બેંકના વહીવટ અને સંચાલનની જવાબદારી ૨૨ સભ્યોના બોર્ડ ઓફ ડીરેક્ટર્સ ને સોંપાયેલ છે.બેંકનું બોર્ડ ૨૨ ડીરેક્ટર્સનું બનેલું છે. જે પૈકી ૧૭ ડીરેક્ટર્સ, દરેક જીલ્લામાંથી એક ડીરેક્ટર્, એમ ૧૭ જીલ્લામાંથી ૧૭ ડીરેક્ટર્સ બેંકના પ્રતિનિધિશ્રીઓ દ્વારા ચૂંટાઈને આવે છે. ત્રણ ડીરેક્ટર ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે આવે છે. તે પૈકીના એક રજીસ્ટ્રાર ઓફ કો.ઓપ. સોસાયટીઝ, ગુજરાત રાજ્ય હોય છે.એક પ્રતિનિધિ ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ બેંકના હોય છે અને એક બેંકના મનેજીંગ ડીરેક્ટર હોદ્દાની રૂઈએ હોય છે. આમ કુલ ૨૨ સભ્યોનું બનેલું બોર્ડ ઓફ ડીરેક્ટર્સ હોય છે. આ બોર્ડની બેઠક ત્રિમાસિક સમયગાળામાં મળતી હોય છે અને તેમાં બેંકના નીતિવિષયક નિર્ણયો થાય છે. બોર્ડના સભ્યોમાંથી જુદી જુદી સમિતિઓ ની રચના થાય છે. જેવી કે કારોબારી સમિતિ (લોન કમિટી) ધિરાણ સમિતિ, વહીવટી સમિતિ વગેરે... આ સમિતિઓની બેઠક તેઓને સોંપાયેલ કામગીરીને અનુલક્ષીને જયારે જરૂરિયાત ઉભી થાય ત્યારે મળે છે.બેંકના મનેજીંગ ડીરેક્ટર ની નિમણુક રાજ્ય સરકારશ્રી સાથે પરામર્શ કરીને બેંક ના બોર્ડ દ્વારા કરવામાં આવે છે.
બેંકના બોર્ડ ઓફ ડીરેક્ટર્સની મુદત પાંચ વર્ષની છે અને મુદત પૂરી થતાં લોકશાહી ઢબે નવા બોર્ડની રચના થાય છે. બેંક પાસે પોતાનું સુવ્યવસ્થિત વહીવટી તંત્ર છે. જેમાં ઉચ્ચ કક્ષા અને મધ્યમ કક્ષાના અધિકારીઓ તથા પાયાના સ્તરના કર્મચારીઓ કે જેઓને જુદી જુદી કક્ષા મુજબ વડીકચેરી, જીલ્લા કચેરી તથા શાખાઓમાં નિમણુંક અપાયેલ છે.
સ્ત્રોત: ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લિમિટેડ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020