অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પ્રવૃત્તિ

ધિરાણ નીતિ અને પ્રોજેક્ટ અભિગમ

બેંક દ્વારા ઉત્પાદકીય હેતુઓ માટે ધિરાણ આપવાની નીતિનો અમલ થાય છે. બેંક દ્વારા ખેડૂતોને આપવામાં આવતા ધિરાણથી ખેડૂતની આર્થિક ક્ષમતામાં વધારો થાય છે કે કેમ ? તથા જે હેતુ માટે ધિરાણ આપવામાં આવે તે હેતુ આર્થિક રીતે પોષણક્ષમ છે કે નહિ? તકનીકી રીતે યોગ્ય છે કે નહિ? તથા ખેડૂતની આવકમાં કેટલો વધારો થશે? ખેડૂત સમયસર બેંકનું ધિરાણ પરત ભરી શકશે કે નહિ? તેવા જુદા જુદા પાસાઓની ચકાસણી કરવામાં આવે છે, ખેડૂતની જમીન કેટલી છે, તેની બેંક દ્વારા નક્કી થયેલ હેક્ટર દીઠ આકારણી કિંમતના આધારે પણ ધિરાણ પાત્રતા નક્કી કરવામાં આવે છે આવા માપદંડોથી ચકાસણી કર્યા બાદ ધિરાણ પાત્રતા અને ધિરાણ મંજુરી અંગે નિર્ણય કરવામાં આવે છે.

જયારે ધિરાણની માંગણી પાતાળકુવા, ટ્રેક્ટર, લીફ્ટ ઈરીગેશન , માર્કેટયાર્ડ, નવીન મકાન, ગોડાઉન, વિગેરે જેવા હેતુઓ માટે મોટી રકમની હોય ત્યારે એકમ દીઠ અને વ્યક્તિદીઠ આર્થિક ક્ષમતા ચકાસવામાં આવે છે. બેંક દ્વારા ખેતીની જમીન સુધારણા, કૃષિ અને કૃષિને આનુષાંગિક હેતુઓ જુદા-જુદા ૬૧ થી પણ વધુ હેતુઓ માટે ધિરાણ આપવામાં આવે છે બેંકે ગ્રામ્ય કારીગરો અને હસ્તકલા કારીગરો વિગેરેને નોન-ફાર્મ સેક્ટર અંતર્ગત પણ ધિરાણ આપવાનું શરુ કરેલ છે. બેંક દ્વારા ગ્રામ્યકક્ષા એ નવીન - મકાન બનાવવા માટે તથા મધ્યમ મુદત માટે કિસાન ક્રેડીટકાર્ડ નુ ધિરાણ આપવાનું પણ શરુ કરાયેલ છે.

બેંકના ધિરાણથી ઉભી કરાયેલ મિલકત કે સુધારણા નું આયુષ્ય કેટલા વર્ષ નું છે? તથા તેમાંથી થનાર આવકના અંદાજો ને આધારે ધિરાણની મુદત નક્કી કરવામાં આવે છે. ધિરાણની મુદત તથા પદ્ધતિઓ અંગે નાબાર્ડ દ્વારા વખતો વખત આપવામાં આવતી માર્ગદર્શિકાઓનો અમલ કરવામાં આવે છે ધિરાણ ની સુરક્ષા માટે ખેડૂતની જમીન તથા ધિરાણ થી ઉભી કરયેલ મિલકતો ગીરો/તારણમાં લેવામાં આવે છે.

નાણાકીય સ્રોત

બેંકના નાણાકીય સ્ત્રોત્ર માં ડિબેન્ચર મુખ્ય છે.

બેંક દ્વારા  (૧) ઓર્ડીનરી ડિબેન્ચર

(૨) સ્પેશ્યલ ડિબેન્ચર

એમ બે પ્રકારના ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે આ બેંકના ડિબેન્ચર ને ટ્રસ્ટી સિક્યોરીટી તરીકે ગણવામાં આવે છે ડિબેન્ચરના મુદ્દલ નાણાં તથા વ્યાજની રકમની પરત ચૂકવણીની ગેરંટી રાજ્યસરકાર દ્વારા આપવામાં આવે છે. ડિબેન્ચરના પાકવાની મુદત ૭ થી ૧૫ વર્ષ ના સમય માટેની હોય છે બેંકના ડિબેન્ચર ફેરબદલી ને પાત્ર, સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી કરાવવામાં થી મુક્ત હોય છે. સ્પેશ્યલ ડિબેન્ચર નું ભરણું નાબાર્ડ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવે છે. જયારે ઓર્ડીનરી ડિબેન્ચર નું ભરણું નાણાકીય સંસ્થાઓ, અને ભગીની સંસ્થાઓ દ્વારા ભરવામાં આવે છે.

અન્ય સ્ત્રોત્રમાં , શેરમૂડી છે જે બેંકના સભાસદો અને રાજ્ય સરકારના ફાળાથી બનેલી હોય છે. દરેક સભાસદ કે જે બેંકમાંથી લોન મેળવે છે તેને લોન ની રકમના ૫% મુજબ શેર લેવા ફરજીયાત છે. બેંક દ્વારા ફિક્સ ડીપોઝીટ પણ સ્વીકારવામાં આવે છે. આ સિવાય બેંકના નફા માંથી ઉભા કરવામાં આવતા રીઝર્વ ફંડ, બિલ્ડીંગ ફંડ, વિગેરે સ્વભંડોળ, સામાન્ય રીતે બેંકને નાણાં સ્ત્રોત્ર, અને ભંડોળ ઉભું કરવામાં કોઈ તકલીફ પડતી નથી. રીઝર્વબેંક અને નાબાર્ડ દ્વારા નક્કી થયેલ નાણાકીય શિસ્તનું ચુસ્ત પાલન બેંક દ્વારા કરવામાં આવે છે.

