ધિરાણ મેળવવા માટે ઇચ્છનાર ખેડૂત ખાતેદારે તેઓની જમીન બેંકની જે શાખાના કાર્યવિસ્તારમાં આવતી હોય તે તાલુકા કક્ષાની શાખામાંથી અરજી ફોર્મ મેળવી, તેમાં પૂર્ણ વિગતો ભરી, સહી કરી, તેની સાથે જરૂરી રેવન્યુ રેકર્ડ ની નકલો સાથેબેંકની શાખામાં આપવાનું હોય છે. ત્યારબાદ મેનેજર/સુપરવાઈઝર તે સ્થળ ની ખરાઈ કરવા જાય છે. સૂચિત સુધારણા આર્થિક રીતે પોષણક્ષમ છે કે નથી? તકનીકી રીતે યોગ્ય છે કે નથી? ધિરાણ પરત ચૂકવણી ની સગવડ, અને ગીરોમાં લેવાની જમીન ના ટાઈટલ વિગેરે વિવિધ પાસાઓ ની ચકાસણી કરી જો તેઓને સંતોષકારક લાગે તો તે ધિરાણ અરજી ને મંજુરીની ભલામણ સાથે શાખાસમિતિ ને મોકલી આપે છે. શાખાસમિતિની બેઠક માં આવેલ અરજીઓ અંગે યોગ્ય વિચારણા કરી મંજુરી ની ભલામણ સાથે જીલ્લાકક્ષાએ આવેલ જીલ્લા લોન કમિટી ને મોકલવામાં આવે છે. જીલ્લા લોન કમિટી ની મંજુરી મળ્યા પછી, મંજુર થયેલ લોન અરજી જે તે શાખાને મોકલવામાં આવે છે. શાખા દ્વારા અરજદારને ધિરાણ મંજુરીની રકમ અને શરતો અંગે જાણ કરવામાં આવે છે ત્યારબાદ અરજદારની જમીન નું બેંકની તરફેણમાં ગીરોખત નોંધણી થાય છે. અને રેવન્યુ રેકોર્ડમાં બેંકના ગીરો બોજા ની નોંધણી કરવામાં આવે છે.
ત્યારબાદ મશીનરી સપ્લાયર કે કોન્ટ્રાકટર જેઓ ની સુધારણાનું કામ સોપાયેલ હોય તેઓના બીલ મેળવી તેની ખરાઈ કરી અને ધિરાણના હેતુસર ઉપયોગ થયાની ચકાસણી કરી બેંક દ્વારા ધિરાણના નાણાં ની સીધી ચૂકવણી જે તે સપ્લાયર કે કોન્ટ્રાકટર ને કરવામાં આવે છે.
વધુમાં, ધિરાણનું ચુકવણું થઇ ગયા પછી પણ બેંક દ્વારા ફેરતપાસણી કરી ધિરાણ ના હેતુસર ઉપયોગ થયા અંગે ખરાઈ કરવામાં આવે છે. સામાન્ય રીતે ધિરાણની અરજીઓનો નિકાલ ૧૫ દિવસમાં કરવામાં આવે છે. વર્ષ ૧૯૭૬ થી ધિરાણ મંજુરીની સત્તાઓ જીલ્લા લોન કમિટીને આપવામાં આવેલ છે. બેંક દ્વારા વખતો-વખત સુધારા કરી ખડૂતોને ઝડપથી અને સરળતાથી ધિરાણ પ્રાપ્ત થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે.
રૂ. ૧ લાખ સુધી ૧૩% વાર્ષિક
રૂ. ૧ લાખથી ૨ લાખ સુધી ૧૩.૫૦% વાર્ષિક
રૂ. ૨ લાખથી ૩ લાખ સુધી ૧૪.૫૦% વાર્ષિક
રૂ. ૩ લાખથી વધારે ૧૫% વાર્ષિક
ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લી. ના ચેરમેનશ્રી કનુભાઈ એમ. પટેલ દ્વારા દેશની અન્ય કોઈપણ રાજ્યની કૃષિ બેંકમાં નથી તેવી મધ્યમ મુદત કૃષિ વિકાસ લોન યોજના તા. ૧-૧૨-૨૦૦૫ થી શરુ કરવામાં આવેલ છે.
