ખેતી બેંકનું મુખ્ય મથક અમદાવાદ ખાતે આવેલ છે. જ્યાંથી બેંકની 17 જીલ્લા કક્ષાએ આવેલ જીલ્લા કચેરીઓ અને આ જીલ્લાના કાર્ય વિસ્તારોમાં આવેલ કુલ 176 શાખાઓનું સંચાલન કરવામાં આવે છે. બેંક તેની જીલ્લા મથકે આવેલ કચેરીઓ ઉપરાંત 176 શાખાઓ પૈકી 130 શાખાઓમાં પોતાની માલિકીનું મકાન ધરાવે છે.
ખેતી બેંક એકવાયી વ્યવસ્થાતંત્ર ધરાવતી રાજ્યકક્ષા ની અપેક્ષ સંસ્થા છે. જે ખેડૂતોને તેમની જરૂરિયાત મુજબ કૃષિ વિકાસ માટે જુદા જુદા હેતુઓ જેવા કે સિંચાઈ, ટ્રેક્ટર-ટ્રેલર તથા તેને આનુષાંગિક સાધનો , કુટિર ઉદ્યોગના હેતુઓ, પશુપાલન ના હેતુઓ , ગ્રામ્ય વિસ્તારમાં મકાન બાંધકામ તથા રિપેરિંગ , મધ્યમ મુદતની કિશાન વિકાસ લોન નું ધિરાણ પુરૂ પાડવામાં આવે છે.
આ બેંક નાબાર્ડ પાસેથી રી-ફાઇનાન્સ મેળવી ખુબજ ઓછા માર્જીનથી રાજ્યના ખેડૂતોને ખેતી વિષયક ધિરાણ પુરૂ પડે છે. બેંક ની મુખ્ય કામગીરી ધિરાણ, વસુલાત અને ફિક્સ ડિપોઝીટ સ્વીકારવાની રહેલ છે. બેંક તેના સ્થાપના કાળથી રાજ્યમાં આવેલ કુદરતી આફતો જેવી કે ધરતીકંપ અને દુષ્કાળ જેવા એકાદ-બે વર્ષને બાદ કરતાં સતત નફો કરતી રહેલ છે. બેંક તેના નફામાંથી સભાસદોને દર વર્ષે 12% ડિવિડન્ડ આપે છે.
બેંકની આ વેબસાઈટ માં ખેતી બેંક વિશે વિસ્તૃત માહિતી, બેંકની પ્રવૃત્તિ, નેટવર્ક , ધિરાણ અને વસુલાત, નાણાકીય સ્થિતિ , બેંક ની શાખા / કચેરીઓના ટેલિફોન નંબરો જેવી અગત્યની માહિતી આપવામાં આવે છે. આમ , રાજ્યના ખેડૂતો, નાગરિકો તથા રાજ્યના સહકારી આગેવાનોને અમારી આ વેબસાઈટ ખૂબ ઉપયોગી થાય તેમ છે.
ડી. બી. ત્રિવેદી, મેનેજીંગ ડીરેકટર
સ્ત્રોત: ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લિમિટેડફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/11/2020