ફિક્સ ડિપોઝીટ યોજના

રીઝર્વ બેંકના નિયમાનુસાર આ બેંક તેની ચોખ્ખી મિલકતોની મર્યાદામાં જ થાપણ સ્વીકારે છે, તેથી આપનીફિક્સ ડિપોઝીટ સંપૂર્ણપણે સુરક્ષીત છે

ફિક્સ ડિપોઝીટ યોજના ના વ્યાજના દર

  • ૧ વર્ષ  કે તેથી વધુ માટે ૭.૫૦%  વાર્ષિક ૧૧૫ માસે બમણા
  • સીનીયર સીટીઝન / બેંક સ્ટાફ / સભાસદ માટે
  • ૦.૫૦ % વધુ વ્યાજ  ૧૦૮ માસે બમણા
  • વ્યાજની રકમમાંથી આવકવેરાની સીધી કપાત કરવામાં આવતી નથી

આપની બચતના નાણાંને આ બેંકની ફિક્સ ડિપોઝીટ યોજનામાં જ રોકો

૧. થાપણ ઉપર આકર્ષક વ્યાજદર

૨. વ્યાજની રકમ (થાપણદારની આવક) ને ઇન્કમટેક્સમાંથી મુક્તિ

૩. વ્યક્તિ ઉપરાંત ટ્રસ્ટો, સહકારી સંસ્થાઓ પણ થાપણ મૂકી શકે છે.

૪. પાકતી મુદત અગાઉ નાણાંની જરૂર પડે તો ઓવરડ્રાફ્ટની સગવડ.

થ્રિફ્ટ ડીપોઝીટ યોજના :- (બચત થાપણ યોજના)

  • તમામ લોન ખાતેદાર, સભાસદશ્રીએ લઘુત્તમ રૂ. ૧૦૦૦/- થી બચત થાપણ ખાતુ ખોલાવાનું રહેશે.
  • સભાસદ જયારે ઈચ્છે ત્યારે રૂ. ૧૦૦૦/- ના ગુણાંકમાં થાપણની રકમ જમા કરાવી શકશે અને રૂ. ૧૦૦૦/- નું લઘુત્તમ બેલેન્સ જમા રાખી રકમ ઉપાડી શકશે.
  • આ યોજનામાં માસિક સરેરાશ બેલેન્સ ઉપર ૫% લેખે વ્યાજ આપવામાં આવશે.
  • વ્યાજની ગણત્રિ છ માસિક ધોરણે જમા રહેલ સરેરાશ રકમ ઉપર કરવામાં આવશે.

ઇન્સ્પેકશન - ઓડીટ અને દેખરેખ

બેક પાસે પોતાનો ઇન્સપેકશન વિભાગ છે. પરંતુ સ્ટાફની અછત જેવા પરિબળો ને ધ્યાને લઇ, કાર્યવાહક મંડળે શાખાની કામગીરી પર દેખરેખ રાખવા તથા આંતરિક અંકુશ સબબ રાજયસરકારશ્રીની પેનલમાં નોંધાયેલ સી.એ. ફર્મ મારફત વાર્ષિક ધોરણે એચ.ઓ. ઇન્સપેકશન કરાવવાનું શરૂ કરેલ છે.

જીલ્લાકક્ષાની જીલ્લાકચેરીઓ દ્વારા પણ બેંકની શાખાઓના ધિરાણનાં કેસ ત્થા નાણાંકીય રજીસ્ટરો વિગેરેનું ઇન્સપેકશન હાથ ધરવામાં આવે છે.

તદઉપરાંત રાજયસરકારશ્રીની માન્ય પેનલમાં નોંધાયેલ સી.એ. ફર્મ દ્વારા છ માસિક ધોરણે આંતરિક અન્વેષણ કરવામાં આવે છે. તેમજ નાબાડૅ પેનલનાં સી.એ. દ્વારા સ્ટેટયુટરી ઓડીટ કરવામાં આવે છે.

 

કર્મચારી તાલીમ

બેંકના અધિકારીઓની આવડત અને હોશિયારી અને જ્ઞાનમાં વધારો થતો રહે, અને તેનાથી તેઓ બેંકના વિકાસમાં તેઓનું મહત્વપૂર્ણ યોગદાન આપી શકે તે માટે બેંક કર્મચારી-તાલીમ ને પણ એટલું જ મહત્વ આપે છે. તે માટે બેંક દ્વારા કર્મચારી તાલીમ કેન્દ્ર ચલાવવામાં આવે છે. આ તાલીમ કેન્દ્ર નાબાર્ડના સહયોગથી બેંકના જુનિયર લેવલ ના સ્ટાફને બેંકના પાયાના મુદ્દાઓ તથા કામગીરીને લગત તાલીમ આપવામાં આવે છે.

તદુપરાંત બેંકના ઉચ્ચકક્ષાના અધિકારીઓ તથા મધ્યમકક્ષાના અધિકારીઓને બેંક દ્વારા રાજયબહાર ની તાલીમ સંસ્થાઓ જેવી કે કોલેજ ઓફ એગ્રીકલ્ચર બેન્કિંગ, પૂના વૈકુંઠ મહેતા નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ કો.ઓપ. મેનેજમેન્ટ, પૂના નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ, હૈદરાબાદ. બેંકર્સ ઇન્સ્ટીટ્યુટ ફોર રૂરલ ડેવલપમેન્ટ, લખનૌ. મેનેજમેન્ટ ડેવલપમેન્ટ સેન્ટર ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, વિગેરે જેવી જુદી જુદી સંસ્થાઓમાં તાલીમ અર્થે મોકલવામાં આવે છે.

સ્ત્રોત: ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લિમિટેડ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate