઇથી મળે તો જ ખેડૂતોને આર્થિક પ્રશ્ન ઉકેલાય તેમ હતો. તે માટે લેન્ડ ઇમ્પ્રુવમેન્ટ લોન્સ એક્ટ ૧૯૮૩ તથા ખેડૂતો માટે ધિરાણનો કાયદો ૧૮૮૪ ઘડી કાઢવામાં આવેલ છે.
ખાતાની મુખ્ય કામગીરી ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ ૧૯૬૧ના અમલની કામગીરી, રાજ્યની ખેત બજાર સમિતિઓના વિકાસ નિયંત્રણ માટે ગુજરાત ખેત ઉત્પન્ન બજાર સમિતિ અધિનિયમ ૧૯૬૩ના અમલીકરણ અંગેની કામગીરી. મુંબઈ શાહુકાર ધારો ૧૯૪૭ના અમલની કામગીરી તથા ગુજરાત ઓનરશીપ ફલેટ એક્ટ ૧૯૭૩ના અમલની કામગીરી તથા બોમ્બે વખારધારાના અમલીકરણની કામગીરી છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020