ગુજરાત રાજ્યના સહકારી કાયદાની જોગવાઈઓ મુજબ ખેતી બેંકને ટુંકી મુદત માટે ધિરાણ કરવાની મંજુરી મળતી નથી. પરંતુ આ બેંકમાંથી લોન મેળવેલ હોય અને તેવા ખાતેદારની ખાતર, જંતુનાશક દવાઓ, બિયારણ, ખેતીવાડી ના સાધનો ખરીદવા કે મશીનરી રીપેરીંગ માટે, વીજળી બીલના નાણાં ભરવા વિગેરે જેવા હેતુઓ માટે જરૂરિયાત ઉભી થાય ત્યારે તેઓને સરળતાથી નાણાં ધિરાણ મળી રહે તેવા ઉદ્દેશથી આ યોજના શરુ કરાયેલ છે.
તાજેતરમાં બેંક દ્વારા બેંકના રેગ્યુલર ખાતેદોરો માટે રૂ. ૩ લાખની લોન મર્યાદા અને ૩ વર્ષની મુદતવાળી " સ્વર્ણિમ કૃષિ વિકાસ લોન યોજના " શરુ કરવામાં આવેલ છે.
ધિરાણ અને પરત ચુકવણી
વિગત |
ધિરાણ મર્યાદા (રકમ રૂપિયામાં)) |
મુદત |
બીજીવાર લોન માંગણી |
૩ લાખ |
૩ વર્ષ (છ માસિક છ હપ્તા) |
વ્યાજ દર
રૂ. ૧ લાખ સુધી ૧૩%
રૂ. ૧ લાખથી ૨ લાખ સુધી ૧૩.૫% અને
રૂ. ૨ લાખથી ૩ લાખ સુધી ૧૪.૫
તપાસણી ફી
"પ્રથમ વાર લોન માંગણીની રકમ ઉપર મીનીમમ રૂ.૫૦૦/- અથવા લોન માંગણીની રકમ નાં ૧% લેખે થતી રકમ - બેમાથી જે વિશેષ હોય તે."
હપ્તાની પાકતી તારીખ
દર વર્ષે ૩૧ મી મેં અને ૩૦ નવેમ્બર -એમ બે હપ્તા ભરવાના રહેશે.
બેંકના કુલ ધિરાણનો અડધો (૫૦%) હિસ્સો કૃષિ વિકાસ લોન ધિરાણનો છે.તેની સાથે વસુલાતની ટકાવારી પણ અન્ય હેતુના ધિરાણ કરતાં કે.વિ.ઍલ. ની વસુલાત ટકાવારી ઉંચી છે. નાણાકીય વર્ષ :૨૦૧૩-૧૪ માં કે.વિ.ઍલ.યોજનામાં કુલ ૫૪૭૬ ખાતેદારોને રૂ. ૧૩૪.૫૫ કરોડનું ધિરાણ થયેલ છે અને કે.વિ.ઍલ. યોજનાની શરૂઆત થી તા. ૩૧-૩-૨૦૧૪ સુધીમાં કુલ રૂ. ૬૭૭.૧૦ કરોડનું ધિરાણ થયેલ છે.
અમારી બેંકની જે શાખામાં કે.વિ.ઍલ. ધિરાણની વસુલાત ૮૦% થી વધારે હોય છે તે શાખાઓ મારફત કે.વિ.ઍલ. ધિરાણ ઉપલબ્ધ થઇ શકે છે. તે માટે અમારી નજીકની તાલુકા શાખાનો સંપર્ક સાધવાથી વધુ માહિતી મળી શકશે.
બેંકની લોન (ધિરાણ) સામાન્ય રીતે વાર્ષિક ધોરણે વ્યાજની ગણત્રી કરી તેના નક્કી થયેલ હપ્તાની સંખ્યા મુજબ વ્યાજ+મુદ્દલ મળી હપ્તો વસુલ લેવા પાત્ર થાય છે. જે તે વિસ્તાર માં પાકની પદ્ધતિ, પાક બજારમાં વેચાણ માટે કઈ મોસમમાં આવે છે, તેના આધારે બેંક દ્વારા વર્ષમાં બે તારીખો (ડ્યુડેઈટ) હપ્તો ભરવા માટે નક્કી કરવામાં આવેલી હોય છે. જે વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર છે ત્યાં ૩૧ જાન્યુઆરી અને જે વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર છે ત્યાં ૩૧ માર્ચ હપ્તાની તારીખ નક્કી કરવામાં આવેલી છે.
બેંકની શાખાઓમાં દર વર્ષે ધિરાણના હપ્તાઓની ગણત્રી કરી તેનું ખાતેદાર દીઠ માંગણા પત્રક બનાવવામાં આવે છે.તેના આધારે હપ્તાની પાકતી તારીખ અગાઉ દરેક ખાતેદારને બેંકની લગત શાખાએથી હપ્તાની રકમ દર્શાવતી માંગણાની નોટીસ મોકલી આપવામાં આવે છે. શાખાઓ દ્વારા ખાતેદારોને હપ્તાની રકમ સમયસર-નિયમિત ભરપાઈ કરી આપવા માટે ટેલીફોનીક તથા રૂબરૂ સંપર્ક સાધવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે. તેમ છતાં જો ખાતેદાર દ્વારા હપ્તાની રકમ પાકતી તારીખ સુધીમાં ભરપાઈ કરવામાં ના આવે તો તે ખાતેદાર મુદતવીતી બાકીદાર ગણાય છે અને તેઓની સામે ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ સોસાયટીઝ એક્ટની જોગવાઈઓ અનુસાર કાયદેસરના પગલા ભરી શકાય છે.
કાયદાની મુખ્યત્વે બે જોગવાઈઓ છે. તેમાં સહકારી કાયદાની કલમ-૧૩૪ અન્વયે બેંકના અધિકારીને વેચાણ અધિકારીની સત્તાઓ મળેલી છે. તે સત્તાની રુઈયે બેંકના અધિકારી ગીરોમાં રહેલ મિલકતનું હરાજીથી વેચાણની પ્રક્રિયા દ્વારા બેંકની મુદતવીતી રકમ વસુલ કરી શકે છે. જયારે સહકારી કાયદાની કલમ-૧૩૯ની જોગવાઈ અન્વયે જીલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ દ્વારા પ્રમાણપત્ર ઇસ્યુ થાય છે અને પ્રમાણપત્રમાં દર્શાવેલ મુદતવીતી રકમ જમીન મહેસુલી બાકી તરીકે વસુલ કરવાની થાય છે. સદર જીલ્લા રજીસ્ટ્રારના પ્રમાણપત્રના આધારે બેંકમાં રાજ્ય સરકાર દ્વારા નિમાયેલ ખાસ વસુલાત અધિકારી (એસ.આર.ઓ.) તેઓને મળેલ સત્તાઓ દ્વારા બેંકના ગીરોમાં રહેલ સ્થાયી મિલકતો તથા થાલમાં/તારણમાં રહેલ અસ્થાયી મિલકતોનું કાયદાની જોગવાઈઓ મુજબ વેચાણ પ્રક્રિયા કરી મુદતવીતી રકમ વસુલ કરે છે.
બેંક દ્વારા કૃષિ અને કૃષિ આધારિત હેતુઓ માટે ધિરાણ આપવામાં આવે છે. જે મહદ્દઅંશે વરસાદ અને કુદરતને આધારિત છે. તેથી સ્વાભાવિક છે કે બેંકની વસુલાત તેનાથી પ્રભાવિત થાય અને વસુલાતની અનિશ્ચિતતા રહે. આ સિવાય દુષ્કાળ, કુદરતી આફતો, ગામડાઓનું નબળું અર્થતંત્ર, રીઢા બાકીદારો, બાકીદારોનો સમયસર સંપર્કનો અભાવ, લોનનો દુરુપયોગ , ધિરાણની ખામીયુક્ત પદ્ધતિ જેવા પરિબળો પણ બેંકના ધિરાણ મુદતવીતી થવા માટે જવાબદાર છે. તેમ છતાં બેંક દ્વારા કરવામાં આવતા શ્રેષ્ઠ પ્રયત્નોથી મુદતવીતી રકમની વસુલાત કરી બેંકનું આર્થિક ચક્ર ખુબ જ સારી રીતે ચલાવવામાં આવે છે.
સ્ત્રોત: ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લિમિટેડ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020